વરસતા વરસાદની એક સાંજે બે સાવ અજાણ્યા લોકો એવી પરિસ્થિતિમાં મુકાય છે જેનાથી બંનેને એક રાત એક સાથે એકજ ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અને શરૂ થાય છે બે અજાણ્યા હમદર્દની કહાનીની સફર.... *** પવનની એક મોટી લહેર આવી અને અડધી અટકાવેલ આંકડી ઉપર ટકી રહેલ એવી ક્યારની ખુલવા માટે મથતી બંધ બારી, આખરે ફરફર કરતી ખુલી ગઈ, અને તે સાથે જ સમગ્ર રૂમમાં વરસાદના એંધાણ સાથેની ભીની માટીની ખુશ્બૂ પ્રસરી ગઇ. વરસાદની તે મહેક એના સમગ્ર આંતરમન પર છવાઈ ગઈ અને કેટલાય ભાર તળે લદાયેલા એના પોપચાં માંડ માંડ ઊંચા થયા. બારીમાંથી આવતું ઝીણું અજવાળું તેની આંખોને આંજી રહ્યું હતું. તે અજવાળાનું તેજ સહન ન થતા તેની આંખો પાછી ઢળી પડી. કેટલાય દિવસો બાદ આ અજવાળું નસીબ પામ્યું હતું, બાકી પોતાના અંધકારભર્યા જીવનમાં કંઈ બાકી રહ્યું નહોતું. જીવનમાં આનાથી પણ વધારે અંધકારભર્યા વાદળો છવાઈ જવાના હતા એમ વિચારતી તે પોતાના નસીબને કોસી રહી. બહાર વાદળો ઘેરાઈ રહ્યા હતા તે સમયે અહી અંદર રૂમમાં તેની સામે જાણીતા પડછાયા રૂપી વાદળો ઘેરાઈ રહ્યા.
Full Novel
અજાણ્યો હમદર્દ - ભાગ ૧
અજાણ્યો હમદર્દ....વરસતા વરસાદની એક સાંજે બે સાવ અજાણ્યા લોકો એવી પરિસ્થિતિમાં મુકાય છે જેનાથી બંનેને એક રાત એક સાથે ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. અને શરૂ થાય છે બે અજાણ્યા હમદર્દની કહાનીની સફર....***પવનની એક મોટી લહેર આવી અને અડધી અટકાવેલ આંકડી ઉપર ટકી રહેલ એવી ક્યારની ખુલવા માટે મથતી બંધ બારી, આખરે ફરફર કરતી ખુલી ગઈ, અને તે સાથે જ સમગ્ર રૂમમાં વરસાદના એંધાણ સાથેની ભીની માટીની ખુશ્બૂ પ્રસરી ગઇ. વરસાદની તે મહેક એના સમગ્ર આંતરમન પર છવાઈ ગઈ અને કેટલાય ભાર તળે લદાયેલા એના પોપચાં માંડ માંડ ઊંચા થયા. બારીમાંથી આવતું ઝીણું અજવાળું તેની આંખોને આંજી ...Read More
અજાણ્યો હમદર્દ - ભાગ ૨
એક પછી એક નાની મોટી વસ્તુઓ જમીન ઉપર પછડાવાના અવાજો બહારથી આવી રહ્યા. આ કેવી રીતે બને તે ઘડીભર ડૂબી ગઈ અને કઈક અણસારથી ડરતી તે દોરીને વધારે જોરથી ઘસવા લાગી. એક સામટી હિંમત ભેગી કરી તેણે જોર લગાવ્યું અને એક જ ઝાટકે હાથે બાંધેલું દોરડું તુટી ગયું. પણ તેવું કરવા જતાં ટેબલ ખસી ગયું અને તેના ઉપર પડેલો પાણીનો જગ જમીન ઉપર પડી ગયો અને જરાક શાંત પડેલ વાતાવરણ ફરી તે જગના રણકારથી ગુંજી ઉઠ્યું. તે પોતાને સંભાળી ન શકી અને જમીન ઉપર ધડામ કરતી નીચે પછડાઈ.ગભરાહટ અને ડરને કારણે તે થરથર ધ્રુજી રહી હતી. ત્યાં એના કાને ...Read More
અજાણ્યો હમદર્દ - ભાગ ૩
શહેરના ધનાઢ્ય વિસ્તારમાં આવેલ ફક્ત એક જ વિંગ ધરાવતું તે બહુમાળી એપાર્ટમેન્ટ બહારથી ખુબજ વૈભવી દેખાઈ રહ્યું. તેની સામેની રહેલ સ્ટ્રીટ લાઈટ સરકારી ખાતાની માફક ધીરે ધીરે કામ કરી રહી હોય એમ લબુક ઝબુક થઈ રહી હતી. મુખ્ય રસ્તાથી થોડું અંદરની તરફ આવેલ તે એપાર્ટમેન્ટની આજુબાજુનો વિસ્તાર ઓછી વસ્તી ધરાવતો હતો માટે તે તરફ ચહલ પહલ ખૂબ ઓછી હતી. ધીમા પગલે એપાર્ટમેન્ટમાં પ્રવેશતા તે ગગનચુંબી ઇમારતને જોઈ રહ્યો. કઈક વિચારતો તે લીફ્ટમાં જવાની જગ્યાએ સડસડાટ સીડીઓ ચડવા લાગ્યો.એક માળે ફક્ત એક જ ઘર ધરાવતા તે એપાર્ટમેન્ટના, બે બે પગથિયાં કુદાવતા એના પગ છેક સાતમા માળે જઈને અટક્યા. બધે નજર ...Read More
અજાણ્યો હમદર્દ - ભાગ ૪
તેના હાથમાંથી પડી ગયેલ મોબાઈલની ફ્લેશ લાઇટથી રૂમ થોડો ઝળહળી ઊઠયો. તેની બરોબર પાછળ જ એક યુવતી ઊભી હતી. હાથમાં નાનકડો દંડો હતો અને કદાચ તેનાથી જ એ યુવતીએ પોતાના ઉપર પ્રહાર કર્યો હશે એમ તર્ક લગાવતો તે યુવતીને નીરખી રહ્યો.ચીંથરા જેવા મેલાઘેલા કપડા, એક હાથમાં વચ્ચેથી કપાઈને લટકતું દોરડું, ચોટલામાંથી અડધા છૂટા થઈ ગયેલા ઝાંખરા જેવા વિખરાયેલા વાળ, રડી રડીને સુકાઈ ગઈ હોય એવી કોરીકટ લાલઘૂમ આંખો, ચહેરા અને હાથ ઉપર ક્યાંક ક્યાંક વાગ્યાના જૂના પુરાણા નિશાનના ઉઝરડા, આં બધી નિશાનીઓ તે યુવતીની અહી શું હાલત થઈ હશે તેની ચાડી ખાઈ રહી હતી. તે યુવતીની આંખોમાં ડર અને ...Read More
અજાણ્યો હમદર્દ - ભાગ ૫
ઘરમાં પ્રવેશીને તે થોડી ક્ષણો ત્યાંજ ઊભો રહ્યો અને બધે નજર ફેરવી પેલી યુવતીને શોધી રહ્યો, રખેને વળી પાછી ક્યાંક સંતાઈ હોય અને અચાનક હુમલો કરી દે! પણ તે યુવતીના કોઈ આસાર ન જાણતા ગભરાતા હૃદયે એક એક ડગલું સાવધાનીથી મૂકતો તે યુવક પેલા રૂમમાં જઈ ચડ્યો, ત્યાં જમીન ઉપર હજુ પણ એ યુવતી કણસતી પડી હતી.તે યુવક ઝડપથી રસોડામાં દોડી ગયો અને થોડીઘણી મહેનત બાદ આખરે તેને એક ડબ્બો મળ્યો, અને તે ડબ્બો લઈ યુવક પેલી યુવતી પાસે પાછો ફર્યો. તેણે ખસી ગયેલું ટેબલ સરખું કર્યું અને તેના ઉપર પેલો ડબ્બો રાખી દીધો. પગમાં અથડાતો આવી પડેલ પાણીનો ...Read More
અજાણ્યો હમદર્દ - ભાગ ૬
" મારું નામ અંકિત, અંકિત મિશ્રા છે. હું, મારી નાની બહેન, મમ્મી અને પપ્પા ટોટલ ચાર જણાનું નાનકડું એવું પરિવાર. અમારી પરિસ્થિતિ સામાન્ય હતી પણ દિલથી અમે લોકો હંમેશા ખુશખુશાલ રહેતા. મારા પિતા સામાન્ય કારકુનની નોકરી કરતા અને મા આજુબાજુના લોકોની સાડીઓને ભરતકામ કરી થોડા ઘણા પૈસાનો ટેકો કરતી. નાનપણથી જ મને અને મારી નાની બહેનને સાદાઈ અને સચ્ચાઈથી જીવવાના સંસ્કાર અમારા માતા પિતાએ આપ્યા હતા. એટલે અમને જે મળતું અમે તેમાં જ સંતોષ માનતા અને સુખેથી રહેતા. ઓછો પગાર હોવા છતાં મારા પિતા અમને ભાઈ બહેનને ભણવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતા અને તેમનાથી બનતું બધું જ કરતા. હું ...Read More
અજાણ્યો હમદર્દ - ભાગ ૭
રૂમમાં ફરી લાંબુ મૌન પ્રસરી રહ્યું અને તેમાં રહેલ બંને અજાણ્યા લોકો બહાર ધીમાં પડી રહેલ વાદળાંઓના ગડગડાટની સાથે વરસાદની મંદ પડી રહેલ લય અનુભવી રહ્યા. "અરે શું કરી રહ્યા છો? આમ ઊભા થઈ ક્યાં ચાલ્યા? તમારી હાલત ઠીક નથી, અને જુઓ તમે સરખી રીતે ચાલી પણ શકતાં નથી", અંકિત પેલી યુવતીને ઊભી થઈને જતા જોઈ તેનો હાથ પકડતા બોલ્યો. "ચિંતા ન કરશો મને સારું લાગે છે હવે. અને મને કંઈ નહિ થાય", તે ધીરેથી પોતાનો હાથ છોડાવતી બોલી. ધીમેથી ચાલતી તે રસોડામાં ગઈ. આ વખતે તેની ચાલમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. થોડીવાર પછી તે પાછી આવી ત્યારે ...Read More
અજાણ્યો હમદર્દ - ભાગ ૮ - છેલ્લો ભાગ
એક દિવસ મારા પપ્પાના સૌતેલા ભાઈ ગામડેથી એમના પરિવાર સાથે અમારા ઘરે આવ્યા અને પોતાના માતપિતાના મૃત્યુ અને દુઃખી વિશેની કહાનીઓ સંભળાવી. ગામડે તેમના ધંધામાં ખુબજ મોટું નુકશાન થયું હોવાથી તે બઘું વેચી કરીને અમારી પાસે મદદની આશાએ આવ્યા હતા. ભલે સૌતેલી માનો દીકરો હતો પણ પિતા તો એકજ હતા માટે મારા પપ્પાને તેમના ભાઈ ઉપર દયા આવી. આવનાર તોફાનથી બેખબર મારા પપ્પા તેમના ભાઈની લાગણીમાં વહી ગયા અને પરિવાર સહિત તેમને અમારા ઘરે આશરો આપ્યો. થોડા દિવસો બઘું સારું ચાલ્યું. અમે લોકો ખૂબ ખુશ હતા એમ માનીને કે અમારો પરિવાર હવે મોટો થઈ ગયો હતો. પણ તે ખુશીઓ ...Read More