ઇન્સ્પેક્ટર પ્રતાપ

(237)
  • 34.1k
  • 23
  • 20.3k

"આજે સૂર્યાને તું ક્રિકેટ કોચીંગમાં મુકી આવજે. મારી આજથી સવારની ડ્યુટી થઇ ગઇ છે." વિશાખાએ પતિ પ્રતાપ પાંડેને કહ્યું હતું. "તમારે ફોરેન્સીક લેબમાં ખુરશીમાં બેસીને કામ કરવાનું હોય છે અને અમારે પોલીસ સ્ટેશનમાં રાજકારણીઓ અને પબ્લીકના દબાણ નીચે કામ કરવાનું હોય છે. સૂર્યાને ક્રિકેટ કોચીંગમાં મુક્યો ત્યારે આપણે નક્કી કર્યું હતું કે એને લેવા-મુકવા જવાની જવાબદારી તારી રહેશે." પ્રતાપ પાંડેએ પત્ની વિશાખાને ગુસ્સાથી કહ્યું હતું. વિશાખા હજુ કંઇ જવાબ આપે એ પહેલા બંન્ને જણનો મોબાઇલ રણક્યો હતો. બંન્નેના મોબાઇલ ફોનમાં રીંગ વાગી રહી હતી. "જૂહુના એક બંગલામાં ખૂન થયું છે. મારે જવું પડશે." પ્રતાપે ઊભા થતાં વિશાખાને કહ્યું હતું.

Full Novel

1

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 1

ઇન્સ્પેક્ટર પ્રતાપ ભાગ-1 પર્યાવરણ બચાવનારનું ખૂન "આજે સૂર્યાને તું ક્રિકેટ કોચીંગમાં મુકી આવજે. મારી આજથી સવારની ડ્યુટી ગઇ છે." વિશાખાએ પતિ પ્રતાપ પાંડેને કહ્યું હતું. "તમારે ફોરેન્સીક લેબમાં ખુરશીમાં બેસીને કામ કરવાનું હોય છે અને અમારે પોલીસ સ્ટેશનમાં રાજકારણીઓ અને પબ્લીકના દબાણ નીચે કામ કરવાનું હોય છે. સૂર્યાને ક્રિકેટ કોચીંગમાં મુક્યો ત્યારે આપણે નક્કી કર્યું હતું કે એને લેવા-મુકવા જવાની જવાબદારી તારી રહેશે." પ્રતાપ પાંડેએ પત્ની વિશાખાને ગુસ્સાથી કહ્યું હતું. વિશાખા હજુ કંઇ જવાબ આપે એ પહેલા બંન્ને જણનો મોબાઇલ રણક્યો હતો. બંન્નેના મોબાઇલ ફોનમાં રીંગ વાગી રહી હતી. "જૂહુના એક બંગલામાં ખૂન થયું છે. મારે જવું પડશે." ...Read More

2

ઇસ્પેક્ટર પ્રતાપ - ભાગ 2

ઇન્સ્પેક્ટર પ્રતાપ ભાગ-2 આદિવાસીઓની પ્રતિજ્ઞા ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ તલપડે દીપક બીરલાના વેઇટીંગ રૂમમાં બેઠાં હતાં. ગણેશ તલપડેના મોબાઇલ ઉપર રીંગ વાગી હતી. એણે ફોન ઉપાડી વાતચીત કરી અને ફોન મુકી દીધો હતો. "સર, આદિવાસીઓના સરપંચ મીરા સીંઘાનીયાના કેસ બાબતે તમને મળવા પોલીસ સ્ટેશને આવ્યા છે અને એમની જોડે એમનો વકીલ પણ છે. મેં હવાલદારને એમને બેસાડવાનું અને ચા-નાસ્તો કરાવવાનું કહ્યું છે." ગણેશ તલપડેએ પ્રતાપને કાનમાં કહ્યું હતું. "આપ લોકોને સર અંદર બોલાવે છે." પટાવાળાએ આવીને ઇન્સ્પેક્ટર પ્રતાપ સામે જોઇ કહ્યું હતું. વિશાળ વાતાનુકુલિત કેબીનમાં ઉદ્યોગપતિ દીપક બીરલા બેઠાં હતાં. એમની બાજુમાં જ કાળો કોટ પહેરેલો એક ...Read More

3

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 3

ઇન્સ્પેક્ટર પ્રતાપ ભાગ-3 સબૂત અને બયાનની આસપાસ ઇન્સ્પેક્ટર પ્રતાપ ગણેશ તલપડે બપોરે ત્રણ વાગે ધીરજ સીંઘાનીયાના જૂહુ સ્થિત ઘરે પહોંચ્યા હતાં. ધીરજ સીંઘાનીયા એમની રાહ જોઇ રહ્યો હતો. ઇન્સ્પેક્ટર પ્રતાપ અને ગણેશ બંગલામાં પ્રવેશ્યા અને ધીરજના આલીશાન ડ્રોઇંગરૂમના સોફા પર બેસી ગયા હતાં. "ઇન્સ્પેક્ટર, મારી પત્નીના ખૂન બાબતે કોઇ માહિતી મળી ખરી?" ધીરજ સીંઘાનીયાએ પૂછ્યું હતું. "માહિતી તો મળી છે પરંતુ હજુ કશું ચોખવટ સાથે કહી શકાય એવું નથી એટલા માટે મારે રહીમ અને આશાતાઇને કેટલાંક સવાલો પૂછવા છે. પરંતુ તમારી પત્ની મીરા રાજપૂત તરીકે કેમ ઓળખાતી હતી? મીરા સીંઘાનીયા તરીકે કેમ એમનું નામ એમના કોઇપણ આઇ.ડી.માં ...Read More

4

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 4

ઇન્સ્પેકટર પ્રતાપ ભાગ-૪ ખૂનનું રહસ્ય ક્રિકેટમાંથી ઇન્સ્પેક્ટર પ્રતાપે પોલીસ સ્ટેશને પરત બાદ આખા કેસની દરેક દરેક કડીઓને વારા ફરથી કાગળ પર લખવા માંડી અને કેસને પોતાના વ્યુહથી જોવા લાગ્યો હતો. સબ ઇન્સ્પેક્ટર ગણેશ તલપડે સામેની ખૂરશીમાં આવીને બેસી ગયો હતો અને પ્રતાપના ચહેરા પર બદલાતા હાવભાવને જોઈ રહ્યો હતો. લગભગ અડધો કલાક આખા કેસ ની વિગતો લખી અને ચકાસ્યા બાદ ઇન્સ્પેક્ટર પ્રતાપે પોતાના દીકરાને ક્રિકેટનું કોચિંગ આપનાર આશુતોષ ગોવારીકર ને ફોન કર્યો અને આશુતોષ જોડે ફોન પર થોડી પૂછપરછ કરી અને પોલીસ સ્ટેશને આવવા માટે કહ્યું હતું. પ્રતાપની પૂરી વાત આશુતોષે સાંભળ્યા પછી પોલીસ સ્ટેશન આવવાની હા પાડી ...Read More

5

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 5

ઇન્સ્પેકટર પ્રતાપ ભાગ-૫ પોલીસ સ્ટેશનમાં નાટક બીજા દિવસે સવારે ઇન્સ્પેક્ટર પ્રતાપ સ્ટેશન પર આ કેસ બાબતે તપાસ કરી બહારથી પાછા ફર્યા હતા ત્યારે આદિવાસીઓના વકીલ ધીમંતા રાગે તેની રાહ જોઈ રહ્યો હતો. ધીમંતાને વેટીંગમાં બેઠેલો જોઈ ઇન્સ્પેક્ટર પ્રતાપે તેને પોતાની કેબીનમાં બોલાવ્યો હતો અને બેસવાનું કહ્યું હતું. ‘ઇન્સ્પેક્ટર પ્રતાપ પરમ દિવસે સવારના દિપક બિરલાના પોતાના પાવર પ્રોજેક્ટને આગળ વધારવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પ્રેસ કોન્ફરન્સની અંદર ગ્રીન વર્લ્ડ ફાઉન્ડેશન માંથી રીમા કપૂર પણ હાજર રહેવાના છે. આ પાવર પ્રોજેક્ટના નવાં પાર્ટનર ધીરજ સિંઘાનિયા પણ હાજર રહેવાના છે. અમે આદિવાસીઓ એ પણ આ મુદ્દાનો વિરોધ નહિ ...Read More

6

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 6

ઇન્સ્પેકટર પ્રતાપ ભાગ- 6 અંધારાનું તીર સીધું નિશાન ઉપર પ્રતાપની પાછળ પાછળ રીમા કેબીનમાં દાખલ થઈ અને બન્ને જણ ખુરશીમાં બેઠા હતા. ‘જુઓ રીમાજી, આશા બાઈએ મારી પાસે બધું કબૂલી લીધું છે. એણે તમને મીરા સિંઘાનિયાનું ખૂન કરવામાં તમને મદદ કરી છે એવું પણ કબૂલી લીધું છે. હવે તમે પણ તમારો ગુનો કબૂલી લો એટલે કેસ પૂરો થાય.’ ઇન્સ્પેકટર પ્રતાપે રીમા કપૂર સામે જોઇને કહ્યું હતું. ‘ઇન્સ્પેકટર પ્રતાપ તમે જ આ પોલીસ સ્ટેશનમાં હવે એક-બે દિવસના મહેમાન છો. મેં તમારી ગૃહ મંત્રાલયમાં ફોન કરી ટ્રાન્સફર કરવા માટે કહી દીધું છે. તમારા હાથમાં કેસ આવ્યો ત્યારથી જ મને લાગતું ...Read More

7

ઇન્સ્પેક્ટર પ્રતાપ - ભાગ 7 - છેલ્લો ભાગ

ઇન્સ્પેકટર પ્રતાપ ભાગ-7 આઝાદી ઝિંદાબાદ ગૃહમંત્રીની થોડી મિનિટો માટે સન્નાટો થઇ ગયો. ગૃહમંત્રીએ સાવંત સામે જોયું, સાવંતે આંખના ઇશારાથી વાત બરાબર છે એમ કહ્યું. ‘સારું ઇન્સ્પેકટર પ્રતાપ તમારી વાત મને મારા મગજમાં સેટ થઇ છે. તમે આજથી મારા અંગત માણસ છો અને તમારા પ્રમોશનને પાંચ વર્ષથી અટકાવીને રાખવામાં આવ્યું છે, એના બદલે હું બે દિવસમાં જ તમારા પ્રમોશનની ફાઈલ આગળ વધારું છું. અને તમે રીમા કપૂરને અને એની જોડે મળેલા પેલા સાગરીત બહેનને ગિરફ્તાર કરી લો. હું પોલીસ કમિશનરને હમણાં જ ફોન લાગવું છું.’ ઇન્સ્પેકટર પ્રતાપ સેલ્યુટ કરીને ગૃહમંત્રીની ઓફિસ માંથી બહાર નીકળ્યો હતો. ઇન્સ્પેકટર પ્રતાપને આવા કાવાદાવા ...Read More