એક હતો રાજા

(17)
  • 40.9k
  • 1
  • 14.1k

એ એક રાજા હતો. વીર. બહાદુર.અને વિકરાળ. જોતાજ ભય પમાડે એવો.જો એ બે પગે ઉભો થઇ જાય. તો લગભગ દોઢેક માથેડો ઊંચો થાય.અને શું એની ગર્જનાની તે વાત કરવી. એક જ ગર્જના થી ભલભલાના હાજા ગડગડાવી નાખે. અને નામ હતું. સિંહરાજ. અને શું એની કેશવાળી? અરે એની આ કેશવાળી ના લીધે એ ઓર ખોફનાક લાગતો. જાણે સિંહ જોઈ લ્યો. જોઈ લ્યો શુ.એ ખરેખર સિંહ જ હતો.અને એને એક રાણી. અને ત્રણ કુંવર હતા. આજથી બરાબર એક મહિના પહેલા. સિંહરાણી એ દસ થી બાર મિનિટના અંતરે આ રાજકુમારોને જન્મ આપ્યો હતો.અને જંગલના કાનૂન પ્રમાણે એ ત્રણે યુવરાજોનો આજે જન્મદિવસ હતો.રીંકુ. પિંકુ અને ટીંકુ.આ યુવરાજોના નામ હતા.રીંકુ સહુથી મોટો હતો.કારણકે એનો જન્મ. ત્રણે યુવરાજોમાં સૌથી પહેલા થયો હતો. એના જન્મના દસ મિનિટ બાદ પિંકુનો અને એના દસ મિનિટ બાદ.ટીંકુનો જન્મ થયો હતો.ટીંકુ સવથી નાનો હોવાના કારણે.વધારે લાડકો હતો.અને એટલે જ સિંહરાજે રીંકુ પિંકુ ને નહીં પણ ટીંકું ને પૂછ્યું.

New Episodes : : Every Sunday

1

એક હતો રાજા - 1

એ એક રાજા હતો. વીર. બહાદુર.અને વિકરાળ. જોતાજ ભય પમાડે એવો.જો એ બે પગે ઉભો થઇ જાય. તો લગભગ માથેડો ઊંચો થાય.અને શું એની ગર્જનાની તે વાત કરવી. એક જ ગર્જના થી ભલભલાના હાજા ગડગડાવી નાખે. અને નામ હતું. સિંહરાજ. અને શું એની કેશવાળી? અરે એની આ કેશવાળી ના લીધે એ ઓર ખોફનાક લાગતો. જાણે સિંહ જોઈ લ્યો. જોઈ લ્યો શુ.એ ખરેખર સિંહ જ હતો.અને એને એક રાણી. અને ત્રણ કુંવર હતા. આજથી બરાબર એક મહિના પહેલા. સિંહરાણી એ દસ થી બાર મિનિટના અંતરે આ રાજકુમારોને જન્મ આપ્યો હતો.અને જંગલના કાનૂન પ્રમાણે એ ત્રણે યુવરાજોનો આજે ...Read More

2

એક હતો રાજા - 2 - તલાશ

(એક હતો રાજાને વાંચકોએ બહુ સારો પ્રતિસાદ આપ્યો એ માટે તમામ વાંચકોને ધન્યવાદ પાઠવું છું. અને એ પ્રતિસાદ થી થઈને એક હતો રાજાનો બીજો ભાગ લખવા હું પ્રેરિત થયો છુ. આશા છે આ પણ કદાચ ગમશે)......સિંહરાજ યુવરાજો ના જન્મદિવસ હોવાના કારણે એમના લાડલા ટીંકુની ફરમાઈશ પુરી કરવા ડુક્કરનો શિકાર કરવા નીકળે છે અને પોતે જ સર્કસ વાળા નો શિકાર થઈ જાય છે હવે આગળ........ પૂર્વમાંથી નીકળેલો સુર્ય બરાબર માથા ઉપર આવી ગયો હતો. અને હજુ સુધી સિંહરાજનો કોઈ પત્તો ન હતો. ત્રણે રાજકુમારોને કકડીને ભુખ લાગી હતી. રીંકુએ કહ્યું. 'મમ્મા.બોવ જોરની ભુખ લાગી છે.''મને પણ મમ્મા. ...Read More