શમણાંના ડંખ...

(11)
  • 6.5k
  • 1
  • 3k

"શું આજે પણ એ આવશે?? લગભગ નવથી- સવા નવની વચ્ચે એ સ્ટેશન આવતુ હતુ. એકદમ અવાવરૂ જ સમજો ને! ક્યારેક જ કોઈ મુસાફર ત્યાંથી ચડ-ઊતર કરતો હશે, જંગલ જેવો ભેંકાર રસ્તો ! દૂર દૂર સુધી કંઈ જ ના દેખાય.. એવામાં કોઈ રહેતુ પણ હશે કે કેમ ? ના કયાંય ઘર દેખાય, ના માણસો ! એ જગ્યાએ ટ્રેન પણ પાંચેક મિનિટ જ રોકાતી હતી- આવા સુના સ્ટેશનથી.. બે શનિવારથી, એ છોકરી ટ્રેનમાં ચઢતી હતી.. એકલી ! સારા ઘરની લાગતી હતી. આવા સ્ટેશન પર એકલા ઉભા રહેવાની.. એને બીક નહીં લાગતી હોય? ઉંમર તો હશે લગભગ પચ્ચીસ છવ્વીસની આસપાસ- શું દરરોજ એ.. આ રીતે જ..આટલા વાગ્યે ચડતી હશે?? કયાંથી આવતી હશે? - દૂર સુધી કંઈ નજરે પણ નહોતુ પડતુ! વળી, એના હાથમાં કોઈ સામાન પણ નહીં, જયારે પણ એ ટ્રેનમાં ચડે, ત્યારે પ્રખર સામે જોઈને થોડું હસી લેતી હતી. વળી, આ જ ડબ્બામાં ચઢતી હતી. ખબર નહીં.. ક્યાં ઉતરતી હશે!!

1

શમણાંના ડંખ.. (ભાગ - ૧)

#copyright આ નવલકથા #શમણાનાડંખ મારી‌‌ કોપીરાઇટ રચના છે..જેના તમામ હક મારી પાસે છે. ધન્યવાદ રહસ્યકથા #શમણાનાડંખ (ભાગ - ૧) "શું આજે પણ એ આવશે?? લગભગ નવથી- સવા નવની વચ્ચે એ સ્ટેશન આવતુ હતુ. એકદમ અવાવરૂ જ સમજો ને! ક્યારેક જ કોઈ મુસાફર ત્યાંથી ચડ-ઊતર કરતો હશે, જંગલ જેવો ભેંકાર રસ્તો ! દૂર દૂર સુધી કંઈ જ ના દેખાય.. એવામાં કોઈ રહેતુ પણ હશે કે કેમ ? ના કયાંય ઘર દેખાય, ના માણસો ! એ જગ્યાએ ટ્રેન પણ પાંચેક મિનિટ જ રોકાતી હતી- આવા સુના સ્ટેશનથી.. બે શનિવારથી, એ છોકરી ટ્રેનમાં ચઢતી હતી.. એકલી ! ...Read More

2

શમણાંના ડંખ.. (ભાગ - ૨)

સુમસામ સ્ટેશન પરથી ચડીને,પેલી છોકરી બારી પાસે બેસી ગઈ હતી. આજે એ થોડી મોડી પડી હશે, એટલે ટ્રેન ચાલુ હતી. પછી લગભગ દોડતા દોડતા જ એ ચઢી ગઈ હતી.દર વખતની જેમ આજે પણ કોઈ વાતચીત ના થઈ શકી.એ સામે જોઈને થોડુ હસી ખરી, પછી સતત બારીની બહાર જોવા લાગી.પ્રખરે સપ્તક તરફ નજર કરી.એ કયારેય, એક પણ વાર બેઠા પછી ઉભો નહોતો થતો.કયારેક નવાઈ પણ લાગતી.. કે ખરો માણસ છે,કયારેય વાત ના કરે.. કયારેય સામે જોઈને હસે નહીં,વળી વાત પણ ત્યારે જ કરે, જ્યારે પ્રખર સામેથી એને બોલાવે!! અરે..પેલી છોકરી એના સ્ટેશનથી ચઢે, ત્યારે પણ.. એ ફોનમાંથી નજર ઉંચી નહોતો ...Read More

3

શમણાંના ડંખ.. (ભાગ - ૩)

આજે પ્રખર એકલો જ જીપ લઈને જંગલમાં નીકળ્યો. એના ડ્રાઈવર દિવાનસિંગે કહ્યુ પણ હતુ. કે "સાહેબ તમે તો મને ચલાવવા જ નથી દેતા" દિવાનસિંગ મોજીલો માણસ હતો. જીપ ચલાવતા ચલાવતા કંઈ કેટલીય વાતો કર્યા કરતો.. પ્રખર ટોકતો ય ખરો, કે જીપ ચલાવતી વખતે વાતો ના કરે.. થોડી વાર ચૂપ રહીને દિવાનસિંગ વળી પાછો અલકમલકની વાતો કરવા લાગતો. એ પાછો જંગલનો જ માણસ..એટલે જંગલની કેટલીય વાતો એના ભાથામાં પડી હતી.. એની વાતો પર તો કંઈક કેટલાય પુસ્તકો લખાઈ જાય, જોકે પ્રખરને પણ, દિવાનસિંગની વાતો સાંભળવાની મજા આવતી હતી. એક વાર આમ જ જંગલમાં જતા જતા, દિવાનસિંગે.. એનો એક કિસ્સો સંભળાવ્યો ...Read More