શંકા ના વમળો ની વચ્ચે

(16)
  • 14.5k
  • 1
  • 6.4k

આજે ઘરે આવતા ની સાથે જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન પડતું નહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની બુક ના પેજ ફેરવતી જાય , બીજા દિવસે સ્કૂલ માં પણ જવાનું હતું. વ્યવસાયે શિક્ષિકા ની નોકરી કરતી હતી, પાછા ટ્યુશન અને એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ આ બધા ની આગલા દિવસે જ તૈયારી કરી નાખતી સોનાલી આજે બહુ જ અપસેટ હતી. આમ તો એની સગાઈ એની મરજી મુજબ જ પોતાની જ જ્ઞાતિ ના મેઘલ સાથે થઈ હતી, થોડો ભીનેવાન, શાંત સ્વભાવ નો મેઘલ નોકરી કરતો હતો, બંને ના ફેમિલી ને એમની જોડી જોઈને એવું જ લાગતું જાણે અસ્સલ રાધા - ક્રિષ્ના. મેઘલ નું ઘર એકદમ મધ્યમ વર્ગ નું હતું. પણ સોનાલી ના વિચારો સ્પષ્ટ હતા, મેઘલ સાથે હળી- મળી ને ઘર - પરિવાર સંભાળશે.બધું પરફેક્ટ રીતે ગોઠવાઈ ગયું, સગાઈ થઈ, કંકુ પગલાં પણ થઈ ગયા હતા. સોનાલી ને તો જાણે પગ ધરતી પર નહોતા રહેતા, સ્વર્ગ નું સુખ મળ્યું હોય એટલી ખુશી, એટલો આનંદ, કે ના પૂછો વાત.

New Episodes : : Every Wednesday

1

શંકા ના વમળો ની વચ્ચે - 1

(૧) આજે ઘરે આવતા ની જ સોનાલી એના જ રૂમ માં જઈ પોતાના પાઠ્ય - પુસ્તકો ઢગલો કરી ને બેઠી હતી, એને ક્યાંય ચેન પડતું નહોતું, સામે પડેલી પાણી ની બોટલ માંથી પાણી પીતી જાય અને એકાઉન્ટ ની બુક ના પેજ ફેરવતી જાય , બીજા દિવસે સ્કૂલ માં પણ જવાનું હતું. વ્યવસાયે શિક્ષિકા ની નોકરી કરતી હતી, પાછા ટ્યુશન અને એક્સ્ટ્રા કોચિંગ ક્લાસ આ બધા ની આગલા દિવસે જ ...Read More

2

શંકા ના વમળો ની વચ્ચે - 2

(2) આખી રાત આમ - તેમ પડખા ફેરવી અડધી સુતી અને અડધી જાગતી સોનાલી અચાનક જાગી ગઈ, એણે ઘડિયાળ માં જોયું તો સવાર ના સાડા- પાંચ થયા હતા, એ ઊઠી ને સીધી દરવાજો ખોલી રૂમ ની બહાર અગાસી માં ગઈ. શાંતિ થી ખુરશી માં બેઠી, પાછી ઊભી થઈ, થોડા આંટા માર્યા , અગાસી ની પાળી એ હાથ ટેકવી ને ઉભી રહેતી, પાછી ખુરશી માં બેસી ને સવાર નું આહ્લાદક વાતાવરણ, સૂર્યોદય પહેલાં ની આછા લાલ અને કેસરી ...Read More

3

શંકા ના વમળો ની વચ્ચે - 3

(3) બરાબર સવા નવ વાગે મોબાઈલ રીંગ સંભળાઈ સોનાલી એ તરત જ કૉલ રીસીવ કરી દીધો, થોડી સામાન્ય વાતચીત કર્યા પછી સોનાલી પોતાના પોઇન્ટ પર આવી, એણે મેઘલ ને સ્પષ્તાપૂર્વક કહ્યું કે તે પોતાના માં–બાપ પાસે બેસી ને શાંતિ થી એમની વાત અને વિચારો જાણે, સોનાલી ને એ વાત ની બરાબર ખબર હતી કે પતિ તો સવાર ના બહાર જાય તો રાત્રે જ ઘરે આવે, રહેવાનું તો ફેમિલી સાથે જ હોય, એટલે એને એક પ્રેમભાવના વાળું ...Read More

4

શંકા ના વમળો ની વચ્ચે - 4

રોજ ના ક્રમ મુજબ પહેલા ટયુશન, પછી એક્સટ્રકલાસ અને જોબ આ બધા માં શાંતિ થી આનંદિત જીવન જીવતી સોનાલી તો એમ જ હતું કે સગાઈ પછી નો સમય ગોલ્ડન હોય છે, પણ અનુભવ તો કંઈક અલગ જ રહેતો, એને પોતાનો એક ગુણ બહુ ગમતો એ દુનિયા ના કોઈ પણ ટોપિક પર વાત કરી શકતી,એની સાથે કોઈ પણ માણસ કંટાળી ના જાય, એની આસ-પાસ ના વાતાવરણ ને એ જીવંત રાખતી,કોઈ પ્રવૃતિ દ્વારા, કે વાતો થી ઘર માં હંમેશા એની હાજરી ની તાજગી વર્તાતી, એને ખુદ ને એનો આવો સ્વભાવ ખૂબ જ ગમતો, સ્વયં ની ચાહક, પણ હવે એનું ધ્યાન પોતાના ...Read More

5

શંકા ના વમળો ની વચ્ચે - 5

સગાઈ ના બે મહિના પછી પહેલી વાર સોનાલી ને પોતાના સાસરે ઉત્તરાયણ કરવા જવાનું હતું, એ સવાર થી જ જરૂરિયાત ની વસ્તુઓ પેક કરવા લાગી ગઈ હતી, સમય ક્યાં જતો રહ્યો અને સાંજ પડી ગઈ કંઈ ખબર જ ન પડી, આખા દિવસ ના કામ થી ફ્રી થઈ ને સોનાલી અગાસી માં શાંતિ થી અગાસી ની પાળી પર પોતાનો હાથ ટેકવી ઉભી - ઉભી આકાશ માં ઉત્તરાયણ પહેલા ચગતી થોડી થોડી પતંગો, સાંજ ની વેળા માળા માં પરત ફરતા પક્ષીઓ, અને આછાં કેસરી રંગ નો આથમતો સૂર્ય જાણે પોતાનું આગવું સૌંદર્ય વિખેરી રહ્યો હતો, આ આહલાદક સૌંદર્ય સોનાલી ખરા મન ...Read More

6

શંકા ના વમળો ની વચ્ચે - 6

ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફૂલ બની ને પાછી પોતાના રૂટિન માં પરોવાઈ ગઈ. સ્કૂલ ની જોબ, ટ્યુશન, અને રૂટિન , દિવસો વહેતા રહ્યા. માર્ચ મહિનો આવી ગયો ખબર પણ નાં પડી, સાથે હોળી - ધુળેટી નો તહેવાર પણ આવી રહ્યો હતો, સોનાલી ખૂબ ખુશ હતી. આજે રવિવાર હતો એટલે સોનાલી રોજ કરતા એકાદ કલાક મોડી જ ઉઠી હતી, તે ફ્રેશ થઈ ને પોતાનો રૂમ ક્લીન કરવા ઉપર ગઈ , બધી બુક્સ ગોઠવી, રૂમ ક્લીન કર્યો, અગાશી ધોઈ ને ફ્લાવર પ્લાન્ટ માંથી સૂકા પાંદડા સાફ કરતી હતી ...Read More