મારી દોડ

(21)
  • 13.5k
  • 0
  • 5.2k

નાના નાના અંતરાલની અપૂરતી ઊંઘ હોવા છતાં પાંચ વાગ્યે એકદમ એક્ટિવ લાગી રહ્યું છે. જ્યારે કોઈ પણ કાર્ય તેના અંતિમ પડાવ પર આવે ત્યારે પરિણામ ની ચિંતા દૂર કરીને નવા અનુભવ ને માણવાની મારી આદત ને તમે મારી સ્ટ્રેન્થ કહી શકો છો. જ્યારે વિચારો થી મન હટાવવું હોય ત્યારે હંમેશા વ્યસ્ત થઈ જવું જોઈએ. તેના પરિણામ સ્વરૂપે, બંને પગમાં ગરમ પટ્ટો, જાડા મોજા, ઠંડીથી બચવા થર્મલ સાથે ટ્રેક પહેરીને 10 થી 15 મિનિટમાં હું તૈયાર છું. જ્યારે તમે કંઇ પણ નવું શીખો ત્યારે હંમેશા શૂન્યથી શરૂઆત કરો, તે કામની ની નાનામાં નાની વસ્તુ પર ધ્યાન દોરશે. ટ્રેનિંગ દરમિયાન મેં મારા લાઈટ-સ્પોર્ટ શુઝ ની પસંદગી, પહેરવાની રીત અને ખાસ તો તેને દોરી બાંધવાની રીત શીખી હતી. હમણાં લાગે છે ત્યાં નાની શીખ કેટલી મહત્ત્વની છે. યોગ્ય પદ્ધતિથી દોડતા સમયે તમારા શુઝ ખુલતા નથી, તે વધુ ટાઈપ પણ નહીં થાય અને તમે ચિંતામુક્ત રહેશો. સ્પોર્ટ શૂઝ આખી ટ્રેનિંગ દરમિયાન સૌથી મહત્વનું સાથી રહ્યા છે મારી સાથે સાથે આજે તેઓ પણ પરીક્ષા આપશે.

Full Novel

1

મારી દોડ - 1

નાના નાના અંતરાલની અપૂરતી ઊંઘ હોવા છતાં પાંચ વાગ્યે એકદમ એક્ટિવ લાગી રહ્યું છે. જ્યારે કોઈ પણ કાર્ય તેના પડાવ પર આવે ત્યારે પરિણામ ની ચિંતા દૂર કરીને નવા અનુભવ ને માણવાની મારી આદત ને તમે મારી સ્ટ્રેન્થ કહી શકો છો. જ્યારે વિચારો થી મન હટાવવું હોય ત્યારે હંમેશા વ્યસ્ત થઈ જવું જોઈએ. તેના પરિણામ સ્વરૂપે, બંને પગમાં ગરમ પટ્ટો, જાડા મોજા, ઠંડીથી બચવા થર્મલ સાથે ટ્રેક પહેરીને 10 થી 15 મિનિટમાં હું તૈયાર છું.જ્યારે તમે કંઇ પણ નવું શીખો ત્યારે હંમેશા શૂન્યથી શરૂઆત કરો, તે કામની ની નાનામાં નાની વસ્તુ પર ધ્યાન દોરશે. ટ્રેનિંગ દરમિયાન મેં મારા લાઈટ-સ્પોર્ટ ...Read More

2

મારી દોડ - 2

આગળના ભાગમાં આપણે જોયું કે પરીક્ષાના મેદાન પર પહોંચતા જ અમને એક લાઈનમાં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ દરેકને નંબર આપવામાં આવે છે. હવે આગળની પ્રક્રિયા...... *************************** દરેક વિચારો અને ચિંતા ખંખેરીને પરીક્ષા પ્રક્રિયા માટે હું આગળ વધી ... બંને પગમાં લગાવવામાં આવતા સ્કેનર, બાયોમેટ્રિક ટેસ્ટ, ડોક્યુમેન્ટસ ની ચકાસણી, દરેક જગ્યાએ લગાવેલ કેમેરા, વિડીયોગ્રાફી ...ઓહો !! કેટલું બધું. આટલી બધી ટેકનોલોજી નો ઉપયોગ અને પારદર્શકતા જોઈને થોડીક વાર કોઈને પણ કોમનવેલ્થ ગેમની યાદ અપાવી શકે છે. ગેર-નીતિને રોકવા માટે આટલી બધી વ્યવસ્થા કરેલી છે. આ જોઈને મને માન થયું. દરેક જણ અલગ અલગ લાઈનમાં દરેક ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યા ...Read More

3

મારી દોડ - 3

આગળ આપણે જોયું કે હજી દોડ શરૂ થવાની કેટલીક વાર છે. દરેક પ્રતિ સ્પર્ધી ને એક ટેન્ટમાં બેસાડવામાં આવ્યા સમય પસાર કરવા માટે કોઈક વાતો કરી રહ્યું છે. તો કોઈ આંટા ફેરા મારી રહ્યું છે. જ્યારે હું સમયથી જરાક પાછળ પ્રેક્ટિસના પાછળના દિવસો ની સ્મૃતિને માણી રહી છું. *******************આજથી આશરે દોઢ મહિના પહેલા... ડિસેમ્બરની શરદીના દિવસોમાં વહેલી સવારે ઉઠવું સૌપ્રથમ શીખ ગણાવી શકાય. દોડવાનો નહીંવત અનુભવ હતો મને, તેમ છતાં એક જીદ સાથે ગામના તળાવ પાસે મેં દોડવાનું નક્કી કર્યું. હું વહેલી સવારે ત્યાં પહોંચી ગઈ વાતાવરણ ખુશનુમાં હતું. ઘણા લોકો ચાલતા દોડતા હતા. Youtube પર દોડવા પહેલાની એક્સરસાઇઝ ...Read More

4

મારી દોડ - 4 - છેલ્લો ભાગ

મગજ અને મેદાન બંને પરથી ધુમ્મસ હટી ગયું અને દોડ શરૂ થઈ ગઈ હતી. અરે વિચારો અને વિચારોમાં નંબર કરવાનું ભુલાઈ ગયું ને? હંમેશા શબ્દોની ગોઠવણમાં આંકડા ભુલાઈ જાય છે. ફરી એકવાર નંબર હું રટન ચાલુ કર્યું. બસ હવે થોડી ક્ષણ અને ગમે ત્યારે આ નંબર બોલાશે. થોડા સમય પહેલા જ્યારે ખાલી બેઠા હતા ત્યારે ટિપ્પણીઓ થતી હતી કે બેસાડી રાખ્યા છે, આ શું માંડ્યું છે? અમારા પગ અકળાઈ જશે વગેરે વગેરે... અને જ્યારે દોડ શરૂ થઈ ગઈ ત્યારે પાછું મન મસ્તિક પર ડરે પોતાનો સામ્રાજ્ય જમાવી લીધું. " 1153 " આખરે વારો આવી ગયો. જ્યારે ખરેખર એ પરીક્ષા ...Read More