મુંબઈ ક્રાઈમ 100

(74)
  • 23.1k
  • 9
  • 12.2k

દિવાળીનો તહેવાર હોવાથી મુંબઈના રસ્તાઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા હતા.રાતના દોઢ વાગી રહ્યા હતાં છતાં મુંબઈના રસ્તાઓ હજુ શાંત થવાનું નામ નહોતા લેતા. રંગીન રાતને ઔર રંગીન કરવા નીકળેલા જુવાનીયાઓથી માંડીને કોઈ કાળી મજુરી કરીને નીકળેલા નોકરિયાતો પોતપોતાના સરનામે આગળ વધી રહ્યાં હતા. રાજીવ દેશમુખ એ ઝગમગ ઝમકતી લાઇટ અને ખચોખચ ટ્રાફિક વચ્ચે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ચારે બાજુ ટ્રાફિક જામ હોવાથી એની બાઈક કાચબા માફક ચાલતી હતી. આગળ ચાર રસ્તા પાસે અચાનક સામે એક કાર આવીને રાજીવની મોટર સાઈકલ સાથે ધડાકાભેર અથડાઈ અને રાજીવ ઘસડાતો ઘસડાતો છેક રોડ પર રહેલા ડીવાઇડર પર જઈને પડ્યો. લોકો હજી તેનો

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

મુંબઈ ક્રાઈમ 100 - 1

દિવાળીનો તહેવાર હોવાથી મુંબઈના રસ્તાઓ રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા હતા.રાતના દોઢ વાગી રહ્યા હતાં છતાં મુંબઈના રસ્તાઓ હજુ શાંત નામ નહોતા લેતા. રંગીન રાતને ઔર રંગીન કરવા નીકળેલા જુવાનીયાઓથી માંડીને કોઈ કાળી મજુરી કરીને નીકળેલા નોકરિયાતો પોતપોતાના સરનામે આગળ વધી રહ્યાં હતા. રાજીવ દેશમુખ એ ઝગમગ ઝમકતી લાઇટ અને ખચોખચ ટ્રાફિક વચ્ચે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ચારે બાજુ ટ્રાફિક જામ હોવાથી એની બાઈક કાચબા માફક ચાલતી હતી. આગળ ચાર રસ્તા પાસે અચાનક સામે એક કાર આવીને રાજીવની મોટર સાઈકલ સાથે ધડાકાભેર અથડાઈ અને રાજીવ ઘસડાતો ઘસડાતો છેક રોડ પર રહેલા ડીવાઇડર પર જઈને પડ્યો. લોકો હજી તેનો ...Read More

2

મુંબઈ ક્રાઈમ 100 - 2

‘ચિંતા ના કર બેટા. હું અત્યારે જ તારા ઘરે જઈને તપાસ કરુ છુુ. અને વ્યતિસને તારી પાસે મોકલું છું. અંકલ એની જરૂર નથી હું ટેક્ષીમાં આવીજ રહ્યો છું. પંદર- વીશ મિનીટ માં ઘરે પહોંચી જઈશ. ભલે,તું ઘરે પહોંચ એટલી વારમાં હું ત્યાં પહોંચું છું.’વિમલભાઈ પોતાના દિકરા વ્યતિસ સાથે મોટાભાઈના ઘર તરફ ચાલી નીકળ્યા. જતા જતા એમણે પણ મોટાભાઈનો મોબાઈલ જાેડી જાેયો પણ નો રિપ્લાય. * * *બરાબર સાડા ત્રણ વાગે રાજીવ ઘરે પહોંચ્યો. એના બંગલાની બહાર લોકોની ભીડ જમા થયેલી હતી. કંઈક અજુગતુ બની ગયાનો અણસનાર આવતા જ એ લંગડાતા લંગડાતા ઘરની અંદર પ્રવેશ્યો. અંદરનું દૃશ્ય જાેઈને એના પગ ...Read More

3

મુંબઈ ક્રાઈમ 100 - 3

ગણપત રાવે આડોશી – પડોશીઓથી માંડીને પરિવારના અનેક લોકોની પુછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ ખબર નહોતી પડતી કે ખૂન કર્યુ હશે અને શા માટે? કારણ કે નહોતી કોઈ ચોરી થઈ, નહોતો જમીન કે સંપતિનો ઝઘડો, નહોતી કોઈ મોટી દુશ્મની કે નહોતુ દેખાતું કોઈ અન્ય કારણ. તો પછી કોણે અને શા માટે આ હસતા ખેલતા પરિવારને ઉઝાડી નાંખ્યો હશે? એ જ પરિકરને સમજાતું નહોતુ.પૂછપરછને અંતે જે પરિકર ને જે કોઈ પ્રાથમિક માહિતી મળી એ કંઈક આવી હતી. વલ્લભદાસભાઈ દેશમુખ ને એક ભાઈ અને એક બહેન હતી.બહેન સાસરે હતી. ભાઈ વિમલ પણ વેલ સેટ હતા. બાજુની જ સોસાયટીમાં એમનું મકાન. ...Read More

4

મુંબઈ ક્રાઈમ 100 - 4

24 ફેબ્રઆરીએ રાજીવ નો જન્મ દિવસ હતો. આથી તેણે પાર્ટી નું આયોજન કરેલું . આ પાર્ટીમાં સુજાતાને તેના માતાપિતાને આવવા જણાવ્યું.રાધીકા બેન અને વલ્લભદાસ ભાઈએ દીકરાનો 21મો જન્મદિવસ હોવાથી ભવ્ય પાર્ટીનું આયોજન કરેલું હતું. પાર્ટી માં આવનાર દરેક વ્યક્તિ રાજીવને શુભેચ્છા પાઠવી રહ્યું હતું.પાર્ટી પૂર્ણ થયા બાદ રાજીવ એ સુજાતા ના માતા-પિતાને પણ મનાવી લીધાં હતાં. રાજીવે સુજાતાના પિતાને 2 લાખની ઑફર કરી હતી . દારૂડિયાને કેમ બાટલીમાં ઉતારવો તે રાજીવ સારી રીતે જાણતો હતો.થોડા સમયમાં બંનેના લગ્ન ધામધૂમ કરવામાં આવ્યા અને એક જોરદાર reception રાખવામા આવ્યું.લગ્ન બાદ સુજાતા એ નોકરી ચાલું રાખી. સુજાતાના બોલકડા સ્વભાવના કારણે સાસુ- સાસરાના ...Read More

5

મુંબઈ ક્રાઈમ 100 - 5

'ગણપત રાવ, આ બધા કતલો સંબંધોના કારણે થયેલા છે. મામલો પૈસાનો નથી મગજનો છે. સંપતિનો નથી સંબંધનો છે.’બંને વાતો હતા ત્યાંજ રાજીવ અને વ્યતિશ પોલીસ સ્ટેશનમાં દાખલ થયા. બન્નેની આંખોમાં હજુ અશ્રુની ભીનાશ દેખાઈ રહી હતી. બન્ને જણ આવીને પરીકરની સામે પ્રશ્ન સૂચક આંખે બેઠા.રાજીવ બોલ્યો, ‘ સાહેબ, કંઈ પતો લાગ્યો! કોણે મારો હસતો ખેલતો પરિવાર રહેંસી નાંખ્યો?’ બોલતા બોલતા એની આંખોમાં ભીનાશ તરી આવી, ‘ આવતી કાલે બા, બાપુજી અને સુજાતાના અસ્થીઓ તર્પણ કરવા માટે નારાયણ સરોવર જાઉં છું. એટલે થયુ તમને મળતો જાઉં. ’ ‘ તપાસ ચાલુ છે. કંઈ ખબર મળશે એટલે તમને ચોક્કસ જણાવી દઈશું. ’ ...Read More