કુમાઉ યાત્રા

(51)
  • 41.9k
  • 4
  • 18.6k

મને પ્રવાસ વર્ણન લખવાની પ્રેરણા Swami Sachchidanand પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના પુસ્તક વાંચીને મળી છે. એમને ક્યારેય મળ્યો નથી પણ આ મારો લેખ તેમને અર્પણ કરું છું. મિત્રો, આજે હું તમને સૌને લઈ જઈશ ઉત્તરાખંડન કુમાઉ રિજિયન ની સફરે. નવા નવા સ્થળોએ ફરવું એ મારો શોખ છે. અને સાઈડ પ્રોફેશન પણ ખરો. મને ખાસ કરીને હિમાલયના પહાડોમાં ફરવું ગમે. આમ તો દરેક વ્યક્તિએ ફરતા રહેવું જોઈએ જેથી કરીને નવા નવા સ્થળોની જાણકારી મળે ઉપરાંત ત્યાંની રીતભાત, સંસ્કૃતિ અને રીત રિવાજોની વિશે કંઈક નવું જાણવા મળે. આપણા દેશ ભારતમાં કહેવાય છે ને "વિવિધતામાં એકતા સમાયેલી છે" બસ આ ઉક્તિને જાણવા અને સાર્થક કરવી હોય તો બધે ફરતું રહેવું જોઈએ જેથી કરીને સંપુર્ણ આર્યવ્રત વિશે દરેક જગ્યાની જાણકારી મળે. આ વિશે વધારે વાત ના કરતા મારી સફર ની વાત કરીએ.

Full Novel

1

કુમાઉ યાત્રા - ભાગ- 1

કુમાઉ ટુર ભાગ - 1મને પ્રવાસ વર્ણન લખવાની પ્રેરણા Swami Sachchidanand પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામીના પુસ્તક વાંચીને મળી છે. એમને મળ્યો નથી પણ આ મારો લેખ તેમને અર્પણ કરું છું. મિત્રો, આજે હું તમને સૌને લઈ જઈશ ઉત્તરાખંડન કુમાઉ રિજિયન ની સફરે. નવા નવા સ્થળોએ ફરવું એ મારો શોખ છે. અને સાઈડ પ્રોફેશન પણ ખરો. મને ખાસ કરીને હિમાલયના પહાડોમાં ફરવું ગમે. આમ તો દરેક વ્યક્તિએ ફરતા રહેવું જોઈએ જેથી કરીને નવા નવા સ્થળોની જાણકારી મળે ઉપરાંત ત્યાંની રીતભાત, સંસ્કૃતિ અને રીત રિવાજોની વિશે કંઈક નવું જાણવા મળે. આપણા દેશ ભારતમાં કહેવાય છે ને "વિવિધતામાં એકતા સમાયેલી છે" બસ આ ...Read More

2

કુમાઉ યાત્રા - ભાગ- 2

કુમાઉ ટુર ભાગ - 2આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે બીજો એપિસોડ શરૂ પ્રથમ એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.તારીખ : 28.11.2021આજે સવારે 7:45 સમયે રાજધાની એક્સપ્રેસ પોતાના નિર્ધારિત સમય નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર આવીને ઊભી રહી. નવી દિલ્હી રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ 1 થી 16 છે. એક નંબર પ્લેટફોર્મ પહાડગંજ બાજુ છે અને 16 નંબર પ્લેટ ફોર્મ જે મુખ્ય ગેટ છે જેને અજમેરીગેટ પણ કહે છે. દિલ્હીમાં અજમેરીગેટની જેમ ઘણા બધા નામ મુગલ વખતથી ચાલ્યા આવે ...Read More

3

કુમાઉ યાત્રા - ભાગ- 3

કુમાઉ ટુર ભાગ - 3આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે ત્રીજો એપિસોડ શરૂ પ્રથમ અને બીજો એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.તારીખ : 29.11.2021છેલ્લા એપિસોડ મુજબ અમારું રાત્રી રોકાણ KMVN ના ટુરિસ્ટ રેસ્ટ હાઉસમાં આવેલ ડોરમેટ્રીમાં હતું. સવારના વહેલા લગભગ 6 વાગ્યા આજુ બાજુ મારી નીંદર ઉડી ગઈ. મારા અનુભવ મુજબ વાતાવરણ અને નીંદરને સીધો સંબંધ છે. જેટલું વાતાવરણ શુધ્ધ અને સુક્કું એટલીજ તમારી સવારની નિંદર વહેલી ઉડી જાય અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આમતો મારે રહેવાનું દરિયા કિનારે જ્યાં વાતાવરણમાં ...Read More

4

કુમાઉ યાત્રા - ભાગ- 4

કુમાઉ ટુર ભાગ - 4આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય. હવે આપણે ચોથો એપિસોડ શરૂ જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ સાંજે લગભગ ચાર વાગ્યા આજુ બાજુ મારા મિત્રના ઘરે પહોંચ્યા. મિત્રનું ગામ મુખ્ય રોડથી નીચે ઉતરતા જ શરૂ થઈ જાય છે. જેવા મુખ્ય રોડથી નીચે ઉતરિયે તરત એક ગેટ જેવું છે. એજ આ ગામનો મુખ્ય ગેટ છે. અને ત્યાંથી જ ગામની શરૂઆત થઈ જાય છે. ત્યાં શરૂ થતાંજ આર્ટ્સ કોલેજ છે. જે કુમાઉ યુનિવર્સિટીમાં આવે છે. જેમ ...Read More

5

કુમાઉ યાત્રા - ભાગ- 5

કુમાઉ ટુર ભાગ - 5આશા રાખું કે તમારે વધુ રાહ જોવી નહિ પડી હોય.થોડાક વ્યસ્ત કાર્યક્રમ અને પર્સનલ કામ થોડું લેટ થયું છે એ બદલ માફી ચાહું છું. હવે આપણે પાંચમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારા , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે તલ્લી માતાજીના મંદિર દર્શન કરીને રાનીખેત તરફ જવા નીકળ્યા. અમારે સાંજ સુધીમાં 80 કિલોમીટર ની સફર કરવાની હતી. પહાડી વિસ્તાર માટે આ અંતર ઓછું નથી કારણકે સાંકડા અને સતત વળાંક વાળા રસ્તા હોવાને કારણકે તમે 20-30 કિમી/કલાક થી વધુ ઝડપથી સ્કૂટી ...Read More

6

કુમાઉ યાત્રા - ભાગ- 6

કુમાઉ ટુર ભાગ - 6જરૂર કરતાં વધુ સમય લાગ્યો એના માટે માફી ચાહું છે અને દિલગીર છું. હવે આપણે એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ પરથી મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.છેલ્લા એપિસોડમાં જણાવ્યા મુજબ અમે વહેલી સવારે લગભગ આઠ વાગ્યા આજુ બાજુ રાનીખેત TRC થી ફક્ત મસાલેદાર ચા ની ચુસ્કી લઈને કૌસાની તરફ નીકળી પડ્યા. સવારનો નાસ્તો રસ્તામાં ક્યાંક લેવાનું પ્લાન કરેલ. ગઈ કાલે સ્ફુટીમાં થોડો હાથ બેસી ગયેલ હોવાથી સુકાન મેં સંભાળ્યું. મને વાહન ચલાવાનો શોખ ખરો અને કંટાળો પણ ના આવે. અને પહાડોમાં વાહન ચલાવામાં તકેદારી ...Read More

7

કુમાઉ યાત્રા - ભાગ- 7

કુમાઉ ટુર ભાગ - 7હવે આપણે સાતમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.અગાઉ જણાવ્યા મુજબ હળવો નાસ્તો કરી અને અમે કૌસાની ની હોટલ તરફ જવા નીકળ્યા, કારણ કે સુર્યાસ્ત થવાની તૈયારી માં હતો. સામાન્ય રીતે પહાડી વિસ્તારમાં સૂર્યોદય અને સુર્યાસ્ત થોડો વહેલો થઈ જતો હોય છે જેથી અંધારું વહેલું થઈ જાય છે. અંધારામાં આગળ ની મુસાફરી કરવી ના પડે એટલા માટે અમે સમયસર ત્યાંથી નીકળી ગયા. આગળ જતાં માર્ગમાં ગરુડ ગામ આવ્યુ ત્યાંથી અમારે રાત્રી ના ભોજન માટે છાશ લેવાની હતી. કારણકે ગુજરાતી ...Read More

8

કુમાઉ યાત્રા - ભાગ- 8

કુમાઉ ટુર ભાગ - 8હવે આપણે આઠમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી , ફેસબુક પેજ અથવા વોટ્સએપ મળી રહે છે.આ ઉપરાંત #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.એપિસોડ આવતા મોડું થાય છે એના માટે આપ સૌ ની માફી ચાહું છું.અગાઉના એપિસોડમાં જણાવ્યા મુજબ અનાશક્તિ આશ્રમની મુલાકાત લીધી, અને વિચારોમાં ખોવાઈ ગયા કે આ એજ ભૂમિ છે કે ત્યાં ભૂતકાળમાં ગાંધીજી રોકેયેલા હતા અને અનાશક્તિ વિશે સાધના કરેલી હશે. હવે અમારે અમારી યાત્રા હવે આગળ નૈનિતાલ તરફ વધારવાની હતી. અને વાતાવરણ થોડું વાદળછાયું હતું અને વરસાદ આવવાની પુરી સંભાવના હતી. ઉપર આકાશમાં વાદળાઓ સૂર્યનારાયણને ઢાંકવાની કોશિશ કરી રહ્યા હતા ...Read More

9

કુમાઉ યાત્રા - ભાગ- 9

કુમાઉ પ્રવાસ ભાગ - 9હવે આપણે નવમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા પરથી મળી રહે છે.આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે. અગાઉ ના એપિસોડમાં જોયું કે અમે કટારમલ સુર્યમંદિરની મુલાકાત કરી. ત્યાંથી અમે સમયસર નીકળી પડ્યા કારણકે અમારે હજુ નૈનિતાલ માટે ૮૦ કિલોમીટરની લાંબી એવી મુસાફરી કરવાની હતી અને વાતાવરણ પણ વરસાદી બની ગયું હતું. અમે કટારમલથી નીકળ્યા ત્યારે હળવા હળવા છાંટા તો શરૂ થઈ જ ગયા હતા. રસ્તામાં આ વિસ્તારનું મોટું શહેર એવું અલ્મોડા આવતું હતું. પ્રાચીન સમયથી જ અલ્મોડા કુમાઉ વિસ્તારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. ઘોડાની ...Read More

10

કુમાઉ યાત્રા - ભાગ- 10

કુમાઉ પ્રવાસ ભાગ - 10હવે આપણે દસમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા પરથી મળી રહે છે. આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે. કૈચીધામથી દર્શન કરીને અમે નૈનિતાલ તરફ જવા નીકળ્યા. વરસાદ ધીમો ધીમો ચાલી રહ્યો હતો. વાદળછાયુ વાતાવરણ અને સંધ્યા સમય થઈ ગયો હતો. સૂરજદાદા દિવસ આખો મુસાફરી કરીને પચ્છિમ દિશામાં ક્યાંક ડુંગરાની પાછળ સંતાઈ ગયા હતા. રાત્રીના અંધકારનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું હતું એ સાથે લાઈટો પણ જાણે અંધારા સાથે યુદ્ધ કરવા તૈયાર જ હોય એમ ધીમે ધીમે પ્રગટી રહી હતી. અમારી સ્ફુટીની લાઈટ પણ અમે ચાલુ ...Read More

11

કુમાઉ યાત્રા - ભાગ- 11

કુમાઉ પ્રવાસ ભાગ - 11હવે આપણે અગિયારમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા પરથી મળી રહે છે. આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે.તારીખ : 03-12-2021છેલ્લા એપિસોડમાં જોયું કે અમે રાતે મોલ રોડની મુલાકાત કરીને હોટેલ પર પહોંચી ગયા. સવારે 8 વાગે ફ્રેશ થઈને ભીમતાલ જવા માટે નીકળ્યા. સવારે આજે પાર્કિંગ માંથી સ્ફુટી બહાર નીકાળતી વખતે નાનકડો અકસ્માત થઈ ગયો. વિસ્તારમાં વાત કરું તો, હોટેલની નીચે પાર્કિગ બનાવેલ છે. જેમાં જગ્યાને અભાવે પાર્કિંગથી નીચે જવાનો રસ્તાને તીવ્ર ઢાળ આપેલો છે. સાંજેતો મેં પાર્ક કરી દીધી હતી. સવારમાં હું બહાર કાઢવા જતો ...Read More

12

કુમાઉ યાત્રા - ભાગ- 12

કુમાઉ યાત્રા ભાગ - 12જુના એપિસોડ તમને ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે. નૌકકુંચિયાતાલમાં સવારનો ગરમ ગરમ નાસ્તો બાદ અમે અહીંથી ૧૭ કિલોમીટર દૂર આવેલા સાતતાલની મુલાકાત લેવા માટે નીકળ્યા. સાતતાલ ભીમતાલથી નૈનિતાલ જવાના રસ્તા પરજ આવે છે. રસ્તામાં એક રસ્તો ઉપરની બાજુએ જાય છે બસ ત્યાંથી ૭ કિલોમીટરના અંતરે આ સુંદર લેકસમૂહ સાતતાલ આવેલો છે.ગઈ કાલની જેમ આજે પણ મોસમ બેઈમાન હતું, વાદળોએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી લીધું હતું અને સૂરજદાદા ક્યાંક સંતાઈ ગયા હતા. મેહુલિયાનું ગમે ત્યારે આગમન થાય એવી પરિસ્થતિ હતી. આવા વાતાવરણને કારણે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો હતો. સાતતાલ જવાનો રસ્તો ખુબજ સુંદર અને ...Read More

13

કુમાઉ યાત્રા - ભાગ- 13

કુમાઉ યાત્રા - 13#kumautour2021bydhaval અગાઉના એપિસોડમાં આપણે સાતતાલની મુલાકાત લીધી, સાતતાલથી અમે નૈનિતાલ આવ્યા અને પાર્કિંગમાં સ્ફુટી પાર્ક કરી પ્રથમ માઁ નૈના દેવીના દર્શન કરવા માટે ઉપડ્યા. પાર્કિંગની બાજુમાં વિશાળ સ્ટેડિયમ આવેલું છે ત્યાં ક્રિકેટ મેચ રમાતી હોય છે. અમે ત્યાંથી નીકળ્યા ત્યારે પણ ક્રિકેટ રમાતી હતી. ક્રિકેટની ચાહ આજકાલના યુવાનો માં ખુબજ વધારે પડતી છે. એના કારણે કેટલાય યુવાનોના ભવિષ્ય પણ બરબાદ થતા જોયેલા છે. એ સિવાય હવે ક્રિકેટને કારણે એક નવું દુષણ આવ્યું છે, ક્રિકેટ પર રમાતો જુગાર કે એક પ્રકારનો સટ્ટો. આજ કાલના યુવાનોને કામધંધો કર્યા વગર જલ્દીથી કરોડોપતિ થઈ જવું છે પછી થાય છે રોડપતિ ...Read More

14

કુમાઉ યાત્રા - ભાગ- 14

કુમાઉ યાત્રા - 14 (છેલ્લો એપિસોડ) અગાઉના એપિસોડમાં અમે નૈનાદેવી મંદિર અને નૈનિલેકની મુલાકાત લઈને કાલાધુની વાળા રસ્તે રામનગર નીકળ્યા. આ રસ્તે જઈએ એટલે સૌથી પહેલા નૈનિતાલ મોલ રોડ ઉપરની તરફ જઈને જવાય છે. નૈનિતાલની બહાર નીકળતા ત્યાંથી ટૉપ વ્યુ ખુબજ સુંદર આવે છે. અમે નીકળ્યા ત્યાં ઘણા બધા ટુરિસ્ટ વ્યુની મજા લેતા હતા . ત્યાંથી ધીરે ધીરે નીચેની તરફ જવાય છે. જેમ જેમ નીચે જતા રહ્યા તેમ તેમ પહાડો ઓછા થવા લાગ્યા. કાલાધુની વટયા પછી તો મેદાની વિસ્તાર આવી જાય છે. હું સ્ફુટીની પાછળની દિશામાં જોતો હતો તો એવું લાગતું હતું કે પહાડ ધીમે ધીમે દૂર જઇ રહ્યા ...Read More