સ્વજનોની શોધમાં

(11)
  • 8.8k
  • 1
  • 3.8k

વન વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. કુદરતના ખોળે રહેવાનો , આનંદ માણવાનો અનોખો અવસર હતો. લગભગ બસો જેટલા લોકોએ જુદા જુદા સ્થળેથી આ કેમ્પમાં નામ નોંધાવ્યું હતું. *** નાનકડું ખડ... ખડ... વહેતું ઝરણું , ફૂલોની શોધમાં ઉડા... ઉડ... કરતા પતંગિયા અને પક્ષીઓને આશ્રય આપતા વૃક્ષોનું સૌન્દર્ય હતું. એક ઝાડના થડ પર માથું ઢાળી નેનસી પોતાની નાનકડી નોટમાં કંઇક લખતી હતી. ત્રીસ વર્ષની નેનસી હજુ પણ જાણે પચ્ચીસની દેખાય તેવી નાજુક કાયા , આત્મવિશ્વાસથી ભરપૂર મારકણી આંખો અને તેના હોઠો પરની મુસ્કાન કોઈને પણ ઘાયલ કરવા પૂરતી હતી. બેઠા બેઠા તેના ચેહરા પર કયારેક એવા ભાવ આવી જતા હતા જાણે તેના મન અને હ્રદય વચ્ચે કોઈ મોટું દ્વંદ્વ યુદ્ધ થયું હોય.

New Episodes : : Every Monday

1

સ્વજનોની શોધમાં - 1

મારી પ્રથમ લઘુ કથા ' મિશન રખવાલા ' અને દ્વિતીય લઘુ કથા ' શબ્દોનું સરનામુ ' ને તમારા અમૂલ્ય અને સહકાર આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર... આજે હું તમારી સમક્ષ મારી બીજી એક કૃતિ રજૂ કરવા જઈ રહી છું. આશા છે તમને આ કથા પણ જરૂર ગમશે. પ્રસ્તુત કથા પ્રેમ તથા રહસ્યની છે. તો ચાલો, દર્શાવેલ પાત્રો સાથે એક રોમાંચક સફર પર નીકળવાની શરૂઆત કરીએ....... સ્વજનોની શોધમાં ( Part - 1 ) ...Read More

2

સ્વજનોની શોધમાં - 2

સુમસાન રસ્તા પરથી એક ગાડી જઈ રહી હતી. વચ્ચે નાનકડી હોટેલ આવતા કાર થંભી. એક તરફથી એક સુંદર સ્ત્રી ૭-૮ વર્ષનું એક બાળક નીચે ઉતર્યા. બીજી બાજુ થી એક પુરુષ નીચે ઉતારવા જતો હતો ત્યાં તો એક ટ્રક તે કાર તરફ ધસી આવી અને કાર સાથે અથડાય ગઈ. આ જોઈ તે સ્ત્રી એ રાડ પાડી , "આદિ....." હવે આગળ..... *** સ્વજનોની શોધમાં ( Part - 2 ) ...Read More

3

સ્વજનોની શોધમાં - 3

મારા વ્હાલા વાચનમિત્રો, અમુક કારણોસર હું આગળનો ભાગ મૂકી શકી હતી નહી... તે બદલ હું માફી ચાહું છું. તમે આજ સુધી આટલો બધો સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર... અને આગળ પણ મને સહકાર આપશો તેવી મને ખાતરી છે. મારા કારણે કોઈ અગવળ પડી હોય તો તે બદલ માફી ચાહું છું. આગળના ભાગમાં આપણે જોયું કે, લલિતામાસી પરમને જિદ્દ કરીને ફોરેસ્ટ કેમ્પમાં મોકલ્યો હોય છે રસ્તામાં જતી વખતે તેની દોસ્ત સાથે વિતાવેલી પળો તેને યાદ આવે છે. પહોંચીને પણ તેને બેચેની લાગતી હોય છે. લલીતામાસી સાથે વાત કરવાનાં બહાને તે નદી કિનારા તરફ જાય છે અને ...Read More