હું અને એ

(4)
  • 5.1k
  • 0
  • 2.1k

મારા લગ્ન તો ત્યારે જ થઈ ગયા હતા જ્યારે હું એકવીસનો પણ નહતો થયો. જોકે મારી પત્ની અને મારી ઉંમર માં બે અઢી વર્ષ નો તફાવત હતો...તે પચ્ચીસ વર્ષ મોટી હતી. એમાં કોઈનો વાંક નહોતો. આપણા દેશમાં કાયદો માત્ર ઘડાય છે એનું પાલન થતું નથી. એ સમયે બી.એ. માં એડમિશન લીધું હતું અને બે મહિના થયા હતા. પણ અમે ત્રણ ભાઈઓ હતા અને કોઈ કમાતું નહતું, હું વચોટ હતો. મારા પિતા આર્મી રિટાયર્ડ હતા અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા. પેંશન આવતું, પણ એમની મોટાભાગની આવક દેવામાં જતી રહેતી. માટે મને એવું લાગ્યું કે મારે કઈંક ટેકો કરવો જોઈએ. મારો મોટો ભાઈ એ જે જગ્યાએ ઈન્ટરવ્યુ આપી આવ્યો ત્યાં મેં પણ જવાનું વિચાર્યું. મેં વિચાર્યું કે કોલેજ સાથે નોકરી કરીશ. નોકરી લાગી ગયો. પગાર હતો દસ હજાર મહિને. અઠવાડિયા પછી કોલેજમાં પરીક્ષા આવી, હવે નોકરીની પૉલિસી એમ હતી કે બે મહિના સુધી કોઈ રજા મંજુર થાય એમ નહતી. હવે મેં એ નોકરી છોડવાનું વિચાર્યું, પણ એ પહેલાં જ મારા મોટાભાઈએ નોકરી જવાનું બંધ કરી દીધું.

New Episodes : : Every Wednesday

1

હું અને એ - ખંડ ૧

મારા લગ્ન તો ત્યારે જ થઈ ગયા હતા જ્યારે હું એકવીસનો પણ નહતો થયો. જોકે મારી પત્ની અને મારી માં બે અઢી વર્ષ નો તફાવત હતો...તે પચ્ચીસ વર્ષ મોટી હતી. એમાં કોઈનો વાંક નહોતો. આપણા દેશમાં કાયદો માત્ર ઘડાય છે એનું પાલન થતું નથી. એ સમયે બી.એ. માં એડમિશન લીધું હતું અને બે મહિના થયા હતા. પણ અમે ત્રણ ભાઈઓ હતા અને કોઈ કમાતું નહતું, હું વચોટ હતો. મારા પિતા આર્મી રિટાયર્ડ હતા અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા. પેંશન આવતું, પણ એમની મોટાભાગની આવક દેવામાં જતી રહેતી. માટે મને એવું લાગ્યું કે મારે કઈંક ટેકો કરવો જોઈએ. મારો મોટો ...Read More

2

હું અને એ - ખંડ ૨

જોકે સમય પસાર થાય ત્યારે કોઈને દેખાતો નથી. એવું મારી સાથે પણ થયું. જોતજોતાંમાં જ તે છોકરીની સગાઈ મારી કરવામાં આવી. તેના પિયર વાળા અમદાવાદમાં જ રહૈતા. અને સગાઈ પણ ત્યાં જ ગોઠવાઈ. અમારે રીવાજ એમ હોય છે કે સગાઈમાં માત્ર પરિવાર વાળા જ જઈ શકે. વર ના જાય. એટલે હું ઘરે બેસી રહ્યો. તે છોકરી માટે એક સસ્તો એવો પાંચ હજારનો ફોન અને એક સીમ કાર્ડ મોકલ્યું હતું. સમય પસાર કરવા મેં ટીવીનો સહારો લીધેલો. પણ હોય એવું કે જ્યારે કોઈ નક્કી સમયની રાહ જોઈએ તો ગમે તે હોય પણ સમય, જે પસાર થતા કોઈને દેખાય નહીં એ ...Read More