મેઘાની ડાયરી

(15)
  • 6.9k
  • 0
  • 2.9k

હું અને મારી સખી, મિત્ર, સથવારો જીવનનો કહી શકાય કદાચ, કેમ કે સંબંધ લોહીનાં નહીં મનનાં હતાં. અમે બંને એમની બિલ્ડિંગના ત્રીજા માળે બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. વૈશાખનો વંટોળિયો અચાનક એવો આવ્યો કે અભરાઇ પરનાં છાપાંનો ઢગલો નીચે પડી વેર વિખરાઈ, આંખી રૂમમાં પેપર પેપર થઈ ગયા. મેઘા રૂમમાં અસ્તવ્યસ્ત પેપરો સમેટી રહી હતી. એટલામાં મારી નજર એક ટૂટેલી ફાટેલી પેપર સાથે ડાયરી વેરવિખેર હાલતમાં હતી તેનાં પર પડી.અચાનક મેઘાના ફોનની રીંગ વાગી અને મેઘા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મે તે ડાયરી હાથમાં લીધી અને જોયું કે ડાયરી ના કવર પેજ પર લખ્યું હતું કે "મેધની ડાયરી"

Full Novel

1

મેઘાની ડાયરી - 1

હું અને મારી સખી, મિત્ર, સથવારો જીવનનો કહી શકાય કદાચ, કેમ કે સંબંધ લોહીનાં નહીં મનનાં હતાં. અમે બંને બિલ્ડિંગના ત્રીજા માળે બાલ્કનીમાં ચૂપચાપ ઊભી હતી. વૈશાખનો વંટોળિયો અચાનક એવો આવ્યો કે અભરાઇ પરનાં છાપાંનો ઢગલો નીચે પડી વેર વિખરાઈ, આંખી રૂમમાં પેપર પેપર થઈ ગયા. મેઘા રૂમમાં અસ્તવ્યસ્ત પેપરો સમેટી રહી હતી. એટલામાં મારી નજર એક ટૂટેલી ફાટેલી પેપર સાથે ડાયરી વેરવિખેર હાલતમાં હતી તેનાં પર પડી.અચાનક મેઘાના ફોનની રીંગ વાગી અને મેઘા ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મે તે ડાયરી હાથમાં લીધી અને જોયું કે ડાયરી ના કવર પેજ પર લખ્યું હતું કે "મેધની ડાયરી" ...Read More

2

મેઘાની ડાયરી - 2

મારા પ્રેમ પ્રકરણને લઇને આજે ઘણા વિઘ્ન આવ્યા. મારી મરજી વિરુદ્ધ મને પરણાવી દીધી મારી ઈચ્છાઓ સપનાંઓ, ઓરતાઓ અધૂરા ગઈ. મારાં જીવનનો અંત હોય એવો અહેસાસ થયો. શું એક સ્ત્રીની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી હશે ખરી..? શું પ્રેમ કરવો કોઈ ગૂનો છે..? કોઈ આભડછેટ છે? તો કેમ લોકો પ્રેમને લફરુંનુ નામ આપી પ્રેમીઓને છૂટાં પડે છે? મેં પાનું ફેરવ્યું હું નવપલ્લવિત પ્રભુતાના પગલાં પડી સાસરીની ઘરની શોભા, લક્ષ્મી બની. કબૂતરનાં પગ નવ દિવસ રાતાં. પછી એક સાથે, સ્ત્રીને જેમ મા દુર્ગાને નવ હાથ હોય એમ સાસુ પોતાની રૂમ માંથી બૂમ પડે મેઘા ચા લાવજો સાડા સાત વાગી ગયા છે ...Read More