આજનો યુગ એક જુદા જ માનસમાં જીવી રહ્યો છે. વિચાર, વાણી અને વર્તનમાં તદ્દન બદલાવ જોવા મળે છે. આજના યુગમાં પરિવાર વિખુટો પડતો જાય છે. અનહદ પ્રેમ કરનાર પ્રેમીઓ એકબીજાથી સાવ નજીવા કારણના લીધે અલગ થતા જાય છે. હું કોઈ વિચારધારા તો ના બદલી શકું પરંતુ માનસપટ પર એક સારા વિચારનું બીજ રોપી શકું તો પણ ઘણું છે. મેં કરેલા સફર અને લોકોના અનુભવો જાણી આજે એક અદ્ભુત રામાયણનો પ્રસંગ યાદ આવે છે જે તમારી સૌ સમક્ષ રાખવા માંગું છું. અયોધ્યા ગામમાં મંદિર પાસે અમુક લોકો બેસી વાતો કરી રહ્યા હતા. એમાં બે વ્યક્તિઓ વચ્ચે વાત ચાલી કે રામ ભગવાને અયોધ્યામાં જ કેમ જન્મ લીધો ? ભારતમાં તો ઘણા સારા પ્રદેશો છે. હિમાલયની તળેટીમાં અદ્ભુત કુદરતનો ખજાનો છે. ત્યાનું પ્રાકૃતિક સૌન્દર્ય મનભાવન છે. તો અયોધ્યા કેમ ? આ વાત થઇ રહી હતી એવામાં ત્યાંથી એક સંત પસાર થયા અને એ વ્યક્તિઓ વચ્ચેની આં વાત સાંભળી રહ્યા હતા. સંત નજીક આવ્યા સૌ કોઈએ એમને નમન કર્યું અને કહ્યું , ‘’ મહંત અમને આ પ્રશ્નનો ઉકેલ આપો કે રામ ભગવાન અયોધ્યાની ભૂમિ પર જ કેમ જન્મ લીધો. ? ‘’ સંત ત્યાં બેસે છે અને કહે છે ‘’ રામાયણનો એક પ્રસંગ સાંભળો તમને જણાવું.
New Episodes : : Every Saturday
જીવનરથ (ભાગ 1)
જીવનરથ - સોહમ બ્રહ્મભટ્ટ પ્રસંગ – ૧ આજનો યુગ એક જુદા જ માનસમાં જીવી રહ્યો છે. વિચાર, વાણી અને વર્તનમાં તદ્દન બદલાવ જોવા મળે છે. આજના યુગમાં પરિવાર વિખુટો પડતો જાય છે. અનહદ પ્રેમ કરનાર પ્રેમીઓ એકબીજાથી સાવ નજીવા કારણના લીધે અલગ થતા જાય છે. હું કોઈ વિચારધારા તો ના બદલી શકું પરંતુ માનસપટ પર એક સારા વિચારનું બીજ રોપી શકું તો પણ ઘણું છે. મેં કરેલા સફર અને લોકોના અનુભવો જાણી આજે એક અદ્ભુત રામાયણનો પ્રસંગ યાદ ...Read More