ગઝલ સંગ્રહ

(6)
  • 10.9k
  • 0
  • 4.8k

1.ગઝલ- નજર અંદાજખૂબ રડ્યો કરગળ્યો એની પાછળ પણ,પડખે નહી,શું લાગે જરા અમથું પણ કાને અથડાશે નહિ?વાત છે આ તો યુગ યુગાંતરથી ચાલતા પ્રેમની,શું લાગે જરા અમથો પણ નશો ચડશે નહિ?હાથ એનો પણ હતો મારા આંસુઓના કારણ પાછળ,શું લાગે જરા અમથો પણ પસ્તાવો થશે નહિ?આ ગામ આખું કરે છે ચર્ચા તારી ને મારી રોજ,શું લાગે જરા અમથું પણ ટોણું મારશે નહિ?જવા દે ને મતલબી વાતો અને મતલબી આ દુનિયા,'હાર્દ' તારા ન હોવાથી કોઈને ફરક પણ પડશે નહિ! -️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' _____________________________________________

1

ગઝલ સંગ્રહ - ભાગ-1

1.ગઝલ- નજર અંદાજખૂબ રડ્યો કરગળ્યો એની પાછળ પણ,પડખે નહી,શું લાગે જરા અમથું પણ કાને અથડાશે નહિ?વાત છે આ તો યુગાંતરથી ચાલતા પ્રેમની,શું લાગે જરા અમથો પણ નશો ચડશે નહિ?હાથ એનો પણ હતો મારા આંસુઓના કારણ પાછળ,શું લાગે જરા અમથો પણ પસ્તાવો થશે નહિ?આ ગામ આખું કરે છે ચર્ચા તારી ને મારી રોજ,શું લાગે જરા અમથું પણ ટોણું મારશે નહિ?જવા દે ને મતલબી વાતો અને મતલબી આ દુનિયા,'હાર્દ' તારા ન હોવાથી કોઈને ફરક પણ પડશે નહિ! -️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' _____________________________________________ ...Read More

2

ગઝલ સંગ્રહ - ભાગ-2

6. ગઝલ - ડૂબવાનું હોય છેપછી જ ધીમે ધીમે હ્રદય સુધી પહોંચવાનું હોય છે,પ્રથમ તો બસ સ્મિતથી કામ ચલાવવાનું છે.પછી એમાંથી ગમે તેમ કરીને ઉગરવાનું હોય છે,કોઈ પણ મુસીબત સામે એકલા લડવાનું હોય છે.અહેસાસ,વિશ્વાસ અને સહવાસ થવા લાગે જ્યારે,અસ્તિત્વ ખુદનું ભૂલી એકબીજામાં ડૂબવાનું હોય છે.એક ગુલાબી સવાર અને નાજુક સ્પર્શ એનો જોઈએ,વર્ષો જૂની વાતોને વાગોળવા પછી મૌન તોડવાનું હોય છે.પીડા અને અવગણનાને બીજે તો ક્યાં ઠાલવી શકે 'હાર્દ',સાંત્વના આપવા દિલને એકલતામાં રડવાનું હોય છે!-️ હાર્દિક ડાંગોદરા 'હાર્દ' _________ ...Read More