હાસ્ય લહરી

(285)
  • 293.8k
  • 50
  • 118.4k

મ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બારમાં મહિનામાં એટલે કે, ડીસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે અંગ્રેજી કેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલાં મુસાફરના હાથમા, છેલ્લો ડબ્બો આવી જાય એમ, મારા નસીબમાં એ સિવાયના ડબ્બાની ‘ચોઈસ’ નહિ હતી. માંડ-માંડ છેલ્લો ડબ્બો લાધેલો. વધ્યો-ઘટ્યો માલ ‘closing’ માં પધરાવી દીધો હોય એમ મારું અવતરણ ૨૫ મી ડિસેમ્બરે આ ધરતી ઉપર થયેલું. {‘અવતરણ’ જ કહેવાય ભોંચું..! ફેંકી દીધેલો કહીએ તો ‘ભગવત-દોષ’ લાગે..!} જેવી હરિની ઈચ્છા..! ઘટના એવી ઘટેલી કે, મહાત્મા ગાંધીજીના અવસાન થતાં, દેશ સાવ શોકમગ્ન થઇ ગયેલો. દેવો પણ ચિંતાતુર થયેલા. મારું મામુલી અનુમાન એવું કે, ધરતી ઉપર ‘હસાવવાવાળા’ ની સ્પેશ્યલ ભરતી નીકળી હોય, એમાં આ બંદાનો નંબર લાગ્યો હોવો જોઈએ..! જે હશે તે, પૃથ્વી ઉપર આવ્યાનો આનંદ છે. પણ ક્રિસમસની ઉજવણીમાં વ્યસ્ત પૃથ્વીસ્થોએ મારી ખાસ નોંધ લીધેલી નહિ. એમાં થોડો હું હતાશ પણ થયેલો. પછી ખબર પડી કે, છેલ્લો ડબ્બો પકડવામાં હું એકલો નથી. મહાન હસ્તીઓ ગણાઉં તો, પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ભારત રતન અટલ બિહારી બાજપાઈ વગેરે પણ મારી જેમ આ જ મહિનાની આ જ તારીખે અવતરેલા. એ જાણીને, સાઉથ આફ્રિકાના જંગલમાં થેપલાં ખાતાં ગુજરાતીને કોઈ ગુજરાતી મળી જાય, એટલી પછી તો રાજીપાની હેડકીઓ આવી. બંદાને હિમત આવી ગઈ કે, પ્રભુએ મોટા માથાના માનવીના ‘સ્પેશ્યલ’ કવોટામાં જ મને મોકલેલો છે. આવી સાંત્વનામાં ૭૩ વર્ષ તો ખેંચી કાઢ્યા, હવે શતાબ્દીમાં માત્ર ૨૭ ઘટે છે..! હસતા-હસાવતા એ પણ પૂરા થઇ જશે. બોલો અંબે માતકી જય..!

Full Novel

1

હાસ્ય લહરી - ૧

ઉંમર તારા વળતા પાણી ઉમ્મર કે ઉમ્મારો ગણવાની આદત નથી, માત્ર જોવાની, માણવાની ને અનુભવવાનો જ અનુભવ..! મારી ટોટલી ઉમરનો કારભાર ‘ગ્રેગોરીયન’ પંચાંગ પ્રમાણે ચાલે. પુરા નવ મહીને જન્મેલો હોવા છતાં, મારો જનમ બારમાં મહિનામાં એટલે કે, ડીસેમ્બરમાં થયેલો. ૧૨ મો મહિનો એટલે અંગ્રેજી કેલેન્ડરનો ડેડ-એન્ડ..! ચાલતી ગાડીએ ચઢી બેઠેલાં મુસાફરના હાથમા, છેલ્લો ડબ્બો આવી જાય એમ, ...Read More

2

હાસ્ય લહરી - ૨

અખંડ પચાસ-વટી..! ‘ અખંડ પચાસવટી’શબ્દ સાંભળીને કદાચ કોઈને હેડકી આવશે. એ કોઈ આયુર્વેદિક દવા પણ નથી ને, પંચવટી ધાર્મિક સ્થાન પણ નથી. લોકો જેને 'સુવર્ણ-જયંતી' કહે છે, એને હું 'પચાસ-વટી' કહું છું. શબ્દને પણ હળી કરવાની ટેવ જાય થોડી..? ચાહો તો મારી ભૂલ ગણો, અથવા તો ગુલતાનમાં આવી ગયેલો એમ કહો, પણઆકાશમાં ગ્રહો મળે એમ, ૪-૨-૭૨ ના રોજ, પૃથ્વી ઉપર પણ બે ગૃહ મળેલા. આઈ મીન..બે જીવનો ભેટો થયેલો..! ગ્રહ મળે તો ગ્રહણ થાય, એમ અમે અગ્નિની સાક્ષીમાં તે દિવસે ગ્રહોને ટાઢા પાડીને પાણીગ્રહણ કરેલું..! સંસારમાં પછી વિગ્રહ વધેલાં કે કેમ એવું પૂછતાં જ નહિ, પણ ...Read More

3

હાસ્ય લહરી - ૩

ચલતીકા નામ ખાદી..! કોઈપણ રાષ્ટ્રીય પર્વ આવે એટલે, ખાદી-ભાષણ અને ઝંડો પ્રથમ યાદ આવે, બાકીનું રાબેતા મુજબ પછી ચાલ્યા કરે..! એવો કોઈ નિયમ નહિ, પણ સ્વાભાવિક છે કે, બેસણામાં લોકો સફેદ વસ્ત્રોના પરિવેશનો આગ્રહ રાખે. રાષ્ટ્રીય પર્વમાં ખાદીના વસ્ત્રોનું મહત્વ જરા ઊંચું..! બીજું કંઈ નહિ માણસ જરા રાષ્ટ્રવાદી અને પાંચ જણામાં ભપકેદાર લાગે. ખાદી ધીરે-ધીરે એવી ઘર કરી ગઈ કે,‘ચલતીકા નામ ગાડી’ ની માફક, 'ચલતીકા નામ ખાદી' નો એક મહાવરો બની ગયો. ચાલી તો ગાદી-દર્શન કરાવે, નહિ ચાલી તો ...Read More

4

હાસ્ય લહરી - ૪

વસંત-ઋતુએ વિઝા લેવાની જરૂર નથી..! આજકાલધમ્માલોમાં પણ સાલી આવવા માંડી. નિશાળમાં આગલા વિદ્યાર્થીનો કોલર ખેંચવાની કે, તેના માથે ટપલી મારી આડું જોઈ લેવાની મસ્તી હવે પસ્તીમાં ચાલી ગઈ. હવે તો પ્રેમ-પૈસા-પદવી ને પાપાચારની ‘લેટેસ્ટ’ ધમ્માલ ચાલે..!સંત આવે કે જાય, વસંત અટકે કે ભટકે, અહી પડી છે કોને..? વાઈફ જે છે, તે જ છે કે, બદલાય ગઈ, એ જોવાનો પણ સમય નહિ. ઋતુ જાય તેલ લેવા, પૈસો ક્યાં છે..? અમુક તો અમસ્તા જ શ્વાસનો બગાડ કરીને,બરાડા પાડતાં હોય કે, ‘મારી અક્કલ ‘આઉટ ઓફ ડેઈટ’થઇ ગઈ..! મારી અક્કલ ચરવા ...Read More

5

હાસ્ય લહરી - ૫

ફેબ્રુઆરીના ફૂવ્વારા..! ફેબ્રુઆરી મહિનો ગમે બહુ..! છતાં, ફક્કડ ચાલતા બળદીયાને પરાણી મારવાની ચેષ્ટા કરી બેઠો. શું કરીએ, માત્ર સળીને પાત્ર..! સળી કરવાની ટેવ જાય નહિ ને..?એમાં ક્યાંઉમરનો બાધ આવે..? લખાય તો ગયું કે, ફેબ્રુઆરીના ફૂવ્વારા..! પણ ફેબ્રુઆરી એટલે અધૂરા માસે અવતરેલો વિકલાંગ મહિનો..! એ શું ધૂળ ફૂવ્વારા કાઢવાનો..? ફૂવ્વારો તો ઠીક, પિચકારી પણ નહિ મારી શકે..! બાર-બાર જેટલાં મૂડીવાદ મહિનાઓ સાથે હોવાં છતાં, હરામ્મ બરાબર જો એકેય મહિનાએ ફેબ્રુઆરીની દયા ખાય ને, 'દિવસ-દાન' કર્યું હોય તો..! બધાં મહિના અંબાણીના વંશ-વારસ હોય એમ, ૩૦-૩૧ દિવસની સંખ્યામાં રમે, ને ફેબ્રુઆરી નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાવાળો..! ખમતીધર મહિના પાસે ક્યારેય ...Read More

6

હાસ્ય લહરી - ૬

ઢોસો ખાવાની પણ આવડત જોઈએ..! અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચેને પાણી છૂટવા માંડે. દીનાનાથ કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકાને કઢી-લીમડા સિવાય બીજું આવે શું..? છતાં,મસાલો-ઢોસો દેખીને, ઊંટને લીમડો મળ્યો હોય એટલાં "ઘેલા હો માનવી".બની જાય. એકેય વેદ-પુરાણ કે સંહિતામાં મસાલો-ઢોસો આવતો નથી, ભણતા ત્યારે બરડા ઉપર મિત્રોના પડેલાં ‘ઢોસા’ યાદ આવે, પણ મસાલા-ઢોસા તો નહિ જ..! એમાં અમુકના ઢોસા તો એવાં જલ્લાદી હોય કે, શિયાળો આવે ત્યારે આજે પણ ઉભરે. ઢીક્કા-ઢોસા ખાધા વગર બચપણ ગતિ જ નહિ કરતું. બસ, ત્યારથી આ ઢોસો શબ્દ મગજમાં માળો બાંધી ગયેલું.! બચપણીયા ઢોસા ...Read More

7

હાસ્ય લહરી - ૭

શંખ વગાડવાના ઝનૂની પ્રયોગો..! માણસ છે ભાઈ..! પ્રમાણે સપાટા મારવાની આદત એને નહિ હોય તો, હાથી-ઘોડાને થોડી હોય..? શિયાળામાં સ્વેટર જ પહેરે, રેઈનકોટ પહેરીને હટાણું કરવા નહિ નીકળે. તહેવારે-તહેવારે તહેવાર પણ સાચવે ને જયંતિ પણ સાચવે. આમ ભલે ફક્કડ ગિરધારી થઈ ફરે, પણ મહાશિવરાત્રી આવી તો મહા-દેવ પહેલાં, પછી બીજા દેવ..! કાંદા-બટાકા ઉપર લેખ લખવાના શ્રી ગણેશ કરતો હતો, ને વાઈફે જીદ કરી કે, મહાશિવરાત્રીએ કાંદા-બટાકા સારા નહિ લાગે, અને શંખના રવાડે ચઢ્યો..!હોનીકો કૌન ટાલ શકતા હૈ જી..!મારે અને શંખને મુદ્દલે ...Read More

8

હાસ્ય લહરી - ૮

રસીલા બાથરૂમ સિંગરો ભારતનાઘર ઘર શૌચાલય યોજનામાંફાયદો એ થયો કે,ઘર-ઘર રૂમની સાથેબાથરૂમોમાં અને બાથરૂમ ખાસ્સો જુવાળ આવ્યો. જે લોકો અત્યાર સુધી સરકારી શૌચાલયોનો કે ‘ચોરે-ચૌટે’ ગાવાનું જોખમ ખેડતા હતાં,એમણે ગૃહ-ઉદ્યોગની માફક ઘરના બાથરૂમ/શૌચાલયમાં સાધના કરવા માંડી. સરકારી શૌચાલયમાં તો જોખમ ખેડવા પડતાં. માંડ તાન છેડી હોય એમાં, અંદર બેઠેલો તો ગળું ખંખેરે જ,પણ બહારવાળો તો ઘરથી નીકળે ત્યારથી જ'ખંખેરતો'આવે કે,‘ઇતની શક્તિ હમે દેના દાતા,મનકા વિશ્વાસ કમજોર હો ના..!’બે જણા ગળા ખંખેરે ત્યારે એક સેમ્પલ બહાર નીકળતો..! ઘરના બાથરૂમમાં આવી ધાંધલ જ નહિ, ખબર કે, હુમલા કરે તો ઘરવાળા જ કરવાના છે, રશિયાની માફક ...Read More

9

હાસ્ય લહરી - ૯

ફાગણ તારાં નખરા ભારી..! ફાગણ પણ નખરાળી વહુ જેવો. જેવો બેસે તેઓ બરડામાં બરફ ભરાણો હોય એમ, ગુદગુદી થવા દર્દી વેન્ટીલેટર ઉપર હોય તો, ફાગણ પામીને નાળા-નાળી છોડી ભાંગડા કરવા લાગી જાય..! એવો ફાગણ..! ‘નંદ ઘર આનંદ ભયો’ ની માફક ચારેય કોર લીલાલહેર..! બંસરીના નાદ સંભળાય, પણ કૃષ્ણ ક્યાંય નહિ દેખાય..! ઠેર ઠેર પ્રકૃતિની ભરમાર..! ઉકરડે ફાલેલો કેસુડો જોઇને તો એમ જ લાગે કે, આ ઉકરડો નથી, વ્રજ વૃંદાવન અને ગોકુળની ધરતીમાં છીએ. ચારેય બાજુ કેસરિયો જ કેસરિયો..! એક બાજુ યુક્રેન સાથે રશિયો ફાટે, ને બીજીબાજુ કેસરિયો મઘે..! ઝાડવે-ઝાડવે ફટકેલો કેસુડો જોઇને મરું-મરું થતાં જીવમાં પણ જાન આવી ...Read More

10

હાસ્ય લહરી - ૧૦

રંગ બરસે ભીગે ચુનરિયા...! રાધાની સંગે શ્યામ-ટોળી ધૂળેટી ખેલતાં,ત્યારે મારી હાજરી નહિ. પણ રાસડાઓના શબ્દો સાંભળું એમ થાય કે, કેવાં જલશા પડી જતાં હશે..? એકબાજુ કાનાની વાંસળી વાગતી હોય,બીજી બાજુ કાન્હા માટે ગોપીઓ તડપતી હોય..! વાંસળી વાગી નથી,ને ગોપ-ગોપી પ્રગટી નથી. કેસુડો ડાળે-ડાળે ફેણ ચઢાવતો થઇ જતો હશે..! આ તો ફાગણના નશામાં છું, એટલે એક કલ્પના ફરી વળી..! બૂરા મત માનના હોલી હૈ..!બાકી આપણી તો સાલી ઘરમાં જ એવી હોળી સળગે કે બહાર પ્રગટાવવાના ઉમેદ જ મરી પરવારે.હોળી-ધૂળેટી આવે ત્યારે મન મોર બનીને થનગનાટ તો કરે,પણ ઘરની હોળીના વાઈબ્રેશન જ એવાં સોલ્લીડ કે, થનગનાટ કરવાને બદલે ...Read More

11

હાસ્ય લહરી - ૧૧

ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..! મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય,અને પરિવાર નિરાંત અનુભવે,એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરેબધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય,એને રાતોરાત થોડું ભૂલાય..?જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું,એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો ...Read More

12

હાસ્ય લહરી - ૧૨

કુત્તેકા ભી એક દિન આતા હૈ... અસ્સલના શું બાળગીતો તો સટાક દઈને ભેજામાં ઉતરી જતાં. એના માટે સ્પેશ્યલ દિન ઉજવવા પડતા જ નહિ. આજનાભમ્મ..ચીકાચિક ગાયનો જેવાં નહિ કે,એકવાર સાંભળીએ એટલે સ્વાહા થઇ જાય. શબ્દોની વાત કરીએ તો કોઈ સાથે સાંધો જ નહિ મળે. જેમ કે ‘અંગુઠાની વીંટી,ચોઈણાની કોર,મોંઢું ભૂખરી ભેંસ જેવું ને ચાંદની ચકોર..!’ (આને રગડા-પેટીસ સોંગ કહેવાય..!) ત્યારે બાળગીત બળદનું હોય,વાંદરાનું હોય. રીંછનું હોય. ઊંટનું હોય,ભેંસનું હોય,કુતરાનું હોય,મોરનુંહોય,ચકલીનું હોય કે પોપટનું હોય,પણ એમાં દમ હતો. કાળુડી કુતરીને આવ્યા ગલુડિયાં,કે ‘મોતી ચરંતો મારો છે મોર’ જેવાં બાળ ગીતોતો આજે ...Read More

13

હાસ્ય લહરી - ૧૩

ખબરદાર જો કોઈ કોરોનાનો ક બોલ્યું છે તો..! મરણ પામેલ માણસની બારમાં-તેરમાં-માસિયું ને વરસીની વિધિ પતી જાય,અને પરિવાર નિરાંત અનુભવે,એમ કોરોનાના ડરામણા કાળમાંથી ધીરે-ધીરેબધાં બહાર આવવા માંડ્યા. પણ અમુકનો હાઉઉઉઉ હજી ગયો નથી.લોકજીવનમાં આડેધડ રોળા નાંખ્યા હોય,એને રાતોરાત થોડું ભૂલાય..?જેને કારણે જેનું બ્લડ-પ્રેસર ઊંચું-નીચું કરી નાખેલું,એ કોરોના તો હજી લોકોના દાઢમાં હશે. આ તો ...Read More

14

હાસ્ય લહરી - ૧૪

શરીર પણ ઈશ્વરની ઓળખ છે..! સ્ટેનફોર્ડ યુનિવર્સિટી કેલિફોર્નિયા (યુ.એસ.એ.)માં સાયકોન્યૂરોઇમ્યુનોલોજિસ્ટ તરીકે ડૉ. વિલિયમ ફ્રાય થઇ ગયેલા. માનવ શરીરના વાણી,વર્તન વિચારની મગજ ઉપર શું અસર થાય, અને તેને કારણે શરીરની ઇમ્યુન સિસ્ટીમમાં જે ફેરફાર થાય તે અંગે તેઓએ સંશોધન કરેલું. કહેવાય છે કે, ૧૯૬૦ના વર્ષમાં તેમને એક નવાઈ ભર્યો અનુભવ થયેલો. તેઓએ પોતાના માનસિક રોગોના દર્દીઓને અલગ અલગ સમયે રૂમમાં બેસાડી તેમને ફક્ત આનંદ આપવા લોરેલ હાર્ડિ,ચાર્લી ચેપ્લીન. અને થ્રી સ્ટુજીસ જેવી હાસ્યરસિક ફિલ્મો અને ટેલીવિઝન પર આવતા કોમેડી કાર્યક્રમો રોજ બતાવેલા. તેમણે જોયું કે બધા જ દર્દીઓ ફિલ્મ જોઈને ખૂબ હસતા હતા. થોડા સમય પછી તેઓ ને આનંદ એ ...Read More

15

હાસ્ય લહરી - ૧૫

જન-વજન તો તેને રે કહીએ..! ટોલનાકાની માફક પૃથ્વી ઉપર વજનકાંટા પણ મુકવા જોઈએ. ખબર તો પડે કે, પૃથ્મુવી ઉપર રોજનો કેટલો ભાર વધે છે..? શું લોકોનું વજન અને ફાંદ વધે છે મામૂ..? મહેસાણાના છકડાની માફક ઠેર ઠેર ‘ઓવરલોડિંગ’ જ થાય છે..! ટેન્વશન આવી જાય યાર, પૃથ્વી સમતોલન તો નહિ ગુમાવે ને..? જન-જન વસ્તીનો વિકાસ જોતાં એમ થાય કે, ૫૦-૫૦૦ વર્ષ સુધી આમ જ ચાલ્યું તો એક દિવસ પૃથ્વી માથા ઉપર ભટકાય તો નહિ ને..? વજનનો વિસ્ફોટ એટલો વધે છે કે, ‘birth control’ લાવીએ તો પણ ...Read More

16

હાસ્ય લહરી - ૧૬

મારી ચરબી ઉતારો મહારાજ રે..! કુદરતની કૃપા હોય કે, અવકૃપા..! મારી માફક કોઈના શરીરમાં ચરબીનો મેળો ઝામ્યો હોય, આ વાત નથી, એના માટે દેવતાને પ્રાર્થના કરું છું કે, તેઓને ચરબીના બદલામાં બુદ્ધિ પ્રદાન કરજો. જે લોકો આડેધડ ‘ભચળ-ભચળ’ કરીને પેટનો પેટાળ પ્રદેશ ‘સમૃદ્ધ’ બનાવે છે, તેમના માટેની આ મંગલ-મસ્તી છે..! ચરબી બહુત બુરી ચીજ હૈ બાબૂ..!અમુક તો એવાં આડેધડ વધી જાય કે, ચારેય બાજુથી ખાટલા ટૂંકા પડે..! રસ્તા ઉપર ચાલે ત્યારે, હવા માંથી પ્રાણવાયુ ખેંચવાનું મશીન આવતું હોય એવું લાગે. કોઈના લગનનું તેડું આવતાં જ વાર..! નાની સાઈઝથી મોટી સાઈઝ સુધીના મેમ્બર હાજરાહજૂર થઇ જાય..! ચરબી ...Read More

17

હાસ્ય લહરી - ૧૭

લાગી લગન મોહે લગન ની.! હમણાં હમણાં ‘ડોટ કોમ’જેવું હલેળું પણ નીકળ્યું છે. તમને ઘર બેઠાં જ ‘સેટિંગ’ કરી આપે. જાણે કે આળસુઓનું હેલ્પ સેન્ટર..! હજ્જારો વર્ષ પછી લગનના મામલામાં આ'લેટેસ્ટ વર્ઝન'આવ્યું છે. આવતીકાલેકદાચ એવી પણ'ડીઝાઈન'આવે કે,જાન લઈને કન્યા આવે,ને કન્યા જ વરરાજાને વિક્રમ-વૈતાળની માફક ઉઠાવી પિયર બાજુ ચાલતી પકડે. પેલો જમાઈની સાથે,ડબલ ગ્રેજયુંએટ થયો હોય એમ,ઘરજમાઈ પણ બની જાય..! ફાસ્ટ ફૂડ અને સ્માર્ટ કલ્ચરનો આ યુગ છે,‘અત્યાર સુધીતોછોકરા-છોકરીઓ જ એક- બીજાનો ઇન્ટરવ્યુ લઈને ઠેકાણે પડતા. હવે પછી થનાર સાસુઓનો ...Read More

18

હાસ્ય લહરી - ૧૮

જાઉં કહાં બતાયે દિલ...! આ તો પરિવર્તનનો યુગ છે દોસ્ત..! સવારે ખિસકોલી,બપોરે બકરી ને રાતે વાઘ તો બોલવાનું નહિ,મૂંગા રહેવાનું..! જેટલું માનવીનું બારમું ભયાવહ,એનાથી વધારે બોર્ડના ૧૨ માંધોરણનો ધાક અહીં છે. બોર્ડ જાણે બોર્ડર ઉપર લડવા જવાની પ્રક્રિયા હોય એમ,ધ્રુજારી ભરાવા માંડે.એને ક્રાંતિ નહિ, 'ફીક્રાંતી'કહેવાય. તોપથી શરુ થયેલી ક્રાંતિ,પહેલાં ટોપી સુધી પહોંચી,હવે ટોપીને ટપીને,ટપાટપી સુધી પહોંચી. ટોપીની પણ ડીઝાઈન બદલાય, ને તોપ રણમેદાન છોડી,ખંડેર હાલતમાંકિલ્લાઓને શોભાવતી થઇ..!હવે 'હાથીફાળ'વિકાસ નથી, વિકાસને હરણનું એન્જીન લાગ્યું હોય એમ, રણફાળ વિકાસ થવા માંડ્યો..! પહેલાંના ઘડિયાળ સમય અને લોલકના આંદોલન પણ બતાવતાં. ડીજીટલ ઘડિયાળે બધાં ક્ષેત્રોને હડપ કરીને ...Read More

19

હાસ્ય લહરી - ૧૯

ફાટેલી ગરમીના ફાટેલા થીંગડા..! ફાટ..ફાટ થતી ગરમીમાં પૃથ્વીસ્થ જીવોની હાલત ભયાનક થઇ જાય દાદૂ..! પાંચ કિલો ગરમ મસાલો ચાવી હોય એવી થઇ જાય..! પ્રત્યેક માણસ સળગતો હોય એવો જ લાગે. યમરાજને પણ ધરતી ઉપર જીવ લેવા આવવા, ધડક ઉપડે. એવી ફાટેલા મિજાજવાળી ગરમી..! વાઈફ પણ વિષુવવૃત પ્એરદેશમાંથી પકડી લાવ્યા હોય એમ, લ્હાયબંબા જેવી લાગે. ઠંડી કન્યા સારી, પણ તેજાબી કન્યા સાથે પનારો નહિ પડાય એવી હાલત થાય. જાડી ચામડીવાળાને ભલે, હિમાલયના ઠંડા પવન જેવી ગરમી લાગે, બાકી કાળઝાળ ગરમી તો એવી લાગે કે, દરિયામાં પથારી કરીને સુવાનું મન થઇ આવે..! ‘ગરીબ કલ્યાણ મેળા’ ની માફક ઉનાળામાં એકાદ ‘ગરમી કલ્યાણ ...Read More

20

હાસ્ય લહરી - ૨૦

એડમીનનો આધાર કાર્ડ..! જે લખવાનો હાસ્ય સાથે સ્નાનસૂતકના સંબંધ છે કે નહિ, એની ખબર નથી. એને ક્યા પ્રકારનું કોમેડી-પોત કહેવાય,એનો પણ આઈડિયા નથી. છતાં ૧૦૦ ટકા પ્રોમિસ આપું કે,જે કંઈ કહીશ તે હસવાની વાત કહીશ, હસવા સિવાય બીજું કંઈ ના કહીશ. ચોખવટ પૂરી..! ચાર-ચાર મારા મગજમાં ભમરા કે ભમરીએ માળો બાંધ્યો હોય, એમ પ્રત્યેક માનસમાં હું આધારકાર્ડ અને આધારકાર્ડમાં હું માણસ શોધું..! મિલકતમાં ડીગ્રીની ગમે એટલી મોટી લંબાઈ-પહોળાઈ હોય,પણ પોતીકું આધારકાર્ડ ના હોય તો એ બધું ટપકું..! ભલે ને ઊંચા પદના આસામી હોય,રાજમહેલના કાંગરે મોરલાઓ ...Read More

21

હાસ્ય લહરી - ૨૧

જ્યાં મળી કેરી ત્યાં ચઢાવી બેડી..! બેડી કેદીને પહેરાવવાની નહિ..! આજની પેઢીને સમજાવવું પડે કે, આંબા ઉપરથી કેરી ઉતારવા માટે ‘બેડી’ નો ઉપયોગ થાય. શહેરી ‘કલ્ચર’ નેBODYનો ખ્યાલ આવે, બેડીની બલા નહિ સમજાય..! ગામડામાં જનમ લેવો પડે. આંબા-આંબલીના વૃક્ષ ઓળખવા શહેરમાં કેમ્પ રાખવા પડે. જુના શબ્દો, જુના રીવાજો, જુના પહેરવેશ, જુના ધંધા-પાણી ને જૂની બોલીની હાલત હવે વિસરાતા સૂર જેવી થવા માંડી. પણ પાંચથી છ હજારથી ચાલી આવેલી કેરીએ હજી એની ઓળખ જાળવી રાખી છે. અધધધ..કેરીના પણ કેટલા પ્રકાર..? ૫૦૦ જાતોમાંથી ૧૦૫ જેટલી જાતો જ હવે ઓળખમાં ...Read More

22

હાસ્ય્લાહરી - ૨૨

ધોતિયું ઝાકમઝોળ..! કોઈપણ ગુજરાતીને વ્હાલો બહુ. ધોતિયું પહેરવું પણ એક કળા છે. મતલબ કે , ધોતિયું કાઢવું ભલે હોય, સહેલું પણ પહેરવા માટે ગાઈડ ભાડે કરવો પડે. કોના ઘરમાં ધોતિયાધારીની કેટલી સિલ્લક છે, એવું સર્વે હજી સુધી કોઈએ કર્યું નથી, ને આપણને ‘ટાઈમ’ પણ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ કરવાના સંસ્કાર પણ વિસરાતા સૂર જેવા થવા માંડ્યા. ઉમરની છેલ્લી ઓવર ચાલતી હોય એ મહાત્માઓ પણ બરમૂડા પહેરીને બકાલું લેવા બહાર નીકળવા માંડ્યા. જો કે આ કોઈ રશિયા-યુક્રેન’ જેવો લડાયક પ્રશ્ન નથી. પણ ...Read More

23

હાસ્ય'લહરી - ૨૩

સખણા રહેજો નાથ.! એકપણ ‘પતો’ એવો નહિ કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય..! ‘સખણા રહેજો નાથ’ જેવી રોમેન્ટિક ચેતવણી તો મળી જ હોય. આ તો એક નમુનો.! બાકી કોઈ ભણેલ-ગણેલ પતિ ભલે ને મોટો વિદ્યાપતિ હોય કે સત્તાધીશહોય, એને પણ એવું સાંભળવા તો મળ્યું જ હશે કે, 'તમને એમાં સમજ નહિ પડે..!' જેમને પત્ની તરફથી આવી સુચના નહિ મળી હોય, એને બેધડક પરમેશ્વર કહી શકાય. ઝાડવે-ઝાડવે જુદા ફળ એમ, દરેક પત્નીના પ્રેમના પરચા સરખા હોતા નથી. માપવાની ફૂટપટ્ટી દરેકની ...Read More

24

હાસ્ય લહરી - ૨૪

ઢોસા ખાવાના મારા ખડતલ પ્રયોગો..! ઢોસો (ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે, ને ખાવા મળે તો મોંમાં આવે..! ઢોસા-ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ..!પેટ છૂટી વાત કરું..? ભણતો ત્યારે શિક્ષકના 'સ્પાયસી'ઢોસા તો ઘણા ખાધેલાં. જેનો‘ટેસ્ટ’હજી બરડામાં ઘૂમરી મારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી, કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી..!સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી, પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડી નાંખે. મસાલા-ઢોસાનું નામ પડતાં જ મોંઢામાં ફૂવ્વારા છૂટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ, એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ.,! સંભાર ચટણી ને મસાલો-ઢોસો, એટલે સાળો-સાસુ ને વાઈફનું કોમ્બીનેશન..! એમ થાય કે, સંબંધના 'સાળા' ઉપરથી તો ...Read More

25

હાસ્ય લહરી - ૨૫

માણસ નામે બરફનો ગોળો..! માણસ એટલે બરફનો ગોળો..! ટેસ્ટી બરફ ગોળો..! પીગળે પણ જલ્દી, ને પાણી-પાણી થઇ જાય પણ શિયાળામાં શોધવો પડે, ને ઉનાળામાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઠેર ઠેર રેંકડીમાં મળે..!’ એ રંગીન હોય, ટાઢો હોય, નરમ હોય, સ્વાદિષ્ટ હોય, ને હવામાન પ્રમાણે આકાર બદલતો હોય..! પણ ગોળામાં ખોસેલી સળીને ખબર હોય કે, ખતમ થયા પછી જાલિમ મને ફેંકી જ દેવાનો, છતાં ‘ફાઈટ ટુ ફીનીશ’ સુધી સૈનિકની માફક ઝઝૂમે. ગોળાને ખરવા નહિ દે..! સાચો મિત્ર પણ માણસને પડવા નહિ દે, બરફ ગોળાની સળી જેવો જ હોય. બરફ ગોળાની માફક મિત્રોના પણ પ્રકાર આવે.સ્વાર્થી મિત્રોના મિજાજ થોડાં અલગ, ...Read More

26

હાસ્ય લહરી - ૨૬

યોગ ભગાડે રોગ..! હિંમત રાખવી પડે બાકી, યોગમાં તાકાત તો ખરી...! તળેલાં આંથેલા ચરબીલા પદાર્થ ખાવા કરતાં, ૨૧ મી આવે એ પહેલાં તેલના માલીશથી ઘૂંટણીયા ભીંજવવા સારાં..! પેટ અને ડોઝણાના ભેદ તો સમજાય..! નાકથી સુસવાટા કાઢવા જ માંડવાના. એના કપાળમાં કાંદા ફોડું, આખું વર્ષ યોગને બદલે ખાધના પ્રયોગ કરો તો ગબડે, પેટ ફુલાવો તો ચાલે,ને યોગનોદિવસ આવે ત્યારે,ગાલ ને નાક ફુલાવો..? કાને તાળા માર્યા હોય તો ખોલીને સાંભળી લે, યોગ વગર યોગી થવાતું નથી..!ને ભોગી કરતાં યોગીની કીમત વધારે હોય છે..! જો કે, હું એવું બાફ્તો નથી કે, બધાં જ ભોગી હોય..! અમુક યોગ માટે પણ સંવેદનશીલ હોય છે. ...Read More

27

હાસ્ય લહરી - ૨૭

ભજીયા વગર ચોમાસું સુનું રે લાગે..! હવા એક હોય,ખાતર પાણી એક હોય,જમીન એક હોય, છતાં એના કપાળમાં કાંદા ફોડું ઝાડવે જુદા-જુદા ફળ અને ફૂલ થવાનું રહસ્ય હોય..! આવું જાણવાના ચહકડા મને બાલ્યાવસ્થાથી જ આવે..! પછીખાવાનો શોખીન થયો,ત્યારે ભજીયાં અડફટમાં આવ્યા. સેવ-પાપડી-ગાંઠીયા-ફાફડા-ફૂલવડી જેવાં અનેક‘ટેસ્ટી’ફરસાણ વગેરે ચણાના લોટમાંથી જ બને,છતાં એમાંથી એકેય ભજીયાની લોકપ્રિયતાના મુકામ સુધી કેમ પહોંચ્યું નાં હશે..?સ્વાભાવિક છે કે,મગજવિકસતુંહોય ત્યારે પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ,અને અલ્પવિરામ કરતાં સવાલચિહ્નનનો ભરાવો વધારે થાય. ભજીયાનો એ ગુણધર્મ છે કે,ઘાણ ઉતરવા માંડે ત્યારથી,ખાનારની જીભ લપકારા લેવા માંડે કે, 'ક્યારે હું ભજીયાંને ગૃહપ્રવેશ કરાવું..?'ભૂખ હોય કે ના હોય,ભજીયું સામાવાળાની ભૂખ ઉઘાડે.લય અને તાલ તો એવાં ...Read More

28

હાસ્ય લહરી - ૨૮

બાળકો મોલમાં મળતા હોય તો..? અમુક મામલો ભગવાને, પોતાના હસ્તક રાખેલો, એ સારું છે.એને ખબર કે, મારા બનાવેલા જયારે બનાવવા નીકળે ત્યારે, મારી હાલત નાગ ઉપર દેડકીએ આસન ગ્રહણ કર્યું હોય તેવી થાય નહિ. બાકી ‘ફ્રેન્ચાઈસી’ માંગવાવાળા તો વાડકા લઈને ઘણા નીકળે..! આપી હોત તો, પ્લાસ્ટિકના હવાવાળા માણસ બનાવીને, ચંદ્ર ઉપર ચઢાઈ કરવા મોકલ્યા હોત..! લોકસભા ને રાજસભા વગર એકલા હાથે ભગવાન બધો કારભાર ચલાવે, પણ એક ભૂલ નહિ કરે. વર્ષોથી અબજો માણસ ઘડી કાઢ્યા હશે, પણ એક બીબું બીજા મોડલ માટે વાપરે નહિ. ને કોઈના ઉપર એમનું નામ નહિ કે, આ ધંધો મેં કર્યો છે..! એના કપાળમાં કાંદા ...Read More

29

હાસ્ય લહરી - ૨૯

ગ્રહણમાં ઘેરાયેલો માણસ હવા વગરના ફુગ્ગા જેવી હાલત લઈને ફરુ છું મારા જ ઘરમાં છું છતાં જમાનત લઈને ફરું છું ...Read More

30

હાસ્ય લહરી - ૩૦

જાને કહાં ગયે વો દિન..! લોડડાઉનના પાયે એવી બેઠી છે કે, શનિની પનોતી પણ વામણી લાગે. સાલું આખું વિશ્વ ચઢી ગયું રે...! ખાંસી ખાતું થઇ ગયું યાર..! એના કપાળમાં કાંદા ફોડું, લાફીંગ બુઢ્ઢો જાણે આ કોરોનાની ભૂરકી નાંખી કોણે,,? મહિનો થયો મામૂ, હજી ડાઉન ‘લોક’ ની ચાવી મળવામાં નથી. આખું વિશ્વ સાલું લોક ડાઉન છે. ભય એવો ઘુસી ગયો કે, છીંકની જેમ લોકો ખાંસી પણ ગળે તો વૈચીત્રમ નહિ બોલવાનું દાદૂ..! કોરોનાની કમાલ તો જુઓ, ભલભલા નેતા ઉધરસ ખાતાં હતા, એ પણ ગળા ખંખેરતા બંધ થઇ ગયા..! એમાં ખાંસતા નેતાનો તો કોરોના ટેસ્ટીંગ ખર્ચ પણ પ્રજાના માથે પડે ...Read More

31

હાસ્ય લહરી - ૩૧

આકાશવાણીનું આ હાસ્ય કેન્દ્ર છે....! મગજને છુટ્ટો દોર ક્યારેય નહિ અપાય. આપ્યો તો એ શેખચલ્લીનું મોસાળ બની જાય. લોકડાઉનમાં પહેલી અસર મગજને થાય, કંટ્રોલ નહિ રાખીએ તો ચમનીયા જેવી વલે થાય..! નવરો ધણી કાટલાં તોકે એમ, ચમનીયાને લોકડાઉનમાં વિચાર આવ્યો કે, આ રેડીયાના કાર્યક્રમોમાં હાસ્યની છાંટ લાવવી જોઈએ. રેંટીયા ગયા પછી રેડીયાનો ફાલ પણ હવે વધ્યો છે. એમાં જ્યારથી મનકી બાત રેડિયા ઉપર શરુ થઇ ત્યારથી, પોસ્ટકાર્ડ જેવી દુર્દશા ભોગવતો રેડિયો પણ ફૂંફાડા મારતો થઇ ગયો. ...Read More

32

હાસ્ય લહરી - ૩૨

મારા સખણા રહેવાના શાનદાર પ્રયોગો..! લોકોને વિશ્વાસ નથી, બાકી આમ તો સખણો જ છું યાર..! સખણા હોવાનો દાખલો ખિસ્તોસામાં લઈને થોડું ફરવાનું હોય..? આ તો નવરેશના તકિયા કલામ છે કે, ‘સખણા રહો, સખણા રહો..!’ તમે અડફટમાં આવ્યા નથી એટલે, બાકી એટલો સખણો છું કે, ભગવાન કરતા વાઈફને વધારે જય જય કરું..! આ તો મોટાને જામીન આપી નાનાને હલવાવવાની વાત ...Read More

33

હાસ્ય લહરી - ૩૩

આ તે કોઈ ચરબી છે કે ચરબો આપણી એ જ તો મહા-મારી છે કે, સમઝવા કરતાં વિચારીએ વધારે, ને કરતાં બકીએ વધારે. નેતાઓની વાત નથી કરતો યાર..! આ તો જનરલ ટોકિંગ..! જેમ યોગનો અર્થ એવો નથી કે, પેટને ધમણની માફક હલાવ્યા પછી, પેટને ગોડાઉન સમજી માલ ભરી દેવાનો. અમુક તો મહેસાણી ર છકડાની માફક ભરાય એટલા મુસાફર ભરે એમ, ખવાય એટલું ખાય, ને ઊંઘમાં પણ ઢેકાર ખાતો જાય..! મહર્ષિ પતંજલિની ૩૦૦૦ હજાર વર્ષ જૂની આ સિસ્ટમનો કચ્ચરઘાણ કાઢે..! આમ તો શરીર અને આત્માનું જ્યાં જોડાણ થાય ત્યાં યોગનું પ્રાગટ્ય થાય. અને આડેધડ ભચડ ભચડ કરે ત્યાં રોગનું પ્રાગટ્ય ...Read More

34

હાસ્ય લહરી - ૩૪

ઉંચી મેડીના ઊંચા મોલ..! તો વેણ જ એટલા કડવાં કે, હિસ્ટ્રી જાણ્યા વગર કહી દેવાય કે બંદો કારેલાનો રસ પીઈને મોટો થયો હોવો જોઈએ. એવી ચમચમતી ચામડી જેવાં હોય કે, હાથ ઉપર મચ્છર બેઠું હોય તો પણ હાથી ચઢી ગયો હોય એમ બરાડે..! લંડનમાં રોજ બરફની લાદી ઉપર સુતો હોય એમ, ભારત આવે ત્યારે હાથ-પંખાને વાઈફની જેમ સોડમાં રાખે., સહેજ બફારો થાય એટલે કાનમાં કીડી ઘૂસી ગઈ હોય એમ, ચિચયારી પાડવા માંડે...! ફેણ તો એવી ચઢાવે કે, ‘ સાલી આ તો કોઈ ગરમી ...Read More

35

હાસ્ય લહરી - ૩૫

તારા વિના શ્યામ મને એકલું રે લાગે...! લોકો ક્યાં તો ધૂની છે, ક્યાં તો ઝનૂની..! ફાવે તો નહિ તો અક્કડ..! એવાં બંધબેસતા પાટિયાં ફીટ કરે કે, લંકાને બદલે અવધથી વિચાર આયાત થયા હોય એમ, પેકિંગ જુદું ને માલ જુદો..! પહેલી ચાંચ મારવાવાળાને તો દાળમાં સફેદ જ લાગે..!નેકાળાશ એના તળિયામાં હોય. માણસની ઉજળી મસોટી નહિ જોવાની, દાનત ચાખવાની. જેથી પાછળથી પસ્તાવાનો ધોધ નહિ તૂટી પડે કે, મહાશયનો મહા (આશય) તો જુદો જ છે..! અમુક તો એવાં ઉંધા સ્વસ્તિક જેવાં કે, સ્મોવસ્ડેતિકનો પણ મલાજો નહિ રાખે. હોય ચિકનમાં ને ઈંડા ખાવાની વાત કરે.!’ચલતા હૈ..! શ્યામના નામે ભીના પાપડ શેકવાનો ...Read More

36

હાસ્ય લહરી - ૩૬

સ્ટેશન એ ટેન્શનનું મારણ છે..! ચમનિયાની વાત કરવાની સ્ટાઈલ જ અનોખી..! માયાજાળ એવી બિછાવે કે, પલળી જવાય. એની વાણીમાં ફસાયો, એ મરે નહિ, પણ માંદો તો જરૂર પડે..! નેતાની વાણીમાં પ્રજા જેમ પ્રજા થઇ જાય, એમ એની ચંચી પણ અનેકવાર ભીંજાયેલી. ખાબોચિયું સેવે છે બોલો..! કોને કહેવું..? મંગળફેરાના નિયમ જ એવાં કે, એકવાર ફર્યા એટલે ફર્યા, એમાં રીવર્સ ગીયર તો આવે નહિ. એટલે તો ચંચી રંગીન બરફગોળાની માફક જિંદગી જીવે છે. એક સોજ્જી કહેવત છે કે, '' જીભને જીવતી રાખવાની. કાગડા પણ ભોંઠા પડે. આંખ કાઢી નહિ જાય.! " ચમનિયાનો જનમ પારસી હોસ્પિટલમાં થયેલો. એટલે વાઈબ્રેશન એવાં ચોંટેલા ...Read More

37

હાસ્ય લહરી - ૩૭

હમ છોડ ચલે હૈ મહેફિલકો..! ' ટેકનોલોજી ' એટલી આગળ વધી ગઈ કે, સસલા કરતાં કાચબું આગળ નીકળી ગયું. કે, પાટલુન કરતાં ખમીશ બેફામ બની ગયું..! ઓન લાઈન વાઈફ પણ મળવા માંડી, કોઈ વાતે આશ્ચર્યને અવકાશ જ નથી રહ્યો.! સબર કરો, આગે આગે દેખતા રહો, હોતા હૈ કયા..? બરમુડો બેઠો હોય બ્રિટનમાં, ને ફટાકડો રિમોટથી આંગણામાં ફોડે તો, ફાફડા જેવું મોંઢું ફાડી નવાઈ નહિ પામવાનું. એવો ઝંડો તો કાઢવો જ નહિ કે, ફલાણાએ ફલાણી બાબતમાં બોમ્બ ફોડ્યો..! ખોટાં ગલોફાં નહિ ફૂલાવવાના. ટેકનોલોજી ગમે એટલી ઉંચાઈએ જાય, અસંતોષ તો રહે જ..! જેનું સ્વચ્છંદી મન કાળી ચૌદશમાં પણ ...Read More

38

હાસ્ય લહરી - ૩૮

હનીમુનનો હવન તાજાં પરણેલાઓની તો વાત જ નોખી, એમની દુનિયા પણ અનોખી. એમની પૃથ્વી એમની ધરી ઉપર જ ફરે. તો લગન પછી, પ્ણીરકૃતિની ગોદમાં ઢંકાવાને બદલે, પ્રાણી સંગ્રહલાયની સફરે ગયાં. થયું એવું કે, પ્રાણીઓ એમને જોવા બહાર નીકળ્યા. એ તો સારું છે કે, તેઓને એકદમ બહાર આવતાં પાંજરાના સળિયા નડ્યા..! પ્રાણીઓ પણ ગેલમાં તો આવે જ ને..? જેમ પ્રેમ કરવા માટે આ લોકોને દુનિયા આડી આવે, ને પ્રાણીઓને પાંજરા આડા આવે, ..! બંને જણા એકબીજાને ધારી-ધારીને જુએ. આ લોકો તો પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા નીકળ્યા હોય એમ એક પછી એકની મુલાકાત લેવા લાગ્યા. પાંજરાની સિંહણને શું અદેખાય ઉપડી કે, ...Read More

39

હાસ્ય લહરી - ૩૯

સવારની ચહાના ' ટેસ્ટી ' સંબંધો....! કેટલીક વાત તો ભીંત ઉપર લખવા જેવી હોય..! (શિલાલેખ કરતાં ભીંત સસ્તી પડે. વાત જાણે એમ છે કે, મરઘાના ' કૂકરે કૂક ' થી સવાર પડતી નથી. અને સવાર પડે છે એટલે મરઘો કૂકરેકુક કરે છે એવું પણ કદાચ નહિ હોય. અને હોય તો કોઈ મરઘાને પૂછવા ગયા નથી. સવાર એની રીતે જ પડે એ વાત નેપીવાળા છોકરાઓ પણ જાણે.! મરઘાઓની આખી ફોજ પલંગ નીચે કેમ ના ઉતારી હોય, કોઈ ફરક નહિ પડે. કૂકરેકુકના તકિયા કલામમાં, મરઘાના ગળા બેસી જાય, પણ કુંભકર્ણનાં અવતારો પથારીનો ઉતારો નહિ છોડે. ઉઠવાની વાત તો દૂરની પણ, ...Read More

40

હાસ્ય લહરી - ૪૦

સાફસફાઈ દિવાળીનું મંગલા-ચરણ છે..! દિવાળી આવે એટલે, પહેલો હુમલો ‘સાફસફાઈ’ નો આવે. મનના ખૂણા જેવાં હોય તેવાં ચલાવી લેવાના, ઘરના ખૂણામાંથી કચરા-પોતા તો કરવાના. ખુણાઓ પણ ટાંપીને જ બેઠાં હોય કે, ક્યારે દિવાળી આવે અને અમારી દેહશુદ્ધિ થાય. આસુરી શક્તિનું જે થવાનું હોય તે થાય, પણ ઝાપટઝૂપટનો વેધ દશેરાથી ભરાવા માંડે. દિવાળી એટલે સાફસૂફી, ડિવાઈ એટલે રંગોળી, દિવાળી એટલે આતશબાજીદિવાળી એટલે અંતરનો ઉઘાડ, દિવાળી એટલે પ્રકાશનું પર્વ, ઉમળકાઓનું આદાન-પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! વાર્તા પૂરી..! એક જ મુદ્દાનો મુખ્ય કાર્યક્રમ આસુરી વિચારધારા ભલે ઘરના મેમ્બર બનીને જીવતી, પણ દિવાળી આવે એટલે ઘર ચોખ્ખું ચણક જોઈએ. લગન વખતનો કહેવાતો ...Read More

41

હાસ્ય લહરી - ૪૧

વણફૂટેલા ફટાકડાના સુરસુરિયા..! જોતજોતામાં થનગનતી દિવાળી આવી ગઈ. ફરીથી આકાશ આતશબાજીથી રંગીન થશે. ઘર ઘર રંગોળી ને દીવડાઓ દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી એટલે અંતરના ઉઘાડ, ઉમળકાઓનું આદાન ને પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! પ્રદેશ પ્રદેશના રીતરિવાજ મુજબ દિવાળીની ઉજવણી થાય. એમાં દિવાળી એટલે પેલું વર્ષો જુનું લહેરિયું. લહેરિયું શબ્દ પડતાં જ બચપણ યાદ આવી જાય. બાળકોનું ટોળું થાળીમાં દીવા પ્રગટાવીને, આંગણે ઉભાં હોય, અને કુમળા મોંઢે ‘લહેરિયું’ લલકારે એની તોકોઈ મઝા જ ઔર..! દિવાળીને આવકારવા, વધાવવા, મનાવવા શુકનનો થાળ લઈને ઊભાં હોય એવું લાગે. ફાગણમાં ફાગ અને દિવાળીમાં શુકન એટલે એમનો બાળ અધિકાર. લહેરિયું એ આજની ...Read More

42

હાસ્ય લહરી - ૪૨

ચાલ હથેળીમાં ચાંદ બતાવું...! હથેળીમાં ચાંદ બતાવનારાઓના હાથ હેઠા પડતાં હોય તો, શરદ પૂર્ણિમાનો ચાંદ જોઇને.!હથેળી વામણી પડી જાય આંખમાં ઝાંખપ આવવા માંડે. લોકો અમસ્તા કરોડો રૂપિયાની ઘારી ખાયને ફાંદની વૃદ્ધિ કરતાં હશે? પણ કવિએ કહ્યું છે કે, ‘ સૌંદર્યનેપામતા પહેલાં સૌંદર્ય બનવું પડે..!’સાવ સીધી વાત છે કે, કુવામાં હોય તો જ હવાડામાં આવવાનું. જેના કુવામાં જ ભમરડા ફરતા હોય, ને દેડકાઓ રેશનકાર્ડ કઢાવીને મૌજમાં જીવતા હોય, એની તો દયા જ ખાવાની. સ્વીકારી લેવાનું કે, કુવો જ ખાલી હોય તો હવાડો પણ ખાલી રહેવાનો. જેમ ગાંધીજીના રેંટીયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી નહિ થવાય, એવું માની લેવાનું. આકાશમાં સોળે કળાએ ...Read More

43

હાસ્ય લહરી - ૪૩

રાશિ કોઈની માસી નથી..! પવન જોઇને સૂપડાં ફેરવનાર માટે રાશિ જીવનમાં બ્રેક અને એક્સીલેટરનું કામ કરે. એ ક્યારે છટકે, મલકે, ને ક્યારે અટકે એની કોઈ ગેરંટી નહિ. રાશિ એની ધરી ક્યારેય છોડતી નથી. તેથી છટકેલાં મગજવાળો ખરાબ નથી, પણ એની રાશી એના ગ્રહબળ ખરાબ ચાલે છે, એવું માનસિક સમાધાન કરી લેવું. વાઈફ કરતાં પણ વધારે ભરોસો રાશિ ઉપર રાખવો. આ મારો જાત અનુભવ છે. લગન વખતે વાઈફ સાથેના બધાં જ ગુણ અફલાતુન મળેલા. લગન પછી અવગુણ એવાં પેદા થયા કે, હજી ગાલ્લું ઘોંચમાં છે. વાઈફ સાથે ગુણ મળવા કરતાં ‘અવગુણ’વધારે ઝગારા મારે છે..! અમારી કુંડળી કાઢી આપનારના ગુણ વધારે ...Read More

44

હાસ્ય લહરી - ૪૪

જલેબી એ ફાફડાની ધણીયાણી નથી..! દાંત હોય કે ના હોય, ફાફડા જલેબીનું એકવાર નામ પડવું જોઈએ, મોંઢાની રેતાળ પણ ભેજવાળી થઇ જાય. ફાફડા-જલેબીનો એ જાદુ છે કે, દેહની એક્ષ્પાયરી ડેઈટ પૂરી થવા છતાં, ફાફડા-જલેબીના ઉલાળિયા કરવા દશેરા-દર્શન કરવા દેહને ખેંચી નાંખતા હોય..!દશેરાના ફાફડા જલેબી ખાવા એટલે, કોઈપણ દેવી-દેવતાના પ્રસાદ ખાધા જેટલું એનું મહાત્મ્ય લાગે..! શું આ બંનેનું જોડું છે..? સારસ અને સારસી જેવું..! ચારેય યુગથી અખંડ દીવાની માફક બંને અખંડ..! સાલી ખૂબી એ વાતની, કે જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી. છતાં ધણી-ધણીયાણી જેમ બંનેના નામ બોલાયા કરે. એવાં અગાઢ પ્રેમના પ્રેમલા-પ્રેમલી હોય તેમ, બંને એકબીજા વગર અધૂરા..! ...Read More

45

હાસ્ય લહરી - ૪૫

ગરબો ગોટે ચઢ્યો રે લોલ.! રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિદ્ધિ દે,વંશમાં વૃદ્ધિ દે,બાક્બાની હૃદયમે જ્ઞાન દે,ચિત્તમે ધ્યાન વરદાન દે,શંભુ રાણી દુઃખકો દુર કર,સુખ ભરપુર કર,આશ સંપૂર્ણ કર દાસ જાણી રાજન સોહિત દે,કુટુંબ સોં પ્રીત દે,જગમેં જીત દે,માં ભવાની કાનમાં કોયલ ઘુસી ગઈ હોય એમ, ગળામાંથી આવી તર્જ નીકળવા માંડે, ત્યારે માનવું કે, નવરાત્રીના બ્યુગલ વાગવા માંડ્યા. ઢોલને મસ્તી ચઢે, યુવાની સ્વચ્છંદી બને, પગના ઠેકા કાબુમાં નહિ રહે તો માનવું કે માતાજીઓ ડુંગરા ઉતરી રહી છે. આવું થાય એટલેગુજરાતણની કમર લચકાવા માંડે, યુવાની મચકાવા માંડે, ચાલકની ચાલ બદલાય, ને રોજીંદા પહેરવેશને બદલે ચણીયા-ચોળી અને ચુંદડીના પરિવેશમાં પ્રત્યેક ગુજરાતણમાં ...Read More

46

હાસ્ય લહરી - ૪૬

મૌસમ પ્રમાણે ટાલ પડતી નથી..! પાડો જન્મે ત્યારથી મરે ત્યાં સુધી પાડાથી જ ઓળખાય. વચમાં એના માટે કોઈ નહિ કે, કોઈ પ્રમોશન નહિ..! એવું જ ટાલનું..! એકવાર ટાલ પડે, પછી માણસ ટળે ત્યાં સુધી ટાલ જ સાથ આપે. એની વાઈફ પણ એટલો સાથ નહિ આપે. સીનીયર ટાલનો આદર કરવાની આપણે ત્યાં કોઈ જોગવાઈ નથી. વાળંદે પણ ટાલ જોઇને ડોળા કાઢ્યા હોય..! આમ જુઓ તો ટાલ બીજું કંઈ નથી, પતિ-પત્નીની છુટાછેડી સુધી ચાલેલી ચળભળ જેવું છે. પતિ-પત્ની છુટા થાય, એમ બાલ સાથે કાંસકીની બબાલ થાય, અને કાંસકીએ કહી દીધું હોય કે, ‘હું તારા ફળિયામાં પગ નહિ મુકું’ તેમાંથી ટાલનો ...Read More

47

હાસ્ય લહરી - ૪૭

એકાદ હાસ્યનું દવાખાનું ખોલું..! કેટલાંક દુઃખ ભગવાન આપતો જ નથી, માણસ જ મારીને એનું ઉપાર્જન કરે. કદાચ ૪૦% થી વધારે દુઃખ એવાં હોય તો કહેવાય નહિ.કહેવાય છે કે, ઈચ્છા અધુરી રહે અને શ્વાસ પુરા થાય, એને મૃત્યુ કહેવાય. અને ઈચ્છા પૂરી થાય ને શ્વાસ પુરા થાય એને મોક્ષ કહેવાય..! મને મોક્ષ નથી મળવાનો એની ખાતરી છે. એટલા માટે કે, ચડ્ડીનું નાળું બાંધતા નહિ આવડતું ત્યારથી, ત્યારથી મારી બે ઈચ્છા હતી કે, ૪૦ વર્ષનો થઈશ ત્યારે હું ડોકટર હોઈશ..! એના કપાળમાં કાંદા ફોડું,એમાંથી એક જ ઈચ્છા પૂરી થઈ, હું ૪૦ વર્ષનો તોથયો, ડોક્ટર ...Read More

48

હાસ્ય લહરી - ૪૮

દોઢ-ડાહ્યાની દોઢ ડાયરી સંગીતકારનેએકવાર ગળું ખંખેરવાની ઉપડવી જોઈએ. બહારની ચામડી હોય તો ખંજવાળી લેવાય, ગળું ખંજવાળવાથી નહિ વળે..! ગાળામાં ભેરવાયેલો ભૂપાલી-ભૈરવ કે ભૈરવી જ્યાં સુધી બહાર કાઢે નહિ, ત્યાં સુધીચિત્તનું ચોઘડિયું જ નહિ બદલાય.વાજા-પેટી પકડીને ખૂણા શોધવા જ પડે. મને પણ આજે 'દોઢ-ડાહ્યા' ને પાયે બેઠી છે. દોઢ-ડાહ્યો એટલે માનવ અવતારની છેલ્લી જાગીર..! ( ડાહ્યો-ગાંડો અને દોઢ-ડાહ્યો..!) આવાં ઢગાઓની કુંડળીમાં મોટી-મોટી ‘ઠોકવા’ ના યોગ વધારે હોય..! હસવાનું ગીરવે મુકીને ગોળા ગબડાવવામાં જ માહિર..! લેખકે આવાં લોકોનું ખોદકામ તો ઠીક, ખણખોદ પણ નહિ કરવી જોઈએ. યાર..લોકોને હસાવવા કંઈક તો જોઈએ ને..?હસાવવાનું કામ હાસ્ય લેખક નહિ કરે તો ...Read More

49

હાસ્ય લહરી - ૪૯

આધી-વ્યાધી-ઉપાધી ને સમાધી અસ્સલના વડવાઓ (વડવાઓ અસ્સલના જ હોય, ઘોંચું..! એમાં ચાઈનાનો માલ નહિ આવે કે ડુપ્લીકેટ નીકળે..!) લોકો ‘દલ્લો’ સંતાડીને રાખતા, પણ જીવતા દિલ ખોલીને. એક્ચ્યુલી મારી દાદીમાની વાત કરું તો, એમણે મને એક વાત કહેલી કે, ‘તું જન્મ્યો ત્યારે જનમટીપની સજામાંથી નિર્દોષ છૂટીને આવ્યો હોય એમ, હસતા-હસતા જન્મેલો. તારા મામાનાં તો મોતિયા મરી ગયેલા કે, ભાણીયો કૃષણ બનીને મામાનું કાસળ કાઢવા હસતો-હસતો આવ્યો કે શું..? તને રમાડવા લાવેલા ઘૂઘરા પણ તને જોઇને ડોળા ચઢાવી ગયેલા. ધ્રુસકે ચઢેલા. ઘૂઘરા વાગવાને બદલે રડેલા વધારે. ફાયદો એ થયેલો કે, કોઈનું છોકરું રડે તો, તેમના છોકરાને હસાવવા માટે તને ભાડે ...Read More

50

હાસ્ય લહરી - ૫૦

દરેક વ્યક્તિ પોતાના ગણપતિની જ જય બોલાવે છે..! બાપા..! આખ્ખર એ દિવસ આવી ગયો. ધડામ ધૂમ લાડ કરીને એને દેવાની તો અમને આદત છે. એવાં જ દિવસને અમે આનંદ ચૌદશ કહીએ. છોરું કછોરું થાય પણ દેવ કૃપાધિન થવા માટે દેવાદાર થતાં અચકાતા નથી એ અમારો વિશ્વાસ છે બાપા..! ફરી ડી.જે. નાં ધૂમધડાકા શરુ થશે. (ડી.જે. એટલે (દેરાણી-જેઠાણી) નહિ બાપા..! યુવાનોનું સાંસ્કૃતિક ડીવાઈસ..!) આપની આરાધના-પૂજા કરવાનો, અને પ્રેમથી ડુબાડવાનો વળી એક લ્હાવો મળશે. આપ તો દેવાધિદેવ છો બાપા..! બધું જ જાણો છો કે, આપને ઘરે લાવતા કે, ઘર માંથી બહાર કાઢતાં, અમારૂ હૈયું હાથ નથી રહેતું, એટલે તો અમારે ...Read More

51

હાસ્ય લહરી - ૫૧

કુતરાને માણસ નહિ કહેવાય,,! અમારા બારોટ એવું કહેતાં કે,અમારા વંશ વારસદારોમાં હાથીઓ પાળવાની ગુંજાશ હતી. પણ કોઈએ ‘ડોગી’ મીન કુતરા પાળેલા નહિ. ક્યારેય કીડી-મંકોડા પણ વેકેશન ગાળવા આવતા નહિ. માત્ર માણસ જ પાળતા. તમને જાણીને નવાઈ લાગશે કે,‘ઝુકેગા નહિ સાલા’ વાળી મૂળ લાઈન તો અમારા વંશજોની..! અમારા વંશજોમાં કોઈનો મણકો વચ્ચેથી તૂટેલો નહિ, અને ખભો ચઢાવેલો નહિ, એટલે આ ‘ડાયલોગ’ હવામાં ઓગળી ગયેલો. જેનેફિલ્મ ‘પુષ્પા’ એ જીવાડ્યો..! જોવાની વાત એ છે કે, માણસ સિવાયના પ્રાણી માત્ર સાથે કઠોર સંબંધ હોવાં છતાં, આજ સુધી કોઈ પ્રાણીએ નહિ બગાડ્યું હોય, એનાથી વધારે દુખી માણસથી થયા. કૂતરાની વાત કરીએ તો, સમ ...Read More

52

હાસ્ય લહરી - ૫૨

ક્યાં ખોવાણું પરચુરણ મારું..! ભૂકંપ આવે મોટી-મોટી ઈમારત ભૂગર્ભમાં ચાલી જાય, પર્વત રસાતાળ થઇ જાય ને દરિયો અસ્તિત્વ ગુમાવે એવું સાંભળેલું. રતનજી જાણે કેવો ચલણી ભૂકંપ આવ્પયો હશે તે, આખેઆખું પરચુરણ ક્પાયાંક ગરકાવ થઇ ગયું. મોટી-મોટી નોટ જ દેખાય, રૂપિયા નીચેનાં ચીલ્લર તો જાણે પાતાળમાં ચાલી ગયાં. ચિલ્લરના ફોટા જ જોવાના..! ભિખારી પાસે પરચૂરણની ભીખ માંગવી પડે બોસ..! જે લોકો બેંકને ખોખલી કરી ગયાં હોય, એમણે તો પરચુરણ ઉઠાવ્યું જ ના હોય..! જે હોય તે..!અમુક તો પૂરું પરચુરણ જોયા વિના જ પૃથ્વીસ્થ મટીને દેવસ્થ થઇ ગયાંનાં ...Read More

53

હાસ્ય લહરી - ૫૩

ટાઢું ખાવાનો પણ એક ‘ટેસ્ટ’ છે..! ટાઢું..એટલે, મંદ, ઢીલા સ્વભાવનો..ટાઢો ! શાંતિનો સ્વામી, નહિ ક્રોધની ગરમી કાઢે કે નહિ પૈડા લગાવે, ક્યારેય ઉશ્કેરાય નહિ તેવો..! સમજો ને કે મારા જેવો..! શ્રાવણનાં બધાં તહેવારો ટેસ્ટી, પણ શીતળા-સાતમ આવે ને પેટમાં પંચર થવા માંડે..! આખું વર્ષ તો ટાઢું ખાતાં જ હોય, પણ ટાઢી શીળી એટલે ટાઢું ખાવાનો સ્પેશ્ય દિવસ, એ દિવસે જડબેસલાક ચુલાબંધી..! આગલે દિવસનું રાંધેલું ને સજ્જડ ટાઢું પડેલું જ ખાવાનું ને ટાઢા પાણીએ તહેવાર કાઢવાની..! એટલે તો ટાઢીશીળીના દિવસે કોઈ વરઘોડો કાઢતું નથી. હરખભેર વહુ લેવા જવાનું ને વદ્ધું ખાયને આવવાનું, એ કોને ગમે..? પણ, ગમાડવું પડે, શીતળા માતા ...Read More

54

હાસ્ય લહરી - ૫૪

મેરી ભેંસકો ડંડા કયું મારા..! ઘરના ગાર્ડનમાં ભેંસ ભરાય જાય, તેનો ફોટો પાડીને મુખ્યમંત્રીને ફરિયાદ નહિ થાય, બુચકારીને જાતે જ કાઢવી પડે..! દૂધ બીજાં ખાય ને, બાગ આપણો ઉજાળવા આવે એ સહન તો નહિ થાય, પણ જીવદયા જેવું તો રાખવું પડે ને..! મારી ગર્લફ્રેન્ડ ગાર્ડનમાં ઘૂસી આવી હોય એમ, મારે ત્યાં ધાંધલ-ધમાલ થઇ ગઈ..! બધાના નાકના ટેરવા કપાળે ચોંટી ગયા..! અંગ્રેજી મીડિયમમાં ભણતો રામલો-રોમન પણ'બફેલો કેઈમ..બફેલો કેઈમ'એમ‘હોમ-નાદ’ કાઢીને બબડવા બેઠો. ફાધરનું બ્લડ-પ્રેસર વધી ગયું,ને દાદીને ગભરાટ છૂટી ગયો કે, યમરાજ તો નહિ આવ્યા હોય..? મેં ચોખવટ કરી કે, આ પાડો ...Read More

55

હાસ્ય લહરી - ૫૫

સળી કરવા કરતા વાંસળી વગાડવી સારી..! સળી એટલે કાન ભંભેરણી..! નાક ભંભેરણી કરીએ તો કોઈ અસર નહિ કોઈપણ ઉભેલાને આડો પાડવાનો અકસીર ઈલાજ એટલે સળી..! સળી નહિ કરવાના બંદાએ આમ તો શપથ લીધેલા, પણ આજે મારાં જ ઘરમાં ધાડ પાડવા બેઠો બોલ્લો..! સળી વિષય ઉપર જ સળી કરવા બેઠો. કોઈને સળી કરવી એ પણ એક કળા છે સાલ્લી..! દુખની વાત એ છે કે, સળી કરનારને સળી-કલાકાર તરીકે આપણે નવાજતા નથી. એને અજ્ઞાનતા કહેવાય કે, જીલ્લસી એ તો રતનજી જાણે..! વાત માનો કે નહિ માનો એ માટે મારે કોઈની સળી કરવી નથી. પણ એક વાત તો માનવી જ ...Read More

56

હાસ્ય લહરી - ૫૬

માન ન માન તેરા મહેમાન..! જ્યારથી બહેનોમાંલેંઘાને બદલે પ્લાઝોનો ક્રેઝ આવ્યો ત્યારથી, બાપાઓની દશા બેસી ગઈ. એમના લેંઘા પ્લાઝા ગયાં..! બરમૂડા ઉપર આવી જવાનું કારણ પણ એ જ...! પુરુષ કરતાં પુરુષના પરીધાનનું ચીર-હરણ થવા માંડ્યું છે દાદૂ..! પ્રાણીઓને હું અગમ બુદ્ધીશાળી એટલે કહું કે, તેઓ વસ્ત્રો ધારણ જ નહિ કરે. જેથી ચીર હરણ થવાનો પ્રશ્ન જ નહિ આવે. આપણા આદિ+ આદિ+આદિ પૂર્વજો પણ ક્યાં વસ્ત્રો પહેરતાં હતાં..? હાલની સદી ભલે ડીજીટલ સદી કહેવાતી હોય, પણ એ ડીઝાઈન સદી પણ બની. દિવસે-દિવસે દરેક ક્ષેત્રની ડીઝાઈન બદલાતી ચાલી. તારિકાઓ તો સિલાઈ વગરનું કપડું ખભે નાંખે તો એ પણ ડીઝાઈન..! હમણાં મારા ...Read More

57

હાસ્ય લહરી - ૫૭

આંગણામાં ચોમાસું ઉગે ત્યારે...! ચોમાસું ખિસ્સામા લઈને ફરું છું ખાલી છું શ્રીમંતની જેમ ફરું છું મન છે મોર બની ટહુકયા કરે ટહુકે છે કેમ ...Read More

58

હાસ્ય લહરી - ૫૮

યોગ ભગાડે રોગ..! હિંમત રાખવી પડે બાકી, યોગમાં તાકાત તો ખરી...! તળેલાં આંથેલા ચરબીલા પદાર્થ ખાવા કરતાં, ૨૧ મી આવે એ પહેલાં તેલના માલીશથી ઘૂંટણીયા ભીંજવવા સારાં..! પેટ અને ડોઝણાના ભેદ તો સમજાય..! નાકથી સુસવાટા કાઢવા જ માંડવાના. એના કપાળમાં કાંદા ફોડું, આખું વર્ષ યોગને બદલે ખાધના પ્રયોગ કરો તો ગબડે, પેટ ફુલાવો તો ચાલે,ને યોગનોદિવસ આવે ત્યારે,ગાલ ને નાક ફુલાવો..? કાને તાળા માર્યા હોય તો ખોલીને સાંભળી લે, યોગ વગર યોગી થવાતું નથી..!ને ભોગી કરતાં યોગીની કીમત વધારે હોય છે..! જો કે, હું એવું બાફ્તો નથી કે, બધાં જ ભોગી હોય..! અમુક યોગ માટે પણ સંવેદનશીલ હોય છે. ...Read More

59

હાસ્ય લહરી - ૫૯

માણસ નામે બરફનો ગોળો..! માણસ એટલે બરફનો ગોળો..! ટેસ્ટી બરફ ગોળો..! પીગળે પણ જલ્દી, ને પાણી-પાણી થઇ જાય પણ શિયાળામાં શોધવો પડે, ને ઉનાળામાં ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે, ઠેર ઠેર રેંકડીમાં મળે..!’ એ રંગીન હોય, ટાઢો હોય, નરમ હોય, સ્વાદિષ્ટ હોય, ને હવામાન પ્રમાણે આકાર બદલતો હોય..! પણ ગોળામાં ખોસેલી સળીને ખબર હોય કે, ખતમ થયા પછી જાલિમ મને ફેંકી જ દેવાનો, છતાં ‘ફાઈટ ટુ ફીનીશ’ સુધી સૈનિકની માફક ઝઝૂમે. ગોળાને ખરવા નહિ દે..! સાચો મિત્ર પણ માણસને પડવા નહિ દે, બરફ ગોળાની સળી જેવો જ હોય. બરફ ગોળાની માફક મિત્રોના પણ પ્રકાર આવે.સ્વાર્થી મિત્રોના મિજાજ થોડાં અલગ, ...Read More

60

હાસ્ય લહરી - ૬૦

ઢોસા ખાવાના મારા ખડતલ પ્રયોગો..! ઢોસો (ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે, ને ખાવા મળે તો મોંમાં આવે..! ઢોસા-ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ..!પેટ છૂટી વાત કરું..? ભણતો ત્યારે શિક્ષકના 'સ્પાયસી'ઢોસા તો ઘણા ખાધેલાં. જેનો‘ટેસ્ટ’હજી બરડામાં ઘૂમરી મારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી, કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી..!સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી, પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડી નાંખે. મસાલા-ઢોસાનું નામ પડતાં જ મોંઢામાં ફૂવ્વારા છૂટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ, એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ.,! સંભાર ચટણી ને મસાલો-ઢોસો, એટલે સાળો-સાસુ ને વાઈફનું કોમ્બીનેશન..! એમ થાય કે, સંબંધના 'સાળા' ઉપરથી તો આ ...Read More

61

હાસ્ય લહરી - ૬૧

સખણા રહેજો નાથ.! એકપણ ‘પતો’ એવો નહિ કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય..! ‘સખણા રહેજો નાથ’ જેવી રોમેન્ટિક ચેતવણી તો મળી જ હોય. આ તો એક નમુનો.! બાકી કોઈ ભણેલ-ગણેલ પતિ ભલે ને મોટો વિદ્યાપતિ હોય કે સત્તાધીશહોય, એને પણ એવું સાંભળવા તો મળ્યું જ હશે કે, 'તમને એમાં સમજ નહિ પડે..!' જેમને પત્ની તરફથી આવી સુચના નહિ મળી હોય, એને બેધડક પરમેશ્વર કહી શકાય. ઝાડવે-ઝાડવે જુદા ફળ એમ, દરેક પત્નીના પ્રેમના પરચા સરખા હોતા નથી. માપવાની ફૂટપટ્ટી દરેકની ...Read More

62

હાસ્ય લહરી - ૬૨

ધોતિયું ઝાકમઝોળ..! કોના ઘરમાં ધોતિયાવાળાની કેટલી સિલ્લક છે, એવું સર્વે હજી સુધી કોઈએ કર્યું નથી, ને આપણને ‘ટાઈમ’ નથી. ધોતિયાવાળા સામે મળે તો પ્રણામ કરવાના સંસ્કાર પણ વિસરાતા સૂર જેવા થવા માંડ્યા. ઉમરની છેલ્લી ઓવર ચાલતી હોય એ મહાત્માઓ પણ બરમૂડા પહેરીને બકાલું લેવા બહાર નીકળવા માંડ્યા. જો કે આ કોઈ રશિયા-યુક્રેન’ જેવો લડાયક પ્રશ્ન નથી. પણ વિચાર એ વાતનો આવે કે, સાલું હાસ્ય-લેખક થયા એટલે, જુદાં-જુદા વિષયોને શોધવા માટે મગજમાંથી કેટલાં ધુમાડા કાઢવાના..? બટાકામાં સુગર કેટલી છે, એ શોધી આપનારને વૈજ્ઞાનિક કહેવાય, પણ હાસ્ય માટે વિષય શોધનારને વૈજ્ઞાનિક તો ઠીક, કોઈ આધુનિક પણ કહેતું નથી. એના કપાળમાં ...Read More

63

હાસ્ય લહરી - ૬૩

ઢોલીડા ઢોલ હવે ઝાઝો વગાડ મા..!વિફરેલી વાઘણ જેવી તો નહિ કહેવાય, પણ વિફરેલી વાઈફની માફક, ટાઈઢ જોર તો પકડવા જ છે. સ્વેટમાંથી પણ સળી કરે..! ગાદલું પણ એવું બરફ થઇ જાય કે, ઉપર સુવાને બદલે, ગાદલા નીચે લપાવાનું મન થાય. ઘૂંટણીયુમાં તો આતંકવાદી ભરાય બેઠો હોય એમ ટણક મારે..! છતાં, મક્કમ મનનો માનવી ડગુથી મગુ નહિ થાય, એનું નામ ચૂંટણીનો ઉમેદવાર..! ઢોલીનો ઢોલ વાગતાં,ઘરડી પણ લગનમાંઘૂંટણીએ નાચવા માંડે, એમ ચૂંટણી જાહેર થાય એટલે, ‘દિલ દે ચૂકે સનમ‘ ની માફક ઉમેદવારોનો રાફડો ફાટે..! પછી તો,ચૂંટણીનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને..! ચૂંટણી લડવી એટલે મોતના કુવામાં મોટર સાઈકલ ચલાવવા ...Read More

64

હાસ્ય લહરી - ૬૪

સાસુ તારાં સંભારણા..! સાસુ કોઈને સ્વપ્નામાં આવતી હોય એવું ઓછું બને. વાઈફ સ્એજેવી વાઈફ સ્વપ્નામાં નહિ આવે તો ક્યાંથી આવવાની..? મને તો પૂછતાં જ નહિ, ખુદ હું જ મારા સ્વપ્નમાં આવતો નથી તો સાસુ તો દૂરની વાત. માટે દુખતી નસ દબાવતા નહિ..! આ તો છાપાંવાળાએ લખ્યું કે, આપનું આવતું અઠવાડિયું ‘સ્વાદિષ્ટ’ છે, એટલે હિમત ‘ડીપોઝીટ’ કરી, ને ચોઘડિયા જોયા વગર સાસુ વિષે લખી રહ્યો છું. ઘણાં હરખપદુડા સાસુને જોયા વગર તેની દીકરી સાથે લગન કરીને લીલાલહેર કરે જ છે ને..? તો માતાજી મારી પણ રક્ષા કરશે..! સાસુ એ શબ્દ છે કે વાક્ય, એની ખબર નથી, પણ સાસુ એ ...Read More

65

હાસ્ય લહરી - ૬૫

કોરોના પણ એક વિદ્યાપીઠ છે..! જ્યાંથી પણ કંઈ શીખવા મળે એ વિદ્યાપીઠ જ કહેવાય. બાકી કસ્સમથી કહું તો,‘ડાકણ-ભૂત-પિશાચ-જીન-આતંકવાદી કે ઉપર કહો એટલાં પાનાં ભરી આપું. પણ ‘કોરોના’ વિષે લખવા બેસું, ને ગળાને બદલે નાક ખાંસતું થઇ જાય..! કોઈ ફાટેલ જમાદાર તતડાવી ગયો હોય એમ, ઢીલ્લોઢસ થઇ જાઉં. તતડી જવાય યાર..? ડર લાગ્યા કરે કે, હમણાં એકાદ ખૂણેથી ‘હાઊઊઊ’કરતો કોરોના હુમલો કરશે. સાપ સૂતેલો હોય ત્યારે ‘આઈ લવ યુ’ કહેવા નહિ જવાનું..! બુઝર્ગોને કહા થા કી, સુતેલા સાપને છંછેડવો નહિ..! જંપીને જલશા કરોને યાર..! જંગલના સિંહ પણ જાણતા થઇ ગયાં કે, માણસ અને કોરોના વચ્ચે હાલ સાંઠગાંઠ ચાલે છે. થયું ...Read More

66

હાસ્ય લહરી - ૬૬

બાપુજીના સીધા ચશ્માં..! ચશ્માં ઉબડા..આઈ મીન.. ઊંધા હોય કે સીધા,એનો કોઈ પ્રોબ્લેમ નથી. માણસનીનજર સીધી જોઈએ. નજર સ્થાન ભ્રષ્ટ તો જ આડઅસર આવે..!ભઈઈઈઈ.. ભલભલા કજોડા સંસારમાં સેટ થઇ જાય,તો ચશ્માં ક્યા બડી ચીજ હૈ..?ઊંધા કે ચત્તા ચલાવી લેવાના..!બહુ નશ્કોરા નહિ ફૂલાવવાના..!કાન હૈ તો કહાન હૈ..!ચશ્માં ઉંધા પહેરો કે ચત્તા,કાનને કોઈ અડચણ આવવાની નથી. કાન સ્વયં જ એટલોસહનશીલ છે કે,કાનમાં બીડી ભેરવો,મેઝર ટેપ ભેરવો કે,ચશ્માં ચઢાવો, નો પ્રોબ્લેમ..! જગ્યા પ્રમાણે બધુંસેટ કરી આપે..! પાડ માનો પરમેશ્વરનો કે શરીરમાં કાન ચોક્કસ જગ્યાએ ચોંટાડીને મોકલેલા છે. ધ બરડા પાછળ આપ્યા હોત તો..?આ તો એક વાત..! બરડામાં કોઈ શાબાસી આપવા ગયું તો. કાનનો ...Read More

67

હાસ્ય લહરી - ૬૭

કાગડાને કાળજામાં રાખો..! આયો રે આયોરે આયોરે.....’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ...ફેણીયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ બદલે ‘સાવન’ શબ્દ આવે..! પણ આ તો માઈક ટેસ્ટીંગ કરી જોયું..! સાલો એક પણ દેશ એવો નહિ મળે, કે જ્યાં કાગડા ને પંચાતિયાની વસ્તી જ ના હોય..! જેમ બધે જ કાગડા કાળા હોય, એમ પંચાતીયા પણ દરેક દેશમાં રેશનકાર્ડ કઢાવીને જ બેઠાં હોય..! ભાદરવો બેસે ને ભીંડો ઉગે, એમ આવાં મીંઢા પણ ‘અલખ નિરંજન’ બોલીને હાજરા હજૂર થઇ જાય..! અષાઢે મેઘો ભલો... ને શ્રાવણમાં ભલો શીરો, ભાદરવે દૂધપાક ભલો...ને દિવાળીએ ઘૂઘરો અહાહાહા..! શું ભર્યો ભાદર્યો આ ...Read More

68

હાસ્ય લહરી - ૬૮

ગણપતિબાપાને પ્રેમપત્ર..! પ્રિય બાપા....! વ્હાલ વ્યકત કરવાની આ અમારી લેટેસ્ટ સ્ટાઈલ કહેવાય. જો કે એ પણ જૂની થઇ હવે તો અમે પણ અલોપ રહીએ, ને મોઢું બતાવ્યા વગર ‘ફેસબુક’ થી કારોબાર કરીએ..! આપશ્રી ‘માઉસ’ રાખો, પણ ‘કોમ્પ્યુટર’ નહિ રાખો, એટલે આપને ખબર નહિ પડે. હવે તો ભાથામાં તીરને બદલે વ્હોટશેપ, ઈન્સ્ટાગ્રામ, વિડીયોકોલ, ટ્વીટ, સ્ટેટસ, ફેઈસ-ટાઈમ આવું બધું ફરી વળ્યું. જે નિશાળમાં લાઈનમાં (સખણા) નહિ રહેતાં, એ બધાં ઓન-લાઈનમાં આવી ગયાં..! અમારું મોઢું જોવા માટે અમારા મંદિર હવે અમારે જ બનાવવા પડશે. કોઈ અમારું મોઢું જોવા રાજી જ નહિ. ટોલનાકા જેવાં અળખામણા બની ગયા છે, બાપા..! આ શસ્ત્રોનો ...Read More

69

હાસ્ય લહરી - ૬૯

Fri, 27 Aug, 2021 at 11:18 am પ્રેમ એટલે અલખના ધણીનો આસ્વાદ..! વીજળીનો ઝાટકો લાગે ને, ‘ફોર્સ’ થી ઉઘાડી દે, એવી ચોટદાર પંક્તિ હાથમાં આવી. કોની છે, ખબર નથી, પણ જેની હોય તેની, મને ગમી. એટલે લખનારની ક્ષમાયાચના સાથે, ટપકાવવાની લાલચ રોકી શકયો નહિ. રાધાએ કર્યો પ્રેમ, ને મીરાએ કરી પ્રીત કાન્હો મળ્યો રુકમણીને થઇ વિધાતાની જીત થાય જીવનમાં એ જ, જે ઉપરથી નક્કી હોય ત્યાં સુધી તો વચ્ચે આવી રમતો જ હોય ! બળેવના તહેવાર આવે ને, બેન સાથેના બાળપણાના સંસ્મરણો યાદ આવવા માંડે. પ્રેમ ગમે તે પ્રકારનો હોય. ભાઈ-બહેનનો પણ હોય ને રાધા-મીરાંનો પણ હોય, ને ...Read More

70

હાસ્ય લહરી - ૭૦

જેના ખિસ્સા ખાલી એના વળતા પાણી....! કાનમાં કીડી ભરાય ગઈ હોય એમ ખાલી ખિસ્સાએલુખ્ખી તલવારબાજી કરવા નીકળ્યો છું. જેના જ કડકાબાલુસ હોય,એ ખિસ્સામાંથી,શું કબુતર કાઢવાનો..?ધગધગતા રસ્તા ઉપર પગરખાં વગર જ પ્રવાસ કરવા જેવી વાત થઇ ને..?શું ખિસ્સાની તાકાત છે યાર..?કદમાં વામન,પણ ભરેલા ખિસ્સા ભલભલાને વિરાટ બનાવી દે..! ( અંબાણીશેઠનું નામ કોણ બોલ્યું..?)પેટ માટે વેઠ કરીને,આજે આખી દુનિયા ખિસ્સા ભરવા દૌડે છે..! ભરેલા ખિસ્સાવાળો દુનિયાને ખિસ્સામાં રાખી શકે. ને ખાલી ખિસ્સાવાળો પાવડા હલાવી ખિસ્સા જ વેતરતો હોય..! સબ ભગવાનકી માયા હૈ..!ભગવાને ઠાંસી-ઠાંસીને શરીરને બધ્ધું આપ્યું,અમુક તો ડબલ-ડબલ પણ આપ્યું. વગર માંગણીએ બબ્બે મગજ પણ આપ્યાં. હવે, બબ્બે મગજ કેમ આપેલા ...Read More

71

હાસ્ય લહરી - ૭૧

જો જીતા વો સિકંદર..! અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. મધમાખી વળગી હોય એમ, એક જ ધૂન દેશ સેવા એ જ પ્રભુ સેવા..! મા-બાપ કે પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું પડ્યું હોય, એમ ઉપડી. જેવાં સ્થાનિક ચૂંટણીના બ્યુગલ સંભળાયા, એટલે બરમૂડા બાળીને ખાદીની બે-ત્રણજોડ પણ સિવડાવી લીધી. સદગત દાદાના ફોટા ઉપર ચઢાવેલો હાર ઉતારી, મહાત્મા ગાંધીજીના ફોટા ઉપર ચઢાવી દીધો. ને સાઈકલ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો બાંધી પ્રચાર માટે નીકળી પડ્યો.ગાંધીજીનું સૂત્ર ભલે સત્યમેવ જયતે’ હોય, પણ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે..!’ ની હાકલ કરવા લાગ્યો. એના કપાળમાં કાંદા ...Read More

72

હાસ્ય લહરી - ૭૨

હસતા ચશ્મા..! ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..!(ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા એ સાલ્લી ભારે જમાવટ કરી છે હોંકેએએ? નહિહસવાની ગાંઠ બાંધીને બેઠેલો પણ, એકવાર તો લપસી પડે..! આ સીરીયલે શું મૂઠ મારેલી કે, મૂઠછોકરીઓ પણ લગન કરતાં પહેલાં છોકરાને પૂછે કે, તારું બધ્ધું ચલાવી લઉં, પણ ‘તારા ઘરે ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ વાળી સીરીયલ આવતી હોય તો જ તારી ચૂંદડી ઓઢું, નહિ તો બાજી ફોક..! જેમ જેમ આ સીરીયલ જૂની થતી ચાલી , જાણે તેમ-તેમ જુવાન થતી ચાલી..! અમુકતો એવાં ખડ્ડૂસ કે, ડેઈટ પૂરી થઇ છતાં, આ સીરીયલનો કબજો છોડે નહિ. ...Read More

73

હાસ્ય લહરી - ૭૩

હંસલા હાલો ને હવે, મોતીડાં નહિ રે મળે..! અમુકના ખોળામાં તો પહેલેથી જ મોતીડાના ઢગલા હોય, એટલે મરજીવા બનીને દરિયો ખેડવાનું આવતું નથી. કેટલાંક એવાં પણ હોય કે, દરિયા ખેડવાને બદલે ગંધારા ખાડામાંથી જ મોતી મેળવવા ફાંફા મારતા હોય..! આવાં ખરાખરીના ખેલ મરજીવા કે સર્કસવાળા જ કરે એવું નથી. આ બધી ઉમેદની વાત છે.ચાબુક હોય તો ઘોડાગાડી આવે એમ, ઉમ્મીદ હોય તો ઉમેદવારી કરવાની ખંજવાળ આવે. પછી એ કોઈપણ પ્રકારની ઉમેદવારી હોય..! લગનની હોય, નોકરીની હોય, ભાંગી કઢાવવાની હોય કે રમત-ગમતના ખેલની હોય..!મનોબળફૂટબોલના જેવું રાખવું ...Read More

74

હાસ્ય લહરી - ૭૪

વણફૂટેલા ફટાકડાના સુરસુરિયા..! જોતજોતામાં થનગનતી દિવાળી આવી ગઈ. ફરીથી આકાશ આતશબાજીથી રંગીન થશે. ઘર ઘર રંગોળી ને દીવડાઓ દિવાળી એટલે પ્રકાશનું પર્વ. દિવાળી એટલે અંતરના ઉઘાડ, ઉમળકાઓનું આદાન ને પ્રદાન, હૈયાની હેલી અને વિચારોનું વૃંદાવન,..! પ્રદેશ પ્રદેશના રીતરિવાજ મુજબ દિવાળીની ઉજવણી થાય. એમાં દિવાળી એટલે પેલું વર્ષો જુનું લહેરિયું. લહેરિયું શબ્દ પડતાં જ બચપણ યાદ આવી જાય. બાળકોનું ટોળું થાળીમાં દીવા પ્રગટાવીને, આંગણે ઉભાં હોય, અને કુમળા મોંઢે ‘લહેરિયું’ લલકારે એની તોકોઈ મઝા જ ઔર..! દિવાળીને આવકારવા, વધાવવા, મનાવવા શુકનનો થાળ લઈને ઊભાં હોય એવું લાગે. ફાગણમાં ફાગ અને દિવાળીમાં શુકન એટલે એમનો બાળ અધિકાર. લહેરિયું એ આજની ...Read More

75

હાસ્ય લહરી - ૭૫

હમ છોડ ચલે હૈ મહેફિલકો...! ચૂંટણીમાં જીતવા ભલે ને બાબરિયા ભૂતની બાધા રાખી હોય, કોઈ ફેર નહિ પડે..! બટન દબાવવા બાબરીયો જાતે નહિ આવે..! નસીબ બળવાન તો ગધા ભી પહેલવાન..! ક્યાં તો નોટ ચાલે, ક્યાં તો વોટ ચાલે..! અંધશ્રદ્ધા બહુત બુરી ચીજ હૈ બાબુ મોસાઈ...! જેનું કુળ સારું હોય, તેમના ખોળામાં તો પહેલેથી જ મોતીડાએ બાંધેલા હોય એટલે, ચૂંટણી જીતવા મરણીયા બનવું પડતું નથી. પણ જેને ઈંચની સૂઝ નહિ, ને ફૂટમાં ફરક નહિ પડતો હોય, તેઓ મોતી મેળવવા મરજીવા બનીને ખાડામાં પણ પડે. ચૂંટણી પણ ખરાખરીનો ખેલ છે દાદૂ..! આવાં ખરાખરીના ખેલ મરજીવા કે સર્કસવાળા જ કરે એવું ...Read More

76

હાસ્ય લહરી - ૭૬

જીના ઉસીકા નામ હૈ..! માંદગીને કેરીની સીઝન જેવું લફરું નથી. ઈચ્છાધારી નાગની માફક ગમે તેના ઘરે ગમે ત્યારે આવીને વગાડે..! ‘એક મચ્છર સાલા આદમીકો પાયમાલ કર દેતાં હૈ’ એના જેવું..! માંદગી એટલે ફટકેલ વહુ જેવી..! ઘરમાં ક્યારે આવે, ક્યારે જાય એનું નક્કી નહિ. વિશ્વમાં કોઈ એવું ઘર નહિ હોય કે જેને ત્યાં માંદગી-દેવી હાજરા હજૂર ના થઇ હોય. છેલ્લે સામેવાળાને પલળી નાંખે એવી છીક પણ આવે..! માંદા પડવાની એક મઝા છે બોસ..! વરસમાં એકાદ વખત છીંક પણ નહિ આવે તો, ચોમાસું કોરું ગયું હોય એવું લાગ્યા કરે. માંદગી આવે તો સ્વજનોની ઓળખ પરેડ થાય. કયો સ્વજન આપણા ...Read More

77

હાસ્ય લહરી - ૭૭

હું મને જ મળું તો બસ છે..! વધેલી ઉમરથી નાખુશ ના બન રસમંજન હજી પણ ઈશ્ક જીવે છે, શૈશવ અધૂરું છે ના, પ્રેમલા-પ્રેમલી વિષેના કોઈ ફટાકા આપણે ફોડવા નથી, આમ પણ વીતેલા મૂહર્તને ધ્યાનમાં લેવા, એટલે ટોળું ભાગી ગયા પછી ગોળીબાર કર્યા બરાબર ગણાય..! આ તો ઉમરનો ઓડકાર આવ્યો ને, થયું કે, લાવ ને થોડીક ચોપળી-ચોપળી ફીલોફોફી sorry ફિલોસોફી ઠોકું..! નેતા થવા માટે ભાષણ ઝીંકવા પડે, એમ લેખકનો થપ્પો લગાવવા માટે, આવી ‘ફીલોફોફી’ પણ કરવી પડે. બાકી વાત તો વધતી ઉમરના વરતારાની છે હંઅઅકે..? આ નાતાલમાં પોણો-સો વર્ષનું ખેદાન-મેદાન થશે દોસ્ત..! ગમે એટલી ફેંએએફેંફેં કરો, બરાડા પાડો, ચીહાળા ...Read More

78

હાસ્ય લહરી - ૭૮

ડીસેમ્બર ડિગા ડિગા, મૌસમ ભીગા ભીગા..! નેરોગેજ લાઈન ઉપર બ્રોડગેજનું એન્જીન આમ તો ચઢાવાય નહિ, પણ આ તો એક કે જોડ્યું હોય તો..? એવું જ કમબખ્ત આ જિંદગીનું છે. ઠુચ્ચૂક...ઠુચ્ચૂક કરીને, પુરા સ્પેર-પાર્ટસ સાથે શરીરને ડીસેમ્બર સુધી ઘસડી લાવ્યા, ત્યારે એક ફિલ થાય કે, તેલ લેવા જાય મોતી, પણ દરિયો તરીને કાંઠે તો આવી ગયા..? વધામણા કરવા, જલશા જ જલશા બાવા..! છેલ્લી કોટિનો માણસ ભટકાય કે નહિ ભટકાય, પણ સાલનો છેલ્લો મહિનો તો સૌને ભટકાય..! છેલ્લા મહિનાની આ જ તો ઈજ્જત છે દાદૂ..! અધિક માસ જેવાં ફ્લેગ સ્ટેશન ગણતરીમાં નહિ લઈએ તો આ ‘લાઈફ-ટ્રેન’ દરેક વર્ષમાં ૧૨ સ્ટેશન કરે. ...Read More

79

હાસ્ય લહરી - ૭૯

જો વક્તા હૈ વોહી બકતા હૈ..! મસલ્સ મોટા મસ કે હાઈબ્રીડવાળા કરવા માટે, અંગ કસરતના ખેલ કરવા પડે. ટોનિક-જીમ-ચ્યવનપ્રાસના ફાંકા પણ મારવા પડે. બાકી ગાળ બોલવા માટે કોઈ ક્લાસ કરવાની કે, ટ્યુશન લેવાની જરૂર પડી નથી. 'ગાલિપ્રદાન’ જેવો કોઈ એવોર્ડ મળતો હોય તો વાત અલગ..! ગાળનું કામ ઓટોમેટીક મશીનગન જેવું બાવા..! બોલવાની માત્ર ફાવટ આવવી જોઈએ, એકવાર ફૂટે એટલે ધાણીની માફક એ ફૂટ્યા કરે. જેમ દેવતાઓના ભાથામાંથી તીર નીકળતા, એમ આપમેળે ગાળના પણ ફૂવ્વારા છૂટવા માંડે..! હિમાતનું કામ છે. હિમતે ‘મડદા’...sorry...મર્દા, તો મદદે બધ્ધાં..! ગાળનો શોધક કોણ એને હું શોધું છું. પણ શ્રીશ્રી ભગાનું તો કહેવું છે કે, ગાળનું ...Read More

80

હાસ્ય લહરી - ૮૧

ઘટમાં ચૂંટણી થનગને મતપત્ર વીંઝે પાંખ..! ઇસ દેશકે હમ વાસી હૈ જહાં કભી ખુશી કભી ગમ હૈ પોલ્યુશનકી મહેરબાની કભી ખાંસી કભી દમ હૈ નેતાઓને મતદાર જનમ આપે, ને મા-બાપ આપણને જનમ આપે એટલો જ ફેર..! દીકરો મા-બાપનો નહિ થાય એમ નેતા જનતા જનાર્દનના નહિ થાય તો માથામાં ખીલો ઠોકી દીધો હોય એમ ચીસ પાડીને 'હોઓઓહાઆઆ' નહિ કરવાની..! મા-બાપ કેવાં સેટ થઇ જાય, એમ સેટ થઇ જવાનું..! એકવાર બોડી-મસલ્સ બને પછી, એમને લાંબી બાંયના ખમીશ ફાવે જ નહિ, મસલ્સ દેખાય નહીને..? ચૂંટણીની પણ શું બોલબાલા છે..? જ્યારથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું, ત્યારથી શ્રીશ્રી ભગામાં પણ વસંત ફૂટી છે બોલ્લો..! ...Read More

81

હાસ્ય લહરી - ૮૧

ગળાના સોગંદ ખાયને કહું છું કે...! ટેણીયા...હતાં, ત્યારે ન્યાય માટે વકીલ રોકવાની જરૂર નહિ પડતી, ‘ખા, મારાં ગળાના સોગંદ’ એટલે મામલો ઠાર થઇ જતો .! ભગવાનને બદલે ગળાના સોગંદ વધારે ખાતાં. ગળું જ અમારા ઇષ્ટદેવ હોય એમ ગળાને દાવ ઉપર મૂકી દેતાં..! ગળાના સોગંદ ખાધાં એટલે ઝઘડા ચત્તાપાટ..! . સોગંદ ખાવામાં જેટલું ગળું ઉપયોગી નીવડ્યું છે, એટલાં અમારા હાથ-પગ-કાન-નાક-જઠર કે કીડની ક્યારેય કામમાં આવ્યા નથી. અને સોગંદ ખાવામાં આડા પણ આવ્યા નથી. દરજીએ (ખમીશ બનાવવા) ગળું કાપવાની ઘૃષ્ટતા ઘબીવાર કરી હોવા છતાં, ક્યારેય અમે એમના માટે દ્રેષભાવ રાખ્યો નથી. સંસ્કારી છીએ ને યાર..! બાકી તાકાત શું કે, આપણી મિલકત ...Read More

82

હાસ્ય લહરી - ૮૨

જેની સાસુ સરસ એની જિંદગી સરસ..! જિંદગી જીવવા જેવી છે બોસ..! પણ રસ્તા ઉપર ટોલનાકા આવે, એમ સંસારમાં આવતાં પણ ત્રાસ બહુ..! સાસુ-સસરા-નણંદ-ભોજાઈ-જેઠ- જેઠાણી વગેરે સંસારના ટોલનાકા કહેવાય..! દેવ-દાનવ, કૌરવો-પાંડવો, ભારત-પાકિસ્તાન, સાપ અને નોળિયો, નણંદ-ભોજાઈ ની માફક સાસુ- વહુનાં છમકલાઓ ક્યાંક ને ક્યાં ચાલતા જ હોય. આ લોકોની કથા પણ લોક કથની જેવી..! ગંગાસતી અને પાનબાઈ જેવાં સંબંધો ક્યારે મખમલી બનશે, એ અચ્છો જ્યોતિષ પણ નહિ ભાખી શકે. સાસુ-વહુની તિરાડમાં એક જ રાડ હોય, કે, ‘તું મને લાવેલી નથી, હું તને લાવેલી છું..! આવી દાવેદારીઓ સંસારને છિન્ન ભિન્ન કરી નાંખે..! બહુ બહુ તો સાસુ-વહુની કુંડળી તપાસાય, બાકી થનાર સાસુના ...Read More

83

હાસ્ય લહરી - ૮૩

સ્વ.ચુનીલાલ મડિયા સાથે સ્વપ્નીલ મુલાકાત...! જુવાન જોધીયાઓને સર્વાંગ સુંદર સુંદરીના સ્વપ્ના આવે તો ભલે આવે, હરખાવાનું..! ઉતરતા લોહીવાળાએ જાણીને મોંઢા નહિ કરવાના, અદેખાય કહેવાય..! ‘ફાટ ફાટ યુવાનીમાં સુંદરીના સ્વપ્ના નહિ આવવાના, તો સુપર્ણખાં ના આવવાના..? આપણે હવે બેડાઈ ગયેલી કેરીના આંબા કહેવાય, માટે મંજીરા જ વગાડવાના બોસ..! સમય સમયે ચોઘડિયાં બદલાય, ટાંકણા બદલાય, એમ ઉમર થાય એટલે સ્વપ્નાના આકાર ને ડીઝાઈન પણ બદલાય..! સમય અને પ્રકૃતિના સંબંધ, નણંદ-ભોજાય જેવાં. ક્યારે એકમેકમાં ઢળી જાય, ક્યારે ભળી જાય ને ક્યારે કલર અને કરવટ બદલે, એના કોઈ ભરોસા નહિ. દરિયાની રેતીમાં આંગળી-ચારો કરીને અક્ષરજ્ઞાન પાથરતાબાળકને તો તમે જોયો છે. બાળકની કક્ષા સુધી ...Read More

84

હાસ્ય લહરી - ૮૪

તારા ગુલાબી ગાલના ખંજન મને ગમે છે...! તારાં ગુલાબી ગાલના ખંજન મને ગમે છે એ ખંજનમાં મહાલવા મંથન ગમે છે ઘોર કાળી રાતમાં હું ચાંદને શોધતો રહ્યો શમણું તોડી વહી ગઈ અંજન મને ગમે છે રખે ભરમાતા કે હું કોઈ મસ્ત માશુકાની કહાની કરવાનો છું. મારે વાત કરવી છે, ગુલાબી-ગુલાબી વાનવાળી ૨૦૦૦ ની નોટની..! ૨૦૦૦ ની નોટ જ્યારથી જાહેર જીવનમાંથી ઉકલી ગઈ, એના આ હાસ્ય-મરશીયા છે. કહો કે, મંગલ-મસ્તી છે. તમે ચમનીયાને તો ઓળખો. એની પાસે ગાદલા ભરાય એટલી ૨૦૦૦ ની નોટ મુદ્દલે નહિ. સમ ખાવા પુરતી માત્ર એક જ ૨૦૦૦ ની નોટનો આસામી. પણ એક નોટનો આસામી ...Read More

85

હાસ્ય લહરી - ૮૫

દશમો રસ એટલે કેરીનો રસ..! કેરીનો સ્વાદ અને ખુમારી જ એવી કે, કેરીનું માત્ર ચિત્ર દોર્યું હોય તો, ફરતે પણ કીડીઓ ત્રણ તાળીનો ગરબો ગાતી થઇ જાય..! એટલે તો નવોઢા પહેલ-વહેલી ઘરમાં આવવાની હોય એમ, લોકો કેરીગાળાની કાગડોળે રાહ જોતાં હોય. કેરીગાળામાં ચપટલાલ પણ ચપટો મટીને ગલગોટા જેવો થઇ જાય. ને બેફામ ખાય નાંખી તો, ચકલીમાંથી મરઘો કે, ઉંદરડી માંથી હાથણ પણ થઇ જાય..! કેટલી ખાધી એના ઉપર બધું છે., બાકી કહેવાય નહિ જીરૂમાંથી જિરાફ પણ થઇ જાય..! આ વરસે અંબાલાલની એવી આગાહી ફૂંકાય કે, કેરીના છૂંદાને મારો ગોળી, રસિયાઓનો છૂંદો કરી નાંખ્યો..! સવારે ચોમાસું-બપોરે ઉનાળો ને સાંજે ...Read More

86

હાસ્ય લહરી - ૮૬

ચરબીને જ્યારે ચરબી ચઢે ત્યારે..! ચરબીના થર પણ કેવાં બાઝયા છે રમેશ ચરબીએ દેહમાં જાણે માળા બનાવ્યાં છે ચરબી પ્રકારની હોય મામૂ..! ચરબીની તબીબી વ્યાખ્યામાં આપણે મુંડી મારવી નથી, પણ આ તો એક ચોખવટ કરી..! વાત શરીરમાં વધેલી ચરબીની છે. વધેલી ચરબીનો ઈલાજ થાય, પણ માણસના મગજે ચરબી ચઢે ત્યારે એને તાવી દેવા માટે અચ્છા કથાકારના આયામ પણ નિષ્ફળ જાય..! શરીરની ચરબી એટલે આતંકવાદી જેવી. અભેદ સીમાડા તોડીને ક્યારે શરીરમાં ગરકી જાય એની ખબર જ ના પડે. શરીરમાં પ્રવેશીને પગ ફેલાવે ત્યારે ખબર પડે કે, એ પણ ચાઈના-પાકિસ્તાનની વડસાસુ જેવી છે..! જ્યાં જગ્યા મળે ત્યાં કબજો જ કરવા માંડે..! ...Read More

87

હાસ્ય લહરી - ૮૭

મૂછ હો તો નથ્થુલાલ જૈસી...! મોંઢાની ‘પ્રીમાઈસીસ’ માં દાઢી-મૂછ રાખવી-વધારવી કે સફાચટ રાખવી એ સૌ સૌની મરજી અને ખેલની વાત છે. મૂછ રાખવી તો કેવી રાખવી, કેટલી લાંબી રાખવી, ને દાઢી રાખવી હોય તો, સાવરણી જેવી રાખવી કે ‘સેવિંગ-બ્રશ’ ના જેવી રાખવી વગેરે નિર્ણયો લેવાના અધિકાર પોત-પોતાના છે..! ફલાણાએ દાઢી મૂછ કેમ નથી રાખી, એ માટે FIR નહિ નોંધાવાય..! કોઈને દાઢી કે મૂછ ફણગા કાઢતી જ નહિ હોય તો એના માટે બાધા-આખડી નહિ રખાય..! કુદરતની મરજી, એ માણસને પણ દાઢી-મૂછ આપે, ને વધારે પડતાં દયાવાન થઇ જાય તો સ્ત્રીને પણ આપે..! કુદરતની સામે ડખા કે દંગલ નહિ કરાય..! ...Read More

88

હાસ્ય લહરી - ૮૮

મૌજ આવે ત્યાં મ્હાલો, તો જગતને લાગે વ્હાલો..! ભગવાને આપેલો શ્રાપ કહો કે વરદાન કહો. એક ઉપર એક માફક મને એક જ જનમમાં બે અવતાર મળેલા હોય એવું લાગ્યા કરે છે. કારણ કે, હું માણસ પણ છું, ને એક હાસ્ય કલાકાર પણ છું. કારણ કે મારો કાર્યક્રમ હોય ત્યારે, મારી ઓળખ લોકો હાસ્ય કલાકાર તરીકે જ વધારે આપે. જે મેં મારા કાનોકાન સાંભળ્યું છે, ને આંખો-આંખ જોયું છે..! ભગવાનનો જ એમાં હાથ હોય શકે. કારણ કે, દીનાનાથની ગણતરી કદાચ એવી પણ હોય કે, માણસ બનીને લોકોને રડાવવાના ધંધે વળે ને, ‘માણહ’ તરીકે ફેઈલ જાય, તો હાસ્ય કલાકારના નાતે ...Read More

89

હાસ્ય લહરી - ૮૯

હસીએ તો સૌને ગમીએ..! ઋષિમંતોએ આમ તો સતયુગ-ત્રેતાયુગ-દ્રાપરયુગ- અને કળિયુગ એમ ચાર જ યુગની જાણકારી આપેલી છે. પણ ફૂલફટાક પાંચમો યુગ તેઓની હયાતી બાદ હમણાં હમણાં અસ્તિત્વમાં આવ્યો છે. જેને કહેવાય ડીજીટલ યુગ..! ઋષિમંતો ભલે ભારતના કહેવાયા, પણ વાઈબ્રેશન ચાઈનામાં ઝીલાયા હોય એમ, નકલમાં પાવરધી એ પ્રજાએ ડીજીટલ ડીવાઈસ એવાં બનાવ્યા કે, ઠેર ઠેર ડીજીટલ યુગના ઝંડા ફરકતા થઇ ગયા. ડીજીટલ મા-બાપ નથી મળતા એટલું જ, બાકી જેમાં હાથ નાંખો એટલે ડીજીટલની કરામત જોવા મળે. દુધમાં દહીં ઝમાવવા ખટાશનું મિશ્રણ કરવું પડે એમ, ઉપરના ચારેય યુગનું થોડું થોડું મોરવણ ઉમેરાયું હોય એમ, વિશ્વ આજે ડીજીટલ ધરી ઉપર ફરી રહ્યું ...Read More

90

હાસ્ય લહરી - ૯૦

બ્રાન્ડેડ કુતરાની કરમ કહાણી..! બ્રાન્ડેડ માણસ તો નહિ થવાયું, પણ ‘બ્રાન્ડેડ’ કુતરાઓને મોંઘીદાટ ગાડીઓમાં નવાબી ઠાઠ સાથે સહેલગાહી જોઉં છું ત્યારે, મને શિયાળામાં પણ ચામડી ઉપર જજેલાં ઉભરી આવે..! ચચરી આવે બોસ..! એમ થાય કે, પૂરવ જનમના કેવાંક કરમ હશે કે, આપણે સાલા ફાટેલા ને ખખડી ગયેલા ફટફટીયા ઢસડવાના, ને કૂતરાં જાણે હનીમુન પેકેજ ઉપર નીકળ્યા હોય એમ, મોંઘીદાટ ગાડીમાં ફરે..! પ્રેસર ઊંચું-નીચું થઇ જાય દાદૂ..! મતદાર યાદીમાં જેના નામ નહિ, રેશનકાર્ડના પુરાવા નહિ, ને આધાર-કાર્ડ તો મુદ્દલે નહિ, એ કુતરડું જલશા કરે ને આપણે ધૂપમાં ધુમાડા કાઢવાના, ચચરાટ તો થાય જ ને..? જ્યારે જ્યારે આવાં ‘લકઝરીયર્સ’ ડોગાઓને ...Read More

91

હાસ્ય લહરી - ૯૧

માણસ નરમ પણ ચણા ચોર ગરમ...! મગજમાં તાવડો એ વાતે તપે છે કે, સાચું વિધાન ચણા ચોર ગરમ’ છે જોર ગરમ’? આટલું સમજવામાં રતનજીનું ભેજું હજી ફૂટબોલની માફક ચરણ-પ્રહાર ખમી રહ્યું છે. મારી ખુદની હાલત પણ, ચાઈનાના માલના ગ્રાહક જેવી છે, હું પણ વિચારોની કબડ્ડી રમી રહ્યો છું. મગજમાં ‘ચણા ચોર ગરમ’ નો ડેટા એવો ફીટ થઇ ગયેલો છે કે, કોઈ જોર ગરમ’ બોલે તો ‘ડલ્લો’ લુંટાઈ જતો હોય એટલું દુખ થાય..! આ જોઇને મારા છોકરાં પણ હસે. જીભમાં સ્વાદનો સાલો કરંટ જ નહિ આવે તે અલગ..! સંવેદના પણ જાગવી જોઈએ ને મામૂ..? એના કપાળમાં કાંદા ફોડું લૂલીમાં રસ ...Read More

92

હાસ્ય લહરી - ૯૨

ખુશી ખુમારી ખુરશી ને ખુદ્દારી કોઈપણ ક્ષેત્રની ચૂંટણીના જ્યારે ગર્ભાધાન થવા માંડે, ત્યારે નિર્જીવ ખુરશીને પણ તાવની વાયરલ અસર માંડે. મતનો કયો માણીગર ખુરશીનો ધણી બનશે, એનો દુ:ખાવો તો ઉપડે જ ને મામૂ? ખુરશી પણ જીવંત છે. એની કુંડળીમાં પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવું સત્વ છુપાયેલું છે. જેનામાં ખુશી હોય, ખુમારી હોય, ને ખુદ્દારી હોય તો, ખુરશી પણ ભગવાન છે. ખુરશી ભલે લાકડાની કહેવાય, પણ એ લાકડા સાથે કેવું માંકડું જોડાવાનું છે, એ તો ભવિષ્યવેત્તા પણ બતાવી શકે નહિ. મઝેનું માંકડું જોડાયું તો ખુરશી સિંહાસન બની જાય. ને રતનજોગીયું જોડાયું તો, દ દુશાસન પણ બની જાય..! રતનજીનું ‘ઓલ્ડર’ ...Read More

93

હાસ્ય લહરી - ૯૩

સંસાર પણ એપ્રિલફૂલ છે..! સાર-અસાર ને સંસારમાં સાંધાની સૂઝ નહિ હોય એને પણ લગન તો કરવા પડે. રતનજીને તો એમ જ કહે, વિવાહ એટલે મીનીમમ લગન, ને લગન એટલે મેક્ષીમમ વધન, ઉર્ફે એપ્રિલ-ફૂલ..! સ્વાતંત્ર્ય દિવસ ક્યારે આવે એમ પૂછીએ તો આજે પણ એમ જ કહે કે, ‘વર્ષમાં બે વખત આવે. એક ૨૬ મી જાન્યુઆરીએ ને બીજી ૧૫ મી ઓગષ્ટે..! જે દિવસે ઝંડો ફરકાવીએ એ દિવસે સ્વાતંત્ર્ય દિન..! સા.બુ.નો (સામાન્ય બુદ્ધિનો) સાવ કંગાળ..! મને કહે, ‘ રમશુઉઉ..! એપ્રીલ-ફૂલ પણ વર્ષમાં બે વખત આવે, ૧ લી એપ્રિલે, ને બીજી વરઘોડો કાઢીએ ત્યારે..! લગન પણ એપ્રિલ-ફૂલનું થ્રીલર જ છે. ધામધુમીના માહોલમાં ...Read More

94

હાસ્ય લહરી - ૯૪

દયાની દેવી ખુરશીદેવી..! જિંદગી જીનેકી ચીજ હૈ હમે જીના નહિ આતા નશા તો હર ચીજમેં હૈ હમે પીના આતા ખુરશીમાંથી ‘ર’ કાઢી લો, તો ખુશી જોવા મળે. બાકી ખુરશીની વેદના પણ ભારેલા અગ્ઓનિ જેવી હોય..! દેશ વિદેશના અનેક સત્તાધીશોએ ખુરશી ઘસી નાંખી હશે, છતાં વિશ્વ ‘ખુરશી-દિન’ જેવું ચલણ લાવીને એકય નેતાએ ખુરશીનું ગૌરવ વધાર્યું હોય એવું બન્યું નથી. બિચારીના નસીબ..! રતનજી કહે એમ, ખુરશીની હાલત વાઈફ જેવી છે. સંસારના ધોરીનારગ જેવી, 'પોતાની' વાઈફની કદર કરે એવો બનાવ સાંભળવામાં નથી. ખુરશીનો ઘરાનો કંઈ નાનો નથી. એના ઉપર કોઈ બેસે તો જ તૂટે એવી તકલાદી કે તકવાદી પણ નથી. રાજકારણીની ...Read More

95

હાસ્ય લહરી - ૯૫

ગુસ્સા મત કરના હોલી હૈ..! ઢોલ પિચકારી ને મસ્તીમાં ‘રંગ બરસે ભીગી ચુનરિયા’ ની તાન એક જ વાર જોઈએ, એટલે સુકા બાવળમાં પણ કૂપણ ફૂટવા માંડે. હોળી-ધૂળેટીનો એ પ્રભાવ છે. અમિતાભની માફક રતનજીનો અમથો પણ ટાંગ ઉલાળતો થઇ જાય. ધૂનમાં તાકાત જ એવી કે, સાંભળે એટલે મગજના તાળાં ઉઘડી જાય. હૈયા અને હોઠેથી ઉર્જા-યૌવનનો પ્રસવ થવા માંડે. ઊંટના હોઠ જેવું લબડેલું મોંઢું ઝગારા મારતું થઇ જાય. હોળી આવે એટલે, રાધારાણી યાદ આવે, કનૈયો યાદ આવે, નંદગાંવ યાદ આવે, બરસાનાની હોળી અને વ્રજ યાદ આવવા માંડે. વ્રજ એટલે રસરાજ શ્રી કૃષ્ણ અને રાધારાણીની લીલા-ભૂમિ..! હાસ્ય-વ્યંગના લોકગીતો ગાતા-ગાતા, રંગ રસિયાઓ ...Read More

96

હાસ્ય લહરી - ૯૬

ફાટેલી ચાય ના ફણગા મોટા..! - વાહ..! આજ તો મારો વા’લો સોગીયું મોરું કરીને બેઠો સે ને..? પીરા તું કેમ માંઈડો..? રહોડામાંથી મિસાઈલ સુટીકે હું..? - તારા ક્પારમાં કાંદો ફોરું..જવાનો ઓય તો હીધો જાની..! આજે તું મને સેડતો જ ની..! તારી ભાભી આજે રશિઆ ને ઉ યુક્રેન જેવો થેઈ ગેઈલો સું..! - નક્કી કંઈ બબાલ થેઈ લાગે.. - હાસ્તો..! હવાર પરે ને માણહને ચાઈ તો જુએ કે ની યાર..? ચાઈ માંગી ટેમાં તો રાગરા ટાણવા બેથી. મને કેઈ ચાઈ..ની વાત તો કરતા જ ની. ચાઈ ફાટી ગઈ સે..! હવારમાં ચાઈ ની મલે એટલે, એની મા ને મગજ ભમવા લાગે ...Read More

97

હાસ્ય લહરી - ૯૭

સાંવરિયો રે મારો સાંવરિયો...! આજનો પહેરવેશ, આજના ગીતો, આજની સ્વચ્છંદતા જોઇને એમ થાય કે, સાલો જીવવા જેવો જમાનો તો આવ્યો. આપણે તો એક જોડી ફાટેલા ખમીસ-પાટલુન અને બટન વગરના લેંઘામાં સસ્તામાં જ યુવાની કાઢેલી. નાકમાંથી સેદરા નીકળતા હોય, લેંઘી પહેરી છે કે નથી પહેરી એની ખબર નહિ પડે એવાં લાંબા બુશકોટ ચઢાવીને દેવાનંદની ચાલ કાઢીને વર્લ્ડટુર કરતા હોય એવી ખુમારી યાદ આવી જાય સાલી..! બાળ દિન આવે ત્યારે જ માથે ધુપેલ પડે ને માથે કાંસકો ફરતો..! માઈ-બાપને ફેસિયલ બોલતાં પણ નહિ આવડતું, એવાં અમીન સયાનીના જમાનાની આ વાત છે. શું એ વખતે મર્યાદા પુરુષોતમ જેવાં ગાયનો આવતાં ? આખું ...Read More

98

હાસ્ય લહરી - ૯૮

હમ છોડ ચલે હૈ મહેફીલકો..! બાસુદી જેવાં હાસ્એય લેખ તો ઘણા લખ્યા, આજે મને રગડા-પેટીસ કે ભેળપૂરી જેવો લેખ ઉપડી બોસ..! એમાં છાપું-ફરફરિયું-સંગીત-જાહેરાત-નામ વગેરે બધું જ ઝાપટમાં આવી જાય. આજે દેખાય છે તે હોતું નથી, ને હોય છે તે દેખાતું નથી..! જેનું નામ હોય 'જીગર' પણ સ્વભાવે ગીઝર જેવો હોય. હિમાલયની ટોચ ઉપર બેઠો હોય તો પણ પરસેવો કાઢે..! અમુકના નામ દીપક હોય, પણ એના જીવનમાં જ અંધારા..! અમુકને તો એની પણ ખબર નહિ હોય કે, પોતે જીવ છે કે જીવડું..? કોઈની જ્યોત સળગે એટલે ખાખ થવાની પડાપડી કરે. ત્યારે અમુકના નામ હસમુખ હોય, પણ ચોવીસ કલાક રડમુખ..! વિટામીનની ...Read More

99

હાસ્ય લહરી - ૯૯

ફાગણ તારી ફોરમ ફટકેલી ..! માંગણ-ડાકણ-સાપણ જેવાંશબ્દો ભલે નાકનો નકશો બદલે, બાકી ફાગણ એના જેવો લાગે ખરો, પણ ઉંચો..! બીવડાવવા કરતાં હસાવવામાં માહિર..! મને ગમે બહુ. ફાગણ આવે ને કેસુડાં ખીલે એમ હાસ્ય પણ ખીલવા માંડે. હસવા-હસાવવાનો મોકળો મહિનો એટલે ફાગણ..! બાર મહિનામાં આ એક જ મહિનો એવો કે, કોઈની પણ હળી કરવી હોય તો થાય. વટથી કહેવાય કે, ગુસ્સા મત કર... હોલી હૈ..! જુઓ ને હું પણ ફાગણની હળી જ કરું છું ને..? ફાગણ બેસે ને બરડામાં બરફ ભરાણો હોય એમ, ઠંડા ઠંડા કુલ કુલ થવાય. ગુદગુદી થવા માંડે. હાસ્યને પ્રગટાવવા માચીસની જરૂર નહિ, પિચકારી મારો એટલે ...Read More

100

હાસ્ય લહરી - ૧૦૦ - છેલ્લો ભાગ

પરીક્ષા દેવીની જય હો...! ઘરમાં કોઈની હમણાં જ બારમાની વિધિ ગઈ હોય એમ, એનું મોઢું પડી ગયેલું. એમાં મને સળી કરવાની ઉપડી કે, ‘ કેમ કોઈ ગયું કે શું..? છોગીયું મોંઢું કેમ..? ’ મને કહે, ‘ગયું નથી, આવે છે, બોર્ડની પરીક્ષા આવે છે. માટે વાળ કપાવવા જાઉં છું..! એના કપાળમાં કાંદા ફોડું, મને તો એ જ નહિ સમજાયું કે, બોર્ડની પરીક્ષાને મગજ સાથે લેવા દેવા, વાળ સાથે શું નિસ્બત? પણ મરણની ટાલ કરાવવા જતો હોય, તેવો જવાબમાં જુસ્સો જોઇને, એની સાથે ઝાઝી પ્રશ્નોતરી કરવાની મારી હિમત નહિ ચાલી..! બાકી પેટા પ્રશ્ન તો એવો હતો કે, બોર્ડની પરીક્ષા આવે તો ...Read More