રેડ વાઇન

(59)
  • 11.7k
  • 13
  • 6.9k

સવારના ૧૧ વાગ્યે રિયાની આંખ ખુલી. હજુપણ રેડ વાઈન ભરેલા બે અધૂરા ગ્લાસ એના ટેબલ પર પડ્યા હતા. એક તરફ તો રિયાને સપનું પૂર્ણ કરી શક્યાની ખુશી હતી તો બીજી તરફ ભગવાનથી ફરિયાદ હતી કે આ પળ માત્ર એકદિવસ માટે જ કેમ! આંખો તો ખુલી ગઈ હતી પણ રિયાને આજે સહેજપણ ઉતાવળ નહોતી. રિયા એ બધુંજ યાદ કરી ખુશ થવા માંગતી હતી જે કાલ રાત્રે થયું હતું. રિયાને એક પળ પણ વિચાર નહોતો આવ્યો કે જે કાલ રાત્રે થયું એ યોગ્ય હતું કે અયોગ્ય. બસ એવુંજ હતું કે આવા પળો જીવવા છે. અને એ એવા જ પળો જીવી.

Full Novel

1

રેડ વાઇન - ભાગ ૧

રેડ વાઇન :- ભાગ ૧સવારના ૧૧ વાગ્યે રિયાની આંખ ખુલી. હજુપણ રેડ વાઈન ભરેલા બે અધૂરા ગ્લાસ એના ટેબલ પડ્યા હતા. એક તરફ તો રિયાને સપનું પૂર્ણ કરી શક્યાની ખુશી હતી તો બીજી તરફ ભગવાનથી ફરિયાદ હતી કે આ પળ માત્ર એકદિવસ માટે જ કેમ! આંખો તો ખુલી ગઈ હતી પણ રિયાને આજે સહેજપણ ઉતાવળ નહોતી. રિયા એ બધુંજ યાદ કરી ખુશ થવા માંગતી હતી જે કાલ રાત્રે થયું હતું. રિયાને એક પળ પણ વિચાર નહોતો આવ્યો કે જે કાલ રાત્રે થયું એ યોગ્ય હતું કે અયોગ્ય. બસ એવુંજ હતું કે આવા પળો જીવવા છે. અને એ એવા જ ...Read More

2

રેડ વાઇન - ભાગ ૨

રેડ વાઇન :- ભાગ ૨પ્રિયા ડાંસ ફિનિશ થતાંજ એ યુવાનને લઈ રિયા પાસે આવી અને એ યુવાનનો ઇન્ટ્રો કરાવ્યો આ અંશ છે મારો ભાઈ એટલે કે ફોઈનો દીકરો, કેનેડામાં જોબ કરે છે અને ત્યાંજ સેટલ થયો છે અહીંયા એક મહિના માટે આવ્યો છે એટલે મહિનો મારી સાથે રહેશે અને અહીં હું એને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈશ. તારે પણ સાથે રહેવાનું જ છે." રિયા એ અંશ સાથે હાથ મિલાવ્યો અને એના શરીરમાં જાણે એક વિજળી દોડી ગઈ હોય એવો અહેસાસ થયો. કેટલીયે સેકંડો સુધી હાથ પકડી રાખ્યો. જાણે હાથ છોડવો જ નહોતો એવું જ રિયાને લાગ્યું હતું, ગમ્યું ...Read More

3

રેડ વાઇન - ભાગ ૩ - અંતિમ

રેડ વાઇન - ભાગ ૩ અંતિમઅંશ અવઢવમાં હતો શું કહું શું નહિ છતાંપણ "હા" બોલી ઉઠ્યો અને ત્યાંજ રિયા હાથ પકડી જાણે આંખના ઈશારે કહી ઉઠી અંશ સપનાં, ઈચ્છાઓ મારા પૂર્ણ થશે. આજે સ્પેશિયલ બીચ પરનો રિસોર્ટ બુક કરાવ્યો હતો. દરિયો પણ જાણે અંશ અને રિયાના આ મિલનની આશામાં ઘુંઘવાટા મારી રહ્યો હતો. દરિયો ભલે નરી વિશાળતાનો દેખાડો કરતો હોય છતાંપણ જેમ આપણી આંખમાં અમી ખરે એમ પોતાની વિશાળતાના પેટાળમાં કેટલાએ રહસ્યો જાણે આંખમાં આંસું હોય એવા અમી સમાં મોતી છૂપાવી બેઠો છે. અંશ આ જ વિશાળતાના અંદર છૂપાયેલી વેદના સમજવા પ્રયત્ન કરી રહ્યો છે સાથે રિયાને પણ સરખાવી ...Read More