ચક્રવ્યુહ...

(2.9k)
  • 285.6k
  • 178
  • 190.4k

“આજે તેનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુની તેને ચિંતા પણ હતી અને બીજી બાજુ તે એકદમ ખુશ પણ હતો. ખુશી અને ચિંતા વચ્ચે ઝોલા ખાતા તેને રાત્રે ઊંઘ પણ બહુ ઓછી આવી હતી. છેલ્લા એક વર્ષથી જે કંપનીમાં પોસ્ટ મેળવવા માટે તે તૈયારી કરતો હતો તે દિવસ આવી ચુક્યો હતો, હવે બસ એક રાત બાકી હતી. ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દિલ્હીની ખુબ જ ખ્યાતનામ કંપની હતી. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની શાખા વિસ્તરેલી હતી. કોઇપણ વ્યક્તિ આ કંપનીમાં નોકરી મળે તેને પોતાનુ સદભાગ્ય સમજતા પરંતુ જેની વિખ્યાતી આટલી મોટી હોય તે કંપનીમાં સરળતાથી નોકરી મળી શકતી નહી. એ જ કંપનીમાં નોકરી મેળવવા છેલ્લા એક વર્ષથી રોહન ઉપાધ્યાય પર્શનાલીટી ડેવલપમેન્ટ, જનરલ નોલેજ, માઇન્ડ શાર્પનેશ જેવા અનેક ક્લાસ કર્યા હતા. રોહને માત્ર જ્ઞાનને જ એકમાત્ર પરિબળ માન્યુ ન હતુ પરંતુ પોતાની પર્શનાલીટી અસરકારક છાપ છોડી જાય તે માટે તેણે અનેક મલ્ટીનેશનલ કંપની દ્વારા લેવામાં આવતા અનેક ઇન્ટરવ્યુ પર ઘણુ શંશોધન કર્યુ હતુ. “ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન” કહેવત મુજબ તે કોઇપણ ખતરો ઉઠાવવા માંગતો ન હતો.

Full Novel

1

ચક્રવ્યુહ... - 1

ભાગ-૧ RUPESH GOKANI “આજે તેનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુની તેને ચિંતા પણ હતી અને બીજી બાજુ તે એકદમ ખુશ પણ ખુશી અને ચિંતા વચ્ચે ઝોલા ખાતા તેને રાત્રે ઊંઘ પણ બહુ ઓછી આવી હતી. છેલ્લા એક વર્ષથી જે કંપનીમાં પોસ્ટ મેળવવા માટે તે તૈયારી કરતો હતો તે દિવસ આવી ચુક્યો હતો, હવે બસ એક રાત બાકી હતી. ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દિલ્હીની ખુબ જ ખ્યાતનામ કંપની હતી. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ તેની શાખા વિસ્તરેલી હતી. કોઇપણ વ્યક્તિ આ કંપનીમાં નોકરી મળે તેને પોતાનુ સદભાગ્ય સમજતા પરંતુ જેની વિખ્યાતી આટલી મોટી હોય તે કંપનીમાં સરળતાથી નોકરી મળી શકતી નહી. ...Read More

2

ચક્રવ્યુહ... - 2

ભાગ-૨ ચક્રવ્યુહ નોવેલના પ્રથમ પ્રકરણમાં આપણે વાંચ્યુ કે હેન્ડસમ યુવાન રોહન ઉપાધ્યાય ખન્ના ગૃપ ઓફ કંપનીમાં ઇન્ટરવ્યુ દેવા જાય ત્યાં તેનું ઇન્ટરવ્યુ ખુબ સારૂ જાય છે અને રોહન ખુબ ખુશ થાતો પોતાના માદરે વતન ભુજ પહોંચી જાય છે તેના માતા-પિતાને મળવા અને પોતાના મિત્રોને મળવા પહોંચી જાય છે, ત્યાં તે પોતાના જીગરજાન મિત્રો સાથે માંડવી બીચ પર ફરવા જાય છે અને ખુબ મોજમસ્તી કરે છે, પાછા ફરતી વખતે અચાનક તે ગાડી રોકવાનું કહે છે, ચલો હવે વાંચીએ આગળ................... “શું થયુ રોહન??? અચાનક કેમ કારને રોકી? એનીથીંગ સીરીયસ?” અભયે પુછ્યુ. “સોરી ગાઇઝ બટ આઇ વોન્ટ ટુ બી ફ્રેશ.” રોહને ઇશારો ...Read More

3

ચક્રવ્યુહ... - 3

ભાગ-૩ ચક્રવ્યુહ નોવેલના બીજા પ્રકરણમાં તમે વાંચ્યુ કે રોહનને કાંટાની વાળ પાછળ દુલ્હનના કપડા અને ઘરેણાની છાબ દેખાય છે કોઇના રડવાનો અવાજ આવે છે, તેના મિત્રોને બોલાવતા ત્યાં બધુ ગાયબ હોય છે, બીજા દિવસે વાડીએ હોજમાં તેને કોઇ ડુબાડતુ હોય તેવો ભાસ થાય છે અને અચાનક સવારે તેનો ફોન રણકી ઉઠે છે, હવે વાંચો આગળનો ભાગ-૩ “હેલ્લો, મિસ્ટર ઉપાધ્યાય સ્પીકીંગ?” “યસ, રોહન ઉપાધ્યાય સ્પીકીંગ. હુ આર યુ?” “આઇ એમ ફ્રોમ ખન્ના ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ. આઇ એમ ગ્લેડ ટુ ઇનફોર્મ યુ ધેટ યુ આર વન ઓફ ધ સિલેક્ટેડ પર્શન. પ્લીઝ ચેક યોર મેઇલ. વી સેન્ટ યુ ધ જોઇનીંગ ...Read More

4

ચક્રવ્યુહ... - 4

(૪) “આટલી રાત્રે છોકરો કેમ રડતો હશે? લાગ છે કાંઇ અજુગતુ બની રહ્યુ છે.” વિચાર કરતા તેણે બાઇક એક પાર્ક કરી અને રડવાની દિશામાં તે ચાલવા લાગ્યો ત્યાં અચાનક જ બે બાઇકસવાર પુરવેગે તેની બાજુમાંથી નીકળ્યા. રોહને જોયુ કે તે બન્નેની વચ્ચે એ જ બાળક હતો જેનો રડવાનો અવાજ આવતો હતો. બીજી કાંઇ પણ પરવા કર્યા વિના રોહને પણ બાઇકનો પીછો કરવા લાગ્યો. ગાડી ભુજ બહાર નીકળી ગઇ તો પણ રોહને તેનો પીછો કરવાનુ ચાલુ જ રાખ્યુ. અચાનક જ રોહનને બાઇક દેખાતી બંધ થઇ ગઇ. રોહને પોતાની બાઇક થોભાવી દીધી અને ચારે બાજુ નજર કરવા લાગ્યો. “ઓય.......માળી......રે..........” બસ ...Read More

5

ચક્રવ્યુહ... - 5

ભાગ-૫ બીજે દિવસે રવિવાર હતો આથી રોહનને શાંતિ હતી. પોતાના રૂમ પર પહોંચી તેણે આરામ કર્યો. બીજા દિવસથી જ જોઇન કરવાની હોવાથી ન્યુ બેગ અને ટાઇ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરી લીધી. રાત્રે બહાર જ ડિનર કરી રોહન રૂમ પર આવી ગયો અને વહેલો જ ઊંઘી ગયો. વહેલી સવારે ઉઠી નાહીધોઇને રોહન તૈયાર થઇ આઠ વાગ્યે ઘરેથી ઓફિસ જવા નીકળી ગયો. તેના રૂમથી ઓફિસ વચ્ચેનું અંતર વીસેક મિનિટ જેવુ જ હતુ અને ઓફિસનો સમય ૯.૦૦ વાગ્યાનો હતો પણ પહેલો જ દિવસ હોવાથી રોહન કોઇ રીશ્ક લેવા ઇચ્છતો ન હતો આથી તે વહેલો જ ઓફિસ જવા નીકળી ગયો. “હેલ્લો ...Read More

6

ચક્રવ્યુહ... - 6

ભાગ-૬ સાંજે છ વાગ્યે સ્ટાફ જતો રહ્યો હતો પણ રોહન અને રોશની બન્ને હજુ કામ કરી રહ્યા સાતેક વાગ્યે કાશ્મીરા મીટીંગ પુરી કરીને આવી ત્યાં તેણે બન્નેને કામ કરતા જોયા, રોશનીની છબી તો બહુ સારી હતી પણ સાથે સાથે રોહનને પણ એકાગ્રતાથી કામ કરતો જોઇ કાશ્મીરાના ચહેરા પર ખુશીના ભાવ અંકિત થયા વિના રહ્યા નહી. કામ પુરુ થતા રોહન ઘર જવા નીકળી ગયો. ઘરે પહોંચી તેણે પોતાના મમ્મી પપ્પા સાથે ફોન પર વાત કરી બધા સમાચાર આપી દીધા. પહેલા જ દિવસે ખુબ કામ કર્યા બાદ રોહનને ખુબ થાક જણાતો હતો આથી જલ્દીથી જમી તે સુઇ ગયો. કામના ...Read More

7

ચક્રવ્યુહ... - 7

ભાગ-૭ “ઓ.કે. મેડમ.” સુબ્રતો રોયે કાશ્મીરાને માઇક આપ્યુ અને તેઓ પાછળ ખસી ગયા. “ત્રીજુ અને આખરી નામ જે ગૃપ સાથે જોડાવાનુ છે તેના વિશે થોડુ કહેવા ઇચ્છું છું. એ વ્યક્તિ ખુબ મહેનતુ, એક્સ્ટ્રા ઓર્ડીનરી પર્શનાલીટી ધરાવે છે. સાચી વાત કહેવામાં જરા પણ અચકાઇ તેમ નથી. સમયનું મહત્વ તેના માટે ખુબ જ છે. મળતાવડો સ્વભાવ અને પોતાની વાત કોન્ફીડન્સથી કહેવાની ખાસીયત અને કાંઇક કરી છુટવાની ભાવના ધરાવે છે તે વ્યક્તિ.” “રોશની નાઉ આઇ હેવ ટુ ક્વિટ. છેલ્લો દિવસ છે મારો ખન્ના ગૃપ સાથે. મને નથી લાગતુ કે લાસ્ટ નામ મારુ એનાઉન્સ થાય.” રોહનના ચહેરા પર ગભરાહટ સાફ સાફ ...Read More

8

ચક્રવ્યુહ... - 8

ભાગ-૮ “ગુડ મોર્નીંગ રોશની. હીઅર ઇઝ અ સ્વીટ ફોર યુ. ચલો મીઠુ મોં કરી ગઇકાલની વાતને ભૂલી જાઓ પ્લીઝ.” આવતા જ કહ્યુ. “મિસ્ટર ઉપાધ્યાય, ઓફીસના કામે મીઠુ મોઢુ કરી સમય બગાડવો એ અહીના નિયમોની સખત વિરૂધ્ધ છે માટે પ્લીઝ આ ટાઇમપાસ બંધ કરો અને કામમાં ધ્યાન આપો.” રોશનીએ કડલાઇથી રોહનને સંભળાવી દીધુ. રોહન તો સમસમી ગયો. તેણે મીઠાઇના બોક્ષને બંધ કરી એકબાજુ મૂકી દીધુ અને કામે લાગી ગયો. મનમાં તો બસ એ જ વિચાર ચકરાવા લઇ રહ્યો હતો કે રોશની ખરેખર ગંભીર છે કે હજુ આજે પણ તેનો મજાકનો દૌર ચાલુ છે. એ બધા વિચારોને પડતા ...Read More

9

ચક્રવ્યુહ... - 9

ભાગ-૯ “મીસ્ટર રોહન, બ્રીલીયન્ટ આઇડીયા. મને આ પ્રોડક્ટને આ રીતે પ્રેઝન્ટ કરશો તેવો જરા પણ ખ્યાલ ન હતો. આપણી એડવર્ટાઇઝ ખુબ ધુમ મચાવશે.” મીટીંગમાં સુરેશ ખન્નાએ રોહને બનાવેલી એડ જોતા જ તેને શાબાશી આપતા કહ્યુ. “થેન્ક્સ સર.” “ગુડ જોબ યંગ મેન. આઇ એપ્રીસીયેટ યોર વર્ક. તમને તમારી કુનેહનું યોગ્ય વળતર મળશે જ.” મીટીંગમાં બધાની વચ્ચે સુરેશ ખન્નાના મોઢે રોહનના આટલા વખાણ સાંભળી બધા દંગ રહી ગયા કારણ કે સુરેશ ખન્ના આસાનીથી કોઇના વખાણ કરતા નહી. છ મહીનામાં જ રોહનને તગડુ બોનસ અને પુરસ્કાર ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યુ. દિન-પ્રતિદિન રોહન તેની કામ કરવાની કુનેહ અને પ્રામાણીકતાથી સુરેશ ખન્ના અને કાશ્મીરાના ...Read More

10

ચક્રવ્યુહ... - 10

ભાગ-૧૦ “પાપા, આ તમારી કાર પાસે કોણે કાગળ સળગાવ્યા છે? સફાઇ કામદારે અહી શું આ બધા કાગળો સળગાવ્યા હશે? ફેકવાને બદલે અહી કાગળ સળગાવે છે, બધાને કામ કરવાની પધ્ધતિ શીખવાડવી પડશે એમ લાગે છે.” કાશ્મીરા હજુ ગુસ્સામાં જ હતી. “અરે બેટા, ચીલ કરને પ્લીઝ. અત્યારે આપણી પ્રાથમિકતા રોહનની હેલ્થ જાણવાની છે તો જલ્દી ચાલ હોસ્પીટલ, આ બધો ગુસ્સો પછી કાઢજે તુ.”“હાસ્તો પાપા, લેટ’સ ગો.” અને કાર એપોલો હોસ્પીટલની દિશામાં રવાના થઇ. ************ “ઇઝ એવરીથીંગ ઓ.કે. વીથ યુ રોહન? અચાનક તમારી તબીયત બગડી ગઇ?” કાશ્મીરાએ આવતાવેંત જ પુછ્યુ.“આઇ ડૉન્ટ ક્નો મેડમ, કાલ સુધી તો એકદમ ચુસ્ત તંદુરસ્ત હતો ...Read More

11

ચક્રવ્યુહ... - 11

ભાગ-૧૧ “હાઉ આર યુ યંગ બોય રોહન?” સુરેશ ખન્નાએ ઉત્સાહપૂર્વક આવતા તેને પૂછ્યુ. “વેરી ફાઇન સર. બસ આજે મળી જશે.”“ઇટ’સ ઓ.કે. યંગ મેન. હજુ બે-ચાર દિવસ આરામ કર્યા બાદ જ ઓફિસ જોઇન કરજે. બાય ધ વે, આ બાબતની જાણ તારા ઘરે તે કરી કે નહી?” “બસ આજે સવારે જ ફોન આવ્યો હતો પપ્પાનો ત્યારે મે તેમને બધી વાત કરી, પહેલા જાણ કરી હોત તો તે નાહક ચિંતા કરત, આજે પપ્પાને કહ્યુ તો તેઓ અહી આવવા માટે જીદ્દ કરવા લાગ્યા. મહા મહેનતે મે તેમને રોક્યા છે.”“જો રોહન, મા-બાપનું દિલ બહુ નાજુક હોય છે, સંતાન પર નાની અમથી તકલિફ ...Read More

12

ચક્રવ્યુહ... - 12

ભાગ-૧૨ “મેડમ, મે આઇ કમ ઇન? “ “યા, કમ ઇન રોહન.” “મેડમ, થોડી ચર્ચા કરવાની હતી તમારી રોહને અચકાતા અચકાતા કહ્યુ. “યા ટેલ મી, વ્હોટ હેપ્પન્ડ? ક્યા ટૉપીક પર ચર્ચા કરવા માંગે છે?”“છેલ્લા દિવસે સર આવ્યા હત્અઅ હોસ્પિટલ અને.........” “એક્સક્યુઝ મી રોહન, આઇ હેવ અન અર્જન્ટ કોલ ફ્રોમ દેહરાદુન બ્રાન્ચ.” “ઓ.કે. મેડમ.”“હે ભગવાન, સરે મને દ્વિધામાં મૂકી દીધો છે, પપ્પા એમ કહે છે કે કાશ્મીરા મેડમ હા કહે તો તેમને કોઇ વાંધો નથી પણ અહી તો મેડમ સાથે એ બાબતે વાત કરતા પણ ડર લાગે છે. મમ્મી-પપ્પાને બોલાવી તો લીધા છે પણ બર્થડે પાર્ટીમાં ...Read More

13

ચક્રવ્યુહ... - 13

ભાગ-૧૩ “રોહન, જો જે કાંઇ પગલુ ભરે તે જાણી સમજીને ભરજે, કારણ કે અમે તો તારા સાહેબ કે તેની ઓળખતા પણ નથી અને આ ગર્ભશ્રીમંત લોકોને એમ કાંઇ આંખ બંધ કરીને ભરોસો ન કરાય, તેની સાથે લગ્ન કરાવીને અમારે તો અમારો લાડકવાયો દિકરો હંમેશાને માટે ખોવાનો જ ને?” રોહનના મમ્મીએ સલાહ આપતા કહ્યુ. દિલ્લી આવ્યા ત્યારથી લઇને અત્યારે રાત્રીના અગિયાર વાગ્યા સુધી રોહનના મમ્મીના મોઢે બસ ચિંતીત સ્વર જ નીકળી રહ્યા હતા જ્યારે તેના પિતાજી ગહન વિચારધારામાં ખુરશી પર આંખો ઢાળીને બેઠા હતા. “મમ્મી મારે આ બાબતે એકલાને જ નિર્ણય કરઓ હોત તો હું લગ્ન બાદ જ તમને બધુ ...Read More

14

ચક્રવ્યુહ... - 14

પ્રકરણ-૧૪ “પુષ્પ કુંજ” શ્રીમાન સુરેશ ખન્નાના દિલ્લી સ્થિત મહેલનું નામ અને નામ પ્રમાણે જ ગુણોથી સભર હતુ પુષ્પકુંજ. ભવ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતા જ જાણે કોઇ ફૂલવાડીમાં આવી પહોંચ્યાનો અહેસાસ આવનાર કોઇને પણ સહેજે થઇ આવતો. ભાતભાતના અને અવનવા રંગના ગુલાબના છોડ બન્ને બાજુએ પોતાની સુગંધને પાથરી અને આવનારનું સ્વાગત કરી રહ્યા હતા. તેની બન્ને બાજુ મોગરાની મીઠી સોડમ આવનારનું મન મોહી લેતી હતી. દૂર ફરતે દિવાલને લગોલગ આસોપાલવ, નાળીયેરી,કેળના વૃક્ષો તો એવા શોભી રહ્યા હતા જાણે મહેલને ફરતે આ વૃક્ષોરૂપી દિવાલ જ ન હોય! જરા આગળ જ આવતા વૃદાનુ વન એવા તુલસીજીના વનમાં પહોંચી ગયા હોય તેવી મહેક તન ...Read More

15

ચક્રવ્યુહ... - 15

પ્રકરણ – ૧૫ “કેમ પ્રકાશભાઇ, તમે કાંઇ કોલ્ડ ડ્રીંકસ કે સ્નેક્સ વિના ઊભા છો? આમ તે કાંઇ ચાલે?” સુરેશ પ્રકાશભાઇ પાસે આવતા જ પૂછ્યુ અને સર્વન્ટને બોલાવી સ્નેક્સ-કોલ્ડ ડ્રીંકસ મંગાવ્યા. “અરે ખન્ના સાહેબ, તમે અમારી ઉપાધી ન કરો, આમ પણ અમને આ બધુ બહારનું અને મસાલેદાર લેવાની બહુ ઓછી આદત છે.” પ્રકાશભાઇએ પ્રત્યુતર વાળતા કહ્યુ. “તમને પસંદ આવે એવુ મંગાવીએ તો?” કહેતા જ તેણે સર્વન્ટને કહીને ફ્રેશ પાઇનેપલ જ્યુસનો ઓર્ડર લાવવા કહ્યુ. “ખન્ના સાહેબ આ બધી ફોર્માલીટીની શું જરૂરિયાત છે, અમારી ચિંતા ન કરો તમે.” “તમારી ચિંતા કરવી એ મારી ફરજ છે પ્રકાશભાઇ, થોડીવારમાં જ ...Read More

16

ચક્રવ્યુહ... - 16

( ૧૬ ) “અટેન્શન લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઇ હેવ અન અટેન્શન પ્લીઝ. તમે લોકો જેને મળવા માટે ઉત્સુક તે ઘડી આવી ચૂકી છે, ઇશાન,પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ.” કાશ્મીરાએ જેવુ એનાઉન્સ કર્યુ કે ધડાકાભેર સ્ટેજ પરથી વચ્ચેનો ભાગ ખુલ્લો થઇ ગયો અને નીચેથી ઇશાન ઉપર સ્ટેજ તરફ આવતો બધા જોઇ રહ્યા. ખુબ ધીમે ધીમે ઇશાન ઉપર સ્ટેજ તરફ આવી રહ્યો હતો અને બધા લોકો તાળીઓના ગડગડાટથી તેને વધાવી રહ્યા હતા. ઇમ્પોર્ટેડ શુટ બુટમાં સજ્જ ઇશાન રાજકુમાર જેવો લાગતો હતો. ચહેરા પર રાજસી રૂઆબ અને હળવી સ્માઇલ સાથે તે બધાના અભિવાદન કરી રહ્યો હતો, સ્ટેજ પર આવતા જ ઇશાનને ...Read More

17

ચક્રવ્યુહ... - 17

પ્રકરણ-૧૭ રોહન અને કાશ્મીરાની સગાઇના ન્યુઝ સાંભળી કેટલાક લોકોના ચહેરા પર ખુશી છવાઇ ચૂકી હતી, કેટલાક લોકોના ચહેરા આશ્ચર્યથી ગયા હતા જ્યારે કોઇ એક હતુ જે ખુણામાં બેસી આંસુઓના દરિયામાં ગરકાવ થઇ રહ્યુ હતુ જ્યારે કાશ્મીરા ગુસ્સાથી લાલચોળ થઇ યંત્રવત્ત સ્ટેજ પર ઊભી હતી, તેને શું રીએક્ટ કરવુ તેનુ પણ ભાન રહ્યુ ન હતુ જ્યારે સુરેશ ખન્ના તો પોતાની ખુશીમાં આનંદથી હિલોળા લઇ રહ્યા હતા. “પાપા આ કાંઇ સમય છે આવી એનાઉન્સમેન્ટ કરવાનો? તમને મે પહેલા જ કહ્યુ હતુ કે મારો લગ્નનો કોઇ વિચાર નથી અને એ પણ રોહન સાથે. રોહન એ આપણી કંપનીનો એમ્પ્લોઇ છે, માન્યુ કે તે ...Read More

18

ચક્રવ્યુહ... - 18

પ્રકરણ-૧૮ “ઓહ માય ગોડ.” મુંબઇ બ્રાન્ચ અને ગોડાઉનની હાલત જોઇ કાશ્મીરા અંદરથી હચમચી ગઇ હતી, બહુમૂલ્ય કાપડના ત્રણ ગોડાઉન બળીને ભડથુ થઇ ગયા હતા અને બ્રાન્ચમાંથી પણ અમૂક કિંમતી ફાઇલ્સ ગાયબ હતી અને બ્રાંચમાં પણ બહુ ભારે નુકશાન થયુ હતુ. “સુબ્રતો અંકલ, આ બધી મેટરની પાપાને જાણ કઇ રીતે કરવી? તે તૂટી પડશે. કરોડોનું નુકશાન એ બરદાસ્ત નહી કરી શકે.” “મેડમ, આગ રાત્રે લાગી પણ કઇ રીતે આગ લાગી તેની તપાસમાં કાલથી તંત્ર દોડતુ થયુ છે પણ હજુ તેની પાછળના સ્પષ્ટ કારણો તે શોધવામાં નિષ્ફળ રહી છે, પહેલા મે સરને કોલ કર્યો હતો પછી તમને પણ કોલ ...Read More

19

ચક્રવ્યુહ... - 19

( 19 ) “હેલ્લો મિસ્ટર દેશમુખ, માયસેલ્ફ કાશ્મીરા ખન્ના.” કાશ્મીરાએ દેશમુખ સાહેબને પોતાનો પરિચય આપતા કહ્યુ. “નાઇસ ટુ યુ મેડમ, પ્લીઝ હેવ અ શીટ.” “થેન્ક યુ, દેશમુખ સાહેબ.” “સર, આ અમારી મુંબઇ બ્રાન્ચના ઇન્સ્યોરન્સ પેપર્સ અને જરૂરી કાગળો છે, પ્લીઝ તમે ચેક કરી લો અને કાંઇ પણ પેપર્સની ઘટ હોય તો કહો.” સુબ્રતોએ ફાઇલ આપતા કહ્યુ.. મિસ્ટર દેશમુખ બહુ ચિવટથી ફાઇલ અને તમામ પેપર્સ અને ભરેલા પ્રિમીયમની રિસીપ્ટ અને એ બધુ ચેક કરવા લાગ્યા. આ બાજુ કાશ્મીરા બહુ શ્યોર હતી કે તેમનો ક્લેઇમ આરામથી પાસ થઇ જ જશે. “મેડમ, જરૂરી તમામ પેપર્સ ફાઇલમાં ઉપલબ્ધ છે ...Read More

20

ચક્રવ્યુહ... - 20

પ્રકરણ-૨૦ “મિસ્ટર રોહન, ઇમીડ્યેટ્લી કમ ઇન માય ચેમ્બર.” કાશ્મીરાએ આવતાવેંત જ ઇન્ટરકોમથી રોહનને બોલાવ્યો. “યસ મેડમ, કમીંગ.” આઇ કમ ઇન મેડમ?” “યસ કમ ઇન એન્ડ ગીવ મી ક્લેરીફીકેશન અબાઉટ ડ્યુ પેમેન્ટ.” “જી મેડમ, આ રહી ફાઇલ. આ ફાઇલ્સમાં તમામ રિસીપ્ટ સામેલ કરી છે.” રોહને ફાઇલ આપતા કહ્યુ. “આ ફાઇલ્સની મારે આરતી ઉતારવાની?” ફાઇલને હવામાં ફંગોળતા કાશ્મીરા ખુરશી પરથી ઊભી થઇ ગઇ. “સોરી મેડમ, લાસ્ટ ડ્યુ પેમેન્ટ હળબળીમાં ભરવાનુ ચુકાઇ ગયુ. મે આજે જ નિરવને મોકલ્યો છે બ્રાન્ચ પર આ બાબતે ઇંક્વાયરી માટે, બસ એ હમણા આવતો જ હશે.” “નિરવ આવે એ પહેલા ...Read More

21

ચક્રવ્યુહ... - 21

પ્રકરણ-૨૧ “મે આઇ કમ ઇન સર?” બે દિવસથી ચિંતામાં એકએક પળ વિતાવતા સુરેશ ખન્ના તેમની કેબીનમાં ગુઢ ચિંતામાં બેઠા ત્યારે પ્યુને રજા માંગતા તેમની અવિરત વિચારધારાને બ્રેક મારતા અંદર આવવાની રજા માંગી. “હા આવો આવો અનવરકાકા. બોલો બોલો શું કામ પડી આવ્યુ?” “સાહેબ આ સી.ડી. બહાર એક માણસ આપી ગયો અને તમને આપવાનુ કહ્યુ છે.” અનવરકાકાએ સી.ડી. આપતા કહ્યુ. “સી.ડી.? કોણ આપવા આવ્યુ હતુ અને શું છે આ સી.ડી. માં?” “સાહેબ એ કોણ હતુ એ નામ તો ના આપ્યુ પણ બસ એટલુ કહ્યુ કે હું ખન્ના સાહેબનો શુભચિંતક છું અને તેમને કહેજો કે સી.ડી. મળે ...Read More

22

ચક્રવ્યુહ... - 22

પ્રકરણ-૨૨ “હાય ઇશાન, હાઉ’ઝ યુ બડી?” “નથીંગ યાર મયંક, જસ્ટ બોરીંગ એટ હોમ.” “હમ્મ્મ, મી અલ્સો. હેય, આઇ એન આઇડિયા, લેટ’સ ગો આઉટસાઇડ. મસ્ત હરીયાલીને જોઇને સારો ટાઇમપાસ થઇ જશે.” “ગુડ આઇડિયા, એક કામ કરું હું હમણા આવુ છું તને પીક કરવા પછી નીકળીએ આપણે બહાર. તુ વિહાન અને અંકિતને પણ કોલ કરી લે, બધા સાથે નીકળીએ.” “ઓ.કે. આઇ એમ વેઇટીંગ.” મયંકે ફોન કટ કર્યો અને તે તૈયાર થવા પોતાના રૂમમાં જતો રહ્યો, આ બાજુ અમીર બાપનો એક નો એક દિકરો ઇશાન પણ રેડ્ડી થવા લાગ્યો. હમણા જ સતર વર્ષ પૂર્ણ કરી અઢારમાં વર્ષમાં પ્રવેશ ...Read More

23

ચક્રવ્યુહ... - 23

પ્રકરણ-૨૩ “વીલ યુ જોઇન મી ઓન ડાન્સ ફ્લોર?” લગભગ અડધી કલાકની અરસપરસની વાતચીત બાદ ઇશાન અને અરાઇમા બન્ને એકબીજાના મિત્રો બની ગયા હોય તેવુ લાગ્યુ. “યા શ્યોર.” “લેટ’સ ગો બેબી.” બોલતા ઇશાને અરાઇમાને ડાન્સ ફ્લોર પર આવવા માટે હાથ લંબાવ્યો અને બન્ને લાઉડ મ્યુઝીકમાં ડાન્સમાં મસ્તીથી ઝુમવા લાગ્યા. “વાહ બોસ, શું આઇટમ પટાવી છે, માની ગયો તને ઇશાન.” પાછળથી હળવેકથી અંકિતે ઇશાનને કાનમાં કહ્યુ એ સાંભળી ઇશાને અંકિત સામે આંખ મીચકારી. “યે મૌસમ કી બારીસ.....” ગીત વાગતા જ ઇશાને અરાઇમાને આત્મવિશ્વાસથી પોતાની બાહોમાં લઇ લીધી જાણે તેને ખબર જ હતી કે અરાઇમા આ વાતનો વિરોધ નહી ...Read More

24

ચક્રવ્યુહ... - 24

પ્રકરણ-૨૪ “વાઉ યાર, અરાઇમા સાથે આખી રાત અને એ પણ તેના બેડરૂમમાં, માની ગયા ઇશાન તને યાર. એવું તે ચક્કર ચલાવ્યુ કે એ તને તેનુ સર્વસ્વ આપવા તૈયાર થઇ ગઇ?” વિહાન અને અંકિતને ઇશાને મળવા બોલાવ્યા અને બધી વાત કરી ત્યારે બન્નેએ તેની મસ્તી ઉડાવતા કહ્યુ. “યાર તમે બન્ને શું દાઝ્યા પર ડામ દ્યો છો? પ્લીઝ સ્ટોપ ધીસ નોન-સેન્સ.” “નોન સેન્સ??? અરે બરખુરદાર એક જ રાતમાં ગર્લ્સથી ધરાઇ ગયો? એવુ તે શું છે અરાઇમા મેડમમાં કે તને એક રાતમાં જ નશો ઉતારી દીધો?” અંકિતે હસતા હસતા પુછ્યુ. “યાર એવુ કાંઇ નથી અંકિત, મારો ઇરાદો તો જસ્ટ તેની ...Read More

25

ચક્રવ્યુહ... - 25

પ્રકરણ-૨૫ “ડરવાની જરૂર નથી અરાઇમા, આઇ એમ ઓલ્વેઝ વીથ યુ.” બમ્પ આવતા જ પાછળ બેઠેલી અરાઇમાનો ચહેરો જોઇ ઇશાને અને સાઇડ ગ્લાસમાંથી તેની સામે સ્માઇલ કર્યુ. “યે હુઇ ના બાત ડીઅર.” અરાઇમાના ચહેરા પર આવતી સ્માઇલ જોઇ ઇશાન બોલ્યો. “અરે યાર, ડરવાની જરૂર નથી, યુ કેન હગ મી.” ઇશાને ફરી અરાઇમા સામે જોઇ આંખ મીચકારી. “પ્લીઝ સ્ટોપ ઇટ ઇશાન. આઇ એમ કમ્પ્લીટલી મુડલેશ.” “યાર તારો મુડ સુધારવા જ તને હું બહાર લઇ આવ્યો છું. પ્લીઝ હવે મારી સાથે છો એટલે મુડ ઓફ નહી ચાલે.” વાતો કરતા કરતા બન્ને દિલ્લીથી આગળ હાઇ-વે પર પહોંચી ગયા અને ત્યાં ...Read More

26

ચક્રવ્યુહ... - 26

પ્રકરણ-૨૬ “પાપા, કાંઇ ક્લ્યુ મળ્યો કે પેલી સી.ડી. કોણે મોકલી હતી?” કાશ્મીરાએ ચેમ્બરમાં આવતા પુછ્યુ. “નહી બેટા, મારા સુત્રો દ્વારા મે આ વાતની જડ સુધી પહોંચવાની ટ્રાય કરી પણ કાંઇ કળી મળતી નથી. દેશમુખ બહુ ચાલાક છે, મને તો લાગે છે તેણે જ આ બધુ ઉપજાવેલુ છે અને મને બ્લેકમેઇલ કરવા માંગતો હતો.” “આઇ ડોન્ટ થીંક કે દેશમુખ આ બધી બાબતનું મૂળ હોય. આ બધી ટ્રીક પાછળ માસ્ટર માઇન્ડ બીજુ કોઇક જ છે જે આપણે કોઇપણ ભોગે તોડવા ઇચ્છે છે. મુંબઇ બ્રાંચનું નુકશાન હજુ મારા મગજમાંથી જતુ જ નથી ત્યાં તમારી આ સી.ડી. આવી અને હમણા ઇશાન.....” ...Read More

27

ચક્રવ્યુહ... - 27

પ્રકરણ-૨૭ “મેડમ, મે આઇ કમ ઇન?” “યસ કમ ઇન.” કાશ્મીરા બહુ ગહન વિચારધારામાં હતી ત્યાં રોહનને પરમીશન આપતા “જી મીસ્ટર રોહન, કહો શું કામ છે?” બેસવાની પણ ફોર્માલીટી ન કરતા કાશ્મીરાએ ડાઇરેક્ટ મુદ્દા પર આવી. મેડમ, આઇ વોન્ટ ટુ રીઝાઇન. પ્લીઝ ટેઇક ધીસ રેઝીગ્નેશન લેટર એન્ડ એક્સેપ્ટ ઇટ.” “વ્હોટ? આર યુ મેડ મિસ્ટર રોહન? એની સ્પેશીયલ રીઝન?” કાશ્મીરા ખુરશી પરથી ઊભી થઇ ગઇ. “યસ મેડમ, હવે મારાથી અહી જોબ થઇ શકે તેમ નથી.” કહેતા રોહને પોતાનું રાજીનામુ ટેબલ પર ધર્યુ. “પણ પ્રોબ્લેમ શું છે એ ક્લીયર કરશો તમે મિસ્ટર રોહન? આવડી તગડી સેલેરી છે, રહેવા ...Read More

28

ચક્રવ્યુહ... - 28

પ્રકરણ-૨૮ “કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતા? ક્યારનો બેલ મારુ છું.” ઇશાન ગુસ્સે થતા બોલતો જ હતો ત્યાં અરાઇમા ભેટી ચોધાર આંસુએ રડવા લાગી. “શું થયુ વળી? અચાનક આ રીતે કેમ રડે છે? એની પ્રોબ્લેમ? કોઇએ કાંઇ કહ્યુ તને?” ઇશાને એક શ્વાસે ઘણા પ્રશ્ન પૂછી નાખ્યા પણ સામે અરાઇમા બસ રડે જઇ રહી હતી. તેની વાંચા તો જાણે હણાઇ જ ગઇ હતી. અસ્ત વ્યસ્ત કપડા, ખુલ્લા વાળ અને ઘણા સમયથી રડી રડીને લાલઘુમ થયેલી આંખો અને કોઇ ડરને કારણે ધૃજતુ અરાઇમાનું શરીર. આ બધુ જોઇને ઇશાન પણ ડઘાઇ ગયો. “પ્લીઝ યાર આમ રડૅવાથી મને કેમ ખબર પડશે કે તને ...Read More

29

ચક્રવ્યુહ... - 29

પ્રકરણ-૨૯ ઇશાને જોયુ કે થોડે આગળ જ અરાઇમા દોડતી જઇ રહી હતી, ખુબ ભયાનક ટ્રાફીક વચ્ચે તે દોડી રહી ઇશાન કારને દોડાવવાની ટ્રાય કરી પણ થોડે જ આગળ ચાર રસ્તા પર સ્ટૉપનું સિગ્નલ દેખાતા તેણે કારને થોભાવવી પડી. “ડેમ ઇટ. આ સિગ્નલને પણ અત્યારે જ ફ્લેશ થવુ હતુ. હે ભગવાન અરાઇમા સાથે કોઇ દુર્ઘટના ન ઘટે તો સારૂ. પ્લીઝ બી ફાસ્ટ. જલ્દી જવા દ્યો પ્લીઝ.” દૂર સામે રોડ પર અરાઇમા દેખાતી બંધ થતા તે મનોમન બબડવા લાગ્યો ત્યાં અચાનક રોડ ક્રોસ થતા બે ગાડીઓ અથડાઇ પડી અને તે ગાડીના ડ્રાઇવરો વચ્ચે ઝઘડો થતો ઇશાને જોયો. “થઇ ગયુ હવે ...Read More

30

ચક્રવ્યુહ... - 30

પ્રકરણ-30 “કહું છું ઇશાનને ગયે ઘણો સમય થયો તે હજુ આવ્યો નથી ઘરે, તમે જરા તેના મિત્રોને ફોન કરી તો કરો કે એ ક્યાં છે?” “વેઇટ, થોડી વારમાં આ એકાદ બે ફાઇલ ચેક કરી લઉ પછી ફોન કરુ છું.” સુરેશ ખન્નાએ જયવંતીબેનને જવાબ આપી દીધો પણ એક મા નું હ્રદય તે બધુ માનવા તૈયાર ન થયુ. તે દોડતા કાશ્મીરાના રૂમમાં ગયા. “શું થયુ મમ્મી? કેમ આટલી બેચેની થાય છે? પ્લીઝ બેસી જા અહી, હું ડોક્ટરને બોલાવુ છું.” કાશ્મીરાએ જયવંતીબેનને બેડ પર બેસાડતા કહ્યુ અને જેવી તે ફોન લેવા ગઇ કે જયવંતીબેને તેનો હાથ પકડી લીધો. “શું ...Read More

31

ચક્રવ્યુહ... - 31

પ્રકરણ-31 “હેલ્લો મિસ્ટર ખન્ના, માયસેલ્ફ ઇન્સ્પેક્ટર ચેતન પટેલ. અહી ફરજ પર તૈનાત ડોક્ટરે મને કોલ કરેલો ત્યારે હું અહી હતો પણ તમારો કોઇ અત્તોપત્તો ન હતો.” યુવાનીના જોશથી તરબતોળ ચેતન પટેલ કટાક્ષમાં ઘણુ કહી ગયો. “જી સર, આઇ એમ કાશ્મીરા, અમને જેવી તે ખબર પડી ઇશાનના અકસ્માતની કે અમે તરત જ અહી પહોંચી આવ્યા.” “યુવાનીના દરવાજે પગલા પાડતો તમારો ભાઇ રાતના એક વાગ્યા સુધી ઘરે ન આવે છતા પણ તમારુ કોઇનું પેટનું પાણી પણ ન હલે એ બહુ કહેવાય.” “લુક પટેલ, એ અમારો અંગત મામલો છે, તમે જે અહી ફોર્માલીટી માટે આવ્યા છો તે પૂરી કરો ...Read More

32

ચક્રવ્યુહ... - 32

ભાગ-૩૨ “કાશ્મીરા, તુ અને તારા પપ્પા બન્ને ઘરે નથી અને ઇશાન પણ તેના રૂમમાં નથી, વહેલી સવારે તમે બન્ને જતા રહ્યા? અને ઇશાન ક્યાં છે? ગઇકાલે કોઇનો ફોન આવ્યો હતો ત્યાં મને ઊંઘ આવી ગઇ પછી કાંઇ ખબર જ નથી શું થયુ. મને જલ્દી એ કહે કે ઇશાન ક્યાં છે?” જયવંતીબેને કાશ્મીરા પર પ્રશ્નોની વર્ષા વરસાવી દીધી. “મમ્મી અમે ઇશાનને લઇને આવીએ જ છીએ, તુ તારે આરામ કર. જલ્દીથી આવી જશું ઘરે.” “અરે આરામ નથી કરવો મારે, આજે આવવા દે ઇશાનને ઘરે, તારા પપ્પા તો તેને કાંઇ કહેવાના નથી, આજે બરોબરથી હું તેને ખીજાઇશ. આ કાંઇ રીત છે?” “હા ...Read More

33

ચક્રવ્યુહ... - 33

( ૩૩ ) “આઇ એમ સોરી ટુ સે સર, પાપા હજુ ઇશાનના મૃત્યુના શોકમાંથી બહાર આવ્યા નથી અને જ્યાં મને હબર છે ત્યાં સુધી પાપા આવી કોઇ વીનીતા નામની છોકરીને નહી ઓળખતા હોય.” “સોરી મીસ કાશ્મીરા કે આવા સમયે હું ડિસ્ટર્બ કરી રહ્યો છું આપને અને આપના પરિવારને.” “ઇટ’સ ઓ.કે. સર. અને હા બીજુ કે ઇશાનની કારનો પતો મળ્યો કે?” “હા એ કાર અકસ્માતના ઘટના સ્થળથી થોડા અંતરે પાર્ક કરેલી મળી આવી છે અને તેની જાણ મે ખન્ના સાહેબને ફોન મારફત કરી હતી પણ હવે સમજાય છે કે સાયદ આ બાબતે તેમણે તમારી જોડે કશી વાત ...Read More

34

ચક્રવ્યુહ... - 34

( ૩૪ ) આજે ઇશાનના મૃત્યુને એક મહિનો થઇ ગયો હતો જેથી તેના મૃત્યુ પાછળ આજે બ્રહ્મ ભોજનું આયોજન આવ્યુ હતુ. સુરેશ ખન્ના તો ઇશાનના મૃત્યુના શોકમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યા ન હતા. રોજ થોડા સમય પૂરતા ઓફિસ જઇ આવતા બાકી ઘરે જ રહેતા. બીજી બાજુ જયવંતીબેન તો સંપૂર્ણ રીતે અસ્વસ્થ જ હતા. આમ પણ તેને અનિદ્રાની તકલિફ હતી ઉપરથી આવડૉ મોટૉ આઘાત લાગતા તેની તકલિફ વધી ગઇ હતી. રાત્રે પણ અચાનક ઊંઘમાંથી ઉઠીને ઇશાનના નામની બૂમો પાડતા ઘરમાં ગાંડાની જેમ ફરવા લાગતા. જયવંતીબેનને ઇશાનની યાદમાંથી બહાર લાવવા માટે જ કાશ્મીરાએ ઇશાનનો એક પણ ફોટો ઘરમાં લગાવ્યો ન હતો. ઇશાનના ...Read More

35

ચક્રવ્યુહ... - 35

ભાગ-૩૫ “રોહન, તુ અત્યારે ઘરે આવી શકીશ? એક અર્જન્ટ કામ છે. પાપા ખુબ બકવાટ કરી રહ્યા છે. સરાબ મગજમાં ગઇ લાગે છે. તુ સવારે ગયો ત્યારથી તો સુતા જ હતા પણ અત્યારે જાગ્યા ત્યારથી બકવાસ કરી રહ્યા છે. ઘરે આજે કોઇ નોકર-ચાકર પણ નથી. મમ્મીની તબિયત પણ નાદુરસ્ત છે અને ઘરે બીજુ કોઇ નથી.” રાત્રે અગિયારેક વાગ્યે કાશ્મીરાએ રોહનને કોલ કરતા કહ્યુ. “અરે મેડમ, આટલી ચોખવટ કરવાની જરૂર નથી, હું હમણા જ પહોંચુ છું.” આટલુ કહી રોહને ફોન કટ કરી નાખ્યો અને ચેન્જ કરી કાશ્મીરાના ઘરે જવા બાઇકને દોડાવી દીધી. “શું થયુ મેડમ? ક્યાં છે ખન્ના સર?” ...Read More

36

ચક્રવ્યુહ... - 36

પ્રક્રરણ-૩૬ પછીના બે ચાર દિવસ કાશ્મીરા માટે હળવાશભર્યા રહ્યા. સુરેશ ખન્ના પણ આઘાતમાંથી થોડા બહાર આવતા જણાયા અને થોડો સમય માટે ઓફીસ પણ જવા લાગ્યા, બસ કાશ્મીરાને ચિંતા તેના મમ્મીની હતી. ઇશાનના મૃત્યુ પછી તેની હાલત અત્યંત ખરાબ થઇ રહી હતી અને તેમા સુધારો આવવાને બદલે દિન-પ્રતિદિન તબિયત લથડતી જતી હતી. ઊંઘની તકલિફને કારણે તેનો મગજ પર કન્ટ્રોલ રહેતો નહી અને આરામ માટે તેને ઊંઘની ટેબ્લેટ આપવી પડતી. “પાપા, આઇ એમ સો હેપ્પી કે તમે રીલેક્સ થઇ ગયા છો. જે થયુ તેનો આઘાત તો આજીવન રહેવાનો જ છે પણ રૂટીન લાઇફ જીવવી એ પણ અત્યંત જરૂરી છે. છેલ્લા ...Read More

37

ચક્રવ્યુહ... - 37

પ્રક્રરણ-૩૭ “સાહેબ કઇ બાજુ જવુ છે તમારે?” રીક્ષાચાલકે રોહનને પુછ્યુ પણ રોહને તેને જવાબ ન આપ્યો એટલે રીક્ષાચાલકે રીક્ષો ઊભો રાખી દીધો. “સાહેબ છેલ્લી દસેક મિનીટથી તમને પૂછુ છું કે તમારે જવાનું ક્યાં છે પણ તમે કાંઇ જવાબ આપતા જ નથી. એટલા તે ક્યાં ખોવાઇ ગયા છો કે સાંભળવાનું પણ મૂકી દીધુ છે.” “જી, સોરી ભાઇ. હું જરા વિચારોમાં ખોવાઇ ગયો હતો.” “હવે તમારા વિચારોમાંથી બહાર નીકળો અને મને કહો તમારે જવુ છે ક્યાં?” “એ જ તો ખબર નથી કે ક્યાં જવાનુ છે.” “સાહેબ બાર-બપોરે પી ગયા છો કે શું? કાંઇ કામ ધંધો છે કે ...Read More

38

ચક્રવ્યુહ... - 38

પ્રક્રરણ-૩૮ “આજે દિવસ કઇ બાજુ ઉગ્યો છે કાંઇ સમજાતુ નથી. દસ વાગવા આવ્યા છતા કાશ્મીરા ઓફિસ જવા રેડ્ડી થઇ બહુ કહેવાય.” સુરેશ ખન્નાએ ઘડિયાલમાં જોતા વિચારતા હતા ત્યાં ઉપરના માળેથી જયવંતીબેન આવતા દેખાયા. “અરે જયવંતી, કાશ્મીરા ઊઠી કે નહી? ખ્યાલ છે તને?” સુરેશ ખન્નાએ તેને પુછ્યુ અને હાથ પકડીને સોફા પર બેસાડતા પુછ્યુ. “નહી ખન્ના સાહેબ, મને કાંઇ ખબર નથી. સાચુ કહુ તો ઇશાનના ગયા પછી મારો તો દિમાગ સુનકાર થઇ જતો મને લાગે છે, કાંઇ યાદ પણ રહેતુ નથી. ક્યારેક તો એ પણ ભૂલી જાઉ છું કે દવા પીધી છે કે નહી. છેલ્લી દસ મિનીટ પહેલાનું ...Read More

39

ચક્રવ્યુહ... - 39

પ્રક્રરણ-૩૯ “હેલ્લો મેડમ, રોહન સ્પીકીંગ.” રોહનનો અવાજ સાંભળતા જ કાશ્મીરા ખુશીથી ઉછળી પડી. “યસ રોહન.” કાશ્મીરાએ કહ્યુ. ઇફ યુ આર ફ્રી, આપણે મળી શકીએ?” “યા શ્યોર, વ્હાય નોટ?” “હું મારા ફ્લેટ પર ટેરેસ પર છું, તમે અહી આવી શકશો?” “ઓ.કે. આવુ છું.” ફોન કટ કરતા જ તે ઉછળવા લાગી અને કીકીયારીઓ કરવા લાગી. “કાલ્મ ડાઉન કાશ્મીરા, રોહનને મળવા જવુ છે તો આ રીતે નહી જવાય, કાંઇક સ્પેશીયલ તૈયાર થઇને જવુ પડશે. રોહનને ઇમ્પ્રેસ જો કરવાનો છે.” મીરર સામે જોતા કાશ્મીરા પોતાની સાથે જ વાતો કરવા લાગી અને તૈયાર થવા માટે ડ્રેસ ચુઝ કરવા લાગી. ...Read More

40

ચક્રવ્યુહ... - 40

પ્રક્રરણ-૪૦ તે આખો દિવસ રોહન અને કાશ્મીરા સાથે રહ્યા. સાથે જમ્યા, લોંગ ડ્રાઇવ પર ગયા. બન્નેએ પોતાને ગમતી વાતો ગમતી વાતો બધુ એકબીજા સાથે શેર કર્યુ. “રોહન, તને એક વાત પુછું?” “હા પુછો ને મેડમ.” “એક તો આ બધી વાતમાં મેડમ શબ્દ લગાવવાનું છોડી દે. મને હજુ પણ એમ જ થાય છે કે એક બોસ અને એમ્પ્લોઇ વાત કરી રહ્યા હોય.” આ સાંભળી રોહન હસી પડ્યો. “તને હસવુ આવે છે અને અહી આઇ એમ નોટ ફીલીંગ ગુડ સો પ્લીઝ આજથી મેડમ કહેવાનુ બંધ.” “તો શું ઓફિસમાં પણ જાનુ કહીને બોલાવું?” રોહને કાશ્મીરા સામે જોઇ આંખ મીચકારી. ...Read More

41

ચક્રવ્યુહ... - 41

પ્રકરણ 41 “હેય, લેટ’સ ગો ટુ લોંગ ડ્રાઇવ.” કાશ્મીરાએ રોહન સામે પ્રસ્તાવ મૂક્યો. “હમ્મ્મ, લેટ’સ ગો પણ મેડમ વિશ્વાસ તો આવશે ને મારા ઉપર?” રોહને મૂછમાં હસતા પુછ્યુ. “ના જરાય વિશ્વાસ નથી મને તારા ઉપર. આજે તો જોઇ જ લેવુ છે કે શું કરે છે તુ?” કાશ્મીરાએ કહ્યુ અને ગાડીની સ્પીડ વધી ગઇ. થોડી જ વારમાં ગાડી હવા સાથે વાત કરતી હોય એટલી સ્પીડથી હાઇ વે પર દોડી રહી હતી. હળવુ રોમાન્ટીક મ્યુઝીક કારમાં વાગી રહ્યુ હતુ. બન્ને થોડી થોડી વારે એકબીજા સામે જોઇ હળવી સ્માઇલ પાસ કરતા હતા. બન્ને વચ્ચે મૌન હતુ છતા પણ બન્ને આંખોથી ...Read More

42

ચક્રવ્યુહ... - 42

( ૪૨ ) “મીસીસ ખન્ના, સાહેબને સીવીઅર હાર એટેક આવ્યો છે, મે અહી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધી છે હવે તેમને હોસ્પીટલમાં એડમીટ કરવા જોશે. તમે કાશ્મીરાને બોલાવી લો.” ફેમીલી ડોક્ટર શર્માએ કહ્યુ “ડો. શર્મા, હું કાશ્મીરાને ક્યારની કોલ્ કરુ છું પણ તેનો ફોન ઓફ જ આવે છે. એક કામ કરો તમે ક્વીકલી એમ્બ્યુલન્સ મંગાવી લો, હું આવુ છું તમારી સાથે.” “ઓ.કે. મેડ્મ.” દસ મિનિટમાં એમ્બ્યુલન્સ આવી પહોંચી અને જયવંતીબેન દિવ્યાને બધુ સમજાવી હોસ્પીટલ જવા નીકળી ગયા. જેવા જયવંતીબેન ઘરની બહાર નીકળા કે ફોનની રીંગ વાગી અને દિવ્યાએ ફોન રીસીવ કર્યો. “હેલ્લો દિવ્યા, રોહન સ્પીકીંગ, ખન્ના સાહેબ ...Read More

43

ચક્રવ્યુહ... - 43

( 43 ) “ભાભીજી, તમે કેમ આમ અચાનક દોડતા બહાર નીકળી ગયા? આ હોસ્પીટલ છે, પ્લીઝ તમે બૂમો ન શું થયુ તે તમે કાશ્મીરાના નામની બૂમો પાડવા લાગ્યા?” ગણપત શ્રોફ અને સુબ્રતોએ જયવંતીબેનને રોકતા કહ્યુ. “તમે બધા મળેલા છો. મને સાચુ કહ્યુ જ નહી કે કાશ્મીરા...........” બોલતા બોલતા જયવંતીબેન ધૃસકે ધૃસકે રડી પડ્યા. “શું થયુ કાશ્મીરા મેડમને?” સુબ્રતોએ શંકાની ભાષામાં પૂછ્યુ. “સુબ્રતો ભાઇ, તમે બધુ જાણો જ છો અને મને પૂછી રહ્યા છો કે મારી દિકરી સાથે શું ઘટના ઘટી ગઇ?” “તમને કોણે કહ્યુ?” તરત જ સુબ્રતોએ વળતો પ્રશ્ન પૂછી લીધો. “હમણા એક અજાણ્યા નંબર ...Read More

44

ચક્રવ્યુહ... - 44

( ૪૪ ) સવારે નવેક વાગ્યે જયવંતીબેન જાગી ગયા અને તરત જ કાશ્મીરાના નામનો આક્રંદ કરવા લાગ્યા ત્યાં વિજયલક્ષ્મીએ ખન્ના સાહેબ હોંશમાં આવી ગયાના સમાચાર આપ્યા કે તેઓ દોડતા ખન્ના સાહેબને મળવા ચાલ્યા. “ખન્ના સાહેબ, આપણી કાશ્મીરા....... આપણી કાશ્મીરા.....” બસ આટલુ જ વાક્ય તેઓ બોલી શક્યા ત્યાં તેઓના ચોધાર આંસુઓ તેના શબ્દો પર હેવી થઇ ગયા. “મને બધી ખબર છે. એ આઘાત જ સહન ન થયો મારાથી અને આ બધુ બની ગયુ. અત્યારે પોલીસ અને રોહન કાશ્મીરાની શોધમાં છે એ ઉપરાંત મે મારા અંગત અને ખાસ માણસોને કાશ્મીરાને શોધવા માટે કામે લગાડી દીધા છે. એકવાર અહીથી ડિસ્ચાર્જ મળી જવા ...Read More

45

ચક્રવ્યુહ... - 45

( ૪૫ ) “ઓહ માય ગોડ, ઓહ માય ગોડ,” બીજા દિવસે સવારથી જ ગણપત ખન્ના સાહેબ સાથે બનનારી અઘટિત તાળો મેળવવા તેની ઓફિસના એક એક કર્મચારીઓની બારીકાઇથી તપાસમાં લાગી ગયો હતો અને તેમા તેની સામે અમૂક એવી વાતો એવી જેનાથી તેની આંખો પહોળી થઇ ગઇ. “આ બધુ તો ખન્ના સાહેબ અને સુબ્રતો બન્નેને કહેવુ જ પડશે નહી તો ખન્ના સાહેબનું દેવાળુ ફુંકાઇ જશે. ખન્ના સાહેબ જેવા હોંશિયાર, ચપળ અને ચાલાક વ્યક્તિ અને કાશ્મીરા મેડમ જેવા ચતુર અને આજના યુગ સાથે કદમ થી કદમ મીલાવનારના નાક નીચે આવડી મોટી રમત રમાઇ ગઇ ત્યાં સુધી આ બન્નેને કાંઇ ખબર જ ...Read More

46

ચક્રવ્યુહ... - 46

ખન્ના સાહેબની બરબાદી પાછળ કોનો હાથ રહેલો છે? આ હીરાલાલ બાપા છે કોણ જેનું નામ સાંભળતા જ ખન્ના સાહેબ ઉઠ્યા. વર્ષોથી યાદોના પેટાળમાં સંગ્રહીત ભૂતકાલને કોણ ઉલેચી રહ્યુ છે? પ્રકરણ-૪૬ “આ ગણપત પણ બેવકુફ છે, કાલે મને કહેતો હતો કે અર્જન્ટ કામ છે અને હવે મારી પાર્ટી કેન્સલ કરીને હું તેને મળવા આવ્યો છું તો ફોન ઓફ કરીને બેઠો છે. શું કરવુ હવે?” પાર્ટીમાંથી પરત આવી ગણપતને ફોન કરતા તેનો ફોન ઓફ આવતો હતો ત્યારે ચીડાઇને સુબ્રતો મનોમન બોલી ઊઠ્યો ત્યાં સુરેશ ખન્નાનો કોલ આવ્યો. “સુબ્રતો, જલ્દી ફટાફટ ઘરે આવી જા, મારે અર્જન્ટ એક મીટીંગમાં જવુ છે, ગણપતનો ...Read More

47

ચક્રવ્યુહ... - 47

પ્રકરણ-47 “હું કોણ છું? ક્યાંથી આવ્યો છું અને આ બધુ હું કઇ રીતે જાણુ છું એ બધુ તો ગૌણ છે શ્રીમાન સુધીર દેસાઇ. ચલો હજુ વાતને આગળ વધારુ.” રોહને સુરેશ ખન્નાની આંખમાં આંખ મીલાવતા કહ્યુ. “નક્કી આ ધરમશી ભાઇનો દિકરો જ લાગે છે, ત્યારે મે કાલીયા ને કીધુ હતુ કે એ મર્યો છે કે નહી તેની ખાત્રી કરી લે પણ સાલો એ બે કોડીનો લફંગો તેની હોંશીયારીમાં રહી ગયો અને આજે એ જ ધરમશીનો દિકરો મારી માથે બેસી રાસ રમે છે.” સુરેશ ખન્ના મનોમન વિચારે ચડી ગયા ત્યાં જ રોહને સુરેશ ખન્નાની ખુબ નજીક જતા તેના ચહેરા પાસે ...Read More

48

ચક્રવ્યુહ... - 48

પ્રકરણ-48 “હા......હા.....હા............ મે જ માર્યો હતો ધરમશી ને અને તેની પત્નીને. મે કાલી સાથે મળી તેમની હત્યા કરી અને બાપાની તમામ સંપતિ લઇ હું દિલ્લી આવી ગયો. ધરમશી અને હીરાલાલ બાપા બેય માટે પૈસો ગૌણ હતો જ્યારે મારા માટે પૈસો જ સર્વસ્વ હતો અને હીરાલાલ બાપાની જેમ ધરમશી પૈસાને પાણીની જેમ ગરીબો પાછળ વહાવે એ મને ક્યારેય મંજુર ન હતુ. મે જ્યારે ભાગની વાત કરી ત્યારે એ માન્યો નહી અને હીરાલાલ બાપાની સંપતિ પર મારો પણ હક્ક હતો એટલે જ્યારે ધરમશીએ મારો હક ન આપ્યો ત્યારે મારે હક તેની પાસેથી છીનવી લેવો પડ્યો.” “એટલે તમે ધરમશી અને તેના ...Read More

49

ચક્રવ્યુહ... - 49 - છેલ્લો ભાગ

પ્રકરણ-49 “એક મિનિટ, કોણ રોનક? રોનક તો તે દિવસે જ મરી ગયો હતો ખન્ના સાહેબ. તમે બધાએ જે રીતે ગળુ દબાવી પછી કાંટાની વાળમાં જ્યારે ફેંક્યો ત્યારે તો રોનક જીવતો હતો. અરે રોનકને તમે એવી હાલતમાં મૂકીને ગયા હતા કે તેનાથી નર્કની યાતના પણ ઓછી પીડાદાયક રહે. ભલે તે ભાનમાં ન હતો પણ તમે તેને કાંટાની વાળમાં ફેંક્યો તેની પીડા તે મહેસુસ કરતો જ હતો. તેને ત્યાંથી બહાર નીકળવુ હતુ પણ તે લાચાર હતો. કઇ રીતે નીકળી શકવાનો હતો તે નાનકડો રોનક? કોઇ માણસ ઢોરને પણ માર ન મારે એટલી બેરહેમીથી તમે રોનકને માર્યો હતો. માણસને કદાચ અજાણતા પણ ...Read More