ગઝલ - એ - ઇશ્ક

(37)
  • 47k
  • 7
  • 18.9k

૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો એમાં તારો જળપ્રલય. કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,ઝબકારા ને અકબંધ રાખતો તારો એ ધબકારો. હું અણસમજું! કારણ, એક તરફી આ ચીઝ,સમજી બેઠો સ્મિતને તારા, પ્રેમનું પ્રતીક. એક જ આકાશમાં ક્યારેક દિન અને રાત,સમકક્ષ જીવનમાં મારા, તારો આભાસ. વળગી રહું તને! તો કઠિન છે થોડું આમ,વળગણ વિના નો પ્રેમ ! ઝાલીમ ! ના ફાવે ખાસ. પોઢતી વેળાએ નીકળે મુસાફરીએ પ્રેમની,જાગીને જાણું ત્યાં તો, તારો શૂન્યાવકાશ. રદીફ અને કાફિયા નો તો અલગ જ છે અંદા્ઝ,મારો અને ગઝલનો એમાં ચાબુકદાર પ્રહાર.

1

ગઝલ - એ - ઇશ્ક - 1

૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો તારો જળપ્રલય. કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,ઝબકારા ને અકબંધ રાખતો તારો એ ધબકારો. હું અણસમજું! કારણ, એક તરફી આ ચીઝ,સમજી બેઠો સ્મિતને તારા, પ્રેમનું પ્રતીક. એક જ આકાશમાં ક્યારેક દિન અને રાત,સમકક્ષ જીવનમાં મારા, તારો આભાસ. વળગી રહું તને! તો કઠિન છે થોડું આમ,વળગણ વિના નો પ્રેમ ! ઝાલીમ ! ના ફાવે ખાસ. પોઢતી વેળાએ નીકળે મુસાફરીએ પ્રેમની,જાગીને જાણું ત્યાં તો, તારો શૂન્યાવકાશ. રદીફ અને કાફિયા નો તો અલગ જ છે અંદા્ઝ,મારો અને ગઝલનો એમાં ચાબુકદાર પ્રહાર. ...Read More

2

ગઝલ - એ - ઇશ્ક - 2

૧. ગુલાબ જેમ....ગુલાબ જેમ ગુલાબી હોય!એમ દિલ મારું નવાબી હોય!સવારમાં જોઈએ માત્ર એક જ વસ્તું,અને એ ગરમ ગરમ ચા જેમ હારમાળા હોય,એમ હું હાજરા જવાબી હોય.કોઈ પૂછે કેમ છો?તો જવાબ મારો મોજ-ઇ-દરિયા હોય .જવાનું મન મારું ત્યાં જ હોય,જ્યાં કુદરતનો અદભૂત નજારો હોય.કોઈ પૂછે શ્રેષ્ઠ સમય કયો?તો જવાબ મારું બાળપણ હોય.જુવાનીમાં તો વાગે જાટકાં !બાળપણમાં તો ખાલી પ્રેમ અને દુલાર હોય.સુખ અને દુઃખ ભરેલા આ જીવનમાં,દુઃખી રહેવાનો કાંઈ અર્થ ના હોય.જીવનમાં દુઃખ શું છે વળી ?એનો તો મને ખ્યાલ જ ના હોય.સવાલ પૂછું હું સુખ ને ક્યારેક,તું વળી આટલું બધું ફ્રી કેમ હોય?જવાબ એ વળતો આપે મને,તું મોજ કર ...Read More

3

ગઝલ - એ - ઇશ્ક - 3

૧. ઝંખે હૂંફઝંખે હૂંફ, ત્યારે મેણાટોણા પામે,અજાણ્યો શખ્સ, સહાનુભૂતિ દર્શાવે !કેવો આત્મીયતાનો સંબંધ? પોતાના નોજ !અસલ જરૂરતે, માત્ર સલાહના વરસાવે !ક્યારેક થાય, એકલવાયુ જીવન સરળ,ક્યારેક બંધનમાં વળવાનું મન જાગે!મનની આ ઉચાપાત ભરેલી સ્થિતિ,હારીને ન થાકે, કંટાળીને હારે !દરેક સાચા ! ઢોંગ કેમ એવો કરે ?કોમળ હૃદયી આમાં કેમ કરીને જીવે!રાજનીતિ રમાય જ્યાં જુઓ ત્યાં બધે,અને પાછા આપણને, આદર્શો સમજાવે !૨. મળતી નથી...અરીસા ને કહો થોડો દૂર ચાલ્યો જાય,છબી એમાં માણસની આબેહૂબ નથી મળતી.સ્વપ્નને કહો થોડા કાબૂમાં રહે,પુરા કરવામાં જિંદગી સંપૂર્ણ નથી મળતી.મોત ને કહો થોડું જલ્દી આવી જાય,જીવતે જી જીવવા ની તાકાત નથી મળતી.પ્રેમ ને કહો નશામાં જ રહે,અસલમાં ...Read More

4

ગઝલ - એ - ઇશ્ક - 4

૧. વ્યથાકહેવા છતાંય નથી કહી શકતી,દિલ ની વ્યથાઓ ! દિલમાં નથી રહી શકતી.અશ્રુઓ બનીને આવે જ્યારે આંખમાં,તો પાંપણેય ભીંજાયા નથી રહી શકતી.મબલખ દુ:ખો વેઠ્યા જીવનમાં,તોય ગમગીની ! તારો પીછો છોડાવી નથી શકતી.કાળઝાળ ધબકારા, ધબકે છે ક્યારના !હૃદય ! તને શાંત પડવાની પરવાનગીય નથી આપી શકતી.તકલ્લુફ એટલી, કે આ જીવન કેવું?જ્યાં મને ખુદને જ હું, સંપૂર્ણપણે જાણીયે નથી શકતી !સવાર પડે ત્યારે જાગુ જ છું પણ !રજની ! તારા રહસ્યમાં ચેનથી પોઢીયે નથી શકતી.૨. નથી આવડતો મને ઢોંગ કરતા નથી આવડતો,ખોટો પ્રેમનો પ્યાલો પીતા નથી આવડતો.જીવન જાત છું, એવી હાજર છું,ક્યાંય પગપેસારો કરતા નથી આવડતો.કેફિયત કે નશો ચડાવ્યો નથી ક્યારેય,પણ ...Read More

5

ગઝલ - એ - ઇશ્ક - 5

૧. નથી આવડતું મને શબ્દોથી ઘાયલ કરતા નથી આવડતું મને, લખાણ લખતા તો આવડે, પણ ક્યારેક અનુસરતા નથી આવડતું સાચા સંબંધો બંદુકની નોક પર સાચવું, પણ ક્યારેક તરછોડાયને રોતાય નથી આવડતું મને! આમ તો વિશિષ્ટ મારું વ્યક્તિત્વ છે, કે દુશ્મનોનુંય ખરાબ ઇચ્છતા નથી આવડતું મને. એક ખાસિયત તમારી ઈય છે, કે કોઈ ની માનસિકતા ડામાડોળ કરતા નથી આવડતું મને. આમ તો બધાની સરાહના કરું છું! પણ મારી ન થાય! તો કુશંકા રાખતા નથી આવડતું મને ! જન્મ-મૃત્યુ ખેલ માત્ર અમુક ક્ષણો નો, પણ સાચું કહું તો ગઝલરૂપી નશા વગર જીવતાય નથી આવડતું મને! ૨. શાયર એ જે ઢોળી વેદનાઓ ...Read More

6

ગઝલ - એ - ઇશ્ક - 6

૧. બેઠું છું જ્યારે બેઠું છું જ્યારે એકલી મારી સમીપ!અંજાઈ જાઉં છું અમુક તથ્યો સટીક! આકરી ઉલઝનો અને નકરો જાઉં છું ક્યારેક એમ જ લતીફ! સહન કરવાની તો સીમાઓ ઓળંગી!છતાંય “ઓછું છે.” એમ કહે છે રદીફ! કડકડતી ટાઢમાં પોઢું જ્યારે શાલમા!તો રુંવાડા સુંવાળા પડી ને સુવે છે અસીમ! અદમ્ય સાહસ તો કર્યા નથી મેં!કલમ ઉઠાવી ત્યાં સ્ફૂર્યુ ગઝલનું પ્રતીક! સ્મશાને જાતિ યાત્રાને પૂછ્યું,“શાને છો બધા એટલા દુખી? રહીમ.” સુતેલી લાશમાંથી શબ્દો નીકળ્યા,“આ બધાનો માત્ર ઢોંગ છે હકીમ!” ક્ષણભર તો લાગ્યું આશ્ચર્ય મનેય,પછી જાણ્યું કે આ એક કડવી મુહરીમ! તથ્ય તો ત્યારે લાગ્યું એ લાશનું,જ્યારે વહેતા આંસુઓ મૂલ્યવિહોણા ઠર્યા મરીઝ. ...Read More

7

ગઝલ - એ - ઇશ્ક - 7

૧. આશિક મિજાજ લાચારી એ ઝૂકાવ્યો'તો! બેદર્દીની ક્યાં વાત હતી? ભોળપણ એ ફસાવ્યો'તો! ચાલાકીની ક્યાં વાત હતી? અશ્રુ એ લાગણીની ક્યાં વાત હતી? પ્રેમ એ લોભાવ્યો’તો! બેવફાઈની ક્યાં વાત હતી? સમુંદર એ ડુબાવ્યો’તો! ગેહરાઇની ક્યાં વાત હતી? આશિક મિજાજ આ દિલને! ગૈરોની ક્યાં ચાહ હતી? ૨. કઠપૂતળી મગજથી એવો રિબાયો છું, ન જાણે કેવો? ઢીબાયો છું! લોખંડ તો સારુ લાગે છે મને, એનાં કરતાંય ખરાબ કટાયો છું! મનોદશાના એવા ઉડ્યા ચિથરા, એવો કાળઝાળનો ફેંદાયો છું! ઝેર જ ઉગળતું હોય જાણે જુબાન પર, એવો અકાળે મરતો-મરતો જીવ્યો છું! હૃદય ની તો હાલત જ ના પૂછતા, ધબકારા તો શરૂ છે, પણ ...Read More

8

ગઝલ - એ - ઇશ્ક - 8

૧. અણગમોપ્રેમની પરોણીના દોરાનો તું તાંતણો, તાંતણાનાય બે ફાંટા, એનો છે અણગમો ! ક્ષણભંગુર રાત્રી ને દિવસનો તાપ દાઝણો, પળે મૂંઝવતી તારી, યાદોનો છે અણગમો ! રફતાર તો જો ! આ ઘડીએ મોતનો મરણો, જીવન તથ્યરૂપી, કડવાટનો છે અણગમો ! જાત-પાત નાથ ! અહીંયા જુદા જુદા છે વર્ણો, માણસ ને માણસાઈ, વિખુટાનો છે અણગમો ! પ્રકૃતિના ન્યાય કરવાના વિશિષ્ટ છે ચરણો, નિમિત્તોને સહજપણે, ન સ્વીકાર્યાનો છે અણગમો ! ક્યારેક કાઢવા! અમુક મુશ્કેલ છે તારણો, સત્ય ને જુઠ, નથી ઓળખાતાનો છે અણગમો !૨. છે તું... અણગમતી શબ્દાવલીમાં મનગમતો પ્રાસ છે તું, વણઉકેલી પહેલીના ઉકેલનો આસ છે તું ! અધવચાળે મળી ...Read More

9

ગઝલ - એ - ઇશ્ક - 9

૧. સત્તરમાં આસમાનેસત્તરમાં આસમાને છું, ભયંકર આગની ઝપેટમાં! કૂદીને બહાર આવું? કે બળું એ જ્વાળાની લપેટમાં ? છાની છુપી બધી સંતાડીને એક સૂટકેસમાં! હવે તો થવાનો જ, ભડાકો એ રસાયણોની પિપેટમાં ! આંકડાકીય માણસ જ્યારે ઠાલવે વેદના શબ્દોમાં ! ભૂલ તો થવાની જ, પણ ના લેશો એને ડિબેટમાં! કોણ ? ક્યારે ? ક્યાં ? કઈ ઘડીએ જતું રહેશે! બાંધી રાખો એ બધાંને લાગણીઓની સિમેન્ટમાં ! આતો પવનનો વાયરો છે, ગમે ત્યારે દિશા બદલે ! આપણી ધરી ફરે! એ પહેલા આવી જાઓ બધાં તિબેટમાં ! ભાંગલી તૂટલી વેદનાઓ બધાંની સમેટીને એક પ્યાલામાં! પીએ બધા થોડું થોડું તો ક્યાં નડવાની ખટાશ ...Read More

10

ગઝલ - એ - ઇશ્ક - 10

૧. રહસ્યમય માણસ....રહસ્યમય માણસ છું, હું ગાન્ડોતુર દરિયો છું.ક્યારેક વહેતા પાણી સમું, તો ક્યારેક બંધીયાર અપવાદ છું!લખું ત્યારે ગઝલી બોલું ત્યારે કટાક્ષ છું,ખુદની માલિકીનો હું ખુદ! કોઈનો મોહતાજ ના, એ માણસ છું!મસ્ત મૌલા માણસ છું, શબ્દોથી ઘાયલ માણસ છું,ક્યારેય કોઈના સકંજામાં ન આવું, હું એ શાતિર માણસ છું!વિચારોમાં એવો ડૂબેલો બેફામ,હું અંતરમનથી લોહીલુહાણ માણસ છું!અપરંપાર દયા ભરેલો પણ ! દુશ્મનાવટમાં હું ખુદથી વંઠેલો માણસ છું.રહસ્યો મારા મારી સુધી જ, પણ! ગઝલમાં ઠાલવવામાં માહિર માણસ છું.આવી અનમોલ ચાવીરૂપ જિંદગીમાં,ન જાણે કેટલાય તાળાઓથી ઘેરાયેલ માણસ છું!બીજાની સમસ્યા સુલ્જાવું પણ, મારા ખુદની ? નાકામયાબ માણસ છું,ઝેરના ઘુંટડા તો સરળ છે પીવા, હું ...Read More

11

ગઝલ - એ - ઇશ્ક - 11

(૧) દિવાસળીડગલી માંડી જ્યારે એ લાડકી એ,પગલી સમજી મારી એને લાકડીએ!કુતુહલ એને અવનવું જાણે કંઈક,સમાજને ક્યા મંજૂર આંખલડી એ!મરે અને મરે જીવતી જાગતી,દયાને તો જાણે છોડી પાલવડી એ !શું ખબર કેવા મુકદ્દર થી જન્મી ?જરૂર જ નથી તો શાની વાતલડી એ!સુશોભિત હોય ત્યારે ચુંથાય જાય,ન હોય તો કદરૂપી અભાગણ સમી એ!રંગ ને બેરંગ કરી મૂક્યો જાત નો,સ્ત્રીની વાત! મૂકો "દિવાસળી" એ?શું છે આ ન્યાય? કહેજો જરા મને,શરમ નથી? તમારી નજરવાણી એ!સકળ આવશે પરીવર્તન ખરું ને,સળગતા ના, ચાપેલી "દિવાસળી" એ!***(૨) સમજણદર્દ નથી જેમાં હું લપેટાયો છું,ભયંકર જ્વાળામાં હું દટાયો છું!આખરે ધિક્કાર જ મળ્યો જગતનો,પરિવારનેય ક્યાં ખરો પરવડ્યો છું !દુ:ખ અર્થે ...Read More