સફળતાના સોપાન

(567)
  • 222.6k
  • 66
  • 68.6k

આપણને સફળ માણસોની ઝળહળતી સફળતા દેખાય છે પરંતુ એની પાછળનું પરિશ્રમ અને પરસેવાની ચમક દેખાતી નથી. ફોર્બ્સ મેગેઝીન દર વર્ષે વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે છે. હવે ભારતના કેટલાક સામયિકો પણ એની દેખાદેખ ભારતના ૫૦ કે ૧૦૦ સૌથી ધનિકોની યાદી બહાર પાડે છે. આ ધનિકો વિશે તમે જોણશો તો સમજોશે કે આ લોકો ‘મોઢામાં ચાંદીનો ચમચો’ લઈને જન્મ્યા ન હતા. (આમાં તો મને માત્ર બે જ અપવાદ દેખાય છે, ૧. જવાહરલાલ નહેરૂ અને ૨. વિક્રમ સારાભાઈ) પરંતુ સખત ગરીબીમાંથી સતત સંઘર્ષ અને સખત મહેનત કરીને તેઓ બે પાંદડે થયા છે.

1

પુરુષાર્થ

આપણને સફળ માણસોની ઝળહળતી સફળતા દેખાય છે પરંતુ એની પાછળનું પરિશ્રમ અને પરસેવાની ચમક દેખાતી નથી. ફોર્બ્સ મેગેઝીન દર વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે છે. હવે ભારતના કેટલાક સામયિકો પણ એની દેખાદેખ ભારતના ૫૦ કે ૧૦૦ સૌથી ધનિકોની યાદી બહાર પાડે છે. આ ધનિકો વિશે તમે જોણશો તો સમજોશે કે આ લોકો ‘મોઢામાં ચાંદીનો ચમચો’ લઈને જન્મ્યા ન હતા. (આમાં તો મને માત્ર બે જ અપવાદ દેખાય છે, ૧. જવાહરલાલ નહેરૂ અને ૨. વિક્રમ સારાભાઈ) પરંતુ સખત ગરીબીમાંથી સતત સંઘર્ષ અને સખત મહેનત કરીને તેઓ બે પાંદડે થયા છે. ...Read More

2

ઉત્સાહ ટકાવી રાખો

જીવનમાં ઘણા પ્રસંગો એવા આવે છે જ્યારે માણસ દુઃખી અને હતાશ થઈ જોય છે. કોઇ સ્વજનનું અવસાન થાય, પરીક્ષામાં નિષ્ફળ જોય ત્યારે કે ધંધામાં નુકસાન થાય, દેવું થઈ જોય ત્યારે લગભગ માણસ આવી નિરાશાજનક સ્થિતિ આવી પડે છે. આવા કપરા સંજોગોમાંથી નીકળવા માટે હકારાત્મક વિચારસરણી અને ઉત્સાહ જ સૌથી મોટી દવા તરીકે કામ કરે છે. માણસ ગમે તેટલો હોંશિયાર, બુદ્ધિશાળી અને જ્ઞાની હોય પરંતુ એના કાર્યમાં ઉત્સાહ ન હોય, જોશ ન હોય તો એને ધારી સફળતા મળતી નથી. કોઇ મહાપુરૂષે યોગ્ય જ કહ્યું છે કે “જે માણસ પોતાના કામમાં ઉત્સાહનો અનુભવ નથી કરતો, જીવનમાં એ કશાંય મહત્વનાં કાર્યો નથી ...Read More

3

હિમ્મતે મર્દાં તો મદદે ખુદા

આપણું જીવન વિચિત્ર સંજોગો અને પરિસ્થિતિઓનું સંયોજન છે. આરામથી, સરળતાથી કોઈ મુશ્કેલી કે મુસીબત વિના જીવન સુખથી પસાર થઈ હોય એવામાં અચાનક જ સંજોગો અને પરિસ્થિતિઓ બદલાઈ જોય, ધંધામાં નુકસાન થઈ જોય, ઘરમાં કોઈ એક્સીડન્ટ થઈ જોય, કે કોઈ સ્વજન મૃત્યુ પામે, ક ...Read More

4

આપણી નિર્બળતામાંથી શક્તિ જન્મે છે

માણસ કપડાં પર પડેલા ડાઘ દૂર કરવામાં કે મેલા કપડાંને ધોઇ સ્વચ્છ કરવામાં જેટલી કાળજી લે છે એટલી કાળજી મનમાં પડેલા ડાઘને દૂર કરવામાં લેતો નથી. આજના યુવાનો જિમ્નેશીયમમાં જઈ,પરસેવો પાડી શરીર બનાવવામાં ઘણી મહેનત કરે છે. બાવડા ફુલાવવામાં જેટલી મહેનત યુવાનો કરે છે એટલી પોતાના મનને શક્તિશાળી બનાવવામાં કરતા નથી. આ સમસ્યા માત્ર યુવાનોની જ નથી પરંતુ અબાલ-વૃદ્ધ સૌની છે. આપણે આપણા મનની શક્તિઓથી બેખબર છીએ. મનની શક્તિને કેળવી શકાય, પોતાની જોતને સુધારી શકાય તો જીવન સુખમય બની શકે છે. આજનો માણસ બીજો લોકોને ટીકાત્મક કે ખંડનાત્મક દૃષ્ટિએ જુએ છે પરંતુ પોતાની જોતમાં જોતો નથી. પોતાની જોતને ઉતરતી ...Read More

5

કેળવણી અને કસોટી

અંગ્રેજોએ શરૂ કરેલી શિક્ષણપદ્ધતિ આપણે અપનાવી લીધી અને છેલ્લા દોઢસો-પોણા બસો વર્ષોથી આપણે એના ચીલે ચાલી રહ્યા છીએ. એમાં નવું કરવાનું આપણે વિચારતા નથી કે નવું કરવાની કોઇ નેમ પણ લાગતી નથી. આપણી આજની શિક્ષણ પદ્ધતિમાં રહેલી કચાશ કે ખામીઓ વિશે ચર્ચા કરવાનો અહીં કોઇ આશય નથી. કહેવાનું એટલું જ છે કે એમાં સુધારો વધારો કરવાની આવશ્યક્તા છે. આજની શિક્ષણ પદ્ધતિને લીધે વિદ્યાર્થી જ્ઞાની બનવાને બદલે માત્રને માત્ર પરીક્ષાર્થી બનીને રહી ગયો છે. વિદ્યાર્થી આખા વર્ષમાં કરેલી ગોખણપટ્ટીને અંતે પરીક્ષામાં જવાબ તો સારા લખી આવે છે પણ જીવનની પરીક્ષામાં ગડથોલું ખાઇ જાય છે. ટેક્સ્ટબુકના પાઠની ...Read More

6

સફળતા કોઈનો ઇજારો નથી

આ જગતના સામાન્યથી સામાન્ય માનવીથી લઈ મહામાનવ સુધી, મૂર્ખથી લઈ વિદ્વાન સુધી, ગરીબ અને ભિખારીથી લઈ ધનવાનો સુધી, અભણથી ડોકટરેટ કરેલા સ્કોલરો સુધી, રસ્તા ઊપરથી કચરો સાફ કરનાર સ્વીપરથી લઈ આખા દેશની ટીમના સ્કીપર સુધી, મજૂરથી લઈ મેનેજર સુધી, સામાન્ય કાર્યકરથી લઈ મોટા નેતા સુધી, ટૂંકમાં ઝીરોથી હીરો સુધી બધાને એની તમન્ના છે, અને એને પામી લેવા માટેની લાયકાત હોય કે ન હોય, પરીશ્રમ કરવાની ખેવના હોય કે ન હોય, તો પણ બધાને એ જોઈએ છે. અને એ વસ્તુ છે સફળતા ! સફળતા વિશે ભૂતકાળમાં પણ ઘણુંબધું લખાયું હતું, હાલમાં ઘણું લખાય છે અને ભવિષ્યમાં પણ લખાવાનું. કારણ સ્પષ્ટ ...Read More

7

હકારાત્મક અભિગમ

બે મહાપુરૂષોના સૂત્રો મને બહુ ગમે છે. એક તો બીજી સદીમાં થઈ ગયેલો રોમન રાજા અને ફિલસૂફ માર્કસ ઓરેલિયસ.એણે હતું “આપણે જેવું વિચારીએ છીએ એવું આપણું જીવન બને છે.” અને બીજું, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડના વડાપ્રધાન, ઇતિહાસકાર, લેખક, અને ચિત્રકાર રહી ચુકેલા વિન્સટન ચર્ચિલનું આ વાક્ય “અભિગમ એક નાનકડી બાબત છે પરંતુ જીવનમાં એ મોટો પ્રભાવ પાડે છે.” અભિગમ અર્થાત એટીટયુડ એટલે શું? કોઇ પણ વસ્તુ, બાબત કે માણસો વિશે માનસિકતાની સ્થિતિને અભિગમ કહેવામાં આવે છે. તમે કોઇપણ વસ્તુ કે પરિસ્થિતિમાં શું જુઓ છો, એના કરતા કેવી રીતે જુઓ છો એ મહત્વનું છે. તમે શું સાંભળો છો એ મહત્વનું ...Read More

8

સમયનું આયોજન

સવારમાં જ્યારે આપણે જાગીએ છીએ તે સાથે જ ઇશ્વર આપણને એક અનમોલ ભેટ આપી દે છે- ર૪ કલાકના દિવસની આ ભેટને- સમયને કોઈ આપણાથી છીનવી શકતું નથી. જોકે આ ભેટ આપણા બધાને મળે છે. પણ આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ મહત્વનું છે. ભવિષ્યને સુધારવું હોય તો વર્તમાનને સુધારવું જોઈએ. આજે કરેલા કાર્યોનું ફળ આવતીકાલે મળવાનું છે. જે માણસ વર્તમાનને બગાડી રહ્યો હોય એ ભવિષ્યને પણ બગાડી રહ્યો છે. એવું કહેવાય છે કે (અનુભવસિદ્ધ સત્ય પણ છે) કમાનમાંથી છૂટેલું તીર, જીભમાંથી નીકળેલા શબ્દો, નદીમાંથી વહી ગયેલું પાણી જેમ પાછા આવતા નથી એમ વહી ગયેલ સમય પણ પાછો ...Read More

9

સુખી અને આનંદી જીવન

આપણું જીવન વિરોધાભાસોથી ભરેલું છે, છતાંય સુંદર છે. જ્યાં દુઃખ છે ત્યાં સુખ પણ છે, અશ્રુઓ છે ત્યાં હાસ્ય છે વિરહ છે ત્યાં મિલન પણ છે પાણી છે ત્યાં અગ્નિ, જ્યાં ગરમી છે ત્યાં ઠંડી પણ છે, ઉદાસી છે ત્યાં પ્રસન્નતા પણ છે, જીવન છે ત્યાં મૃત્યુ પણ છે. જીવન આપણે જીવવું પડે છે, દુઃખી થઈને કે સુખી થઈને. જીવ્યા વિના છુટકો નથી. તો પછી દુઃખી થઈને જીવવા કરતાં સુખી થઈને, આનંદથી કેમ ના જીવીએ? જીવન આપવું ઇશ્વરના અધિકારમાં છે, અને કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે. ખુશી,આનંદ કે સુખ, એ એક માનસિક સ્થિતિ છે, જ્યાં ઉદાસી કે ...Read More

10

જીવનનો અર્થ છે સતત શીખતા રહેવું

શીખવાનો અર્થ છે કંઇક જ્ઞાન પ્રાપ્ત કરવું, કોઈ કૌશલ્ય (સ્કીલ) વિકસાવવું કે માહિતી મેળવવી. આપણે અભ્યાસથી, ઉદાહરણોથી કે અનુભવથી છીએ. જીવન દરરોજ આપણને કંઇક નવું શીખવાડે છે. એ આપણા ઉપર છે કે આપણે એમાંથી કેટલું ગ્રહણ કરીએ છીએ, કેટલું શીખીએ છીએ. ખરા અર્થમાં તો સતત શીખતા રહેવું એનું નામ જ જીવન છે. આપણી બધી જ જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ચામડી માહિતી મેળવવામાં ઉપયોગી થાય છે. આપણે બૌદ્ધિક રીતે ભલે સમાન ન હોઈએ પરંતુ દરેકમાં એટલી ક્ષમતા તો હોય જ છે કે નવી માહિતી, નવું જ્ઞાન, વિચારો મેળવીએ અને જીવનને બદલી શકીએ. કંઇક જાણીને આપણે આસપાસના વાતાવરણને સમૃદ્ધ ...Read More

11

પ્રમાણિકતા જ સાચી નીતિ

આજથી થોડા સમય પહેલાં દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ અને અન્ના હજારેએ દેશમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અને જનલોકપાલ બિલ માટે ધરણા કર્યા ત્યારે માત્ર દિલ્લીવાસીઓ જ નહીં પરંતુ આખા દેશમાંથી એમને સમર્થન મળ્યું હતું. વિરોધ કરનારો વર્ગ તો બહુ નાનકડો હતો કે જે સમાજના એક મોટા વર્ગની અપ્રમાણિકતા અને ભ્રષ્ટતાની વિરૂદ્ધ આવાજ બુલંદ કરવા નીકળ્યો હતો. પરંતુ અફસોસ એ આંદોલન નિષ્ફળ નીવડયું અને આપણે બધા ચુપચાપ ભ્રષ્ટાચાર, અનીતિ અને અપ્રમાણિકતાની દુનિયામાં પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. દુઃખ એ વાતનું નથી કે આંદોલન નિષ્ફળ ગયું. પરંતુ એ વાતનું છે કે અનીતિ અને ભ્રષ્ટાચારની વિરૂદ્ધની આ જંગમાં ‘નૈતિકતા’ હારી ગઈ અને ...Read More

12

પુસ્તકોની મૈત્રી

જો નિરક્ષરતા અને અજ્ઞાનતા અભિશાપ છે, અંધકાર છે, તો આ શાપ અને અંધકારમાંથી નીકળવા માટેની ટોર્ચ છે પુસ્તકો. સભ્યતા સંસ્કૃતિની શરૂઆત થઈ અને માણસે જ્યારે લખવા વાંચવાની શરૂઆત કરી એ જગતના ઇતિહાસની સૌથી ક્રાંતિકારી ક્ષણ હતી. લેખન અને વાચનની સાથે જ માનવજીવન અને સંસ્કૃતિની સુધારણાનાં દ્વાર ખુલી ગયા. જેમ જેમ માણસ લેખન અને વાચન કરતો ગયો તેમ તેમ નવા નવા વિચારો એના મગજમાં ઉથલાવવા લાગ્યા. આ નવીન વિચારોને સંગ્રહી આવનારી પેઢીઓ માટે મદદગાર બનાવનાર જે કોઈ પ્રથમ લેખક હોય એને માનવજાતની ઇજ્જતભરી સલામ છે. પેઢી દર પેઢી નવા નવા વિચારો પહેલા હસ્તપ્રતોના રૂપમાં અને ગુટેનબર્ગની છાપકામની શોધ પછી પુસ્તકોના ...Read More

13

ભૂલોમાંથી શીખો

જગતમાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય જેણે જીવનમાં કોઈ ભૂલ ન કરી હોય. ભૂલ કરવીએ માણસની પ્રકૃતિમાં છે, એ બાબત છે. જીવનમાં કશું શીખવું હોય તો ભૂલો કરવી જોઈએ. જેઓ ભૂલો કરતા નથી તેઓ જીવનમાં કશું શીખતા નથી. અને જેઓ નવું શીખતા નથી તેઓ સફળ થતા નથી. જીવનમાં સફળ થવું હોય તો ભૂલો કરવી જોઈએ. આખા જગતને ફેસબુક થકી ઘેલું લગાડનાર માર્ક ઝુકરબર્ગને કોઈએ પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું? ઝુકરબર્ગે જવાબ આપ્યો કે ભૂલો કરવી એ જ અમારી સફળતાનું રહસ્ય છે. માત્ર ભૂલો કરવાથી માણસ સફળ થતો નથી પરંતુ એ ભૂલો ફરીથી ન થાય એ માટે સતત પ્રયાસ ...Read More

14

જિજ્ઞાસુ અને અસંતોષી બનો

શીર્ષક વાંચીને ઘણા વાચકો ચોંકી જશે. જિજ્ઞાસુ બનવાનું તો જોણે ઠીક છે પણ અસંતોષી બનવાનું ? આ જરા વિચિત્ર છે. કારણ કે આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે સંતોષી બનવું જોઈએ, જો જીવનમાં સુખી થવું હોય તો. આ અર્ધસત્ય છે. ‘સંતોષી નર અદા સુખી’ એ વર્ષો જૂની કહેવત હવે ચાલી શકે એમ નથી. નવા મનોવિજ્ઞાન મુજબ જે લોકો નાની-નાની વાતોથી અસંતુષ્ટ રહે છે અને મોટા મોટા કાર્યો પૂર્ણ કરવાની ખેવના રાખે છે તેઓ જીવનમાં સફળ થાય છે. આ સાથે જિજ્ઞાસા પણ આવશ્યક છે. જિજ્ઞાસા અને અસંતોષને એકબીજાથી અલગ કરી શકાય નહીં, બંને સમાંતર રીતે સાથે ચાલે છે. જ્યાં ...Read More

15

લાગણી પ્રદર્શિત કરો

આપણે કોમેડી નાઈટ્‌સ વિથ કપિલ કે કોમેડી સર્કસ કે કોમેડી ફિલ્મો કે ઉમર શરીફ, સિદ્ધાર્થ રાંદેરીયા કે સંજય ગોરડીયાના નાટકો કે ઈવન ચાર્લી ચેપ્લિનની મૂંગી ફિલ્મો જોઈને પણ ખડખડાટ હસી પડીએ છીએ. એવી જ રીતે જ્યારે કોઈ કરૂણાંત ફિલ્મ જોઈએ છીએ કે રડાવી મૂકે એવો કોઈ ઇમોશનલ દ્રશ્ય આવે ત્યારે આંખના ખૂણાઓ ભીના થઈ જોય છે. શા માટે? કારણ કે જે પાત્રો આપણને હસાવે છે કે રડાવે છે એ પાત્રોમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ. એમની સાથે આપણે હસીએ છીએ કે રડીએ છીએ. તેઓ એકટીંગની સાથે એમના મનમાં રહેલી ભાવનાઓ કે લાગણીઓને પણ પ્રદર્શિત કરે છે. અને આપણને લાગે ...Read More

16

મહત્વાકાંક્ષા

જીવનમાં મહત્વાકાંક્ષા – કોઈ મહત્તવનું કાર્ય કરવાની આશા કે ઇચ્છા – એટલી જ જરૂરી હોય છે જેટલું શ્વાસ લેવું. માણસો સાદી સીધી રીતે જીવન વીતાવે છે પરંતુ અસામાન્ય માણસો મહત્વાકાંક્ષા લઈને જીવન વીતાવે છે, કારણકે એમને અસાધારણ સફળતા મેળવવી હોય છે. હેનરી ડેવિડ થોરો નામના અમેરિકન ચિંતક, લેખક અને પ્રકૃતિપ્રેમીએ એકવાર કહ્યું હતું, “જો માણસ હંમેશા આકાંક્ષા ન રાખે તો તે સફળ થતો નથી.” સફળ થવા માટે કોઈ એક આકાંક્ષા પણ હોવી જરૂરી છે. જે લોકો આકાંક્ષા લઈને જીવે છે એમનું ધ્યેય સ્પષ્ટ હોય છે. અને તેથી પોતાની મંઝિલ સુધી પહોંચવા માટેનો માર્ગ પણ એમના માટે સ્પષ્ટ હોય છે. ...Read More

17

સર્જનાત્મકતા

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વિશ્વમાં ઘણા ઓછા લોકો ‘ક્રિએટીવ’ અર્થાત્‌ ‘સર્જનાત્મક’ હોય છે, જેઓ કશુંક નવું શોધી લાવે છે, નવું કરે છે, આપણે આવું બધું કરી શકતા નથી. આપણે ક્યાં આટલા બધા ભણેલાગણેલા કે હોશિયાર છીએ. જો તમે પણ આવું વિચારતા હોવ તો થોભી જાવ. કારણ કે વિશ્વમાં દરેક મનુષ્યને ઇશ્વરે ‘ક્રિએટીવ’ કે સર્જનાત્મક બનાવ્યો છે. સર્જનાત્મકતાનો સામાન્ય અર્થ એવો છે કે એવું કાર્ય કરવું જે બીજા સામાન્ય કાર્યથી અલગ હોય. એવું કશુંક શોધવું જે બીજાથી અલગ હોય. કવિઓ, લેખકો, ચિત્રકારો, એડ બનાવનારા, દિગ્દર્શકો, આર્કિટેક્સ, એન્જીનીયર્સ, ઇન્ટીરીયર ડિઝાઈનર્સ, ગ્રાફિક ડીઝાઈનર્સ જેવા લોકો તો ક્રિએટીવ હોય જ ...Read More

18

ચારિત્ર્ય બળ

સાર્થ ગુજરાતી જોડણી કોશમાં ચારિત્ર્યના સમાનાર્થી શબ્દો આચરણ, શીલ અને સદાચાર દર્શાવવામાં આવ્યાં છે. ઓક્સફર્ડ યુનિવર્સલ ડીક્ષનરીમાં કેરેકટરના અર્થ લક્ષણ, અક્ષર, ચિહન, ચાલચલગત, ચારિત્ર્ય, નીતિધૈર્ય, આબરૂ અને પ્રતિષ્ઠા બતાવવામાં આવ્યા છે. સરસ મજાના લાગતા આ શબ્દો માણસના જીવનને પણ સરસ મજાનું બનાવી શકે છે. એના માટે શરત એટલી જ છે કે ઉપર દર્શાવેલા ગુણો એના ચારિત્ર્યમાં ઠાંસી ઠાંસીને ભરેલા હોય. માણસ અંદરથી ભરેલો હોવો જોઈએ ખાલી ન હોવો જોઈએ. નહિ તો મુશ્કેલી એ છે કે ખાલી દડાની જેમ એ અવાજ બહુ કરે છે. જે અંદરથી ખાલી હોય છે એ બહારના વાતાવરણને ઘોંઘાટથી ભરી દેવા માંગે છે. આપણા સમાજમાં મોટાભાગના ...Read More

19

લક્ષ્ય નિર્ધારીત જીવન

વિશ્વના મોટાભાગના લોકોને પૂછો કે તમારા જીવનનો ધ્યેય શું છે? તો મોટાભાગના લોકો પાસે જવાબ નહીં હોય. માત્ર થોડાક લોકો જીવનના સ્પષ્ટ ધ્યેય સાથે જીવતા હોય છે. અને તેથી જ તેઓ સફળ થતા હોય છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે માણસ જે ધારે છે તે કરી શકે છે, એની સામે જે લક્ષ્યો હોય છે એ પાર પાડી શકે છે. એના માટે ધ્યેયની સ્પષ્ટતા, ત્યાં પહોંચવા માટે સંકલ્પ શક્તિ અને સાધનો અને ખંતપૂર્વક લાગ્યા રહેવું અનિવાર્ય શરતો છે. વિશ્વમાં ઘણા ઓછા લોકો આવી સ્પષ્ટતા ધરાવે છે. જે લોકો ભૂતકાળમાં થઈ ગયા એમાં ‘ધી વર્લ્ડસ ગ્રેટેસ્ટ ગોલ એચીવર’ રૂપે નામના મેળવી ચુકેલા ...Read More

20

સંકલ્પ શક્તિ

નવા વર્ષની પૂર્વસંધ્યાએ વિશ્વના ઘણાબધા લોકો રીજોલ્યુશન (સંકલ્પ) કરે છે જેમાંથી મોટાભાગના ડાયટીંગ કરવાના, કસરત કરવાના, જીમમાં જઇ બોડી ડાયરી લખવાના, આટલી સંખ્યામાં દર મહિને પુસ્તકો વાંચવાના, આટલી બચત કરવાના... વિગેરે વિગેરે હોય છે. પ્રથમ એક બે અઠવાડીયા સુધી તો આ સંકલ્પો પ્રમાણે બધું બરાબર ચાલે છે.પરંતુ ત્રીજો કે ચોથા અઠવાડીયા થી રાબેતા મુજબ થઇ જાય છે- અર્થાત આ સંકલ્પોનું ફીંડલું વળી જાય છે ! વહેલા ઉઠાતું નથી,કસરત કરાતી નથી, અને જીમ જઇને પરસેવો પાડવો એ તો નરી મુર્ખામી લાગે છે.ડાયરી દસ પંદર દિવસ બરાબર લખાય છે. પછી આખી ડાયરી કોરી જ રહી જાય છે... અને પુસ્તકો મહિનામાં જેટલા ...Read More

21

વેકેશનમાં કરવા જેવા કાર્ય

સામાન્ય રીતે વેકેશનનો સમય વિદ્યાર્થીઓ સગા સંબધીઓના ઘરે કે પોતાના જ ઘરે વિતાવી દેતા હોય છે. અહીં કેટલાક એવા તરફ નિર્દેશ કરવામાં આવ્યો છ કે જેથી વેકેશનનો સદ્‌ઉપયોગ થઇ શકે. રઘુવીર ચૌધરીએ લખ્યું હતું કે માણસે ત્રણ બાબતો ક્યારેય ન ભૂલવી જોઈએ- ધર્મ, ઇતિહાસ અને પ્રવાસ. ઉપર જણાવ્યું તેમ ત્રણે બાબતો ખૂબ મહત્તવની છે. આપણા જીવનનો હેતુ શું છે? આપણે શા માટે ધરતી ઉપર મોકલવામાં આવ્યા? જીવન માત્ર શું મોજમજામાં જ વ્યતિત કરવાનું નામ છે? જે બાબતોથી ,જે દુષ્કૃત્યો કે શેતાની કામોથી રોકવામાં આવ્યા છે એની તરફ મન કેમ વધારે ખેંચાય છે? વોટ્‌સ એપ ઉપર ધર્મની સારી સારી વાતો ...Read More

22

નિષ્ક્રિયતા

ત્રણ પ્રસિદ્ધ ગ્રીક ટ્રેજેડી નાયટકારોમાંથી એક અને નાટ્ય સ્પર્ધાઓમાંથી ત્રણેમાં સૌથી વધુ વખત વિજેતા બનનાર (૩૦માંથી ૨૪ વખત) યુડીપસ કિંગ, યુડીપસ એટ કોલોનસ, એન્ટીગોન અને ઇલેકટ્રા જેવા વિશ્વપ્રસિદ્ધ ટ્રેજેડી નાટકોનો લેખક, સોફોકલીસે આજથી સાડા ચોવીસસો વર્ષ પહેલા લખ્યું હતું કે “જે માણસ કાર્ય કરતો નથી, એને ઇશ્વર પણ મદદ નથી કરતો.” ઇશ્વરે સૌ સર્જનોમાં માણસનું સૌથી શ્રેષ્ઠ સર્જન કર્યું છે. આ શ્રેષ્ઠ સર્જન જો નકામો બેસી રહે અને બધું જ મળી જશે એવી આશા રાખે તો આનાથી મોટી મુર્ખાઈ બીજી કઈ હોઈ શકે! સંસ્કૃત ઉકિત છે એનો ભાવાર્થ એવો છે કે પરિશ્રમથી જ બધું પ્રાપ્ત થાય છે. જંગલના રાજા ...Read More

23

લીડરશીપ

પાછલા કેટલાક દિવસોમાં બે યુવાન નેતાઓ સમાચારોમાં ખાસ ચમકતા રહ્યા. એક હાર્દિક પટેલ અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા કુમાર. હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદાર અનામત માટેની માગ બુલંદ કરી પટેલોને ભેગા કરી આગેવાની લીધી અને અંદાજે પાંચ લાખ પાટીદારોને અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ભેગા કરવામાં સફળતા મેળવી. જોકે હજી પણ પાટીદારોને અનામત મળી નથી. કન્હૈયા કુમાર અને એના સાથીદારોને ૯ ફેબ્રુઆરીએ જેએનયુમાં અફઝલ ગુરૂની ફાંસીના વિરોધમાં કાર્યક્રમ યોજી દેશવિરોધી નારેબાજી કરવા માટે રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવી ધરપકડ કરવામાં આવી. ૨૧ દિવસ પછી કન્હૈયાને જામીન મળ્યા અને એ જ સાંજે એણે જેએનયુના કેમ્પસમાં જે ભાષણ આપ્યું એનાથી ઘણાબધા લોકો અને કેટલાક ...Read More

24

લઘુતાગ્રંથિ છોડીએ

એક દંપત્તિ એમના છોકરાને લઈ સાયકોલોજીસ્ટ પાસે ગયું અને છોકરા વિશે ફરિયાદ કરવા લાગ્યું. ડોક્ટર સાહેબ, હવે આ દસમાં જશે પણ અમને એના ભણવામાં કોઈ ભલીવાર લાગતી નથી. નવ સુધી તો માંડ માંડ ઉપર ચઢીને આવ્યો પણ હવે આ મહત્વનું વર્ષ છે એમાં પાસ નહીં થાય તો એની જિંદગી બગડી જશે. સાવ ડફોળ જ રહી ગયો. આવી ઘણી વાતો એમણે ડૉકટરને કહી. ડૉકટરે બહુ શાંતિથી બધું સાંભળ્યું અને પછી છોકરાને અલગ લઇ જઈને કેટલાક પ્રશ્નો પૂછ્યા. થોડીવાર પછી ડૉકટરે એ દંપત્તિને કહ્યું, “તમે માનો છો એટલો બુધ્ધુ નથી તમારો છોકરો. પ્રોબ્લેમ એનામાં નથી પરંતુ તમારા વ્યવહારમાં છે. સૌથી પહેલાં ...Read More

25

બોડી લેંગ્વેજ

લોકા સાથે આપણે સામાન્ય રીતે શબ્દોથી બોલીને કે તો ઇશારાથી વાતચીત ,સંદેશાવ્યવહાર કે માહિતીની આપ લે કરતા હોઇએ છીએ.ઇશારા શરીરની ભાષા કે જેને બોડી લેન્ગવેજ કહેવામાં આવે છે, એનો ભાગ છે.આપણે શબ્દો સમજી વિચારીને બોલી શકીએ છીએ પરંતુ શરીરની ભાષા આપણા અચેતન મન કે અબોધ મન (subconsious mind) દ્વારા બોલીએ છીએ અને આપણને ખબર પણ નથી હોતી.બોડી લેંગ્વેજને નિઃશબ્દ સંદેશાવ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે આપણે બીજા સાથે જે સંવાદ કરીએ છીએ એમાં ૭૦ ટકા સંદેશા વ્યવહાર તો બોડી લેંગ્વેજ દ્વારા, ૨૦ ટકા ચેહરાના હાવભાવ દ્વારા અને માત્ર ૧૦ ટકા જ બોલાયેલા શબ્દો દ્વારા ...Read More

26

વાતચીતની કળા

ઇશ્વરે માણસને ‘સર્વશ્રેષ્ઠ સર્જન’ બનાવ્યું છે. માણસને બીજા પ્રાણીઓ અને સર્જનોથી અલગ પાડવામાં સૌથી મહત્વની બાબત છે એની અને સંવાદની કળા. આપણે ગમે તે કામ,ધંધા,નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા હોઇએ, બીજો લોકો સાથે સંપર્કમાં આવવું પડે છે. એટલે વાતચીત પણ કરવી પડે છે. વાતચીતની કળા વિશે પશ્ચિમમાં ઘણું બધું લખાયું છે અને લખાઇ રહ્યું છે. વાતચીત એક કળા છે. દુર્ભાગ્ય આપણે આ કળા ભૂલતા જઇએ છીએ. એના વિશે લખાયું પણ ઓછું છે. શાળા કોલેજોમાં આના વિશે ભણાવવામાં પણ આવતું નથી. જે કંઇ થોડું ઘણું લખાય છે, એ પણ ઇન્ટરવ્યુ આપનારા ઉમેદવારો માટે હોય છે. ધંધા રોજગાર કે વ્યવસાયની સફળતાનો ...Read More

27

યાદ શક્તિ કેવી રીતે વધારવી ?

શિર્ષક વાંચીને કોઈ ટીખળ પણ કરી શકે છે કે યાદશક્તિ વધારનારા ટોનિક પીને ! અમારૂં અંગત મંતવ્ય એવું કે આવા ટોનિકોથી યાદ શક્તિ વધતી હશે કે નહીં એ તો સંશાધનનો વિષય છે પણ માત્ર એનાથી માનસિક સંતોષ જરૂર થતો હશે. માર્કેટીંગનો યુગ છે. લોકો મીઠા શરબતને શક્તિ વર્ધક કે સ્મરણશક્તિ વધારનાર ટોનિક તરીકે વેચે તો એ પણ વેચાઈ જાય છે. આશ્ચર્ય તો એ છે કે લોકો ખરીદે પણ છે !. આ બધી ભાંજગડમાં આપણે ના પડીએ. મનોવિજ્ઞાનીઓએ બતાવેલી કેટલીક સાદી રીતો છે જેના થકી યાદશક્તિ માં જરૂર સુધારો થઈ શકે છે. જીવનમાં સફળતા મેળવવા માટે યાદશક્તિ સારી હોવી આવશ્યક ...Read More

28

ગુસ્સો આવે ત્યારે...

નાનું બાળક હોય, કિશોર કિશોરી કે સ્ત્રી-પુરૂષ ગમે તેટલા પુખ્ત હોય તો પણ બધા એક બાબતમાં સમાન છે, બોલો બાબતમાં ? ગુસ્સામાં. માણસ અમીર હોય, મધ્યમવર્ગનો હોય કે ગરીબ હોય, ગુસ્સો બધાને આવે છે. જો કે એને પ્રદર્શિત કરવાની રીતો અલગ હોય છે. મનોવૈજ્ઞાનિક માને છે કે દરેક ‘જણ’ ગુસ્સે થાય છે, અને આને કાબૂમાં રાખનાર કે એના ઉપર વિજય પ્રાપ્ત કરનાર જ સમજદાર હોય છે.ગુસ્સો માંદગી કે તંદુરસ્તી અવૈચારિક તબાહી કે સર્જનાત્મક પ્રવૃત્તિ,ખુશી કે ગમ વગરે જેવી બાબતો માટે જવાબદાર હોય છે. જો ગુસ્સા કે ક્રોધને દબાવી દેવામાં આવે તો આપણને અને આપણે જેને પ્રેમ કરતા હોઇએ કે ...Read More

29

વ્યક્તિત્વનો નિખાર

સમાજમાં માણસને મળતા માન, સન્માન અને પ્રતિષ્ઠા, એના કાર્યો, ચારિત્ર્ય અને વ્યક્તિત્વ ઉપર નિર્ભર હોય છે. જીવનમાં સફળતા માટે ચારિત્ર્યની સાથે સાથે આકર્ષક વ્યક્તિત્વ પણ મોટો ભાગ ભજવે છે. એક જેવી લાગતી બે બાબતો - ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. ચારિત્ર્ય માણસના આંતરિક સૌન્દર્ય સાથે તો વ્યક્તિત્વ એના બાહ્ય દેખાવ અને ચાલચલગત સાથે સંબંધ ધરાવે છે. માણસનું વ્યક્તિત્વ દેખાય છે, ચારિત્ર્ય દેખાતું નથી મહેસૂસ કરી શકાય છે. ચારિત્ર્ય સહજ પ્રાકૃતિક છે, માનવ સ્વભાવ સાથે ગુંથાયેલું હોય છે. વ્યક્તિત્વ સહજ હોઇ શકે કે બનાવટી હોઇ શકે છે. માણસ પોતાના સારા વ્યક્તિત્વથી બીજાને આકર્ષી શકે પરંતુ ખરૂં મુલ્યાંકન ...Read More

30

તંદુરસ્ત અને ઉર્જાવાન રહો

વિશ્વમાં ઘણી બધી અજાયબીઓ છે જેમને આપણે જાણતા નથી. પરંતુ એક અજાયબી એવી છે જે બધા પાસે છે. હા, શરીર. એક નાનકડા વીર્યના ટીપામાં લાખો શુક્રાણુઓ હોય છે. એમાંથી માત્ર એક શુક્રાણુનું સ્ત્રીના અંડબીજ સાથે ફલન થાય છે અને સર્જાય છે એક માનવ!. આ માનવી ૫૦-૬૦-૮૦ કે ૧૦૦ વર્ષ સુધી પણ જીવે છે. કોઈપણ આધુનિક મશીનને ટક્કર આપે એવું આપણી શરીર ઇશ્વરે સર્જ્યું છે. મશીન થાકી જાય છે, ઘસાઈ જાય છે, પુર્જા બદલવા પડે છે. ઓઈલીંગ કરવું પડે છે પરંતુ મિનીટમાં ૬૦ થી ૧૦૦ વખત ધબકતું હૃદય - એવરેજ ૭૨ વખત પ્રતિ મીનીટ માનીએ તો કલાકમાં ૪૩૨૦ વખત અને ...Read More