અજાણી રાત

(8)
  • 4.7k
  • 0
  • 2k

એલાર્મનો મીઠો ધ્વની કાનમાં પડતા જ મારી આંખ ખુલી ગઈ. મોબાઇલમાં જોયું તો સવારનાં 6:00 વાગ્યા હતા.મારા રૂમમાં પૂર્વ તરફ પડતી બારીમાંથી ઠંડો પવન આવી રહ્યો હતો.સવાર થતા જ સમ્રગ પ્રકૃતિ જાણે સજીવન થઈ જાય છે.પક્ષીઓ પણ પોતાના માળા છોડીને આકાશમાં વિહારવા લાગ્યા છે.બારીમાંથી પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય દેખાઈ રહ્યું હતું ...એટલા માં જ મમ્મીનો અવાજ આવ્યો.બેટા નાસ્તો તૈયાર છે જલ્દી તૈયાર થઈને આવી જા. હા ચાલો હું જલદીમાં જ મારો પરિચય આપી દઉં.મારું નામ અંકિત પ્રજાપતિ છે.મારી ફેમીલીમાં મારા મમ્મી-પપ્પા,નાની બહેન અને હું આમ ટોટલ ચાર વ્યકિતનો નાનું ફેમીલી છે.આમ તો હું મહેસાણાનો છું.પણ રાજકોટમાં નોકરી લાગી હોવાથી અમે બધાં રાજકોટ રહેવા આવી ગયા હતા.હજુ રાજકોટ આવીને મારી નોકરીના માત્ર ત્રણ દિવસ જ થયા હતા. રાજકોટમાં તાત્કાલિક ઘર ન મળ્યું હોવાથી અમે પાસેના ગામડામાં રહેવા ગયા હતા.મારે દિવસનાં સવારના 9 થી રાતના 8 કે 8:30 સુધીની નોકરીનો સમય હતો.કામનો બોજો વધારે હોવાને કારણે ઘણીવાર ઓવર ટાઈમ પણ કરવો પડતો હતો.તેથી કેટલીક વખતે મોડું પણ થતું હતું.

New Episodes : : Every Friday

1

અજાણી રાત - ભાગ - 1

લેખક :- નિહાર પ્રજાપતિ વાચક મિત્રો આપ સૌ મજામા હશો.હું નિહાર પ્રજાપતિ મારી ધોરણ 10 ની પરીક્ષા હોવાના કારણે તમારા સૌથી લગભગ ચાર મહીના પછી મળી રહ્યો છું.મારા પેપર બહું જ સારા ગયા છે. જીવનની આ સુંદર સફરમાં તમારા સૌનો સાથ સ્નેહ અને આશીર્વાદ સદાય ઝંખુ છું.વેકેશનના થોડાક સમયનો સદુપયોગ કરીને તમારા માટે એક રોમાચંક વાર્તા લઈને હું તમારી સામે ઉપસ્થિત થયો છું. અગાઉના જેમ આ વાર્તાને પણ વાચીને તમારો પ્રતિભાવ ચોક્કસ આપશો.લેખનના ક્ષેત્રમાં હજી પા પા પગલી ભરુ છું.ભુલો રહેવી સ્વભાવિક છે.ભુલો હોય તો મારું માર્ગદર્શન પણ કરશો. સાથે સાથે મારા જેવા નવા લેખક રસીકો માટે આટલું સરસ ...Read More