સ્ટ્રીટ નં - 69

(7.7k)
  • 609.7k
  • 317
  • 393.2k

દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય કે વિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી કોઈ પણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર... મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ ટવીન્સ હતી બંન્ને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતી એ કોલેજ જવાની તૈયારીમાં હતી. સોહમ પોદાર કોલેજમાંજ ભણીને તૈયાર થયેલો બંન્ને બહેનો પણ એમાં ભણી રહી હતી. પાપા આત્મારામ જોષી મુંબઈ મહાનગર પાલિકા (BMC)માં કારકુન તરીકે કામ કરી રહેલાં એ દાદર ઓફિસમાંજ હતાં. એમને રીટાયર્ડ થવાનાં માત્ર બે વર્ષ બાકી હતાં. માં વંદના જોષી. આમતો ગૃહીણી હતાં પરંતુ સ્થાનિક શિવસેના કાર્યલયમાં પાર્ટ ટાઈમ કામ કરવા જતાં.

Full Novel

1

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 1

સ્ટ્રીટ નં : ૬૯ પ્રકરણ - ૧ દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય કે વિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી કોઈ પણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર... મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ ...Read More

2

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 2

સ્ટ્રીટ નંબર : 69 પ્રકરણ - 2 સોહમ ચર્ચગેટ સ્ટેશનથી દિવાકર પાસેથી તાંત્રિકની માહીતી મેળવીને સીધો ઓફિસે.. સ્ટ્રીટ : 69 પર આવી ગયો. એ એની ઓફીસ બિલ્ડીંગ પાસે આવી ઉભો રહ્યો છે ત્યાં એક સુંદર નવયુવાન છોકરી હવાનાં ઝોંકાની જેમ ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી કઈ છોકરી પસાર થઇ ગઈ ? આટલી બધી ઝડપ ? પસાર થનાર સુંદર યુવતી ઝડપથી પસાર થઇ ગઈ પણ સોહમને કોઈક ખેંચાણ આપી ગઈ. સોહમ ઓફીસ તરફ આગળ વધતો અટકી ગયો ...Read More

3

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 3

પ્રકરણ- 3 સ્ટ્રીટ નં 69 સોહમ લીફ્ટ દ્વારા છઠા માળે આવી પોતાની ઓફિસ પર આવ્યો એને થયું મોડું હશે પણ ત્યાં એની કલીગ શાણવીએ કહ્યું ગુડમોર્નિંગ સોહમ તું લકી છે હમણાંજ બોસે તને યાદ કર્યો છે એમણે કહ્યું છે કે તારો રીપોર્ટ લઈને એમની ચેમ્બરમાં તારે જવાનું છે. સોહમે કહ્યું હજી હમણાં તો આવ્યો. આટલી સવારે શું થયું ? શાણવી એ કહ્યું કંઈક સારાજ સમાચાર છે એવું મને લાગે છે. સોહમ આ નવા બીજા આશ્ચ્રર્ય સાથે રિપોર્ટ લઈને એનાં બોસની ચેમ્બરમાં પ્રવેશ્યો. એનાં બોસ શ્રીનિવાસે એને હસતાં ચેહેરે આવકાર્યો. હેલો સોહમ ગુડમોર્નિંગ.... સોહમે હસીને સામે ગુડમોર્નિંગ કહ્યું પછી ...Read More

4

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 4

સ્ટ્રીટ નંબર : 69 પ્રકરણ – 4 સોહમ પેલી છોકરીને એનાં લેપટોપ સ્ક્રીન પર જોઈને ચમકી ગયેલો અને પેલીએ પૂછ્યું તું મને ચુડેલ સમજે છે ?પછી ખડખડાટ હસી પડે છે. સોહમ અચકાતાં અચકાતાં કહે છે ના.... ના.... હું તો.... ત્યાંજ પેલી સ્ક્રીનમાંથી નીકળી એની સામે જ હાજર થઇ જાય છે. સોહમની બાજુની ખુરશી ખેંચી એની બાજુમાં બેસી જાય છે. આશ્ચર્યથીપહોળી થઇ જાય છે એ આજુ બાજુ જોવે છે બધા પોતપોતાના કામમાં હોઈ છે અને એવું લાગ્યું કોઈને અહીં શું ચાલી રહ્યું છે એની ખબર જ નથી એ કહે છે અહીં.... તમે.... ક્યાંથી ? તમે તો "જીની" જેવા છો. કોણ ...Read More

5

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 5

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ - 5 સોહમ ઓફીસથી બહાર નીકળી સીધો બિલ્ડીંગની નીચે આવ્યો એ રોજ આ સ્ટ્રીટ 69માં જ આવતો ઓફીસ આવતાં જતાં કાયમ આ રસ્તાનોજ ઉપયોગ કરતો છતાં આજ સુધી એને આવો કોઈ ગજબ અનુભવ કદી નથી થયો. સોહમે સ્ટ્રીટની અંદર તરફ જોયું... સ્ટ્રીટમાં ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું એમાંય અંદર તો જાણે અંધારું વધુ ઘેરું હતું. એ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની ઓફીસનાં અને બિલ્ડીંગની અંદરનાં બીજા માણસો ધીમે ધીમે સ્ટ્રીટની બહાર તરફ નીકળી રહ્યાં હતાં. સોહમને કોઈની કઈ ખબર નહોતી એ અંધારાનાં ભાગમાં બે લાલ આંખો ચમકતી જોઈ એ જોઈને ચમક્યો... પણ ખબર ...Read More

6

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 6

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ - 6 સોહમ ઘરે આવ્યો ત્યારે પણ એનાં માટે સરપ્રાઈઝ રાહ જોતી હતી. એ પહોંચ્યો બધાં ખુબ ખુશ હતાં. પાપાનાં રૂમમાં જઈને જુએ છે તો એ બેઠાં હતાં એની બાજુનાં બેડ પર કેટ કેટલી ગીફ્ટ જે એણે મોકલી છે બહેનોનાં નવાં નવાં ડ્રેસ કોસ્મેટીક્સ એ પણ ખુબ મોંઘા... એનાં આઈ બાબા માટેનાં કપડાં ... એનાં પોતાનાં રેડીમેડ બ્રાન્ડેડ કંપનીનાં કપડાં બે લેટેસ્ટ ડિજીટલ વોચ, સૂઝ, બહેનો તથા આઈ બાબાનાં સાઈઝ પ્રમાણેનાં ચંપલ... આ બધું જોઈને સોહમ અવાક થઇ ગયો હતો. બાબાએ એને પૂછ્યું કે “ તને લોટરી લાગી છે ?” સોહમ શું જવાબ ...Read More

7

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 7

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 7 સોહમનાં ઘરે પેલી યુવતી આવી હતી અને સોહમ સાથે વાત કરી રહી વાત કરતાં કરતાં એણે સ્પષ્ટતા કરી કે હું જ છું નૈનતારા તે મને ઓળખી નથી મારી સિદ્ધિનો પ્રયોગ મેં તારા ઉપર કર્યો છે અને એનું ઇનામ તને આપ્યું છે. હવે ફરીથી ક્યારે મળાશે ખબર નથી સોહમ મારાં અઘોરીએ... એમ કહેતાં એની આંખમાંથી આંસુ પડી ગયું... સોહમ આગળ કંઈ પૂછે પહેલાં પેલીએ દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. સોહમ પણ એની પાછળ બહાર નીકળી દરવાજો બંધ કર્યો. સોહમે કહ્યું "પ્લીઝ તમે મને બધી વાત કરો શું થયું ? તમે અઘોરી પાસેથી વિદ્યા ...Read More

8

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 8

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 8 સોહમ નૈનતારાની વિદાય પછી વિચારમાં પડી ગયો કે સિદ્ધિ મળ્યાં પછી પણ મર્યાદાઓ ? હજી એ અઘોરણ તરીકે પ્રસ્થાપિત નથી થઇ... પરીક્ષા પાસ કરી છે પણ ડીગ્રી એનાયત નથી થઇ... નૈનતારા નામ એટલે ચોક્કસ બંગાળણ હશે કેટલી સુંદર, સૌમ્ય અને મીઠી અવાજની માલિક હતી એનામાં સંવેદના ભરપૂર હતી જે મને સ્પર્શી ગઈ... એમણે કાગળમાં શું લખ્યું હશે ? અને બીજો કાગળ સાવ કોરો ? એનું રહસ્ય શું છે ? મારાં જીવનનાં આ બે દિવસ મને કંઈક બીજી યાત્રાએજ લઇ ગયાં જાણે સ્વપ્ન હોય ... સોહમ અંદરનાં રૂમમાં આવ્યો અને એણે એનાં કુટુંબીજનો ...Read More

9

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 9

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 9 સુનિતા સોહમ સાથે વાત કરીને રૂમની બહાર નીકળી. સુનિતાના ગયાં પછી સોહમ વિચારમાં પડ્યો કે સુનિતાની વાત સાવ કાઢી નાંખવા જેવી નથી. ન કરે નારાયણ આ તંત્રમંત્રનાં ચક્કરમાં હું અને મારું કુટુંબ કોઈ મુશ્કેલીમાં ના આવી જઈએ. અત્યારે બધું સારું લાગે છે પણ કોઈ એવી ઉપાઘી આવી તો શું કરીશું ? સોહમે ઘડીયાળમાં જોયું એણે લેપટોપમાં પહેલાં પ્રોજેક્ટ અંગેની ડિટેઈલ્સ જોઈ લીધી પછી હજી બારમાં 10 મીનીટ બાકી છે જોયું એટલે બધાં પ્રોજેક્ટ પહેલેથી અંત સુધી ચેક કરી લીધો ... એ વિચારમાં પડી ગયો કે મંત્ર તંત્ર જંત્ર આ બધાથી આટલી બધી ...Read More

10

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ – 10

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 10 સોહમ અને દિવાકર ચા પીતાં પીતાં વાતો કરતાં હતાં. સોહમે દિવાકરને ધીમેથી કહેતો હોય એમ કીધું કે “મને એક અઘોરણનો ભેટો થઇ ગયો. દિવાકર માટે આશ્ચ્રર્યનો આંચકો હતો એણે પૂછ્યું ક્યાં ? કોણ હતી ? કેવી હતી ?” સોહમે કહ્યું “મારી ઓફીસની લેનમાં જ સ્ટ્રીટ નંબર 69માં...” અને ત્યાંજ દિવાકરે સોહમને કહ્યું “તું શું કહે છે ? સ્ટ્રીટ નંબર 69માં ?એ સ્ટ્રીટતો અંદરથી એટલેકે જ્યાં એન્ડ થાય છે ત્યાંથી પાછળ ખાડી અને પછી દરિયો છે અને એ ધોળા દિવસે પણ અંધારી હોય છે. એનાં છેડે લેનની છેલ્લે અઘોરી ઘણીવાર બેસે છે એ ...Read More

11

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-11

સ્ક્રીટ નં. 69પ્રકરણ-11 સોહમે બધાં સામે એનો પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરેલો. રજૂ કરતાં પહેલાં આખો રીવ્યું કરી લીધો હતો. આખો રીપોર્ટ સમજાવ્યો. એણે બતાવવાનું પુરુ કર્યું અને એનાં બોસ તથા અન્ય કલીગની સામે જોયું સોહમે જોયું કે બધાં એની તરફ જ જોઇ રહ્યાં છે. સોહમે પુરુ કર્યા પછી બધાંનાં ખાસ કરીને બોસનાં રીએક્શનની આશા રાખી હતી.. સોહમનાં બતાવ્યા પછી સન્નાટો છવાઇ ગયો હતો. બધાં મૌનજ થઇ ગયાં. સોહમે બધાં તરફ નજર ફેરવ્યાં પછી એનાં બોસ તરફ જોયું. એનાં બોસે સોહમ સામે જોયું અને જાણે કોઇ તંદ્રા... કોઇ હિપ્નોટીઝમ પુરુ થયું હોય એમ એનાં બોસે હસતાં હસતાં તાળીયો પાડવી શરૂ ...Read More

12

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-12

સ્ક્રીટ નં. 69 પ્રકરણ-12 સોહમને એનાં બોસ ચેમ્બરમાં બોલાવી શાબાશી આપે છે. એને ટીમ લીડર-ઓફીસમાં મેનેજર બનાવી એની રેંક દે છે. સોહમ બધી વાત સાંભળી રહેલો અને એનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી વાત કરે છે.. સામેની વ્યક્તિ બોલે છે "સોહમ તું મારી વાત સાંભળ તારે સામે કોઇ જવાબ નથી આપવાનો.” અને સોહમ આશ્ચર્ય પામે છે એ આગળ સાંભળે છે સામેની વ્યક્તિ બોલે છે "સોહમ તારી સફળતા માટે અભિનંદન પછી એ કંઇક વિચિત્ર રીતે હસે છે અને કહે છે તારે હવે હું કહુ એમ કરવાનું છે મારાં યોગબળ, તંત્ર મંત્રનાં પ્રતાપેજ તને આ બધી સફળતા મળી ...Read More

13

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-13

સ્ટ્રીટ નં. 69 પ્રકરણ-13 સોહમ ઓફીસ બિલ્ડીંગની બહાર નીકળ્યો અને એણે એ સ્ક્રીટની અંદરની તરફ જોયું તો ત્યાં દૂર છોકરી ઉભી છે. એને થયું આટલે અંદર કોણ ઉભું છું ? હું અંદર તરફ જઊં કે સીધો મઠ પર પહોચું ? સોહમને પેલાં ચંબલનાથની કહેલી બધી વાત યાદ આવી એને થયું અંદર કોઇ "બલામાં નથી ફસાવું પહેલાં મઠ પર જઊં..... સોહમે એવું વિચારી સ્ટ્રીટ નં. 69 થી બહાર નીકળી ગયો અને એણે સ્ટેશન તરફથી ક્રાફર્ડ માર્કેટ તરફ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું એને વિચાર આવ્યો હું ટેક્ષી કરીને ઝડપથીજ પહોંચી જઊં ? પાછો વિચાર કર્યો ના ના... ચાલતોજ જઊં ત્યાં ...Read More

14

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -14

પ્રકરણ -14 સ્ટ્રીટ નંબર : 69 અઘોરીની પાછળ પાછળ ગુફામાં ગયાં પછી સોહમને ભાન થઇ ગયું હતું કે શક્તિશાળી અઘોરીની કેદમાં છે અને આ અઘોરી હવે એનું ધાર્યું કરાવી શકશે. એણે હાથ જોડીને અઘોરીને કહ્યું "આપતો ખુબ વિદ્વાન,પ્રતિભાશાળી સંત છો આપનાં તપ અને ભક્તિથી તમને ઈશ્વરે સિદ્ધિઓ આપી છે આપ સિદ્ધપુરુષ છો હું તો સાવ સામાન્ય મધ્યમવર્ગનો યુવાન છું મારાં માથે ઘરની બધી જવાબદારી છે... હું આ કંપનીમાં નોકરી કરું છું. “ “તમારી શિષ્યા નયનતારાં અઘોરણ છે કે કોણ છે મને કંઈ ખબર નથી મને એમાં રસ પણ નથી હું તો ઓફિસથી ઘરે જતાં એ મને મળ્યાં અને ...Read More

15

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ 15

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ 15 સોહમે જયારે અઘોરી બનવા અને તંત્રમંત્ર શીખવા માટે માંગણી કરી ત્યારે અઘોરીજીએ કડક શબ્દોમાં સમજાવ્યું આ કોઈ રસ્તે પડેલી વિદ્યા નથી ખુબ અઘરી અને અકળ વિદ્યા છે જેને તેનાં માટે નથી એમ કહી હડધૂત કર્યો સોહમને. ત્યારે સોહમે કહ્યું "બાપજી મારી યોગ્યતા નહીં હોય તો હું એને લાયક થઈશ આમ મને હડધૂત ના કરો તમે તો તમારું કોઈ કામ સોંપવાના હતાં ને ? અઘોરીજીએ સોહમને કહ્યું "તારામાં તો અઘોરી થવાની આટલી બધી તલપ છે...તું શું મારુ કામ કરવાનો ? મારે કોઈ કામ નથી સોંપવું તું અહીંથી સીધોજ બહાર નીકળી જા...એમાંજ તારું ભલું ...Read More

16

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -16

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -16 સોહમ અને સાવી દરિયે તો પહોંચી ગયાં. પણ સોહમનાં એક વાક્યે સાવીની ખૂણા ભીનાં થઈ ગયાં... સોહમે કહ્યું “તેં મને ખુબ મદદ કરી છે એની સામે તારી શું અપેક્ષા છે ?” સાવીએ સોહમની આંખમાં જોયું એની આંખમાં બોલવા પાછળ નિર્દોષતાજ હતી એટલે એ આખું વાક્ય ગળી ગઈ. દરિયે પહોંચી સોહમે ચોખ્ખી જગ્યાં જોતાં કહ્યું ‘અહીં બેસીએ અહીં ચોખ્ખું છે રેતી કોરી છે અહીંથી હિલોળા લેતો દરિયો પણ સ્પષ્ટ દેખાય છે.” થોડીવાર બંન્ને દરિયા તરફ જોતાં જોતાં ચૂપ બેસી રહ્યાં. સોહમે ચુપકી તોડતાં કહ્યું "સાવી એક વાત પૂછું ?’ સાવીએ સાવ કોરી સપાટ ...Read More

17

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -17

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -17 સાવીની ઊંડાણભરી પણ વાસ્તવિક વ્યવહારીક વાતો સાંભળી સોહમે કહ્યું "વિધીની આ પણ છે કે બધું પામી ગઈ હોવા છતાં તું તરસી છે. એક સાચાં સાથની શોધમાં છું... સાવી આવી અઘોર તપશ્ર્યા કર્યા પછી પણ આવી તરસ હોય ? શું તપમાં સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ ના હોય ? હાં મને તારું બધું જાણવામાં રસ છે... કારણકે હું પણ તને પસંદ કરું છું એ કબૂલું છું કે પ્રથમવાર તું મારી પાસેથી એકદમજ પસાર થઇ ગઈ હતી છતાં તારો ચહેરો મારામાં અંકાઈ ગયો. હતો એક અજબ પ્રકારનું કુતુહલ મને તારાં માટે હતું.” “સાવી તેં મને ...Read More

18

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -18

પ્રકરણ -18 સ્ટ્રીટ નંબર 69 સાવીએ એનાં તથા એનાં કુટુંબ વિશે માહિતી આપી પછી બોલી "હમણાં આટલું... ઘણું હવે અત્યારેજ બધું કહેવા બેસીસ તો મારુ ગળું કે અવાજ પછી કંઈ કામ નહીં કરે ..."એમ કહી સોહમની સામે જોયું પછી બોલી..."સોહમ ખાસ તો તને ચેતવવાજ આવી હતી "... સોહમે આશ્ચર્યથી પૂછ્યું "ચેતવવા એટલે ?" મને કંઈ સમજાયું નહીં...મેં એવું શું કર્યું છે કે તારે ચેતવવો પડે ?” સાવીએ કહ્યું "એમાં આટલા ગભરાવવાની જરૂર નથી એક કહેવત છે ને ? ચેતતો નર સદા સુખી...સીધીજ વાત કરું તને...મેં તને મદદ કરી એ ચંબલનાથનાં હુકમથી કરી હતી એ એક સિદ્ધિની કસોટી હતી...પણ ...Read More

19

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -19

પ્રકરણ -19 સ્ટ્રીટ નંબર 69 સોહમ ઘરે આવ્યો અને એનાં માટે આશ્ચર્યનો પુલીંદો રાહ જોઈ રહેલો. સોહમની ઘરે એની બહેનો રાહ જોઈ રહેલી. સોહમ હજી આશ્ચર્યનાં આઘાતમાંથી બહાર નીકળે પહેલાં એનાં બોસનો ફોન આવી ગયો કે આ ગીફ્ટ એમની કંપનીનાં ચીફ તરફથી મળી છે. સોહમ ત્યાંજ બેસી પડ્યો કે આ શું? આશ્ચર્ય છે ? મને તો સાવી ચેતવણી આપીને ગઈ હતી કે હવે એલર્ટ રહેજે. એણે વિચાર્યું હવે કંઈ આગળ વિચારવું નથી જે થવું હોય થવા દો... કશું મારાં કાબુમાં નથી. આમ પણ સાંજ પડી ગઈ સાવી અદ્રશ્યજ થઇ ગઈ પહેલાં પણ એ ઘરે આવેલી ત્યારે... સોહમે બેલા ...Read More

20

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -20

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -20 સોહમને સાવી સાથે વાત કરવી હતી પણ ખબર નહીં એને શું થયું સાવીનો ફોન કાપી નાંખ્યો...સોહમ પોતે ના સમજી શક્યો કે એણે કેમ એવું કર્યું ? સાવીનો ફરીથી ફોન આવ્યો અને બોલી “ વાત કરતાં કરતાં ફોન કેમ કાપી નાંખ્યો ? શું થયું ?” સોહમે કહ્યું “ખબર નહીં મારાંથીજ કટ થયો. મેં તને એમજ ફોન કરેલો પણ તારો ફોન બીઝી આવ્યો હતો...આપણે મધ્યમવર્ગીય માણસો ...આપણને નાની વસ્તુઓમાં આનંદ આવે અને નાની નાની વાતમાં હર્ટ થઈએ નારાજ થઈ જઈએ આપણને મોટું કશું કરવાનો જાણે હક્કજ નથી..” એમ કહી હસ્યો. સાવીએ કહ્યું “સોહમ વાત ...Read More

21

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -21

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -21 હજી સોહમ વિચાર કરે છે કે આવી કેવી વિદ્યા...સાવીનો ચાલુ વાતે ફોન થાય છે ત્યાંજ સુનિતા એનાં રૂમમાં આવીને કહ્યું “દાદા તમને મળવા તમારી ફ્રેન્ડ આવી છે...” એટલું કહીને જતી રહે છે. સોહમ આશ્ચર્યથી ઉભો થઇ જાય છે અને બહાર આવે છે જુએ છે તો સાવી...એણે વિસ્મયતાથી એની સામે જોયું અને બોલ્યો “સાવી ?” એનાં ઘરમાં આઈ બે બહેનો ટીવી જોતી હતી. આઇએ સોહમ સામે પ્રશ્નાર્થ નજરે જોયું...સોહમે આંખોથી જાણે જવાબ આપી દીધાં અને સાવીને પૂછ્યું “સાવી...એકદમ અચાનક અત્યારે ? હમણાં તો આપણે ફોન ઉપર વાત...” સોહમ આગળ બોલે પહેલાં સાવીએ હસતાં ...Read More

22

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -22

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -22 સોહમ અને સાવી રાત્રીનાં સમયમાં એક દુકાનનાં આંગણમાં બનેલાં ઓટલાં જેવાં ભાગે અવગણીને એકમેકનાં પ્રેમમાં રસતરબોળ હતાં. તેઓ બધું ભૂલીને બસ મધુરસ પીવામાં મશગુલ હતાં. ચારેબાજુ વાહનોનો અવાજ પૈદલ ચાલી રહેલાં માણસોની અવરજવર એમને કશું અડતું નહોતું... ત્યાં આકાશમાં અચાનક વાદળ ઘેરાયાં...દરિયેથી જાણે હમણાંજ પાણી ભરીને આવ્યાં. વીજળીનાં કડાકા અને અનરાધાર વરસાદ પડવાનો ચાલુ થયો...થોડી ભાગમભાગ અને વાહનોના હોર્ન વાગવા ચાલુ થયાં પણ અહીં સોહમ અને સાવીતો પ્રેમ વર્ષામાં કેદ હતાં. બંન્ને જણાં ચુંબન કરી રહેલાં અને વરસતાં રહેલાં અને વરસાદમાં પલળી રહેલાં એમનાં ચહેરાં પર પાણીનાં ફોરાં વરસી સાવીએ ધીમે રહીને ...Read More

23

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -23

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -23 સાવી પ્રેમની વાતોમાંથી અચાનક સોહમનાં શબ્દોનો અર્થ કાઢતી પોતાની આપવીતી કહેવા લાગી એને એનાં દીલનો ઉભરો ખાલી કરવો હતો. સોહમ એને શાંતિથી સાંભળી રહેલો... સોહમને એવો પણ ખ્યાલ આવી રહેલો કે સાવી અઘોર વિદ્યા તરફ કેમ વળી હશે ? એ સાંભળવામાં તલ્લીન બની ગયો હતો. સાવીએ કહ્યું “સોહુ એ દારૂ પીને આવ્યાં અમને આજે પાપા કંઈક જુદાજ લાગી રહેલાં...એમનો ચેહરો બદલાઈ ગયો હતો ખુબ દારૂ પીધો હોય એવું લાગ્યું એ દિવસે હું મારી બહેનો અને માં ઘરમાંજ બેસી રહેલાં...માં ક્યારની કાગડોળે પાપાની રાહ જોઈ રહેલી... મોડી રાત્રી થઇ ચુકી હતી અને પાપાએ ...Read More

24

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -24

સાવી, સોહમને બધી એનાં પાછળનાં ભૂતકાળની વાતો કરી રહી હતી. વરસાદ ધીમો પડેલો...સાવીએ આકાશ તરફ જોઈને કહ્યું “સોહુ વરસી મેઘ પણ થાક્યો...પણ મારી વાચા નથી થાકી એવું થાય તને અક્ષરે અક્ષર કહી દઉં કે મારી સાથે શું વીતી અને પછી મેં કેવું સુખ શોધ્યું...” સોહમે કાંડા ઘડીયાળ તરફ જોઈને કહ્યું “સાવી હજી માંડ અગીયાર વાગ્યા છે... રાત્રી પડતાં મુંબઈગરાને તો જાણે દિવસ ઉગે છે...બધાં પોત પોતાની દોડધામ, થાક ભૂલીને શીતળ રાત માણવા બેબાકળાં થાય છે આતો પાછી વરસાદી રાત...આપણાં જેવાં યુવાન હૈયા તો હવે હીલોળે ચઢશે. આખી દુનિયા ભૂલીને એકમેકમાં પરોવાશે અને ખુબ ખુબ પ્રેમ કરશે...આમેય દિવસ દરમ્યાન ના ...Read More

25

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -25

સોહમે સાવીને એની મનોસ્થિતિ કીધી અને જણાવ્યું “અમારી સ્થતિ સાવ ગરીબ…. બાબાની સામાન્ય સરકારી નોકરીમાં માં ની ઓછી આવક. ત્રણ જણાં ભણનારા ખાનારા...મને નવી નવી નોકરી મળી હતી ઉપરથી હું તાંત્રિકને આપવાનાં પૈસા ક્યાંથી લાવું ? જો મારે રોકાણજ કરવું હોય તો હું એવું રોકાણ કરું મારાં પૈસા -પરિશ્રમ અને શ્રદ્ધાનું કે મારાં કાયમીજ ઉકેલ આવી બધીજ ઈચ્છાઓ પુરી થાય.” “સાવી આપણાં બંન્નેની ઘણી વાતોમાં સામ્ય છે પણ તું તારી વાત આગળ વધાર..” .સાવી સોહમ સામે જોઈ રહી હતી...સોહમ દુકાનનાં શટરને ટેકો દઈને બેસી ગયો એણે પગ લાંબા કર્યા...સાવી તો સોહમનાં ખોળામાંજ સુઈ ગઈ...સોહમે એનું કપાળ ચૂમી લીધું સાવીએ ...Read More

26

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -26

સોહમ સાવીની સામે ને સામે જોઈ બધું સાંભળી રહેલો...સાવીની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં...સોહમે એ આંસુ એની આંગળીના ટેરવે અને મોતીની જેમ પ્રકાશવા માંડ્યું...એનાં ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ ઝળહળી જાણે મોતી જેવું દેખાતું હતું એને ચૂમીને કહ્યું ‘મારી સાવી હું સમજી શકું છું તારાં પાપાની માનસીક અવસ્થા કેવી હશે...એ કેટલાં હારેલાં અને કેટલાં મજબુર હશે કે તેં કીધું અને એ તૈયાર થઇ ગયાં...તને મુકવા જતાં જતાં એમનામાં રહેલો બાપ જાગી ઉઠ્યો હશે એમનાં રૂવાં રૂવાંમાં કેવી વિવશતાએ બળવો પોકાર્યો હશે કે તને કહી દીધું કે સાવી જેવી સ્થિતિમાં રહેવું પડે રહીશું પણ તને...”સાવીએ સોહમનો હાથ હાથમાં લઇ કીધું “સોહું ...Read More

27

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -27

સોહમની છાતી પર માથું રાખીને સાવી બધું કહી રહી હતી અને જયારે તાંત્રિકે એની સામે જોયું પછી એ એમનાંથી થઇ એવું કહેવા સાથે એણે સોહમનાં હાથની હથેળીમાં એનો હાથ મૂકીને જાણે દબાણ કરી લીધું સોહમ બધું અનુભવી રહેલો...સોહમે એને પૂછ્યું પ્રભાવિત થઇ ગઈ હતી એટલે ? તું શું બોલી?સાવીએ સોહમની આંખમાં જોયું એણે ચહેરો સોહમનાં ચહેરાં સામે લાવી દીધો...એણે કહ્યું સોહુ એક તાંત્રિક જયારે સામે વાળાને વશ કરવા કે એને પ્રભાવમાં લાવવા પ્રયત્ન કરે એવું એમણે મારી તરફ જોયેલું હૂતો હજી 17-18એ પહોંચેલી છોકરી સાવ નિર્દોષ અને મને દુનિયા દારીની ખબર નહીં હું એમનાં તરફ ખેંચાઈ રહી હતી...પણ મારામાં ...Read More

28

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -28

સ્ટ્રીટ નંબર- 69પ્રકરણ -28 સોહમ સાવીનાં મોઢે એનાં વીતેલાં ભૂતકાળને સાંભળી વગોળી રહેલો. એનાં જીવનમાં કેવાં કેવાં અનુભવ થયાં સાંભળી અઘોર વિદ્યા અંગે વિચારી રહેલો. સાવીએ પૂછ્યું “કેમ સોહુ ક્યાં ખોવાયો ? હજીતો જસ્ટ શરૂઆત કરી છે કે કેવી રીતે હું પહોંચી એ સમયે કેવી કેવી માનસિકતા હતી...ત્યાં પહોંચ્યા પછી મારાં ઘરે કેવી દશા થઈ હશે ? મારી બહેનો મોટી અને અને નાનકી... મારી માંની માનસિક વેદનાઓ મને યાદ આવી ગઈ મને કેવી કેવી કલ્પનાઓ આવી એ બધું મનમાં રાખી હું માં ગંગામાં મારું શરીર પવિત્ર કરવા ગઈ હતી મને સ્નાન કરી આવવાનો આદેશ હતો”. “ હું નદીમાં પગ ...Read More

29

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -29

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -29 સાવી બોલી “એ સ્ત્રીનાં બધાંજ કપડાં ઉતારી નાંખ્યાં મારી નજર સામે એક સ્ત્રીનું સાવ નગ્ન શબ હતું મને શરમ આવી રહી હતી હું માત્ર 17 વર્ષની આસપાસની છોકરી આવું જોવા ટેવાયેલી નહોતી તાંત્રિક જાણે સમજી ગયાં હોય એમ બોલ્યાં...ચાલ આપણાં આસન લાવ આપણે અહીં આની સામેજ બેસીશું અને હવનયજ્ઞ બીજી વિધી કરીશું...” “એક સ્ત્રીનાં શરીરને જોઈને તારે મારે વિઘી કરવાની છે એમાં એક સ્ત્રીની એટલે કે તારી જરૂર છે. એ પણ ઉભા થઇ ગયાં એમણે હવનકુંડ એ સ્ત્રીની સામે સરસથાપિત કર્યો મેં આસન ગોઠવ્યાં મને કહે તું આ આસન પર બેસી જાં. ...Read More

30

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -30

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -30 સાવી એકાગ્રભાવે સોહમને એ પ્રથમ હવનયજ્ઞનો અનુભવ કહી રહી હતી જાણે અત્યારેજ આહવાન કરી રહી હોય એણે કહ્યું “મને શ્લોક -મંત્ર કંઈ ખબર નહોતી આવડતાં નહોતાં પણ હું મારાં શબ્દોમાં કરગરી રહી હતી હું મારી પ્રાર્થનાનાં શબ્દોનાં લયમાં બરોબર પરોવાયેલી હતી અને અચાનકજ હવનકુંડમાં અગ્નિ પ્રદીપ્ત થયો...ગુરુજીએ મારી સામે જોયું એમનો ચહેરો એકદમ આનંદમાં હતો તેઓ કંઈ એ સમયે બોલ્યાં નહીં પણ એ ખુબ ખુશ હતાં એ સમજી ગઈ હતી હું...” સાવી કહેતાં કહેતાં પાછી એ યાદોમાં ખોવાઈ ગઈ એ સાવ મૌન થઇ ગઈ એણે આંખો બંધ કરી દીધી...સોહમ એને જોઈ રહેલો...થોડીવાર ...Read More

31

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -31

સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -31 સોહમ સાવીનાં પરચાઓથી પરિચિત અને વાકેફ હતો હવે એને કોઈ નવાઈ નહોતી પણ એને એક મોટું આશ્ચર્ય હતું કે આટલી બધી એ જાણકાર, બધુંજ જ્ઞાન કર્ણપિશાચીનીનાં આશિષ છતાં મારાં ઘરમાં શું નેગેટિવ થવાનું છે એને ખબર નથી ? એ છુપાવી રહી છે ? મારી મર્યાદા છે એમ કહીને એ ખસી ગઈ ? મદદ કરવા નથી માંગતી ? એનું વર્તન વાણી સમજાઈ નહીં... સોહમ ઘરમાં આવ્યો ત્યારે મોડી રાત થઇ ગઈ હતી એની પાસેની ચાવીથી ઘરમાં તો આવી ગયો પણ મનમાં વિચારો અને ધૂંધવાટ હતો એણે જોયું કે બધાં ઘસઘસાટ ઊંઘે છે. પાપા ...Read More

32

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -32

સોહમને ટકોર કરેલી કે તારાં ઘરમાં કંઈક નેગેટીવ થવાનું છે એલર્ટ રહેજે જ્યાં મારી મદદની જરૂર પડે કહેજે હું સાથમાંજ છું અને આજે મારાં ઘરમાંજ મારે એલર્ટ થવાની જરૂર પડી છે. હું અઘોરવિદ્યા ભણીને તૈયાર થઇ મારી પાસે સિદ્ધિઓ છે હું ચપટી વગાડતાં તંત્ર મંત્રથી જાણી શકું નિવારણ લાવી દઉં પણ...એને ગુરુનાં શબ્દો યાદ આવી ગયાં. "સાવી તારી પાસે હવે સિદ્ધિ વિદ્યા છે તું અઘોરણ બની ચુકી છું તું આવનારી ઘટનાઓ જાણી શકીશ બીજાનાં ચહેરાં જોઈને એનાં પર આવનાર સંકટને જોઈ શકીશ જો એ તારી પાસે આવે મદદ માંગે તો તું નિવારણ પણ કરી શકીશ...તું સિદ્ધિ અઘોરણ જરૂર છે ...Read More

33

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -33

સોહમ ટ્રેનમાંથી ઉતર્યો અને ચાલતો ચાલતો ઓફીસ જઈ રહેલો. એનાં મનમાં બધાં વિચારો ચાલી રહેલાં. ઓફીસ આવવા નીકળ્યો એ એણે સુનીતાને બોલાવીને ટકોર કરી કે “તેં મને જણાવ્યું નહીં કે તું કોલ સેન્ટર જોઈન્ટ કરવાની છે ? કંઈ નહીં કામ કરવું કંઈ ખોટું નથી પણ તારું ભણવાનું બગડે નહીં એ જોજે તારે છેલ્લું વર્ષ છે પછી તારે આગળ જે ભણવું હોય એ ચાલુજ રાખજે.”“હાં સુની...બીજી ખાસ વાત કે મને તારાં કોલ સેન્ટરની બધીજ ડીટેઈલ્સ આપ તારાં ટાઇમીંગસ ત્યાંનાં કોન્ટેક્ટ નંબર,નામ ,ઓનર કોણ છે ? તારો ઈમિજીયેટ બોસ કોણ ? તારી સેલેરી કેટલી છે ? ઇન્ટરવ્યૂ વખતે શું ટર્મ્સ નક્કી ...Read More

34

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -34

સ્ટ્રીટ નંબર- 69પ્રકરણ -34 સાવીની સામે વિચિત્ર ડ્રેસવાળી છોકરી આવીને કહ્યું “તું અહીં કેમ આવી છે ? તને બોલાવી ? તારું નામ શું છે ? તું આટલે સુધી અંદર કેવી રીતે આવી”સાવીને હવે ખબર પડી ગઈ કે આ લોકોને શક થઇ ગયો છે બહાર રીસેપશન પર કંઈ પૂછ્યું નહીં હું અહીં સુધી આવી ગઈ પછી આ પૂછપરછ ? એણે ચારેબાજુ જોવા માંડ્યું એને સીસીટીવી કેમેરાં ક્યાંય જોવા ના મળ્યાં એને થયું સ્પાય કેમેરાં હશે. એણે બધેથી વિચારતું મન સ્થિર કરીને પુરા વિશ્વાસ સાથે કહ્યું “એય તું મને એવી કેવી રીતે બોલાવે છે ? આ વાત કરવાની રીત છે ? ...Read More

35

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -35

વીનાં વાગ્બાણથી ઘવાયેલો અને ગુસ્સામાં ધૂંધવાયેલો હસરત વધું ભુરાયો થયો. એણે સાવીને પોતાનાં તરફ ખેંચી અને એનાં બાહોમાં લેવા કર્યો. સાવી એનાં હાથમાંથી સરકી ગઈ પણ એનાં શરીરની ગંધ એનાં નાકમાં પ્રસરી ગઈ સાવીનાં થયાં સ્પર્શથી હસરત વધુ કામાંધ થયો એણે કહ્યું “આજે તને નહીં છોડું તારી પાસે ગમે તેવી શક્તિ હોય તો મારામાં પણ મારાં મઝહબની તાકાત છે” એમ કહી એણે આંખો બંધ કરીને કોઈ આયાત ગણગણવાં લાગ્યો. સાવીને થયું આને મારી બધીજ ખબર છે એણે આવી તૈયારી ક્યારે કરી ? મારી આટલી ઝીણી ઝીણી જાણ કેવી રીતે થઇ ? અન્વી આની સાથે ભળેલી છે ? મારી બહેન ...Read More

36

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -36

વીની આંખમાંથી સતત અશ્રુધારા નીકળી રહી હતી પેલો નરાધમ અગમ્ય અગ્નિથી બળી રહેલો. એનાં શરીરનાં માંસની બળવાની વાસ બધે રહી હતી જ્યાં ગુલાબની સુવાસ હતી ત્યાં માનવીનાં શરીરનું માંસ બળવાની વાસ ગંધાઈ રહી હતી. એનાં રૂમમાં એનાંથી અભડાયેલાં એનાં સ્પર્શમાં આવતાં બધાં કપડાં, પડદાં, સોફા, જાજમ બધુજ બળી રહ્યું હતું ધીમે ધીમે આખા ખંડમાં આગ પ્રસરી હતી. સાવીનો ચહેરો પછી આ બધી અગ્નિની પરાકાષ્ઠા વધતી જોઈને ક્રૂર રીતે હસી રહ્યો હતો એનાં વાળ છુટા થઇ ગયાં હતાં એની આંખ ભયાનક રીતે વિસ્ફારીત થઇ ચુકી હતી એનો ચહેરો વિકરાળ લાગી રહ્યો હતો. સાવીનાં ચહેરાં પર વિજયી હાસ્ય હતું પણ એમાં ...Read More

37

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -37

સોહમે એનાં બોસને રજા આપવા રીકવેસ્ટ કરી અને એ ઘરે આપવા નીકળ્યો. એનાં બોસને થોડું આશ્ચર્ય થયું કે સોહમ અચાનક રજા લેવા કેમ નીકળ્યો ? પણ હમણાંથી એનું કામમાં પરફોર્મન્સ સારું હતું એટલે એનાં ઉપર ખુશ હતાં એટલે કહ્યું સારું તું જઈ શકે છે પણ ઘરેથી કામ પૂરું કરીને મને રીપોર્ટ કરી દેજે. સોહમે થેન્ક્સ કહ્યું અને નીકળી ગયો. સોહમ ઓફીસ બિલ્ડીંગમાંથી નીચે ઉતર્યો અને એની નજર સ્ટ્રીટનાં અંદરનાં ભાગ તરફ પડી...એનાં આશ્ચર્ય વચ્ચે એણે જોયું એની નાની બહેન સુનિતા અંદર તરફ જઈ રહી છે એણે જોયું આતો અઘોરીની જગ્યા તરફ જઈ રહી છે અને સુનિતા આ સમયે અહીં ...Read More

38

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -38

સાવી ધ્યાનમાં બેઠી બધુંજ જાણે જોઈ રહી હતી. એણે જોયું એનાં પિતા જે સ્ટુડિયોમાં કામ કરતાં એનો માલિક અચાનક બોર્ડ ચીતરાતા, તૈયાર થતાં હતાં ત્યાં આવી ચઢ્યો. એણે પેઈન્ટર નવલકિશોરને થોડી સૂચના આપી અન્ય માણસોને બોર્ડને ઉંચકીને અંદર લાવવા કીધાં. ત્યાં અચાનક એની નજર અન્વી ઉપર પડી એ એનાં પાપાની સૂચનાથી પીંછી અને બ્રશ સાફ કરી એકઠાં કરી રહી હતી. ત્યાં સ્ટુડીયો માલિક હસરતની નજર અન્વી ઉપર પડી... એ જુવાન છોકરી તરફ જોઈ રહ્યો એ જે રીતે બેઠી હતી એનાં વક્ષસ્થળ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને જુવાની જાણે ડોકીયાં કરતી હતી. હસરતની અંદરનો વાસનાનો રાક્ષસ સળવળી ઉઠ્યો એની જીભ ...Read More

39

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -39

નવલ એની પત્નિ કમલાને સાંભળી રહેલો. એનો ફોન ચાલુજ હતો ત્યાં ઇકબાલનો માણસ કાદીર...ત્યાં આવ્યો અને બોલ્યો "એય નવલ કુ ઇકબાલ સાબ બુલા રહે હૈ બાદમેં ફોન પે બાત કરના.. ચલ..” અને એ બધુંજ કમલાએ સાંભળ્યું નવલે ફોન બંધ કર્યો અને કહ્યું "ચલ... પર ક્યાં કામ હૈ ?પેલાએ કહ્યું "મુઝે નહીં માલુમ તું ચલ... "નવલ કાદીરની સાથે ગયો અને ઇકબાલની કેબીનમાં પ્રવેશ્યો. ઇકબાલે કાદીરને કહ્યું "બસ તું ચલ યહાંસે" પછી નવલ તરફ હસીને કહ્યું “ક્યાં બાત હૈ નવલ તેરી તો નીકલ પડી... “નવલે કહ્યું "કેમ સર શું થયું ?" મૈને ક્યા કીયા ?” ઇકબાલે કહ્યું “અરે ડરતા કાઇકુ હૈ ...Read More

40

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -40

હસરત એની ચેમ્બરમાં સ્ક્રીન પર એની કોરીયો ગ્રાફર પલ્લવી અરોરાનાં ગીતનું સ્ક્રીનીંગ જોઈ રહેલો એણે ગીત જોતાં એનાં વખાણ ત્યાં ઉભેલો નવલ થોડાં સંકોચ અને થોડાં ડર સાથે બધું જોઈ રહેલો. હસરતે પલ્લવીને એનાં તરફ ખેંચી અને એનાં હોઠ પર ચુસ્ત ચુંબન કરીને કહ્યું “વાહ તારાં હોઠ તો મધુશાલા છે.” એણે પેલીને એનાં તરફ ખેંચી રાખી હતી નવલ બધું જોઈ રહ્યો છે એ હસરતને ખબર હતી એણે નવલને કહ્યું “ક્યા પેઈન્ટર મહાશય દેખા યે ગીત કિતના પ્યારા હૈ ઓર ઉસસે ભી પ્યારી યે હસીના હૈ. નવલ યે ગ્લાસ ઉઠાઓ ઓર આપના પેગ બનાઓ...બેઠો યાર શરમાઓ મત...થોડી દિલ્લગી થોડાં પ્યાર ...Read More

41

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -41

સાવી અને તન્વીએ ઘરમાં પ્રવેશ કર્યો અને સાવીએ જોયું ઘરનું વાતાવરણ એકદમ ગંભીર અને શાંત છે માં નું મોઢું છે ચહેરો સુજી ગયો છે. અન્વી એકદમજ ગંભીર અને ચહેરો સખ્ત છે. પાપા ડ્રીંક લઇ રહ્યાં છે. સાવીને સમજતાં વાર ના લાગી કે ઘરમાં કંઈક ગંભીર અને અજુગતું બની ગયું છે... હજી એને અઘોરણ બને અને ઘરમાં આવે થૉડોકજ સમય થયો છે એ એની રીતે બધું સરખું કરવાં પ્રયત્ન કરી રહી છે. ઘરમાં સુખ સુવિધા ઉભી થાય એનાં પ્રયત્ન કરી રહી છે નાની તન્વીને જોઈએ તેવાં કપડાં, ભણવાનું મટીરીયલ બધું લાવી રહી છે એ એની લાડકી છે... સાવીને ચોક્કસ ખબર ...Read More

42

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -42

અન્વી એક અનોખા આત્મવિશ્વાસથી સ્ટુડીયોમાં પ્રવેશી. સીસીટીવી કેમેરામાં એનાં આગમનની નોંધ થઇ ગઈ સાથે માં કમલા પણ હતી બંન્ને પોતાનાં વિભાગમાં કામ પર જવા જુદા પડ્યાં. કમલાએ કહ્યું “દીકરા તું તારી જાતે બધું સાચવવાની છે પણ જરૂર પડે મને બોલાવજે હું તારાં સાથમાંજ છું.” કહીને સ્ટીચીંગ વિભાગમાં ગઈ. અન્વી એને સોંપેલા કામ પર ધ્યાન દઈ રહી હતી એણે જોયું આદી આવી રહ્યો છે એણે કામમાંજ ધ્યાન કેન્દ્રીત કર્યું આદીએ એની નજીક આવીને પૂછ્યું “કેમ તારાં પાપા નથી આવ્યાં આજે ? ક્યાંય દેખાયા નહીં એમની જગ્યાએ નથી... એમની તબીયત તો સારી છે ને ? મને જાણવા મળ્યું છે કે કાલે ...Read More

43

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -43

ન્વીએ આદીને કહ્યું હું મારાં પ્લાનમાં સફળ થઈશજ. જો હું નિષ્ફ્ળ ગઈ તો હું તને કદી મોં નહીં બતાવું... વિચારમાં પડી ગયો.એણે સ્ટુડીયોમાં લાગેલાં સીસીટીવી કેમેરાની પરવા કર્યા વિનાં અવનીને વળગીને કીસી કરી અને કહ્યું અન્વી આપણે પ્રેમનો એકરાર નથી કર્યો પણ શુક્ષ્મ બંન્નેને ખબર હતી કે આપણે એકબીજાને ખુબ પસંદ કરીએ છીએ મને તારી પરવા છે આઈ લવ યું. અન્વીએ આદીને સાંભળ્યો અને બોલી... આદી લવ યું પણ અત્યારે સમય એકબીજાને પ્રેમ જ્તાવવાનો નથી રહ્યો મારે પહેલાં મારી જાતને બચાવવાની છે. મેં પ્લાન કીધો એ હું તક આવે અમલમાં મુકીશ. આદી અમે ઘરનાં ત્રણ વ્યક્તિ અહીં એકજ જગ્યાએ ...Read More

44

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -44

સોહમ સાવીની વાતો સાંભળીને નીચેજ બેસી ગયેલો શું બોલવું શું વિચારવું કંઈ ખબર નહોતી પડતી જાણે કલાકોમાં આખી દુનિયાજ ગઈ. સાવીએ એને જે જે ઈતીથી અંત સુધી બધુંજ કીધું હતું સોહમની આંખમાં આંસુ આવી ગયા... આ શું થઇ ગયું ? સાવીની સિદ્ધિઓએ એને સાથ ના આપ્યો ? અન્વીનું શું થયું એ મરી ગઈ હશે ? એ ખુબ વિહવળ અને શોકમાં ડૂબી ગયો. સુનિતા તો એને સાવ વિસરાઈ ગઈ હતી એ થોડીવાર બેસી રહ્યો કેટલાંય કલ્પાંત પછી ઉઠી ઘરે જવા નીકળ્યો. *****સાવી પલકારામાં અન્વી પડી હતી ત્યાં પહોંચી ગઈ. હસરતની ઓફીસની બિલ્ડીંગ ભડકે બળી રહી હતી અનેક લોકોનાં ટોળાં ઊભરાયાં ...Read More

45

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -45

સોહમ સુનિતાને સખ્તાઈથી ગુસ્સે થઈને બધું પૂછી રહેલો કે સ્ટ્રીટ -69 નાં દરિયા કિનારે જ્યાં કાયમ એકાંત હોય છે બધાં વિધીઓ કરે છે સલામત જગ્યા નથી ત્યાં તું કોને મળવા ગઈ હતી ? મેં મારી નજરે તને ત્યાં જતાં જોઈ છે અને અચાનક ગાયબ થઇ ગઈ. ત્યાં એનાં આઈ બાબા ઘરમાં આવ્યાં. એમણે સોહમને ગુસ્સાથી સુનિતા સાથે વાત કરતો જોયો. આઇએ કહ્યું ‘સોહમ બેટા શું થયું ? સુનિતાએ શું કર્યું ?’ સોહમે કહ્યું “કંઈ નહીં આઈ અમારી વાત છે પણ સુનિતાને જોબ કરવાની જરૂર નથી હું બધો ખર્ચ ઉપાડી લઈશ.”ત્યાં બાબાએ વચ્ચે પડતાં કહ્યું “સોહમ...સુનિતા એની મોર્નીંગ કોલેજ પતાવીને ...Read More

46

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -46

સાવી પસ્તાવામાં આંસુ સાથે ગુરુ સામે ઉભી રહી હતી એની શક્તિઓ કુંઠીત થઇ ચુકી હતી એ હવે અધૂરી અઘોરણ એ ગુરુ સામે જ જોઈ રહી હતી પછી એણે અન્વીનાં શબ તરફ જોયું અને બોલી “દેવ મારાંથી જે થયું એ હવે સુધરવાનું નથી મારી શિષ્યા તરીકે તમને જે દક્ષિણા આપવાની છે એ વિધી પુરી કરાવો.” “ગુરુજી હું જાણું છું હું બધું ગુમાવી ચુકી છું મારો પ્રેમ, મારો રોબ, મારુ ચરિત્ર, મારાં ઉપર લૂંટાઈ ગયાનાં ઘા તાજા છે હું મારાં પ્રેમીને લાયક નથી રહી આ શરીર પણ પેલાં નરાધમથી ચૂંથાયું ચોળાયું અને લૂંટાયું છે હું ક્યાંયની નથી રહી...” “ગુરુજી તમે પૂછ્યું ...Read More

47

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-47

સોહમ ઓફીસ પહોંચ્યો. પહોંચતાજ એને સમાચાર મળી ગયા કે એને એનો બોસ યાદ કરે છે અને ખૂબ ગુસ્સામાં છે. આશ્ચર્ય થયું એ પહેલાંજ એનાં બોસની ચેમ્બરમાં ગયો. બોસે સોહમને જોતાંજ કહ્યું “યસ સર પ્લીઝ કમ એન બી સીટેડ.” સોહમને નવાઇ લાગી એણે પૂછ્યું “બોસ કેમ આમ શું થયું ?” બોસે થોડી નરમાશથી બોલતાં કહ્યું "સોહમ તમારી આ ફાઇલ એમાં તમે જે પ્રોજેક્ટ રીપોર્ટ આપેલો એ પછી એમાં કોઇ અપડેટ નથી કોઇ ડીટેઇલ્સ નથી આપી અમારે કામ કેવી રીતે કરવું ? બે દિવસથી તારાં ઓફીસમાં આવવાનાં ઠેકાણા નથી. તારુ કોઇ કામ દેખાતું નથી શું ચાલી રહ્યું છે ?” બોસે પહેલાં ...Read More

48

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-48

આંખોમાં આંસુ સાથે સોહમ ઓફીસથી નીકળી લીફ્ટમાં ચઢ્યો અને નીચે આવ્યો ત્યાં એનાં મોબાઇલમાં રીંગ આવી એની નાની બેન બોલી રહી હતી" ભાઇ તમે જલ્દી ઘરે આવો સુનિતાને કંઇક થઇ ગયું છે એનાં મોઢામાંથી ફીણ નીકળે છે બેભાન થઇ ગઇ છે આઇ બાબા ઘરે નથી એમની પાસે મોબાઇલ નથી મેં પહેલો તમનેજ ફોન કર્યો છે મને ખૂબ ડર લાગે છે.” સોહમે કહ્યું "ઓહનો એને શું થયું ? કંઇ નહીં તું તાત્કાલિક કોઇ ડોક્ટરને ફોન કર હું ઝડપથી ફાસ્ટ પકડીને ઘરે આવું છું તું ચિંતા ના કરીશ હું આવું છું” સોહમે બે વાર આવું છું આવુ છું કહ્યું પણ એ ...Read More

49

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-49

અઘોરી ગુરુએ ત્રાડ પાડીને મોટેથી કહ્યું “હું ચંબલાથ છું અઘોરીઓનો અઘોરી તું મારી શિષ્યા થઇ પણ અઘોર પણું પચાવી શકી. અમારાં અઘોરતંત્ર મંત્રનાં અભ્યાસ પછી પણ તું તારાં ગુરુની આ અઘોરનાથ ચંબલનાથને વાસનાભર્યો ઠેરવ્યો. તને આની આકરી સજા આપવાનો વિચાર હતો.” “તું કહી રહી છે કે 12 કલાકમાં પાછી આવીશ”. પછી એમણે વિકૃત ખડખડાટ હાસ્ય કર્યું એનાં પડધા આખી ગુફામાં પડી રહ્યાં હતાં. સાવી આ બધાથી પરિચિત હોવા છતાં ગભરાઇ ગઇ આવા પ્રચંડ અટ્ટહાસ્ય પાછળ કોઇ ભેદ કોઇ સંકેત હોય છે એ સમજી ગઇ એ હાથ જોડીને વિનવવા લાગી બોલી "હે અઘોરીઓનાં અઘોરી ગુરુદેવ મહાન ચંબલનાથ આ તમારી દાસીને ...Read More

50

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-50

સાવી ગુરુની અઘોરી ગુફામાંથી નીકળીને ઘરે આવી. એણે એનાં અંઘોરીનાં રહેઠાણ નજીક આવી એનાં એપાર્ટમેન્ટની નીચે લોકોનાં ટોળાં હતાં સમજી ગઈ કે ગુરુએ લાશ ઘરે પહોંચાડી એની ભીડ છે. ત્યાં ટોળામાં ઉભેલાં પાડોશીઓએ સાવીને જોઇ એની પાસે દોડી આવ્યાં. ‘સાવી તું ક્યાં હતી ? અમને તો એવી ખબર હતી તું અન્વીની સાથે હતી ? અનવીને કોણે મારી ? અનવીએ સુસાઇડ કર્યું ? તું એની સાથે કેમ ના આવી ? તારાં ઘરમાં જઇને જો બધાની હાલત... તું તો બધાં હવનયજ્ઞ કરતી હતી તારી બેનને બચાવી ના શકે ?” સાવી કંઇ બોલવા જવાબ આપવાની હાલતમાં નહોતી ત્યાં કોઇ પાછળથી બોલ્યું “એનાં ...Read More

51

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-51

સોહમનાં ઘરનાં દરવાજે ટકોરા પડ્યાં... સોહમને પાકો અંદેશો આવી ગયો કે ચોક્કસ સાવી આવી છે. એણે જોયું બેલા, સુનિતા, બધાં ત્યાંજ સૂઇ ગયાં છે બધાનાં ચહેરાં પર તાણ સ્પષ્ટ દેખાતી હતી થાકેલા શરીર સૂતાં હતાં. એ હળવેથી દરવાજે આવ્યો અને ખોલ્યો.... સોહમે જોયું સાવીજ છે. સાવીનું આવું રૂપ જોઇને એ ભડક્યો. એણે પૂછ્યું “સાવી તું ? અત્યારે ?” સાવીની આંખમાં આંસુ હતાં એણે કહ્યું “સોહમ પ્લીઝ થોડીવાર બહાર આવ મારે તારી સાથે વાત કરવી છે મારી પાસે સમય ઓછો છે.” એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં. સોહમે ઘરમાં એક નજર કરી અને બોલ્યો “ચાલ હું આવું છું” એણે પગમાં ...Read More

52

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-52

સોહમે કહ્યું “-મારાં માટેનો કોઇ બોજ તારે રાખવાની જરૂર નથી પહેલાં તારાં કુટુંબનો બોજ ઉતારજે.. પેલાં હરામી હસરતને માર્યો એને કોઇ સૃષ્ટિમાં કોઇ યોનીમાં છોડીશ નહીં તારાં અઘોરી સાથે જે ચૂકવવાનું હોય ચૂકવી તારાં જીવ માટે કામ કરજે…. હતાં કોઇ લેણદેણ કે સંબંધનાં ઋણ તું મળી...તેં ચૂકવી દીધું અને આ ચૂકવણી મને ખૂબ ભારે પડી છે મારે રસ્તો હું જ કરી લઇશ મારાંમાં તો પાત્રતા હજી અચળ છે..” સાવી સોહમનાં તીર જેવા શબ્દો સહી રહી હતી એ મનમાં તમતમી રહી હતી કંઇ બોલી ના શકી.. એણે કહ્યું “સોહમ તારી બધી વાત સાચી છે મારે પુરુવાર કરવા માટે પણ કંઇ ...Read More

53

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-53

સોહમ સાવીને ક્યારથી સાંભળી રહેલો. સાવી અવિરત બધી હકીક્ત સોહમને જણાવી રહી હતી એણે સોહમને કહ્યું “મેં તને એક આપેલો જે તેં હજી વાંચ્યો નથી વાંચી લેજે આગળની તારી મારી સફર.. સોહમ હું આ મારું મેલું ચૂંથાયેલું ભષ્ટ્ર થયેલું શરીર ત્યાગું છું મારાથી તને કોઇ તકલીફ પહોચી હોય માફ કરજે.” કહીને પાસે રહેલી માચીસમાંથી પાંચ દીવાસળીની સળીઓ એક સાથે સળગાવી પોતાનાં જ કપડામાં આગ લગાવી. અવાચક થયેલો સોહમ એને બળતાં ભસ્મ થતાં જોઇ રહ્યો. સોહમને આર્શ્ચય એ વાતનું હતું. એની પાસે માચીસ કેવી રીતે આવી ? અહીં આવતા જતાં માણસોને ભડથુ થઇ રહેલી સાવી દેખાઇ નહીં ? કોઇએ નોંધ ...Read More

54

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-54

સોહમ સવારે વહેલો ઉઠી ગયો. આમ એ ઊંધ્યો જ નહોતો આખી રાત- પરોઢ વિચારોમાં હતો. સાવીનો કાગળ વાંચ્યા પછી નિર્ણય પર આવી ગયેલો. એનાંમાંથી ઉદાસી ગાયબ થઇ ગઇ હતી. એ ઉઠી ક્રેશ થઇને રૂમની બહાર આવ્યો. બહાર આવીને જોયુ બધાં રોજીંદા ક્રમમાં હતાં બધાં નાહીને તૈયાર હતાં. સુનિતા અત્યારે સ્વસ્થ લાગી રહી હતી. લાગ્યું કે આઇ બાબાએ એની સાથે વાત કરી છે બાબા રાત્રે કેટલાં વાગે આવ્યાં હશે ? બેલા પણ નોર્મલ લાગી રહી હતી. આઇએ સોહમને જોઇને કહ્યું “ઉઠી ગયો બેટા ? સુનિતાને ઘણું સારું છે મેં વાત કરી એની સાથે પણ એને કશું યાદ નથી હવે હમણાં ...Read More

55

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-55

સ્ટ પકડી સોહમ ઓફીસ જવા માટે નીકળ્યો પણ કઇ ઓફીસ ત્યાંથી તો છૂટો કરેલો હતો છતાં એ કંઇક મનમાં કરીને નીકળેલો. ટ્રેઇનમાં કાયમ સફર કરતી ટોળકી જોઇ એ એલોકો પાસે ગયો. બેસવાની જગ્યા પ્રભાકરે કરી આપી. પ્રભાકરે પૂછ્યું પણ ખરું “ભાઉ શું હાલચાલ છે ? સાંભળ્યુ છે તમારી જોબ ગઇ અચાનક કેમ ?” સોહમે શાંતિથી સાંભળ્યુ પછી બોલ્યો "યાર છોડને ચાલ્યા કરે બોસ ગરમ થઇ ગયેલો મારાંથી ટાર્ગેટ પ્રમાણે કામ નહોતું થયું વળી હું થોડાં ફેમીલી પ્રોબ્લેમમાં ફસાયેલું છું તમને તો ખબરજ છે આપણો મીડલ કલાસવાળા માણસોએ બધાં મોર્ચે જંગ લડવાની હોય છે પણ ઠીક થઇ જશે કોઇ ચિંતાની ...Read More

56

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-56

વીનું પ્રેતયોનીમાં પ્રવેશેલું પ્રેત ગુફામાં પ્રવેશ્યું ગુફા સાવ ખાલી હતી દરિયામાં મોજાં ખડાકો સાથે અકળાતા હતાં એનાં અવાજ હતાં પ્રવેશ થયાં પછી અચાનક ગુફામાં પ્રવેશ કરવાનો માર્ગ એકદમજ બંધ થઇ ગયો. ગમે ત્યાં ગતિ કરી શકતું સાવીનું પ્રેત પણ કેદ થયું... સાવીએ બે હાથ જોડ્યાં અને ચંબલનાથ અઘોરીની પ્રાર્થના કરી.. થોડીવારમાં બંધ ગુફામાં પવન ફૂંકાયો અને ચંબલનાથ અઘોરીનું અટ્ટહાસ્ય સાંભળ્યું અને અઘોરી બોલ્યો “તન વિનાનું કોળીયું અદશ્ય રહે તો જીવ અને તું બની પ્રેત... હવે હાજર થઇ છે આ ગુફા બંધ છે અને તારાં અધોરણ થવાનો મને ચૂકવવાની દક્ષિણા કે ભોગ આપવાનો સમય થઇ ગયો છે”. સાવીએ કહ્યું “હું ...Read More

57

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-57

ચંબલનાથનાં મોઢે વાસંતીની કરુણ કથની સાંભળીને સાવી સહેમી ગયેલી એ વાસંતીને ધારી ધારીને જોઇ રેહલી. સામે વાસંતીનું શબ હતું જીવ નહોતો. સાવીનો જીવ પ્રેતયોનીમાં હતો શરીર નહોતું. એ વાસંતીની વાતો સાંભળી એને એનો જન્મ થયેલો અને સાવી તરીકે જીવેલી એ બધુ યાદ આવી ગયું. વાસંતીનાં શરીર ઉપર અંત્યેષ્ઠી પહેલાં ગુલાલ અબીલ ફૂલો ચઢેલાં જોઇ રહેલી એનાં કપાળમાં ચાંદલો હતો લાલચટક... એને થયું એ બધાં શણગારસાથે લાલ ચાંદલો કરતી હશે ? એનાં તો લગ્ન પણ નહોતાં થયાં.. ના કોઇ એવો સાથ સંબંધ કે પ્રેમ... તો કોના માટે આ ચાંદલો ? પરિણીતા નહોતી આ ચાંદલો તો પરીણીતા કરે ? એક વેશ્યા ...Read More

58

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-58

તરનેજા સોહમ સામે લુચ્ચુ હસીને એનો હિસાબ જોવા લાગ્યો. એકાઉન્ટની શીટ જોતો જોતો વારે ઘડીએ સોહમ તરફ નજર કરી બાયડીની જેમ હસી લેતો.. એણે કહ્યું “તારો હિસાબતો મેં તૈયારજ રાખેલો.” એમ કહી એણે નવોઢાની જેમ અંગમરોડ આપીને આંખ મીચકારીને કહ્યું “એય હેન્ડસમ તું ગયો પણ મને ખૂબ યાદ આવતો...” સોહમે ગુસ્સો કાબુમાં રાખીને કહ્યું “તારે શ્રીનિવાસ છે બધે શા માટે નજર બગાડે છે ? ચાલ મારે કેટલા નીકળે છે ?” તરનેજાએ કહ્યું “એ શ્રીનિવાસ તો.. છોડ તારો હિસાબ તારે 38 હજાર લેવાનાં નિકળે છે ઉભો રહે હું સર પાસે જઇને વાઉચર પર સહી કરાવી આવું પછી પૈસા આપું...” એમ ...Read More

59

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-59

સોહમ કોફી શોપ પહોંચ્યો. પ્રભાકર એની રાહ જ જોતો હતો. બંન્ને જણાએ જોયું હમણા ફાસ્ટ છે બંન્ને જણાં દોડીને ચઢી ગયાં. પ્રભાકરે કહ્યું "ભાઉ મને આનંદ છે કે હું તને આજે મારાં અધોરી પાસે મળવા લઉ જઊં છું તારાં બધાંજ પ્રશ્નોનો નિકાલ થઇ જાય તને પણ અઘોરીજીમી કૃપાનો પ્રસાદ મળે”. સોહમે કહ્યું “હું એજ આશાથી તારી સાથે આવી રહ્યો છું. આ ફાસ્ટ જેવી રીતે ગતિ કરી રહી છે એમજ મારાં હૃદયમાં ધબકાર વધી રહ્યાં છે ઝડપથી ધબકી રહ્યાં છે. પ્રભાકર મને એક પ્રશ્ન થાય છે પૂછું ? પણ એનો સાચો સ્પષ્ટ જવાબ આપજે મારાં માટે એ જરૂરી છે”. પ્રભાકરે ...Read More

60

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-60

બે વૃક્ષો વચ્ચેની પગથી પર સોહમ અને પ્રભાકર ચાલી રહેલાં. સોહમે અનુભવ્યું કે એનાં પગ આપો આપ ઊંચકાય છે ડુંગર ચઢાય છે એ અવાચક બનીને પ્રભાકર તરફ જુએ છે. એને આધાત લાગે છે ત્યાં પ્રભાકર છેજ નહીં એ એકલોજ ડુંગર ઉપર જઇ રહ્યો છે અને પોતાનાં પ્રયત્નથી નહીં આપો આપ ઊંચાઇ સર કરી રહ્યો છે એને ડર લાગી ગયો કે આ શું થઇ રહ્યું છે ? પ્રભાકર ક્યાં ગયો ? એની આંખો સતત ડુંગર તરફ જોઇ રહી હતી પ્રભાકરની શોધી રહી હતી પણ પ્રભાકર ક્યાંય ન હતો ? એને થયું પ્રભાકર શું મારી સાથે ખરેખર હતો કે આ અધોરજીની ...Read More

61

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-61

આદેશગીરી બાબા જે કંઇ બોલી રહેલાં. સોહમને જાણે કંઇ સમજાઇ નહોતું રહ્યું આ બધાં શું સહસ્ય છે ? એ રહસ્યની જાળમાં અટવાઇ ચૂક્યો હતો. એ બાબાનાં ચરણમાં દંડવત પ્રણામ કરી બોલ્યો. “બાબા મને કશું સમજાતું નથી..” આદેશગીરીએ કહ્યું “તારી પ્રિયતમાં સાવીએ તને જે કાગળ આપેલાં એ કાગળ તેં વાંચ્યો છે ત્યાર પછીજ બધી ક્રિયાઓ ચાલુ થઇ ગઇ છે. હવે બધાં રહસ્યના પડળ ખૂલતાં જશે. તું આદેશગીરીનાં શરણમાં છું તને હવે કંઇજ નહીં થાય પણ તારે હજી પરીક્ષાઓ આપવી બાકી છે તને હું મારો શિષ્ય બનાવું. એ પહેલાં કસોટીઓમાંથી પસાર થવું પડશે. બોલ મંજૂર છે ?” સોહમે બે હાથ જોડીને ...Read More

62

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-62

સોહમ આદેશગીરી બાબાને એક ચિત્તે ધ્યાનથી સાંભળી રહેલો એક એક શબ્દ એમનો એનાં મનમાં ઉતરી રહેલો સમજી રેહલો એને હતો કે છેવટે આદેશગીરી બાબાએ એમનાં શિષ્ય તરીકે મને સ્વીકાર્યો મને આદેશ આપી જવાબદારી સોંપી.. શું હશે મારો ગત જન્મ ? શું સાવી સાથે મારો.. અનેક પ્રશ્નો હતાં અને બાબાએ જેવી વિદાય લીધી બધી માયા સંકેલાઇ ગઇ એક વાવાઝોડું આવ્યું પવન ફૂંકાયો અને સોહમની આંખ સામેથી બધુ અલોપ થઇ ગયું. સોહમે જોયું તો એ દાદર રેલ્વેસ્ટેશન પર બેઠો છે સાંજનાં 6.00 વાગ્યા છે સ્ટેશન પર ખૂબ ભીડ છે અને એ એકલો એક બાંકડા પર બેઠો છે. સોહમે આંખો ચોળી... બધે ...Read More

63

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-63

સાવીનાં પ્રેતને જે એહસાસ થયો એણે ચંબલનાથને એનાં હુકમને ગણકાર્યા વિના એને નીચ કહી એને પડકાર્યો સાવીએ છેલ્લી ક્ષણે અસલ ગુરુ અધોરીનાં જીવને પ્રેત સ્વરૂપે એક ઓળા સ્વરૂપે જોયાં એમની આંખોમાં આ હલકટ બનાવટી અધોરી માટે ગુસ્સો જોયો. સાવીને સમજતાં વાર ના લાગી એણે પેલાં ચંબલનાથ નામ ધારણ કરેલાં જૂઠ્ઠા બનાવટી અધોરીને પડકાર ફેક્યો ખબર નહીં શું થયું પેલો તાંત્રિક ખુલ્લો પડ્યો અને આખી ગુફામાં આગ આગ થઇ ગઇ. સાવી ખડખડાટ હસી રહી હતી એણે પેલી વાસંતીનાં શબને ગુફાની બહાર લઇ ગઇ અને શબ બચાવી લીધુ પેલો તાંત્રિક અગ્નિમાં બળી રહેલો એ ગુફાની બહાર તરફ દોડ્યો.... બહાર દરિયામાં કૂદી ...Read More

64

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-64

અઘોરીજીએ સાવીને દિશા સૂચન કર્યુ અને એ હવામાં ઓગળી ગયાં. સાવીએ હવે શરીર ધારણ કર્યું હતું હવે આખી દુનિયા જોઇ શક્તી હતી એણે જોયું કે માનવ શરીર મળી ગયુ છે અઘોરીજીએ કહ્યું એમ મારે ઘણાં કામ કરવાનાં છે. મારી અઘોરણ તરીકેની મને શક્તિઓ મળે એવી કામના કરુ છું એને અઘોરીજીનાં શબ્દો યાદ આવ્યાં પ્રથમ કોઇ પવિત્ર સ્થળે મારે જવું જોઇએ શું અઘોરીજી ત્યાંજ ગયાં હશે ? સાવીએ દરિયા તરફ એક તિરસ્કાર ભરી નજર કરી ત્યાં અંઘારામાં પણ દરિયાનાં પાણીમાં મોટી મોટી લહેરો આવી રહેલી ભયંકર ઉછાળ જોયા એણે તુરંતજ ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું... *********** સોહમ એનાં રોજનાં સમયે ...Read More

65

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-65

સોહમનાં આઇબાબા મંદિરથી આવી ગયાં હતાં એમણે સોહમનો રૂમ ખોલાવી બોલાવ્યો ને કહ્યું “સોહમ કેટલાં સારાં સમાચાર છે તારી છોકરી જાતે આ કવર આપી ગઇ હતી અને અમને કહ્યું સોહમતો કંપનીનો જનરલ મેનેજર બની ગયો છે અમે એનું મોં મીઠું કરાવ્યું એ પણ ખૂબ ખુશ હતી પણ બેટા આવો ચમત્કાર કેવી રીતે થયો ?” સોહમે કહ્યું “આઇબાબા તમારાં આશીર્વાદ અને બાપ્પાની કૃપા. મહાદેવ હર હંમેશ આપણી રક્ષા કરે છે એમની આ કૃપાએજ આ દિવસ જોવાનો આવ્યો છે. હું કાલેજ કંપનીમાં જઇને... પણ આઇ તમે મને શું કહેતાં હતાં તમે મંદિરમાં પછી અટકી ગયાં.” આઇએ કહ્યું “સોહમ હું દર્શન કરતી ...Read More

66

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-66

સાવી સોહમને મળવાં આવી પણ એનાં ઘરમાં સૂક્ષ્મ કે સાક્ષાત પ્રવેશ ના કરી શકી કારણ કે એં ભસ્મ થયેલાં ભસ્મ (રાખ) એનાં રૂમમાં એનાં ઘરમાં હતી. સાવીએ કહ્યું “હું મારાં કર્મ પુરા કરવા બીજી સ્ત્રીનો દેહ ધારણ કર્યો છે હું તને ફરીથી મળવા આવીશ ત્યાં સુધી તું તારાં અઘોરીજીનાં આદેશ પ્રમાણે કર્મ પુરા કર.” એમ કહેતાં કહેતાં એની આંખમાં પાણી આવી ગયાં. એ સોહમને ધારી ધારીને રડતી જોઇ રહી હતી. સોહમે કહ્યું “તારી ભસ્મનીજ તને મર્યાદા નડતી હોય તો ભસ્મ હું કોઇ બીજા રૂમમાં મૂકી આવું તું આવી રીતે આવી મને મળીને જવાનું કહે છે મને એનાંથી સંતોષ નહીં ...Read More

67

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-67

સાવી મંદિરનાં પગથીયે આવીને બેસે છે એનું સૂક્ષ્મ મન શાંત નથી એ પ્રાર્થના કરી રહી છે એણે કહ્યું “માઁ પછીતો બધુ છૂટી જાય છે પછી હજી શેનો મોહ કરુ છું ? જીવ જીવથી બંધાયો છે મારો સાચી વાત છે પણ આ પ્રેત થયેલો જીવ તો ભટકતો રહેવાનો.... જેની સાથે જીવ જોડ્યો છે એ જીવ જીવંત છે મારે મારાં સ્વાર્થ કે સાથ માટે એને મૃત્યુને વશ નથી કરવો પણ એતો જીવનનાં ભોગ તરફ આગળ વધી રહ્યો છે શું અધોરીજીએ એને એવો આદેશ આપ્યો ? આપ્યો તો આપ્યો પણ એની પાછળ શું કારણ ?” ત્યાં એનો એનાં ભટકતાં આત્માનો અવાજ સંભળાયો ...Read More

68

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-68

સ્ક્રીટ નં. 69પ્રકરણ-68 પ્રભાકરને જોયો અને સોહમને એને બોલાવ્યો અને પૂછ્યું “જગ્યા મળી ગઇ ?” જવાબમાં પ્રભાકરે કહ્યું “ના ભાઉ મહાલક્ષ્મી પછી મળી. પણ હું આજે લીવ પર છું થોડી ખરીદી કરવી છે કાર્ફડ માર્કેટ ત્થા બધી સ્ક્રીટ ફરીશ હોલસેલ ભાવે મળે એ બધુ ખરીદીશ થોડું રખડીશ”. સોહમે કહ્યું “કેમ શેની ખરીદી ?” પ્રભાકરે કહ્યું “ભાઉ બહેનનું વેવીશાળ નક્કી થયું છે હવે લગ્ન લેવાનાં છે તૈયારી તો કરવી પડશેને. થોડું થોડું કરીને બધુ પતાવું છું. માંડ લીવ મળી છે.. પણ તું ઓફીસે ? તને તો....” સોહમે આશ્ચર્ય થી કહ્યું “તને નથી ખબર મને તો જનરલ મેનેજર બનાવી દીધો મારાં ...Read More

69

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-69

નૈનતારાએ ઓફીસમાં આવી સોહમને સુખદ આશ્ચર્યમાં નાંખી દીધો. સોહમને વિચાર આવ્યો આ શું થઇ રહ્યું છે ? ગુરુજીની લીલા વાસ્તવિકતા ? મારાં જીવનનો આ કેવો વળાંક છે ? એણે નૈનતારાને આંખોથી ભરીને જોઇ લીધી પછી બોલ્યો. "થેંક્સ નૈનતારા આશા રાખું આપણે જે કામ કરીએ એનાંથી કંપનીને ખૂબ લાભ થાય અને બોસે જે નિર્ણય લીધો છે એમાં એમને કોઇ ભૂલ ન જણાય.” નૈનતારાએ મીઠું હસતાં કહ્યું “સર તમારાં જેવો યુવાન જે મહેનતું હોય હોશિયાર હોય અને કંપનીનું ઉજવળ ભવિષ્ય ઇચ્છતો હોય એનાં હાથે કંપનીને ફાયદોજ થાય.” “સર તમે જે પહેલાં પણ પ્રોજેક્ટ કંપનીને આપેલાં એનાંથી કંપનીને ઘણો ફાયદોજ થયેલો ને ...Read More

70

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-70

વીનાં આત્માએજ એને જવાબ આપી દીધો એને આત્મ સ્ફુરણા થઇ અને કોલકતા જવાનો નિર્ણય કર્યો. એને થયું સોહમને મેં કહેલું પણ સોહમ કોઇ બીજીજ દુનિયામાં છે... સોહમ એણે કહ્યાં પ્રમાણે વિધી પણ નહીં કરે.. શું થઇ રહ્યું છે ખબર નથી પડતી. સાવીએ ધ્યાન ધર્યુ અને એની અઘોરશક્તિ કામે લગાડી અને એનાં કોલક્તાનાં રહેઠાણે પહોચી સાવી ઘરની બહાર ઉભી હતી અને એણે સાંભળ્યું એનાં ઘરમાં રોકકળ ચાલી રહી હતી. એનાં પાપા મંમીનાં આક્રંદ કરતો અવાજ આવી રહેલો. સાવીએ ઘરનો દરવાજો ખખડાવ્યો... સાંકળ ખખડાવી થોડીવારે દરવાજો ખૂલ્યો.. એણે જોયુ એનાં માંબાપ રડી રહેલાં. એની માં એ સાવીને જોઇ અને પોતાનાં તરફ ...Read More

71

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-71

શાનવીને બરાબરનો જવાબ આપી નૈનતારા લૂચ્ચુ હસીને સોહમને પૂછ્યું “એમ આઇ રાઇટ સર ?” સોહમ નૈનતારા સામે જોઇ રહ્યો.... હસ્યો અને પૂછ્યું “પણ તને કેવી રીતે ખબર પડી કે શાનવીનાં ડેસ્ક પર શ્રીનિવાસનોજ ફોન છે ? એ જૂઠુ બોલી પહેલાં... પછી તારાં કીધાં પછી કબૂલ્યું કે શ્રીનિવાસનો ફોન છે. તેં કર્યુ એ બરાબરજ”. સોહમ હજી વિચારોમાં હતો... નૈનતારા એ કહ્યું “સર આ પહેલીવાર ફોન નથી આવ્યો હું શાનવીની બાજુમાં તરનેજાની પાસેથી એકાઉન્ટ સમજી રહી હતી એ પણ આઇટમ.. છે એમ કહી હસી ત્યારે શાનવી નું મારાં તરફ ધ્યાન નહોતું. એનાં ફોન સ્ક્રીન પર મેં શ્રી બેબી એવું લખેલું વાંચ્યું ...Read More

72

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-72

નૈનતારા સામે આવીને બેઠી સોહમને થયું સાવી આવીને બેઠી છે. ત્યાં એનો મોબાઇલ ફરી રણક્યો. સોહમે જોયું સ્ક્રીન પર અનનોન નંબર છે એમાં એટલુજ લખેલું "પ્રાઇવેટ નંબર"... એને આશ્ચર્ય થયુ એણે ફોન રીસીવ કર્યો. હલ્લો હલ્લો કર્યું પણ સામેથી ફોન ચાલુ હતો કોઇ બોલતું નહોતું. એણે થોડીવાર ફોન પકડી રાખ્યો પણ કોઇ બોલયું નહીં. એણે ફોન કાપી નાંખ્યો કામમાં ધ્યાન પરોવ્યું નૈનતારાએ એ જોયું બોલી “સર તમે કામ કરો ત્યાં સુધી હું તરનેજા પાસેથી બાકીનો એકાઉન્ટનો રીપોર્ટ લઊં” નૈનતારા પણ કંઇ વિચારમાં પડી ગઇ અને બહાર નીકળી. સોહમ એને બહાર જતાં જોઇ રહ્યો એણે મેઇલ ઓપન કરીને વાધવા સરનો ...Read More

73

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-73

મંગેશ સાથે સુનિતા એની બાઇક ઉપર દરિયા કિનારે આવેલી બંન્ને જણાંએ રોમાન્સ કર્યો જેટલો શક્ય હતો એટલો શારીરિક પ્રેમ લીધો. મંગેશે ગુસ્સા સાથે ફરિયાદ કરી કે ‘તું સાવ નાની કીકલી નથી કે તારાં દાદા આમ તારાં ઉપર નજર રાખે મારાં બધાં રોમાન્સ... પ્રેમની મજા ખીરખીરી થઇ ગઇ.” સુનિતાએ મંગેશનાં ગુસ્સાને યોગ્ય ગણાવી કહ્યું “મંગેશ તું સાચો છે દાદા કંઇક વધારેજ ધ્યાન રાખી રહ્યાં છીએ પણ એ એમની જગ્યાએ ખોટાં ક્યાં છે ? એમને અમારી ફીકર છે એ કુટુંબની બધી જવાબદારી બધી રીતે ઉઠાવી રહ્યાં છે અમારું જીવન સારું જાય એવું ઇચ્છે છે.” “પણ મંગેશ હવે હું એવો પ્લાન કરીશ ...Read More

74

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-74

સોહમ નૈનતારાનાં રૂપથી મોહાંઘ થયેલો એણે કહ્યું “તું ખૂબ સુંદર અને અપ્સરાથી કમ નથી.. તું આમ સામે ઉભી રહીશ મારાંથી કામ નહીં થાય...” કહીને હસ્યો... “ જા તું તારું રીપોર્ટનું કામ કર મારે સરનાં મેઇલ આવ્યાં છે એ પ્રમાણે પ્રોજેક્ટનું કામ કરવાનું છે. સમય મર્યાદામાં કામ પુરુ કરી આપવાનું છે. તું આમ મારી આંખ સામે રહીશ તો કામ ક્યારે પુરુ કરીશ ? હું આજે ઓફીસથી વહેલો જવા માંગુ છું ખાસ કામ છે.” નૈનતારા મીઠું હસી એણે કહ્યું “સર આજેજ મેઇલ આવ્યો છે વાધવા સર દિલ્લી ગયાં છે. મારે એકાઉન્ટની બધી વિગત તપાસવાની છે. તમે સાંજે જે કામ માટે વહેલાં ...Read More

75

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-75

સોહમ કોફી પીતો પીતો નેનતારાનેજ જોઇ રહેલો. હોઠેથી કોફી અને નજરોથી નૈનતારાને પીતો હતો. નૈનતારાની નજર લેપટોપ પર પડી સ્ક્રીનપર જોયેલી ડીટેઇલ્સ ડેટા વગેરે વાંચ્યા અને ખુશીથી ઉછળી પડી... આવેશમાંજ એ સોહમને વળગીને એનાં ગાલ પર ચૂમી ભરીને કહ્યું “વાહ સર.. મારી જે નોટ્સ હતી એમાંથી તમે શું રીપોર્ટ બનાવી દીધો છે સર મને લાગે છે વાધવા સર પણ આશ્ચર્ય અને આનંદથી ચોંકી જશે. 6 મહિનાની જગ્યાએ તમે તો 6 દિવસમાં કામ પાર પાડી દીધું વાહ... “ સોહમ તો નૈનતારાનાં આવાં પ્રેમાળ રીએક્શનથી એકદમ હોબતાઇ ગયો એને ગાલ પર મળેલ ચુંબનથી આનંદ થયેલો એણે સ્વસ્થ થતાં કહ્યું “અરે આ ...Read More

76

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-76

હમ અને નૈનતારાં એકબીજાની નજરોમાં નજરો પરોવી ઉન્માદથી ઉત્તેજીત થઇ રહેલાં ત્યાં સોહમનાં મોબાઇલની રીંગ વાગી. સોહમે તરતજ ફોન કરતાં કહ્યું “હાં બોલ સુનિતા શું થયું ? ઘરે આવી ગઇ ? “ સુનિતાએ કહ્યું “દાદા હું તો ક્યારની આવી ગઇ છું તમારી રાહ જોવાય છે. 9 વાગી ગયા હજી નથી આવ્યાં ? હજી ઓફીસમાંજ છો ? આઇ ક્યારની ફોન કરવા કહે કે સોહમને ફોન કર કેમ હજી નથી આવ્યો ?” સોહમે કહ્યું “સુનિતા એમાં ફોન શું કરવાનો ? હું નાનો કીક્લો નથી હું મર્દ છું એમ કહી હસ્યો અને બોલ્યો ઓફીસમાં ઘણું કામ છે મારે આજે ફાઇનલ રીપોર્ટ બનાવીને ...Read More

77

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-77

નૈનતારાં સોહમને ચૂસ્ત ચુંબન આપીને આગળ વધે ત્યાંજ સોહમનાં મોબાઇલ પર રીંગ વાગી... સોહમે વિચાર્યુ અત્યારે મોડાં કોનો ફોન એણે મોબાઇલ ઉપાડ્યો જોયાં વિના વાત શરૂ કરી સામેથી સુનિતાનો ગભરાયેલો અવાજ આવ્યો... "દાદા જલ્દી ઘરે આવો આઇની તબીયત બગડી છે એને શ્વાસ ચઢે છે.. પ્લીઝ જલ્દી આવો”. સોહમ ગભરાયો એણે કહ્યું “સુની ચિંતા ના કર હું હમણાંજ નીકળીને આવું છું.” એણે નૈનતારા સામે જોયું નૈનતારાનો ચહેરો બદલાઇ ગયો એનો ચહેરો સખ્ત થયો એણે પૂછ્યું “કોનો ફોન હતો ? શું થયું ?” સોહમે કહ્યું “નૈન આઇની તબીયત બગડી છે મારે તરત ઘરે જવું પડશે. બાકીનું કામ કાલે તું પણ ઘરે ...Read More

78

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-78

સોહમ ઘડો હાથમાં રાખીને બેઠો હતો.. ઘડામાં હવે કોઇ સ્પંદન નહોતાં જે એણે પહેલાં અનુભવેલાં. એણે ઘડો પાછો કબાટમાં એનાં ખાનામાં સાચવીને છૂપાઇને મૂકેલો સાવીનો કાગળ હાથમાં લીધો એમાં લખેલું વાંચવા... પણ અત્યારે એ કાગળ પણ કોરો હતો.. સોહમને સમજાઇ નહોતું રહ્યું આ બધું શું થઇ રહ્યું છે અગમ્ય અગોચર કોઇ શક્તિ કંઇક કામ કરી રહી છે એનો એને પાકો એહસાસ હતો. કાગળમાં એણે જે પહેલાં વાંચેલુ એ બધું યાદ કરવા લાગ્યો. નવાઇની વાત એ છે કે એને કશું યાદ પણ નહોતું આવી રહ્યું બધુ ધુંધળું ધુંધળુ. પણ યાદ કરવા લાગ્યો પણ નિષ્ફળતા મળી. ત્યાં એનો મોબાઇલ વાઇબ્રેટ થયો ...Read More

79

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-79

આસામની પુણ્યભૂમિ માઁ કામાક્ષી.... કામાખ્યામાંની કામરુ ભૂમિ ભગવાન બટુક ભૈરવ કાળભૈરવને ભજતાં અઘોરીઓ માઁને મનાવી કરગરી સિદ્ધિ મેળવતાં યોગીઓ... અને ઊંચા પહાડ ઉપર ચારેબાજુ ઘનઘોર વનસ્પતિનાં ઝૂંડ.. લહેરાતો શીતળ પવન, સાવ હાથવેંત લાગતું તારા અને નક્ષત્રોથી ભરેલું આકર્ષક આકાશ ખળ ખળ વહેતાં બ્રહ્મપુત્રાનાં નીર.. ચારેબાજુથી નાનાં મોટાં ઝરણાંઓ ઝડપથી માં બ્રહ્મપુત્રામાં વિલય થવાં વહેતાં હતાં. વિશાળ પર્વતની ભૂમિ ઉપર રાત્રી પસાર થઇ રહી છે રાત્રીનો અંતિમ પ્રહર અને બ્રહ્મમૂહૂર્ત થવાની તૈયારી રાત્રીનો અંત પ્રહર અને બ્રહ્મમૂહૂર્ત થવાની તૈયારી.. સિધ્ધ પ્રસિધ્ધ અઘોરી આદેશગીરી ધ્યાનમાં બેઠાં છે માઁ કામાક્ષી કામાખ્યાનું ધ્યાન ધરી રહ્યાં છે. ભૈરવને આંખ સામે ધ્યાનમાં પરોવી સ્તવન કરી ...Read More

80

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-80

સાવીનાં ચિત્કારથી એનાં ભાંગી પડેલાં જીવે પ્રાર્થના કરી અને એનાં ગુરુની આકૃતિ સામે આવી નાનકીને એમણે બચાવી લીધી હતી. વિચારવા લાગી કે એ નીચ વિધર્મી તાંત્રિક હજી અમારી, પાછળ છે ? મારાં ગુરુ પણ.. પાત્રતા ગુમાવીને ગતિ કરી ગયાં.. હું કોને શરણે જઊ ? મારાં ગુરુનાં ગુરુને યાદ કરુ એમનાં આશિષ મળે તો હું મારા જીવને ગતિ અપાવી શકું.. સોહમનો સંપર્ક કરી શકું.. એનાં મનમાં પ્રશ્ન થયો કે ગુરુએ ઉધારનું શરીર અજમાવ્યુ છે મારો પ્રેતાત્મા એમાં દાખલ થઇને ઉધારનું જીવન જીવી રહ્યું છે. એણે નાનકીને ખોળામાં લીધી.. એનાં માથે હાથ ફેરવ્યો..” નાનકી.. મારી તન્વી મારી બહેનાં ઉઠ... જો હું ...Read More

81

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-81

સોહમ ફર્સ્ટકલાસમાં ફાસ્ટ ટ્રેઇનમાં ઓફીસ જવા નીકળ્યો. ત્યાં એની મેગેઝીન વાંચતા વાંચતા નજર નૈનતારા ઉપર પડી. એણે આશ્ચર્યથી પૂછ્યું તું અહીં.. તું તો... આઇ મીન તું ક્યાં રહે છે ? મને તો એ પણ ખબર નથી ઘણી વાતો નીકળી પણ આ પૂછવાનુંજ ભૂલ્યો… નથી મેં તારો બાયોડેટા વાંચ્યો ડાયરેક્ટ બોસથી એપોઇન્ટમેન્ટ હતી એટલે હું...” નૈનતારાએ મીઠું હસતાં કહ્યું “હું તો તારાં દીલમાં રહુ છું મારો બાયોડેટા મારું કામ છે. બોસે કંઇક તો જોયું હશે ને મારામાં એટલેજ એપોઇમેન્ટ આપી હશે ને. મને ચાન્સ મળ્યો તારી સાથે કામ કરવાનો... અત્યારે ઓફીસની બહાર છીએ એટલે તને તું કારો કરું છું.” સોહમે ...Read More

82

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-82

સોહમ અને નૈનતારા ઓફીસે પહોંચ્યા ત્યારે બાકીનો બધો સ્ટાફ આવી ગયેલો. એમને સાથે આવેલાં જોઇને સ્ટાફમાં કાના ફૂસી ચાલુ ગઇ. બંન્ને આવીને બધાંને હાય ! ગુડમોર્નીગ કહીને એમની ચેમ્બરમાં જતાં રહ્યાં. શાનવીએ તિવારીની સામે જોઇને આંખ મીચકારી અને બોલી “શું વાત છે આજે સજોડે આવ્યાં. નક્કી આ લોકો વચ્ચે કંઇક ચક્કર છે”. તિવારીએ કહ્યું “જેવાં જેનાં નસીબ અત્યાર સુધી તમે જલસા કર્યા હવે એમનો વારો છે. છતાં બંન્નેમાં ફરક છે પછી ક્યારેક સમજાવીશ”. શાનવીનું નાક ચઢી ગયું બોલી “તને તો કંઇ કહેવા જેવુંજ નથી અત્યારથી ચાપલૂસી ના કરતો અમારાં ગ્રુપમાંજ રહેજે નહીંતર એકલો પડી જઇશ”. તિવારીએ કહ્યું “તું છું ...Read More

83

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-83

શાનવી સોહમની રજા લઇને ચેમ્બરમાં આવી. સોહમને વિસ્મયતા થઇ કે નૈનને કેવી રીતે ખબર કે હમણાં શાનવી અંદર આવશે શું નૈન પણ એનાં પિતા પાસે તંત્રમંત્ર ભણીને આવી છે ? બધી એને અગાઉથીજ ખબર પડી જાય છે. શાનવીએ નૈનતારા સામે જોયું. નૈનતારાએ કહ્યું “તારો રીપોર્ટ તું મેઇલથી મોકલી શકી હોત. પણ આવી છે તો રૂબરૂજ સમજાવી દે. વાધવા સરનો ફોન આવી ગયો છે. કલાયન્ટ સાથે મીટીંગ નક્કી કરીને જણાવી દેશે.” “બીજું... કે તું રીપોર્ટ કોપી કાઢીનેજ લાવી છે તો ડેસ્ક પર મૂકી દે.. થેંક્સ હવે જે ફાઇનલ થશે એ તને જાણ થશે. વાધવા સરનાં કન્ફરમેશન પછી મીટીંગ કઇ હોટલમાં ...Read More

84

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-84

નૈનતારાં અને સોહમ બંન્ને એકબીજાનાં શરીર પર હાથ ફેરવી એકબીજાને ઉત્તેજીત કરી રહેલાં ત્યાં ચેમ્બરનાં દરવાજે ટકોરા પડ્યાં પણ આંખનાં ઇશારે ચેમ્બર અંદરથી લોક કરી.. આવનાર બીઝી છે સમજી ત્યાંથી જતો રહ્યો. સોહમે કહ્યું “નૈન હું ખૂબ ઉત્તેજીત થઇ રહ્યો છું પણ ઓફીસનો સમય છે કોઇને કોઇ આવી શકે.. હવે મીટીંગ પતાવીને આનંદોત્સવ ઉજવીશું તું મને બહુ મીઠી લાગે છે લવ યુ” એમ કહીને નૈનને વળગી ગયેલો એમાંથી મુક્ત થયો. નૈનતારા હજી સંતોષાઇ ના હોય એમ એનાં હોઠ છોડતી નહોતી. સોહમે ચૂસ્ત ચુંબન લઇ એને મુક્ત કરી. બંન્ને જણાં પ્રેમપરિશ્રમથી હાંફી રહેલાં. સોહમ તરત સ્વસ્થ થયો અને એની સીટ ...Read More

85

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-85. 

સાવી મહાકાળી મંદિરનાં પૂજારીને વિનવી રહી હતી કે “તમે મારી વાત પછી કરજો પહેલાં મારી બહેનને સુરક્ષા કવચ મંત્રી ગળામાં લોકેટ પહેરાવી આપો. મારી નાની નિર્દોષ બહેન હેરાન થઇ રહી છે અમારાં કુટુંબની લાડકી છે... શાસ્ત્રીજી આ કામ પહેલાં પૂર્ણ કરો.” શાસ્ત્રીએ સાવી સામે વેધક દ્રષ્ટિ કરીને કહ્યું "તારાં શરીરનો ઓરા ભ્રષ્ટ છે તું કોણ છે ? ને તું અહીંથી આઘી ઉભી રહે આ પવિત્ર વિધીમાં તું સામેલ નહીં થઇ શકે તું...” પછી બોલતાં અટકી ગયાં. સાવીની માં એ કહ્યું “પૂજારીજી મારી આ નાનકીનું રક્ષણ થાય એવું કવચ કરીને પહેરાવી આપો અમે ખૂબ આશા અને શ્રધ્ધા સાથે અહીં માં ...Read More

86

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-86

સાવી શાસ્ત્રીજીની સામે ઉભી છે. નાનકીને સુરક્ષા કવચ મળી ગયું એટલે નિશ્ચિંત થઇ ગઇ હતી ત્યાં શાસ્ત્રીજીએ એની સાચી એનુ ચરિત્ર કહી દીધું. બોલ્યાં “જેનું શરીર ધારણ કરીને ફરે છે પહેલાં એનું ઋણ ઉતારી નાંખ તો તને તારાં કામમાં તથા તારી અઘોરવિદ્યા ફરીથી સચેત અને જાગ્રત થશે.” સાવી હાથ જોડીને બોલી “હું તમને આજ કહેવાં જતી હતી મને ખબર નહોતી કે આપ.. અઘોરવિદ્યાનાં આટલાં જાણકાર.. માફ કરજો મેં આપને ઓછા આંક્યાં મને હતું આપ પૂજાવિધીજ કરાવો છો. આપની વાત સાચી છે જેનું શરીર ધારણ કર્યુ છે એનો જીવ પણ ભટકતો છે મને એણે...” નાનકીની હાજરી યાદ આવતાં આગળ ...Read More

87

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-87

નકીને લઇને સાવી એનાં માં-પાપા સાથે ઘરે આવી ગઇ.... એને માનસિક હવે નિશ્ચિંતતા આવી ગઇ કે નાનકીને હવે સંપૂર્ણ છે કોઇ પણ જાતની કાળી કે તાંત્રિક શક્તિ એને પજવી નહીં શકે. એણે એનાં માં-પાપાને કહ્યું ‘તમે બધાં સુરક્ષિત છો... નાનકી ખાસ...” સાવીએ કહ્યું."પાપા અંહી આ ઘરમાં તમે સુખ-શાંતિથી જીવો. નાનકી અહીંજ આગળ ભણશે. તમે મુંબઇનો મારો ફલેટ વેચીને એનાં પૈસાથી આગળની જીંદગી જીવો માં એ નાનકીનો ભણતર ઉપર ધ્યાન રાખવું પૈસા સારી રીતે ગોઠવીને તમે બધાં કામ પુરા કરી શકશો.. હાં તમને અહીં બેઠાંજ હું બધુ ગોઠવી આપીશ. હું મુંબઇમાં હવે માત્ર એકજણ પર ભરોસો કરી શકું છું હું ...Read More

88

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-88

મુંબઇની મરીન લાઇન્સ વિસ્તારમાં આવેલી દરિયાની બરાબર સામે પંચતારક હોટલમાં મીટીંગ હતી. સોહમ અને નૈનતારા સમય પ્રમાણે પહોંચી ગયાં ત્યાં હોટલનાં ભવ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચી ઉતર્યા. સોહમે વેલે પાર્ક માટે ત્યાં ઉભેલાં સેવકને કારની ચાવી આપી લેપટોપ બેગ વગેરે લીધાં બંન્ને જણાં લઇને હોટલમાં પ્રવેશ્યા. નૈનતારાએ રીસેપ્શન પર વાતચીત કરી એણે પોતે બુક કરેલી મીટીંગ પોઇન્ટ પ્લેસ અંગે પૂછપરછ કરી પેલાએ બધી વિગત આપતાં કહ્યું “મેમ ચાલો હુંજ તમને ત્યાં પહોંચાડું છું પછી કહ્યું ત્યાંજ તમને તમારાં ગેસ્ટ આવ્યાં પછી તમારી સૂચનાં પ્રમાણે ડીનર ડ્રીંક વગેરે બધીજ સેવાઓ પૂરી પાડવામાં આવશે.” નૈનતારાએ કહ્યું “થેંક્સ પછી એ અને સોહમ પેલાં ...Read More

89

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-89

જ્હાનવી અને સોહમ બંન્ને એકબીજાની સામે જોઇ રહેલાં. આટલી અગત્યની મીટીંગ વચ્ચે તેઓ એકબીજામાં પરોવાયાં હતાં. બાકી બધાની નજર પર હતી. નૈનતારાએ સમજાવ્યાં પછી એણે સોહમ તરફ જોયું સોહમને જ્હાનવીને તાકી રહેલો જોઇ મનમાં ખૂબ ગુસ્સે થઇ પણ ચહેરાં પર સ્મિત લાવીને બોલી "મી. સોહમ નાઉ યોર ટર્ન...”સોહમ એકદમજ ટર્ન થયો અને નૈનતારાનો નાઉ યોર ટર્ન કહ્યું એટલે ઉભો થયો. એણે સ્ક્રીન પર મૂકેલાં પ્રોજેક્ટનાં મુદ્દા સમજાવ્યાં. એમની કંપની સાથે કામ કરવાથી મી.અરોડાની કંપનીને કેટલો કેવો ફાયદો થશે એ બધીજ ડીટેઇલ્સ બતાવી. મી. અરોડા બધુ સમજીને ખુશ થયાં એમણે કહ્યું “મી. સોહમ તમારો પ્રોજેક્ટ મીસ જ્હાનવીએ અભ્યાસ કરી મને ...Read More

90

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-90

મીસ જ્હાન્વીએ સોહમનાં સીધાજ પ્રશ્નથી થોડી ખચકાઇ પછી સોહમનાં કાનમાં કંઇક કહ્યું અને એ મી. અરોડા પાસે જતી રહી. કાનમાં કીધેલી વાતથી એકદમ સડક થઇ ગયો એને થયું આવું કેવી રીતે થાય ? એ ડીસ્ટર્બ થયો ત્યાં નૈનતારા આવીને બોલી.. “સોહમ શું થયું ? કેમ તારો ચહેરો ઉતરી ગયો છે ?”સોહમે સ્વસ્થ થતાં કહ્યું "ના ના એવું કંઇ નથી આતો પ્રોજેક્ટ પાસ થઇ ડીલ પણ થઇ ગઇ હેવ સેલીબ્રેટ પણ કરી રહ્યાં છીએ. પણ કામ પુરુ થયાનો થાક હવે શરીર પર અને મન પર વર્તાય છે.” નૈનતારાએ એની આંખો નચાવતાં કહ્યું “મી. સોહમ સાચી વાત શું છે ? એમ ...Read More

91

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-91

જ્હાનવી સોહમને અને સોહમ જ્હાન્વીને જોઇ રહેલો. એનો આત્મા અંદરથી જાણે કળી રહેલો એને સમજાતું નહોતું કે જ્હાન્વીને જોઇને આવું કેમ થઇ રહ્યું છે ? હું એને ઓળખું છું ? હા હું ઓળખું છું અંદરથી અવાજ આવ્યો... આ રૂપ બદલીને સાવીજ આવી છે. સોહમ વિચાર કરી રહ્યો.... રૂપ-સ્વરૂપ-સ્થળ-કામ બધું બદલાય પણ જીવઓરા થોડો બદલાય ? આ જ્હાન્વી નથી સાવીજ છે. ત્યાં નૈનતારાએ પૂછ્યું "અરે સોહમ તમે ક્યાં ખોવાયા ? એમની સાથે આપણો પણ શ્યુટ બુક કરેલો છે લેટ્સ ગો એન્ડ સેલીબ્રેટ... આજે કેટલાય સમયે આપણને આવી તક મળી છે.” નૈનતારાએ કહ્યું “એમનો ફ્યુટ બુક થયો છે અને તેઓને એમનાં ...Read More

92

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-92

નૈનતારા ડ્રીંક બનાવી પી રહી હતી.. એને રૂમમાં કોઇ ઓળો ફરી રહ્યો હોય એવો એહસાસ થઇ રહેલો એણે સોહમને "સોહુ અહીં તું ફરી રહ્યો છે ?” સોહમે કહ્યું “હું જસ્ટ વોશરૂમમાંથી આવ્યો. તને ડ્રીંક લીધાં પછી...” એમ કહી હસ્યો.નૈનતારાએ સોહમનાં ગળામાં એનાં હાથ પરોવી એને કીસ લેવા ગઇ અને ટેબલ પર મુકાયેલો ગ્લાસ નીચે પડ્યો. સોહમે હસીને કહ્યું "નૈન વળગે છે તું અને ઇર્ષ્યા ગ્લાસ કરે છે... કેવું.. કહેવાય ? ત્યાં તો કોઇ છે નહીં ગ્લાસ કેવી રીતે પડ્યો ?”નૈનતારાએ નશામાં કહ્યું "તું આ પેગ પીવાનું ચાલું કર તો ગ્લાસ નહીં પડે... હું તો સીધી બોટલ હોઠે લગાડું છું ...Read More

93

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-93

સાવીનાં કહેવાથી સોહમ ફ્રેશ થઇને રૂમની બહાર નીકળી ગયો. ત્યાં રૂમમાં નૈનતારા સોહમ એને ડ્રીંક આપી રહ્યો છે એમ ડ્રીંકની સીપ લઇ, રહી છે ત્યાં મી. વધાવા રૂમ ખોલીને અંદર આવ્યાં. વધાવા જેવા અંદર આવ્યાં.. સાવીએ એમનાં માથામાં કંઇક નાંખ્યું અને તાંત્રિક વિધિ કરી એક ક્ષણમાં બધુ બની ગયું સાવી રૂમમાંથી બહાર નીકળી ગઇ એક હવાનો જોકો આવીને જાણે જતો રહ્યો. વધાવા રૂમમાં આવ્યા નૈનતારાનાં અર્ધનગ્ન હાલતમાં જોઇ.. નૈનતારા સોહમ સાથે સંભોગ કરવાનાં કેફમાં અને દારૂનાં તીવ્રનશામાં હતી રૂમમાં કોણ આવીને ગયું... મી. વધાવા ક્યારે આવ્યા એને ભાન નહોતું ઉપરથી સાવીની તાંત્રિક વિધી... મી. વધાવા બબડી ગયાં કે “મારી ...Read More

94

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-94

સોહમનાં આકરા વેણ અને અપમાન સાવી સહી રહી હતી એણે કહ્યું “સોહમ "સતિ" કોણ તને હજી ખબરજ નથી.. સ્ત્રીની કિંમત કરી રહ્યો છે એને હું સમજાવીશ. તેં દુનિયા જોઇજ નથી. હું માનું છું કે તું સાવ સામાન્ય સાધારણ મધ્યવર્ગનાં કુટુંબમાં જન્મેલો છું નાનપણથી ગરીબી અને બીજી તકલીફો વેઠતો ઉછર્યો છું હું તો તારાંથી વધુ ગરીબ ઘરની છોકરી હતી. આપણાં મનમાં ઈચ્છાઓ હોય સુખ સુવિધા મેળવવાની અપેક્ષાઓ હોય એમાં ખોટું નથી.” “હું તને અગાઉ કહી ચૂકી છું કે મેં અઘોરણ થવાનું કેમ પસંદ કર્યું મારે એ બધી વાતો દોહરાવવી નથી પણ તેં જે મને આળ ઓઢાડી બીજા શબ્દોમાં શાબ્દીક નગ્ન ...Read More

95

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-95

સોહમ હવે જાણવા અધીરો થયો... એણે કહ્યું “સાવી બીજી બધી વાત પછી મેં તને હર્ટ કરી હોય તો માફી પણ મારી બહેન સુનિતા આટલી રાત્રે ક્યાં છે ? કોની સાથે છે ? શું કરી રહી છે. મારાં ઘરે મારાં આઇબાબાને ખબર છે કે નથી ? નાની બેલા શું કરે છે ?” સાવી ખડખડાટ હસતાં બોલી... “સોહમ તારો આજ ગુણ મને તારાં માટે આકર્ષે છે તારી બહેનો કુટુંબ માટે કેટલી ચિંતા કરે છે ? તું સાચાં દીલથી બધાને ચાહે છે બધાને સુખ આપવા માંગે છે એમને સુરક્ષિત જોવા ઇચ્છે છે. તું સાચો અને પવિત્ર સંવદેનશીલ પુરુષ છે એટલેજ મોટાં ગુરુ..” ...Read More

96

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-96

સોહમે કહ્યું “તારાં ગુરુ માટે... તને બચાવવા માટે વાસંતીનો જીવ લીધો ? તને એનું શરીર આપ્યું આમાં સારુ શું ? ગુરુજીએ કેમ એવું કર્યું ?” સાવીએ કહ્યુ “સોહમ ઘણીવાર આપણને આ પંચતત્વ કે પંચતંત્રની ખબર નથી પડતી પણ એમનાં માટે યોગ્ય હોય છે આપણને સમજાય પછી આપણને પણ યોગ્ય લાગે છે”. “કામવાસનામાં ધૂત થયેલાં ગુરુને સ્ત્રીનું શરીર જોઇતું હતું કોનું છે ફરક નથી પડતો. મારાં માટે ધૃણાં થઇ કારણ મારું શરીર વિધર્મ તાંત્રિકે ચૂંથેલુ આ વાસંતી આત્મહત્યા કરવાજ નીકળી હતી એનાં કોઠાથી ભાગીને અહીં, સ્ક્રીપ્ટ નં. 69માં તારી ઓફીસનાં ભોંયતળીયે કોઇ શેઠ પાસે આવી હતી”. “એ શેઠ નિયમિત ભોગવતો ...Read More

97

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-97

સોહમનાં પ્રશ્નથી સાવી વિચારમાં પડી ગઇ. વાસંતી એક બ્રાહ્મણ કુટુંબની સંસ્કારી છોકરી વેશ્યાવાડે કેમ ઘકેલાઇ ? કયા સંજોગોએ એને દેહ વેચવા મજબૂર કરી ? સાવીએ કહ્યું "સોહમ કોઇને કોઇ એવી પરિસ્થિતિ એનાં જીવનમાં પણ બની. વાસંતી સાચેજ ખૂબ સુંદર છોકરી હતી. એનાં પાપા સ્કૂલ ટીચર એની માં એ નાની હતી અને ગૂજરી ગઇ હતી એનો એક મોટો ભાઇ પણ હતો.... વાસંતી તારાં જ વિસ્તારમાં પણ મરાઠાચાલમાં દાદરમાં રહેતી હતી. તારાં ઘરથી થોડે દૂર મરાઠાચાલ છે એમાં જ રહેતી હતી એનાં પાપા વસંતરાવ અગ્નિહોત્રી એનો ભાઇ પીનાકીન વાસંતી ઘરમાં સૌથી નાની એનાં પાપાની લાડકી હતી.” “પીનાકીન નાનપણથી રખડેલ.. ચાલનાં છોકરાઓ ...Read More

98

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-98

પીનાકીન એની ટોળકી સાથે આશાબારમાં વિદેશી દારૂ પીને ટુન થયો હતો. આજે બધાને જેટલું પીવું હોય એટલું પીવાની છૂટ વિજયરાવ ચૂંટણી જીતી ગયેલો. એનું આમ પણ વર્ચસ્વ હતું હવે સત્તા હાથમાં આવી હતી. એનો ખાસ માણસ એનો જમણો હાથ જેવો ગણપત દાવડે આશા બારમાં દાખલ થયો. એટલો ઊંચો કદાવર, કાળો મોટી આંખો વાળો સફેદ શર્ટ પેન્ટ હાથમાં કેસરી ખેસ એની એન્ટ્રી થઇ બધા એની પાસે આવી નાચવા લાગ્યાં. ત્યાં વિજયરાવે એન્ટ્રી લીધી.. વિજયરાવે પણ સફેદ શર્ટપેન્ટ સફેદ શુઝ અને હાથમાં સોનાની ચેઇન ગળામાં સોનાની ચેન..બંન્ને હાથની આંગળીઓમાં સોનાની હીરાની વીંટીઓ... એણે ગોગલ્સ ચશ્મા પહેરેલાં એનાં ચહેરા ઉપર વિજયી સ્મિત ...Read More

99

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-99

નૈનતારા બધી પરિસ્થિતિ પામી ગઈ... એને વિચાર આવ્યો હું છેક છેલ્લી ઘડીએ જીતીને હારી ગઈ... એનાં આક્રોશનો પાર નહોતો મનમાં વિચાર વંટોળ આવી રહેલો એ મનમાં ને મનમાં કંઈક ગણગણી રહી હતી એ અત્યારે ગુસ્સામાં ભાન ભૂલી રહી હતી એ ન બોલવાનાં શ્લોકો બોલી રહી હતી એને બાજી હાથથી સરી જતી લાગી અને મગજ પરનો કાબુ ગુમાવ્યો. એણે કરેલી બધી તાંત્રિક વિધિ પ્રયોગ -સંકલ્પ ભૂલી પોતે કેવી રીતે આ પ્રેત -નાગચૂડમાંથી છૂટશે એ પણ ભૂલવા લાગી એનો ચેહરો બદલાઈ રહેલો એની સુંદરતા ગુમાવી રહી હતી એની અસલીયત એનાં ચહેરાં પર આવી રહી હતી... એ જે અસલી દેખાવની હતી એવી ...Read More

100

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-100

રાની પીનાકીનને અસલીયત સમજાવી આંસુભરી આંખે બહાર દોડી ગઈ... પીનાકીન પીને ધૂત થયેલો પરંતુ જ્યાં વાસંતીનું નામ આવ્યું એનો નશો ઉતરી ગયો. પીનાકીન થોડીવાર એમજ બેસી રહ્યો... એણે વિચાર્યું ભાઉ બધાને મદદ કરે છે. એ શું કામ મારી સાથે એવું કરે ? દાવડે તો પહેલેથીજ નામચીન છે...રાની અત્યારે દાવડેને દોષિત કહે છે પોતે શું કરતી હતી ? દાવડે જયારે ચાલમાં આવતો એની સાથે જાતજાતનાં ચાળા કરતી... મેં મારી નજરે જોયું છે ... રાનીને ખબર હતી હું એને પસંદ કરું છું છતાં મારી સામેજ દાવડે સાથે...દાવડે કોઈ મહાત્મા થોડો છે ? રાનીને એણે મારી સામેજ કીસ કરેલી દારૂ પીને છાટકો ...Read More

101

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-101

વિજયરાવે પોતાની સત્તા અને જોહુકમીનાં બળે સાંજે ને સાંજે સાવંત પાસે નોકરીનો લેટર અપાવી દીધો. પીનાકીન જાણે દીવાસ્વપન જોઇ હોય અવાક અવસ્થામાં જોઇ રહેલો. વિજયરાવનાં પગમાં પડી બોલ્યો “તમે મારાં ભગવાન છો તમારું વચન પાળ્યું હું જીંદગીભર તમારો ગુલામ રહી સેવા કરીશ તમે કહેશો એ કરીશ.” વિજયરાવે દાવડે સામે જોઇ પીનાકીનને કહ્યું “મેં વચન આપેલું પુરુ કર્યું તારાં જેવાં કાર્યકરોથીજ આજે મારી જીત થઇ છે એનો બદલો વાળવો મારી ફરજ છે જે મેં પુરી કરી... હું સેવા અર્થે તો જાહેર જીવનમાં આવ્યો છું.. હું તમારી મરાઠા ચાલની શકલ બદલી નાંખીશ... ત્યાં રહેતાં લોકો મારાં છે એમની ફીકર કરવી મારી ...Read More

102

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-102

લકત્તાનો પ્રખ્યાત કે કુખ્યાત તાંત્રિક ભેરૂનાથ એનાં ખંડેર જેવા ઘરમાં ખૂલ્લા ચોકમાં તાંત્રિક પ્રયોગો કરી રહેલો એની સામે એની પુત્રી જે મૃત્યુ પછી પ્રેત સ્વરૂપે પણ એનાં બાનમાં એની કેદમાં હતી. ભેરૂનાથે તાંત્રિક પ્રયોગ કરતાં કરતાં એનીજ કોઇ ભયંકર ભૂલ થતાં એની 18 વર્ષની છોકરીનું મોત નિપજાવેલું... નૈનતારા ખૂબ સુંદર હતી એને જીવવાનાં અરમાન હતાં એનાં બાપથી ત્રસ્ત હતી એ વારે વારે કહેતી “બાપુ તમે આ બધુ શા માટે કરો છો ? ઘરમાં પ્રેત, ભૂત-ડાકણ ડાકલા વગાડે છે મને બીક લાગે છે આમને આમ મારી માં એ પણ મોત વ્હાલું કરેલું.... હું માઁ કાળીની પ્રાર્થના કરુ છું મને આ ...Read More

103

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-103

સાવી સોહમને ચેતવી રહી હતી કે “આપણે અહીં સાગર કિનારે સ્ક્રીટ નં. 69 નાં છેડે પત્થરની ગુફા નજીક આવી છીએ હું તને વાસંતીની જીવન કથની એની જીવની અને એનું મૃત્યુ કેવી રીતે થયું એ જણાવવા માંગુ છું પણ મને લાગે છે વાસંતીનો જીવ અહીં આપણી આસપાસજ ભટકે છે.. એને જરૂર કંઇક આપણને કહેવું છે.... એનું શરીર મેં ધારણ કરી પુર્ન જીવીત કરેલુ છે ભલે એનામાં લાગણી-ભાવ નથી પણ એ એનાં ભટકતાં જીવની સદગતિ કરવાં એનું શરીર.....” સાવી આવું કહી રહી છે ને ત્યાં વાસંતીનું પ્રેત વાવાઝોડું બનીને એમની સામે આવે છે.. સોહમ ગભરાઇને દોડ ...Read More

104

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-104

આધાત અને અચંબા સાથે સાવીને જોઇ રહ્યો હતો. સાવીની આંખો વિસ્ફારીત થઇ ગઈ એણે સોહમની સામે ટગર ટગર જોયાં થોડીવારમાં એનાં ગળામાંતી તરડાયેલો વિચિત્ર અવાજ નીકળ્યો. સોહમને કહ્યું "તારે જાણવું છે ને કે મારું સત્યનાશ પેલાં ચાંડાળે કેવી રીતે કર્યું ? મારું શિયળ કેવી રીતે લૂંટાયુ ? એક સીધી સાદી સંસ્કારી છોકરી કોઠા પર કેવી રીતે પહોંચી ગઇ ? એ ઘાતકી નીચ વિજયરાવે મારાં ભાઇને નોકરી અપાવી દાવ મારેલો... એણે મને દાણાં નાખવા ચાલૂ કરી દીધાં હતાં. “ પીનાકીન પાલિકામાં નોકરીએ લાગી ગયો પરંતુ વિજયરાવની પાર્ટીનો અગ્રણી કાર્યકર્તા.... વિજયરાવનાં હાથમાં પાલિકાનું ખાતું હતું.... જે બધું "ખાતું" જ હતું. વિજયવરાવને ...Read More

105

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-105

મારું ભાન સંપૂર્ણ જતું રહ્યું..... જ્યારે મને ભાન આવ્યું... હું સંપૂર્ણ લૂંટાઈ ચૂકી હતી.. પંડાલનાં પાછળનાં ભાગમાં ખૂબ અંધારુ હું કોઇ ગાદલા પર સૂતી હતી મારાં અંગ પર એક પણ વસ્ત્ર નહોતું મારાં કપડાં ત્યાં વેરવિખેર થઇ પડ્યાં હતાં. મારાં ગુપ્તાંગમાંથી લોહી વહી રહયું હતું મને ભયાનક પીડા થઇ રહી હતી મારી આંખમાં આંસુ હતાં. મને ખબર પડી ગઇ હું લૂંટાઇ ચૂકી છું મારાં વાળ વિખરાઇ ગયાં હતાં હું રડી રડીને અડધી થઇ ગઇ હું શું કરું મને સમજાતું નહોતું ત્યાં અમારી ચાલની રાની નામની છોકરી દોડીને આવી એણે લગભગ ચીસ જેવા અવાજે કહ્યું “વાસંતી તું અહીં ? તારી ...Read More

106

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-106

એની વાતો કહી રહી હતી. સાવીનું આખું શરીર ધ્રુજી રહેલું..... સાવીની આંખો વિસ્ફારીત થઇ ગઇ અને અચાનક શાંત થઇ એણે વાસંતીનું શરીર ધારણ કરેલું એ એકદમ શિથિલ થઇ ગયું. વાસંતી એમાંથી મુક્ત થઇ અને સાવીએ કહ્યું “આગળનું હું જાણું છું એ મારાં અગાઉનાં અઘોરી ગુરુજ હતાં એમણે તારો જીવ લીધો એ પાપમાં પડ્યાં. “ “મારી ગુરુદક્ષિણાની વિધી કરાવવા પાપ આચર્યું એમાં એમની કાળી વાસના જવાબદાર હતી. એ શરીર તારું મારી સામે પડેલું. ગુરુ પણ શિક્ષાથી નશિયત થયાં એમનાં ઉપર સ્ત્રી હત્યાનું પાપ હતું. સિધ્ધીનાં ગુમાનમાં ના કરવાનું કરી બેઠાં. અંતે એ પણ ગુરુશ્રાપનાં ભોગ બન્યાં...” “મને એ નથી સમજાતું ...Read More

107

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-107

સુનિતા હસતી હસતી ઘરમાં પ્રવેશ કરે છે. સાવી સુનિતા સામે જોવે છે એને બધી પરિસ્થિતિનો તાગ આવી જાય છે ખબર પડી જાય છે કે એક રાત્રીમાં અહીં ઘણું બધું બદલાઈ ગયું છે એ વિચારમાં પડી જાય છે કે અઘોરીબાબાની આવી કઇ લીલા છે અહીં સોહમ માટે રસ્તો બનાવી રહ્યાં છે શું એ શકય થઇ જશે ? સાવીએ વિચાર કર્યો.. સોહમે ઘરમાં કહી દીધું એ કોલકત્તા કંપનીનાં કામે જવાનો છે એની કોલકત્તા આવવાની તૈયારી વિધીમાં એંધાણજ થઇ રહ્યાં છે. સુનિતા આવી સાવી પાસે બેઠી અને બોલી “તમે ઘણાં સમયે આવ્યાં અને સાચાં સમયે આવી ગયાં. મારે દાદા સાથે અગત્યની વાત ...Read More

108

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-108

સોહમ સુનિતાને એનાં રૂમમાં લઇ ગયો. સાવી પાછળજ હતી. ત્રણે જણાં રૂમમાં આવ્યાં. સોહમે પહેલાં સાવી સામે જોયું સુનિતાને “તેં જે કુંભ મારાં કબાટમાં લાલ કપડું વીટાળી મૂક્યો છે એ શું છે ખબર છે ? કોનો છે ?” ત્યાં સાવી બોલી "સોહમ સુનિતાનો મંગળ પ્રસંગ આવે છે આવાં સમયે સુનિતાને કંઈ કહેવું યોગ્ય નથી જ્યાં મંગળ ગીતો ગવાનાં હોય ત્યાં મરસીયાની વાતો ના કરાય” સાવીએજ કબાટ બંધ કરી દીધું. એની આંખો ફરીથી ભરાઈ આવી. સુનિતાએ કહ્યું “સાવીભાભી મેં તમને ભાભી તરીકે સ્વીકારી લીધાં છે મેં બધુ જાણી લીધેલુંજ છે તમારાં લોકોનાં અડધી રાત્રીનાં સંવાદ મેં સાંભળી લીધાં હતાં. તમે ...Read More

109

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-109

સોહમ સુનિતાનાં ગયાં પછી સાવીને પલંગ ઉપર આમંત્રી એને વ્હાલ કરી એનાં હોઠ પર હોઠ મૂકવા ગયો અને સાવીએ અટકાવ્યો.... બોલી.... "સોહમ હવે આ તનનું સુખ આપણાં નસીબમાં નથી... સોરી હું તને કડવી સચ્ચાઇ બતાવી રહી છું આપણો પવિત્ર પ્રેમ છે અને આ કોઇનું ઉધાર લીધેલું શરીર ખૂબ અભડાયેલું છે.. પવિત્ર નથી.. જેનું હતું એ પણ એને છોડીને જતી રહી... આ ભ્રષ્ટ વ્યભીચાર અને ગંદકીથી ભરેલું શરીર તારાં માટે નથી... આપણાં માટે નથી.. હવે પ્રેમ જીવનો જ રહ્યો છે આત્માથી આત્માનો.... આપણી પાત્રતા અને પ્રેમની પરાકાષ્ઠા હવે શરીર સંબંધ સુધી નથી આત્માથી આત્મા અને પરમાત્માને વિલીન થવાની છે.” સોહમની ...Read More

110

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 110

સોહમ સાવી રૂમથી નીકળી બહાર બેઠકખંડમાં આવ્યાં. સુનિતા -સાવીની નજર મળી. સુનીતાએ સૂચક ઈશારો કર્યો. સાવીએ સોહમનાં આઈબાબાનાં આશીર્વાદ અને કહ્યું “તમે કરેલો મારો સ્વીકારજ મને તમારી કુળવધુ બનાવી છે હું આપણા કુટુંબ માટે રક્ષા કવચ કરી રહી છું ઈશ્વર અને મારાં ગુરુ મને સંપૂર્ણ સાથ આપશે.” સાવીએ આમ કહી બધાને એક સાથે બેસવા કહ્યું અને સોહમ પાસે સુતરાઉ દોરો માંગ્યો... બેલા ઉભી થઇ દોડીને કબાટમાંથી શુદ્ધ સુતરાઉ દોરો લઇ આવી સાવીને આપ્યો. સાવીએ એ લાંબો દોરો લઇ એક છેડો સોહમને આપ્યો અને બીજો છેડો એણે પકડ્યો અને આખા કુટુંબનાં બધાં સભ્યોને ફરતે દોરો લઈને બંન્ને સાથે ઉભા રહ્યાં.સાવીએ ...Read More

111

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 111

સ્ટ્રીટ નં 69પ્રકરણ : 111શુભ ચોઘડીએ ગણપતિબાપ્પાની નિશ્રામાં વરવધુને મંગળફેરા ફરાવ્યાં. સૌ વડીલોનાં આશીર્વાદ લીધાં. સામ સામે વ્યવહાર થયાં. સોહમને ભેટી પડી એની આંખમાં આંસુ ઊભરાયાં કહ્યું “દાદા શુભઘડીમાં ઘડીયા લગ્ન લેવરાવ્યાં હું અને મંગેશ બંન્ને ખુબ ખુશ છીએ. દાદા મને ખબર છે તમારું આગળનું પ્રયાણ...” સોહમે સુનીતાનું કપાળ ચૂમીને એને શુભેચ્છા આપી પછી મંગેશને બોલાવી કહ્યું “મારી નાની બેન સુનિ - તમને સોંપું છું મારાં આઈબાબાનાં આશીર્વાદ છેજ અમારી કાયમ શુભકામનાં છે મંગેશ તમને જાણ્યાં પછી હવે હું નિશ્ચિંન્ત છું તમે ત્રયંબકેશ્વર અઘોરીજી પાસેથી બધું જાણેલજ છે નવું કશું કહેવાનું નથી... મારી નાની બહેન બેલા અને આઈબાબા..”. મંગેશે ...Read More

112

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 112

સોહમની ઓફીસમાં સન્નાટો છે. બે દિવસથી સોહમ કે નૈનતારા કોઈ ઓફીસમાં નથી આવી રહ્યું... નથી એલોકોના ફોન લાગી રહ્યાં રીતે સંપર્ક નથી થઇ રહ્યો. શાનવીએ દિલ્લી મેઈન ઓફીસમાં ફોન કર્યો. વધવાને પૂછ્યું “સર અહીં સોહમ કે નૈનતારા કોઈ ઓફીસમાં નથી બે દિવસથી કોઈ એમનો સંપર્ક નથી..”. વાધવા થોડીવાર સાંભળી રહ્યો પછી કહ્યું “શાનવી આ બધી કોની ચાલ છે સમજણ નથી પડતી એલોકોએ કંપનીને મોટો ફાયદો કરાવી આપ્યો... કરોડોનું ડીલ થયું હું ત્યાં... અહીં મીટીંગ પછી..”. પછી મનમાં વિચાર્યું આ સ્ટાફને કંઈ જણાવવું નથી એણે કહ્યું “શાનવી તું સીનીયર છે હમણાં ઓફીસનો ચાર્જ તું લઇ લે હું સાંજની ફ્લાઈટમાં આવું ...Read More

113

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 113

વાધવા સાંજની ફ્લાઇટમાં મુંબઈ આવી સીધો ઓફિસે પહોચ્યોં. વાધવાને ઓફિસમાં પ્રવેશતા જોઈ બધાં જાણે કામમાં પરોવાયેલા હોય એમ બીઝી ગયાં. વાધવા હેલ્લો કહી સીધો અંદર ચેમ્બરમાં ગયો. શાનવી વાધવાને આવેલો જોઈને બોલી ઉઠી "આવો સર હું બધી ફાઈલજ જોઈ રહી હતી જે પ્રોજેક્ટ સોહમે કરેલો એનું આગળનું ફોલોઅપ લઇ રહી હતી.” એણે વાધવાને બેસવા ખુરશી ખાલી કરી. વાધવાએ કહ્યું “મારાં પર મેઈલ આવ્યો છે સોહમે રિઝાઈન કર્યું કોઈ પણ સમય આપ્યાં વિના ... મને ખબર નથી પડતી શા માટે ? આટલો હોંશિયાર માણસ એનું પ્રમોશન થવાનું હતું પણ..”શાનવીને અંદર ને અંદર ચચરી ગઈ બોલી “પણ સર હવે તો એ ...Read More

114

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 114

ટ્રેઈન કોલકોત્તા સ્ટેશન પર ઉભી ના રહી... એ યાર્ડ ઉભી રહી થોડીવાર પછી ટ્રેઈનની ગતિ ઝડપી બની સ્ટેશન આવી છતાં ઉભી ના રહી... ઝડપથી આગળ વધી રહી હતી બધાં ઉતરનારાં મુસાફરો બૂમો પાડી રહેલાં... ટ્રેઇનનાં અવાજમાં બૂમો દબાઈ ગઈ... ત્યાં મોટી ચીસ પડી...અગ્નિનો મોટો ભડકો થયો..પછી અચાનક અંધારું છવાયું.સાવીએ ધારણ કરેલું વાસંતીનું શરીર અલોપ થઇ ગયું... સાવી પ્રેતઅવસ્થામાં આવી ગઈ... એણે જોયું સોહમ ચીસ પાડીને ટ્રેઈનનાં બર્થ પર આડો પડી ગયો છે એને બેભાન અવસ્થામાં જોઈ સાવીનું પ્રેત ગભરાઈ ગયું...સાવીનું પ્રેત શરીર કોઈના કાબુમાં આવી ગયું. સાવી હવે શરીર વિનાની સાવ સૂક્ષ્મ બની ગઈ એ એટલી અસહાય બની ગઈ ...Read More

115

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ : 115 - છેલ્લો ભાગ

નૈનતારા તો પોતાનાં પિશાચી બાપને આવી હાલતમાં જોઈને થરથરી ગઈ એને તિરસ્કાર અને શરમ આવી ગઈ પણ ત્યાં ગુરુ હાથથી જોરથી તાળીઓ પાડી અટ્ટહાસ્ય કરતાં કહ્યું " સાંઠે બુધ્ધી નાઠી ... આટલો પ્રખર અઘોરી થઇ એક મૃત શરીરની વાસનામાં કેદ થયો ? તારું અઘોરીપણું તેં દાવે લગાવ્યું... સારાં માટેજ થયું.”સદાનંદજીએ તાત્કાલિક ત્યાં પડેલું કમંડળ લઈને એમાંથી હાથમાં જળ લીધું અને તંત્રમંત્ર ભણવાં શરૂ કર્યા અને જડ પિશાચ ભેરુનાથ પર છાંટ્યું. ભેરુનાથતો એલોકોની હાજરી જોઈને હતપ્રભ થયો એ એટલો નાસીપાસ થઇ ગયો કે બધુંજ જાણે ભૂલવા માંડ્યો... એણે ક્રોધ કરી સદાનંદજીને પડકાર્યા પણ એ જાણે ભૂલવા માંડ્યો. એ વાસંતીને છોડી... ...Read More