શરાબી: એક ક્રાઇમ સ્ટોરી

(27)
  • 10.8k
  • 3
  • 4.7k

બે હાથ વચ્ચે માથું પકડીને પાંત્રીસ વર્ષનો ધ્વનિત સોફા ઉપર બેઠો હતો. સામે ઊભેલા હંસા બહેન દીકરાને ખખડાવી રહ્યા હતા. 'તારા અપલખ્ખણને લીધે એ ઘર છોડીને ગઈ છે.એને સમજાવીને પાછી લઈ આવ.' એમના અવાજમાં પીડા હતી.'તારે આખી જિંદગી એની જોડે કાઢવાની છે.અમે તો આજ છીએ ને કાલ નથી, ખરતું પાન કેવાઈ અમે.છાપામાં જાતજાતના સમાચાર આવે છે એ જોતો નથી?આજકાલ કેટલી ગુનાખોરી ની પ્રવૃત્તિ વધી ગઈ છે. હવે ફોન તો કર. બે કલાક પહેલાં પગ પછાડીને ઘરમાંથી ભાગી છે, પણ એ ક્યાં ગઈ હશે?' કાંઈ ચિંતા જેવું છે તારે?'ફોન નથી કરવો.' રઘવાયેલા ધ્વનિતે દાંત ભીંસીને કહ્યું. 'એ મરી જાય તોય મને

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 1

બે હાથ વચ્ચે માથું પકડીને પાંત્રીસ વર્ષનો ધ્વનિત સોફા ઉપર બેઠો હતો. સામે ઊભેલા હંસા બહેન દીકરાને ખખડાવી રહ્યા ''તારા અપલખ્ખણને લીધે એ ઘર છોડીને ગઈ છે.એને સમજાવીને પાછી લઈ આવ.'' એમના અવાજમાં પીડા હતી.''તારે આખી જિંદગી એની જોડે કાઢવાની છે.અમે તો આજ છીએ ને કાલ નથી, ખરતું પાન કેવાઈ અમે.છાપામાં જાતજાતના સમાચાર આવે છે એ જોતો નથી?આજકાલ કેટલી ગુનાખોરી ની પ્રવૃત્તિ વધી ગઈ છે. હવે ફોન તો કર. બે કલાક પહેલાં પગ પછાડીને ઘરમાંથી ભાગી છે, પણ એ ક્યાં ગઈ હશે?'' કાંઈ ચિંતા જેવું છે તારે?''ફોન નથી કરવો.'' રઘવાયેલા ધ્વનિતે દાંત ભીંસીને કહ્યું. ''એ મરી જાય તોય મને ...Read More

2

શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 2

એ જ વખતે સબ ઈન્સ્પેક્ટર આવ્યા. પોતાની ચેમ્બરમાં જતી વખતે એ અહીંથી પસાર થયા. પચાસ વર્ષના એ પ્રભાવશાળી અધિકારીને ધ્વનિત બાંકડા માંથી ઊભો થઈ ગયો. ''સર, મારે ફરિયાદ નોંધાવવાની છે.'' ઈન્સ્પેક્ટરની સામે જોઈને ધ્વનિતે પોતાની કેફિયતનું પુનરાવર્તન કર્યું. એ બોલતો હતો ત્યારે સબ ઈન્સ્પેક્ટરની આંખો ધ્વનિતનું નિરીક્ષણ કરતી હતી.''જો ભાઈ, કોઈ બાળક ખોવાઈ ગયું હોય તો શોધવામાં તકલીફ ના પડે પણ ત્રીસ વર્ષની મહિલા પોતાની મરજીથી ઘર છોડીને ગઈ હોય,એને શોધવાનું કામ અઘરું છે. મોટા ભાગે તો આવા કિસ્સામાં એ પોતાના પિયર અથવા કાકા-મામાના ઘરની દિશા જ પકડે.'' ધ્વનિતની સામે જોઈને સબ ઈન્સ્પેક્ટરે સમજાવ્યું. ''ત્યાં કોઈ સમજદાર વડીલ હોય ...Read More

3

શરાબી: એક ક્રાઇમ સ્ટોરી - 3

''એના બંને સાળાઓએ જ મારા દીકરાને મારી નાખ્યો, સાહેબ! એ કાળમુખાઓએ મારો એકનો એક દીકરો ઝૂંટવી લીધો!''માથું પટકીને આક્રંદ હંસાબહેને ઈન્સ્પેક્ટરને કહ્યું. ''એ બંનેને પકડીને ફાંસીએ લટકાવો, સાહેબ! જરાયે દયા રાખ્યા વગર એમણે મારા ધ્વનિત ને વેતરી નાખ્યો! ''પાડોશીઓ હંસા બહેનને સાંત્વના આપવા મથતી હતી પણ પુત્રની લાશ પાસે બેઠેલી જનેતાએ હૈયાફાટ રૂદન સાથે ફરિયાદ ચાલુ રાખી. ''એ કાળમુખી ગઈ ત્યારે ધ્વનિતને ધમકી આપતી ગયેલી કે મારા ભાઈઓ તને નહીં છોડે. એ રાક્ષસોએ ધાર્યું કર્યું અને મને નિરાધાર કરી દીધી!''ઈન્સ્પેક્ટરે એમની પાસેથી ધ્વનિતના સાળાઓના નામ અને સરનામું લઈ લીધું. હંસાબહેનને ધરપત આપવા માટે એમણે એ જ વખતે અમરેલીના પોતાના ...Read More