રુદયમંથન

(613)
  • 90.4k
  • 29
  • 53k

ધર્મવિલાનાં આંગણે આજે મોંઘીદાટ ગાડીઓ ગોઠવાઈ હતી, અવતજતા દિગ્ગજ મહેમાનોમાં શાંતિ વ્યાપી હતી, ધર્મવિલા આજે આટલી બધી ભીડ સાથે પણ સુનું લાગી રહ્યું હતું, ધર્મવિલાનું મૂળ ધર્મસિંહ દેસાઇનું આજે બેસણું હતું, દુનિયા માટે એક એવી વ્યક્તિનું નિધન જેમણે પોતાના માટે નહિ પરંતુ દુનિયા માટે જીંદગી વિતાવી દીધી, એમને કરેલાં કર્યો અને એમની નામના એ જ એમની સાચી મુડી હતી, પૈસો એમની જોડે અઢળક હતો પરંતુ જીવનપર્યંત એમને એ રૂપિયાની જરાય લાલસા નહોતી.એમનું જીવન બહુ જ સાદું અને સરળ હતું,એમની ઉદારતા, દયાળુ સ્વભાવ એમનો હરેલોભરેલો સંસાર એ એમની સંપતિ હતી.એમનાં ગાર્ડનમાં રહેલા છોડવાઓ એ એમના મિત્રો હતા, એમને હરિયાળી પ્રત્યે અને પુસ્તકો પ્રત્યેનાં પ્રેમને ખૂબ શોખથી વિકસાવ્યા હતા, ઘરમાં રહેલી એમની પોતાની લાઇબ્રેરી અને એને અડીને આવેલો બગીચો એ જ એમનું નિવૃત્તિ પછીનું જીવન હતું.

Full Novel

1

રુદયમંથન - 1

ભાગ ૧ ધર્મવિલાનાં આંગણે આજે મોંઘીદાટ ગાડીઓ ગોઠવાઈ હતી, દિગ્ગજ મહેમાનોમાં શાંતિ વ્યાપી હતી, ધર્મવિલા આજે આટલી બધી ભીડ સાથે પણ સુનું લાગી રહ્યું હતું, ધર્મવિલાનું મૂળ ધર્મસિંહ દેસાઇનું આજે બેસણું હતું, દુનિયા માટે એક એવી વ્યક્તિનું નિધન જેમણે પોતાના માટે નહિ પરંતુ દુનિયા માટે જીંદગી વિતાવી દીધી, એમને કરેલાં કર્યો અને એમની નામના એ જ એમની સાચી મુડી હતી, પૈસો એમની જોડે અઢળક હતો પરંતુ જીવનપર્યંત એમને એ રૂપિયાની જરાય લાલસા નહોતી.એમનું જીવન બહુ જ સાદું અને સરળ હતું,એમની ઉદારતા, દયાળુ સ્વભાવ એમનો હરેલોભરેલો સંસાર એ એમની સંપતિ હતી.એમનાં ગાર્ડનમાં રહેલા છોડવાઓ એ એમના ...Read More

2

રુદયમંથન - 2

ધર્મસિંહનું બેસણું સમાપ્ત થયું, સૌ પોતપોતાના કામમાં પાછા પરોવાઈ ગયા, જમવાનો સમય થઈ ગયો હતો એટલે મેઘે સૌને પહેલાં આગ્રહ કર્યો, મુનિમજી અને કેસરીભાઇને પણ એમને જમવાનો આગ્રહ કરતાં તેઓ પણ ભાણે બેઠાં. વસિયત વાંચતાં વાર થાય અને એમનાં નિર્ણયો લેતા વાર થવાની હોવાની જાણ કેસરિભાઈ અને જેસંગજીને ખબર હોવાથી એમણે ભોજનને ન્યાય આપ્યે જ છૂટકો હતો. "માધવી, જરાય કચાશ નો આવવા દેતી વકીલસહેબની મહેમાનગતિ!"- આકાશે રસોડા તરફ બૂમ પાળતાં કહ્યું. "જી, મહેમાનગતિ કરવામાં દેસાઈ પરિવાર ક્યારેય પાછો નથી પડ્યો હ!"- માધવીએ એના પરિવારની આબરૂ રૂઆબભેર આગળ કરી. "હા, કરી લેવા દ્યો આજે ...Read More

3

રુદયમંથન - 3

આપે જોયું કે ધર્મસિંહના અવસાન બાદ એમને લખેલું વિલ વંચાઈ ગયું, અગાઉ સંમતિ આપીને બેસેલા પરિવારને શું એમની શરતો રહેશે? તેઓ રતનપુરા જઈને એક મહિનો વિતાવશે? "શું???" પરિવારના અડધાથી ઉપરની વ્યક્તિએ એકસરખો આઘાતજનક ઉદ્દગાર સ્વરી દીધો, એ ઉદ્દગાર સાથે જાણે તેઓ વિલની શરતોને નામંજૂર કરતાં હોય એમ! શિખાના મોઢાના હાવભાવ એવા વિચિત્ર હતા કે જોઈને આ ઉદ્દગારની ભયાનકતા વધારે ભયાનક લાગવા માંડી, એની ઊંચી થયેલી ભ્રમરો અને એની વચ્ચે રહેલો મોટો ચાંદલો એનો અણગમો સીધો જાહેર કરતાં હતાં. ઘરમાં સૌથી નખરા ભરેલી સ્વીટીને બન્ને હાથ ઉછાળી "હાઉ ધિસ પોસિબલ? વી આર નોટ ગોઇંગ ટુ રતનપુર!" ...Read More

4

રુદયમંથન - 4

સવારની મોર્નિંગ વોકમાં થોડી ચહલપહલ થવા માંડી,સૂરજદાદા હજી દેખા દેતા વાર હતી ને ધર્મવિલાની બધી બત્તીઓ ચાલુ હતી, આમ આખી રાતથી ચાલુ હતી પરંતુ હવે એ રોશની ઝળહળવા બદલે પ્રકાશ માત્ર ઓકી રહી હતી, એનું તેજ બધા પર પડતું હતું પણ બધાય નિસ્તેજ લાગી રહ્યા હતા! રતનપુરા જવાના વિચાર માત્રથી જેઓ ગઈકાલે આગબબુલા થઈ ગયા હતા તેઓને આજની સવાર તો ઝેરથીય વધારે ઝેરી લાગી રહી હતી, મોડાં ઉઠવા ટેવાયેલા બાળકો હજીય ઊંઘમાં હતા, તેઓ એમનાં એમનાં વેસ્ટર્ન કપડાં પહેરીને સોફા પર એવી રીતે પડ્યાં હતા કે તૈયાર થઈને પાછા સૂઈ ...Read More

5

રુદયમંથન - 5

આગળના ભાગમાં આપણે જોયું કે દેસાઈ પરિવાર રતનપુરા જવા માટે બસમાં બેસી ગયો છે, મનેકમને ધર્મસિંહની પ્રોપર્ટીની લલાસાએ સૌને કર્યા છે! અમદાવાદના પોશ વિસ્તારમાં વર્ષોથી રહેતો દેસાઈ પરિવાર જેઓએ કોઈ દિવસ ગામડાનો રંગ જોયો જ નહોતો તેઓ આજે એમનાં મૂળ વતન તરફ જઈ રહ્યો હતો, ગામડું ગુજરાતના કયા ખૂણે છે એની ખબર તેઓના બાળકોને જરાય ખબર નહોતી તો ગામડાનો અણસાર તેઓ કઈ રીતે લગાવે? "હેય ગાઈઝ! લીસન ટુ મી, આપણે કંઈ સાઈડ જઈ રહ્યા છે? મેં ગૂગલમાં ચેક કર્યું પણ એમાં તો બહુ બધા રતનપુરા શો કરે છે?" - વિધાન ...Read More

6

રુદયમંથન - 6

ધર્મસિંહના અવસાન બાદ એમની સવાસો કરોડની પ્રોપર્ટીની લાલચે દેસાઈ પરિવાર રતનપુરા જવા તૈયાર થઈ ગયો છે, પરંતુ કોઈ દિવસ જ ના જોયેલ સૌને ત્યાં જવામાં મુશ્કેલી પડી રહી છે એ આપણે જોયું,બસમાં જુવાનિયાઓની વાતો અને શિખાની કેસરીભાઈ સાથેની નોકઝોક સૌને વાતોમાં વળગાડી રાખે છે. આકાશ અને માધવીમાં ધર્મસિંહના ગયા બાદ બે ચાર દિવસમાં જ બદલાવ જોવા મળે છે, એમનો સકારાત્મક પ્રભાવ દેસાઈ પરિવારને કદાચ બાંધી રાખશે! નવ કલાકની મુસાફરી આશરે અર્ધાવસ્થામાં પહોંચી, સુરતથી આગળ બસની સફર આગળ વધી, સુરત ગયું ત્યાર બાદ લીલી ...Read More

7

રુદયમંથન - 7

ભરવારસદે પહોંચેલા દેસાઈ પરિવારને રતનપુરા પહોંચતા ધાર્યા કરતાં વધારે વાર લાગી ગઈ, બપોરના સાડા ત્રણ વાગ્યા હશે, પણ રતનપુરાનું વાતાવરણ જાણે સાંજ પડી ગઈ હોય એવું અંધરકોર થઈ ગયું હતું, વાતાવરણમાં ઠંડક પ્રસરેલી હતી, અમદાવાદનો ઉકળાટ અને મનનો ઉકળાટ જાણે અહીંની ઠંડકમાં શમી ના જવાનો હોય? બસ એ બધાય ઘરોની વચ્ચે આવીને ઉભી રહી, ઘરોના નેવેથી ટપકતાં વર્ષબિંદુ જાણે તેઓનું સ્વાગત કરવા મધુરું ગીત છેડી રહ્યા હતા, ત્યાંના મકાનોમાં રહેતી વસ્તીમાં વરસાદના બિંદુના અવાજ સાથે કઈક ઝીણો પગરવ પ્રસરી રહ્યો હતો, આમ અચાનક બસ ભરીને શહેરીજનો જોઈને તેઓ કુતુહલવશ બધાયને જોઈ રહ્યા હતા, ...Read More

8

રુદયમંથન - 8

નીતરતા નેવા નીચે દેસાઈ પરિવાર આખા દિવસની મુસાફરીના થાકથી નીતરી રહ્યો હતો, નસીબ એમનું એટલું સારું હતું કે અમદાવાદી ગરમીના બળાપા કરતાં રતનપુરાની વરસાદી શીતળતાએ એમનાં ઉકળાટમાં થોડી રાહત આપી હતી. "પધારો બાપજી! અચાનક કે આવી ચઇડા?" ઉભેલા બધા માણસોમાંથી એક ચહેરાએ પૂછી લીધું. "રુખા! આ જેસંગ મુનીમજી સે! આપડા ધરમદાદાની હાથે આવતાં કે ની? ઓલઇખા કે ની?" - દલાજીએ રુખાને મુનીમજી સામે આંગળી ચીંધતા કહ્યું. "રામ રામ!" રુખાએ જેસંગજીને આવકાર્યા. "મુનીમજી, આ કોણ સાથે? મે આમને કો દી ની જોયેલા!" દલાજીએ દેસાઈ પરિવારની સામે જોતા કહ્યું. "આ આપના ...Read More

9

રુદયમંથન - 9

કીચડમાં ચાલતા ચાલતા બધા આગળ વધ્યા, વરસાદ થોડો ધીમો પડ્યો એટલે થોડી રાહત હતી, વરસાદી ફોરા વાગવાના બંધ થયા, ઝાર હવે માત્ર સ્પર્શ જ કરતી હતી. થોડા આગળ ચાલ્યા,પાણીના ભરાયેલા ખાબોચિયા પાસે ત્રણચાર કુતરાઓ અચાનક આવી ચડ્યા,દેસાઈ પરિવારની સામે આવીને ભસવા માંડ્યા,અજાણ્યા માણસો જોઈને તેઓ આમ પણ ભસતા હતાં પરંતુ તેઓને જોઈને વધારે જ ભસતા હતાં! "એય ભૂરા, કાળું! કાં આમ રાડો પાડે સે? આપણાં મહેમાનો સે ઈ તો આમ સુ મંડાઈ ગયા સો?" - ઋતાએ એકદમ કાઠિયાવાડી છટામાં એ કૂતરાઓને ટપાર્યા, દક્ષિણ ગુજરાતમાં આમ કાઠિયાવાડી છાટ જોઈને બધા નવાઇ પામ્યા. ...Read More

10

રુદયમંથન - 10

ઋતા બધાને મળી, ઓળખાણ થઈ પરંતુ ઋતાની ઓળખાણ હજી બાકી હતી, બધાંને એક રહસ્યની જેમ ઋતા લાગી રહી હતી, જાણવું બધાનાં માટે થનગનાટ હતો. " મુનીમજી, આપે બધાની ઓળખાણ તો ઋતાને કરાવી દીધી, પરંતુ ઋતાની ઓળખાણ તો કરવો એમને!" - માધવીએ મુનીમજીને કહ્યું. "માધવી દીકરા, ઋતાને તો ઓળખવા માત્ર એની જોડે રહેવું પડે, એને સમજવી પડે!" - મુનીમજીએ માધવીને હેલે ચડાવી. "જોતાં તો કાઠી લાગે છે,બોલીમાં પણ કાઠિયાવાડી મીઠાશ છલકાય છે પરંતુ આ આદિવાસી ભેગી કઈ રીતે?" ...Read More

11

રુદયમંથન - 11

ઋતા, કેસરીભાઈ અને મુનિમજી બધાય દેસાઈ પરિવારને એકલો મૂકીને રતનપુરાથી જતાં રહ્યાં, રાતવાસો બધાય એકલાં થઈ ગયા, એક તો વાતાવરણ એમાંય જંગલનો આદિવાસી વિસ્તાર બધાને ભય પમાડે એવો વિકરાળ હતો. ઉપરથી આવતી કાલના નવા નિયમો એમાં એની ભયાનકતા વધારતાં હતા, નિયમો દરવાજાની બહાર લગાવેલાં હતા, એ જોવા બધા દીવાનખંડમાંથી ઓસરી બાજુ આવ્યા, ઓસરીની બહાર બાજુ જે અંધકાર હતો એનાં કરતાં બોર્ડના પાટિયામાં અંધકાર વધારે વ્યાપી રહ્યો હતો, એના લખાયેલા નિયમો બધાનાં માટે કપરા હતાં, હજી વાંચ્યા નહોતા છતાંય નિયમો એના નામથી ભય પમાડતા હતા. બધા એક ...Read More

12

રુદયમંથન - 12

ધર્મદાદાનો આખો પરિવાર હવે મનેકમને કાલથી ગામડાનું જીવન જીવવા તૈયાર થઈ ગયો હતો, એમણે કોઈ દિવસ ગામડું જોયું સુદ્ધાં એને આવી રીતે એક મહિનો ગામડાની લાઇફસ્ટાઇલ સૌને અકળાવનારી રહેશે, એમાંય નિયમો એમને વધારે બંધનમાં જકડી લીધા. રાતે બધા સૂઈ ગઈ ગયા, પરંતુ ઊંઘમાં ખલેલ પહોંચાડતા કુતરાઓ વધારે ભય પમાડતા હતા, રિયાન પણ એ બધાના અવાજથી સૂતો નહોતો, એની જોડે માત્ર મહર્ષિ પણ જાગતો હતો, રાતે મોડાં સૂવાની ટેવાયેલો એ એના મોબાઇલ વગર સુનો પડ્યો, પણ જ્યાં સૂઈ ગયો હતો એ રૂમમાં એક પડેલું પુસ્તક એના હાથમાં આવી ચડ્યું, એને વાંચવાનું ચાલુ કર્યું, રસ પડતો ...Read More

13

રુદયમંથન - 13

"કાકા, આટલી રાતે શીદ ગયાં હતાં?" - ઋતાએ મુનીમજીને પૂછ્યું, અંધારી રાતે પૂછાયેલા સવાલમાં ઘેરું રહસ્ય હોય એમ એ "અરે હા, દીકરા! એ તો આ બાઈકનો જુગાડ કરવા ગયા હતાં."- મુનીમજી એ બાઈક સામે ઈશારો કર્યો. "કેમ બાઈક? અહી હતા તો ખરાં, લઈ લેવાયને હવેલીના!" - ઋતાએ કહ્યું. "હા તારી વાત સાચી, પણ રોજ તો ક્યાં તકલીફ આપવી!" - મુનીમજી એ ઉમેર્યું. " રોજ એટલે?કાકા મને કઈ સમજાતું નથી! મને માલતીમાસી એ કહ્યું આજે મહેમાનો માટે નોટિસ મૂકી હતી તમે? શું વાત છે બધી?" - એણે બેબાકળા થતાં બધા સવાલ એક સાથે પૂછી લીધા. "વાત બેટા એમ છે...!" મુનીમજી ...Read More

14

રુદયમંથન - 14

રાતના અંધકારમાં હવે ઉજાશના ઓછાયા પાડવા માંડેલા,સવારના પહોરમાં રાત્રિએ પ્રયાણ કર્યું, મળસકુ હવે એની ડ્યુટી પર આવવા તૈયાર થઈ હતું,બધા સૂતાં હતાં, ગઈકાલનો થાક હવે ઉતારવાના આરે હતો, નિંદર હવે એની શીફ્ટ પૂરી કરીને પાછા વળવાની હતી, સવારે મૂકેલું પોણાપાંચનું એલાર્મ ચિલ્લાઈને ઉઠ્યું, જોડે સૂતેલા હોલમાં લાઈટે પ્રકાશ પાથરી દીધો, આકાશે ઊભા થઈ લાઈટ કરી ત્યારે એની આંખો અંજાઈ ગઈ, એને બે પળ આંખ બંધ કરી અને ફરી બધાંને ઉઠવા માટે બૂમ પાડી. એના અવાજથી માધવી ઉઠી, એણે ફટાફટ મહર્ષિને ઉઠાડ્યો, બીજા બધા પણ એક પછી એક ઉઠવા લાગ્યા, બાળકોમાં માત્ર ...Read More

15

રુદયમંથન - 15

જુનીફળીમાં શાંત પડેલ મકાનમાં હવે હલચલ મચી ગઈ, બધા પોતાના નિયમો મુજબ કામે લાગી ગયા, દલાજી ઉજાસ થતાની સાથે આવી પહોંચ્યા, જોડે ત્રણ રુપાળી ગાયોની ટોળકી હતી, એમનાં દૂધની માફક શ્વેત રંગ એમાંય ક્યાંક ક્યાંક બદામી છાંટ, ભરાવદાર અને ઘંટાક્ણ એમનાં ઘંટ! ફળીમાં આવી દેશી ગાયો જોઈ બધા ખુશ થઈ ગયા, ગૌમાતા માટે પોતાના પાસે રહેલા થોડા પૂડા લઈ આવ્યા અને એમનું સ્વાગત કર્યું, જે લોકો ગૌમાતાનું જો આવા પ્રેમભાવથી સ્વાગત કરે તેવાં લોકોને નિર્દોષ ભાવના જોઈ બધા છક થઈ ગયા. ફળીમાં આજે દેસાઈ પરિવાર આવ્યો છે તો ...Read More

16

રુદયમંથન - 16

દેસાઈ પરિવારે સાંજ થતાં તો ઘણું બધું સારી રીતે પાર પાડ્યું, મુશ્કેલીઓ હતી પરંતુ વિલની શરતો અને અહીંના વાતાવરણે બધું પાર પડાવ્યું, કબીલાના દરેક જણ એમનાં કામમાં મદદે આવેલા, એમનાં સાથ સહકાર સાથે સાંજના ચારેક વાગી ગયા ત્યાં પાછો વરસાદ નીતરવા માંડ્યો, હવે એમની કસોટી થવા માંડી, થોડા સમયમાં ખેતરેથી બધા પાછા આવી ગયા, નીતરતા નેવા હવે એમનું સાચું રૂપ ઓકવા માંડ્યા, ભીનું થયેલું લીંપણ અને દીવાલમાંથી મંકોડા ખદબદવા લાગ્યા, બધાએ ખાટલામાં પોતાનાં સ્થાન લઈને બેસી ગયા, જૂનું અવાવરૂ ઘર હોવાથી જંતુએ એમનો અડ્ડો અહી લગાવી દીધો હતો, આ વાતની જાણ ...Read More

17

રુદયમંથન - 17

કિનારાના દ્રશ્યો નયનમાં ભરીને સૌ ફળીમાં આવ્યા, બધાને મજા પડી ગઈ, ચૂલે થતાં રોટલાની મહેક સૌના મનમાં વસવા માંડી. "એટલું વહેલી રસોઈ કરી પણ લીધી?" - સ્વીટીએ રોટલા બનાવતી તૃપ્તિએ પૂછ્યું. "રાતે પછી લાઈટ બરાબર ના હોય તો તમે જ બૂમો પાડે!" - એણે જવાબ આપ્યો અને હસવા માંડી. "આ સ્વીટીને જ નખરા હોય આખા ગામના હા કાકી!"- મહર્ષિએ એમાં ટાપસી પૂરી. " શું કરીએ આ તારી બહેન એવી છે તો, તારે તો ગરબો ઘરે જ છે!" - માધવીએ ટીખળ કરી. "શું મોટી મમ્મી તમે પણ! " ...Read More

18

રુદયમંથન - 18

બધા કામમાં વ્યવસ્થિત રીતે ભાગ લેવા માંડ્યા, અડચણો બહુ હતી, એક તો પહેલો પ્રશ્ન બધાને ભાષાનો હતો, અહીંની આદિવાસી કોઈને બોલતાં આવડે નહિ અને અહીંના માણસો શુદ્ધ ગુજરાતી અને અંગ્રેજીમાં બહુ સમજે નહિ, સમજે તો બોલતાં આવડે નહિ, વચ્ચે કોઈ એકાદ સમજાણી વ્યક્તિ મળે તો મેળ રહે, બાકી તો એક જ કામમાં ઘણો સમય લાગી જતો. બે ત્રણ દિવસ આમ જતાં રહ્યાં, એક દિવસ સવારે મહર્ષિ અને સ્વીટી તૈયાર થઈને બેઠા હતા, કબીલાના આરોગ્યકેન્દ્ર ગણી શકાય એવી કાચા છાપરાવાળા મકાન પાસે ઋતાને મળવાનું હતું, તેઓ નીકળવાની તૈયારી કરતાં હતા ...Read More

19

રુદયમંથન - 19

ઋતા મહર્ષિ જોડે સચ્ચાઈ ભરેલી વાત પર વિશ્વાસ ન કરી શકી, એનો ઉદ્દગાર સ્પષ્ટ કહી શકતો હતો, આગળ મુનીમજી વકીલસાહેબે કહેલું પરંતુ આજે એ વાત એમનાં જ સદસ્યમાંથી કોઈ એ વાત કબુલતા એને ખરેખર નવાઈ લાગી, મુનીમજી એ કોઈ પર વિશ્વાસ ન કરવા સૂચવેલી ઋતા મહર્ષિ પર વિશ્વાસ કરવો કે નહીં એને લઈને અવઢવમાં મૂકાઈ ગઈ. "તમને જોઈને તો નથી લાગી રહ્યું કે તમે પૈસાનાં પૂજારી છો?" - ઋતાએ મહર્ષિની સામે જોતાં પૂછ્યું, વેધક તીર જાણે દિલમાં ખુંપી ગયું હોય એવા સવાલનો ઉત્તર આપવો રહ્યો. "પણ આ જ સત્ય ...Read More

20

રુદયમંથન - 20

રસ્તે ચાલી રહેલી વાતનો વિરામ થયો નહોતો, ઋતાએ પૂછવાનો સવાલ શું હતો એ વાત મહર્ષિને બેચેન કરી રહી હતી, હવે તેઓ આરોગ્ય કેન્દ્ર આવી ગયા હતા માટે હવે વાત થવી મુશ્કેલ હતી, એકલાં મળે તો જ સવાલ જાણી શકાય તેમ હતું. પણ અહી આવતાની સાથે જોયું તો દર્દીઓની લાંબી લાઈન લાગી હતી, આ માત્ર એક જ જગ્યા હતી જ્યાં દવા મળતી હતી, ઋતાની કામગીરી એવી હતી કે બધાને વિશ્વાસ હતો, નજીવી રકમમાં સચોટ નિદાન થઈ જતું હોવાથી અહીંના કાબુલમાં આ એક મંદિરથી ઓછી પવિત્ર જગ્યા નહોતી. ઋતા એક્ટિવા પરથી નીચે ...Read More

21

રુદયમંથન - 21

"કેમ અચાનક અહી? કામ હતું?" - ઋતાએ નીચે આવતાની સાથે મહર્ષિને પૂછી લીધું. " હા, કામ હતું! " મહર્ષિએ એની વાતમાં નરમાશ સાથે કહ્યું. "ભલે, આવો.." ઋતાએ એને અંદર આવવા કહ્યું, બન્ને અંદર ગયા, મહર્ષિ સોફા પર બેઠો, ઋતા સામે પડેલી બીનબેગ પર જઈને બેઠી. " સોરી, આઇ ડિસ્ટર્બ યુ બટ..." "ડોન્ટ વરી, ચિલ યાર!" - બન્ને જુવાનિયા એમની ગમતી ભાષામાં બોલી રહ્યા. " તમારો સવાલ અધૂરો હતો ને! પૂછી શકું શું હતો?" - મહર્ષિએ ઋતાની આંખમાં આંખ પરોવતા પૂછી લીધું, ઋતા જોર જોરથી હસવા માંડી. ...Read More

22

રુદયમંથન - 22

ઋતા અને મહર્ષિ આર્ટગેલેરીમાં વાતો કરી રહ્યા હતા, ત્યાં તો મુનીમજી અને કેસરીભાઈની જુગલજોડી આવી, ચારેય અહી ભેગા થયા, સદવિચાર સાથે મળ્યા તો કઈક સારું જ થશે એ નક્કી હતું. " આવી શકીએ અમે?" - મુનીમજીએ બારણાં પાસે ઊભા રહીને પરવાનગી માંગી. "અરે આવો ને કાકા! એમાં તમારે ક્યાં પૂછવાનું હોય?" - ઋતાએ હસતાં વદને બન્નેને આવકાર આપ્યો. " હા, પણ તમે કઈ કોઈ ગૂઢ વાતોમાં લાગેલા લાગ્યા એટલે પૂછ્યું." - કેસરીભાઈ બોલ્યાં. "હા આ વાતને લઈને અમે તમારી જોડે આવવાનું વિચારતાં જ હતા પરંતુ તમે જ સામેથી ...Read More

23

રુદયમંથન - 23

"ક્યાં ગયા હતો બેટા?" - માધવીએ ફળીમાં આવી રહેલાં મહર્ષિએ પૂછ્યું. " એ તો કામ હતું તો માતૃછાયા ગયેલો મમ્મી." - મહર્ષિએ શાંતિથી જવાબ આપ્યો. " તો સ્વીટીને લઈ જવી હતી ને ભેગી." - માધવી જોડે ખાટલામાં બેસેલી શિખા બોલી. "હા પણ એની જરૂર નહોતી એટલે ના લઈ ગયો." "બધું ઓકે છે ને? કઈ કાળું ધોળું તો નથી ચાલી રહ્યું ને ઋતા ભેગુ?" - શીખીએ એના શાતિર દિમાગને જોર આપતાં કહ્યું. "શું કાકી તમે પણ? કઈ પણ બોલો છો!" - મહર્ષિ શિખા પર જરા અકળાઇ ...Read More

24

રુદયમંથન - 24

બધા જમીને હોલમાં આવ્યા ત્યાં તો કેસરી ભાઈએ એક એલાન કર્યું.બધા એમને સાંભળી રહ્યા, "સાંભળો મિત્રો, આજે મહર્ષિ અને એ એક નિર્ણય લીધો છે." આ વાક્ય સાથે જ માધવીના મનમાં ધ્રાસકો પડ્યો, ક્યાંક શિખાની વાત સાચી ના પડી હોય! એ શિખા સામે જોવા લાગી, શીખીએ એનો ભ્રમરો ઊંચી કરો ઈશારો કર્યો, તૃપ્તિ પણ એ બંનેના ઈશારામાં જોડાઇ, અને હતું જોડીને ભગવાનને વિનાવવાનો ઈશારો કરવા માંડી, એ ત્રણને એવું જ હતું કે આ મહર્ષિને ઋતા ગમી ગઈ હશે અને એમને ક્યાંક લગ્ન કરવાની પરવાનગી માટે તો બધાને ભેગા નહિ ...Read More

25

રુદયમંથન - 25

માતૃછાયામાં બધાની વાતઘાટો બહુ ચાલી, મહર્ષિ એના નિર્ણય પર અડીખમ રહ્યો, એણે અને ઋતાએ એમનાં ધરેલા પોર્ટફોલિયો પ્રમાણે કામગીરી કરી દીધી, દિવસો વીતતા ગયા, તકલીફો ગણી આવી. શરૂઆતી દિવસોમાં આ કામ કરવા માટે કોઈ જગ્યા નહોતી, તો ઋતાએ એની હવેલીના પાછળના ખુલ્લા ભાગમાં કરી, પરંતુ ગમે ત્યારે વરસાદ આવી જાય એ મુશ્કેલી હતી, તો હવેલીની અંદરના બંધ ત્રણ રૂમો એમનાં માટે ખુલ્લા મૂકી દીધા, થોડા દિવસમાં એમનું પોતાનું સેન્ટર બની જશે એ માટે મહર્ષિ અને ર ઋતા બન્ને બહુ સકારાત્મક હતા. સૌથી વધારે તકલીફ તો એમને કબીલાના લોકોને આ ...Read More

26

રુદયમંથન - 26

દ્વિજા કલા કેન્દ્રની કામગીરી હવે પક્કા પાયે ચાલુ થઈ ગઈ હતી, જોતજોતામાં દેસાઈ પરિવારની વિલ મુજબ રતનપુરા રહેવાની અવધિ પૂરી થવા આવી હતી, છેલ્લા બે દિવસ બાકી રહ્યા હતા, આ બધું હવે એકલું પડી જશે એની બીક ઋતાને સતાવી રહી હતી, એના કરતાંય બધા જોડે રહેવાં ટેવાઈ ગયેલી એને એકલાં પડી જવાનો ભય વધારે હતો. કામગીરી તો ચાલુ જ રહેશે પરંતુ બધા જોડે રહીને કામ કરવાનો જે જોશ હતો એ કદાચ ઓછો થઈ જશે, અમદાવાદ ગયા પછી બધા પોતપોતાના કામે લાગી જશે, એમને રતનપુરા ફરી ભુલાઈ જશે, પરંતુ એમની ...Read More

27

રુદયમંથન - 27

ઋતાએ કોઈને કહી નહોતી એ હકીકત મહર્ષિને કહી, એ સાંભળતો રહ્યો, અત્યાર સુધી જેના વિશે એ જાણવા તલપાપડ હતો એની આખી જિંદગી ખુલી કિતાબના જેમ ઉઘાડી કરી દીધી, આમ તો ઋતા કોઈ દિવસ કોઈને એના દિલની વાત કહેતી નહિ, માત્ર બધાનાં ચહેરા વાંચી એમની વ્યથા દૂર કરવામાં વ્યસ્ત રહેતી અને એની પારાવાર વ્યથા કોઈને કહેતી નહિ.એના દિલમાં જે જખમો હતા એ પોતે એકલી ઝૂરતી રહેતી પણ કેમ જાણે આજે એણે બધું મહર્ષિને કેમ કહી રહી. એ મનોમન મહર્ષિ પર વિશ્વાસ કરવા માંડી, કદાચ એને ચાહવા પણ માંડી ...Read More

28

રુદયમંથન - 28

ઋતાના ખ્યાલોમાં રાત તો માંડ માંડ વીતી ગઈ, મહર્ષિ તૈયાર થઈને બધા જોડે કેન્દ્ર પહોંચ્યો, બધા પોતપોતાના કામમાં થવા માંડ્યા, આજનો દિવસ હતો એટલે બધું ફટાફટ પતાવીને કાલે જવાની તૈયારી કરવાની હતી, પણ મહર્ષિ જરા આરામથી કામ કરાવતો હતો, એને રતનપુરા સાથે એક અજીબ શી આત્મીયતા થઈ ગઈ હતી, એના કરતાં પણ વધારે ઋતા જોડે! પણ મહર્ષિની નજર ઋતાને શોધી રહી હતી, એનું મન એને શોધવા થનગની રહ્યું હતું, એને બધી જગ્યાએ શોધી પરંતુ એ ક્યાંય દેખાઈ નહિ, એને અણસાર આવી ગયો કે નક્કી આજે પણ એ ઉદાસ જ ...Read More

29

રુદયમંથન - 29

મહર્ષિ અને ઋતાએ જોડે રહેવાનો નિર્ણય કરી લીધો, પરંતુ બન્ને માટે હજી પરિવારની મંજૂરી બાકી હતી, તેઓ ભલે ગમે મોર્ડન હતા પરંતુ એમનામાં સંસ્કારોનું સિંચન ધર્મદાદા દ્વારા થયેલું હતું, ઋતાએ બગડેલા કપડાં બદલી નાખ્યાં, પરંતુ મહર્ષિ જોડે બીજા કપડાં ફળીમાં પડ્યાં હતાં, માટે એને એનાથી જ કામ ચલાવવું પડે એમ હતું. મહર્ષિ અને ઋતા કેન્દ્ર જવા તૈયાર થયા, માતૃછાયાથી નદીના કાંઠે કાંઠે રસ્તો હતો ત્યાંથી તેઓ આવી રહ્યા હતા, રોજની એક્ટિવા એમણે ઘરે જ રાખી દીધી, જેથી એકબીજા માટે વધુ સમય મળી શકે! "આવો આવો ક્યાં ગયા હતા બન્ને?"- આવતાની સાથે ...Read More

30

રુદયમંથન - 30 - છેલ્લો ભાગ

છમછમ કરતી નાની પગલીઓ ચોગાનમાં ચાલી રહી હતી, કાલીઘેલી ભાષામાં લવારીઓ સંભળાઈ રહી હતી, આજુબાજુ ટોળે વળીને બેસેલા સૌની એ બાળકી પર જ ટકી રહી હતી, એ ચોગાન બીજું કોઈ નહિ શાંતિસદનનું હતું, ધર્મદાદાના રતનપુરાનું એ જ શાંતિસદન જેનો વિલના વિભાજન વખતે કોઈ ઉલ્લેખ જ નહોતો, તોય આખો દેસાઈ પરિવાર અહીં એક છત નીચે રહે છે. દાદાના ગુજરી ગયાને પાંચ વર્ષ થઈ ગયાં, દેસાઈ પરિવારની એ કસોટીના પણ! મહર્ષિ અને ઋતાના લગ્ન ધામધૂમથી કરાવડવ્યા, એમનાં જીવનમાં દ્વિજા નામનું ફૂલ ખીલ્યું, જાણે એમનાં જીવનમાં નવો જન્મ! પાંચ વર્ષ પહેલાં ચાલી રહેલી સવાસો કરોડની પ્રોપર્ટીની લ્હાયમાં રતનપુરા આવેલ દરેક એ કસોટી ...Read More