વિષાદ યોગ

(11.7k)
  • 445.4k
  • 606
  • 283.7k

પ્રસ્તાવના:- મિત્રો આજે હું મારી બીજી નોવેલ “વિષાદયોગ”ની શરૂઆત કરવા જઇ રહ્યો છું ત્યારે આ એક સ્વપ્ન સમાન લાગી રહ્યુ છે. નાનપણથી જયારે પણ હું નોવેલ વાંચતો ત્યારે દિલમાં એક એવી ઇચ્છા થતી કે ક્યારેક હું પણ એક નોવેલ છપાઇ અને તે લોકો વાંચે અને વખાણે.આ મારૂ આ સ્વપ્ન મારી પહેલી નોવેલ 21મી સદીનું વેર થી સાકાર થયું. માત્ર મારી લેખન ક્ષમતાની ચકાસણી કરવાના ઉદેશ્યથી નોવેલની શરૂઆત કરેલી પણ આ નોવેલના વાચકોએ ખૂબજ ઉમળકાથી વાંચી અને સાથે સાથે મને ખૂબ સરસ પ્રતિભાવ આપી આગળ લખતો રહેવા માટે પ્રેરણા આપી. આ માટે હુ

Full Novel

1

વિષાદ યોગ

પ્રસ્તાવના:- મિત્રો આજે હું મારી બીજી નોવેલ “વિષાદયોગ”ની શરૂઆત કરવા જઇ રહ્યો છું ત્યારે આ એક સ્વપ્ન સમાન લાગી છે. નાનપણથી જયારે પણ હું નોવેલ વાંચતો ત્યારે દિલમાં એક એવી ઇચ્છા થતી કે ક્યારેક હું પણ એક નોવેલ છપાઇ અને તે લોકો વાંચે અને વખાણે.આ મારૂ આ ...Read More

2

વિષાદ યોગ - પ્રકરણ - 2

નિશિથ વાત નૈના સાથે કરતો હતો પણ તેનું ધ્યાન કશિશ તરફજ હતું. નૈનાએ કાર્ડ પર્સમાં નાખી નિશિથનો માન્યો પછી બાય કહીને બંને ત્યાંથી જતા રહ્યા. નિશિથ તે લોકોને જતા જોઇ રહ્યો. મનોમન જાતને ઠપકો આપતાં બોલ્યો “શું યાર આટલો સરસ મોકો હાથમાંથી જતો રહ્યો. કશિશ સામેથી મળવા આવીને વાત પણ ના કરી શક્યો. તે પણ વિચારતી હશે કે આ છોકરો સાવ લબાડ છે. પણ તેને જોઇને મારી જીભ જ જલાઇ જાય છે. નૈના એકલી આવી હોત તો મે તેની સાથે એકદમ નોર્મલ થઇને વાત કરી હોત પણ આ કશિશ સામે આવતાજ મને કોણ જાણે શું થઇ જાય છે?” આમને આમ વિચાર કરતો ક્યાંય સુધી તે ઊભો રહ્યો પછી તેનું બાઇક લઇને ઘરે જવા નીકળ્યો. ...Read More

3

વિષાદ યોગ - પ્રકરણ-3

પ્રસ્તાવના:- જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમા સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવુ થ્રીલ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ. ‌‌‌‌‌‌‌‌‌ દરવાજે ટકોરા પડતા બધાની નજર દરવાજા તરફ ગઇ. દરવાજામાં નિશિથનાં મમ્મી સુનંદાબેન ઊભા હતા. તેને ...Read More

4

વિષાદ યોગ - પ્રકરણ- 4

પ્રસ્તાવના:- જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ ...Read More

5

વીષાદ યોગ- પ્રકરણ - 5

કશિશ કૉલેજના ગેટની બહાર રાહ જોઇને ઊભી હતી. આજે રવિવાર હોવાથી કૉલેજ બંધ હતી. કશિશ ઊભી ઊભી વિચારતી હતી નિશિથને તેનું શું કામ હશે? કેમ તેને આજે અહીં મળવા બોલાવી હશે? શનિવારે કૉલેજથી છુટીને કશિશ સ્કુટી લઇને જવાની તૈયારી કરતી હતી ત્યાં નિશિથ તેની પાસે આવીને બોલ્યો “કશિશ મારે તારું થોડું કામ છે. તું મને કાલે મળી શકીશ?” “હા કેમ નહીં? ક્યારે મળવું છે બોલ?” કશિશને આ સાંભળી નવાઇ તો લાગી કેમકે તે લોકો તો ખૂબ સારા મિત્રો હતા. ગૃપમાં બધી જ વાતો થતી તો પછી એવું શું કામ છે કે નિશિથ તેને રવિવારે એકલો મળવા માગે છે? ...Read More

6

વિષાદ યોગ- પ્રકરણ - 6

જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદું બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતિ સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉંચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવી જ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવું થ્રીલ પણ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ. ‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________ કશિશે બધી વાત કરી પછી નિશિથને કહ્યું “આ ઘટના મારા ...Read More

7

વિષાદ યોગ- પ્રકરણ - 7

પ્રસ્તાવના:- જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદું બની રહી જાય છે. જિંદગી ક્યારેક કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતિ સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉંચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવી જ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવું થ્રીલ પણ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ. ‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________ કશિશ કૉલેજ પહોંચી ત્યારે પ્રશાંત, સમીર અને નૈના તેની રોજની જગ્યા પર ઊભા ...Read More

8

વિષાદ યોગ- પ્રકરણ-8

જેમ જેમ રાત થતી ગઇ તેમ તેમ “પેરેડાઇઝ વૃદ્ધાશ્રમ અને બાલાશ્રમ”માં એક પછી એક ગાડીઓ આવવા લાગી. કોલેજના યુવાનોની સાથે નિશીથ, સમીર, પ્રશાંત, નૈના અને કશિશ એ બધાના મિત્રો અને મમ્મી પપ્પા પણ આવી ગયાં. કશિશની દીદી દિશા આજે નીકળી જવાની હતી પણ કશિશે તેને ફોન કરી એક દિવસ રોકી દીધી હતી. તે પણ અત્યારે તેના પતિ સાથે આવી હતી. ધીમે ધીમે આખું ગ્રાઉન્ડ રોશનીથી ઝળહળી ઉઠ્યું અને મેદાનમાં ચહલ પહલ વધી ગઇ. બધા ટ્રષ્ટી પણ પોતાના ફેમીલી સાથે આવી ગયાં હતાં. આજે બપોરે જ્યારે નિશીથ અને તેના મિત્રો જમતા હતા ત્યારે કશિશે બધાને કહ્યું “ આપણે એક કામ ...Read More

9

વિષાદ યોગ- પ્રકરણ-9

“મને લાગે છે કે હવે આપણે નિશીથને સાચી વાત જણાવી દેવી જોઇએ?” સુમિતભાઇએ કહ્યું “હા, મને પણ એવુજ લાગે આમ પણ હવે આ વાત તેનાથી વધુ સમય છુપાવી શકાય તેમ નથી. પણ મને ડર લાગે છે કે તે આ સત્ય જીરવી શકશે કે નહી?” સુનંદાબેન મનમાં રમતી વાત કરી દીધી. “આમ પણ તેણે ક્યારેક તો આ સાચી હકીકતનો સામનો કરવોજ પડશે ને? જેટલી વહેલી વાત કરશું તેટલી તેને સહેવી સહેલી બનશે? અને ક્યાંક કોઇ બીજી જગ્યાએથી તેને ખબર પડશે તો તે આપણા માટે ગેરસમજ કરશે. આપણી સામે હશે તો, તેને સંભાળવો પણ સહેલો થશે.” સુમિતભાઇએ પરિસ્થિતિને સમજાવતાં કહ્યું. “ ...Read More

10

વિષાદ યોગ- પ્રકરણ-10

સુનંદાબેને વાતની શરૂઆત કરી “નિશીથ દીકરા, મારા અને તારા પપ્પાની જિંદગીનો તું એકજ સહારો છે. અમે તને જીવથી પણ પ્રેમ કરીએ છીએ. પણ જે સત્ય છે તે તો તને અમારે કહેવુંજ પડશે. આ વાતથી અમારા તારી સાથેના સંબંધ કે તારી સાથેની લાગણીમાં કોઇ ફેર પડતો નથી. આતો માત્ર ઔપચારિકતા છે. હવે તું હવે મેચ્યોર થઇ ગયો છે એટલે અમારે તને આ સત્ય કહીજ દેવું જોઇએ.” આમ કહી તે થોડા રોકાયા. નિશીથ આમ ગોળ ગોળ વાતથી અકળાઇ રહ્યો હતો. સુનંદાબેન પહેલીવાર આમ વાતને ફેરવી રહ્યા હતા. અત્યાર સુધીમાં નિશીથનાં મનમાં તેની મમ્મીની સ્પષ્ટ વક્તા તરીકેની છાપ હતી. કોઇ પણ વાત ...Read More

11

વિષાદ યોગ- પ્રકરણ-11

નિશીથે બાઇક ચલાવી એટલે કશિશે કહ્યું “ બાઇક તારા ઘરેજ લઇલે.” નિશીથે પણ કોઇ પણ પ્રશ્ન પૂછયા વિના બાઇક ઘર તરફ જવા દીધી. નિશીથને ખબર હતીકે પોતાની વાતથી કશિશને ખોટું લાગ્યું છે પણ નિશીથ તો તેને સાચી વાત જણાવી નિર્ણય માટે એકદમ સ્વતંત્રતા આપવા માગતો હતો. નિશીથે આગલા દિવસેજ નક્કી કરી લીધું હતું કે કોઇ પણ જાતની લાગણીનું દબાણ આપ્યા વિના કશિશને તેનો નિર્ણય લેવાની છૂટ આપવી છે. એટલેજ તેણે વાત કર્યાબાદ કશિશને સ્પષ્ટ કહ્યું કે “હવે તારે નક્કી કરવાનું છે કે તું મારી સાથે જિંદગી જીવવા માગે છે કે નહીં.” નિશીથ અને કશિશ બંને પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા ...Read More

12

વિષાદ યોગ- પ્રકરણ-12

નિશીથે કશિશને વાત કરતા કહ્યું “ આજે તને એક એવી વાત કહીશ જે સાંભળીને તું કદાચ સાચી નહીં માને, હું જે કહું છું તે એકદમ સત્ય છે.” એમ કહી તેણે કશિશની આંખમાં જોયું પણ કશિશની આંખમાં તેને કોઇજ ભાવ જોવા ના મળ્યો એટલે તેણે વાત આગળ વધારી “ આજથી લગભગ સાત આઠ વર્ષથી મને થોડા થોડા દિવસે એકજ સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં મને એક દ્રશ્ય વારંવાર દેખાય છે” એમ કહી નિશીથે તેને આવતા સપનાની બધી વાત કરી અને કહ્યું “ અને જ્યારથી મારા બર્થડે પર અનાથાશ્રમમાં મને પેલા બાબા મળ્યા ત્યારથી આ સ્વપ્ન રોજ આવે છે. આ સ્વપ્નથી હું ...Read More

13

વિષાદ યોગ- પ્રકરણ-13

રાજકોટથી જુનાગઢ તરફ જતા રસ્તા પર બે કાર પુરપાટ વેગથી દોડી રહી હતી. એક કારમાં નિશીથ ડ્રાઇવ કરતો હતો તેની બાજુમાં કશિશ બેઠી હતી અને પાછળની સીટ પર બિનાબેન અને સુનંદાબેન બેઠા હતા. જ્યારે બીજી કારમાં સુમિતભાઇની બાજુમાં કિશોરભાઇ બેઠા હતા અને પાછળની સીટ પર કિશોરભાઇના મિત્ર ઉપેન્દ્ર શાસ્ત્રી બેઠા હતા. બંને કાર સવારના આઠ વાગ્યામાં રાજકોટથી જુનાગઢ તરફ જવા નીકળી હતી. તે દિવસે કિશોરભાઇની જ્યોતિષ શાસ્ત્રીને મળવાની વાત સાંભળી સુમિતભાઇએ અને સુનંદાબેને નિશીથને બધી વાત કરી તો નિશીથે કહ્યું “ મને એમા કોઇ પ્રોબ્લેમ નથી. આમપણ હવે આપણી પાસે બીજો કોઇ ઉપાય પણ ક્યાં છે? જોઇએ આમા શું ...Read More

14

વિષાદ યોગ- પ્રકરણ-14

એક ટાટા સફારી કાર રાજકોટથી ભાવનગર તરફના હાઇવે તરફ દોડી રહી હતી. તે કાર નિશીથ ચલાવી રહ્યો હતો અને બાજુમાં કશિશ બેઠી હતી પાછળની સીટ પર સમીર બેઠો હતો. બધાજ પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. નિશીથ પણ વિચારોમાં ખોવાયેલો હતો. જુનાગઢથી આવ્યાબાદ કેટલી ઝડપથી બધી ઘટનાઓ બની હતી. જુનાગઢથી આવ્યા બાદ નિશીથે જ્યારે ઘરમાં વાત કરી કે મારે મારો ભુતકાળને શોધવા જવુ છે. ત્યારે સુનંદાબેને એકદમજ ગુસ્સે થઇ કહ્યું હતું “શું ગાંડા જેવી વાત કરે છે? આ બધુ હંબંગ છે? 21મી સદીના હાઇટેક યુગમાં તું આવી વાત માને છે? મને તો આ કોઇ વાત પર વિશ્વાસ નથી.” નિશીથ સુનંદાબેનનું ફસ્ટ્રેશન ...Read More

15

વિષાદ યોગ- પ્રકરણ-15

નિશીથની કારમાં ચાર પાંચ કલાકની મુસાફરી પછી તે લોકો સિહોર પહોંચ્યાં એટલે કશિશે કહ્યું “નિશીથ કાર ઊભી રાખ ચા છે.” “હા આમ પણ પપ્પાએ જે એડ્રેસ આપ્યું હતું તેમાં પણ સિહોર-ભાવનગર વચ્ચેથીજ ક્યાંક વળવાનું હતું, એટલે હવે અહીં કોઇને પૂછવું પડશે.” એમ કહી નિશીથે કારને સાઇડમાં લીધી અને એક ચાની લારી પાસે ઊભી રાખી. કશિશ સમીર અને નિશીથ ત્રણેય નીચે ઊતર્યા અને ચાની લારીવાળાને ત્રણ સ્પેશિયલ ચાનો ઓર્ડર આપ્યો. લારીવાળો પણ ઓર્ડર મળતા કામમાં લાગી ગયો. નિશીથે આજુબાજુ જોયું તો હાઇવે ગામની બહારથી પસાર થતો હોવાથી બહું લોકો નહોતા. ચાની લારી પાછળ બે ત્રણ વૃધ્ધ બેસી ગપ્પા મારી ...Read More

16

વિષાદ યોગ- પ્રકરણ-16

દાદાએ વાત કહેવાની શરૂઆત કરી “આજથી લગભગ દસ વર્ષ પહેલાની વાત છે. ભાવનગર અને અલંગ બંદર તરીકે વિકસી રહ્યા અને ધીમે ધીમે સિહોરમાંથી પસાર થતા આ રોડ પર ટ્રાફિક વધી રહ્યો હતો. આ રોડનું મહત્વ હવે વધવાનું હતુ તેને ધ્યાનમાં લઇ સરકારે હાઇવે બનાવવાનું નક્કી કર્યુ. હાઇવે ગામની બહારથી કાઢવાનું નક્કી થયું. સરકારે જે રસ્તો હાઇવે માટે પસંદ કર્યો હતો તે મારા ખેતરમાંથી નીકળતો હતો. મારી પાસે આમતો 70 વિઘા જમીન પણ અહી અમારા પંથકમાં વરસાદ ખૂબ ઓછો થાય એટલે પાણીની અછત છે. તેને લીધે તે 70 વિઘા જમીનમાં કાંઇ ઉત્પાદન થતું નહીં. મારા બંને દીકરા પણ તેને લીધેજ ...Read More

17

વિષાદ યોગ- પ્રકરણ-17

વિરમ નસામાં બબડતો હતો ત્યારે સુરસિંહ વીસ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં ખોવાઇ ગયો હતો. જ્યારે સુરસિંહને હૉસ્પિટલમાંથી ખસેડી કાચાકામના કેદી જેલમાં રખાયો હતો ત્યારે એક દિવસ વિરમ તેને મળવા આવ્યો હતો. વિરમને જોઇ તેને રાહત થઇ હતી કે ચાલ આતો ફસાયો નથી. વિરમની હાલત જોઇ તેને થોડું દુઃખ તો થયેલું પણ એક રાહત હતી કે વિરમ તેની જેમ જેલમાં નહોતો. સુરસિંહે વિરમની હાલત જોઇ પુછ્યું “તને કેમ છે? અને આ તારા મોઢા પર નિશાન શેના પડેલા છે?” આ સાંભળી વિરમ રડી પડ્યો અને બોલ્યો “ આ પોલીસવાળાએ માર મારેલો તેના નિશાન છે.” આટલું કહી તે સુરસિંહની એકદમ ...Read More

18

વિષાદ યોગ- પ્રકરણ-18

બીજા દિવસે નિશીથે કારને ઘોઘા તરફ જવા દીધી. કારની સાથે વિચારયાત્રા પણ ચાલુ હતી. આગલે દિવસે તે લોકો જ્યારે ત્યાંથી નીકળ્યા પછી દાદાએ રઘુવિરભાઇનું કાર્ડ આપેલું તેમાં જોયું તો રઘુવિરભાઇનું એડ્રેસ સુરતનું હતું. તે લોકોએ ઘોઘાથી દહેજની ફેરી સર્વિસમાં સુરત જવાનું નક્કી કર્યુ હતું. તે માટે આજે અહીંજ ક્યાંક રોકાઇ જવાનું નક્કી કરી હાઇવે પર આવેલી ‘રંગોલીપાર્ક હોટેલ’ પર કારને લીધી. હોટલમાં જઇ નિશીથે બે રૂમ બુક કરાવ્યા. એક ચાવી નિશીથે પોતાના પાસે રાખી અને બીજી કશિશને આપતા કહ્યું “લે આ ચાવી પહેલા આપણે ફ્રેસ થઇ જઇએ પછી નીચે મળીએ.” એમ કહી નિશીથ અને સમીર તેના રૂમમાં ગયા અને ...Read More

19

વિષાદ યોગ- પ્રકરણ-19

રઘુવિરભાઇના ઘરેથી નીકળી કારને સીધીજ સરદારબ્રિજ પર લીધી અને ત્યાથી રીંગરોડ પર આગળ જવા દીધી. રીંગરોડ પર ટેક્ષટાઇલ માર્કેટ કારને સાઇડમાં લીધી. જાપાન માર્કેટ પાસે રહેલ હોટેલ લોર્ડ્ઝપ્લાઝામાં કારને પાર્ક કરી. હોટેલમાં ચેક ઇન કરી ત્રણેય ફ્રેસ થયા અને પછી ફરીથી નીચે રીસેપ્શન એરીયામાં મળ્યા ત્યારે લગભગ 7 થવા આવ્યા હતા. નિશીથે કહ્યું ચાલો સુરતમાં થોડું ફરીએ પછી જમવા જઇશું. નિશીથે કારની ચાવી સમીરને આપી. સમીર પાર્કીંગમાંથી કાર લઇ આવ્યો એટલે કશિશ અને નિશીથ કારમાં બેઠા. કારને સમીરે ફરીથી રીંગરોડ પર અઠવાલાઇન્સ તરફ જવા દીધી. કાર એક પછી એક ફ્લાય ઓવર ક્રોસ કરતી અઠવાગેટ પર આવી એટલે નિશીથે ગુગલ ...Read More

20

વિષાદ યોગ- પ્રકરણ-20

નિશીથે દરવાજો ખોલ્યો તો સામે નૈના હસતી ઊભી હતી. નિશીથતો તેને જોઇને આશ્ચર્યથી બોલ્યો “નૈના તું અહીં ક્યાંથી આવી?” સાંભળી નૈના હસતા હસતા બોલી “પહેલા અંદરતો આવવા દે કે પછી મારે અંદર અવાય એવુ નથી?” આ સાંભળી નિશીથ બાજુમાં ખસ્યો એટલે નૈના અંદર દાખલ થઇ અને કશિશ પાસે જઇને તેને ભેટી પડી. નૈનાએ ધીમેથી કશિશને કાનમાં કહ્યું “મને લાગે છે હું ખોટા સમયે આવી છું. તમને બંનેને ડિસ્ટર્બ કર્યા લાગે છે. શું રામાંશ ચાલતો હતો?” આ સાંભળી કશિશ હસી પડી અને નૈનાથી છુટા પડતા બોલી “આવતા સાથેજ મજાક ચાલુ કરી દીધી. કેવી રહી તારી મુસાફરી?” “સારી રહી પણ તારા ...Read More

21

વિષાદ યોગ- પ્રકરણ-21

અનાથાશ્રમથી નીકળી નિશીથે પહેલા કારને હોટલ પર જવા દીધી. બંનેને જોરદાર ભૂખ લાગી હતી એટલે બેંક્વેટ હોલમાં જઇને થોડીવાર સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. જમવાનું આવી જતા બંને જમવા લાગ્યા. મસ્ત કાઠીયાવાડી ભોજન હોવાથી બંનેનો મુડ થોડો સારો થયો એટલે સમીરે કહ્યું “નિશીથ હવે શું કરીશું. આ ‘હરીઓમ’ શું છે, તે કઇ રીતે શોધીશું?” નિશીથ થોડીવારતો વિચારતો બેસી રહ્યો પછી બોલ્યો “આમા બે શક્યતા છે એક તો હરીઓમ નામનો કોઇ માણસ હોઇ શકે જે અહીંના વિસ્તારમાં ખૂબ જાણીતો હોવાથી તેની પાછળ કંઇ લખવાની જરૂર ન પડી હોય. બીજી શકયતા એ છે કે હરીઓમ કોઇ સંકેત હોઇ શકે જેનાથી લખનાર ...Read More

22

વિષાદ યોગ- પ્રકરણ-22

વિષાદયોગ-22 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________ સુરસિંહની વાત સાંભળી વિરમને પણ જટકો લાગ્યો પણ તેને લાગ્યું કે આ સુરસિંહનું જેલમાં રહીને અને શરાબ છટકી ગયું લાગે છે. બાકી તે કહે છે તે કંઇ રીતે શક્ય બને. તેણે સુરસિંહને ધમકાવ્યો પણ રહી રહીને તેને પણ હવે ડર લાગવા લાગ્યો હતો. વિરમ તો સુરસિંહ કરતા પણ પોચા હ્રદયનો હતો. જે વાતથી સુરસીંહ ધ્રુજી ગયો તે વાતનો ડર હવે વિરમને પણ લાગ્યો એટલે તેણે સુરસિંહને કહ્યું “તમે મને કહો કે તમે શું જોયું. આમ હાથ પગ વિનાની વાતમાં મને શું સમજ પડે?” સુરસિંહે વિરમની દશા જોઇ સ્મિત કર્યુ. આ સ્મિતમાં રહેલો વ્યંગ વિરમ સમજી ગયો ...Read More

23

વિષાદ યોગ- પ્રકરણ-23

વિષાદયોગ-23 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________ વિલીએ ફેરીમાંથી કાર ઉતારીને સીધીજ ભાવનગર તરફ જવા દીધી. વિલીએ કાર ભાવનગર સીટી ક્રોસ કરી સામે છેડે કાઠે આવેલા ‘ઇસ્કોન ક્લબ રીસોર્ટ’માં પાર્ક કરી અને રૂમ બુક કરાવ્યો. વિલીને ખબર હતી કે તેને હવે ભાવનગરમાં બે ત્રણ દિવસ રોકાવુંજ પડશે એટલે તેણે રિસોર્ટમાંજ રહેવાનું પસંદ કર્યુ. આમ પણ વહેલી સવારનો તે સતત મુસાફરી કરી રહ્યો હતો એટલે ખુબ થાક્યો હતો. રૂમમાં દાખલ થઇ તરતજ તેણે બાથરૂમમાં જઇ બધાજ કપડા કાઢી નાખ્યા અને સાવર નીચે ઊભો રહી ગયો. ઠંડા પાણીના સાવરથી તેનો થાક ધીમે ધીમે ઉતરવા લાગ્યો તે આમને આમ અડધો કલાક સુધી સાવર નીચે ઊભો રહ્યો. ...Read More

24

વિષાદ યોગ - પ્રકરણ-24

બધા મિત્રો નિશીથના રૂમમાં દાખલ થયા અને બેઠા એટલે નૈનાએ કહ્યું “નિશીથ હવે બધી વાત કર. પેલો માણસ કોણ અને તું તેન કંઇ રીતે ઓળખે છે?” નિશીથ થોડો રોકાયો અને બોલ્યો “ તે માણસ બીજો કોઇ નહીં પણ મારા પપ્પાએ મારી સુરક્ષા માટે મારી પાછળ મને ન ખબર પડે તે રીતે મુકેલો માણસ જ હતો. જ્યારથી આપણે રાજકોટથી નીકળ્યા ત્યારથી તેની કાર મે પાંચ-છ વાર જોઇ એટલે મને શક ગયો. અને મે તેની હિલચાલ પર ધ્યાન રાખવા માંડ્યું. મે તેને ઘણીવાર ફોન પર વાતચિત કરતો જોયો અને તેજ સમયે મે મારા પપ્પાને ફોન કર્યો તો ...Read More

25

વિષાદ યોગ - પ્રકરણ - 25

______________________________________________________________________ નિશીથ ફોન મુકી થોડીવાર સુનમુન બેસી રહ્યો એટલે કશિશે પુછ્યું “ શું થયું નિશીથ કોનો ફોન હતો? અને કેમ આમ ઉદાસ થઇ ગયો?” નિશીથે કશિશ સામે જોયું અને પછી બોલ્યો “મે કાલે રાતે જે માણસને કામ સોપ્યુ હતું. તે રોમેશ મેકવાનનો જ ફોન હતો. તેણે પેલા અનાથાશ્રમના ચોકીદાર વિશે તપાસ કરાવી અને તેને જાણવા મળ્યુ છે કે આ બંનેએ વિસ વર્ષ પહેલા સુર્યેશ્વર મહદેવ મંદીરના આચાર્યનું ખુન કરેલું અને તેને લીધેજ તે લોકોને જેલની સજા થયેલી. તેમાંથી એક તો હજુ હમણાજ જેલમાંથી છુટીને આવ્યો છે. તે પછી જે વાત કરી તે તો આપણે જાણીએ જ છીએ કે આચાર્ય ...Read More

26

વિષાદ યોગ - પ્રકરણ-26

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________ સુરસિંહ વિલીને જોઇને એક જટકા સાથે ઊભો થઇ ગયો. તેના ચહેરા પર ગભરાટ છવાઇ ગયો પણ તેણે ઘાટ પાણી પીધા હતા એટલે તે તરતજ ફરીથી સ્વસ્થ થઇ ગયો અને જાણે તેને કોઇ ડરજ નથી તેમ તેણે નિશીથને કહ્યું “જો ભાઇ હ્વે તારે ફરી પાછું શું શોધવું છે આ અનાથાશ્રમમાં? આ સાંભળીને નિશીથ હસી પડ્યો અને બોલ્યો “વાહ દોસ્ત તારી એક્ટીંગ તો જોરદાર છે પણ અફસોસ કે તે હવે વધારે કામ નહીં આવે. અમારે અનાથાશ્રમનું ...Read More

27

વિષાદ યોગ- પ્રકરણ-27

એક દિવસ તો વિલીએ આરામ કર્યો પછી બીજા દિવસે તેણે ગંભીરસિંહને બોલાવ્યો અને કહ્યું “જુઓ એકાદ દિવસમાં હું વકીલને બધી વ્યવસ્થા કરી લઉ છું. આપણે પેલા અનાથાશ્રમનો દસ્તાવેજ તમારા નામ પર કરવાનો છે.” ગંભીરસિંહને આ વિલી પ્રત્યે પહેલેથીજ થોડી ચિડ હતી, કેમકે તે જાણતો હતો કે કૃપાલસિંહના બધા ખોટા ધંધા આ વિલીજ સંભાળતો હતો. ઘણા બધા ખરાબ ધંધાતો આ વિલીએજ તેને શરુ કરાવ્યા હતા. ગંભીરસિંહ પહેલેથીજ ભગવાનમાં માનનારો હતો તેને આ બધા ધંધા પસંદ નહોતા. જ્યાં સુધી શક્તિસિંહ હતા ત્યાં સુધી તેણે ...Read More

28

વિષાદ યોગ - પ્રકરણ-28

વિષાદયોગ-28 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________ ગંભીરસિંહ ઉર્મિલાદેવીને મળીને ઘરે પહોંચ્યો પણ તેના મગજમાં હજુ પણ ઉર્મિલાદેવીના શબ્દો ઘુમરાતા હતા. તેને આજે ઉર્મિલાદેવીનું કંઇક અલગજ લાગ્યું આમ તો જ્યારથી શક્તિસિંહનું ખુન થઇ ગયું ત્યારથીજ ઉર્મિલાદેવીનું વર્તન થોડુ વિચિત્ર થઇ ગયું હતું. પણ ત્યારે તો બધાને એવું લાગેલું કે શક્તિસિંહના મૃત્યુનો આઘાત લાગેલો છે એટલે તેની માનસિક હાલત બગડી ગઇ છે. પણ જ્યારે શક્તિસિંહના વફાદાર માણસોએ ઉર્મિલાદેવીને કહ્યું કે કૃપાલસિંહેજ શક્તિસિંહનું ખુન કર્યુ છે અને તેના વિરુધ ફરીયાદ કરવી જોઇએ. ત્યારે ઉર્મિલાદેવીએ જે જવાબ આપ્યો તે સાંભળી બધાજ ચોંકી ગયા. ઉર્મિલાદેવીએ પોલીસ ફરીયાદ કરવાની અને કૃપાલસિંહ વિરુધ્ધ કોઇ પણ બયાન આપવાની ના પાડી ...Read More

29

વિષાદ યોગ - પ્રકરણ 29

વિષાદયોગ-29 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______________######__________#####________ નિશથ અને સમીર જ્યારે નિચે પહોંચ્યા ત્યારે કશિશ અને નૈના તે લોકોની રાહ જોઇને ગાર્ડનમાં બેઠી હતી. ચારેય ડાઇનીંગ હોલમાં જઇ જમ્યાં. નિશીથ જમતી વખતે સતત વિચારમાં ખોવાયેલો રહ્યો. કશિશ સમીર અને નૈના આડાઅવળી વાતો કરતા રહ્યા. કશિશે ઇશારાથીજ સમીરને નિશીથ વિશે પુછ્યું પણ સમીરે તેને શાંતિ રાખવા ઇશારો કર્યો. જમ્યા ત્યાં સુધી કશિશે પણ નિશીથને વિચારમાં ખલેલ ન પહોંચાડવાનું જ યોગ્ય સમજ્યું. જમ્યાં બાદ કશિશે નિશીથને કહ્યું “નિશીથ જો તારી ઇચ્છા ન હોય તો આપણે કાલે વાત કરીશું. તમે આરામ કરો.” આ સાંભળી નિશીથ હસ્યો અને બોલ્યો “કશિશ તને જાણવાની ઇંતજારી છે તે હું જાણું ...Read More

30

વિષાદ યોગ - પ્રકરણ - 30

“ચાલ બોલ હવે શું કરવું છે?” સમીરે નાસ્તો કરતાં કરતાં નિશીથને પુછ્યું. “હમણા રોમેશભાઇ આવે છે. એ આવે એટલે અહીંથી પહેલા સુરસિંહને મળવા જવું છે અને પછી તેને સાથે લઇ તેના મિત્ર વિરમને મળવું છે.” નિશીથે જવાબ આપ્યો. “જો આજે અમે પણ સાથે આવીશું. અહીં હોટલ પર રહીને કંટાળી ગયા છીએ.” કશિશે કહ્યું. બધા મિત્રો સવારે નાસ્તો કરતા કરતા વાતો કરી રહ્યા હતા. કશિશની વાત સાંભળી નિશીથે કહ્યું “જો કશિશ તમે આવો તો અમને કોઇ વાંધો નથી પણ એક વાત તું સમજ કે આપણે આ બધી તપાસ છુપી રીતે કરવી છે. જો તમે સાથે આવશો તો લોકોનું ધ્યાન ...Read More

31

વિષાદ યોગ- પ્રકરણ-31

ગુમાનસિંહ અત્યારે નીચી મુંડી કરીને ગંભીરસિંહની સામે ઉભેલો હતો. ગુમાનસિંહ અનાથાશ્રમથી ઘરે આવીને બેઠો ત્યાં એક માણસે તેને કહ્યું કે તમને ગંભીરસિંહ રાજ મહેલમાં બોલાવે છે. આ સાંભળી તેની શરીરમાંથી ધુજારી પસાર થઇ ગઇ. તેને પહેલા તો એક વખત એવો પણ વિચાર આવેલો કે ચાલ ગામ છોડીને ભાગી જાઉં. પણ પછી તરતજ તેને કૃપાલસિંહની પહોંચનો વિચાર આવતા તેણે તે વાત માંડી વાળી હતી. તેને સમજાઇ ગયું હતું કે જો તે ભાગી જશે તો તો તેને કૃપાલસિંહ જીવતો નહીં છોડે. તેના કરતા તો અત્યારે ગંભીરસિંહને મળીને તેને કેટલી ખબર છે તે જાણવામાં ફાયદો છે. મોત તો બંને બાજુ ...Read More

32

વિષાદ યોગ - પ્રકરણ - 32

નિશીથ સવારે ઉઠ્યો અને ફ્રેસ થઇને તેણે કશિશને ફોન કરી ઝડપથી નાસ્તા માટે આવી જવા કહ્યું “ તે લોકો કરતા હતા. ત્યાં એક હોટેલના કર્મચારીએ આવીને નિશીથને કહ્યું “સર, કોઇ તમને મળવા આવ્યું છે. રીશેપ્શન સામેના વેઇટીંગમાં તેમને બેસાડ્યા છે.” આ સાંભળી નિશીથે વેઇટરને કહ્યું “એક કામ કરો તેને અહીં જ લઇ આવો.” આ સાંભળી પેલો જતો રહ્યો અને થોડીવારમાં તે એક વ્યક્તિને સાથે લઇને આવ્યો. તેને જોઇને નિશીથ ઉભો થઇ ગયો અને હાથ મિલાવતા બોલ્યો “અરે પ્રિતેશભાઇ તમે આવ્યા છો મને એમ કે પપ્પાએ ગૌરાંગને મોકલ્યો હશે. આવો બેસો સાથે નાસ્તો કરીએ.” એમ કહી નિશીથે તેની પાસેની ...Read More

33

વિષાદ યોગ - પ્રકરણ - 33

નિશીથની કાર પાલીતાણા તરફ દોડી રહી હતી. નિશીથની બાજુમાં કશિશ બેઠી હતી અને પાછળની સીટ પર નૈના બેઠી હતી. લોકો હોટલથી નિકળ્યા તેને એકાદ કલાક જેવો સમય થઇ ગયો હતો. ત્રણેય પોતપોતાના વિચારોમાં ખોવાયેલા હતા. કશિશ અત્યારે પણ કાલના વિચાર કરી હતી. કાલે તેણે લોકેટ ખોલ્યું તેમાંથી એક કાગળ નિકળ્યો હતો. આ કાગળ પર એક નકશો દોરેલો હતો. કશિશે કાગળને જાળવીને બેડ પર મુક્યો અને નકશો જોતાજ તે બોલી “આ તો કોઇ નકશાનો અડધો ભાગ લાગે છે.” “હા, આપણી પાસે આ નો બીજો ભાગ પહેલેથીજ છે.” એમ કહી નિશીથે ઉભા થઇ તેની બેગમાંથી એક કાગળ કાઢ્યો. તે સુરસિંહ ...Read More

34

વિષાદ યોગ - પ્રકરણ - 34

બીજા દિવસે સવારે ત્રણેય જેસર તરફ આગળ વધ્યા નિશીથે ગુગલ મેપમાં લોકેશન સેટ કરી કારને જવા દીધી. લગભગ 18 જેટલું અંતર કપાયા પછી નિશીથે કારને ઉભી રાખી અને ખીસ્સામાંથી નકશો કાઢી જોયું તો હવે પેલો પીળો પડી ગયેલા ભાગના વિસ્તારમાં તે લોકો પ્રવેશી ગયા હતા. નિશીથે કશિશ અને નૈનાને કહ્યું “જો સામે એક ટેકરી જેવું દેખાય છે. ચાલો ત્યાં તપાસ કરીએ. ત્રણેય ચાલીને ટેકરી ઉપર ગયા અને આજુબાજુ તપાસ કરી પણ અહી ખજાનો હોય તેવા કોઇ સંકેત તેમને ...Read More

35

વિષાદ યોગ - પ્રકરણ - 35

વિરમ ફોન મુકી ઘણીવાર સુધી વિચારતો બેસી રહ્યો. ફોન કરનાર કોણ હતું? તે તેને ખબર નહોતી પડી પણ તેને ચોક્કસ સમજાઇ ગયું હતું કે આ જે કોઇ પણ છે તે તેના વિષે બધુજ જાણે છે. આ ફોન કરનાર કોઇ બીજો કોઇ નવો માણસ હતો? કે પછી તે પેલા યુવાનનો જ કોઇ માણસ હશે? ક્યાંક ઉર્મિલાદેવીએ પણ તેને ફસાવવા માટે આવું છટકું ગોઠવ્યું નહીં હોયને? વિરમને હજુ પણ ફોન કરનારના શબ્દો કાનમાં ગુંજતા હતા. વિરમે જેવો ફોન ઉચક્યો એ સાથે જ સામેથી કહેવાયું હતું “તમારે અમારુ એક કામ કરવાનું છે તેના બદલામાં જે જોઇએ તે મળશે.” આ સાંભળી વિરમને થોડીવાર ...Read More

36

વિષાદ યોગ - પ્રકરણ - 36

વિલી ભાવનગરથી સુર્યગઢના રસ્તા પર કાર ચલાવી રહ્યો હતો. તે હવે ખુબજ અકળાઇ ગયો હતો. તેને બે દિવસમાં કામ પતાવી પાછું ગાંધીનગર જતું રહેવુ હતું પણ આજે એક અઠવાડીયું થઇ ગયું હતું, છતાં તેનું કામ પત્યું નહોતું. તેનો વકીલ આમતો ખુબ હોશિયાર હતો એટલે તેને ચિંતા નહોતી પણ આ અનાથાશ્રમની જમીનના કાગળમાં જ પ્રોબ્લેમ હતો ઘણા કાગળીયા ખોવાઇ ગયા હતા. તે બધાજ કાગળ જુદી જુદી ઓફિસમાંથી કઢાવવા પડ્યા હતા. એમ એલ એ કૃપાલસિંહની આ વિસ્તારમાં સારી એવી ધાક હતી. તે આજ વિસ્તારમાંથી ચુટાઈ આવેલો હતો તેથી અહીં તેના ઘણા બધા માણસો હતા. કૃપાલસિંહના એક ફોન પર અહીં બધા ...Read More

37

વિષાદ યોગ - પ્રકરણ - 37

વિરમ ઘરેથી નિકળી બાઇક લઇ તેના ખેતર પર પહોંચ્યો. આખા રસ્તે વિરમ સતત તેની આગળ પાછળ જોતો રહ્યો હતો. હવે વિશ્વાસ થઇ ગયો હતો કે કોઇક સતત તેનો પીછો કરી રહ્યું છે. તેની પળે પળની ખબર કોઇ રાખી રહ્યું છે. તેણે આખા રસ્તે સતત નજર રાખી પણ કોઇ તેને નજર આવ્યું નહીં. આ વિચાર કરતાજ તેને યાદ આવ્યું કે તે જ્યારે સુરસિંહને પહેલી વખત મળેલો ત્યારે કોઇએ તેનો પીછો કરેલો પણ ત્યારે તો વિરમે ખૂબ ચતુરાઇથી તેનો પીછો છોડાવેલો. છતા પણ કોઇ તેના પળે પળની ખબર રાખી રહેલું છે. તેની પાછળ કોઇ સતત રહે છે પણ તેના ધ્યાનમાં ...Read More

38

વિષાદ યોગ - પ્રકરણ - 38

કૃપાલસિંહની કોઠી પર પહોંચી વિલીએ ગંભીરસિંહને બોલાવવા માણસ મોકલ્યો. વિલી હવે અહીં રહીને કંટાળી ગયો હતો.આ અનાથાશ્રમના દસ્તાવેજનું કામ ધાર્યા કરતા વધુ લંબાયુ હતું. તે હવે કોઇ પણ હિસાબે બે દિવસમાં કામ પતાવી નીકળી જવા માંગતો હતો. તે આમ પણ ઓફીસીયલ કામનો માણસ ન હતો. તેણે તેની કારકીર્દીની શરુઆત કારકુનથી કરી હતી પણ તેને કાગળીયા કામની ખૂબજ ચીડ હતી. તેને તો અનઓફીસીયલ અને કાયદા કાનુન વિરુધના કામમાંજ મજા આવતી. કાયદા તોડવામાં તેને એક પ્રકારનો નસો ચડતો અને પોતે બીજા બધાથી ઉપર છે એવી લાગણીથી તેનો અહમ્ સંતોશાતો. આમ પણ ભારતમાં કાયદો તોડવો અને બચી જવું એ એક પ્રકારની બહાદુરીનું ...Read More

39

વિષાદ યોગ - પ્રકરણ - 39

નિશીથ અને કશિશ જ્યારે દેરાસર પહોંચ્યા ત્યારે સમીર, નૈના અને પ્રશાંત દેરાસરની સામે રહેલ ઓટલા પર બેસી તેની રાહ રહ્યા હતા. કશિશ અને નિશીથ પણ ત્યાં પહોંચી બેઠા. બંનેને જોઇને નૈના એ કહ્યું “એલા કેટલી વાર લગાડી. પેલા દાદા મળ્યાં કે નહીં? કે પછી આ દાદાનું બહાનું કાઢી તમે બંને ક્યાંક ફરવા જતા રહ્યા હતા?” નૈનાએ મજાક કરી પણ પછી નિશીથ અને કશિશના ચહેરા જોઇ નૈના સમજી ગઇ કે કોઇક સિરિયસ વાત છે એટલે તેણે પુછ્યું “એલા તમને બંનેને શું થયું છે? આ એકદમ તમારા મોં પર નિરાશા કેમ દેખાય છે? શું થયું એલા? આ સાંભળી નિશીથે કશિશ સામે ...Read More

40

વિષાદ યોગ - પ્રકરણ - 40

કૃપાલસિંહ આજે ખુબ ખુશ હતો તેનો દાવ બરાબર પડ્યો હતો. પાર્ટીની મીટીંગમાં તે છવાઇ ગયો હતો. આવતા મહિને જાહેર વિધાનસભાના ઇલેક્શનની રણનીતી નક્કી કરવાની મીટીંગ હતી. જેમા બધાએ પોતાના મત રજુ કર્યા હતા અને બઘાનાજ મત મુજબ આ વખતે સતા ટકાવી રાખવી અઘરી છે. ત્યારબાદ કોઇ પણ રીતે સતા ટકાવી રાખવા માટે શું કરવું જોઇએ તેની ચર્ચા થઇ. આ મિટીંગમાં દીલ્લીથી પક્ષના પ્રમુખ અને હાઇકમાંડના મોટા માથા હાજર હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પાર્ટી પ્રમુખ, મુખ્યમંત્રી, બધાજ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા. બધાજ પોતપોતાનો મત રજુ કરતા હતા. બધાના મંતવ્ય પછી કૃપાલસિંહે ઊભા થઇ બોલવાની શરુઆત કરતા ...Read More

41

વિષાદ યોગ - પ્રકરણ - 41

એક નગરમાં નિશિથ દાખલ થાય છે અને કઇ બાજુ જવું તે વિચારતો ઊભો રહે છે ત્યાં તેના કાન પર અવાજ સંભળાઇ છે. દીકરા એ દીકરા, આ સાંભળી નિશીથ ચોંકી જાય છે અને અવાજની દિશામાં જુએ છે તો કોઇ દેખાતું નથી. ત્યાંજ દુરથી પાછો એજ અવાજ આવતો સંભળાઇ છે. નિશીથ અવાજની દિશામાં આગળ વધે છે. આગળ વધતા સામે એક મોટો રસ્તો આવે છે નિશીથ તે રસ્તા પર આગળ ચાલવા માંડે છે. તે ચાલતો ચાલતો અવાજની દિશા તરફ આગળ વધે છે ત્યાં થોડે દૂર તેને એક વિશાળ દરવાજો દેખાય છે તેના પર કંઇક લખેલુ છે પણ સમયની થપાટો ખાઇ તે દેખાય ...Read More

42

વિષાદયોગ - પ્રકરણ - 42

વિષાદયોગ-42 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------ વિલી દસ્તાવેજનુ કામ પતાવીને સુર્યગઢ રાતે પહોંચ્યો તેની સાથે ગંભીરસિંહ પણ હતો. વિલી તેના ખંડમાં થઇ સીધોજ બાથરુમમાં ગયો. બાથરુમમાં જઇ તેણે બધાજ કપડા કાઢી નાખ્યાં અને સાવર નીચે ઊભો રહી ગયો. એકદમ ઠંડુ પાણી શરીર પર પડતા તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. આખા દિવસના થાક અને ગરમીથી લસ્ત થઇ ગયેલા શરીર પર ઠંડા પાણીનો સ્પર્શ એકદમજ અહલાદક લાગણી જન્માવતો હતો. વિલી ઘણીવાર સુધી આજ રીતે ઠંડા પાણીથી સ્નાન કરતો રહ્યો. આજ અહીંનું બધુજ કામ પુરુ થઇ ગયું હતું. હવે કાલે સવારે અમદાવાદ જવા નિકળી જવું છે. કેટલાય દિવસથી આ કામમાં અહીં રોકાઇ રહેવું ...Read More

43

વિષાદયોગ - પ્રકરણ - 43

વિષાદયોગ-43 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------######------------########------------------------ ગંભીરસિંહ આવતાજ ઉર્મિલાદેવીએ નિશીથને કહ્યું “તમે મને ચેક કરવાની છુટ આપી છે તો, એક કામ તમારો સર્ટ કાઢી નાખો.” આ સાંભળીને નિશીથ અને ગંભીરસિંહ બંને ચોકી ગયા. પણ નિશીથને તરતજ વાત સમજાઇ ગઇ એટલે તેણે શર્ટના બટન ખોલી નાખ્યા અને શર્ટ કાઢી નાખ્યો. આ જોઇ ઉર્મિલાદેવી ઉભા થયાં અને નિશીથ પાસે આવ્યાં. ઉર્મિલાદેવીએ પાસે આવી નિશીથના જમણા હાથ પર ખભા પાસે રહેલ ટેટું ધ્યાનથી જોવા લાગ્યાં. ગંભીરસિંહને તો હજુ કંઇ સમજ નહોતી પડતી કે આ બધુ શું થઇ રહ્યું છે. છતા તેણે વિરમની વાત સાંભળેલી તે પરથી તેને અંદાજ આવીજ ગયો હતો કે ઉર્મિલાદેવી શું ...Read More

44

વિષાદયોગ - પ્રકરણ - 44

ઉર્મિલાદેવીએ વાત કરવાનું ફરીથી ચાલું કરતાં કહ્યું “યોગેન્દ્રસિંહ ખુબ મહેનત કરી સરદાર પટેલને મળ્યાં અને બધી વાત કરી. સરદાર તેને સમજાવ્યા અને કહ્યું હવે અખંડ ભારતમાં રજવાડાનું અસ્તિત્વતો શક્ય નથી પણ તમારો માન મરતબો જળવાઇ અને તમને સાલીયાણા પેટે અમુક રકમ દર વર્ષે મળશે એવી વ્યવસ્થા હું ચોક્કસ કરીશ. આ વાત સાંભળી યોગેન્દ્રસિંહને એક વાત સમજાઇ ગઇ હતી કે હવે તેના રજવાડા તો ટકી શકવાના નથી. તે હજુ તેમાંથી શું કરી શકાય તેની વિચારણામાં હતા ત્યાં તેને એક દિવસ ખુબ ખરાબ સમાચાર મળ્યાં. તે હજુ તૈયાર થઇને બહાર જતા હતા ત્યાં એક માણસે તેને આવી કહ્યું “ હૈદરાબાદથી ...Read More

45

વિષાદ યોગ - પ્રકરણ - 45

નીશિથ અને સમીર જ્યારે દરબાર ગઢમાંથી બહાર નિક્ળી કારમાં બેસવા જતા હતા ત્યાં એક માણસે આવીને નિશીથને કહ્યું “માતાજી બોલાવે છે.” આ સાંભળી નિશીથે સમીર સામ જોયુ અને આંખોથીજ સમીરને ત્યાં રોકાવા કહ્યું અને નિશીથ પેલા માણસની સાથે ઉર્મિલાદેવી પાસે ગયો. ત્યાં જઇને તેણે જોયું તો ઉર્મિલાદેવી બેઠા હતા અને ગંભીરસિંહ તેની પાસે ઊભો હતો. નિશીથ દાખલ થયો એટલે માતાજીએ કહ્યું “દિકરા તને એક વાત કહેવા માટેજ બોલાવ્યો છે. આ ગંભીરસિંહ મારો ખાસ વિશ્વાસુ માણસ છે તારે ગમે ત્યારે કંઇ પણ જરુર પડે તો તેને કોન્ટેક્ટ કરજે. અને તેના પર પુરો ભરોશો રાખજે. અને બીજુ તારે કંઇ પણ ...Read More

46

વિષાદ યોગ - પ્રકરણ - 46

વિષાદયોગ-46 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------ પ્રશાંત કામત વાત કરી રહ્યો હતો અને નિશીથ તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. “વિલીએ કહ્યું કે તને એટલા રુપીયા મળશે કે તું જિદગી આરામથી જીવી શકીશ. આ સાંભળીને મને લોભ થયો પણ ત્યારે મને ખબર નહોતી કે આ લોભ મને ખૂબ ભારે પડવાનો છે. વિલીએ મને આખો પ્લાન સમજાવતાં કહ્યું કે “ એક જગ્યાએ અમુલ્ય ખજાનો હાથ લાગ્યો છે, તેને ત્યાંથી ફેરવવાનો છે અને કોઇ બીજી જગ્યાએ લઇ જવાનો છે. “ આ સાંભળી મે તેને પુછ્યું “પણ આ કામતો ગમે તેની પાસે કરાવી શકાય, તેમાં મારી શું જરૂર છે?” આ સાંભળી વિલીના મો પર ...Read More

47

વિષાદયોગ - પ્રકરણ - 47

વિરમ તે દિવસે ખેતરની ઓરડી પરથી ગયો પછી ઘરની બહાર ન નિકળ્યો તેને તેના ખેતરમાં રહેલ ઓરડી અને ગ્રાઉન્ડ રુમમાં જે સાધનો જોયા હતાં તેનાથી તે ગભરાઇ ગયો હતો. આમતો તેને તે સાધનોમાં વધુ ખબર નહોતી પડી પણ સી.સી ટીવી કેમેરા લેપટોપ જોઇને એટલું સમજાઇ ગયું હતું કે આ જે લોકો છે તે સામાન્ય નથી અને તેનું આ કામ પણ સામાન્ય નહીં હોય. તેને હવે આ કામમાં હાથ નાખવાનો અફસોસ થતો હતો પણ તે એ પણ જાણતો હતો કે હવે જો તે ના પાડે તો પેલા લોકો તેને મારી નાખીને પણ તેનું કામ પુરુ કરશે. એટલેજ તેણે મનમાં નક્કી ...Read More

48

વિષાદ યોગ - પ્રકરણ-48

નિશીથ જ્યારે તેના રુમ પર પહોંચ્યો ત્યારે બધાજ તેની રાહ જોઇને બેઠા હતા. નિશીથ જઇને બેઠો એટલે કશિશે કહ્યું બોલ શું વાત થઇ? તેને તારી પાસે શું કામ હતું?” આ સાંભળી નિશીથ એક મિનિટ ખચકાયો. કશિશ સામે ખોટું બોલતા નિશીથની જીભ ઉપડતી નહોતી. જ્યારે પ્રેમ સાચો હોય છે ત્યારે વિશ્વાસ અને વફાદારીનું વજન તે સંબંધમાં સ્પષ્ટ જોઇ શકાય છે. નિશીથ અને કશિશના સંબંધમાં પણ આ બંને વસ્તું સ્વાભાવિક રીતેજ ઉમેરાઇ ગઇ હતી. નિશીથ કશિશને પહેલી વાર ખોટું કહેવા જઇ રહ્યો હતો એટલે તેનું દિલ દુભાઇ રહ્યું હતું પણ સાથેજ નિશીથને કશિશની ફિકર પણ એટલીજ થતી હતી. નિશીથે મનોમનજ ...Read More

49

વિષાદ યોગ - પ્રકરણ-49

વિષાદયોગ-પ્રકરણ-49 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- વિલીએ સવારે નવ વાગે કારને સ્ટાર્ટ કરી અને કારને દરબારગઢની બહાર કાઢી. કાલ રાતથીજ વિલીને અઘટીત બનવાનું છે તેવા ભણકારા વાગતા હતા. જ્યારે તેણે ઘરે ફોન કર્યો ત્યારે તેની પત્નીએ પણ તેને કહ્યું મને કંઇક અશુભ બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. આ સાંભળી વિલીને થોડો ડર લાગ્યો પણ તરતજ તેણે કહ્યું “હવે એવું કંઇ ના હોય. તું ખોટી ડરે છે. મને હાથ લગાવવાની કોની હિંમત છે.” પછી થોડી આડા અવળી વાતો કરી વિલીએ ફોન મુકી દીધો પણ પછી તેને રાતે મોડે સુધી ઉંઘ ન આવી હવે તેને અનિષ્ટની આશંકા ઘેરી વળી હતી તે ક્યાંય સુધી ...Read More

50

વિષાદ યોગ - પ્રકરણ - 50

વિલી માટે આજનો દિવસ ખૂબ ખરાબ ઉગ્યો હતો. તેની જિંદગીમાં કોઇએ અત્યાર સુધી તેને હાથ લગાવવાની હિંમત કરી નહોતી આજે તેને એ રીતે જડપી લીધો હતો કે તે કંઇ કરી શકે એમ નહોતો. વિલીના પાવર અને પૈસાની અત્યારે કોઇ કિંમત નહોતી. તેને આ ક્ષણે એકદમ લાચારીનો અનુભવ થતો હતો. અત્યારે તેને તેના ભુતકાળમાં એવા ઘણા લોકો યાદ આવી રહ્યા હતા, જેની લાચારીનો પૂરો ફાયદો વિલીએ ઉઠાવ્યો હતો. માણસ ભલે બીજાને કહે કે હું તારી સ્થિતી અને દુઃખ સમજુ છું. પણ માણસ જ્યારે તે વ્યક્તિની સ્થિતી પર હોય ત્યારેજ તેને સાચા દુઃખની જાણ થાય છે. જ્યારે અનુભવ થાય ત્યારેજ ખબર ...Read More

51

વિષાદ યોગ - પ્રકરણ - 51

વિલી જે અંડરગ્રાઉન્ડ રુમમાં બેઠો હતો તે ખેતરની ચારે બાજુ મોટા ઝાડની વાળ હતી. આ વાડ એટલી ઘાટી અને હતી કે તેમાં ઉભેલી કાર કોઇને પણ દેખાઇ એમ નહોતી. આ કારમાં એક યુવાન બેઠો હતો. જે સામે પડેલા લેપટોપમાં જોઇ વાત કરી રહ્યો હતો. તેના લેપટોપમાં વિલીની રુમનું દૃશ્ય હતું. તેની બાજુમાં બીજા બે ત્રણ ફોન પડેલા હતા. આ યુવાન નિશીથ હતો. નિશીથના લેપટોપમાં વિલીના રુમમાં મુકેલા કેમેરાના દૃશ્યો જોઇ શકાતા હતા અને તેનો અવાજ પણ સાંભળી શકાતો હતો. નિશીથ તેના ઇયર ફોનમાં વિલી સાથે વાત કરી રહ્યો હતો. નિશીથના લેપટૉપની સ્ક્રીન વિલીની રુમના ટીવી સાથે ઇન્ટરનેટથી જોડેલી ...Read More

52

વિષાદ યોગ - પ્રકરણ - 52

વિલીએ સુપ્રિયા સામે કબુલાત કરવાની શરૂઆત તો કરી પણ હવે તેની હિંમત ચાલતી નહોતી. તે થોડીવાર ચુપ રહ્યો. ફોન એકદમ સન્નાટો છવાઇ ગયો. જાણે બંને એકબિજાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતા હોય તેમ બેસી રહ્યા. આ જોઇ નિશીથે ઇયર ફોનમાં વિલીને કહ્યું “ચાલ જલદી કર હજુ તારે ઘણા કામ કરવાના છે.” આ સાંભળી વિલીએ બોલવાની શરુઆત કરતા કહ્યું “પ્રિયા, મે તારી સામે ઘણુ ખોટુ બોલ્યું છે. મે તારાથી ઘણુ બધુ છુપાવ્યું છે. મને માફ કરી દે જે.” આ સાંભળી સુપ્રિયાની લાગણીનું સ્થાન ગુસ્સાએ લઇ લીધુ અને બોલી “જો સુમિત આમ ગોળ ગોળ વાત નહીં કર, જે કહેવુ હોય તે ચોખ્ખું ...Read More

53

વિષાદ યોગ - પ્રકરણ - 53

વિષાદયોગ-પ્રકરણ-53 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- પ્રશાંત કામત જ્યારે ફાર્મ હાઉસ પહોંચ્યો ત્યારે ત્યાં કેટલી બધી કાર પાર્ક થયેલી હતી. આ જોઇ પ્રશાંત નવાઇ લાગી. જો કે ડર તો તેને ત્યારે પણ લાગ્યો હતો, જ્યારે ફોન પર તેને કૃપાલસિંહના ફાર્મ હાઉસ પર પહોંચવાનું કહેવામાં આવ્યું હતું. ફોન મૂકી પ્રશાંતને એક વાર એવો પણ વિચાર આવેલો કે, ત્યાં જઇ મોતના મુખમાં ફસાવા કરતા હું ક્યાંક છુપાઇ જઉં તો ...Read More

54

વિષાદ યોગ - પ્રકરણ - 54

વિષાદયોગ-પ્રકરણ-54 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- બાપુ તેની ટીમ સાથે સૂર્યગઢ રાજ મહેલ પર પહોંચ્યા અને ત્યાં બધા માણસોની પુછપરછ કરી અને છેલ્લે પુછપરછ કરી તેમાંથી તેને જાણવા મળ્યું કે વિલી ઘણા દિવસોથી અહીં ભાવનગર હતો અને આજે સવારે જ તે અમદાવાદ જવા નિકળ્યો હતો. બાપુએ આ સાંભળતાજ સમયની ગણતરી મગજમાં માંડી અને તેને એટલુ તો ચોક્કસ સમજાઇ ગયુ કે ...Read More

55

વિષાદ યોગ - પ્રકરણ - 55

વિષાદયોગ-પ્રકરણ-55 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- પ્રશાંત બરાબરનો ફસાયો હતો. હવેનો સમય તેની યોજનામાં સૌથી અગત્યનો હતો પણ આ કટોકટીના સમયે જ પ્રશાંત કેદ થઇ ગયો હતો. પ્રશાંત ગમે તેમ કરીને તેનો મોબાઇલ મેળવવા માગતો હતો. પ્રશાંતને આમતો પહેલેથી થોડો અંદાજ હતોજ કે કૃપાલસિંહ જેવો સાતિર માણસ એટલો અંદાજ તો કાઢીજ લેશે કે આ કોઇ તેનાજ માણસનું કામ છે એટલે જ તેણે આ કામ માટે નિશીથને પસંદ કર્યો હતો. ...Read More

56

વિષાદ યોગ - પ્રકરણ - 56

“ચાલ તારુ લેપટોપ ચાલુ કર અને કૃપાલસિંહના સ્વીસબેંકનું એકાઉન્ટ ખોલ. હવે તને સમજાઇ ગયુ હોવું જોઇએ કે મને વિશે બધીજ ખબર છે એટલે કોઇ પણ જાતનું બહાનું બનાવતો નહીં, કેમકે આ બધુ કરી તું તારો સમય બગાડી રહ્યો છે.આ બધામા તારા પરિવારની સલામતી જોખમાઇ રહી છે. હું કેટલો સમય તારા પરિવારને કૃપાલસિંહથી છુપાવી શકીશ તે મને નથી ખબર.” આ સાંભળી વિલીએ કહ્યું “ આ કામ કરતા પહેલા મારી એક શરત છે.” આ સાંભળી નિશીથે કહ્યું “વિલી તુ અત્યારે કોઇ શરત મુકી શકે તેવી હાલતમાં નથી છતા હું તારી શરત માન્ય રાખીશ બોલ. તારી શરત શુ છે?” “આ કામ કર્યા ...Read More

57

વિષાદ યોગ - પ્રકરણ - 57

વિષાદયોગ-પ્રકરણ-57 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- બાપુએ ખેતરમાં રહેલી ઓરડી જોઇ એ સાથેજ તેના મનમાં શંકા થઇ આવી કે જરુર અહી કઇક હશે. જીપને તે ઓરડી પાસે લેવા કહ્યું. બાપુ જાણતા હતા કે આ કામમાં જોખમ હતું. જો તેનો શક સાચો હોય તો તો ત્યાં જવામાં ખૂબ મોટુ જોખમ હતું કેમકે તેમા કેટલા માણસો સામેલ છે અને તેની પાસે કયાં પ્રકારના શસ્ત્રો છે એવી કોઇ પણ માહિતી બાપુ પાસે નહોતી. બાપુને એ લોકો ચાર જણા હતા અને તેમાં માત્ર તેની અને દવે પાસે સર્વિસ રીવોલ્વોર હતી બાકીના બે કોંસ્ટેબલ પાસે તો એ પણ નહોતી. જો અંદરથી કોઇ હુમલો થાય તો તે લોકો ...Read More

58

વિષાદ યોગ - પ્રકરણ - 58

વિષાદયોગ-પ્રકરણ-58 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- પ્રશાંત ભાનમાં આવ્યો અને આંખો ખોલી જોયુ તો સામે ફાર્મહાઉસનો ચોકીદાર ઊભો હતો. તેને જોઇ પ્રશાંતે પુછ્યું ક્યાં છું? મને શું થયું હતું.?” આ સાંભળી પેલા વોચમેને કહ્યું “તમે અહીં ફાર્મ હાઉસ પર જ છો. તમે એકાએક બેહોસ થઇ ગયા હતા એટલે અમે તમને ઉપરના રુમમાં લાવ્યા છીએ.” આ સાંભળતાજ પ્રશાંતને પોતે બેભાન થયો હતો તે વાત યાદ આવી એ સાથેજ પેલા રુપીયા પોતાના હાથમાંથી જતા રહ્યા છે તે યાદ આવી ગયું અને તેને નિશીથ પર જોરદાર ગુસ્સો આવ્યો. તેણે વોચમેનને પુછ્યું “બીજા બધા ક્યાં નીચે છે?” “ના બધાને જવા દીધા છે. સાહેબને હોસ્પીટલમાં દાખલ કર્યા છે.” ...Read More

59

વિષાદ યોગ - પ્રકરણ - 59

પ્રશાંત આઇ.બીના હેડક્વાર્ટર પર પહોંચ્યો ત્યારે તેની હાલત ખરાબ હતી. તેને સમજાઇ ગયું હતું કે હવે મારો ખેલ ખતમ ગયો છે. તેની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યુ હતુ, જોયેલા સોનેરી સપના રોળાઇ ગયા હતા. આ બધુ પેલા એક યુવાનને લીધે. તેને અત્યારે ઉર્મિલાદેવી પર ગુસ્સો આવતો હતો. તેણેજ આ યુવાન પાસે આ કામ કરાવવાનું કહ્યું હતું. બાઇઓની બુદ્ધિ પગની પાનીએ જ હોય છે. મે ખોટુ તેનુ માની આ યુવાનને મિશનમાં સામેલ કર્યો, તેના પર વિશ્વાસ કરવા જેવોજ નહોતો. આમને આમ વિચારતો તે અંદર દાખલ થયો ત્યાં સામે જ લોકઅપમાં તેનો માણસ બેઠો હતો. તેને જોઇને પ્રશાંતને સમજાઇ ગયુ ...Read More

60

વિષાદયોગ - પ્રકરણ - 60

વિષાદયોગ-પ્રકરણ-60 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- નિશીથ અને સમીર દિશાના ઘરે પહોંચ્યા ત્યારે કશિશ તેની રાહ જોઇ રહી હતી. નિશીથને સલામત આવેલો જોઇને નિરાંત થઇ. તે ભાવનગરથી નીકળી ત્યારથી તેના મનમાં શંકા હતી કે નિશીથ તેનાથી કંઇક છુપાવે છે. તેને ડર હતો કે નિશીથ ક્યાંક કોઇ અવળુ પગલુ ભરી ના લે. આ ડરને લીધેજ તે ત્યાંથી જવા નહોતી ઇચ્છતી પણ નિશીથના આગ્રહને કારણે જ તે અમદાવાદ આવી હતી. આજે નિશીથને સલામત જોઇને કશિશને હાસ થઇ, તેણે વિચાર્યુ કે ચાલ નિશીથે કોઇ એવુ કામતો નથી કર્યુ જેથી તેને તકલીફ પડે. નિશીથ અને સમીર બેઠા એટલે દિશાએ પાણી આપ્યુ અને પછી કહ્યું “જો મારા ...Read More

61

વીષાદયોગ - પ્રકરણ - 61 (અંતિમ પ્રકરણ)

વિષાદયોગ-પ્રકરણ-61 (છેલ્લુ પ્રકરણ) ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- મિત્રો આ છેલ્લુ પ્રકરણ લખતા પહેલા તમારી સાથે થોડી વાત કરવા માગુ છું. મિત્રો આ બીજી નોવેલ છે. મારી પ્રથમ નોવેલ “21મી સદીનું વેર” હતી. તે પણ માતૃભારતી પર ઉપલબ્ધ છે. જો તમે ન વાંચી હોય તો જરુર વાંચજો. મિત્રો આ નોવેલ અહી પૂરી થાય છે પણ આપણો સાથ પૂરો થતો નથી. ટુંક સમયમાં હું નવી નોવેલ સાથે તમારી સામે ઉપસ્થિત થઇશ. તમે બધાએ આ નોવેલ વાંચી છે તો તમને આ નોવેલ કેવી લાગી છે? તેનો પ્રતિભાવ નીચે આપેલા મારા વોટ્સએપ નંબર પર જરૂરથી લખી મોકલાવજો, જેથી હું મારી હવે પછીની નોવેલમાં આનાથી પણ ...Read More