મિત્રો, તમે સૌ પાંડુપુત્ર અર્જુન વિશે તો જાણતાં જ હશો. અર્જુન સર્વશ્રેષ્ઠ ધનૂરધર હતાં અને મહાભારતનાં યુદ્ધમાં ખૂબ અગત્યનાં યોદ્ધા હતાં. મહાભારતનાં તેમને શ્રીકૃષ્ણનો સાથ સહકાર મળ્યો હતો અને તેમનો મહાભારતનાં યુદ્ધમાં વિજય થયો હતો. મહાભારત ગ્રંથમાં એકથી એક ચઢિયાતા શૂરવીરોનાં સાહસનું વર્ણન છે. એમાં આપણે સૌ અર્જુન, ભીષ્મ પિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય, દુર્યોધન, અશ્વથામા જેવા યોદ્ધાઓને તો જાણીએ છીએ પરંતું મહાભારતમાં ઘણાં એવાં પરાક્રમી યોદ્ધાઓ પણ હતાં જેનાં વિશે લોકો નથી જાણતા કે પછી ઓછું જાણે છે. આજે આપણે એક એવાં જ શૂરવીર અને પરાક્રમી અર્જુનપુત્ર ઇરાવન (ઇરાવાન, અરાવન) વિશે થોડુ વિસ્તારમાં આ નોવેલમાં જાણીશું. એ જ ઇરાવન વિશે જેને કિન્નરો પોતાનાં આરાધ્ય દેવ માને છે. કિન્નરો ઇરાવનની ફક્ત પૂંજા જ નથી કરતા પરંતું તેઓ ઇરાવન સાથે લગ્ન પણ કરે છે પરંતું આ લગ્ન ફક્ત એક જ દીવસ માટે હોય છે. બીજા દિવસે ઇરાવનની મોતની સાથે તેમનું વૈવાહિક જીવન પણ સમાપ્ત થઈ જાય છે. કિન્નરો તામિલનાડુનાં વીલ્લુપૂરમ જીલ્લામાં કૂવાગમ ગામમાં એકત્રિત થાય છે અને ત્યાં પોતાનાં સૌથી મહત્વનાં તહેવારનાં ભાગરૂપે ઇરાવન સાથે લગ્ન કરે છે. તેથી જ તામિલનાડુમાં કિન્નરોને અરાવની કહેવામાં આવે છે.
New Episodes : : Every Tuesday, Thursday & Saturday
ઇરાવન - ભાગ ૧
મિત્રો, તમે સૌ પાંડુપુત્ર અર્જુન વિશે તો જાણતાં જ હશો. અર્જુન સર્વશ્રેષ્ઠ ધનૂરધર હતાં અને મહાભારતનાં યુદ્ધમાં ખૂબ અગત્યનાં હતાં. મહાભારતનાં તેમને શ્રીકૃષ્ણનો સાથ સહકાર મળ્યો હતો અને તેમનો મહાભારતનાં યુદ્ધમાં વિજય થયો હતો. મહાભારત ગ્રંથમાં એકથી એક ચઢિયાતા શૂરવીરોનાં સાહસનું વર્ણન છે. એમાં આપણે સૌ અર્જુન, ભીષ્મ પિતામહ, કર્ણ, દ્રોણાચાર્ય, દુર્યોધન, અશ્વથામા જેવા યોદ્ધાઓને તો જાણીએ છીએ પરંતું મહાભારતમાં ઘણાં એવાં પરાક્રમી યોદ્ધાઓ પણ હતાં જેનાં વિશે લોકો નથી જાણતા કે પછી ઓછું જાણે છે. આજે આપણે એક એવાં જ શૂરવીર અને પરાક્રમી અર્જુનપુત્ર ઇરાવન (ઇરાવાન, અરાવન) વિશે થોડુ વિસ્તારમાં આ નોવેલમાં જાણીશું. એ જ ઇરાવન વિશે જેને ...Read More
ઇરાવન - ભાગ ૨
ગતાંકથી ચાલુ.....તેઓએ વરદાન માંગી લીધું હતું કે તેઓ સંસારમાં કોઈપણ પ્રાણી દ્રારા ન માર્યા જાય. તેઓ જ્યારે પણ માર્યા ત્યારે એકબીજાનાં હાથોથી જ માર્યા જાય. વરદાન મળ્યા પછી બન્ને ભાઈ ત્રણેય લોકોને જીતવા નીકળી પડ્યા હતાં અને તેઓએ પોતાનાં પરાક્રમથી ઇન્દ્રલોક, યક્ષ, રાક્ષસ, નાગ, મલેચ્છ આદિ પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. એ પછી પૃથ્વી પર આવી બ્રાહ્મણો તથા ઋષિમુનિઓ પર અત્યાચાર કરવા લાગ્યા હતાં. આ જોઈને બધાં ઋષિમુનિઓ બ્રહ્મલોક ગયા અને પરમ પિતા બ્રહ્મા પાસે આ રાક્ષસોથી મુક્તિ અપાવાની વિનંતિ કરી. ઋષિમુનિઓની વિનંતિ સાંભળીને પરમ પિતા બ્રહ્માજીએ થોડો સમય વિચારીને એ બન્ને અસુર ભાઇઓની મૃત્યુનો ઉપાય શોધી કાઢ્યો ...Read More
ઇરાવન - ભાગ ૩
ગતાંકથી ચાલુ....પાંડવોએ પોતાનાં શારિરીક બળ અને આવડતથી પડોશી રાજ્યોને પોતાને આધીન કરી લીધાં હતાં અને સુખપૂર્વક અને ધર્મ અનુસાર પ્રજાનું પાલન કરતાં હતાં. પાંચેય પાંડવોની પત્ની દ્રૌપદી પોતાનાં બધાં પતિઓના અનુકુળ રહેતી હતી. દ્રૌપદી ઍક વર્ષનાં નિશ્ચિત સમય સુધી ઍક પાંડવ ભાઈ સાથે રહેતી હતી અને તેનો ઍક વર્ષનાં સમયની અવધિ સમાપ્ત થયા બાદ બીજા પાંડવ ભાઈ સાથે પોતાનાં પત્ની ધર્મનું પાલન કરતી હતી. આ કારણથી બધાં ભાઇઓ દ્રૌપદીથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતાં.ઍક દિવસની વાત છે... પાંડવોના રાજ્યમાં લૂંટેરાઓએ ઍક બ્રાહ્મણની ગાયો લૂંટી લીધી અને તેં બ્રાહ્મણ મદદ માટે અર્જુન પાસે આવ્યો અને કહ્યુ "લૂંટેરાઓ મારી ગાયોને ...Read More
ઇરાવન - ભાગ ૪
ગતાંકથી ચાલુ.....અર્જુન જ્યારે વનવાસ માટે નીકળ્યા હતાં ત્યારે તેમની સાથે વેદોના મર્મજ્ઞ, આધ્યાત્મિક ચિંતક, ભાગવત ભક્ત, ત્યાગી બ્રાહ્મણ તથા વાનપ્રસ્થ અને ભિક્ષાજીવી પણ ચાલી નીકળ્યા હતાં. જેઓ જયાં-જયાં પડાવ પડતો ત્યાં અર્જુનને ઉત્તમ કથાઓ સંભળાવતા હતાં. વનવાસ દરમ્યાન અર્જુને સેંકડો વનો, દેશો, સરોવરો, નદીઓ, તીર્થો તથા સમુદ્રોનાં દર્શન કર્યા હતાં. અંતમાં તે હરિદ્વાર પહોંચીને થોડાક દિવસો માટે ત્યાં જ રોકાઈ ગયા. ઘૃતરાષ્ટ્ર જ્યારે પોતાનાં રાજ્યની વહેંચણી કરી ત્યારે પોતાનાં પૂર્વજ યયાતિનું રાજય ખાંડવપ્રસ્થ પાંડવોને આપ્યું અને હસ્તિનાપુર પોતાની પાસે રાખ્યું હતું. ખાંડવવનમાં અરાવલિનાં નિર્દય પહાડ, પગનાં તળિયાનું લોહી નીકળી જાય એવો કાંટાળો પથ અને વાંઝણી ભૂમિ હતી. ત્યાં એકદમ ...Read More
ઇરાવન - ભાગ ૫
આપણે અત્યાર સુધી ઇરાવનનાં જન્મ સુધીની સંપૂર્ણ કથા જોઇ પરંતુ હવે આપણે ઇરાવનનો મહાભારતનાં યુદ્ધમાં ભૂમિકા શું હતી અને વધ કઇ રીતે થયો હતો તેની વિસ્તૃત માહીતી મેળવીશું. અર્જુનનો આ પરાક્રમી પુત્ર ઇરાવન એ નાગરાજ કૌરવ્યની પુત્રીનાં ગર્ભથી અને બુદ્ધિમાન અર્જુન દ્રારા ઉત્પન્ન થયો હતો. નાગરાજની આ પત્ની સંતાનહિન હતી. તેનાં પ્રથમ પતિનો ગરુડે વધ કર્યો હતો. જેથી તેં અત્યંત દીન અને દયનિય થઈ રહી હતી. ઐરાવતવંશી કૌરવ્ય નાગે તેને અર્જુનને અર્પિત કરી અને અર્જુને કામને આધીન થયેલી તેં નાગકન્યાને પત્ની રૂપમાં ગ્રહણ કરી હતી. આ પ્રકારે અર્જુનપુત્ર ઉત્પન્ન થયો હતો. ઇરાવન સદા માતૃકૂળમાં રહ્યો હતો. તેને નાગલોકમાં જ ...Read More
ઇરાવન - ભાગ ૬
રથીઓમાં શ્રેષ્ઠ તેં બન્ને વીર રણભૂમિમાં એક જ રથ પર બેસીને ઘણી શીઘ્રતાથી ઇરાવન પર બાણોની વર્ષા કરવા લાગ્યા. બન્ને દ્રારા છોડેલા મહાન વેગશાળી સુવર્ણ ભૂષિત બાણોએ સુર્યનાં પથ પર પહોંચીને આકાશને આચ્છાદિત કરી નાખ્યું. ત્યારે ઇરાવન પણ રણક્ષેત્રમાં ક્રોધે ભરાઈને બન્ને મહારથી ભાઇઓ પર બાણોની વર્ષા આરંભ કરી દીધી અને તેઓનાં સારથીનો વધ કરી નાખ્યો. સારથીનાં પ્રાણશૂન્ય થઇને પૃથ્વી પર પડી ગયા બાદ તેં રથનાં ઘોડા ગભરાઈને ભાગવા લાગ્યા અને આ પ્રકારે તેં રથ સંપુર્ણ દિશાઓમાં દોડવા લાગ્યો. વિન્દ અને અનુવિન્દને જીતીને પોતાના પુરુષાર્થનો પરિચય આપતાં ઇરાવને તરત જ કૌરવ સેનાનો સંહાર કરવાનો આરંભ કરી દીધો. યુદ્ધ ક્ષેત્રમાં ...Read More
ઇરાવન - ભાગ ૭
ત્યારે ઇરાવનનાં સમસ્ત સૈનિકોએ તેં છ એ છ વીરોનાં સૈન્ય સમૂહનો નાશ કરી નાખ્યો. સમરાંગણમાં પોતાની સેનાનો આ રીતે થતા જોઇ સુબલનાં છ એ પુત્રો ન સહન કરી શક્યા. તેઓએ ઇરાવન પર ઍક સાથે હુમલો કરીને ચારે તરફથી ઘેરી લીધો. તેં છ એ શૂરવીર તીખાં પ્રાસોથી એકબીજાને પ્રોત્સાહન આપતાં ઇરાવન પર તુટી પડ્યા તથા એકદમ વ્યાકુળ કરવા લાગ્યા. તેં મહાન વીરોનાં તીખાં પ્રાસોથી ક્ષત-વિક્ષત થયેલા ઇરાવન વહેતા લોહીથી તરબોળ થઈ ગયો. અંગોથી ઘાયલ થયેલા હાથીની જેમ વ્યાકુળ થઈ ગયો. તેં એકલો હતો અને તેની પર પ્રહાર કરવા વાળાઓની સંખ્યા ઘણી હતી. તેં આગળ પાછળ અને આજુ બાજુથી અત્યંત ઘાયલ ...Read More