કિસ્મત

(47)
  • 10.9k
  • 8
  • 5.7k

વાત એ સમય ની છે જ્યારે રીક્ષા કરતાં વધુ ઘોડા અને બળદ ગાડી ચાલતી.લોકો પાસે ઘર નાના પણ મન મોટા હતા, પોતાના વાહનો ન હતા પણ કોઈ નો ભાર ન લાગતો, એકબીજાને મદદ કરવા હમેશા તત્પર રહેતા, ગામ નો બહુ સામાન્ય કહી શકાય એવો વિસ્તાર, શેરી ઓ સાકંળી અને ગંદકી વાળી, એમાં રમણભાઈ નું ઘર.એક લાકડાની તૂટેલી ડેલી, અંદર એક મોટું ફળીયુ ,ફળીયામાં એક ઓસરીમાં પાંચ છ ઓરડા એક તરફ નહાવા ની ચોકડી, અને બીજી તરફ એક ખડભડી ગયેલો એક ખાટલો પડયો હતો. ફળીયામાં થોડા છોકરા રમતા હતા, ગણી ને ચોથા ઓરડા તરફ પગ ઊપાડયા,અંદર એક ખૂણામાં ખાટલા માં એક ગભૅવતી સ્ત્રી સૂતી છે,બીજા ખૂણામાં રસોડું છે, અને બારણા ની બાજુ ના ખૂણામાં રમણભાઈ કામ કરે છે,રસોડામાં એક ૪૦- ૪૫ વષૅ ની બેન કામ કરે છે, તેની આજુબાજુ માં ૩નાની નાની દીકરી ઓ નિરાશ વદને બેઠી છે.

Full Novel

1

કિસ્મત - 1

વાત એ સમય ની છે જ્યારે રીક્ષા કરતાં વધુ ઘોડા અને બળદ ગાડી ચાલતી.લોકો પાસે ઘર નાના પણ મન હતા, પોતાના વાહનો ન હતા પણ કોઈ નો ભાર ન લાગતો, એકબીજાને મદદ કરવા હમેશા તત્પર રહેતા, ગામ નો બહુ સામાન્ય કહી શકાય એવો વિસ્તાર, શેરી ઓ સાકંળી અને ગંદકી વાળી, એમાં રમણભાઈ નું ઘર.એક લાકડાની તૂટેલી ડેલી, અંદર એક મોટું ફળીયુ ,ફળીયામાં એક ઓસરીમાં પાંચ છ ઓરડા એક તરફ નહાવા ની ચોકડી, અને બીજી તરફ એક ખડભડી ગયેલો એક ખાટલો પડયો હતો. ફળીયામાં થોડા છોકરા રમતા હતા, ગણી ને ચોથા ઓરડા તરફ પગ ઊપાડયા,અંદર એક ખૂણામાં ખાટલા માં ...Read More

2

કિસ્મત - 2

અંતે રમણભાઈ અને જયાબેન ની આશા પૂર્ણ થઈ. અને તેમને ત્યાં પુત્ર આવ્યો .રમણભાઈ ને તો હરખ નતો માતો બહેનો પણ નાના ભાઈ ને જોઈ ને રાજી થઈ ગઈ, ઘર માં આનંદ ની હેલી છવાઈ ગઈ. જયાબેને કાના ના પલના પણ કરાવ્યા. હવે ત્રણેય બહેનો ભાઈ નુ ધ્યાન રાખતી, જયાબેન નો ઘણો સમય કામ અને એમની પૂજા કરવામાં જતો. સાથે સાથે બધા બાળકો ને સારા સંસ્કાર પણ આપતા, રમણભાઈ ને જુગાર ની લત વધી હવે તો તેઓ મોટી મોટી કલબો માં રમવા જતાં,સ્વભાવે હમેશા કડક એક દિવસ રમવા માં થોડી માથાકુટ કરી ને આવ્યા, જયાબેન આમ પણ બાળકો ને ...Read More

3

કિસ્મત - 3 - અંતિમ ભાગ

રમણભાઈ નો નાનો દીકરો આવ્યો. તેની સાથે દુકાન ના માલિક પણ આવ્યા, રમણભાઈ હવે એ દુકાન માં તમારું જે હોય તે લઈ લેજો, એ દુકાન અમારે ભાડે નથી દેવી. રમણભાઈ એ બહુ કાકલૂદી કરી પણ દુકાન માલિક ના માન્યો. અંતે દુકાન પણ ગઈ.તો પણ જયાબેને કહ્યું હશે ઠાકોરજી ની ઇચ્છા જે થાય તે સારા માટે. રમણભાઈ નો મોટો દિકરો બહુ સમજુ અને હોશિયાર પીતા ની જુગાર ની લત ના ગમે પણ કરે શું? નામ એનું નરેન તેને ધીમે ધીમે એને કામ કરવા માંડયુ , રમણભાઈ ને ઘણી મદદ મળી રહે. પણ જુગાર ના છૂટે. એક દિવસ રમણભાઈ બહાર ...Read More