તારી ધૂનમાં....

(65)
  • 57.8k
  • 2
  • 27k

સારંગ : વિધિ.... દરવાજો ખોલતા ની સાથે સારંગ આશ્ચર્યચકિત થઈ જાય છે. વિધિના હોઠો પર એ જ એની ખનકતી મુસ્કાન હોય છે. જે જોઈને પણ સારંગ ને થોડી નવાઈ લાગે છે. વિધિ : અંદર આવી શકું?? સારંગ : હા, આવને. વિધિ અંદર આવે છે અને સારંગ ઘરનો દરવાજો બંધ કરે છે. વિધિ સોફા પર બેસે છે અને સારંગ પણ તેની સામે બેસે છે. વિધિ : મૂછો સારી લાગે છે તને. સારંગ : હા....એ.... તું કઈ લેશે?? વિધિ : હું લેવા નહી. આપવા આવી છું. વિધિ આખા લિવિંગ રૂમમાં ધ્યાનથી નજર ફેરવવા લાગે છે. ટીવી ની બાજુમાં આજે પણ સારંગ નો તાનપૂરો એમજ ઉભો રાખ્યો હોય છે જેવો 30 વર્ષ પહેલા હતો.

New Episodes : : Every Tuesday, Thursday & Saturday

1

તારી ધૂનમાં.... - 1 - મુલાકાત....

સારંગ : વિધિ....દરવાજો ખોલતા ની સાથે સારંગ આશ્ચર્યચકિત થઈ જાય છે.વિધિના હોઠો પર એ જ એની ખનકતી મુસ્કાન હોય જોઈને પણ સારંગ ને થોડી નવાઈ લાગે છે.વિધિ : અંદર આવી શકું??સારંગ : હા, આવને.વિધિ અંદર આવે છે અને સારંગ ઘરનો દરવાજો બંધ કરે છે.વિધિ સોફા પર બેસે છે અને સારંગ પણ તેની સામે બેસે છે.વિધિ : મૂછો સારી લાગે છે તને.સારંગ : હા....એ....તું કઈ લેશે??વિધિ : હું લેવા નહી.આપવા આવી છું.વિધિ આખા લિવિંગ રૂમમાં ધ્યાનથી નજર ફેરવવા લાગે છે.ટીવી ની બાજુમાં આજે પણ સારંગ નો તાનપૂરો એમજ ઉભો રાખ્યો હોય છે જેવો 30 વર્ષ પહેલા હતો.હા, 30 વર્ષ પહેલા.ભરોસો ...Read More

2

તારી ધૂનમાં.... - 2 - અડધી અડધી ચા

ડિનર કરી લીધા પછીસારંગ : એક જગ્યાએ ચા બહુ સરસ મળે છે.વિધિ : અત્યારે??સારંગ : અડધી અડધી પીએ.વિધિ : જરાય નથી બદલાયો લાગતો. સારંગ : તારા માટે નથી બદલાયો.જઈએ ને ચા પીવા??વિધિ : હંમ.સારંગ ગાડીના કાચ ખોલી દે છે અને ઠંડી હવા તેમની આ મુલાકાતની સાક્ષી બનતી જાય છે.સારંગ : ઠંડી હવા અને ગરમ ગરમ ચા. બીજું શું જોઈએ?? વિધિ : તું રોજ પીએ છે ને?? સારંગ : હંમ. તું પીને. વિધિ : ઠંડી થાય પછી. સારંગ : 30 વર્ષે પણ આનો જવાબ મને નહી મળશે. ચા ને આમ ગરમ ગરમ પીવાની હોય તો અમુક જણા એને ઠંડી કરીને શું કામ પીએ છે. બંને હસે છે.વિધિ : તને ...Read More

3

તારી ધૂનમાં.... - 3 - ખુશી

3:00pmવિધિ : સાથે બેસી શકીએ એટલે જરા જલ્દી આવી ગઈ.સારંગ : તારે કારણ આપવાની કોઈ જરૂર નથી.એ પણ મને.સારંગ હસતાં કહે છે.સારંગ : તારી આંખો કેમ સુજેલી દેખાય રહી છે??વિધિ : એ તો કાલે આઈ લાઈનર કરી હતી ને એટલે ખબર નહી પડી.સારંગ : નહી.મને બરાબર યાદ છે.કાલે તારી આંખો આટલી સુજેલી નહોતી લાગી રહી.વિધિ : તારું ધ્યાન આજે ગયુ.વિધિ કહેવા નથી માંગતી એમ વિચારીને સારંગ એના વિશે વધારે પૂછવાનું રહેવા દે છે.વિધિ : શું કરી રહ્યો હતો??સારંગ : 2:30 વાગ્યે જ આવ્યો સ્ટુડિયો પરથી.રેકોર્ડીંગ હતુ.વિધિ : અચ્છા.એ હા, હું કાલે તારો નંબર લેવાનું ભૂલી ગયેલી.તે પોતાની કુર્તિ ના ...Read More

4

તારી ધૂનમાં.... - 4 - તારો સાથ છે તો....

વિધિ ઘરનો દરવાજો ખોલે છે.સારંગ : હજી સુધી તૈયાર નથી થઈ??વિધિ : તું પહેલા અંદર તો આવ.સારંગ અંદર આવે અને યાદો ના દરિયામાં તરતું તેના અને વિધિ ના બાળપણનું ઘર જોવા લાગે છે.ત્યાં સુધી માં વિધિ ટ્રે માં બે કપ ચા અને સારંગ માટે એક ગ્લાસ પાણી લઈ બહાર આવે છે.સારંગ : આની શું જરૂર હતી??વિધિ : મારે પીવડાવી હતી.તે સારંગ ની બાજુમાં લિવિંગ રૂમના પલંગ પર બેસતા કહે છે.સારંગ : સાથે પાણી તારા માટે લાવી છે કે મારા માટે??સારંગ મજાક કરતા પૂછે છે.વિધિ : હું ચા માં ખાંડ નાખવાનું ભૂલી ગઈ.તે પોતાની કપ અને ચા ભરેલી રકાબી પાછી ...Read More

5

તારી ધૂનમાં.... - 5 - પાર્ટી

3:45સારંગ ચાવીથી ઘરનો દરવાજો ખોલે છે અને ત્યાં જ....નિશા, સંજુ, વ્યોમ અને કેશી હાર્મોનિયમ વગાડવા લાગે છે સાથે ભક્તિ, અનુજ, રાશી, સમર્થ, ઉન્નતિ ઢોલક, તાનપૂરો, તબલાં અને ગિટાર વગાડવા લાગે છે.મીત, અંજલી, વિધિ અને બાકી બધા સ્ટુડન્ટ્સ સાથે શાસ્ત્રીય સંગીત ના રાગ માં હેપ્પી બર્થ ડે સારંગ સર ગાવા લાગે છે.આ બધુ જોઈ સારંગ ચહેરા પર ખુશી છવાય જાય છે અને તે પણ બધાની સાથે ગાવા અને નાચવા લાગે છે.અનુજ : હવે કેક કટિંગ.ભક્તિ ફ્રીઝમાંથી કેક લઈને આવે છે.સારંગ : ઉભો રહે જરા.પહેલા મને ઘરની મારા માટે ખાસ કરેલી સજાવટ તો સરખી જોઈ લેવા દે.વ્યોમ : જોઈ લો....જોઈ લો ...Read More

6

તારી ધૂનમાં.... - 6 - યાદો ની નગરી ના સફરે....

9:30amસારંગ બાલ્કની માં છોડવાઓને ગીતો ગાતા ગાતા પાણી આપી રહ્યો હોય છે ત્યાં તેને ચાવીથી ઘરનો દરવાજો ખુલાવાનો અવાજ છે.તેની નજર દરવાજા તરફ ફરે છે.પોતાની ખનકતી મુસ્કાન સાથે વિધિ અંદર પ્રવેશે છે.તેને જોઈ સારંગ ના ચહેરા પર પણ મુસ્કાન આવી જાય છે.સાઈડ પર પોતાની ચપ્પલ કાઢીચાવીને ટીવી ટેબલ પર મૂકી તે સારંગ સામે જુએ છે.વિધિ : ગુડ મોર્નિંગ.સારંગ : સુપ્રભાત.કહેતા તે બાલ્કની માંથી લિવિંગ રૂમમાં આવે છે.વિધિ : કેવો છે આજનો દિવસ??સારંગ : તને શું લાગે છે??વિધિ હલકું મુસ્કાય છે.વિધિ : આજે નથી જવાનો સ્ટુડિયો??તે રસોડામાં આવતા પૂછે છે.સારંગ : ગઈ કાલે આખી રાત જુની યાદો વાગોળતાં ઉંઘ જ ...Read More

7

તારી ધૂનમાં.... - 7 - The Happy Heart

સારંગ : હેલ્લો....સારંગ ફોન ઉપાડે છે.વિધિ : સોરી, આજે હું નહી આવી શકી ક્લાસમાં.સારંગ : ક્યાં ગયેલી??વિધિ : શોપિંગ સાથે.તે મારી સાથે B - Town Dance Class માં છે.કાલે જ અમારી ઓળખાણ થઈ.સારંગ : ડાન્સ ક્લાસ કેવા જાય છે??વિધિ : સારા જાય છે.હું નાની હતી ત્યારથી મને બોલીવુડ ડાન્સ શીખવો હતો.વિધિ ખુશ થતા કહે છે.વિધિ : નાનપણમાં બહુ જીદ કરી એટલે આપણી શેરીમાં છેલ્લું ઘર પેલા મધુ આન્ટી નું હતુ ને તેમની દીકરી પૂજા કથક શીખેલી હતી તો અઠવાડિયામાં 3 દિવસ તેમને ત્યાં મોકલતા મને. સારંગ : હવે તો તું જ તારી બોસ છે.એટલે " નો ટેન્શન." વિધિ : શું કરે ...Read More

8

તારી ધૂનમાં.... - 8 - હિંમત....

મુંબઈધ્વનિ : વેલકમ હોમ.તે ઘરનો દરવાજો ખોલતા કહે છે.બંને અંદર આવે છે અને ધ્વનિ દરવાજો બંધ કરે છે.ધ્વનિ : : થોડી વાર બેસીએ.બંને સોફા પર બેસે છે.ધારા તરત બાજુમાં બેઠી ધ્વનિ ના ખોળામાં માથું મૂકી દે છે.ધ્વનિ તેના માથા પર કિસ કરે છે.ધારા : જ્યારથી અહીંયા આવી છું....છેલ્લા 10 દિવસથી....અજીબ લાગણી અનુભવી રહી છું.એક તરફ ભરોસો હોવાની સાથે મને ડર પણ એટલો જ લાગવા લાગ્યો છે.માસા માસીને જોઈને, યશ ને જોઈને, પાયલ ને બધુ કરતી જોઈને....એ જતી રહેશે તો અહીં એના ઘરે....હું તને કહી નથી શકતી કે....બોલતા બોલતા ધારાની આંખોમાં આંસુ આવી જાય છે.ધ્વનિ તેનો ચહેરો પોતાની તરફ કરે ...Read More

9

તારી ધૂનમાં.... - 9 - કુછ તો લોગ કહેગેં......

ઉન્નતિ : ભક્તિ આજે કેમ ઉદાસ દેખાય છે??ભક્તિ : કઈ નહી યાર.મારી જોબ છૂટી ગઈ.ઉન્નતિ : ઓહ....!! ક્લાસ પત્યા બંને ઘરની બહાર તેમના વાહન પાસે ઉભા ઉભા વાતો કરી રહ્યા હોય છે.ભક્તિ : હું કશે સેટલ જ નથી થઈ શકતી.કોઈ જોબ મારી લાંબી ચાલતી નથી.ઉન્નતિ : તને....હાર્મોનિયમ ને બધુ સરખું કરતા કરતા ખુલ્લા દરવાજે થી તેમની વાતો સારંગ ને સંભળાય રહી હોય છે.સારંગ દરવાજા પાસે આવે છે.સારંગ : ભક્તિ, ઉન્નતિ....ઉન્નતિ : હા, સર....સારંગ : અંદર આવો.ભક્તિ ઉન્નતિ ફરી અંદર આવે છે.સારંગ : બેસો.તેમને ખુરશી પર બેસવા કહી સારંગ તેના સોફા પર બેસે છે.વિધિ રસોડામાંથી બહાર આવે છે.સારંગ : મારી વાત ...Read More

10

તારી ધૂનમાં.... - 10 - ગર્વ

સારંગ : કુશલ તેના કાકા કાકી સાથે રહે છે.વિધિ : અચ્છા.સારંગ : પણ તેના કાકી ની સામે ઘરમાં કોઈનું ચાલતું.એટલે તે તેનું ઘણું બધું શેરીંગ મારી સાથે કરે. મને સવાલો પૂછે, અમે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ. ક્લાસ પત્યા પછી રોકાયો હોય તો અમારા બંનેનું જમવાનું ઘરે એજ બનાવી લે અને શાંતિ થી જમી પછી એના ઘરે જાય. સારંગ વિધિ ને એનો સ્ટુડિયો બતાવવા લઈ જઈ રહ્યો હોય છે. જેના માટે વિધિ ખૂબ ઉત્સાહિત હોય છે. વિધિ : તો હું આવી પછી કેમ એ....સારંગ : એને કદાચ....વિધિ : હું વાત કરીશ તેની સાથે.સારંગ : અત્યારે આવી રહ્યો છે ને તે??વિધિ : હા.અઢી વાગ્યે.સારંગ ...Read More

11

તારી ધૂનમાં.... - 11 - સમાનતા

નીતિ : ભાગી ગઈ આપણી દીકરી.હવે થઈ તમને શાંતિ??નીતિ ને અત્યારે ખૂબ ગુસ્સો આવી રહ્યો હોય છે.મનીષ : શું છે તું??તે ઝાટકો લાગતા મોટા અવાજે પૂછે છે.નીતિ : મે તો કહ્યુ હતુ કે એક વાર મળી લો છોકરાને.પણ નહી.તમને તો મોટા ઘરનો જ છોકરો જોઈએ.અરે....પૈસા જોવાય કે સામે વાળું પાત્ર કેવું છે એ જોવાય પહેલા??હું તો પહેલા પણ તમને કહેતી જ હતી ને.પણ મારું આ ઘરમાં....મનીષ : શું ક્યારની બોલ બોલ કર્યા કરે છે??એને ફોન કરાય કે નહી પહેલા!!નીતિ : માન્યું, એણે જે કર્યું એ નહોતું કરવાનું.પણ તેને તેનો ગમતો જીવનસાથી તો મળ્યો.2 કલાક પહેલા નો છે મેસેજ.એટલે હવે ...Read More

12

તારી ધૂનમાં.... - 12 - નારાજગી

થોડા દિવસ પછીકુશલ : જય શ્રીકૃષ્ણ મમ્મીજી.નીતિ : કોણ??કુશલ : હું કુશલ વાત કરી રહ્યો છું.નીતિ : ઓહ....!! જય બેટા....કેમ છો તમે બંને??કુશલ : અમે સારા છીએ.તમને....નીતિ : અમને પણ સારું છે.ઘર સેટ થઈ ગયુ??કુશલ : હા, ઘણું થઈ ગયુ.નીતિ : સરસ સરસ.ક્રિષ્ના કેમ છે??કુશલ : તે સારી છે અને તમને અને પપ્પાજી ને યાદ કરે છે.નીતિ ની આંખો ભીની થઈ આવે છે.કુશલ : જાણું છું મમ્મીજી, અમે જે રસ્તો અપનાવ્યો એ રસ્તો....એટલો યોગ્ય નહોતો પણ....હું તમારી માફી ચાહું છું.નીતિ : નહી જમાઈરાજ....હું તો તમારા બંનેની સાથે જ હતી અને છું.કુશલ : આજે સાંજે તમારાથી અને પપ્પાજી થી અમારા નવા ...Read More

13

તારી ધૂનમાં.... - 13 - ખુશીઓની ભીનાશ

મમ્મી ને જોતા જાણે ક્રિષ્ના ની નજર ત્યાં જ ફ્રીઝ થઈ જાય છે.મમ્મી ની આંખોમાં પણ તેને જોઈ પાણી જાય છે.ક્રિષ્ના ને તો ખબર જ નથી પડતી ક્યારે તેની આંખોમાંથી આંસુઓ સરી ને તેના ગાલો સુધી આવી જાય છે.મમ્મી ક્રિષ્ના ની પાસે આવી તેના માથે હાથ ફેરવતા તેને ભેટી પડે છે અને ક્રિષ્ના તેના આંસુઓ રોકી નથી શકતી.આટલા દિવસોથી મનના એક ખૂણે દબાવી રાખેલું ગીલ્ટ આજે ઉભરાય રહ્યુ હતુ.ઘર આ રીતે છોડીને આવી જવા માટે તેને પોતાની જાત પર પણ ગુસ્સો આવી રહ્યો હતો.મમ્મી પપ્પા પર શું વીતી હશે!!પપ્પા મમ્મી ને કેટલું બોલ્યા હશે!!સાથે ભાઈ....એ ત્યાં અમેરિકામાં બેઠો બેઠો....આ ...Read More

14

તારી ધૂનમાં.... - 14 - નવી સવાર....

સારંગ ચા ની તપેલી ગેસ પર ચઢાવી જ રહ્યો હોય છે ત્યાં ચાવીથી ઘરનો દરવાજો ખોલવાનો અવાજ આવે છે તે સમજી જાય છે આ વિધિ જ છે.વિધિ : સુપ્રભાત.સારંગ : સુપ્રભાતમ્.વિધિ : તું તૈયાર થવા જા.હું બનાવી લઉં છું ચા - નાસ્તો ફટાફટ.તે રસોડામાં આવતા કહે છે. સારંગ : તું ખાસ એના માટે આવી છે??વિધિ : હાસ્તો.નહિતો તું ચા પીને જ રવાના થઈ જાત.સારંગ ગેસ પાસેથી ખસી જાય છે અને વિધિ ત્યાં આવી જાય છે.વિધિ : તમે હજી રસોડામાં ઉભા છો??સારંગ : જાઉં છું.તે મુસ્કાય છે ને તેના રૂમમાં તૈયાર થવા જતો રહે છે.15 મિનિટ પછી વિધિ : ગરમાગરમ ચા અને ...Read More

15

તારી ધૂનમાં.... - 15 - પહેલી અનબન....

અઠવાડિયા પછીકુશલ ઘરે આવે છે.હજી ક્રિષ્ના ઘરે નથી આવી હોતી.તે થાકીને સોફા પર બેસી પડે છે.ક્રિષ્ના ઘરે આવે છે.તે ને સોફા પર સૂતેલો જુએ છે.તેની પાસે આવી તે તેના માથે હાથ ફેરવતા તેને ઉઠાડે છે.કુશલ : તું આવી ગઈ.તે આંખ ચોળતા બોલે છે.ક્રિષ્ના તેની બાજુમાં આવી બેસે છે.ક્રિષ્ના : રૂમમાં જઈને સૂઈ જતે.કુશલ : ખબર નહી પડી ક્યારે સૂઈ ગયો.ક્રિષ્ના : આજે આવતા વાર લાગી ગઈ.9:15 થઈ ગયા.તે સોફા પર માથું ઢાળતા કહે છે.કુશલ : ચાલ, બહાર ખાઈ આવીએ.ક્રિષ્ના : હજી હમણાં તો આવી.કુશલ : નથી તારો રસોડામાં જવાનો મૂડ ને નથી મારો.તે ક્રિષ્ના તરફ જોતા કહે છે.ક્રિષ્ના : ...Read More

16

તારી ધૂનમાં.... - 16 - સરપ્રાઈઝ

DJ સમર્થ ના મ્યુઝિક પર બધા ભાન ભૂલી ને ઝૂમી રહ્યા હોય છે ત્યાં ઘરની ડોર બેલ વાગે છે.નીતિ ની નજીક જ ઉભી ધીમું ધીમું નાચી રહી હોય છે તેથી તે દરવાજો ખોલે છે અને ક્રિષ્ના અંદર આવે છે. નીતિ તેની સામે જોતા મુસ્કાય છે. ક્રિષ્ના ની નજરો તરત બધાની વચ્ચે કુશલ ને શોધવા લાગે છે. અને જલ્દી જ તેને મીત સાથે નાચી રહેલો કુશલ દેખાય જાય છે. નીતિ : પાણી આપું?? ક્રિષ્ના : હું લઈ લઉં છું. કહી તે રસોડામાં જાય છે અને પાણી પીને સહેજ વાર ત્યાં જ ઉભી રહે છે. કુશલ નું ધ્યાન ક્રિષ્ના તરફ જતા તે તરત તેની પાસે આવે છે.ક્રિષ્ના : ...Read More

17

તારી ધૂનમાં.... - 17 - મારા સારંગ સર....

વિધિ : આ....તે....તે સારંગ સામે જુએ છે.સારંગ : હા, તારી જ છે.કહેતા તે મુસ્કાય છે.અંજલી : વાઉં....!!સંજુ : ઓહ....!!ભક્તિ Congratulations મેમ.વ્યોમ : Congratulations.મીત ગાડીમાંથી ઉતરી વિધિ પાસે આવી ગાડીની ચાવી તેના હાથમાં આપે છે.સારંગ એ વિધિ ને નવી મસ્ત સફેદ કલર ની ઓટોમેટીક MARUTI SUZUKI CELERIO કાર બર્થ ડે ગીફ્ટમાં આપી હોય છે. જે વિધિ એ જરા પણ ધાર્યું નહોતું.એને સમજ નથી પડી રહી હોતી કે આટલી મોટી સરપ્રાઈઝ નો પ્રતિભાવ શું આપવો??શું રિએક્ટ કરવું??એ પણ બધાની સામે??તે ફરી સારંગ સામે જુએ છે અને સારંગ તેની આંખોની ચમક જોઈ બધુ સમજી જાય છે.વિધિ ધીમે રહીને ગાડીની નજીક આવે છે અને ...Read More

18

તારી ધૂનમાં.... - 18 - કાશ....

વિધિ : દાઝી ગયો ને....તે સારંગ ના હાથ પર ફૂંક મારતા મારતા બરફ અને રૂમાલ ઘસી રહી હોય છે.વિધિ મે કીધું આપણે બહાર બેસી ચા પીતા પીતા શાંતિ થી વાત કરીએ.પણ....સારંગ : જરા દાઝ્યુ છે હવે.વિધિ : આને જરાક કહેવાય સારંગ??તારી 2 આંગળીઓ અને આજુબાજુનો થોડો હાથ દાઝી ગયો છે.હાથ હલાવવા જશે ને ત્યારે ખબર પડશે.સારંગ : સારું.હવે ચા પીએ??વિધિ સારંગ સામે જોતી રહી જાય છે.સારંગ : 3:45 થઈ છે.છોકરાઓ આવવા માંડશે.4:15બધા સ્ટુડન્ટ્સ આવી ગયા હોય છે સારંગ : વ્યોમ....વ્યોમ : હા સર....સારંગ : આજે હાર્મોનિયમ તારે વગાડવી પડશે.વ્યોમ : શું થયું સર??સારંગ : અરે....આ ચા બનાવતા બનાવતા દાઝી ગયો ...Read More

19

તારી ધૂનમાં.... - 19 - Delicious Tunes....

ક્રિષ્ના : " સૂરીલો સ્વાદ...." બંને સવારનો નાસ્તો કરતા કરતા ફૂડ ટ્રક માટે નામ વિચારી રહ્યા હોય છે.કુશલ : Rhythmic Tastes "અથવા " Melodious Tastes "ક્રિષ્ના : " Melodious Tastes "વધારે સારું નામ છે.કુશલ : આપણે હજી બીજા નામ વિચારીએ ને....ક્રિષ્ના : " Yumm Songs "કુશલ : નહી.હજી કઈ આમ વધારે સરસ....જે વાંચીને આમ લોકોથી રહેવાય નહી આપણી પાસે આવ્યા વગર....ક્રિષ્ના : હંમ...." લહેજત - એ - સંગીત "નહી....નહી એ રહેવા દે.કુશલ : " સ્વાદિષ્ટ ગીત "ક્રિષ્ના : પછી Yumm Songs અને....કુશલ : હા, બંને સરખા થઈ ગયા કે.ક્રિષ્ના : ઓહ....ટાઈમ જો.હવે મોડું થઈ જશે. વોલ ક્લોક પર ધ્યાન જતા તે ...Read More

20

તારી ધૂનમાં.... - 20 - નર્વસ....

40 દિવસ બાદરવિવાર ઉન્નતિ : હેલ્લો.... ક્રિષ્ના : દરવાજો ખોલ.... ઉન્નતિ : તમે.... ક્રિષ્ના : તું દરવાજો ખોલ.... કહી ફોન મૂકી દે છે. ઉન્નતિ દરવાજો ખોલે છે. ક્રિષ્ના : ચાલ, નીચે.... તે ઉન્નતિ નો હાથ પકડતા કહે છે. ઉન્નતિ : નીચે??ક્રિષ્ના : હા, ચાલ.... કુશલ, મીત અને નીતિ નીચે તેમની નવી ફૂડ ટ્રક સાથે ઉન્નતિ ની રાહ જોઈ રહ્યા હોય છે.જેને જોતા જ ઉન્નતિ એકદમ ખુશ થઈ જાય છે.કુશલ : વેલકમ વેલકમ....તે ઉન્નતિ ને ટ્રકમાં અંદર આવકારે છે.ઉન્નતિ બધુ એકદમ ઉત્સાહ સાથે જોઈ રહી હોય છે.નીતિ તેને " Delicious Tunes " નું બ્રોચ પહેરાવે છે.ઉન્નતિ : થેન્કયુ.તે મુસ્કાય છે.મીત : ચાલ, ઉપર.આપણુ હરતું ફરતું સ્ટેજ બતાવું.કહેતા તે ઉન્નતિ ને ...Read More

21

તારી ધૂનમાં.... - 21 - પહેલી સાંજ....

દેવમ : Congratulations Guys....!!!!All The Best....!!Best Of Luck....!!અને સાથે બીજી એવી જેટલી પણ શુભકામનાઓ આવતી હોય.તે ખુશ થતા કહે : થેન્કયુ થેન્કયુ સો મચ.Team DT : થેન્કયુ.દેવમ પૂરી Team DT સાથે વિડિયો કોલ પર વાત કરી રહ્યો હોય છે.ત્યાં સારંગ અને વિધિ સાથે મ્યુઝિક ક્લાસ ના બધા સ્ટુડન્ટ્સ " Delicious Tunes " ને માણવા આવે છે.વ્યોમ : સરપ્રાઈઝ સરપ્રાઈઝ....મીત : સારંગ સર....!!કુશલ : અરે સર....તે સારંગ સર અને વિધિ મેમ ના આશીર્વાદ લેવા ટ્રકમાંથી નીચે ઉતરે છે.દેવમ : હું પછી ફરી પાછો કોલ કરું??લોકો આવવા માંડ્યા??ક્રિષ્ના : હા.દેવમ : ઓકે બાય.કહી તે કોલ કટ કરી દે છે.ક્રિષ્ના પણ તેમને ...Read More

22

તારી ધૂનમાં.... - 22 - અહેસાસ....

ઉન્નતિ : થેન્કયુ સો મચ સર મેમ.તે ગાડીમાંથી ઉતરતા કહે છે.વિધિ : ગુડ નાઈટ.ઉન્નતિ : ગુડ નાઈટ મેમ.બાય.સારંગ : વિચારી રહી છે??તે વિધિ તરફ જોતા પૂછે છે.વિધિ : ખાસ કઈ નહી.સારંગ : કઈ તો છે....વિધિ : અત્યારે તારું....સારંગ : મે ત્યાં જે કર્યું તે....??વિધિ : મને તો....સારંગ : તને તો આદત છે.પણ બધાને....વિધિ : હા.સારંગ : તારી બર્થ ડે ના દિવસે હું રાતે ચા બનાવતો હતો ત્યારે ક્રિષ્ના મારી પાસે રસોડામાં આવેલી અને મને કહેતી હતી કે...." ક્રિષ્ના : લગ્ન થયા એ પહેલાંથી કુશલ મને કહે છે કે સારંગ સર નું ઘર જ તારું સાસરું છે.એક પિતા ની જેમ ...Read More

23

તારી ધૂનમાં.... - 23 - મુક્તિ

5:30pmવિધિ : હેલ્લો....સારંગ : તારો અવાજ કેમ....ઉંઘી ગયેલી??વિધિ : હંમ....સારંગ : તબિયત સારી છે ને??તું ક્લાસમાં પણ નહી આવી ફોન કર્યો.વિધિ : પેટમાં ગરબડ છે. તે ઢીલા અવાજમાં કહે છે.વિધિ : એટલે સૂતી છું.સારંગ : અચ્છા. તો.... વિધિ : તું તારા આરામથી પતાવી લે. પછી.... સારંગ : સારું,પતાવીને ફોન કરું. વિધિ : હંમ. સારંગ ફોન મૂકી દે છે. * * * * આજથી એવું નક્કી કરવામાં આવ્યું હોય છે કે પૂરી Team DT સાંજે નીકળવાના સમયે કુશલ ના ઘરે આવી તેમના વાહન બિલ્ડિંગ ના પાર્કિંગમાં પાર્ક કરી બધા ફૂડ ટ્રક માં સાથે જ બધે જવા નીકળશે. થોડા દિવસ ટ્રક કઈ બધે ફરશે અને લોકો કેવો, શું, અને કઈ જગ્યાએ ...Read More