તુ મેરા દિલ..

(12)
  • 20.6k
  • 2
  • 7.5k

એ....કરાર દિલનો.. બે.....કરાર તને જોઈ થયો.. નજરોનાં... કરાર થી બેહાલ થયો... પ્રેમનાં.... કરારથી આબાદ થયો. ગણગણતો આરવ હાથમાં ગુલાબનું ફૂલ છુપાવીને ઉભો હતો. આપું નાં આપું ની અસમંજસમાં હતો ત્યાં જ અનાયાએ ચોરી પકડી લીધી, કાતિલ સ્મિતથી અને આંખના ઉલાળાથી કહી દીધું હવે, ઇંતજાર કબ તક હમ કરેંગે ભલા !!! આરવે મધમધતા ગુલાબની જેમ, દિલથી પ્યારનો એકરાર કર્યો, દિલમાં પ્યારનાં અનેક રંગો ભરી દિલ દઈ બેઠો, ચાહતની નજર ભરી, ગુલાબને, ગુલાબ દઈ બેઠો. અનાયા મીઠાં પ્રેમનાં સ્પંદનો મમળાવતી, પ્રેમરસ પી રહી હતી, દરેક ઘૂંટડામાં આરવનો પ્રેમ છલકતો ને હોઠોને દબાવી રસ માણતી રહી. આજે ગુલાબમાં પ્યારનો રસ ઠાલવી આરવે દિલમાં જાણે કેદ કરી દીધી. અનાયા આ પળોને ખૂબસુરતીથી આરવની બાહોમાં માણતી રહી.

Full Novel

1

તુ મેરા દિલ.. - 1

ભાગ -- ૧,એ....કરાર દિલનો.. બે.....કરાર તને જોઈ થયો.. નજરોનાં... કરાર થી બેહાલ થયો... પ્રેમનાં.... કરારથી આબાદ થયો. ગણગણતો આરવ ગુલાબનું ફૂલ છુપાવીને ઉભો હતો. આપું નાં આપું ની અસમંજસમાં હતો ત્યાં જ અનાયાએ ચોરી પકડી લીધી, કાતિલ સ્મિતથી અને આંખના ઉલાળાથી કહી દીધું હવે, ઇંતજાર કબ તક હમ કરેંગે ભલા !!! આરવે મધમધતા ગુલાબની જેમ, દિલથી પ્યારનો એકરાર કર્યો, દિલમાં પ્યારનાં અનેક રંગો ભરી દિલ દઈ બેઠો, ચાહતની નજર ભરી, ગુલાબને, ગુલાબ દઈ બેઠો. અનાયા મીઠાં પ્રેમનાં સ્પંદનો મમળાવતી, પ્રેમરસ પી રહી હતી, દરેક ઘૂંટડામાં આરવનો પ્રેમ છલકતો ને હોઠોને દબાવી રસ માણતી રહી. આજે ગુલાબમાં પ્યારનો રસ ઠાલવી ...Read More

2

તુ મેરા દિલ.. - 2

ભાગ --૨..સવારનો સૂર્યોદય આજે આહલાદક ભાસતો હતો. દરિયામાંથી જ સૂર્યને ઉગતો જોવો એટલે જાણે હાથવેંત દૂર લાગતો, હમણાં હાથમાં જશે. એના પારજાંબલી કિરણો શરીર પર પડતા એક એનર્જીનો સંચાર થયો. પુરા શરીરમાં એક અદ્રશ્ય શક્તિની ખુશીથી લહેર દોડી ગઈ. માં ની ગોદમાંથી બાળક ધીરે ધીરે બહાર આવે એવું જ કંઈ સૂર્ય આખા રાતનાં વિરામ પછી ઉષારાણીનો પાલવ પકડી, સાથ ઘોડાનાં રથ પર સવાર, અદભુત રંગો વિખેરતો શાહી સવારીની છડી પોકારતો, પૂરા વૈભવ સાથે ખુશખુશાલ આનંદ લહેરાવતો સૂર્ય અનેરો હતો. પ્રકૃતિની અકલ્પનિય દ્રશ્ય નજરો સામે તરવરે ત્યારે અંતરની ઉર્મિઓથી સ્ફુરતા શબ્દો લેખક કંડારી લેતો હોય છે એવું જ કંઈક આરવે ...Read More

3

તુ મેરા દિલ.. - 3

ભાગ --૩.અનાયા માતૃત્વ પ્રાપ્ત કરીને ખુબજ ખુશ હતી. આરવ નો દિલથી આભાર વ્યક્ત કરતી હતી. બંને જણા ભાવિ ખુશીઓની વહી ગયા હતા. ભાવિ સોણલાં સજાવતાં હતાં. મારે દીકરી જોઈએ અને મારો દિકરો ત્યાંથી બન્નેની રકઝકની શરૂઆત થઈ. આખરે, ઇશ્વરની કૃપા હશે તે આવશે એનો દિલથી સ્વીકાર કરીને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ સંસ્કારોનો વારસો આપીશું જે તેનાં જીવન માટે ખુબજ અગત્યનો હશે. ચર્ચાને વિરામ આપ્યો. અનાયાને હવે સારું લાગી રહ્યું હતું તો ટોક શો માટે તૈયાર થવા લાગી, અતિ ઉત્સાહથી, ક્રુઝ પર પહેલો ટોક શો હતો. લોકો આવશે કે કેમ ? આવશે તો બિન્દાસ અભિવ્યક્તિ કરી શકશે. પબ્લિક ટોક શો ...Read More

4

તુ મેરા દિલ.. - 4

અનાયાને પોતાનાં ગર્ભમાના બાળક સાથે વાત કરી રહી હતી.આજે પગની કિક વધારે આવી રહી હતી. થાપ વાગી રહી હતી. ગોળ ગોળ ઘૂમી રહયું હતું. આંખોની પલકોનો અહેસાસ થઈ રહ્યો હતો. અનાયા પ્યારથી પૂછતી હતી શું થયું છે તને આજે?અનાયાને લેબર પેઇન ઉપડ્યું, આરવ બૂમો પાડતી રહી, નથી સહન થતું હવે, તું હોસ્પિટલે લઇ જા મને. આરવ તરત કારમાં અનાયાને લઇ દોડ્યો. ટ્રાફિક જામ ઠેર ઠેર હતો. શું થશે હવેની ચિંતા? રસ્તો ખૂટતો નહોતો આજે. એક પરગજું માનવી મદદમાં આવ્યો. જેને અનાયાની હાલત જોઈ હતી. ટ્રાફિકમાંથી રસ્તો કરી આપ્યો આરવને. ઝીણો ઝીણો રડવાનો અવાજ સંભળાયો, આરવનું દિલ વધારે ધડકવા લાગ્યું. પિતા ...Read More

5

તુ મેરા દિલ.. - 5

લાગણીઓને પ્રેમના સરોવરમાં તરતી રાખી હતી,અવિશ્વાસનો મગરમચ્છ આવીને ગળી ગયો.અનાયા બોલી આરવ આટલું દેવું કરવાની તને કેમ જરૂરત સરસ રીતે જિંદગી વહી રહી હતી. થોડું ઓછું હોત તો ચલાવી લેત હું, તે મને વાત પણ ના કરી ? શું હું એટલી દુર થઈ ગઈ છું તારાથી? તારી ને મારી વાતો એક હશે નક્કી તો થયું હતું તો આ શું બધું? તારું ને મારું તો આપણું બન્યું હતું તો તારું કેમ બનાવી દીધું? તે મારા પ્રેમ પર વિશ્વાસ ના કરી મારો વિશ્વાસ તોડયો છે.આરવ બોલ્યો અનાયા હોસ્પિટલનું અધધધ બિલ, તારી કમાણી બંધ થઈ જવી, ચેમ્પિયનનો મેડિસિન, ડઈપાર, કેર ટેકરનો ખર્ચો, ...Read More

6

તુ મેરા દિલ.. - 6

દિલનો આનંદ લૂંટાયો, જીવનનો રાગ બેસૂરો, પ્રેમના હિલોળે ચડતું દિલ રોજ, લહેરોજ થંબી જાય તો કરે શું? તું મેરા પ્રેમની પરાકાષ્ઠાને ઊંચાઈ આપતી, આનંદ, વિરહમા રાચતી પોતાનાં પુત્ર પ્રેમની સુંદર વાતોનું આલેખન કરતી જીવનની સચ્ચાઈ બની એક વાર્તા સ્વરૂપમાં. લખતાં લખતાં કેટલી વાર હાથમાં કંપારી છૂટી, કેટલીય વખત આખોમાં ભીનાશ આવી તો ક્યારેક રૂમાલ પણ ઓછા પડયાં. આરવે કસમ ખાધી હતી ક્યારેય અનાયાના ઘરે નહીં જવાની. ભૂતકાળના કડવા અનુભવોને કારણે, પણ જ્યારે દીકરા માટે કારણ હતું જવાનુ, એ પણ બીમારીની, વાત સાંભળી હૈયું ક્યાં હાથમાં રહે, પગલાં આપોઆપ ડગ ભરે. ડેડી હું તમારી સાથે જ રહેવાનો છું. તમે અહીંયાં ...Read More

7

તુ મેરા દિલ.. - 7 - છેલ્લો ભાગ

તું મારો આત્મા, તું મારો દીકરો, તું જ્યાં રહે, એ જ ઘર. ડેડી, હું મોટો થઈને વિદેશ ભણવા તો તમે શું કરશો એકલાં? ડેડી, હું તો તમારા દિલમાં રહું છું, એજ તો મારું ઘર છે. તમે કહો છો ને તું મેરા દિલ... સમય ધીરે ધીરે ચાલે તો ક્યારેક ઝડપથી. આજે સવારથી બેચેની અનુભવતો હતો આરવ. દિલમાં ખૂબ મુંજારો થતો હતો. ઘડી ઘડી આંખમાં ભીનાશ આવી જતી હતી. આરવ વિચારતો કે હું વધારે પડતો ઈમોશનલ છું એટલે મારી સાથે આ થઈ રહ્યું છે. પિતા અને ડૉક્ટરની હાજરીમાં જ આયુષને હાર્ટએટેક આવ્યો, જીવલેણ નીવડ્યો, ઘણી ટ્રીટમેંટ આપી પણ હાર્ટ ચાલુ થયું ...Read More