તેજાબ

(824)
  • 83.4k
  • 90
  • 51.2k

સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ અત્યારે મુંબઈની સેન્ટ્રલ જેલના જેલર સામે બેઠો હતો. જેલરના ચહેરા પર ચિંતામિશ્રિત વ્યાકુળતાના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. એની આશાભરી નજર દિલીપના ચહેરા સામે જ મંડાયેલી હતી. ‘એનું નામ શું છે ?’ દિલીપે ગજવામાં સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવ્યા બાદ પૂછ્યું. ‘અત્યારે તો એણે પોતાના વિશે કશું જ નથી જણાવ્યું મિસ્ટર દિલીપ....!’ ‘તે કયા ત્રાસવાદી સંઘઠન સાથે સંકળાયેલો છે, એની પણ હજુ સુધી ખબર નથી પડી...? દિલીપે સીગારેટનો કસ ખેંચતાં ગંભીર અવાજે પૂછ્યું. ‘નાં....’ જેલરે નકારાત્મક ઢબે માથું હલાવતાં જવાબ આપ્યો. આજે મુંબઈની સેન્ટ્રલ જેલમાં ખૂબ જ ધમાચકડી જેવું વાતાવરણ હતું. બધા ચોકિયાતો એકદમ સજાગ અને સાવધાન હતા. આજે આ જેલમાં એક અત્યંત ખતરનાક ત્રાસવાદીને લાવવામાં આવતો હતો. ‘શું બન્યું હતું, એ જરા મને વિગતથી કહો.......!’ દિલીપ ખુરશી પર પાસું બદલતાં બોલ્યો.

Full Novel

1

તેજાબ - 1

કનુ ભગદેવ ૧. સેન્ટ્રલ જેલનો કેદી...! સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડીપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો સહકારી કેપ્ટન દિલીપ અત્યારે મુંબઈની સેન્ટ્રલ જેલર સામે બેઠો હતો. જેલરના ચહેરા પર ચિંતામિશ્રિત વ્યાકુળતાના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. એની આશાભરી નજર દિલીપના ચહેરા સામે જ મંડાયેલી હતી. ‘એનું નામ શું છે ?’ દિલીપે ગજવામાં સિગારેટનું પેકેટ તથા લાઈટર કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવ્યા બાદ પૂછ્યું. ‘અત્યારે તો એણે પોતાના વિશે કશું જ નથી જણાવ્યું મિસ્ટર દિલીપ....!’ ‘તે કયા ત્રાસવાદી સંઘઠન સાથે સંકળાયેલો છે, એની પણ હજુ સુધી ખબર નથી પડી...? દિલીપે સીગારેટનો કસ ખેંચતાં ગંભીર અવાજે પૂછ્યું. ‘નાં....’ જેલરે નકારાત્મક ઢબે માથું ...Read More

2

તેજાબ - 2

૨ હસીનાનું ખૂન અત્યારે પણ જેલરની ઓફિસમાં એન્ટી ટેરરિસ્ટના બધા ઓફિસરો મોજુદ હતા. ‘અડધો કલાક પૂરો થવાની તૈયારીમાં છે......!’ ઓફિસરે વ્યાકુળ અવાજે કહ્યું, ‘અત્યાર સુધીમાં તો મિસ્ટર દિલીપ આવી જવા જોઈતા હતા...!’ ‘તેઓ તો હવે એ ત્રાસવાદીનું મોં ઉઘડાવ્યા પછી જ આવશે.’ બીજો ઓફિસર બોલ્યો. એના અવાજમાં રહેલો કટાક્ષનો સૂર સ્પષ્ટ રીતે પરખાઈ આવતો હતો. ‘અને ઘડીભર માની લો કે જો એ ત્રાસવાદી મોં નહી ઉઘાડે તો શું થશે...? તો તો મિસ્ટર દિલીપની હાલત જોવા જેવી થશે...’ ઓફિસરની વાત પૂરી થતાં જ મોજૂદ સૌ કોઈ હસી પડ્યા. ‘તમે લોકો મિસ્ટર દિલીપ જેવા માણસની ઠેકડી ઉડાવો છો...?’ જેલર સહેજ કઠોર ...Read More

3

તેજાબ - 3

૩ નાગપાલની ચિંતા... મુંબઈ સ્થિત સી.આઈ.ડી. હેડકવાર્ટરની ચેમ્બરમાં નાગપાલ ગંભીર ચહેરે પાઈપના કસ ખેંચતો બેઠો હતો ચેમ્બરમાં પ્રિન્સ હેનરી કડવી-મીઠી મહેક પથરાયેલી હતી. નાગપાલના કપાળ પર ચિંતાને કારણે ત્રણ-ચાર કરચલીઓ ઊપસી આવી હતી. એની સામે દિલીપ ગંભીર ચહેરે બેઠો હતો. ‘દિલીપ...!’ ખુરશીની બેક સાથે પીઠ ટેકવીને પાઈપમાંથી કસ ખેંચ્યા બાદ એ ગંભીર અને વ્યાકુળ અવાજે બોલ્યો, ‘સંજોગો ખૂબ જ વિકટ થતાં જાય છે. અત્યાર સુધી તો ત્રાસવાદીઓને તાલીમ આપવા માટે માત્ર પાકિસ્તાનની સરહદમાં જ તાલીમકેમ્પો ખુલ્યા હતા અને ત્યાં જ ત્રાસવાદીઓને તાલીમ અપાતી હતી. ત્યાં જ તેમણે ભારતમાં હિંસા ફેલાવવા માટે તૈયાર કરવામાં આવતાં હતા.પરંતુ પાકિસ્તાન ભારતની જ ધરતી ...Read More

4

તેજાબ - 4

૪ ત્રાસવાદીઓનું બંકર તે આશરે એક કિલોમીટરના વિશાલ ક્ષેત્રફળમાં ફેલાયેલું ખૂબ જ મોટું બંકર હતું. આ બંકર જ ત્રાસવાદીઓ તાલીમકેન્દ્ર હતું. ત્રાસવાદીઓએ ખૂબ જ મહેનતથી ‘ટાઈગર હિલ’ની નીચે ભૂગર્ભમાં આ બંકર બનાવ્યું હતું. બંકર એકદમ સલામત હતું. ‘ટાઈગર હિલ’ પાસે જ એક ઝૂંપડી હતી, જેમાં સુરદાસ વૃદ્ધા રહેતી હતી. એ ઝૂંપડીમાંથી જ વાસ્તવમાં બંકરમાં આવવા-જવાનો માર્ગ હતો. ઝૂંપડી બે ભાગમાં વહેંચાયેલી હતી. પાછલા ભાગમાં આવેલ લાકડાની એક સીડી નીચે બંકર સુધી પહોંચતી હતી. ત્રાસવાદીઓ આ સીડી મારફત જ આવ-જા કરતાં હતા. બહારથી સુરદાસ દેખાતી એ વૃદ્ધા વાસ્તવમાં સુરદાસ નહોતી, એ માત્ર સુરદાસ હોવાનું નાટક જ કરતી હતી અને ત્રાસવાદીઓની ...Read More

5

તેજાબ - 5

૫. દિલીપની ચાલ...! ફોજીચોકીના કેદખાનાના એક ખૂણામાં બેડીથી જકડાયેલો સલીમ રઝા બેઠો હતો. ઠંડીને કારણે એનો દેહ કંપતો હતો. દીવાલો લાલ ઈંટોની બનેલી હતી અને જમીન પથરાળ હતી. કોઈક પહાડીને ચીરીને આ ફોજીચોકી બનાવવામાં આવી છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. દિલીપ કેદખાનામાં પ્રવેશ્યો ત્યારે એના હાથમાં ગરમાગરમ ચાનો એક મોટો કપ જકડાયેલો હતો. ‘હલ્લો, જેન્ટલમેન !’ એણે સલીમ પાસે પહોંચીને કહ્યું. સલીમે કંઈ જવાબ ન આપ્યો. કડકડતી ઠંડીને કારણે એની હાલત એકદમ ખરાબ થઈ ગઈ હતી. ‘ચા પીવી છે ?’ દિલીપે ચાનો કપ એની સામે લંબાવતા પૂછ્યું. સલીમ રઝાએ સહેજ ખમચાઈને દિલીપ સામે જોયું. પહેલાં તો તેને ...Read More

6

તેજાબ - 6

૬. દગાબાઝ કોણ....? ‘એલ્યોર પહાડી’ પાસેની ફોજીચોકીના વિશાળ હોલમાં મિટિંગ ચાલતી હતી. આ મિટિંગમાં દિલીપ ઉપરાંત ૧૬ ગ્રેનેડીયર્સ બટાલિયનના ઓફિસરો મોજૂદ હતા. ‘આપણે માટે સોનેરી તક છે.’ હોલમાં દિલીપનો પ્રભાવશાળી અને બુલંદ અવાજ ગુંજતો હતો, ‘પાકિસ્તાન સરકારની મદદથી ઘાટીમાં પહેલું તાલીમકેન્દ્ર ક્યાં શરૂ થયું છે તે સલીમ પાસેથી આપણને જાણવા મળી ગયું છે. તાલીમકેન્દ્ર ‘ટાઇગર હિલ’ની નજીક છે અને તેમાં પ્રવેશવાનો માર્ગ એક ઝૂંપડીમાં છે. આ ઝૂંપડીમાં એક અંધ વૃદ્ધા રહે છે. પરંતુ મિત્રો, વાસ્તવમાં એ વૃદ્ધા અંધ નથી પણ ભારતીય લશ્કરને થાપ આપવા માટે પોતે અંધ હોવાનો ડોળ કરે છે.’ કર્નલ સુરેન્દ્ર ત્યાગી, બ્રિગેડિયર જશપાલસિંઘ વગેરે શાંતચિત્તે પૂરી ...Read More

7

તેજાબ - 7

૭. બંકરમાં યુદ્ધ.....! બંકરની ઉપર બનેલી ઝૂંપડીમાં રહેલી અને સૂરદાસ હોવાનું નાટક ભજવતી વૃદ્ધ ડોશીના કાને પણ શ્રીનગર-લેહ રાજમાર્ગ થયેલ ગોળીબારનો અવાજ અથડાયો હતો. આ ઉંમરે પણ એ ખૂબ જ ચુસ્ત, તંદુરસ્ત અને સ્ફૂર્તીલી હતી. ગોળીઓનો અવાજ સાંભળતા જ એ પોતાની લાકડી લઈને ઝૂંપડીના પાછળના ભાગમાં પહોંચી. ત્યાં પુષ્કળ માત્રામાં સૂતરની આંટીઓ પડી હતી જેના દ્વારા તે આખો દિવસ હાથવણાટનું કામ કરતી હતી. એણે તાબડતોબ આંટીઓ એક તરફ ખસેડીને તેની નીચે રહેલો લાકડાનો તખ્તો સરકાવ્યો. તખ્તો ખસતાં જ ખાલી જગ્યામાં નીચે બંકરમાં જવાની સીડી દેખાવા લાગી. ડોશી ઝાપટાબંધ પગથિયાં ઊતરીને નીચે પહોંચી ગઈ. બંકરમાં હજુ પણ દોડધામ ચાલુ હતી. ...Read More

8

તેજાબ - 8

૮. દુશ્મનની ચાલાકી...! બંકરમાં ગુંજતો ધુઆંધાર ગોળીઓ છૂટવાનો તથા ચીસોનો અવાજ હવે થોડો ઓછો થઈ ગયો હતો. મોટા ભાગના માર્યા ગયા હતા. છતાંય હજુ પણ ઘણી જગ્યાએ સૈનિક તથા ત્રાસવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલતું હતું. નાસીરખાન બંકરના છેડે પાછળના ભાગમાં આવેલા એક રૂમમાં હતો. આ રૂમમાં જ નાસી છૂટવાનો ગુપ્ત માર્ગ હતો. અત્યારે બે ત્રાસવાદીઓ પૂરી તાકાત અને સ્ફૂર્તિથી રૂમની એક દીવાલ તોડતા હતા. દીવાલની બરાબર પાછળ એક સુકાયેલો કૂવો હતો અને આ કૂવો ‘ટાઈગર હિલ’ની નજીકમાં જ હતો. કટોકટીના સમયે કૂવાના માર્ગેથી નાસી છૂટવાના હેતુથી જ આ ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો હતો. દીવાલમાંથી ત્રણ-ચાર ઇંટો નીકળતાં જ કૂવો દેખાવા ...Read More

9

તેજાબ - 9

૯ હવે શું થશે...? ફોજીચોકીના વિશાળ હોલમાં અત્યારે લશ્કરના ઉચ્ચાધિકારીઓની મિટિંગ ચાલતી હતી. હોલમાં દિલીપનો ગંભીર અવાજ ગુંજતો હતો. પળે પળે વિકટ થતાં જાય છે ! પરવેઝ આપણા કબજામાં છે એની આઈ.એસ.આઈ. ના ચીફ અબ્દુલ વહીદ કુરેશીને ખબર પડી ગઈ હોય એવું મને લાગે છે. એટલા માટે જ એણે હથિયારોની ખેપ ક્યારે ને કેવી રીતે આવવાની છે એ બાબાતમાં પરવેઝને ટ્રાન્સમીટર પર કશુંય જણાવ્યા વગર જ સંપર્ક કાપી નાખ્યો છે.’ અત્યારે બધા ઓફિસરોના ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાયેલાં હતાં. ‘મિસ્ટર દિલીપ !’ બ્રિગેડિયર જશપાલસિંઘ બોલ્યો, ‘જો આ વાતની કુરેશીને ખબર પડી ગઈ હોય તો આપણા માટે મોટી મુશ્કેલી ઊભી ...Read More

10

તેજાબ - 10

૧૦. ચોટ પે ચોટ....! ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેન અટારી સ્ટેશન પર પહોંચી ગઈ હતી. ટ્રેન થોભતાં જ સ્ટેશન પર કોલાહલનું દેખાવા લહ્યું. સ્ટેશન નાનું હોવા છતાંય એના પ્રમાણમાં તેનું પ્લેટફોર્મ લાંબુ હતું. અન્ય સ્ટેશનોની જેમ ત્યાં લગભગ દરેક વિભાગની ઓફિસો હતી. જેમાં કસ્ટમ વિભાગની ઓફીસ ખૂબ જ મોટી હતી અને ત્યાં જ સૌથી વધુ અવરજવર હતી. રેલવેના પાટાઓની પેલે પાર યાર્ડ તરફ રહેણાક ક્વાર્ટરો તથા માલનાં ગોદામો હતાં. અત્યારે આખું સ્ટેશન રોશનીથી ઝળહળતું હતું. દિલીપની સૂચના પ્રમાણે રેલવેસ્ટેશનને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ તથા મુખ્ય લાઈનની બીજી તરફ એકસો જેટલા સૈનિકો ઊભા હતા. આ ઉપરાંત ત્રીસેક જેટલી મહિલા ...Read More

11

તેજાબ - 11

૧૧. દિલીપનો દાવ.....! ડબ્બામાં લોહીનાં ખાબોચિયાં વચ્ચે પાકિસ્તાની જસૂસોના મૃતદેહો પડ્યા હતા. તેમની પરવાહ કર્યા વગર સૌથી પહેલાં જે મુસાફરોને પૂરવામાં આવ્યા હતા એ કેબીન ઉઘાડવામાં આવી. કેબીન ઉઘડતાં જ બધા મુસાફરો સડસડાટ ડબ્બામાંથી બહાર દોડી ગયા. જાણે નવું જીવન મળ્યું હોય એવા હાવભાવ તેમના ચહેરા પર છવાયેલા હતા. ગમેતેમ તોય તેમણે મોતને ખૂબ જ નજીકથી જોયું હતું. ત્યાર બાદ બધા જાસૂસોને ડબ્બામાંથી બહાર લઈ જવાય. આખા ડબ્બામાં ઠેકઠેકાણે લોહીના પાટોડા ભરાયા હતા. ‘આ નંગનું શું કરવું છે, મિસ્ટર દિલીપ ?’ જલાલુદ્દીનને પકડીને ઊભેલા એક સૈનિકે પૂછ્યું. ‘અહીં અટારી સ્ટેશન પર કોઈ કેદખાનું છે ?’ ‘હા, છે...!’ ‘તો આને ...Read More

12

તેજાબ - 12

૧૨. બ્લેક ટાઈગરનો ભેદ.. દિલીપનો અવાજ સૌને માટે બોમ્બવિસ્ફોટ કરતાં પણ વધુ ખતરનાક પુરવાર થયો. ‘અ...આ....’ ચીફ સિક્યોરીટી ઓફિસર અવાજે બોલ્યો, ‘દિલીપ પાછો કેવી રીતે આવી ગયો ? એ તો અહીંથી વિદાય થઈ ગયો હતો.’ પરંતુ બધા જાણે હિપ્નોટિઝમની અસર હેઠળ આવી ગયા હોય એમ બાઘાચકવા થઈ ગયા હતા. એક વખતે ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેનની છત પર ત્રણ માનવઆકૃતિઓ દેખાઈ. એ ત્રણેય હતા – કેપ્ટન દિલીપ, કર્નલ સુરેન્દ્ર ત્યાગી તથા બ્રિગેડિયર જશપાલસિંઘ ! ‘દિલીપે આપણને છેતર્યા છે, બાબા. અંધારામાં રાખ્યા છે.’ ચીફ સિક્યોરીટી ઓફિસરે તીવ્ર અવાજે કહ્યું, ‘એ અહીંથી ગયો જ નહોતો. એણે અહીંથી જવાનું માત્ર નાટક જ કર્યું હતું.’ ...Read More

13

તેજાબ - 13 - છેલ્લો ભાગ

૧૩. તેજાબી મિશન બ્લેક ટાઈગરના રૂપમાં રેશમાને જોયા પછી પણ દિલીપના ચહેરા પર આશ્ચર્યના કોઈ હાવભાવ ન ઉપસ્યા, તેમ સહેજેય ચમક્યો પણ નહીં. બલકે રેશમાને જોઈને એના હોઠ પર રમતિયાળ સ્મિત ફરકી ઊઠ્યું. એનું અનુમાન સાચું જ પડ્યું હતું. બ્લેક ટાઈગર તરીકે એણે રેશમાનું જ અનુમાન કર્યું હતું. ‘શું વાત છે મિસ્ટર દિલીપ?’ રેશમાએ પૂછ્યું, ‘મને જોઈને તમને નવાઈ ન લાગી ?’ ‘ના....!’ દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાંજવાબ આપ્યો, ‘બિલકુલ નથી લાગી. હા, જો બ્લેક ટાઈગરના રૂપમાં તારે બદલે બીજું કોઈ મારી સામે આવ્યું હોત તો ચોક્કસ હું નવાઈ પામત.’ દિલીપે રિવોલ્વરવાળો હાથ નીચો કરી નાખ્યો. ‘આનો અર્થ તો ...Read More