ધ સ્કોર્પિયન

(8.6k)
  • 549.7k
  • 311
  • 343.1k

દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે. ત્યાં એની માં આવીને કહે છે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે. એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ બંગાળ સ્ટેટનાં DGP છે એ ફરજ દરમ્યાન આખો વખત કામમાં વ્યસ્ત હોય છે સરકારી વિશાળ બાગ બગીચાવાળા બંગલામાં અવંતિકા રોય એકલાંજ હોય છે. દેવે કહ્યું માં મારી ચિંતા ના કરો આજે તમારે કોઈ ગ્રુપ પાર્ટી નથી ? તમે પણ કીટી પાર્ટીમાં વ્યસ્ત હોવ છો અથવા પાપા તમને કોઈને કોઈ ફંકશનમાં લઇ જાય છે. મારો અત્યારે તો સમયજ છે ફરવાનો એમ કહી હસી પડે છે.

Full Novel

1

ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧

ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧ દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે. ત્યાં એની માં આવીને કહે છે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે. એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ ...Read More

2

ધ સ્કોર્પિયન પ્રકરણ -૨

ધ સ્કોર્પિયન - પ્રકરણ -૨ દેવ હોટલ ઓબેરોયમાં અનીતા સાથે કોફી પુરી કરી અને લીફ્ટમાં યુરોપીયન ટુરીસ્ટ દેવ તરફ અનીતા રીસેપશન પર જતી રહી. ગ્રુપ લીડર જેવો લાગતો ગોરીયો આગળ આવ્યો અને દેવને જોઈને બોલ્યો હાય દેવ આઈ એમ જ્હોન એન્ડ ધીસ આર માય ફ્રેન્ડ્સ હાઉ આર યું ? દેવની નજર બધાં ઉપર પડી અને સ્કેન કરી રહ્યો પછી ઉત્સાહથી બોલ્યો હાય આઈ એમ ફાઈન હોપ યું ઓલ હેડ ગ્રેટ જર્ની . દેવે હાથનાં ઇશારાથી બધાને ત્યાં બેસવા આમંત્ર્યા અને પછી કહ્યું જ્હોન વેલકમ ટુ ઇન્ડીયા એન્ડ બ્યુટીફૂલ વેસ્ટ બેંગાલ આઈ એમ અવેર યું નો અવર લેન્ગવેજ ..મારુ કોલકોત્તા ...Read More

3

ધ સ્કોર્પિયન પ્રકરણ-3

ધ સ્કોપીર્યન પ્રકરણ-3 બધાં વાનમાં બેઠાં પછી વાન કલીંગપોંગ તરફ જવા નીકળી ગઇ. સોફીયા દેવ સામે જોઇને ચેટ કરતી પછી એણે ફોન જોડ્યો અને ફોનમાં વાત પણ દેવ સામે જોઇને કરી રહી હતી એને દેવનું ધ્યાન અચાનક ઝેબા તરફ ગયું અને એણે જોયું એણે પણ દેવનો ફોટો લીધો અને ચેટ કરી રહી હતી. ઝેબા અને સોફીયા એકબીજા સામે જોઇને સ્માઇલ આપી રહી હતી. હવે દેવે એલોકો સામે જોવાનું બંધ કરી પોતાની સીટ પર બેઠો એણે દૂબેન્દુને ઇશારો કર્યો દૂબેન્દુ સમજી ગયો હોય એમ ઉભો થયો અને કેબીનમાં જઇને પાછો આવ્યો. પોતાની સીટ પર બેસી ગયો. દેવે ફોન લઇને એનાં ...Read More

4

ધ સ્કોર્પિયન પ્રકરણ-4

ધ સ્કોપીર્યન પ્રકરણ-4 દેવ મૂખર્જી સર અને બરૂઆનાં ફોન પછી વિચારમાં પડી ગયો હતો. એણે વાનમાં જોયું બધાં ડ્રીંક અને પાર્ટીનાં મૂડમાં હતાં. એણે સોફીયા સામે જોયું એ બારીની બહાર જોતી ધીમે ધીમે ડ્રીંક પી રહી હતી. ઝેબા અને મોરીનાં વાતો કરી રહેલાં. દેવે એક નજર ત્યાં નાખી અને એણે દૂબેન્દુને બોલાવ્યો. દૂબેન્દુ પણ કાનમાં ઇયરફોન નાંખી બેંગાલ મ્યુઝીક માણી રહેલો. દેવે એને બોલાવ્યો એનું ધ્યાન ના ગયું. એટલે દેવે ઉભા થઇને દૂબેન્દુને ખભેથી હલાવ્યો દૂબેન્દુનું ધ્યાન ગયું એણે ઇયર ફોન કાઢી ક્હ્યું હાં દેવબાબુ શું થયું ? દેવે હસતાં હસતાં કહ્યું વાહ આમોર સોનાર બાગલા બાંગ્લા ગીતો એકલો ...Read More

5

ધ સ્કોર્પિયન પ્રકરણ-5

ધ સ્કોપીર્યન પ્રકરણ-5 સોફીયાએ બૂમ પાડીને કહ્યું સ્ટોપ ધ વાન પ્લીઝ.. અને દેવે એની તરફ જોયું. સોફીયાએ દેવને કહ્યું સ્ટોપ ધ વાન.. મારે... દેવ સમજી ગયો એણે કહ્યું હવે માલ્દા નજીકજ છે જો તને વાંધો ના હોય તો... આપણે માલ્દાથી સાવ નજીક છીએ.. પણ સોફીઆએ કહ્યું નો નો સ્ટોપ ઇમીજીએટલી પ્લીઝ.. દૂબેન્દુને કહ્યું જોસેફને કહે આગળ ઉભી રાખે. દૂબેન્દુએ આગળ જઇને જોસેફને વાન રોકવા કહ્યું જોસેફે ઓકે કહીને થોડે આગળ જગ્યા જોઇને વાન ઉભી રાખી. વાન ઉભી રહી એવી સોફીયા ઉભી થઇ એટલે ઝેબા તરફ જોયું ઝેબા પણ ઉભી થઇ ગઇ. સોફીયાએ સાથે એનું પર્સ લીધું અને એ વાનમાંથી ...Read More

6

ધ સ્કોર્પિયન પ્રકરણ-6

ધ સ્કોપીર્યન પ્રકરણ-6 જોસેફે કીધું દેવ સર આ છેલ્લી સારી હોટલ છે અહીં ડીનર ડ્રીંક બધું મળશે. મોટી ગાર્ડનવાળી છે. અહીંનાં ખ્યાતનામ સ્મગ્લરની પણ બધુ મળશે પછી જંગલજ શરૂ થશે કંઇ નહીં મળે. દેવે કહ્યું મને ખબર છે હું બધાને જાણ કરું છું જોસેફ તું વાનમાંજ રહેજે બધાનો સામાન છે તું છેલ્લે જમી આવજે અથવા તારાં માટે વાનમાંજ મોકલું છું. તારે બહાર આંટો મારવો છે ? જોસેફે કહ્યું નો સર પહોચ્યાં પછી મારે શું કરવાનું છે ? હું ફ્રેશજ છું મારુ વાનમાં મોકલી દો હું વાનનું ધ્યાન રાખીશ અહીં ખાસ વાહનો પણ નથી એટલે અહીં રહેવું જરૂરી છે. દેવે ...Read More

7

ધ સ્કોર્પિયન પ્રકરણ-7

ધ સ્કોપીર્યન પ્રકરણ-7 બધાં વાનમાં બેસી ગયાં પછી વાન સ્ટાર્ટ થઇ જંગલ માર્ગે ધીમે ધીમે જઇ રહી હતી ચારેબાજુ ચાંદનીનાં આછાં અજવાળામાં વૃક્ષોની હારમાળા અને પહાડોનાં કંટુંરીંગ રસ્તામાં વંળાકો આવી રહેલાં બધાં કાચમાંથી જોવાનાં પ્રયત્ન કરી રહેલાં. વાનની અંદરની લાઇટ તદ્દન બંધ હતી વાનની ફ્લડ લાઇટમાંથી આગળ રસ્તો દેખાતો હતો. દેવે લેપટોપ ચાલુ કરેલું લેપટોપની સ્ક્રીનની લાઇટ એનાં ચહેરાં પર આવી રહી હતી એનાં ચહેરો સ્પષ્ટ દેખાતો હતો દેવે કૂતૂહૂલથી સોફીયાનાં મોબાઇલથી બધી ડીટેઇલ્સ એનાં લેપટોપમાં લીધી હતી એણે એનું US નું સોશીયલ સીક્યુરીટી કાર્ડનાં નંબરથી બધી માહિતી સ્કેન કરી કાઢી જોઇ રહેલો એમાં બધીજ વિગત હતી એનાં USનાં ...Read More

8

ધ સ્કોર્પિયન પ્રકરણ-8

પ્રકરણ-8 દેવ જોસેફની સીટ પાછળથી બોટલ કાઢી બે ઘૂંટ માર્યા અને બોલ્યો વાહ આખા શરીરમાં ગરમાવો પ્રસરી ગયો. કોઇ કે એની છાલમાંથી ઘૂંટીને સડાવીને બનાવ્યો છે મસ્ત.... મજા આવી ગઇ અને ત્યાંજ વાન ઢોળાવ ઉપર કોઇ ખાડામાં ખાબકી, ખોટવાઇ અને જોરદાર આંચકો આવ્યો. દેવ માંડ માંડ બચ્યો. એણે જોસેફ સામે જોયું જોસેફનું માથું સ્ટીયરીંગ સાથે ભટકાયેલું પણ બચી ગયેલો એણે ઓહ સાથે માથા ઉપર હાથ દબાવ્યો. અંદરથી દુબેન્દુ આગળ આવી ગયો શું થયું જોસેફ શું થયું ? એણે દેવ અને જોસેફને જોયા. દેવ દુબેન્દુને કહ્યું દુદુ ટોર્ચ લાવ અને બહાર જઇને જો શું સ્થિતિ છે ? ટાયર ખાડામાં ભરાયા ...Read More

9

ધ સ્કોર્પિયન પ્રકરણ-9

પ્રકરણ-9 વાન ધીમે ધીમે વળાંકવાળાં ઢોળાવો ઉપર ચાલી રહી હતી. ધીમે ધીમે અંધકારની સાથે સાથે ધુમ્મસ છવાઇ રહ્યું હતું. ફૂટ આગળનું જોસેફને દેખાતું નહોતું આવા સમયે આગળ ડ્રાઇવ કરવું શક્ય નહોતું એણે વાન ઉભી કરી દીધી ફુલ લાઇટ ચાલુ હતી પાછળની એલર્ટ લાઇટ બધુ ચાલુ હતું. હતું પણ કોહરાનો ધેરાવો એવો હતો કંઇ દેખાતું જ નહોતું ત્યાં વાનનો દરવાજો ખૂલવાનો અને બંધ થવાનો અવાજ આવ્યો. દેવનાં સરવા કાને એ સાંભળ્યું એણે કહ્યું કોણે દરવાજો ખોલ્યો ? કોણ છે ? પછી બંધ થવાનો પણ અવાજ આવ્યો. દેવે ટોર્ચ મારીને જોયું પણ કંઇ જ દેખાતું નહોતું એ સાવ બઘવાઇ ગયો અને ...Read More

10

ધ સ્કોર્પિયન પ્રકરણ-10

પ્રકરણ-10 સોફીયા વાનમાંથી પોતાની મરજીથી કોઇને જાણ કર્યા વિના ભરચક ધુમ્મસ અને અંધારામાં ઉતરી ગઇ અને ગાયબ થઇ ગઇ સૌથી વધારે ચિંતા દેવને હતી એણે બાઇકનો અવાજ સાંભળેલો ખીણ તરફ અને એ પણ ક્યાંક ઝાડીઓમાં ઓગળી ગઇ હતી. એણે દુબેન્દુને કહ્યું આ ટુર મેં કન્ડકટ કરી છે સોફીયાની જવાબદારી મારી બને છે. મારે એને કોઇપણ રીતે શોધવી પડશે. દુબેન્દુએ સલાહ આપી ઝ્રેબા સાથે એ ઘણી ભળેલી હતી એ બંન્ને વચ્ચે કંઇક વધારેજ નીકટતા છે બંન્ને જણાંએ સાથે ડ્રગ પણ લીધું છે મેં નજરે જોયું છે આપણે ઝ્રેબાની પૂછપરછ કરીએ. દેવે કહ્યું અડધીરાત્રે આવાં ભયાનક જંગલમાં આવી ઘટના બની ગઇ ...Read More

11

ધ સ્કોર્પિયન પ્રકરણ-11

ધ સ્કોપીર્યન પ્રકરણ-11 દેવે ઝ્રેબાની સ્ટોરી સાંભળી જાણે ફીલ્મી લાગી એણે દેવન્દુની સામે જોયું એ લોકો આગળની બાજુ ગયાં દેવે દુબેન્દુને કહ્યું આ ઝ્રેબા પોપટની જેમ બધું એક સાથે કેમ બોલી ગઇ ? મને તો એના પર પણ શક થાય છે જોઇએ હવે... ત્યાં વાન પર પત્થર પડતાં હોય એવું લાગ્યું દેવ અને દુબેન્દુ સજાગ થયાં અને તરતજ વાનની બહાર નીકળ્યાં પણ ત્યાં આસપાસ પણ કોઇ દેખાતું નહોતું એ લોકોને અચરજ થયું ત્યાં દેવે ઢોળાવનો ચઢાણ તરફથી કોઇ વાહન એ લોકો તરફ આવતું જોયું. દેવે દુબેન્દુને કહ્યું કોઇ વાહન આવી રહ્યું છે તું સજાગ રહેજે હજી ધુમ્મસ છે આછું ...Read More

12

ધ સ્કોર્પિયન પ્રકરણ-12

પ્રકરણ-12 સિધ્ધાર્થની સૂચના પછી દેવે જોસેફને વાન ચાલુ કરી આગળ વધવા જણાવ્યું હવે રસ્તો ચોખ્ખો દેખાતો હતો અને વાતાવરણમાં ઉષ્મા વધી રહેલી. ખુશનુમા લાગી રહેલું જોસેફે લગભગ 15 km વાન આગળ ચલાવી હશે અને એની નજર રસ્તાની બાજુમાં કેડીનાં કિનારે એક માનવ દેહ જોયો એ ચમક્યો અને બ્રેક પર પગ ચોંટી ગયો. અચનાક બ્રેક મારવાથી આખી વાન આંચકા સાથે ઉભી રહી ગઇ. દેવે બૂમ પાડી જોસેફ શું કરે છે ? બધાં આંચકા સાથે આગળની સીટનાં રોડ સાથે ભટકાયા હતાં. જોસેફે કહ્યું સર.. સર.. આગળ આવો આ જુઓ.. દેવ આગળની તરફ જોયું જોસેફ હાથથી રોડની બાજુમાં કેડીનાં રસ્તા ઉપર સોફીયાને ...Read More

13

ધ સ્કોર્પિયન પ્રકરણ-13

પ્રકરણ-13 સિધ્ધાર્થેની જીપમાં સોફીયાને જનરલ હોસ્પીટલ ઓફ ક્લીગપોંગ લઇને આવી ગયાં. દેવે જોયું સોફીયાનાં ચહેરાં પર ખૂબજ પરસેવો વળી હતો એનાં મોંઢામાંથી લોહી નીકળી રહયું હતું. દેવ ગભરાયો એણે રીતસર ચીસ જેવા અવાજે કહ્યું સિધ્ધાર્થ સર જીપ છેક અંદર લો સોફીયા.. સોફીયા અને સિધ્ધાર્થે પાછળ નજર કરી એણે દેવનાં ગભરાયેલા ચહેરાંને જોઇનેજ અંદાજ લગાવી દીધો. જીપ છેક પ્રવેશદ્વાર સુધી આવી ગઇ. દેવે રીતસર જીપમાંથી કૂદકો માર્યો અને ઇમરજન્સી વોર્ડમાંથી વોર્ડબોયને સ્ટ્રેચર લાવવા કહ્યું ઇમરજન્સી છે વોર્ડબોય સાથે દેવે સ્ટ્રેચર ઉંચકી લીધુ ચાલ જલ્દી પેલાએ કહ્યું સ્ટ્રેચરની ગાડી લઇ લઊં દેવે એકલાએ સ્ટ્રેચર લઇ લીધું અને બોલ્યો લાવ જલ્દી ગાડી ...Read More

14

ધ સ્કોર્પિયન પ્રકરણ-14

પ્રકરણ-14 સિધ્ધાર્થનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી સાંભળે છે અને એ ઉભો થઇ જાય છે દેવને ઇમરજન્સી વોર્ડ તરફ ભાગે છે ત્યાં ડોક્ટર સામેથી આવતાં જણાય છે તેઓ સિધ્ધાર્થ અને દેવને જોઇને કહે છે આની સાથે કંઇક ભયંકર થયું છે એમ કહી સોફીયા છે ત્યાં જાય છે. સોફીયાને ઓક્સીજન આપવા માટે મોંઢા પર મશીન લગાવેલું છે એનાં પગનું કપડું ઉંચુ કરી સાથળનો ભાગ ખૂલ્લો કરીને ડોક્ટર બતાવે છે ત્યાં અનેક કાળા કાળા ડાધ અને જખમ હોય છે. દેવ અને સિધ્ધાર્થ જોઇને રીતસર ડઘાઇ જાય છે. દેવ પૂછી બેઠો ડોક્ટર આ બધુ શું છે ? અને એનાં ...Read More

15

ધ સ્કોર્પિયન પ્રકરણ-15

પ્રકરણ-15 દેવે એનાં પાપા અને મોમ સાથે વાત કરી લીધી હતી ત્યાં હોટલનાં કમ્પાઉન્ડમાં એની વાન આવી ગઇ દેવની પડી પણ કોઇની નજર દેવ તરફ નહોતી દેવ થોડો ઝાડ પાછળ સરકી ગયો ખબર નહીં કેમ એને એવું સ્ફુર્યું. બધાં પોતપોતાનાં લગેજ સાથે નીચે ઉતરી રહ્યાં હતા. જ્હોન, માર્લો, મોરીન, ડેનીશ બધાં ઉતરી ગયાં હજી ઝ્રેબા ઉતરી નહોતી. બે જવાન પણ ઉતરી ગયાં દુબેન્દુ ઉતર્યો અને ફોન પર વાત કરતી કરતી ઝ્રેબા ઉતરી દુબેન્દુની નજર પણ ઝ્રેબા તરફ હતી. નીચે ઉતરી ઝ્રેબાએ ફોન બંધ કર્યો અને આજુબાજુ જોવા લાગી. ત્યાં દેવ ઝાડ પાછળથી નીકળી એ લોકોની સામેજ ગયો. ઝ્રેબાએ દેવને ...Read More

16

ધ સ્કોર્પિયન પ્રકરણ -16

ધ સ્કોર્પીયન પ્રકરણ -16 દેવે આકાંક્ષા સાથે વાત કરી લીધી એને સારું લાગી રહ્યું હતું. ત્યાં એણે જોયું મોબાઈલ પર સિદ્ધાર્થનો નંબર ફ્લેશ થઇ રહેલો એણે કહ્યું આકુ હું પછી શાંતિથી વાત કરું છું મારે તારું ખાસ કામ પણ છે.... પાછો ફોન કરું છું એમ કહી આકાંક્ષાનો ફોન કાપ્યો અને સિદ્ધાર્થનો ફોન રીસીવ કર્યો.... સિદ્ધાર્થે કહ્યું દેવ અહીં સોફિયાને ભાન આવી ગયું છે પણ હજી કંઈ બોલી રહી નથી આંખો ખોલીને એમજ જોયાં કરે છે. ડોકરનું કહેવું છે કે જોખમ ટળી ગયું છે એણે ડ્રગ્ઝ લીધું હોય અથવા એને કોઈએ ઇન્જેક્શન આપેલું હતું ઉપરથી એટલા વીંછીનાં ડંખ.... છોકરી ...Read More

17

ધ સ્કોર્પિયન પ્રકરણ -17

ધ સ્કોર્પીયન પ્રકરણ -17 દુબેન્દુ અને ઝેબા બંન્ને ખુબ ઉત્તેજીત હતાં બંન્ને જણાંએ પોતાનાં વસ્ત્રો કાઢી નાંખેલા અને બીજાને સહેલાવીને શરીર સુખ માણી રહેલાં....દુબેન્દુ સેક્સ માણી રહેલો છતાં માનસિક બધી પરિસ્થિતિથી એલર્ટ હતો. ઝેબાએ ખુબ ડ્રીંક લીધું હતું એને કંઈ ભાન નહોતું એ શરીર લૂંટાવી એનો ગમતો આનંદ લઇ રહી હતી ત્યાં દુબેન્દુનો મોબાઈલ રણક્યો. દુબેન્દુ ચમક્યો આ સમયે કોણ ? એમ કંટાળા સાથે ફોન લીધો... ત્યાં સુધી એ પરાકાષ્ઠા પાર કરી ગયેલો એણે હાંફતા શ્વાસે ફોન લીધો સામેથી દેવે પૂછ્યું અલ્યા કેમ આટલો હાંફે છે ? શું થયું ? ક્યાં છું ? કોઈ પર્વત ચઢી રહ્યો છે ...Read More

18

ધ સ્કોર્પિયન પ્રકરણ -18

ધ સ્કોર્પીયન પ્રકરણ -18 દુબેન્દુ દેવને ખાસ મેસેજ કરીને ઝેબા સાથે માર્લોનાં રૂમ તરફ જાય છે. એનો રૂમ બંધ હતો. ઝેબાએ દુબેન્દુને ચેતવ્યો કે બીલકુલ અવાજ ના થાય. દુબેન્દુએ એનાં કાનમાં કહ્યું ડ્રીંક તે વધારે લીધું છે તું સાચવજે. ઝેબાએ કહ્યું હસીને આ કશું નથી એમ કહી દરવાજો ખોલી આસ્તેથી અંદર પ્રવેશ્યા. અંદર રૂમમાં આછાં અજવાળામાં માર્લો અને જ્હોન બંન્ને જણાં.... દુબેન્દુએ એ જોયું અને સડક થઇ ગયો. જ્હોન અને માર્લો સાવ નગ્ન અવસ્થામાં એકબીજાને ખુબ પ્રેમ કરી રહેલાં. જ્હોન ઉપર અને માર્લો નીચે હતો બંન્ને જણાં પ્રેમ ક્રીડા કરી રહેલાં. દુબેન્દુને હસું આવી ગયું એણે વિચાર્યું આવું ...Read More

19

ધ સ્કોર્પિયન પ્રકરણ -19

ધ સ્કોર્પીયન પ્રકરણ : 19 દુબેન્દુને ઝેબા સ્ટ્રીપ્ટીઝ ડાન્સનો વીડીયો બતાવી રહી હતી અને પોતે પણ જોઈને આનંદ રહી હતી.... ઝેબા નશામાં હતી અને જોવાની અને બતાવાની મજા આવી રહી હતી.... દુબેન્દુએ વિચાર કર્યો ઝેબાનો ફોન દેવ લઇ ગયો હશે ત્યારે એણે આ બધુંજ એણે ઝેબાના ફોનમાંથી ડાઉનલોડ કર્યુજ હશે. એ જોતો હશે ? ત્યાંજ એણે વિડીયોમાં ડાન્સમાં ક્રાઉડમાં સોફીયાને જોઈ સોફીયા ખુબ મસ્તીથી ડાન્સ કરી રહી હતી એની આજુ બાજુનું ક્રાઉડ મ્યુઝીક ની તાલે એકપછી એક કપડાં ઉતારી રહ્યું હતું સોફીયા એ બધું માણી રહી હતી હસી રહી હતી સાથે સાથે ડ્રીંક પી રહી હતી પણ એણે ...Read More

20

ધ સ્કોર્પિયન પ્રકરણ -20

સ્કોર્પીયન : 20 દેવ સીલીંગ તરફ જોતાં જોતાં ક્યારે સુઈ ગયો એને ખબર જ ના પડી. ખાસીવાર ઊંઘ્યાં પછી એકા એક આંખ ખુલે છે એ સફાળો બેઠો થાય છે એને થયું એનાં રૂમની બારી તરફથી કંઈક અવાજ આવે છે એ સાવધ થાય છે. દેવ ડ્રેસીંગ રૂમમાં જાય છે ત્યાં એની બેગમાંથી રીવોલ્વર હાથમાં લઈને એ બહાર આવે છે. એને મેહસૂસ થાય છે કે બહાર ધીમો વરસાદ વરસી રહ્યો છે રાત્રી જામી રહી છે ઠંડી વધી રહી છે.... એ ઠંડી ઠંડી ધાતુની રીવોલ્વર હાથમાં લઈને સાવધાન થઇ બારી તરફ જઈ રહ્યો છે એણે બારીનાં દુધીયા ગ્લાસમાંથી જોયું કોઈ ઓળો છે ...Read More

21

ધ સ્કોર્પિયન - પ્રકરણ -21

ધ સ્કોર્પીયનપ્રકરણ -21 સિદ્ધાર્થનાં મોબાઈલ પર કોઈનો ફોન આવે છે અને એ ફોનમાં ગંભીરતાથી વાત કરી રહ્યો હોય છે કપાળની નસો તંગ થાય છે એને ટેંશન થયું છે. ત્યાં દેવ આવી પહોંચે છે દેવે સિદ્ધાર્થ સામે જોયું એને લાગ્યું સિદ્ધાર્થ ફોનમાં બીઝી છે ત્યાં સુધી સોફીયાને મળી લઉં એ સિદ્ધાર્થને ઇશારાથી અંદર જઉં છું કહે છે અને સિદ્ધાર્થ પણ ઇશારાથી હા પાડે છે. દેવ સોફીયાનાં રૂમ તરફ જાય છે એ હળવેથી રૂમ ખોલે છે અને જુએ છે તો સોફીયા રડી રહી છે એનો ચહેરો રડી રડીને જાણે સુજી ગયો છે. દેવ સોફીયાને જોઈ એની નજીક જાય છે અને પૂછે ...Read More

22

ધ સ્કોર્પિયન - પ્રકરણ -22

-22 દેવ સોફીયાનાં રૂમમાં પાછો આવ્યો. હવે પરોઢ થવાં લાગી હતી. દેવે વિચાર્યું મેં આરામ કરી લીધો સારું થયું મારી થાકથી હાલત ખુબ ખરાબ હતી. એ સોફીયા પાસે આવ્યો એણે જોયું હવે સોફીયા સ્વસ્થ લાગી રહી છે નથી રડી રહી કે નથી કોઈ વિચારમાં... દેવે કહ્યું “સોફીયા હવે તું ફ્રેશ અને સ્વસ્થ લાગી રહી છે. તને હવે દર્દ નથીને ? સારું છે ને ? મને લાગે છે તને સારવાર પછી હવે ઘણું સારું છે... તું કંઈ કહેવા માંગે છે ?” સોફીયાએ આંખથી ખુશી વ્યક્ત કરી અને એનાં હાથ લંબાવ્યા જેથી દેવ એનાં હાથ પકડે... દેવે સમજીને હાથ લંબાવી એનાં ...Read More

23

ધ સ્કોર્પિયન - પ્રકરણ - 23

ધ સ્કોર્પીયન પ્રકરણ - 23 દેવ સોફીયા પાસેથી માહિતી કઢાવવા માંગતો હતો... એને એવું લાગ્યું હતું કે સોફીયા કૂણી પડી છે હવે બધું કહેશે પણ સોફીયાએ કહ્યું ‘ડેવ આ યોગ્ય સમય નથી તને બધું કહેવા અંગે...” દેવ વિચારમાં પડી ગયો કે સોફીયાએ આવું કેમ કીધું ? યોગ્ય સમય નથી એટલે ? એને કોઈ અંદેશો છે કે સ્કોર્પીયન ગેંગનાં માણસો અત્યારે કલીંગપોંન્ગમાં ફેલાયેલા છે ? અને એ લોકો સોફીયા પર નજર રાખી રહ્યાં છે ? દેવે વિચારો ખંખેર્યો અને એનાં મોબાઈલમાં આવેલો સંદેશો વાંચી આનંદીત થયો. મેસેજ વાંચ્યા પછી દેવે વિચાર્યું પહેલાં હું આ બધાં ટેંશનથી મુક્ત તો ...Read More

24

ધ સ્કોર્પિયન - પ્રકરણ - 24

ધ સ્કોર્પીયન પ્રકરણ - 24 દેવ આકાંક્ષા સાથે વાત કરી રહેલો એણે આકાંક્ષાને કહ્યું “તું ચિંતા ના કરીશ પોલીસ અને બીજા અધિકારીઓ મને મદદ કરી રહ્યાં છે હું એકદમ સેફ છું અને હવેતો આગળ મારી ટુર પણ વધારી રહ્યો છું બીજા ખાસ સમાચાર તને આપું કે આપણી બેંગાલ ફીલ્મ ઇન્ડસ્ટ્રીનાં પ્રખ્યાત ડાઈરેકટર પ્રોડ્યુસર રમાકાન્ત બરુઆ સાથે વાત ચાલી રહી છે એમની આગામી સસ્પેન્સ -થ્રિલર ફીલ્મ માટે લોકેશન શોધી આપવાનાં છે એમાં પરીણીતા બોઝ, અપરાજીતા, માલવીકા ઐયર, પ્રસનજીત ચેટરજી, દિપક અધીકારી જેવાં પ્રખ્યાત કલાકારો કામ કરવાનાં છે અને લોકેશન પર ફીલ્મનું શુટીંગ ચાલુ કરવાનાં છે પહેલાં લોકેશન મોકલવાનાં છે. ...Read More

25

ધ સ્કોર્પિયન - પ્રકરણ – 25

ધ સ્કોર્પીયન પ્રકરણ – 25 સિદ્ધાર્થ સોફીયાને જ્યાં એડમીટ કરી હતી એ કલીંગપોંગની સીટી હોસ્પીટલમાં એનાં તાલિમ પામેલાં સાથે ડ્યુટી પર હતો એની બધે નજર હતી. એ એનાં સ્ટાફ સાથે ચર્ચા કરી રહેલો અને તોશિક લામા અવારનવાર દેખા દઈ રહ્યો છે એનાં અંગે એલર્ટ કરી રહેલો... એ વાત કરતાં કરતાં ગ્રાઉન્ડફ્લોર પર આવેલી સોફીયાની રૂમ તરફ નજર કરી લેતો. હોસ્પીટલનાં કમ્પાઉન્ડમાં અંદર અને બહાર બધે સિદ્ધાર્થનાં સિપાઈઓ ગોઠવાયેલાં હતાં તોશિક બીજે દેખા દેતો હતો પણ હજી હોસ્પીટલની નજીક ફરક્યો સુધ્ધાં નહોતો. સિદ્ધાર્થ સૂચના આપીને સોફીયાનાં રૂમ તરફ આવી રહેલો ત્યાં દેવનો ફોન આવ્યો. સિદ્ધાર્થે કહ્યું હાં બોલ ...Read More

26

ધ સ્કોર્પિયન - પ્રકરણ – 26

ધ સ્કોર્પીયન પ્રકરણ – 26 તૌશિક ઝેબાને સાંભળી રહેલો ઝેબાએ જે રીતે વાત કરી એને થયું એ હવે ઓળખી ગઈ છે પણ ઝેબાની એને જોવાની રીત એને ગમી નહીં એ જાણે હર્ટ થયો એણે કહ્યું કેમ આવી રીતે જુએ છે મારી સામે ? ઝેબાએ મનમાં વિચાર્યું આ બાંડીયો અહીં કેમ આવ્યો હશે ? એની ઊંચાઈ મારી છાતી સુધી આવે છે એ શું કરી લેવાનો ?એ તૌશિકને માપી રહી હતી અને તૌશિકે બગડીને આવું પૂછવું... ઝેબાએ હસતાં હસતાં કીધું "અરે કંઈ નહીં પહેલીવાર તને જોયોને એટલે... નામ તો તારું બહું સાંભળેલું... પણ તમે લોકોએ સોફીયાને... તૌશિકે કહ્યું એય આફ્રીકન ...Read More

27

ધ સ્કોર્પિયન - પ્રકરણ – 27

પ્રકરણ-27 ઝેબાનાં રૂમમાં વિકૃત બાંડીયો તૌશિક આવીને ઝેબાને ડ્રગ આપીને પોતાની મનમાની કરાવી રહેલો. નશાથી ધૂત થયેલી ઝેબા તૌશિક એમ કરી રહી હતી એણે તૌશિકનાં કહેવા પ્રમાણે પોતાનાં બધાં કપડાં ઉતારીને સાવ નગ્ન થઇ ગયાં પછી તૌશિકનાં ધક્કાથી બેડ પર આડી પડી અને તૌશિકે એની જાંધ પર બે કાળા કાળા સ્કોર્પીયન મૂકી દીધાં અને ઝેબા સ્કોર્પીયનનં ડંખથી ચીસો પાડવા માંડી અને તૌશિકે જે સ્પીકર પર મ્યુઝીક મૂક્યું હતું એમાં વચ્ચે એની ચીસો સંભળાઇ રહી હતી... ઝેબા એની જાંધ પર ડસી રહેલાં સ્કોર્પીયનને ઉતારવા પ્રયત્ન કરી રહી હતી એની જાંધ પર ડંશનાં ડાધા દેખાવા લાગ્યાં એમાંથી લોહીની ટશર ફુટી નીકળી ...Read More

28

ધ સ્કોર્પિયન - પ્રકરણ – 28

ધ સ્કોપીર્યન પ્રકરણ-28 તૌશિક અચાનક ઝેબાથી અળગો થઇ ગયો અને બોલ્યો “મને મજા નથી આવી રહી તારામાં કંઇ નથી તું તો વેશ્યા જેવી લાગે છે અત્યાર સુધી તેં આવાંજ ધંધા કર્યા લાગે છે સોફીયા ક્યાં અને તું ક્યાં ?” એમ કહી વિચિત્ર રીતે હસવા લાગ્યો અને બોલ્યો “તારામાં કોઇ રીતે સંતોષ નહીં મળે.. મારાં માટે તો અમારાં કબીલાની છોકરીઓજ બરાબર છે એકદમ ફીટ...” તું તો.. એમ કહી ફરીથી હસવા લાગ્યો. ઝેબાને નશો હતો વળી તૌશિક અધવચ્ચે ઉભો થઇ ગયો અને ઝેબાનું અપમાન કરી રહેલો ઉપરથી એને વેશ્યા કીધી એતો એને અસર ના થઇ પણ એનાથી સંતોષજ થાય ...Read More

29

ધ સ્કોર્પિયન - પ્રકરણ-29

ધ સ્કોર્પિયન પ્રકરણ-29 ઝેબાનાં રૂમ પાસે આવીને માર્લો ઉભો રહેલો એ ક્યારનો ઝેબાનાં રૂમનાં બારણાં પાસેજ અંદર શું થઇ છે જાણવાં બારણાં ઉપર કાન દઇને ઉભો હતો. બંધો અવાજ શાંત થતાં અને વહેમ પડયો અને દરવાજો નોક કર્યો. ઝેબાએ દરવાજો ખોલ્યો અને માર્લોને જોતાંજ વળગી ગઇ ક્યાંય સુધી એને છોડ્યો નહીં બંન્ને વચ્ચે સંવાદ થયો. ઝેબાએ કહ્યું “ તું મારો ખ્યાલજ નથી રાખતો હું તને કેટલો મીસ કરતી હતી.” પેલો ઝેબાનો પામી ગયેલો એણ કહ્યું “ઝેબા બધાં નાટક બંધ કર હું તને માથાથી પગ સુધી બરાબર ઓળખું છું તું એક નંબરની લંપટ છું. સેક્સ અને ડ્રગ માટે તું કંઇ ...Read More

30

ધ સ્કોર્પિયન - પ્રકરણ-30

ધ સ્કોપીર્યન પ્રકરણ-30 ઝેબાનાં રૂમનો દરવાજો ફરી નોક થયો અને માર્લોએજ દરવાજો ખોલ્યો જોયું તો સામે દુબેન્દુ ઉભો હતો કરતો. દુબેન્દુએ કહ્યું “હાય માર્લો તું અહીં છે? વેલ... હું કહેવાં આવ્યો છું કે આજે રાત્રે અહીંની ફેમસ રેસ્ટોરન્ટ -બાર ડાયમન્ડ રેસ્ટોરન્ટમાં ડીનર પાર્ટી છે અને પાર્ટી સિધ્ધાર્થ સર તરફથી છે એમાં તમને છ એ જણને આમંત્રણ છે. સરે દેવ અને મને જ બોલાવેલાં... એમ કહીને અટક્યો માર્લો ઝેબા તરફ જોઇ રહેલો. ઝેબા બેડ પરજ બેસી થઇ ગઇ હતી.. પછી કહ્યું “દેવની રીકવેસ્ટથી એમણે બધાંને ઇન્વાઇટ કર્યા છે. જેથી બધાંને મજા આવે. “ “રાત્રે મોડામાં મોડાં 9 વાગે રેડી રહેજો ...Read More

31

ધ સ્કોર્પિયન - પ્રકરણ -31

ધ સ્કોર્પીયન પ્રકરણ -31 બરુઆ પ્રોડકશન તરફથી 3 લાખનું તાત્કાલિક પેમેન્ટ પણ ટ્રાન્સફર થઇ ગયું જોઈને દેવ થઇ ગયો. હવે મૌખિક કે મેઈલ પર વાતચીત નહીં કોન્ટ્રાકટ કન્ફ્રર્મ થઇ ગયો છે એણે એ વિશે વિચારવા માંડ્યું કે ક્યાંથી ક્યાં નો ટ્રેક પકડું કે ટુરીસ્ટને પણ જંગલમાં ફરવાની મજા આવે અને મને આ મુવી માટે એકદમ જબરજસ્ત ફિલ્મનાં વિષય પ્રમાણે લોકેશન મળી જાય... દેવે વિચાર્યું આ તો સાઈનિંગ એમાઉન્ટ થઇ પણ જયારે કામ ચાલુ કરીશ ત્યારે બીજું પેમેન્ટ માંગી લઈશ... લોકેશન સીલેક્ટ કરી એલોકોને બતાવવું કન્વીન્સ કરવા... એમની સ્ટોરી સાથે મેચ થતું લોકેશન આપવું બહુ ખંત અને જવાબદારીનું ...Read More

32

ધ સ્કોર્પિયન - પ્રકરણ -32

ધ સ્કોર્પીયનપ્રકરણ -32 દેવે સિદ્ધાર્થનો ફોન પતાવીને સોફીયાની સામે જોયું અને જોતોજ રહી ગયો એનાં મુખેથી અનાયસેજ નીકળી ગયું આર વેરી બ્યુટીફૂલ... જસ્ટ ગોર્જીયસ...વાઉં સોફીયા તું આ ડ્રેસમાં અસ્સલ ઈંડિયન લાગે છે...’ સોફીયાએ ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલો...લાલ ગુલાબી અને જરીકામ કરેલો પાર્ટીવેરમાં ગણાતો સુંદર ડ્રેસ અને નીચે મખમલી મેચીંગ ક્રીમ કલરનો પાયજામો...હાથમાં કાચની લાલ લીલી બંગડીઓ...એનાં સુંદર ઘાટીલાં ગોરાં ચહેરાં પર લાલ બીંદી માંજરી ભૂરી હસતી આંખો...સોનેરી ખભા સુધી આવતાં ઘાંઢા વાળ...આબેહૂબ જાણે અપ્સરા...દેવે ક્યાંય સુધી જોયાંજ કર્યું સોફીયા શરમાઈ અને બોલી ‘થેન્ક્સ દેવ...મને ઇન્ડિયન ડ્રેસીસ ખુબજ પસંદ છે આજે એજ પહેરી લીધાં...”દેવે કહ્યું “તું સાચેજ ખુબ સુંદર લાગે ...Read More

33

ધ સ્કોર્પિયન - પ્રકરણ -33

ધ સ્કોર્પીયન પ્રકરણ -33 દેવ અને સિદ્ધાર્થની વાતચીતથી સોફીયા ડીસ્ટર્બ થઇ ગઈ હતી એ બંગાળી ભાષા સમજતી પરંતુ એમાં જે નામ બોલાતાં હતાં એ સમજ પડી રહી હતી એ સમજી ગઈ કે વાત એનાં રિલેટેડ -સ્કોર્પીયન અને એનાં માણસો અંગેની થઇ રહી છે એને ગભરાહટ થઇ એણે દેવને કહ્યું “મારે પાર્ટીમાં નથી આવવું જે નામો બોલાય છે એ બધાં ખુબ ડેન્જર છે મને મારી નાંખશે મારી સાથે આવેલાં બીજા ટુરીસ્ટ પણ મુશ્કેલીમાં મુકાશે... ક્યાંક બીજે લઇ જા પ્લીઝ...” દેવે આશ્વાસન આપતાં કહ્યું “ગભરાવાની જરૂર નથી તારો વાળ વાંકો નહીં થાય અહીં ખુબ ચુસ્ત બંદોબસ્ત છે.” પછી ...Read More

34

ધ સ્કોર્પિયન - પ્રકરણ -34

ધ સ્કોર્પીયન પ્રકરણ -34 શૌમીકબાસુ કલીંમપોંગનો મામલતદાર /મેજીસ્ટ્રેટ હતો. નાનું ટાઉન હોવાથી ઊંચા પદ ધરાવતાં, ધનિષ્ટ કે અધિકારીઓ એકબીજાને સારી રીતે જાણતાં અને બધાં ક્યાંય ને ક્યાંય મળતાં રહેતાં. સિદ્ધાર્થે કલીંમપોંગમાં બધી તપાસ ચાલુ કરી ત્યારે એને જે જાણકારી મળી એનાંથી એ ચોંકી ગયેલો. સિદ્ધાર્થ પાસે જે બાતમી આવી હતી એ પ્રમાણે કલીંમપોંગ,દાર્જિલીંગ અને આજુબાજુનાં પહાડી અને જંગલ પ્રદેશમાં અનેક ટુરીસ્ટ રેગ્યુલર આવતાં હતાં. એમાં દેશનાં તથા પ્રદેશનાં અનેક લોકો આવતાં હતાં. એ લોકો પાસે ટ્રેક રેકર્ડ હતો કે દેશમાંથી જે ટુરીસ્ટ આવતાં એ જેન્યુઅલી પ્રવાસ એટલે કરતાં કે અહીંની સંસ્કૃતિ જોવા લાયક સ્થળો, મંદિર ,મઠ ,જંગલ,પહાડો જોવા ...Read More

35

ધ સ્કોર્પિયન - પ્રકરણ -35

ધ સ્કોર્પીયન પ્રકરણ -35 સોફીયા એનાં ટુરીસ્ટ ફ્રેન્ડ્ઝ સાથે બેઠેલી એ ખુબ ખુશ જણાતી હતી. જ્હોને સોફીયાને જોઈને "સોફીયા યુ આર લુકીંગ વેરી બ્યુટીફૂલ એન્ડ ફ્રેશ...આઈ મીન...યુ આર નાઉ ઓકે એન્ડ ફીટ..’.સોફીયાએ તરતજ સમય ચોર્યા વિના કહ્યું “યસ જ્હોન...આઈ એમ.. થેન્ક્સ ટુ દેવ...” ત્યાં દેવ એલોકો પાસે આવી ગયો અને જ્હોને દેવને જોઈને કહ્યું “હાય દેવ અમે તારીજ વાત કરી રહેલાં. સોફીયાને બચાવી લેવા માટે આખાં ગ્રુપ તરફથી થેન્ક્સ કહું છું”. અને સોફીયા પણ તનેજ ક્રેડીટ આપી રહી છે વળી એ સાચું પણ છે.” દેવે સોફીયા સામે જોયું અને બોલ્યો “એમાં શું તમે મારી સાથે ટુર માટે આવ્યાં ...Read More

36

ધ સ્કોર્પિયન - પ્રકરણ -36

ધ સ્કોર્પીયન પ્રકરણ – 36 રુદ્ર રસેલે દેવને એની બાજુમાં બેસવા આમંત્રણ આપ્યું એમને ખબર પડી દેવ રાયબહાદુરનો એકનો એક દીકરો છે પછી એને ઓફર પણ કરી કે તારે કંઈ પણ કામ હોય તું મને નિઃસંકોચ કહી શકે છે તને મદદ કરવાથી મને આનંદ થશે દેવ આભારવશ થઇ ઉભો થઇ ગયો અને બોલ્યો “ સર...સર મને ફરવાનો નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવાનો ખુબજ શૌખ છે હાલમાં હું યુરોપીયન ટુરીસ્ટને લઈને કલીંમપોંગ અને અહીંના પહાડ -જંગલ ઘુમાવવા લઇ આવ્યો છું...પણ ખાસ અગત્યની વાત એ છે કે ટુરીસ્ટ લઈને આવવા કે ટૂરીઝ્મનો પ્રોફેશન કરવો એ નામનું છે મુખ્યતો મને ...Read More

37

ધ સ્કોર્પિયન - પ્રકરણ -37

ધ સ્કોર્પીયન પ્રકરણ – 37 રુદ્ર રસેલને કોઈ બીજી અગત્યની મીટીંગ હતી એટલે દેવને કહી અને જવા હતાં ત્યાં સિદ્ધાર્થ સર આવી ગયાં. રુદ્ર રસેલે વહેલાં નીકળવા બદલ દિલગીરી દર્શાવીને કહ્યું “મારો સ્ટાફ અહીંજ છે એ મારી હાજરી બરાબર છે મારે જવું પડશે” એમ કહીને નીકળવાની તૈયારી કરી એમણે શૌમીકબાસુ તરફ નજર સુધ્ધાં ના નાખી અને ત્યાંથી નીકળી ગયાં. સિદ્ધાર્થ એમને નીચે ઉતરી છેક એમની કાર સુધી વળાવવા ગયો અને દેવ એનાં ગ્રુપ તરફ જઈ રહ્યો હતો ત્યાં પાર્ટીમાં નાચતી છોકરીઓએ એને અટકાવ્યો અને એને એમની સાથે ડાન્સ કરવા માટે આમંત્રણ આપ્યું દેવ રુદ્ર રસેલની મીટીંગ અને ...Read More

38

ધ સ્કોર્પિયન - પ્રકરણ -38

ધ સ્કોર્પીયન પ્રકરણ -38 સિદ્ધાર્થે પવનને સૂચના આપી અને શૌનીકબાસુનો ખાસ ચમચો ચિંગા લીઝ પણ હોલની બહાર લાગ્યો. દેવે સિદ્ધાર્થની સામે જોયું...સિદ્ધાર્થ બધી ગતિવિધિ જોઈ રહેલો એણે સીધો ચાન્સ લીધો અને સીધો શૌમીક બાસુ પાસે ગયો અને બોલ્યો “સર બોલો શું બીજું લેશો ?” -શૌમીક બાસુ એટલો ખંધો હતો એણે દાઢમાં હસતાં કહ્યું “અરે સિદ્ધાર્થ બાબુ ક્યારનાં તો અમે તમારી પરોણાગત માણી રહ્યાં છીએ...વાહ મજા આવી ગઈ...હવે અમે પણ જઈએ...આમ પણ મહેફીલ ધીમે ધીમે ખાલી થઇ રહી છે કોઈ નારાજ થઈને કોઈ આનંદમાં મદહોશ થઈને જઈ રહ્યાં છે...આતો પાર્ટી છે વ્યક્તિગત કેટલા ને સંભાળી શકાય...પછી એણે ...Read More

39

ધ સ્કોર્પિયન - પ્રકરણ -39

ધ સ્કોર્પીયન પ્રકરણ -39 સિદ્ધાર્થે જોયું પવન અંદર આવી ગયો છે. એણે દેવ અને દુબેન્દુને કહ્યું “તમે ડ્રીંક લો હું હમણાં આવું છું હું તો ડ્યુટી પર છું મારે ના થાક ના આરામ...” એમ કહી હસતો હસતો ઉઠ્યો. દેવે કહ્યું “પ્લીઝ...અમેતો એન્જોય કરીશું કેટલાય દિવસ પછી રિલેક્ષ થયો હોઉં એવું લાગે છે...પણ સર...એક વાત...” સિદ્ધાર્થે કહ્યું “હું પાછો આવું પછી શાંતિથી વાત કરીએ હમણાં મારે જવું પડશે.” એમ કહી દેવ શું આગળ જવાબ આપે છે એ સાંભળ્યાં વિનાં ત્યાંથી નીકળી ગયો. સિદ્ધાર્થે કહ્યું “પવન દેવને કંપની આપવામાં અને આપવામાં મારાંથી બે પેગ લેવાઈ ગયાં છે.” પવને કહ્યું ...Read More

40

ધ સ્કોર્પિયન - પ્રકરણ -40

ધ સ્કોર્પીયન પ્રકરણ -40 સિદ્ધાર્થેને ખબર નહીં શું સુજ્યું એણે પેલાં ઓપરેટર સામે જોયું અને એક સખ્ત ઝીંકી દીધો.. પેલો સર સર કહેતો નીચે પડ્યો એવી એને જોરથી લાત મારી દીધી. પેલો ઓહ ઓહ કરતો કણસી રહેલો ત્યાં બીજો ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહેલો પવને પકડી લીધો... પવને બોર્ડમાં નીકળેલાં વાયરનાં છુટેલાં છેડાં પાછાં ફીટ કર્યા અને બધે લાઈટ આવી ગઈ... લાઈટ આવતાંજ પવન અને સિદ્ધાર્થે પેલાં બંન્ને જણાંને ધ્યાનથી જોયાં અંધારામાં સ્પષ્ટ દેખાતાં નહોતાં...બંન્ને જણાંએ પીળાં રંગનાં ટોપા પહેરેલાં હતાં...બંનેને જોઈને પવન અને સિદ્ધાર્થ એકબીજાની સામે જોવા લાગ્યાં... સિદ્ધાર્થે કહ્યું “પવન આ તો પેલાં દેવનાં ...Read More

41

ધ સ્કોર્પિયન - પ્રકરણ -41

ધ સ્કોર્પીયન પ્રકરણ -41 સિદ્ધાર્થે કહ્યું “દેવ આ સામાન્ય ટુરીસ્ટ નથી તારી સાથે દગો રમ્યા છે એતો કસરત ચાલુ થશે ત્યારે એલોકો કરામત બતાવશે. હમણાં આપણે મગજ ગુમાવવાનો અર્થ નથી” એમ કહેતાં બંન્ને લોકપમાંથી બહાર આવ્યાં ત્યાં પવન અને બીજા પોલીસ કર્મી સ્ટેશન પર આવ્યાં. પવને કહ્યું “સર ખબરી ખબર લાવ્યો છે કે ઝેબા અને મોર્ટીન શૌમીકબસુનાં ફોલ્ડર ચિંગા સાથે...આઈમીન ચંગીઝ. “ સિદ્ધાર્થે કહ્યું “તો સોફીયા અને ડેનિશ પેલાં ચાર સોલ્જર જેવાં સાથે હોવા જોઈએ. કંઈક મોટી ગરબડ છે.” સિદ્ધાર્થે કહ્યું “પવન તું તારાં સોલ્જર સાથે તાત્કાલીક જીપ અને શસ્ત્રો સાથે જંગલ તરફ જા આ બધાં ત્યાંજ ...Read More

42

ધ સ્કોર્પિયન - પ્રકરણ -42

દેવ અને દુબેન્દુ હોટલ પર પહોંચ્યા. દેવે દુબેન્દુને કહ્યું “દુબે તારે ફ્રેશ થઈને આરામ કરવો હોય તો એવું કર મારાં રૂમમાં આવ પાપા સાથે વાત કરી લઉં મને આજે પહેલીવાર એવું થાય છે કે આપણી ટુરની વાત ટુરીસ્ટ અંગે પાપાને શેર કરવું જરૂરી છે. સિદ્ધાર્થ સરની પણ એવી સલાહ હતી.”દુબેન્દુએ કહ્યું “દેવ તારી વાત સાચી છે હું તારી સાથે તારાં રૂમમાંજ આવું છું ચાલ અંકલ સાથે વાત કરી લઈએ આપણને સાચું ગાઈડન્સ મળશે શું કરવું કારણકે જે રીતે બધું થઇ રહ્યું છે એ આગળ જતાં આપણને હેરાન ના કરી નાંખે.” દેવ અને દુબેન્દુ દેવનાં રૂમમાં આવ્યાં. દેવે કહ્યું “હું ...Read More

43

ધ સ્કોર્પિયન - પ્રકરણ -43

વહેલી સવારે...દેવની આંખ ખુલી ગઈ એને યાદ આવ્યું કે રાત્રે હોટલથી ખુબ ડ્રીંક લીધું હતું કેટલાં બધાં બનાવ બની એક રાતમાં ,ટુરીસ્ટ ક્રીમીનલ નીકળ્યાં, જ્હોન અને માર્લો હોટલનાં એલોકોનાં જનરેટર / કમ પાવર રૂમમાં ઝડપાયાં સોફીયા ડેનીસ કોઈ મિલીટ્રી જેવાં માણસો સાથે ગુમ થયાં પવન અને એનાં ખબરીની વાતો...ઝેબા મૉરીન ચીંગાલીઝ સાથે ક્યાંક ગયાં એ ખબર...સિદ્ધાર્થની વાત થઇ પહેલાં પાપા સાથે વાત થઇ હતી...પાપાએ...દેવ બધાં વિચારોમાં એક સાથે ગૂંચવાયો...એણે વિચાર્યું છેલ્લે પાપાનો ફોન આવી રહેલો અને સિદ્ધાર્થે ફોન કાપેલો પછી હું એમનાં ફરીથી ફોન આવે એની રાહ જોઈ રહેલો...પછી ક્યારે નીંદર આવી ગઈ ખબરજ ના પડી...બધાંનું શું થયું? જાણવું ...Read More

44

ધ સ્કોર્પિયન - પ્રકરણ -44

સ્કોર્પીયનપ્રકરણ : 44 ઝેબા આદેશ પ્રમાણે લચકતી ચાલે ફ્લોર ઉપરનાં ગોળાકાર એવાંમાં પ્રવેશ કરવા પગ મૂકે છે એ ગોળાકાર જેવું છે એમાં પગ મૂકે છે અને... એ સ...ર... ર... કરતી એક ટ્યુબ ટનલ જેવું હોય છે એમાં સરકી જાય છે એ એકદમ ચોંકે છે પણ સરકતી જાય છે ક્યાંક પકડવાનું હોતું નથી બે મીનીટની એ સરકતી સફર પછી એ ક્યાંક સુંવાળી ગાદીમાં...પોચાં પોચાં સુંવાળા ફર્શમાં પહોંચે છે એ વિસ્મયથી જોઈ રહે તે એ ક્યાંક ભોંયરા જેવાં રૂમમાં પહોંચી ગઈ છે એવો ખ્યાલ આવે છે એમાં ઝગમગતી પણ ડાર્ક લાઈટવાળા વાતાવરણમાં છે મીઠું ધીમું સંગીત વાગી રહ્યું છે એ ફર્શ ...Read More

45

ધ સ્કોર્પિયન - પ્રકરણ -45

સ્કોર્પીયનપ્રકરણ : 45 દેવ અને દુબેન્દુ હોટલ પરથી મેનેજરની ઓફીસમાં ગયાં. મેનેજર રાહ જોતો હતો એણે કહ્યું દેવ સર... કહ્યું બોલો શું કહેવું છે ? જે તમે કહેવાં માંગો છો એ અમે જાણીએ છીએ. અમારાં ટુરીસ્ટનો સામાન પોલીસે જમા કર્યો છે અને તેઓ લઇ ગયાં છે તમારાં રૂમ ખાલી કરાવ્યાં છે ઍમજને ?મેનેજરે કહ્યું સર વાત એ નથી...એ બધી તમને ખબરજ હોય અને એ જે થયું સારું થયું કંઈક વધારે જો ગરબડ થાત તો અમારી હોટલનું નામ પણ ખરાબ થાત. દેવે કહ્યું હું સમજું છું પણ તમે શું કહેવા માંગતા હતાં ? મેનેજરે કહ્યું સર તમારા ટુરીસ્ટ સાંજે પાર્ટીમાં ...Read More

46

ધ સ્કોર્પિયન - પ્રકરણ -46

સ્કોર્પીયન પ્રકરણ : 46 મીલીટ્રી મેજર અમન ગુપ્તાનાં આવ્યાં પછી સિદ્ધાર્થ દોડાદોડમાં પરોવાયાં. થોડીવાર પછી બીજી એક પોલીસ સ્ટેશન કમપાઉન્ડમાં પ્રવેશી અને એ અવાજ સાંભળી સિદ્ધાર્થ સાથે દેવ અને દુબેન્દુ પણ બહાર આવી ગયાં. દેવની નજર જીપ પર પડી અને અને એ દોડીને જીપ તરફ ગયો. જીપમાંથી રાય બહાદુર રોય નીકળ્યાં. એ બહાર આવ્યાં દેવને જોયો અને ગળે વળગાવ્યો. પછી તરતજ દેવને અળગો કરીને કહ્યું “ બરાબર ?” દેવે કહ્યું “યસ સર... યસ પાપા...” અને રાય બહાદુરની નજર દુબેન્દુ અને સિદ્ધાર્થ પર પડી. દુબેન્દુ દોડતો આવીને નીચો નમીને પગે લાગ્યો. રાય બહાદુરે એની પીઠ થપાવીને કહ્યું “હાઉ ...Read More

47

ધ સ્કોર્પિયન - પ્રકરણ -47

સ્કોર્પીયન પ્રકરણ : 47 DGP રાયબહાદુર એકદમ ગંભીર થઇ ગયાં...એમણે ફોન પર વાત પુરી કરી અને એક જીપ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવી...સિદ્ધાર્થની ટુકડીનો ખાસ માણસ પવન અરોડા હતો...એ જીપમાંથી ઉતર્યો અને જીપની પાછળથી બીજા કર્મીઓની દેખરેખમાં તૌશીક લામા, સોફીયા અને ડેનીશ ઉતર્યા. સિદ્ધાર્થ આ બધાંને જોઈને ખુશ થઇ ગયો. પવને તૌશીકને લોકઅપમાં નાખવા એનાં સિપાહીને હુકમ કર્યો અને સોફીયા તથા ડેનીશને એનાં ગ્રુપનાં માણસો સાથે લોકાપમાંજ બીજા રૂમમાં નાંખવાં ઓર્ડર કર્યો. સિદ્ધાર્થ બધું જોઈ રહેલો. સોફીયાએ બુમ પાડીને સિદ્ધાર્થને કહ્યું ‘સર...સર...મને શા માટે લોકઅપમાં? મેં શું કર્યું છે ? અમને તો જબરજસ્તી લઇ જવામાં આવેલાં. સર...સર...દેવ ક્યાં છે ...Read More

48

ધ સ્કોર્પિયન - પ્રકરણ -48

સ્કોર્પીયન પ્રકરણ : 48 નેશનલ ટીવી ન્યુઝ ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવી રહેલાં. કોલકોત્તા -પશ્ચિમ બંગાળજ નહીં દેશ ન્યુઝ જોઈ રહેલો ટીવી ન્યુઝ એન્કરનાં કહેવા પ્રમાણે આખો દેશ અને સાથે સાથે ઓછામાં ઓછાં 45 દેશમાં આ ન્યુઝનું લાઈવ પ્રસારણ થઇ રહ્યું છે. દેવ અને દુબેન્દુ એકદમ ઉત્તેજીત હતાં...બારમાં સમય પસાર કરતાં કરતાં પીવાઈ ગયું હતું... બ્રેકીંગ ન્યુઝમાં લાઈવ બતાવી રહેલાં કે DGP રાયબહાદુરરાયની નિગરાની અને પાક્કા પ્લાન પ્રમાણે આ ઓપરેશન સ્કોર્પીયન હાથ ધરવામાં આવ્યું હતું એની બધીજ વિગતો ખુબ ખાનગી રાખવામાં આવી હતી જેથી ચાલાક અને ક્રૂર સ્કોર્પીયન ચેતી ના જાય. અગાઉ પણ એને પકડવા આયોજનો થયાં ...Read More

49

ધ સ્કોર્પિયન - પ્રકરણ -49

ધ સ્કોર્પીયન પ્રકરણ -49 લોકલ ન્યુઝ પર પ્રેસ કોન્ફરેન્સ ની તૈયારી થઇ ગયેલી. સ્ટેજ પર DGP,સિદ્ધાર્થ ,મેજર અમન હતાં અને લઘભઘ બધીજ ન્યુઝ ચેનલનાં પત્રકારો લાઈવ હતાં... દેવ દુબેન્દુ બંન્ને એક પછી એક ખુલાસાથી નવાઈ પામી રહ્યાં હતાં. એમને થયું હવે શું રહસ્ય ? જ્યાં જ્યાં ટીવીનાં ન્યુઝ જોવાતાં હતાં ત્યાં બધે ગણગણાટ થઇ રહેલો કે સ્કોર્પીયન કોણ હતો એ ખબર પડી ગઈ પકડાઈ ગયો હજી શું રહસ્ય ? બધાનાં કાન સાંભળવા અધિરા થયાં અને આંખો જોવા સમજવામાં જાણે તલ્લીન થઇ ગઈ હતી...દેવે કહ્યું દુબે હજી શું બાકી છે ? આ લોકોએ તો...ત્યાં સિદ્ધાર્થે બોલવાનું શરૂ કર્યું... બધે ...Read More

50

ધ સ્કોર્પિયન - પ્રકરણ -50

ધ સ્કોર્પીયન પ્રકરણ -50 દેવ અને દુબેન્દુ પોલીસ સ્ટેશન પહોંચ્યા. દેવ અને દુબેન્દુને ખાસ રૂમમાં બોલાવ્યાં ત્યાં દેવનાં અને DGP રોય બહાદુર રોય અને સિદ્ધાર્થ બેઠાં હતાં. દેવ રૂમમાં ગયો...પહેલાં પિતાને નીચે નમીને પગે લાગ્યો અને સિદ્ધાર્થ સાથે હાથ મિલાવ્યા. દેવનાં ચહેરાં પર હજી આશ્ચર્યનાં હાવભાવ હતાં. રાયબહાદુર રોયે દેવને ફરીથી નજીક બોલાવાયો એને ગળે વળગાવી વહાલ કર્યું અને કપાળ ચુમતાં કહ્યું "દેવ આપણી પેઢીમાં મારાં સાથે આપણાં પૂર્વજો બધાં પોલીસ કે મિલિટ્રીમાં હતાં તું મારો દિકરો ખુબ ભણ્યો ભણતર-ગણતર બધું મળ્યું પણ પોલીસની સેવા કે ડીફેન્સમાં ના જોડાયો...પછી થોડીવાર અટક્યાં અને બોલ્યાં... “દેવ છતાં તું આ વખતની ...Read More

51

ધ સ્કોર્પિયન - પ્રકરણ -51

ધ સ્કોર્પીયનપ્રકરણ -51 દેવને હવે બધું જાણ્યાં પછી એક એક વાત જાણવાનું કુતુહલ હતું એ જેમ જાણતો જતો હતો તેમ વધુ પ્રશ્ન કરી રહેલો. એણે એનાં પાપાને કહ્યું “પાપા સોફીયા સાક્ષી બની ગઈ એનાં માટે અને સરકાર માટે પણ સારું થયું પણ મને એક પ્રશ્ન હજી સતાવે છે કે એની સાથે શું થયું હતું ? મેં અનેકવાર એને પ્રશ્ન કરેલાં પણ એ કાયમ કોઈક કારણે અટકતી હતી ખબર નથી કેમ ?”“પાપા...એકવારતો એ લગભગ કહેવા પરજ આવી ગઈ હતી પણ ત્યારે..”.એમ કહી ચૂપ થઇ ગયો સિદ્ધાર્થ સામે જોઈ રહ્યો . સિદ્ધાર્થ અને રાય બહાદુરની આંખો એક થઇ. રાય બહાદુરે કહ્યું ...Read More

52

ધ સ્કોર્પિયન - પ્રકરણ -52

ધ સ્કોર્પીયન પ્રકરણ -52 આટલું મોટું ચા અને ઇમારતી લાકડાનું સામ્રાજ્ય અનેક કંટુરીંગ જમીનો વિશાળ ચાનાં બગીચા. સમૃદ્ધિમાં આળોટતું કુટુંબ રુદ્રરસેલ એક ચુસ્ત સનાતની હિંદુ વેપારી હતાં. એમની રગ રગમાં હિંદુ સંસ્કૃતિ અને સંસ્કાર દોડી રહેલાં. આટલો ધન વૈભવ સત્તા હોવા છતાં ખુબ સરળ, વિનયી અને જમીનથી જોડાયેલાં હતાં. એમનાં કુટુંબમાં ખુદ પોતે એમનાં પત્ની સુરમાલિકા અને એની એક ખુબ સુંદર પુત્રી દેવમાલિકા..આટલો નાનો કુટુંબ સંસાર અને કુબેરને શોભે એવા ધન વૈભવ. રુદ્ર રસેલનાં વડવાઓ પણ ખુબ ચુસ્ત સનાતની સૂર્યની આરાધના કરનારાં અને ભગવાન શંકરને પુજનારાં એમનો વંશ રુદ્રવંશ કહેવાતો અને દરેક પુરુષોનાં નામ પહેલાં રુદ્ર અચૂક ...Read More

53

ધ સ્કોર્પિયન - પ્રકરણ -53

ધ સ્કોર્પીયન પ્રકરણ -53 રાયબહાદુર રાય અમન ગુપ્તાનાં મોઢે એમનાં વખાણ સાંભળી રહેલાં એમણે પુરી નમ્રતા સાથે “તમારો ખુબ આભારી છું થેન્ક્સ મેજર પણ મારાં પ્લાનીંગ સાથે સાથે સિદ્ધાર્થની ટીમનો ઘણો મોટો હાથ છે આ સમયે એનાં જાસૂસ, ખબરી, સોલ્જર્સ બધાં ખુબ સતર્ક હતાં અને તમે કીધું એમ પેલો વધુ પડતો નિશ્ચિંન્ત...પણ જે થયું સારું થયું અંતે એ પકડાઈ ગયો”. “પણ...મેજર હવે એને ખુબ આકરી સજા થવી જોઈએ સરકારી મીશનરીમાં એનાં ઘણાં માણસો છે ખાસ કરીને અહીં એટલે એને પણ પ્લેન દ્વારા અથવા ખાસ હેલિકોપ્ટર દ્વારા કોલકોતા મોકલવો જરૂરી છે એને બાગ ડોગરા તમારાં સ્ટાફની નીગરાનીમાં મોકલ્યે ...Read More

54

ધ સ્કોર્પિયન - પ્રકરણ -54

દ્ધાર્થે સ્કોર્પીયન ઉર્ફે શૌનીક બાસુનાં પેપર્સ તૈયાર કરી દીધાં. મેઈલ પરથી ઓર્ડરની કોપીઓ કાઢી ફાઈલ કરી અને બાકીનાં પેપર્સ માણસોને આપી દીધાં. શૌનીક બાસુને કોલકોતા મોકલવાની તૈયારીઓ પુરી કરી. શૌનીક બાસુને અર્ધ લશ્કરી દળોની નીગરાની નીચે બાગડોગરા મોકલી દીધો. સિદ્ધાર્થે હાંશ કરી એની ચેમ્બરમાં બેઠો. આટલી બધી ઠંડક વચ્ચે પણ એને ગરમી લાગી રહી હતી અકળામણ થઇ રહી હતી એણે એ. સી. ચાલુ કર્યું અને એનાં આસીસ્ટન્ટ પવનને બોલાવે છે. સિદ્ધાર્થે જોયું પવનને બોલવાવ્યો પણ દરવાજામાંથી ચેમ્બરમાં દેવ આવ્યો. એને આશ્ચર્ય થયું એણે કહ્યું “દેવ તારે...” એ આગળ બોલે પહેલાં દેવે કહ્યું “સર હવે તમે થોડાં ફ્રી થયાને ? ...Read More

55

ધ સ્કોર્પિયન - પ્રકરણ -55

દેવ સોફીયાને મળવાં આવ્યો હતો અને એનાં મોઢેથી બધી વાત સાંભળી રહેલો. દેવ એકદમ સ્વસ્થ રીતે બધું સાંભળી રહેલો તરફ એને સહાનુભૂતિ હતી પ્રેમ નહીં સોફીયાએ એને વૅનમાંથી એ નીકળી ગઈ ત્યારની વાતો શેર કરી રહેલી એમાં ઝેબાએ એને ધક્કો કેમ માર્યો એતો એની પાર્ટનર હતી એવો દેવે પ્રશ્ન કર્યો. દેવે પૂછ્યું “તું સાચું બોલે છે ?@ સોફીયાએ કહ્યું “ડેવ હવે હું પાછી US જવાની કદાચ તને ક્યારેય નહીં મળું હું શા માટે જૂઠું બોલું ? શા માટે ? મને એનો શું લાભ થવાનો ? અમે બધાં એકજ ગ્રુપનાં હતાં અને ડ્રગ લેતાં નશો કરતાં એક પેડલર થઈનેજ આવેલાં. ...Read More

56

ધ સ્કોર્પિયન - પ્રકરણ -56

પાપાની સાથે વાત થયાં પછી દેવે ફોન બંધ કરી થોડીવાર વિચારમાં પડી ગયો. એનાં ચહેરાં પર અગમ્ય સ્મિત આવી એ એક સાથે ઘણાં શમણાંઓમાં ખોવાયો. એણે એનું મન કાબું કર્યું અને પાછો અંદર ગયો...સોફીયા દેવની સામેજ જોઈ રહી હતી એણે દેવનાં ચહેરાંને જોઈને કહ્યું “ડેવ બેસ્ટ ઓફ લક...મારે તને મારી સાથે જે થયેલું એ કહેવામાં રસ હતો. અને ત્યાં સુધી મને શાંન્તિ ના મળત. હું તો હવે અહીં બધી ફોર્માલીટી પુરી થાય એટલે યુ એસ જતી રહીશ.”દેવે મનનાં બધાં વિચારો ખંખેરીને સોફીયાનાં બોલવા પર ધ્યાન આપ્યું એણે કહ્યું “હાં...હાં...મને જાણવામાં રસ છે જ તું તારી વાત પુરી કર પછીજ ...Read More

57

ધ સ્કોર્પિયન - પ્રકરણ -57

સોફીયા અને દેવની વાતચીત ચાલી રહી હતી. દેવ એને છેલ્લીવાર મળવા આવ્યો હતો અને મળવા આવવાં પાછળ એની જિજ્ઞાસા હતી કે સોફીયા સાથે શું થયેલું. દેવ સોફીયાને કહી રહેલો કે ‘અમારાં ભારતીય સંસ્કાર છે કે અમે રસ્તે જનારને મદદ કરીએ, કાળજી લઈએ પછી ભૂલી પણ જઈએ. "કેર" લેવી એ માત્ર પ્રેમ નથી. પ્રેમ તો બધાંથી ઉપર છે બે પાત્ર મળે એમની પાત્રતા સામ સામે સરખી હોય -વિચાર સંસ્કારમાં સામ્યતા હોય એકબીજાની કાળજી પ્રેમ અને સન્માનની ભાવના હોય પ્રેમ એમજ નથી થતો અને ક્યારેક ક્યારે થઇ જાય એની પણ ખબર નથી પડતી...બાય ધ વે તેં મને બધી જાણકારી આપી એ ...Read More

58

ધ સ્કોર્પિયન - પ્રકરણ -58

રાય બહાદુરે બહાર આવીને દેવને સમાચાર આપ્યાં કે તારી મોમ 4-5 કલાકમાં સ્પે જેટમાં (નાના પ્લેનમાં) બાગડોગરા આવી જશે મેજરનાં આસીસ્ટન્ટ અહીં લઇ આવશે. દેવ તમે લોકો અહીં બેઠા છો ? ...દુબેન્દુને બોલાવ એ મારી સાથે આવે સર્કીટ હાઉસ. મારુ રોકાણ ત્યાં છે હું અને તારી મોમ ત્યાં રોકાઈશું પછી મી. રસેલને ત્યાં સાથે જવા નીકળી જઈશું. ડીનર પતાવીને દુબેન્દુને સાથે લઈને રાય બહાદુર સર્કીટ હાઉસ પુરી સુરક્ષા વચ્ચે જવા નીકળી ગયાં. સિદ્ધાર્થ અને દેવ એકદમ રીલેક્ષ બેઠાં હતાં. ત્યાં દેવે કહ્યું “સર સરસ ઠંડક છે અને મીઠો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે એકાદ ડ્રીંક થઇ જાય ?” ...Read More

59

ધ સ્કોર્પિયન - પ્રકરણ -59

ત્રીજો અને છેલ્લાં પેગની પહેલી સીપ લેતાં આતુર દેવને સિદ્ધાર્થે કહ્યું "દેવ હું મૂળ વાત ઉપર આવું મારી પાસે અંગે જેટલી જાણકારી છે અને એ જાણકારી પ્રમાણે હું એમને જેટલાં જાણું છું એ પ્રમાણે ડિકલેર્ડ સ્વયંવર કદી નહીં કરે...કોઈ બીજા પ્રસંગનાં ઓઠા નીચે...” ત્યાં વચ્ચે દેવ બોલ્યો "આટલાં મોટાં માણસને શું નડે ? શા માટે ડરે ? એમને પ્રોપર ચોઈસ મળે...”સિદ્ધાર્થે કહ્યું “અહીંજ બધાં એમને સમજવામાં ભૂલ કરે છે કારણકે સામાન્ય પ્રમાણે બધાં આવું ના કરે રીતસરનો સ્વયંવર કરે.” “રુદ્ર રસેલ તો રુદ્ર રસેલ છે ધનાઢ્ય તો છે જ સાથે સાથે ખુબ જ્ઞાની અને અધ્યાત્મ તરફ વળેલો માણસ છે ...Read More

60

ધ સ્કોર્પિયન - પ્રકરણ -60

દ્ધાર્થની સાથે વાત કરી રહેલો દેવ... સિદ્ધાર્થની છેલ્લી વાતોથી ઈમોશનલ થયો. આંખોમાં જળ આવી ગયાં. એને સંતોષ થયો કે પાપા એનાં માટે ગૌરવ અનુભવે છે. ત્યાં એનો મોબાઈલ રણકે છે એ જુએ છે સ્ક્રીન પર અને તરત ફોન ઉપાડે છે. એને સામેથી સાંભળવા મળે છે “ડેવ હું બાગડોગરા એરપોર્ટ છું હવે કોલકોતા જઈ રહી છું તારી યાદ સાથે લઈને જઉં છું તું જીવનપર્યત યાદ રહીશ એવી તારી યાદો છે ભલે ક્ષણિક છે પણ યાદ રહેશે. તારાં જીવનની સફળતાની કામનાં કરું છું આઈ લવ યું ડેવ... આઈ મીસ યું... બાય... ફરી કદી નહીં મળી શકું... પણ તારી આપેલી એડવાઇઝ કાયમ ...Read More

61

ધ સ્કોર્પિયન - પ્રકરણ -61

ણપત પોતે કાર દ્રાઇવ કરીને ધીમે ધીમે મહાદેવનાં ક્ષેત્ર તરફ આગળ વધી રહેલો અને સ્થાનકનું મહત્વ સમજાવી રહેલો. દેવ અવાચક થઇ ગયો એણે જોયું શેષનાગ ભગવાનની મોટી મોટી મૂર્તિઓથી દરવાજા બનાવેલાં... જ્યાં જુઓ ત્યાં પૌરાણીક મૂર્તિઓ, ચિત્રોનાં દર્શન થઇ રહેલાં. વિરાટ મંડપ દૂરથી દેખાઈ રહેલો અને ત્યાંથી પસાર થયો ત્યારે જોયું કે કેવો ફૂલોનો શણગાર હતો, તોરણો અને સેરોથી સુંદર સુશોભન કરવામાં આવેલું હતું આ એક મેદાન જેવો વિસ્તાર હતો.ગણપતે હવે કાર ઊંચાઈ તરફ લેવાં માંડી... ઢોળાવો ગોળ ગોળ ચઢીને એમનાં ફાર્મ હાઉસ તરફ ગાડી જઈ રહી હતી અને થોડીક ઊંચાઈ ઉપર ઘનઘોર જંગલની વચ્ચે ખુલ્લું મેદાન અને ખુબ ...Read More

62

ધ સ્કોર્પિયન - પ્રકરણ -62

દેવનાં ગળામાં એની માં અવંતિકા રોયે મોતીની માળાજ પહેરાવી દીધી. દેવ જોઈને ખુશ થતાં બોલ્યો "માં તમે આ માળા મારો આખો દેખાવ બદલાઈ ગયો તમે હમણાંજ ક્યાંથી લાવ્યા ? " માં એ કહ્યું "મારાં દેવ હું ઘરેથીજ લઈને આવી હતી આવાં રૂડાં અને પવિત્ર પ્રસંગમાં જવાનું હતું અને હું તો તારાં માટે મારો ગમતો સીલ્કના ધોતી કુર્તાનો સેટ પણ લાવી લાવી હતી પણ અહીં રુદ્રજીએ બધી તૈયારી આપણાં માટે કરી હતી તેથી એમનું માન રાખવાં એમનો આપેલો ડ્રેસ તને પહેરવા દીધો.""દેવ મને થાય છે આ માણસો આપણાં માટે ઝીણી ઝીણી ચીવટ રાખી એનો મને આનંદ છે અને નવાઈ પણ ...Read More

63

ધ સ્કોર્પિયન - પ્રકરણ -63

દેવની નજર આકાંક્ષા તરફજ હતી એ આજે ખુબ ખુશ હતો. એણે વિચાર્યું કેટલાય સમય પછી આટલો સારો સમય આવ્યો એણે થોડીક નજર ફેરવી અને દેવમાલિકા તરફ નજર ગઈ તો એ એમની તરફ જ જોઈ રહી હતી એનું મીઠું સ્મિત એનાં તરફથી એનાં મનને નજર હટાવવાં જાણે કહેવુંજ નહોતું પણ કોઈને ટગર ટગર ટાંક્યાં કરવું સારાં લક્ષણ નથી વિચારી નજર ફેરવી લીધી. દેવાઘી દેવ ભગવાન મહાદેવની પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય પૂજા થઇ રહી હતી ઘણાંનું ધ્યાન માત્ર પૂજામાં હતું ઘણાં મહેમાનો અંદર અંદર વાતો કરી રહેલાં. ઘણાં રુદ્ર રસેલ અંગે તો કોઈક ભવ્ય સમારોહનાં સુશોભન પર વાત કરી રહેલાં દૂર રહેલી બે ...Read More

64

ધ સ્કોર્પિયન - પ્રકરણ-64

વાધીદેવ મહાદેવ અને માં પાર્વતીજીને ત્થા શેષનારાયણ ભગવાનને અર્ધ્ય આપવા પછી મુખ્ય પૂજાનું સમાપન થયું બધાં વિશ્રામની સ્થિતિમાં આવી સૂરમાલિકા બહેને કહ્યું “આવો આપણે ત્યાં બેસીને વિશ્રામ કરીએ.” બધી સ્ત્રીઓ ઉઠીને થોડેક દૂર સોફા મૂકેલાં ત્યાં જઇને બેઠી. દેવની નજર દેવમાલિકા તરફ ગઇ. દેવમાલિકાએ દેવ અંગે જાણ્યાં પછી એને અંદરને અંદર કંઇક હલચલ મચી હતી એણે આકાંક્ષાને બોલાવી. દેવમાલિકા એ કહ્યું આકાંક્ષા અહીં આવો આપણે પાછળ બગીચા તરફ ટહેલીએ અને એકબીજાનો પરિચય લઇએ. આકાંક્ષાએ કહ્યું “હાં ચાલો.”. પછી એ અટકી અને દેવ તરફ જોઇને કહ્યું “ભાઇ અહીં આવો દેવમાલિકા સામે જોઇ કહ્યું “ભાઇ અહીં એકલા બોર થશે એમને સાથે ...Read More

65

ધ સ્કોર્પિયન - પ્રકરણ-65

દેવમાલિકાનાં શરીર પરથી નાગ દૂર થયાં અને એ હસતી હસતી પાછી આવી રહી હતી અને એનો ચહેરો પાછો ઉદાસ ગયો. દેવને ફરીથી આશ્ચર્ય થયુ ત્યાં દેવે જોયુ કે રુદ્રરસેલનો ખાસ માણસ સીક્યુરીટી ચીફ ગણપત ગોરખા એમની તરફ આવી રહેલો એ દેવ બધાં પાસે આવીને કહ્યું “તમારાં માટે ચા અને નાસ્તો બધું તૈયાર છે. અહીંથી આગળ ગાઢ જંગલ છે એ તરફ ના જશો તમારી સુરક્ષાની જવાબદારી મારી છે એટલે ખાસ ચેતવવા આવેલો.” દેવમાલિકાએ થોડાં રોષથી કહ્યું “ગોરખાજી અહીં મારો આગવો બગીચો છે અને આ મારાં મહેમાન છે અહીં તમારી સુરક્ષાની ફરજ બજાવવાની જરૂર નથી પ્લીઝ તમે અહીંથી જઇ શકો છો ...Read More

66

ધ સ્કોર્પિયન - પ્રકરણ-66

દેવમાલિકા પાછી ફરી રહી હતી એ દેવને કંઇક કહેવા આગળ આવે ત્યાં કોઇ સેવક દોડતો એની પાસે આવ્યો અને આપને પિતાજી બોલાવે છે અને અહીંના મહેમાન શ્રી.. દેવમાલિકાને એમનાં પિતાજી બોલાવે છે.” દેવમાલિકા એ કહ્યું “ભલે..” અને દેવની નજીક આવીને કહ્યું “મારે બીજા મહેમાનને મળવાનું હોવાથી મારે જવું પડે છે પણ શાંતિથી મળીશુ હવે ઇન્ટ્રો થઇ ગયો છે એટલે..” આગળ બોલ્યા વિના ખીલ ખીલાટ હસી પડી. “હવે હું તમને એવું કહેવા માંગતી હતી કે તમને તમારાં પિતાજી બોલાવે છે.” એમ કહી દેવ તરફ મીઠી નજર નાંખી ત્યાંથી જતી રહી. દેવે કહ્યું “થેંક્સ.”. અને એણે આકાંક્ષા તરફ જોયું બોલ્યો “આકુ ...Read More

67

ધ સ્કોર્પિયન - પ્રકરણ-67

દેવમાલિકા એનાં પિતા પાસે પહોંચી ત્યારે રુદ્રરસેલ અને સૂરમાલિકા એને લઇને પૂજાકક્ષથી થોડે દૂર એક ખાસ બેઠક વ્યવસ્થા હતી પૂજા અને બધો ઉત્સવ સરસ રીતે દેખાતો હતો અને ત્યાં એનાં નાના ચંદ્રમૌલીજી અને નાની ઉમામાલિકા બેઠા હતાં. રુદ્રરસેલ, સૂર માલિકાએ બંન્નેને નમીને આશીર્વાદ લીધાં. દેવમાલિકાએ પણ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં. ચંદ્રમૌલીજી અને ઉમામાલિકા ત્યાં બેઠાં હતાં એમની આગળ પણ પૂજા સામગ્રી, તરભાણુ લોટો પવાલુ બધું સોનાનું મૂકેલુ હતું અને એક મહારાજ ત્યાં ઉપસ્થીત હતાં એવું લાગતું હતું કે તેઓ પણ સાથે સાથે કોઇ સંકલ્પ પૂજા કરી રહેલાં. રુદ્રરરેલે કહ્યું “પિતાજી આશા રાખું છું કે તમને કોઇ પણ વિધ્ન ...Read More

68

ધ સ્કોર્પિયન - પ્રકરણ-68

રુદ્રરસેલનાં સામ્રાજ્યના કલગી સમાન મહાદેવજી અને શેષનારાયણજી નાં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂજા ધામધુમથી પુરી થઇ હતી આવનાર મહેમાનોને મહાપ્રસાદીમાં 101 રસમધુર રસથાળ ચાંદીની થાળીમાં પીરસવામાં આવ્યો હતો એનાં માટે સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ રસોઈયાઓ બોલાવામાં આવ્યાં હતાં. આંગળી ચાટી જાય એવી સ્વાદીષ્ટ રસોઈ બધાં સંતૃપ્ત થઈને જમ્યાં હતાં. આવનાર દરેક મહેમાનોને મોંઘી અમૂલ્ય ભેટ સોગાદો આપવામાં આવી હતી. દરેકનાં મોઢે આજ વાત હતી કે આવાં ભવ્ય પ્રસંગ આવી મહેમાનગતિ માણી ના હોત તો જીંદગીભર અફસોસ રહીં જાત. મોટાં ભાગનાં મહેમાનો વિદાય લઇ રહ્યાં હતાં અને ખાસ ખાસ આમંત્રિત મહેમાનો રુદ્રરસેલને મળીને એમનો આભાર વ્યક્ત કરી જઈ રહ્યાં હતાં. એમાંય સીએમ અને ...Read More

69

ધ સ્કોર્પિયન - પ્રકરણ-69

મહાદેવજીનાં પ્રાંગણનાં પાછળનાં ભાગમાં એક સુશોભીત મંડપમાં બધીજ વ્યવસ્થા હતી. ગાદી તકીયા અને પૂજાની બધી વ્યવસ્થા ખૂબ સ્વચ્છ જગ્યામાં હતી. ત્યાં ધૂપ ચાલી રહેલો દીવા સર્વત્ર પ્રાગટય કરેલાં હતાં. કંઇક અનોખું શાંત અને પવિત્ર વાતારણ હતું. નાનાજી ચંદ્રમૌલીજી અને એમનાં પત્નિ ઉમા માલિક બેઠાં હતાં ત્યાં રુદ્રરસેલ અને એમનાં પત્નિ બધાને લઇ આવ્યાં. રુદ્રરસેલે બધાની ઓળખ કરાવી. ચંદ્રમૌલીજી પવિત્ર ઋષિમુનિ જેવા દેખાતાં હતાં ભાલ પર ત્રિપુડ કરેલું હતું. તેજથી ભરપુર હતું. એમની વિશાળ આંખમાં એનેરી ઊંડાઇનો ભાવ હતો એમની દ્રષ્ટિ દેવ પર પડી અને એમણે સસ્મિત વદને કહ્યું “આવ દેવ આ બાજુ આવ.” દેવને અને બધાને આશ્ચર્ય થયું કે ...Read More

70

ધ સ્કોર્પિયન - પ્રકરણ-70 

ચંદ્રમૌલીજી પવિત્ર વાતાવરણમાં ઉત્સવની સફળતા-આનંદ વચ્ચે કોઇ અગમ્ય આગાહી કરી રહ્યાં હોય એમ લાગી રહેલું. રુદ્ર રસેલ પોતે સમજી શક્યા કે પિતાતુલ્ય શ્વસુર આજે કેમ આવું ભયજનક ઉચ્ચારણ કરી રહ્યાં છે ? એનું શું કારણ છે ? આટલી પવિત્ર તપોભૂમી છે અહીં સાક્ષાત મહાદેવ, માં પાર્વતી એમનાં સાથમાં રુદ્રનારાયણ, શેષનારાયણ હોવાનાં અંદેશા છે અહીં હિમાલયની પહાડીયોમાં રહેલી ગુફાઓ, મઠમાં તપોનિષ્ઠ સર્વશ્રેષ્ઠ ઋષિઓ રહે છે કેટલાય કાળથી અહીં પૂજા ચાલે છે. સનાતન ધર્મનાં ધરોહર હિમાલયની નિશ્રામાં રહીએ છીએ છતાં શેનો ભય ? પણ ચંદ્રમૌલીજીનાં છેલ્લા વાક્યે એમને સંતોષ અને હૈયાધારણ થઇ. ચંદ્રમોલીજીએ કહ્યું “કાળચક્ર એનું કામ કરે છે અને કરશે ...Read More

71

ધ સ્કોર્પિયન - પ્રકરણ-71

દેવમાલિકા આકાંક્ષાનાં પ્રશ્નનાં ઉત્તરમાં અસ્ખલિત રીતે બોલી રહી હતી. જેમ જેમ એ બોલતી હતી એમ એનાં રૂપાળાં ચહેરાં ઉપર વર્તાતો હતો. જોઇ શકાતો હતો. દેવી એ કહ્યું “હું એમને જાણું છું ઓળખું છું અનુભવું છું. એમનો મને પળ પળ એહસાસ અને સ્પર્શ થાય છે. તમને આશ્ચર્ય થશે કે મારાં સૌથી નીકટનાં સાથી મિત્ર આ લોકોજ છે. આજે આજની સંધ્યાએ જે રૂપ તમે જુઓ છો... એ કાલે નહીં હોય.. કાલે કંઇજ જુદુંજ વધુ નયનરમ્ય હશે. આજ મારી દુનિયા છે.” દેવ ખૂબ હર્ષપૂર્વક દેવમાલિકાને સાંભળી રહેલો જાણે વધુને વધુ એનાં તરફ આકર્ષાઇ રહેલો એનો ચહેરો પ્રસન્ન થઇ ગયેલો. દેવમાલિકાએ કહ્યું “આકાક્ષાં ...Read More

72

ધ સ્કોર્પિયન - પ્રકરણ-72

બધાંનાં જમી લીધાં પછી આકાંક્ષાએ કહ્યું “ભાઇ તમે અને દેવી ટેરેસ પર જતા થાવ હું આવું છું”. દેવ એનાં હતો એણે સાંભળ્યું ના સાંભળ્યું કર્યુ અને બોલ્યો “ઓકે પછી આવી જજે...” દેવ ટેરેસ પર જવા લાગ્યો. દેવીએ જોયું દેવ ટેરેસ પર જવા નીકળ્યો. દેવી એનાં રૂમમાં ગઇ એણે બારીમાંથી જોયું કે એનાં પાપા મંમી તથા દેવનાં પાપા મંમી ગાર્ડનમાં જઇ રહ્યાં છે. દેવીએ એ મોટાં કાચનાં બાઉલમાં રાખેલાં ફૂલો હાથમાં લીધાં એણે જોયું આકાક્ષાં એનાં રૂમમાં ગઇ એ થોડું મલકાતી ફૂલો લઇને ટેરેસ પર જવા લાગી. દેવ તો ટેરેસ પર ગયો એણે આકાશમાં જોયું ઓહો હો આટલા બધાં તારાં ...Read More

73

ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 

દેવ અને દેવમાલિકા અંધકારમય ઠંડા વાતાવરણમાં એકબીજાને વળગીને ઉભા છે હજી થોડાં સમય પહેલાં તો ઓળખ થઇ થોડી વાતો કુદરતની સુંદરતાં માણતાં માણતાં એકબીજાની પસંદગી થઇ ગઇ બેઊ અંગે જાણે એક થવા પ્રયત્ન કરી રહેલાં.. પ્રણયની કથા શરૂ થઇ ગઇ. દેવે કહ્યું "દેવી તું માલિક હું ગુલામ છું તારો તારું સૌંદર્ય, તારો સ્વભાવ આ તારું સંગેમરમરનું શરીર તારો સ્વચ્છ પવિત્ર જીવ આવતીકાલનું ભવિષ્ય બધુજ તારી સાથે જોડી રહ્યું છે. બલ્કે જોડાઇ ગયું છે મારું રોમ રોમ તને મારાંમાં કેદ કરી લેવા ઉશ્કેરાઇ રહ્યું છે આટલો આવેગ આટલો પ્રેમ કદી મેં અનુભવ્યો નથી એક સુંદર સ્ત્રીનાં હોઠનો સ્પર્શ આવો હોય ...Read More

74

ધ સ્કોર્પિયન - પ્રકરણ-74 

દેવ અને દેવમાલિકાએ એકબીજા માટેનો પ્રેમ કબૂલ્યો. એકબીજાને અનાયાસ થયેલું આકર્ષણ, પ્રેમભાવ સ્વીકારી કાયમનાં સાથી બનવા કોલ આપ્યાં. પાત્રતા વફાદારીનાં વચન આપ્યાં. ત્યાં દેવમાલિકએ સ્પષ્ટ કર્યુ કે “જ્યારથી મળ્યાં.. બધી પૂજાઓ થઇ એક ઉત્તમ ઉત્સવ થયો. ત્યારે બીજા પણ ઘણાં મહેમાનો હતાં. મોટી મોટી સેલીબ્રીટીઓ અને સરકારી પદાધીકારીઓ હતાં. એમાં મેં એક વાત માર્ક કરી હતી”. દેવ માલિકા આગળ ખૂલાસો કરે પહેલાં દેવે પૂછી લીધું. "કઇ વાત ? હું અનુમાન કરું તો એવું સમજાય છે કે ઘણાં મહેમાનોમાં દેખાવડા, ધનિક, પરીવાર અને પૈસાવાળાં યુવાનો પણ હતાં એલોકો પણ તારાં આ સૌંદર્યનાં દિવાના થયા હશે ? ઘણી મનમાં ઇચ્છાઓ જાગી ...Read More

75

ધ સ્કોર્પિયન - પ્રકરણ-75

રુદ્રરસેલ અને રાયબહાદુર ગણપત અંગે વાતો કરી રહ્યાં હતાં. રાયબહાદુરે એમનાં મત પ્રમાણે અભિપ્રાય આપ્યો સાથે સાથે ગણપત અંગે અધિરાઇ પણ વધી ગઇ. અને અધિરાઇ એ પણ હતી કે એ આવીને શું ખબર આપી ગયો ? અને એમણે રુદરેસલ સામે જોયું... રુદરસેલ રાયબહાદુરની નજીક આવીને કહ્યું “અંગત ખબર એવી છે કે... ફાર્મ હાઉસનાં સેવકોએ જાણ કરી કે દેવ અને દેવમાલિકા વચ્ચે કંઈક રંધાઇ રહ્યું છે તો અગાશીમાં એકલાં..”. અને પછી હસી પડયાં... રુદરસેલને સાંભળી રાયબહાદુરનો ચહેરો પણ ખીલી ઉઠ્યો પણ ખબર જે રીતે પ્રાપ્ત થઇ હતી એ રીત ના પસંદ આવી પણ કંઇ બોલ્યાં નહીં.. રુદરસેલ કહ્યું “રાયજી મારાં ...Read More

76

ધ સ્કોર્પિયન - પ્રકરણ-76

ગઈકાલની સુમધુર યાદ, સંવાદ અને સ્પર્શની અનુભૂતિ કરતો કરતો દેવ નિશ્ચિંન્તતાથી સુઈ રહ્યો હતો. એનાં રૂમમાં જાળીમાં ચળાઈને ઠંડો આવી રહેલો. મનમાં દેવમાલિકાનાં ચહેરાનો...ગાઢી નીંદરમાં પણ જાણે એનો એહસાસ કરી રહેલો... દેવનાં શરીર ઉપર કંઈક સળવળાટ થયો એને થયું કે મારાં શરીર ઉપર કંઈક ઠંડુ ઠંડુ ફરી રહ્યું છે એ એકદમ સફાળો જાગી ગયો અને ઉઠતાં વેંત એણે જોયું કે કાળો નાગ એનાં શરીર પર હતો એણે એક ઝાટકા સાથે એને દૂર ફેંક્યો થોડાકમાં બચી ગયો એનાંથી સાથે સાથે એક બૂમ પડાઈ ગઈ એનાં મોઢામાંથી સંવાદ નીકળી ગયો ઓ માં... ગુરુ માં... નીરવ શાંતિમાં દેવની બૂમ સાંભળીને બાજુનાં રૂમમાંથી ...Read More

77

ધ સ્કોર્પિયન - પ્રકરણ-77

આકાંક્ષાએ કહ્યું “હવે મને ડર જ લાગશે મારાથી હવે એકલાં નહીં સૂવાય. ભાઈ આપણે સાથે રહીશું. અથવા માં પાપા જતી રહીશ સૂવા”. દેવમાલિકાએ કહ્યું “એય આકાંક્ષા તું તો મારી સહેલી છે હવે તું મારાં રૂમમાં જ શીફ્ટ થઇ જા. આપણને વાતો કરવાની પણ મજા આવશે.” દેવમાલિકાએ દેવની સામે જોયું. દેવની આંખોમાં લુચ્ચાઇ આવી એ દેવમાલિકાએ જોઈ. એ હસતી હસતી આંકાંક્ષાને લઇને એનાં રૂમમાં જતી રહી. દેવ એકલો પડ્યો એણે એનાં રૂમમાં બારીકાઇથી બધુ જોવા માંડ્યુ એને થયું રૂમ બંધ - બારીઓ બંધ તો નાગ અંદર આવ્યો કેવી રીતે ? શું સેવકોએ રૂમ સાફ કરી સમજીને ષડયંત્ર રચ્યું હશે ? ...Read More

78

ધ સ્કોર્પિયન - પ્રકરણ-78

રુદ્રરસેલે બધાની વાત સાંભળી પણ અંદરને અંદરથી ચિંતામાં પડી ગયાં. ગણપત જ્યારે હાજર નહોતો ત્યાં સૂપણ મરી ગયાંની વાત તો એને કેવી રીતે ખબર પડી ? એ ગૂંચવાયા વિચાર્યુ કંઇક તો ભેદ છે એમાં. એમણે તિક્ષ્ણ દ્રષ્ટિથી ગણપતની સામે જોયું. ગણપતની આંખમાં આંખ પરોવીને જોયું તો ગણપત એમની નજર સહી ના શક્યો નીચું જોઇ ગયો. રુદ્રરસેલે એનાં પરથી નજર હટાવી લીધી. *********** રાયબહાદુર રાયે વાયરલેસથી મેજર અમન અને સિધ્ધાર્થ સાથે વાત કરી પ્રથમ સિદ્ધાર્થ સાથે વાત કરી.. ત્યારે સિધ્ધાર્થે કહ્યું “સર બે દિવસથી હું આપનો સંપર્ક કરવા પ્રયત્ન કરું છું. મને કોલકત્તા હેડકવાર્ટસ પર બોલાવેલો છે હું ત્યાંજ છું ...Read More

79

ધ સ્કોર્પિયન - પ્રકરણ-79

રાયબહાદુરે બધાં સાથ વાત કર્યા પછી એમની છઠ્ઠી ઇન્દ્રીય કામ કરવા લાગી પણ હમણાં કોઇને કંઇજ કહેવું નહીં એવું કર્યું એમણે એમનાં રૂમમાં અને આસપાસ નિરિક્ષણ કરવા માંડ્યુ કે ત્યાં કોઇ જાસુસી કે નજર નથી રાખી રહ્યું ને ? રાયબહાદુરે રૂમમાં બધેજ જોયું બારી દરવાજા કબાટ બધુ ચકાસ્યું. અને બહાર આવી રૂમની આજુબાજુ બધે નિરિક્ષણ કરવા લાગ્યાં.. ત્યાં એમનાં પત્ની સુરમાલિકાનાં રૂમમાંથી ત્યાં આવ્યાં.. અવંતિકા રોયે કહ્યું ‘અરે તમે આ શું ચારો તરફ આટલું ઝીણવટથી જોઇ રહ્યાં છો ? હજી હમણાં તો..” ત્યાં રાયબહાદુરે કહ્યું.. “દેવની સાથે થયું પછી હું એલર્ટ થયો છું એટલે આપણો રૂમ ચકાસી રહ્યો છું. ...Read More

80

ધ સ્કોર્પિયન - પ્રકરણ-80

યબહાદુરને પ્રમોશન મળી ગયેલું એમને ગૃહ ખાતાનાં ચીફ સેક્રેટરી પદ પર સરકાર તરફથી પ્રમોટ કરવામાં આવેલાં. સાથે સાથે છટકી સ્કોર્પીયનને પકડવાનું મીશનપાર પાડવાનું હતું સારું હતું કે મેજર અમન અને સિદ્ધાર્થને એલર્ટ પર રાખેલાં. રુદ્રરસેલ બધાને ચા નાસ્તા માટે સાથે આમંત્રિત કરેલાં. તેઓ ખુબ ખુશ હતાં કે રાય બહાદુરને પ્રમોશન થયેલું એનાંથી એમને પણ મદદ મળવાની હતી. એમનાં હોનહાર દીકરા સાથે દેવમાલિકાનો સંબંધ થયો વળી બંન્નેએ એકબીજાને જાતેજ પસંદ કરેલાં.બધાં બેઠાં હતાં અને રાય બહાદુરનો સેટેલાઇટ ફોન રણક્યો તેઓ ઉભા થઇ દૂર જઈને ફોન લીધો સામે સિદ્ધાર્થ હતો સિદ્ધાર્થે કહ્યું “સર થેંક્યુ વેરી મચ તમારી ભલામણથી મને પણ પ્રમોશન ...Read More

81

ધ સ્કોર્પિયન - પ્રકરણ-81

રાયબહાદુરને પ્રમોશન મળી ગયેલું એમને ગૃહ ખાતાનાં ચીફ બની ગયા.. નાગા કબીલાનો નવો નવો સરદાર થયેલો રાવલો... એને સરદાર સાથે સાથે જીવનસંગીની રોહીણી મળી ગઈ હતી. રોહીણી રાવલાનાં એમના કબીલાનાં રિવાજ પ્રમાણે લગ્ન થયેલાં. લગ્ન થયાંનાં થોડાં સમય સુધી તેઓને કબીલાની જેટલી હદ હતી એનાંથી બહાર ના જવાય એવો રીવાજ હતો. રાવલો અને રોહીણી બંન્ને ખુબ ખુશ હતાં... આજે રાત્રે કબીલામાં એમનાં લોકનૃત્યનો જલસો બંન્ને નવવિવાહીત જોડીને બધાં શુભેચ્છા અને આશીર્વાદ આપવાનાં હતાં. રાવલાનાં પિતા જે અત્યાર સુધી કબીલાનાં સરદાર હતાં એ રાજા ધ્રુમન બધી તૈયારીમાં પડ્યાં હતાં આખા કબીલામાં આનંદ આનંદ હતો ત્યાં રાજા ધ્રુમનને એમનો ખબરી એમની ...Read More

82

ધ સ્કોર્પિયન - પ્રકરણ-82

દેવનાં સૂચનથી દેવમાલિકાએ બધાં સેવક સેવીકાઓને ત્યાંથી દૂર કર્યા. દેવે કહ્યું “હાંશ... આ લોકો રક્ષા કરે છે કે જાસુસી પણ હવે આપણે નિરાંતે ટહેલીશું... વડીલો બોલાવે પછી હવે અંદર જવાશે ત્યાં સુધીનો સમય આપણો”. આકાંક્ષાએ કહ્યું “હું હડડી બનીને વચ્ચે છું હું અંદર જઊં હું એકલી છું મને ના નહીં પાડે માં પાસે બેસીસ.” દેવમાલિકાએ કહ્યું “તું હડડી નથી આકાંક્ષા મારી સહેલી છે હવે વળી તું નાની છું જો મોટી હોત તો વડીલની મર્યાદા રાખવી પડત શું કરો છો દેવ ?” દેવે હસીને કહ્યું “સાચી વાત.” આકાંક્ષાએ કહ્યું “પણ મને બધું જાણવાની જીજ્ઞાસા છે મારાં માટે બધું નવું અને ...Read More

83

ધ સ્કોર્પિયન - પ્રકરણ-83

અવંતીકારોયે દેવની બધી વિગત આપી. સાથે બેઠેલી આકાંક્ષાનાં મનમાં વિચારો ઉદભવી રહેલાં અને ખૂબ કૂતૂહુલ થઇ રહેલું એ બધુ સાંભળી રહેલી. ઋષિ કંદર્પજીએ વિગતો લઇને શાસ્ત્રનો આધાર લઇ આંગળીનાં વેઢે ગણત્રી કરવા માંડી.. રુદ્ર રસેલે નાનાજીનાં કહેવાથી એમને કાગળ અને પેન્સીલ આપ્યાં. કંદર્પજી એમની ગણત્રીમાં મગ્ન હતાં એમનાં હાવભાવ બદલાઈ રહ્યાં હતાં ક્યારેક આનંદ ક્યારેક ચિંતિત લકીરો કપાળમાં ઉપસ્થિત થઇ રહી હતી. થોડોક સમય ગણત્રી કરી કાગળમાં પેન્સીલથી નોંધ કરી રહેલાં કુડળીનું ચિત્ર દોરી એમાં બાર સ્થાનમાં અલગ અલગ ગ્રહોની ઉપસ્થિતિ ટાંકી રહેલાં નક્ષત્ર દ્વારા બધી ગણત્રી કરી રહેલાં. દેવ વિષેની બધી જ્યોતિષીય અને ખગોળશાસ્ત્રી પ્રમાણે નોંધ કરી પછી ...Read More

84

ધ સ્કોર્પિયન - પ્રકરણ-84

રાવલો ચીસ સાંભળીને એનાં કૂબામાંથી બહાર નીકળી આવ્યો એનાં ચહેરાં પર ક્રોધ હતો હાથમાં એનું ખડગ જેવું હથિયાર હતું નૃત્ય સંગીત અને પ્રેમાલાપ ચાલતો હતો ત્યાં સન્નાટો છવાઇ ગયો. મદીરા પીને મસ્ત થયેલાં યુવાનો જાણે તંદ્રામાંથી બહાર આવ્યાં એમણે બધાએ પોત પોતાનાં ભાલા પકડીને ત્યાં ધસી આવ્યાં. રાવલાએ એના પિતાને જોયાં એમનાં પેટમાં કોઇ ધારદાર હથિયારનો ઘા જોયો લોહી નીકળી રહ્યું હતું. રાવલાએએ બૂમ પાડી “તાપસીબાવા તાપસીબાવા.. કોઇ તાપસીબાવાને બોલાવો જડીબુટ્ટી લાવો.” કબીલાનાં યુવાનોએ રાજા ધ્રુમનને ઊંચકી ત્યાં મોટાં લાકડાનાં બનેલાં થડ જોવી પાટ પર સુવાડ્યાં ત્યાં મોટી દાઢીવાળા તાપસીબાવા દોડતાં આવ્યાં એમનાં ગળામાં હાથમાં શંખ-રુદ્રાક્ષની માળાઓ હતી એમણે ...Read More

85

ધ સ્કોર્પિયન - પ્રકરણ-85

રી છોકરીનાં મોઢે "લોબો" નામ સાંભળીને રાવલો ચમક્યો. એણે રાડ પાડીને કહ્યું “લોબો. તું તો સાલા પેલાં સ્કોર્પીયનનો ચેલો અહીં મારાં બાપને મારવા તું આવ્યો ? તારુ કામ તો નશો કરનારી ડ્રગ, વીંછી, વગેરે લઇ જવાનું છે તું અહીં મારાં બાપને મારવા આવ્યો ?” રાવલાએ એનાં લાંબા વાળ પકડી ખેંચીને ખૂબ માર્યો એનાં મોઢાં, પેટમાં બધે લોખંડી લાતો મારીને અધમુઓ કરી નાંખ્યો પેલાનાં મોઢામાંથી લોહી નકળી ગયું. પેલી ગોરી છોકરી આ જોઇ એનાં તરફ આંગળી કરી ચીસો પાડી રહેલી.. “લોબો લોબો” એમ કહી પોતાનાં શરીર ઉપરનાં ઘા - ડંશ બતાવવા માંડી એ ખૂબ ડરી ગયેલી હતી. રાવલાએ ખૂબ માર ...Read More

86

ધ સ્કોર્પિયન - પ્રકરણ-86

રોહીણીએ આવીને રાવલાનાં કાનમાં કંઇક કહ્યું અને રાવલો ઉશ્કેરાઇ ગયો એણે રોહીણીને કૂબામાં જવા કહ્યું. એ ગુસ્સામાં પણ ઊંડા પડી ગયો. એ એનાં પિતા રાજા ધ્રુમનને સૂવાડ્યાં હતાં ત્યાં પહોંચ્યો એ હજી સંપૂર્ણ ભાનમાં આવ્યાં નહોતાં. એણે એનાં પિતાનાં બંન્ને હાથ તપાસ્યા પગ જોયાં કોઇ નિશાન નહોતાં... એનો ગુસ્સો ઓગળી ગયો એની આંખ ભરાઇ આવી... એણે તાપસી બાવાને બોલાવ્યાં. તાપસીબાવા આવ્યાં એમણે કહ્યું “ચિંતાનું કોઇ કારણ નથી એમને જે જડીબુટ્ટી આપી છે એની ચમત્કારી અસર થશે હમણાં ભાનમાં આવી જશે પણ રાવલા એક વાત નથી સમજાઇ મને... એમનાં શરીર પર હાથ પગ પર કોઇ નિશાન નથી... મેં એમને બધે ...Read More

87

ધ સ્કોર્પિયન - પ્રકરણ-87

રાવલાએ રોહીણીની વાત સાંભળીને કહ્યું “બ્રહ્મમૂહૂર્ત કુળદેવતાને મંદિરે ખૂબ અગત્યની વિધી છે પણ લૂચ્ચું હસતાં કહ્યુ “અત્યારનું મૂહૂર્ત તો લઊં.”. એમ કહીને રોહીણીની ઉપર સવાર થયો. રોહીણીએ હસતાં હસતાં આવકારીને કહ્યું “આવીજા ને આપણે સંતૃપ્ત હોઇશું તો કુળદેવ પણ ખુશ થશે એમની કૃપાથી તો આપણે મળ્યાં છીએ. તને યાદ છે આપણી પહેલી મુલાકાત ?” રાવલાએ કહ્યું “એ હું ભૂલતો હોઇશ ? એ બધી યાદને આજે યાદ કરીને તને એટલો પ્રેમ કરું કે કોઇ તરસ બાકી ના રહે.” રોહીણીએ કહ્યું “તું એવો છે ને કે તારી તો તરસ મને કાયમજ રહેવાની ભલે ગમે તેટલો પ્રેમ કરે.” રાવલાએ કહ્યું “હું બસ ...Read More

88

ધ સ્કોર્પિયન - પ્રકરણ-88

રાયબહાદુર અને રુદરસેલ બંન્નેની ફેમીલી ખૂબ આનંદમાં હતી. ત્યાં રાયબહાદુરને મળવા કોઇ સાહેબ આવ્યાં છે સેવકે એવાં સમાચાર આપ્યાં રુદરસેલે કહ્યું “એમને મુલાકાત ખંડમાં બેસાડો રાયબહાદુરજી આવે છે”. સેવક ભલે કહીને ગયો. રુદરસેલજીએ કહ્યું “રાયજી તમારાં સ્ટાફમાંથીજ હશે અથવા... કઈ નહી તમે મળી લો જ્યાં મારી જરૂર જણાય મને બોલાવજો હું આ છોકરાઓને મઠમાં જવાનું છે એની તૈયારી કરાવું”. રાયબહાદુર ભલે કહી ઉભાં થયાં અને એમની ફેમીલીને કહ્યું “આનંદમંગળ સમાચાર જાણીને મન ભાવ વિભોર અને આનંદ વિભોર થઇ ગયું. હું આવું છું” કહીને તેઓ મુલાકાત ખંડ તરફ ગયાં. રાયબહાદુર મુલાકાતખંડમાં પ્રવેશ્યા અને સામે સિદ્ધાર્થને જોઇને આનંદીત થયાં. આજે એમને ...Read More

89

ધ સ્કોર્પિયન - પ્રકરણ-89

વલો અને રોહીણી બ્રહ્મમૂહૂર્તમાં કુળદેવતાની પૂજા કરવા માટે ટેકરી (ડુંગર) નજીક પહોંચ્યાં બંન્ને ખૂબ ઉત્સાહમાં હતાં સાથે સશસ્ત્ર સિપાહીઓની પણ હતી. એ લોકો ડુંગર નજીક પહોચ્યાં ત્યાંથી હવે ઉપર ચઢાણ કરવાનું હતું સેવકોનાં હાથમાં પૂજા સામગ્રી ત્થા દેવને ચઢાવવાનાં ભોગ સાથે એમને ખુશ કરવા ભૂંડનો વધ કરવા તગડું ભૂંડ સાથે લીધુ હતું આગળ વધી રહ્યાં હતાં ત્યાં ચઢાણની કેડી પર મોટાં દૈવી નાગની જોડી બેઠી હતી. ચઢાણની કેડી ઉપર વચ્ચો વચ્ચ આ નાગ નાગણની જોડી એમનાં પ્રણયમાં મસ્ત હતી. સૌથી આગળ ચાલતો રાવલો એમને જોઇ ગયો એણે બધાને રોકાઈ જવા કહ્યું... કોઇ અવાજ અવરોધ ના થાય એની કાળજી લીધી. ...Read More

90

ધ સ્કોર્પિયન - પ્રકરણ-90

રોહીણી અને રાવલો કુળદેવતાનાં શરણમાં આવ્યાં અને આજે ખૂબ ઉત્સાહીત હતાં. શેષનારાયણે પરચો બતાવ્યો હતો. બંન્ને જણાં ખૂબ શ્રધ્ધાથી દ્વયો અને ભોગ ધરાવી પૂજા કરાવી રહેલાં. ભોગ માટે લાવેલું તગડું ભૂંડ ક્યાંય નજરે નહોતું ચઢી રહેવું પેલાં વૃધધ સેવક તથા ભૂંડ બધું અલોપ થઇ ગયું હતું. રાવલાને પરચો થયાં પછી જ્ઞાન લાઘ્યું હોય એમ એ સમજી ગયો એણે ઇશ્વરની સામે જોઇને કહ્યું “પ્રભુ હું તમારો સંકેત સમજી ગયો છું. ભોગ માટે મારે કોઇ જીવની હત્યા નથી કરવાની તમે આત્મસ્ફૂરણા કરાવીને સમજાવી દીધું... પ્રભુ આજનાં તમારાં આશીર્વાદથી હું ખૂબ ખુશ છું આજથી પ્રણ લઊં છું કે કોઇ જીવને વિતાડીશ નહી ...Read More

91

ધ સ્કોર્પિયન - પ્રકરણ-91

માહીજા ભાનમાં આવીને તરત બોલી "રોહીણી પેલો નીચ ગણપત...”. રોહીણીએ રાવલા સામે જોયું... રાવલાએ ઇશારો કરતાં રોહીણીને કહ્યું “ભાભીને સાથે કબીલા પર લઇ લે ત્યાં એમને આરામ મળાશે પછી બધી વાત જાણીશું.” રોહીણીને વાત સમજાઇ ગઇ એણે કહ્યું “હાં તારી વાત સાચી છે”. એ રાવલાનો ઇશારો સમજી ગઇ કે સેવકોની સામે કોઇ વાત રાવલાને નથી કરવી. બધાં માહીજાને લઇને કબીલા પર આવ્યાં. રોહીણીએ માહીજાને એં કૂબામાં આરામ કરવા કહ્યું અને બોલી “તમે અહીં આરામ કરો હું શરબત મોકલુ છું પછી શાંતિથી બધી વાત કરીએ.” રોહીણીએ બધો પ્રસાદ બહારની પાટ પર મૂક્યો અને કહ્યું “બધાને પ્રસાદી મળે એમ વ્યવસ્થા કરો.” ...Read More

92

ધ સ્કોર્પિયન - પ્રકરણ-92

સિધ્ધાર્થ પાસેથી દીકરી આકાંક્ષા માટે સી.એમ.નાં દીકરા આર્યન અંગેની... આકાંક્ષા માટે માંગુ નાંખ્યાની વાત એમને ખૂબ આનંદ આપી ગઇ.. વિચાર્યું દેવ-દેવમાલિકા બધાં મઠ જવા નીકળે પહેલાંજ આ ખુશખબર બધાને આપી દેવી જોઇએ. રાયબહાદુર સિધ્ધાર્થને આરામગૃહમાં રોકાવાનું કહીને સીધા ચંદ્રમૌલીજીનાં ઉતારે પહોંચ્યા. ત્યાં રુદ્રરસેલ, સૂરમાલિકાજી એમની પત્નિ અવંતિકા રોય, દેવ, દેવમાલિકા, આકાંક્ષા, નાનાજી તથા ઉષામાલિકા હાંફળે પણ આનંદમાં આવી રહેલાં રાયબહાદુરજી જોઇને આશ્ચર્ય પામ્યાં. અવંતિકા રોય અને દેવ સાથે બોલી ઉઠ્યાં "પાપા-પાપા શું વાત છે ? આમ આટલા ઉત્તેજીત કેમ છો ?” રાયબહાદુરે પહેલાં આંકાક્ષાને ગળે વળગાવીને બોલ્યાં" સમાચારજ એટલાં આનંદનાં છે કે મારી ધીરજ ના રહી પછી નાનાજીને નમસ્કાર ...Read More

93

ધ સ્કોર્પિયન - પ્રકરણ-93

આજે ગોવિંદરાય પંત, રાયબહાદુર રાય, અને રુદરસેલ ત્રણે ફેમીલી ખૂબ ખુશ હતાં. રાયબહાદુરને તો દીકરો દેવમાલિકા અને દીકરી આકાંક્ષા સાથે જીવન જોડી પ્રથમનાં પ્રણય અને લગ્ન પથ પર કદમ માંડવાનાં હતાં. ખૂબ આનંદનો સમય હતો. ત્યાં રુદ્રરસેલનાં અંગત ખબરી લોમન એમની પાસે આવ્યો અને એમનાં કાનમાં ધીરેથી કંઇક વાત કરી.. રુદ્રરસેલ એની સામે જોઇ રહ્યાં.. પછી ધીમેથી એને સૂચના આપી પછી રાયબહાદુરની સામે જોયું રાયબહાદુર પ્રશ્નાર્થ નજરે જોઇ રહેલાં. દેવમાલિકાની પણ ત્યાંજ નજર હતી. દેવ બધાંની સામે જોઇ રહેલો. રુદ્રરસેલે લોમનને કહ્યું “તું જા... જરૂર પડે બોલાવીશ અને મારી સુચનાનો અમલ કરજે.” એમણે રાયજીની નજીક આવીને કહ્યું “તમારી ટીમની ...Read More

94

ધ સ્કોર્પિયન - પ્રકરણ-94

દેવ અને દેવમાલિકા હિમાલયની પહાડોની ગોદમાં નિર્માણ પામેલા પવિત્ર મઠ જવા નીકળી ગયાં. અહીં આકાંક્ષા ઉત્તેજીત હતી કે આર્યને પાપાને કહીને માંગુ પણ નંખાવી દીધુ. એણે મારી સામે જોયાં કરેલું... મને મીઠી નજરથી તાકી રહેલો. આવું તો ઘણાં કરતાં હોય છે પણ આર્યન... સાચુ કહું મારાં મન.. મને પણ આર્યન પહેલી નજરે પસંદ પડી ગયેલો... પણ આમ અચાનક આટલું જલ્દી બધું ગોઠવાઇ જશે ખબર નહોતી.... આકાંક્ષાને વિચારમાં પડેલી જોઇ એની માં અવંતિકા રોયે કહ્યું “આકુ બેટા શું વિચારમાં પડી ગઇ ? બધુ આટલું જલ્દી ગોઠવાઇ જશે મને ખબર નહોતી હું તો આશ્ચર્ય સાથે આનંદનાં આધાતમાં છું” આકાંક્ષાએ કહ્યું “માં ...Read More

95

ધ સ્કોર્પિયન - પ્રકરણ-95

માહીજા જંગલમાં આવેલાં કબીલામાં સુરક્ષીત આવી ગઇ હતી. રાવલો અને રોહીણી એની પાસે બેઠા હતાં. અચાનક આટલાં વર્ષો પછી ગણપતનું ઘર છોડી રીતસર ભાગી આવી એ આશ્ચર્યનું કારણ હતું. વળી બધાને ખબર હતી કે રાવલા અને રોહીણીનું હમણાંજ વિધીવત લગ્ન થયું છે. જંગલમાં વસેલાં આ કબીલામાં ઉત્સવનું વાતાવરણ હતું..... રાવલો અને રોહીણી એમની મધુરજની.... સુહાગરાત પ્રણયરાત્રી માણી રહેલાં અને બે અગમ્ય બનાવો બની ગયા એકતો એમનાં પિતા રાજાધ્રુમન પર હુમલો અને બીજાજ દિવેસ માહીજાનું આમ ભાગીને કબીલામાં આવવું... રાવલાએ કહ્યું ‘રોહીણી માહીજાભાભી આમ આપણાં કબીલામાં શરણ શોધીને આવ્યાં છે તો એમની રક્ષા કરવી આપણી ફરજ છે... પછી કહ્યું ભાભી ...Read More

96

ધ સ્કોર્પિયન - પ્રકરણ-96

માહીજા રાવલા -રોહીણી સમક્ષ એની અને ગણપતની બધીજ અત્યાર સુધીની વાતો કરી રહી હતી જાણે એનું હૈયુ ખાલી કરી હતી. પછી એ થોડો સમય મૌન રહી એનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહ્યાં હતાં. એ થોડી સંકોચાઇ પછી પાછું મન જાણે મજબૂત દ્રઢ નિશ્ચય વાળું કર્યુ હોય એમ એણે રાવલા રોહીણી સામે જોઇને કહ્યું “આ વાત તમને કહી રહી છું.. આ ખૂબજ અગત્યની અને ગંભીર વાત છે” એમ કહી એણે એકદમ ધીમેથી રાવલાને વાત કરવાં માંડી... રાવલા સિવાય જાણે કોઇ વાત સાંભળી ના શકે એમ બોલી રહી હતી એ બોલતાં બોલતાં વારે ઘડીએ ચિંતિત થઇ રહી હતી રાવલો અને રોહીણી પણ ...Read More

97

ધ સ્કોર્પિયન - પ્રકરણ-97

દેવમાલિકા દેવને પોતાનાં ભૂતકાળની વાત કરી રહી હતી એણે કહ્યું “હું 15 આસપાસની હોઇશ મારું વર્ષ પુરુ થયુ હતું ઘરે આવી રહી હતી કલીંગપોંગથી આપણી એસ્ટેટ સુધી આવવાનું.. વચ્ચે ઘનધોર જંગલ આવે. બધાં રસ્તા પહાડોમાંથી નીકળતા-ક્યારેક ચઢાણ ક્યારેક ઢાળ ઉતરતાં રસ્તા. મને આવાં રસ્તાં ખૂબ ગમતાં. કલીંગપોંગથી અમે બપોરે ઘરે આવવા નીકળી ચૂક્યાં હતાં. ત્યાંથી ઘરે આવતાં લગભગ 4-5 કલાક નીકળી જતાં બધાં ઢોળાવવાળા રસ્તાં...”. દેવે વચ્ચેજ પૂછ્યું "પણ તું આમ હોસ્ટેલથી પાછી આવી રહી હતી તને હોસ્ટેલે લેવા કોણ આવેલું ? કોની સાથે આવી રહેલી ? તારાં પાપ મંમી સાથે નહોતાં ?” દેવીએ કહ્યું “દેવ પાપા મંમી હું ...Read More

98

ધ સ્કોર્પિયન - પ્રકરણ-98

ગણપતને રવાના કર્યા પછી રુદ્રરસેલ અને સૂરમાલિકા દેવમાલિકાનાં રુમમાં આવ્યાં. રુદ્રરસેલે લાડથી દેવીને પૂછ્યું “દીકરા કેમ આમ રીસાઇને રૂમમાં ગઇ ? ગણપત આપણો વિશ્વાસું નોકર છે બહાદુર છે. જો દીપડાએ તારાં ઉપર હુમલો કર્યો પોતાની પરવા કર્યા વિનાં તને બચાવીને ? એવું તો શુ થયું તને આટલો ગુસ્સો છે ?” દેવમાલિકા સાથે વાત કરતાં હતાં અને એમનાં સેટેલાઇટ ફોન પર... રીંગ આવી એ ફોન પર વાત કરવા રૂમની બહાર નીકળી ગયાં. દેવમાલિકાએ માં ને કહ્યું “માં આ ગણપત સારો માણસ નથી મને નથી ગમતો ગંદો છે મારી સીક્યુરીટી માટે કોઇ લેડીઝ સાથે રાખો.” સૂરમાલિકાએ કહ્યું “બેટા હવે તારે ક્યાં ...Read More

99

ધ સ્કોર્પિયન - પ્રકરણ-99

માહીજા રાવલાને કહ્યું “હું હવે એટલી કંટાળી છું થાકી છું એનાંથી કે હવે એ જીવે કે મરે મને કોઇ નહીં પડે.” રોહીણીએ રાવલા સામે જોયું.. રાવલાએ કહ્યું “માહીજા ભાભી તમે કૂબામાં આરામ કરો હમણાં રોહીણીનાં કૂબામાં રહો તમારાં માટે હું અલાયદા કૂબાની વ્યવસ્થા કરું છું તમે જે કંઇ ગંભીર વાતો કીધી છે એ સાચેજ ખૂબ ગંભીર છે અને હું એનાં ઉપર સક્રીય થઇ જઇશ મારી સામે કોઇ પણ આવે હું સહન નહીં. કરું પછી ભલે સામે મારો ખુદનો બાપ કેમ ના હોય ?” માહીજાએ કહ્યું “આજ વિશ્વાસથી હું તારી પાસે આવી છું ભાઇ મને માફ કરજો હજી તમારાં હમણા ...Read More

100

ધ સ્કોર્પિયન - પ્રકરણ-100

રાજા ધ્રમુન આસવ પીને ધૂત થયેલો. એણે માહીજાને પણ આસવ પીવરાવેલો. માહીજા આસવ પીને રીતસર નશાની પરાકાષ્ઠા પર પહોંચી પર પડી ગઇ. રાજા ધ્રુમન એને પ્રેમ કરવા એની પાસે ગયો. એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં એનાં વસ્ત્રો ઉતારી આગળ વધે ત્યાં રોહીણી એકદમ કૂબામાં આવી એણે રાજા ધ્રમુનને કહ્યું “રાજા તમને આવું શોભે છે ? તમે આ શું કરી રહ્યાં છો ? આ કૂબો...” ત્યાં રાજા ધ્રમને આસવના નશાનાં તોરમાં કહ્યું “તું અહીથી બહાર જા.. હું હજી કબીલાનો રાજા છું એણે મને આમંત્રણ આપ્યું છે તું બહાર નીકળ તને આમ અચાનક અંદર આવવું તને શોભતું નથી. આપણાં કબીલાનો ...Read More

101

ધ સ્કોર્પિયન - પ્રકરણ-101

દેવ..તો એમનાં દર્શનથી એટલો અભિભૂત થયેલો કે દર્શનમાત્રથી એની આંખમાં આંસુ આવી ગયાં એમનાં પગને સ્પર્શ કરી એનાં આંસુથી પખાલ્યા.. ગુરુ સ્વામીએ એનાં માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં “તથાસ્તુ "..... તારી બધી કામનાં પુરી થશે મારાં બચ્ચા.” “પણ... આ મઠનું ઋણ ચૂકવવાનું તારે બાકી છે એ તારે હવે ચૂકવી દેવું પડશે. તારી આ જીવનની સફર તને રુદ્રનાં ઘર સુધી લાવી છે એની પાછળ પણ ચોક્કસ કારણ છે. તારાં હાથેજ દુર્ગતિ અટકશે પવિત્ર કામ થશે. દીકરી દેવમાલિકાનો સાથ મળશે નાનાજીનાં આશીર્વાદથી તું અહીંનું ઋણ ચૂકવીશ.” નાનાજી-નાનીજી-દેવમાલિકા ગુરુ સ્વામીનાં મુખેથી, બોલાયેલાં શબ્દો આશ્ચર્યથી સાંભળી રહ્યાં. દેવે બે હાથ જોડી વરસતી આંખોએ ...Read More

102

ધ સ્કોર્પિયન - પ્રકરણ-102

નાનાજી તથા નાની સાથે દેવ અને દેવમાલિકા એમનાં ઉતારાની ગુફામાં જ્યાં સેવકો લઇ ગયાં ત્યાં ગયાં. અંદર ગુફા એટલી સ્વચ્છ અને હવાઉજાસ વાળી હતી એમાં બધીજ વ્યવસ્થા હતી ગુફા એક મોટાં હોલ જેવી હતી એમાં બહારની તરફ પત્થરથી ઢંકાયેલી જગ્યા જ્યાં કુદરતી ઝરણાં વહી રહેલાં.... સેવકે નાનાજીને સમજાવ્યું કે “અહીં સ્નાનાદી પરવારી રેશ્મી વસ્ત્રો ધારણ કરીને આપ યજ્ઞશાળામાં પધારજો. “ નાનાજી અહીં ઘણી વખત આવી ગયાં હતાં. વિવાસ્વાન સ્વામી જે અહીનાં મઠાધીશ હતાં એમનાં દર્શને તથા અવારનવાર તહેવારોમાં પૂજામાં સામેલ થયાં હતાં, યજ્ઞશાળા ધ્યાનગુફા બધુજ જોયું હતું પણ આ ઉતારાવાળી ગુફા પ્રથમવાર જોઇ હતી. એ ખુશ થઇ ગયાં એમનાં ...Read More

103

ધ સ્કોર્પિયન - પ્રકરણ-103

યજ્ઞશાળામાં બધો સુગંધી શણગાર, ધૂપ દીપ ચાલી રહેલાં. સેવકો આસન પર બેસીને મનોમન આરાધના કરી રહેલાં. યજ્ઞકૂંડની નજીક નાનાજી દેવ, દેવમાલિકા નાની એમને આપેલાં આસને બેસીને આ ભવ્ય માહોલ માણી રહેલાં. દૈવી શંખનાદ થયો. એક સાથે પવિત્ર શંખનાદ સેવકો ઉચ્ચ સ્વરે કરી રહેલાં. સ્વામી વિવાસ્વાન મહારાજનાં પગરણ થયાં. આશીર્વાદની મુદ્રામાં તેઓ એમની ગુફા સ્થળથી આવી રહેલાં. બધાંજ સેવકો ઉભા થઇ ગઇ ગયાં. નાનાજી નાની દેવ-દેવી બધાંજ પોતાનાં સ્થાને ગુરુ સ્વામીનાં સન્માનમાં ઉભા થઇ ગયાં. ગુરુ સ્વામી વિવાસ્વાન મહારાજે બધાને આશીર્વાદ આપ્યા અને એમની વ્યાસપીઠ પર વિરાજમાન થયાં. દેવ આશ્ચર્ય અને આનંદથી બધુ જોઇ રહેલો. ...Read More

104

ધ સ્કોર્પિયન - પ્રકરણ-104

રાવલો સવારે આજે વહેલો ઉઠી તૈયાર થયો. હજી મળસ્કુ જ થયું હતું અને એ શેષનારાયણાયને પ્રણામ કરી ધ્યાનમાં બેઠો. પરવારીને મંદિરની બહાર નીકળ્યો ત્યાં સામે રુહી સ્નાનાદી પરવારીને આવી. એણે આશ્ચર્ય થી પૂછ્યુ. “રાવલા આટલો વહેલો ?” રાવલાએ કહ્યું “હું પેલાં લોબોને લઇને જંગલમાં જઊં છું મારી સાથે હથિયારબંધ ટોળકી લઇને જઊં છું મને લોબો પાસેથી જે બાતમી મળી છે એ પ્રમાણે એવું લાગે હું મારાં લક્ષ્યથી સાવ નજીક છું. પેલી વિદેશી છોકરી પર ધ્યાન રાખજો. એની જરૂર પડે એને..”. પછી એ બોલતો અટકી ગયો. રુહી એની સામે જોઇ રહી હતી. એ રાવલાનાં મનનો તાગ પામી ગઇ હતી... એણે ...Read More

105

ધ સ્કોર્પિયન - પ્રકરણ-105

રાવલો એની હથિયારબંધ ટોળકી સાથે જંગલની મધ્યમમાં પહોંચ્યો ખૂબ ઝાડ અને વનરાજી હતી ધોળે દિવસે અંધારું જણાતું હતું. રાવલાએ એક વિશાળ વૃક્ષ નીચે ઉભા રહેવા જણાવ્યું એની નજર ચારોતરફ ફરી રહી હતી. વનરાજીની બહાર ઊંચા ઊંચા પહાડો હતાં... ઝરણાં વહી રહેલાં. પહાડીની એક કેડી જે નિયમિત જંગલમાં આવવા જવા માટે વપરાતી હતી તે સ્પષ્ટ જોવાં મળી રહી હતી. રાવલાએ પેલાં લોબોને કહ્યું "એય લોબો આ સામે દેખાય એજ કેડી રસ્તે પેલો આવવાનો છે ને ?” લોબોએ હાથ લાંબો કરી કહ્યું આજ કેડીથી એ અમને અહીં લાવેલો. અમને અહીં વીંછીનાં ઝેરમાંથી બનેલો પાવડર અને પ્રવાહી આપવાનો હતો સાથે વાજીકરણની દવાઓ ...Read More

106

ધ સ્કોર્પિયન - પ્રકરણ-106

સિધ્ધાર્થ સાથે રાયબહાદુર મળેલી બાતમી પ્રમાણે હિમાલયની પર્વતમાળા તરફ જવા નીકળી ગયાં. રાયજીને થોડી ચિંતા હતી કે આટલા સુંદર અને કુદરતી પરીસર જેવી જગ્યામાં આવો કેફી દ્રવ્યો આતંકનું દૂષણ સ્ત્રીઓનું શોષણ તથા ધાર્મિક ઝૂનૂની અડચણો કેવી રીતે થઇ શકે ? સિધ્ધાર્થ રાયજીની સામે જોતાં કહ્યું "સર તમને મેં બધીજ માહિતી આપી છે જે મને મારાં ગુપ્તચરોથી મળી હતી આપણે એ રીતે પગલાં લઇ રહ્યાં છે. મેજર જંગલ તરફ નીકળી ગયાં છે આપણે સૈન્યની ટુકડી સાથે પર્વતમાળાનાં મઠ તરફ છીએ. રુદ્રજી ત્યાં સંભાળી લેશે”. રાયબહાદુરે સિધ્ધાર્થનાં છેલ્લા વાક્ય પર અસહમતિ દર્શાવતાં કહ્યું “રુદ્રજી એમની એસ્ટેટ પણ નહી સંભાળી શકે બાજી ...Read More

107

ધ સ્કોર્પિયન - પ્રકરણ-107

રાજા ધ્રુમન પાસે તીર આવીને પડ્યું. એમની નજર પડી એમણે તીર ઉઠાવ્યું અને જોર જોરથી હસવા માંડ્યા.. ત્યાં બીજું એકદમ એમની પાસેથી પસાર થઇ ગયું. હવે એમની આંખો પહોળી થઇ ગઇ.. એમણે બાજુનાં ખડક પરથી એક પથ્થર ઊંચક્યો અને તીર જે દિશામાંથી આવ્યું ત્યાં જબરજસ્ત ઘા કર્યો. સામેથી ઊહ કરતો અવાજ આવ્યો.. ધ્રુમનરાજા હવે સામેથી હુમલો થવાની રાહ જોવા માંડી. ક્યાંય સુધી ના કોઇ બીજો અવાજ કે તીર ના આવ્યું...... રાજા ધ્રુમને જે જડીબુટ્ટીઓ અને વનસ્પતિ એકઠી કરી હતી એની બાજુમાં જઇને બેઠાં... ત્યાં સામેથી એક વ્યક્તિ આવી રહી હતી માથે વનસ્પતિ બાંધી હતી. જેમ જેમ એ વ્યક્તિ નજીક ...Read More

108

ધ સ્કોર્પિયન - પ્રકરણ-108

સિધ્ધ બ્રાહ્મણોએ દેવ અને દેવમાલિકાનાં હાથમાં શુધ્ધ પવિત્ર વનસ્પતિમાંથી બનાવેલાં દોરાં બન્નેનાં હાથમાં બાંધ્યા. અને આશીર્વાદ આપ્યાં. દેવ અને ખૂબ આનંદમાં હતાં. બંન્નેએ શેષનારાયણાય અને અર્ધનારીશ્વરને પ્રણામ કર્યા. એમની બંન્ને મૂર્તિઓ જાણે સાક્ષાત હતી એમનાં મુખારવિંદ પર અનોખું તેજ અને મધુર હાસ્ય હતું. એમની આંખોમાં અમી ઝરતું હતું તેઓ આ યજ્ઞનો આયોજન અને આરંભથી ખૂબ ખુશ હતાં જાણે સાક્ષાતજ હાજર હતાં. દોરા બાંધ્યા પછી યજ્ઞ આરંભ કરતાં પહેલાં ગુરુ સ્વામી વિવાસ્વાને કહ્યું “શેષનારાયણ ભગવન ખુદ વિષ્ણુ સ્વરૂપ છે. અર્ધનારીશ્વર કે શેષનારાયણાય રૂપ જુદા પણ શક્તિ એકજ છે. કોઇ રૂપ સ્વરૂપમાં કહી ભેદ ના કરવો ઇશ્વર એમની લીલા પ્રમાણે અલગ ...Read More

109

ધ સ્કોર્પિયન - પ્રકરણ-109

રાયબહાદુરે કહ્યું “સિધ્ધાર્થ આપણે જંગલમાં જવા સીધા નીકળીએ છીએ એ પહેલાં અવંતિકા તથા રુદજી સાથે વાત કરી લઊં. એમને કરી દઊં” એમ કહી અવંતિકાજીને ફોન લગાવ્યો. અવંતિકાજીએ તરત ફોન ઉપાડતાં કહ્યું “રાયજી સારુ થયું તમારો ફોન આવી ગયો. અમે અહી એક...” રાયજીએ કહ્યું “શું થયું ? અમારો કાર્યક્રમ બદલાયો છે અહીંથી સીધા જંગલ તરફ જવાનાં અમને પાકી માહિતી...” ત્યાં અવંતિકાજીએ વચ્ચે વાત કાપતાં કહ્યું “રાયજી તમારી ડયુટી પર છો ખબર છે તમે પેલાં કાળ મુખા પાછળ છો. પણ અહીં આર્યન અને આંકાંક્ષા સાથે બધી વાત થયા પછી....” રાયજીએ કહ્યું “શું થયુ ? શું વાત છે ?” અવંતિકાજીએ કહ્યું “આર્યન ...Read More

110

ધ સ્કોર્પિયન - પ્રકરણ-110

પવિત્ર હવનયજ્ઞ વિવાસ્વાન ગુરુસ્વામીની નિશ્રામાં ચાલી રહેલો. ખૂબ પવિત્ર વાતાવરણમાં સનાતન ધર્મના શુધ્ધ પવિત્ર શ્લોકો અને ઋચાઓ બોલાઇ રહી વિવાસ્વાન સ્વામીની આંખો બંધ હતી. પવિત્ર સિધ્ધ ઋષિગણ આહૂતિ દેવ અને દેવમાલિકા પાસે અપાવી રહેલાં. મુખ્ય ઋષિએ દેવ - દેવમાલિકાને એમનાં આસનથી ઉભા થવાં કહ્યું "બધાની નજર હવે શ્રેષ્ઠ આખરી આહૂતિ આપવાની હતી એનાં તરફ હતી. વિવાસ્વાન સ્વામીએ આંખો ખોલી અને કહ્યું – “દેવ-દેવમાલિકાનાં હાથમાં સોનાની વરખ ચઢાવેલું શ્રીફળ, સોપારી, બળદાણા, કપુર તથા કાળાતલનાં લાડુ આપો. શ્રીફળ સોપારી તેલ તથા બળદાણા કપુર અને કાળાતલનાં લાડુ દેવમાલિકાનાં હાથમાં આપો બંન્ને જણાનાં હાથ એકબીજાને સ્પર્શ કરીને રાખો.” મુખ્ય ઋષિએ સૂચના આજ્ઞા પ્રમાણે ...Read More

111

ધ સ્કોર્પિયન - પ્રકરણ-111

મેજર અમન ગણપત ગોરખાને બંદીવાન બનાવીને એની પૂછરચ્છ કરી રહેલાં. રાયબહાદુર, સિધ્ધાર્થ અને રાવલાની આવવાની રાહ જોઇ રહેલાં. થોડીવારમાં તથા સિધ્ધાર્થ એમની ટુકડી સાથે ત્યાં આવી પહોચ્યાં. સિધ્ધાર્થે કહ્યુ “મેજર અમન અમને તમારી જીપ અને માણસો દેખાયાં અહીં આવી પહોંચ્યા. “ રાયબહાદુર અને સિધ્ધાર્થ જીપમાંથી ઉતર્યા મેજર અમને રાયબહાદુરને સલામી આપી અને કહ્યું “સર આખરે આ સ્કોપીર્યન આપણે હાથ લાગી ગયો છે.. આ લોબો હજી મોઢું નથી ખોલતો. “ કબીલાનો નવો રાજા રાવલો આવુ છું. કહીને અચાનક ગયો છે એ પુરાવો લઇને આવુ છું કહી ગયો... ત્યાં ઘોડાનાં આવવાનાં અવાજ આવ્યાં બધાં સૈનિકો તથા મેજર-સિધ્ધાર્થ બધાં સતર્ક થઇ ગયાં. ...Read More

112

ધ સ્કોર્પિયન - પ્રકરણ-112

લોબોને બોલતો જોઇ રાજા ધ્રુમન ભડક્યો અને બરાડ્યો.” સાલા તારી એ ઝેબા ભાગી ગઇ ખૂબ નશેડી હતી એને અફીણ અસર નહોતી થતી સ્કોર્પીયનનુ ઝેરજ એને નશો કરતું હું એને શું ભોગવતો ? એ મને ભોગવતી હતી કેટલાંય દિવસથી મારે હાથ નથી લાગી.. જંગલમાં ભટકતી હશે ક્યાંક રાંડ... “ “આ ગોરી છોકરીને ભોગવું એ પહેલાં લોબો અને એ રાવલાનાં માણસોનાં હાથમાં આવી ગયાં.” રાવલાએ કહ્યું “પિતાજી... તમને પિતા કહેતાં. શરમ આવે છે. માહીજા આપણાં ઘરે નાસી આવી ત્યારેજ મને શંકા ગયેલી તારાં અને એનાં ઉપર.. તમારે લોકોને ખોટો સંબંધ હતા આ ગણપત પાસે રહીને તમારો સંબંધ સાચવતો એ નપુંસક બીજી ...Read More

113

ધ સ્કોર્પિયન - પ્રકરણ-113(છેલ્લું)

નવલો દોડતો આવીને બોલ્યો આ.... એનાં હાથમાં વાંસનો બનાવેલો કળાત્મક છાબડો હતો એમાં રંગબેરંગી ફૂમતાં હતાં. રાવલાએ એનાં હાથમાંથી એ રાય બહાદુરનાં હાથમાં આપતાં કહ્યું "સર આ અમારાં જંગલની ભેટ એક નાનકડી પ્રસાદી શેષનારાયણની...” રાયબહાદુરજીએ આશ્ચર્યથી પૂછ્યું “આમાં શું છે ?” રાવલાએ કહ્યું “સર અમારાં જંગલની જડીબુટ્ટીઓ છે ખૂબ શુધ્ધ છે આપનાં માટે છે” એમ કહીએ એમનાં પગ પાસે મૂકીને ખોલ્યું એમાં અલગ અલગ વનસ્પતિ જડીબુટ્ટીઓ હતી એમાં ઓળખ અને ઉપયોગ લખેલો પછી બોલ્યો “સર આ શરીર અને હવનયજ્ઞ બંન્નેમાં વપરાય છે એકદમ શુધ્ધ અને અમૂલ્ય છે.” રાયજીએ ખુશ થતાં કહ્યું "આભાર.. પણ અમે તને બોલાવીએ રુદ્રજીને ત્યાં આવી ...Read More