લવ ફોરેવર

(163)
  • 42.1k
  • 18
  • 21.7k

"અરે..... આ લાસ્ટ ચાન્સ છે જો આ ઈન્ટરવ્યુ પણ મિસ થઈ ગયું તો પૂરું. પપ્પા મને તેમની પાસે બોલાવી લેશે." પાયલ ખૂબ જ ચિંતા માં હતી. પાયલ એક જગ્યા એ ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના કારણે લેટ થઈ ગઈ હતી. પાયલ ઓફિસના બિલ્ડિંગ પાસે ઉતરી અને ઓટો વાળાને પૈસા આપી બિલ્ડિંગ ના મેઈન ગેટની અંદર આવી. પાયલ ઝડપથી અંદર જઈ રહી હતી. ત્યા સામે રસ્તામાં પાયલ ની ઉંમરનો એક છોકરો ઊભો હતો. પરંતુ તેને જોઈને લાગતું હતું એ એડ્રેસ ભૂલી ગયો હતો. કારણ કે આ એક કોમર્સિયલ બિલ્ડિંગ હતું. બધા લોકો એકદમ ફોર્મલ અને વેલ ડ્રેસ હતા. જ્યારે પેલો તો જાણે કોઈ ડાન્સ ક્લાસ માટે આવ્યો હોય એવું લાગતું હતું. હજુ ઊઠીને આવ્યો હોય એમ વાળ એકદમ અસ્તવ્યસ્ત હતા. નીચે શોર્ટ્સ પહેર્યું હતું અને ઉપર ટી શર્ટ હતું અને એની પર જેકેટ હતું. કાન પર હેડફોન્સ લગાવ્યા હતા અને ભાઈ પોતાની મસ્તીમા આંખો બંધ કરીને ડાન્સ કરી રહ્યા હતા. તેની બાજુમાથી એક કચરાવાલા ભાઈ મોટી ડસ્ટબીન લઈને જઈ રહ્યા હતા. પેલાનું ધ્યાન રહ્યું નહી અને ડાન્સ કરતી વખતે તેનો પગ પેલા ભાઈ સાથે અથડાયો અને પેલા ભાઈના હાથમાંથી ડસ્ટબીન છૂટી ગયું અને પાયલ પર પડ્યું. પાયલ પર બધો કચરો આવ્યો એટલે એના કપડા ખરાબ થઈ ગયા હતા. પાયલ એકદમ ગુસ્સામાં આવી ગઈ હતી.

Full Novel

1

લવ ફોરેવર - 1

Part :-1 "અરે..... આ લાસ્ટ ચાન્સ છે જો આ ઈન્ટરવ્યુ પણ મિસ થઈ ગયું તો પૂરું. પપ્પા મને તેમની બોલાવી લેશે." પાયલ ખૂબ જ ચિંતા માં હતી. પાયલ એક જગ્યા એ ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના કારણે લેટ થઈ ગઈ હતી.પાયલ ઓફિસના બિલ્ડિંગ પાસે ઉતરી અને ઓટો વાળાને પૈસા આપી બિલ્ડિંગ ના મેઈન ગેટની અંદર આવી. પાયલ ઝડપથી અંદર જઈ રહી હતી. ત્યા સામે રસ્તામાં પાયલ ની ઉંમરનો એક છોકરો ઊભો હતો. પરંતુ તેને જોઈને લાગતું હતું એ એડ્રેસ ભૂલી ગયો હતો. કારણ કે આ એક કોમર્સિયલ બિલ્ડિંગ હતું. બધા લોકો એકદમ ફોર્મલ અને વેલ ડ્રેસ હતા. ...Read More

2

લવ ફોરેવર - 2

Part :- 2 " હેલ્લો ભાઈ!!!, હું નિશાંત રોડ પર આવ્યો છું. તમારે કાઈ જોઈએ છો તો લઈ આવું??" એ પોતાની કારમાંથી બહાર આવી અમન ને કોલ કર્યો." હા જોઈએ તો છે...... ત્યાં સામે જો એક બુક સ્ટોર છે ત્યાંથી એક બુક લેવાની છે." અમને થોડી વાર વિચાર્યું અને પછી કહ્યું." કઈ ટાઈપ ની બુક જોઈએ છે....?? થ્રીલર, હોરર , નોવેલ કે પછી લવ સ્ટોરી....હે....??" કાર્તિક એકદમ મજાક કરતા બોલ્યો." હાઉ ટુ બિકમ મેચ્યોર..??" અમન બોલ્યો." હે....!! તમે તો એકદમ મેચ્યોર છો. તમારે શું કરવી છે એ બુક??" કાર્તિક ને અમન ની વાત સાંભળી નવાઈ લાગી." એ બુક મારા ...Read More

3

લવ ફોરેવર - 3

Part :- 3" આર યુ ઓકે.....??" " હા....." પાયલ એ બંધ આંખે જ જવાબ આપી દીધો પછી ધીમેથી પોતાની ખોલી જોયું તો સામે બીજું કોઈ નહિ પણ કાર્તિક ઊભો હતો. " તું સૂતી જ રહે....હું આવું છું." પાયલ સોફા પર બેઠી થતી હતી ત્યાં કાર્તિકે તેને સૂઈ રેહવાનું જ કહ્યું." આ કાર્તિક અત્યારે શું કરતો હશે અહી..??" કાર્તિકે ના પાડી હતી છતાં પાયલ સોફામાં બેઠી થઈ ગઈ અને વિચારવા લાગી." મગજ ને થોડો રેસ્ટ આપીશ તો જલદી સારું થશે." કાર્તિક પોતાનો રૂમાલ ઠંડા પાણીમાં પલાળી ને લાવ્યો હતો એ પાયલ ના માથા પર રાખતા બોલ્યો." આ વળી શું છે...?? ...Read More

4

લવ ફોરેવર - 4

Part :- 4 આજે પાયલ ને કાઈ કામ માં મન નહોતું લાગતુ. સવાર થી સાંજ થવા આવી હતી પણ હજુ ઓફિસ આવ્યો નહોતો. અને એવું પણ નહોતું કે કાર્તિક દરરોજ ઓફિસે આવતો જ. ક્યારેક અમન નું કામ હોય કે પછી ફ્રી હોય તો જ ઓફિસે ચક્કર મારતો. જે પાયલ હંમેશા કાર્તિક ને જોઈ મોઢું બગાડતી એ અત્યારે એની રાહ જોઈ રહી હતી. પાયલ એકવાર સરખી રીતે તેનો આભાર માનવા માંગતી હતી. વારેવારે મેઈન ગેટ તરફ નજર કરી લેતી.છ વાગી ગયા હતા બધા લોકો પોતાના ઘરે જવા લાગ્યા હતા. પાયલ હજુ પણ પોતાના ટેબલ પર જ બેઠી હતી." પાયલ.... હજુ ...Read More

5

લવ ફોરેવર - 5

Part :- 5" હેલ્લો......" કાર્તિક ઊંઘી રહ્યો હતો એના ફોન ની રીંગ વાગી એટલે આંખ ખોલ્યા વગર જ કોલ કરી કાને રાખી દીધો." તારા મેડિકલ સર્ટિફિકેટ વિશે કોચ પૂછી રહ્યા છે.....ક્યાં છે??" તેના ફ્રેન્ડ નો કોલ હતો." અરે મે મિસ પાયલ ને આપી દીધું છે." કાર્તિક હજુ નીંદરમાં જ જવાબ આપી રહ્યો હતો." મિસ પાયલ એ વળી કોણ?? ક્યાં ડિપાર્ટમેન્ટ માં તે આપ્યું છે??" તેના ફ્રેન્ડને કાઈ સમજાયું નહિ કાર્તિક શું બોલી રહ્યો હતો." અરે....મિસ પાયલ...યાર!!" કાર્તિક તૂટક તૂટક શબ્દો બોલતો હતો." કાર્તિક.......... કોણ મિસ પાયલ યાર...??" પેલો સામેથી થોડા ઊંચા અવાજે પૂછી રહ્યો હતો." અરે સોરી યાર!! મિસ ...Read More

6

લવ ફોરેવર - 6

Part :- 6 કાર્તિક પાયલ ના ચેહરાને જોઈ રહ્યો. પાયલ નો ચહેરો થોડો મુરઝાઇ ગયેલો થઈ ગયો હતો. પછી વિચાર્યું અને કહ્યું,"પાયલ......."" ડોન્ટ વરી, આઈ એમ ફાઈન!!" પાયલ જાણે જાણતી હતી કે કાર્તિક તેને કેમ છો હવે એવું જ પૂછવા માંગતો હતો એટલે એની પેહલા જ જવાબ આપી દીધો." ગુડ....!!!" કાર્તિક એ હળવું સ્મિત કર્યું." મારો જન્મ થયો અને હું હજુ છ મહિનાની હતી ત્યાં જ પપ્પા ને અબ્રોડ થી જોબ ઓફર આવી એટલે મમ્મી પપ્પા મને લઈ ને ત્યાં જતાં રહ્યા. દાદા દાદી અહી નોઈડા જ રહેતા. હું ત્રણ વર્ષની થઈ ત્યાં મારી તબિયત ત્યાં બહુ સારી રેહતી ...Read More

7

લવ ફોરેવર - 7

Part :- 7 પાયલ ખૂબ ગભરાઈ ગઈ હતી. એને સમજાયું નહી આગળ શું કરવું...??" હેલ્લો.... મને કાર્તિક મલ્હોત્રા ના આપો ને...પ્લીઝ!!" પાયલ ને કાઈક યાદ આવ્યું અને તેને ઓફિસના રિસેપ્શન પર કોલ કરી નંબર મેળવી લીધા. પાયલ એ ઝડપથી કાર્તિક ને કોલ કર્યો. રીંગ વાગી રહી હતી પણ કોઈ રીસિવ કરતું નહોતું. પાયલ એ કાર પાસે જઈ અંદર જોયું તો મોબાઈલ કારમાં જ વાગી રહ્યો હતો." હે ભગવાન........." પાયલ કાર પાસે જ બેસી ગઈ અને રડવા લાગી. " પાયલ.......!!!" પાયલ એ પોતાનું નામ સાંભળી ઉપર જોયું તો સામે કાર્તિક ઊભો હતો અને એ પણ એકદમ સહી સલામત હતો." કાર્તિક.....!!!! ...Read More

8

લવ ફોરેવર - 8

Part:- 8પાયલ એકદમ રેડી થઈ ને કાર્તિકની રાહ જોઈ રહી હતી. પાયલ એ બ્લેક શોર્ટ ડ્રેસ પેહર્યો હતો. હેર જ રાખ્યા હતા. પાવર રેડ શેડની લિપસ્ટિક લગાવી હતી અને બ્લશર ની તો જાણે જરૂર જ ન્હોતી કારણકે પાયલ પેહલેેથી જ એટલી બ્લશ કરી રહી હતી. અને ઉપરથી એના ચહેરા પર રહેલી ખૂબસૂરત હસી એને વધારે જ ખૂબસૂરત બનાવી રહી હતી." હવે અરીસા સામેથી ઊભી થાય તો સારું આ પાગલ છોકરી...!! બિચારો અરીસો આનો ચહેરો જોઈ થાકી ગયો હશે." રીમા બેડ પર બેઠી બેઠી ક્યારની પાયલ ને જોઈ રહી હતી. કલાક જેવું થવા આવ્યું હતુ પાયલ ડ્રેસિંગ સામે બેઠી એને." ...Read More

9

લવ ફોરેવર - 9

Part :-9" હેય..... ડાર્લિંગ....!! ક્યારની તારી રાહ જોવું છું. મે આજે એક નવી રેસિપી ટ્રાય કરી છે. તારા માટે લઈને આવી છું." રીમા પાયલ ના ઘરે આવી બેઠી હતી. પરંતુ પાયલ કાઈ પણ બોલ્યા વગર સીધી ઉપર પોતાના રૂમમાં જતી રહી. રીમા ને બહુ અજીબ લાગ્યું પોતાને કાઈ જવાબ દીધા વગર જ જતી રહી એટલે રીમા પણ ઊભી થઈ પાયલ ના રૂમ માં આવી. " પાયલ ... શું થયું??" રીમા એ જોયું તો પાયલ પોતાના બેડ માં ઊંધી સૂતી હતી અને રડી રહી હતી. પાયલ ઊભી થઈ રીમાને ગળે લાગી ગઈ." શું થયું....?? ઓફિસમાં કાઈ પ્રોબ્લેમ થયો છે..??" પાયલ ...Read More

10

લવ ફોરેવર - 10 - છેલ્લો ભાગ

Part :-10 (Last part)"વ્હોટ...??" પાયલ ને થોડીવાર લાગ્યું કે પોતાને સાંભળવામાં કાઈક ભૂલ થઈ લાગે છે." હા.... હું એમનો નથી. એ મારા મોટા પપ્પા છે. મારા પપ્પાના મોટા ભાઈ...." કાર્તિક હજુ પણ આકાશને જ જોઈ રહ્યો હતો." તો તારા મમ્મી - પપ્પા...??" પાયલ પૂછવા નહોતી માંગતી પણ તેનાથી પૂછાઈ જ ગયું." પપ્પા ને પેહલેથી જ બિઝનેસમાં ઈન્ટરેસ્ટ હતો. મમ્મી અને પપ્પા કોલેજમાં સાથે હતા. બન્નેના સપના સરખા હતા. કોલેજ પછી બન્ને એ સાથે મળી બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એકદમ સફળ રહ્યો. પછી મમ્મી પપ્પાએ લગ્ન કરી લીધા. મારા મોટા પપ્પા કાઈ કામ ધંધો કરતા નહી અને એમને સટ્ટો રમવાની ...Read More