મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક)

(40)
  • 22.7k
  • 5
  • 10.4k

ધગધગતી ધરતી પર વહી રહેલો પવન જાણે ચારે દિશાઓમાં પોતાની નીચે પડેલા દરેક માણસોની વ્યથા સાથે લઈને વહી રહયો હતો.સમી સાંજના ભૂરા આકાશ તળે મૃત્યુ પામેલા અને પોતાની વેદનામાં કણસી રહેલા માનવીઓની સામે આજે યુદ્ધભૂમિ પોતાની આગવી વ્યથા લઈને ઊભી હતી.ચારે તરફ બસ રકતથી લતપત લોકોની લાશોના ઢેર હતા જે જોઈને તેનો રંગ પણ લાલ થઇ ગયો હતો.કદી ના જોયેલા એ દરેક મહાન માણસોનો પ્રભાવ તેના માટે ભૂલવો અશક્ય બરાબર હતો.વીર યોદ્ધાઓની ગાથા સાચી રીતે ગાવા માટે એના પાસે ભવિષ્યમાં સાચવેલા આ ખજાનાને એ અનોખો માનીને સામે કણસી રહેલા માનવીઓને જોઈ રહી હતી.સમગ્ર ભૂમિ પોતાના સ્વામી એવા મહારાજાધિરાજ સામે થઈને એ માનવીઓને ઉભા કરીને ફરી જીવન આપવા માગતી હતી પણ કેમ કરીને તે આ મહાન યોદ્ધાઓને ફરી જીવંત કરી શકે ? કેમ કરીને ફરી એ આજથી જ્યારે આ યોદ્ધાઓનો જન્મ થયો ત્યાં સુધી પહોંચીને ફરી તેમને આ યુદ્ધ ના લડવા માનવી શકે ? કેમ ?

1

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 1

મશિહા ધરાદીત્ય ધગધગતી ધરતી પર વહી રહેલો પવન જાણે ચારે દિશાઓમાં પોતાની નીચે પડેલા દરેક માણસોની વ્યથા સાથે લઈને રહયો હતો.સમી સાંજના ભૂરા આકાશ તળે મૃત્યુ પામેલા અને પોતાની વેદનામાં કણસી રહેલા માનવીઓની સામે આજે યુદ્ધભૂમિ પોતાની આગવી વ્યથા લઈને ઊભી હતી.ચારે તરફ બસ રકતથી લતપત લોકોની લાશોના ઢેર હતા જે જોઈને તેનો રંગ પણ લાલ થઇ ગયો હતો.કદી ના જોયેલા એ દરેક મહાન માણસોનો પ્રભાવ તેના માટે ભૂલવો અશક્ય બરાબર હતો.વીર યોદ્ધાઓની ગાથા સાચી રીતે ગાવા માટે એના પાસે ભવિષ્યમાં સાચવેલા આ ખજાનાને એ અનોખો માનીને સામ ...Read More

2

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 2

"ત્રણ દીનાર... " તાજા મીઠા ફળોને લઈને પોતાના ઘોડાની બાજુમાં બાંધેલી પોટલીમાં નાખીને જતા સૈનિકના કાને એક અવાજ ગુંજ્યો.અવાજ જ તેણે ધોડાની લગામ ખિંચતા ધોડો ત્યાં ઊભો રહી ગયો હતો,એ સાથે તરત સૈનિક ઊતરીને નીચે આવ્યો હતો. "કેટલા...???" સંસ્કૃતમાં સૈનિકે પ્રશ્ન કર્યો.આજુ-બાજુ ઊભેલા દરેક માણસને જાણ થઈ ગઈ હતી કે આ રાજમહેલનો કોઈ માણસ હતો કેમકે રાજમહેલના અને ઉચ્ચ લોકો જ સંસ્કૃત ભાષાનો વાત કરવા માટે પ્રયોગ કરતા હતા તથા તેમની પ્રજા અને બીજા લોકો પાકૃત ભાષામાં વાર્તાલાપ કરતા હતા. પોતાનો સામાન લઈને ફળો ...Read More

3

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 3

બંનેની આંખો તળેથી જમીન સાફ દેખાઈ રહી હતી.હદયના ધબકારા તેજ ગતિએ ચાલી રહયા હતા.અચાનક જ પકડાઈ જતા કેમ કરીને શકાય એ વિચારમાત્ર પણ તેમને આવતો નહોતો.ગરદન પર મુકેલી તલવાર પાછળ રહેલા માણસને કઈ રીતે પરાસ્ત કરીને ભાગી શકાય એ યુક્તિ પર વધારે વિચાર કરે એ પહેલા જ આવાજ આવ્યો,"તમારા બંને પાસેથી આ અપેક્ષા નહોતી..."ભારેખમ અવાજ સાંભળતાની સાથે જ બંનેના કાન સ્તબ્ધ રહી ગયા.અવાજ ઓળખીતો હતો તેથી તેમને થોડી રાહત થઈ હતી પણ સાથે તેઓ ચિંતીત હતા."તમને એ યાદ રહેવું જોઈએ કે આપણે આપણી ભૂમિ પર નથી.કોઈ બીજાની ભૂમિ પર આવીને ...Read More

4

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 4

પોતાના અંગત કક્ષમાં આજુ બાજુ હવાની સાથે હિલોરા લેતા મહારાજાધીરાજ ને જોઈને ત્યાં ઊભેલા ગુરૂ ત્રીદર્શી અને પુરોહિત બંને હતા.કેમ કરીને મહારાજધિરાજને શાંત કરી શકાય એની યુક્તિઓ તેમના મનમાં દોડવા લાગી હતી.જેટલા યોદ્ધા તરીકે તે પ્રખ્યાત હતા એટલા જ એક સંગીત અને કલાના સાચા કલાકાર તરીકે પણ એટલા જ પ્રખ્યાત હતા.તેમની વીણા પણ શાંત પડી એક ખૂણામાં ધૂળ ખાઈ રહી હતી.આજે સભામાં થયેલી વાતોથી તેમનું મન વિચલિત હતું. "મહારાજા....આ રીતે કોઈ વાત નો હલ નહિ આવે..." ગુરૂ ત્રિદર્શીએ રાજાને શાંત પાડવાનો પ્રયાસ કરતા કહ્યું. "સમગ્ર નગર તમારા શાસનની પ્રશંસા કરી રહ્યું છે.એક બે માણસો ના કહેવાથી આ રીતે વિચલિત ...Read More

5

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 5

આંખોની પાંપણો ઢળીને કોઈ અલગ જ ચેતના અનુભવી રહી હોય એમ તેમની આંખો ઊપર-નીચે થઈને ધ્યાન ધરવા એકત્ર થઈ હતી.હંમેશની જેમ પોતાના કક્ષમાં ચારેબાજુ દીવાના અજવાળાથી પ્રકાશ પ્રસરીને અલગ જ ઊર્જા ફેલાવી રહયો હતો.બીછાઈને પડેલી પ્રતો ગુરૂ મિથાધિશની બધાથી અલગ વિચારવાની શક્તિનો પરીચય આપી રહી હતી.કંઈ કેટલાય સંશોધનો કર્યા પછી કોઈ વ્યક્તિને સાચી દિશા આપવી એ એક ગુરુની જવાબદારી હોય એ વાત ખરેખર ગુરૂ મિથાધિશ માટે સાચી લાગતી હતી."તમે પહેલા એવા વ્યક્તિ હશો જે કોઈપણ ઉપહાર સ્વીકારતા નથી...."પાટલીપુત્રમાંથી આવેલ ઉપહારને નમ્રતાથી સૈનિકના હાથમાં આપતા ભિમાંએ ગુરૂ મિથાધિશને કહ્યું.ગુરૂ મિથાધિશાએ રાજનગરમાંથી આવેલા ઉપહારમાંથી ફકત એક સફરજન લઈને ઉપહાર પરત કરવા ...Read More

6

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 6

રાતના અંધારામાં રાતી દેખાતી તેની આંખો પર ચંદ્રનો આછો પ્રકાશ પડી રહ્યો હતો.તેના હોઠ નીચેથી વહી રહેલું રક્ત ધીરે સુકાઈને ત્યાં સજ્જ થઈ જવા લાગ્યું હતું.બાજુમાં બેઠેલી મિત્રા કંઈ સમજે એ પહેલા જ ત્યાં બીજા દસેક લોકો ભેગા થઈ ગયા હતા.ધીરે ધીરે સત્યેનને ભાન આવતા ખબર પડવા લાગી હતી કે તે કોઈકની જાળમાં ફસાઈ ગયો હતો.મિત્રા અને સત્યેનને ઝાડની છાલથી કસીને બાંધી દેવામાં આવ્યા હતા.પોતાને વાગેલો મુક્કો એટલો જોરદાર હતો કે સત્યેન હજુપણ ઠીકથી આંખ ઊંચી પણ નહોતો કરી શકતો. તેણે મથીને પોતાની આંખો ઊપર કરીને જોયું એ પહેલા તેની ડાબી બાજુ ફરીથી કસાઈને એક મુક્કો આવ્યો હતો.ફરીવાર મુક્કાના ...Read More

7

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 7

રાતના અંધારામાં કોઈનો પ્રવેશ થતાં તે થોડીવાર માટે ડરી ગઈ હતી. એણે ઊભા થતા પોતાની બાજુમાં સૂઈ રહેલા બંને શાંત સૂતા જોઈને હાશ થઈ હતી.જેમ તેમ કરીને અવાજ ન થાય એમ તે બહાર આગણમાં આવીને ઊભી રહી. આજુ બાજુ જોતા તેની નજર થોડી થોડી વારે થઈને સૂતેલા બાળકો પર જઈને સ્થિર થઈ જતી હતી. "ઋતુલા.... ઋતુલા...."બોલતાની સાથે જ તેણે પાછળથી આવીને તેને ઉપાડી લીધી.ઘરની ફરતે ગોળ ગોળ ફેરવીને તેણે પોતાની ખુશી તેની સામે જાહેર કરી હતી.આ પહેલા એ ક્યારેય આટલો ખુશ નહોતો જેટલો આજે હતો.તેની ચેહરા પર રહેલા દરેક સ્નાયુ તેની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. "નંદી...નીચે ઉતાર....બાળકો ઉઠી ...Read More

8

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 8

ઘેરાઈ ગયેલી એ રાતમાં પ્રકાશિત થતા નાના નાના તારાઓને એ થોડીવાર માટે કાળજીપૂર્વક ગણતી રહી.દરેક વખત ની જેમ આ પણ તેના મનમાં બધા તારાઓને ના ગણી શકવાનો વસવસો પૂરેપૂરો દેખાતો હતો.કેમ કરીને આ રીતે તારાઓને ગણી શકાય ? તે મનમાં વિચારતી રહી.અશક્યને કદી પણ શક્ય કરી શકાય કે કેમ ? ચંદ્રની સપાટીની ચારે બાજુ ફરી શકાય કે કેમ ? અગણિત પ્રશ્નો તેના મનમાં દોડવા લાગ્યા.જ્યારે સમય અને સંજોગો બદલાય ત્યારે આ રીતે વિચારવાનો સિલસિલો શરૂ થઇ જાય છે એ વાત એના મગજમાં ફરી રહી. તેણે ઊભા થઈને બહાર નીકળી સામે રહેલા ઝાડની અંદર એક એક કરીને ચાર થી પાંચ ...Read More

9

મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 9

કોઈ વાતચીત વિના બેસી રહેલા એ બધા લોકો તેમની સામે જોઇને અલગ જ પ્રકારની ઊર્જા પેદા કરી રહ્યા હતા.આ આવીને એકદમ સીધી રીતે પોતાને બચાવી શકાય એ વાત હજુપણ ભીનોરદાદા માટે માનવી અશકય હતી.સત્યેન અને મિત્રા જલદીથી આમિટ પહોંચવા માટે હવે આતુર થઈ ગયા હતા.પોતાના શિર પર આવી રહેલી એક પછી એક મુશ્કેલીઓ કદાચ તેમના માટે નવા પડકાર બરાબર હતી.સત્યેન પોતાના લીધે પડી રહેલી આ બધી મુશ્કેલીઓથી બેચેન બની ગયો હતો.કેમ તેણે પેલા સૈનિક સાથે લડીને મુશ્કેલી વહોરી હતી ? તે મનોમન પોતાની જાતને કોસતો રહયો.મિત્રા તેની સામે જોઈ રહી હતી.તેને ખબર પડી ગઈ હતી કે સત્યેન ખુદને આ ...Read More