ઈન્સ્પેક્ટર ACP

(680)
  • 147.2k
  • 62
  • 80.1k

શીર્ષક - ઈન્સ્પેક્ટર ACP. એક કાલ્પનિક ક્રાઈમ સ્ટોરી. રોચક અને પ્રેરક વાર્તા. શ્રેણી - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર. શંકાની સોય જેના પર જાય તેવા અઢળક, પરંતુ આવશ્યક પાત્રો. શહેરને અડીને આવેલા એક નાનાએવા ગામમાં, રહસ્યમય સંજોગોમાં થયેલ એક ખૂન, અને તેની સાથે સાથે થયેલ, ખૂબ મોટી રકમની ચોરીનો ભેદ ઉકેલવા, એ બધા પાત્રોની વચ્ચે, ઈન્સ્પેકટર AC, અને સાથે-સાથે ઈન્સ્પેકટર ACની પત્ની નંદની. ( જે મીડિયા રિપોર્ટર છે ) ઈન્સ્પેક્ટર AC અને મીડિયા રિપોર્ટર નંદની, બંને આ કેસનું પગેરું શોધવા, એક પછી એક તમામ પાત્રોની ઝીણવટથી તપાસ આરંભે છે. ને તેમની સામે આવે છે, અસંખ્ય શકમંદ, જે ઈન્સ્પેક્ટર ACની સાથે સાથે, આપણને પણ પહેલી નજરે જ એવું લાગે કે, બસ આજ આરોપી હોવો જોઈએ,

Full Novel

1

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 1

શીર્ષક - ઈન્સ્પેક્ટર ACP.એક કાલ્પનિક ક્રાઈમ સ્ટોરી.રોચક અને પ્રેરક વાર્તા.શ્રેણી - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર.શંકાની સોય જેના પર જાય તેવા પરંતુ આવશ્યક પાત્રો. શહેરને અડીને આવેલા એક નાનાએવા ગામમાં, રહસ્યમય સંજોગોમાં થયેલ એક ખૂન, અને તેની સાથે સાથે થયેલ, ખૂબ મોટી રકમની ચોરીનો ભેદ ઉકેલવા, એ બધા પાત્રોની વચ્ચે, ઈન્સ્પેકટર AC, અને સાથે-સાથે ઈન્સ્પેકટર ACની પત્ની નંદની. ( જે મીડિયા રિપોર્ટર છે ) ઈન્સ્પેક્ટર AC અને મીડિયા રિપોર્ટર નંદની, બંને આ કેસનું પગેરું શોધવા, એક પછી એક તમામ પાત્રોની ઝીણવટથી તપાસ આરંભે છે. ને તેમની સામે આવે છે, અસંખ્ય શકમંદ, જે ઈન્સ્પેક્ટર ACની સાથે સાથે, આપણને પણ પહેલી નજરે જ એવું લાગે કે, બસ આજ આરોપી ...Read More

2

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 2

ભાગ - ૨આ વાત છે, તાલુકા કક્ષાના એક શહેરની નજીક આવેલ, ગામ તેજપુરની. આ વાત છે, તેજપુર ગામમાં વસતા, પંચાવન છપ્પન વર્ષની ઉંમરે પહોચેલા, સ્કૂલના આચાર્ય એવા સીતાબહેનની.સીતાબહેન પોતે વિધવા છે, તેમજ હાલ તેઓ, તેજપુર ગામમાંજ આવેલી, પ્રાથમિક શાળામાં, આચાર્ય તરીકેની પોતાની જવાબદારી ખૂબજ સુંદર રીતે સંભાળી રહ્યા છે. સુંદર રીતે એટલાં માટે કે, સીતાબહેન એમની સ્કૂલની આચાર્ય તરીકેની એ જવાબદારી, ખાલી હોંશે-હોંશે નહી, પરંતુ.....પૂરેપૂરા ઉત્સાહ, અને પરોપકારની નિસ્વાર્થ ભાવના સાથે, તેઓ પોતાની કામગીરી સંભાળી રહ્યાં છે. સીતાબહેન, તેમની સ્કૂલ અને સ્કૂલના જરૂરિયાતમંદ અને હોંશિયાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય, અને તે બાળકોની સુંદર કારકિર્દી માટે, એકપણ દિવસ, જરાપણ થાક્યા, કે કંટાળ્યા સિવાય, અને અવિરત, તન, મન અને ધનથી, એમનાથી બનતી ...Read More

3

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 3

ભાગ - ૩આજે ૨૬ મી જાન્યુઆરી છે.તેજપુર ગામનો વહેલી પરોઢનો, આજનો નજારો પણ અદભુત અને નયનરમ્ય છે.તેજપુર ગામના સવારની આરતી થઈ રહી છે, ને એ આરતીની સાથે-સાથે, ગ્રામજનો ઢોલ, નગારા અને ઝાલરના તાલથી તાલ મિલાવી, ભક્તિભાવ સાથે, ઉત્સાહભેર આરતીની પ્રત્યેક કળી દોહરાવી રહ્યા છે. ગામની દૂધની ડેરીની whistle વાગી રહી છે. ઢોરઢાંખર રાખતા ગામ લોકો, ડોલ ડોલચા ને બોઘરણામાં દૂધ લઈને ડેરીમાં દૂધ ભરવા માટેની લાઈનમાં ઊભા છે.જ્યારે ગામના અમુક લોકો, હજી ગાય-ભેસ દોઈ રહ્યા છે, તો અમુક લોકોને, દાંતણ-પાણી ચાલી રહ્યું છે, ને કેટલાય ઘરના આંગણા વળાઈ રહ્યા છે.ગામની સ્કૂલમાં આજે ધ્વજવંદન નો કાર્યક્રમ હોવાથી, એકલ દોકલ છોકરાઓ વહેલી સવારથી જ તૈયાર થઈ, હરખભેર ...Read More

4

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 4

આગળના ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શિવાભાઈ, તેમના મિત્ર ભીખાભાઈ સાથે મોર્નિંગ વોક કરતા હોય છે, ને તેમના કાને..... સ્કૂલમાં રહેલ દેશભકિતના ગીતો સંભળાતા જ, તેઓ એટલેથી જ ફટાફટ પાછા વળે છે.આ બાજુ,સ્કૂલમાં પણ ધ્વજવંદન, અને અન્ય કાર્યક્રમોની છેલ્લી ઘડીની તડામાર તૈયારીઓ થઈ રહી છે.જે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે, તેમાંથી અમુક બાળકો, સ્ટેજની પાછળના ભાગે રિહર્સલ કરી રહ્યા છે. અમુક બાળકો, પોતાના ગેટપમાં આવવા હજી તૈયાર થઈ રહ્યા છે. જ્યારે સ્કૂલના બાકીના બાળકો, કે જેમણે કોઈ એક્ટિવિટીમાં ભાગ નથી લીધો, તે તમામ બાળકો, સ્કૂલના મેદાનમાં જ્યાં ધ્વજવંદન થવાનું છે, ત્યાં લાઈનસર ને સિસ્તબધ્ધ ગોઠવાઈ ગયા છે. આચાર્યની ઓફિસમાંથી, પ્યુન આચાર્યબહેનને ફોન લગાવી રહ્યો છે, ને ...Read More

5

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 5

ભાગ - ૫વાચક મિત્રો,આગળના ભાગમાં આપણે જાણ્યું કે,ડોક્ટર સાહેબ, સીતાબહેનને તપાસી શીવાભાઈ સરપંચને જણાવે છે કે, સરપંચ સાહેબ, આપણે બચાવી ન શક્યા. એ આપણને મૂકીને, એમના રામજી પાસે પહોંચી ગયા છે. ડોક્ટરના મોઢેથી આટલું સાંભળતા જ, સરપંચ શીવાભાઈ, જાણે પોતાની જનેતા મૃત્યુ પામી હોય, તેવો આઘાત અનુભવે છે.ને પોક મૂકી રડવા લાગે છે.ડોકટર તેમને આશ્વાસન આપે છે, ને સાથે-સાથે, સરપંચના દીકરા જીગ્નેશ અને પાર્વતીબહેનને પણ, અડોશ-પડોશમાં આ વાત જણાવવા કહે છે. પછી..... ડોકટર સરપંચને થોડા શાંત પાડી, મુંબઈ રહેતા સીતાબહેનના દીકરા, શેઠ રમણીકભાઈને ફોન કરી, આ બનાવની જાણ કરવા, શીવાભાઈને હિંમત આપે છે. શીવાભાઈ, મહા-પરાણે થોડા સ્વસ્થ થઈ, ડોક્ટરના ફોનથી મુંબઈ રમણીકભાઈને ફોન લગાવે છે. આ બાજુ રમણીકભાઈ ફોન ...Read More

6

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 6

ભાગ - ૬આગળના ભાગમાં આપણે જાણ્યું કે,રમણીકભાઈ, તેમની મૃતક માતાના બે અધૂરા સપના પુરા કરવાની જવાબદારી, શીવાભાઈ સરપંચને સોંપે તેમની મૃતક માતા પ્રત્યેની આ લાગણી અને ઉત્સુકતા જાણી, બીજા દિવસે સવારેજ, સરપંચ શીવાભાઈ, તેમના મિત્ર ભીખાભાઈ દ્વારા, સ્કૂલનાં ઓડીટોરીયમના કામ માટે, શક્ય એટલા ઝડપી એમના કોન્ટેક્ટમાં હોય તેવા, કોઈ કોન્ટ્રાકટરને મળવા બોલાવે છે.ફોનમાં ભીખાભાઈએ કોન્ટ્રાકટરને અર્જન્ટ મળવા આવવા જણાવ્યું હોવાથી, બપોર થતાં સુધીમાં તો કોન્ટ્રાકટર તેજપુર ગામમાં સરપંચના ધરે આવી પહોંચે છે. જેવો કોન્ટ્રાકટર શિવાભાઈના ઘરે પહોંચે છે, કે તુરંત, સરપંચ શીવાભાઈ, એ કોન્ટ્રાકટરની સાથે-સાથેરમણીકભાઈ અને ભીખાભાઈને લઈને તેઓ સ્કૂલ પર જવા નીકળે છે. ભીખાભાઈએ, ગામની સ્કૂલમાં ઓડીટોરીયમ બનાવવા માટેની અડધી વાત તો કોન્ટ્રાકટરને, પહેલેથી ...Read More

7

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 7

ભાગ - ૭વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,તેજપુર ગામની સ્કૂલમાં, એક નવું ઓડીટોરીયમ બનાવવાનું નક્કી થઈ ગયું છે. આચાર્ય એવા, સ્વર્ગસ્થ સીતાબહેનના દીકરા રમણીકભાઈ, પોતાની સ્વર્ગસ્થ માતાની અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓ પૂરી કરવા માટે, શીવાભાઈ સરપંચના હાથમાં પાંચ લાખ રૂપિયા આપીને, સહપરિવાર મુંબઈ જવા નીકળી ગયા છે.અગાઉ નક્કી થયા મુજબ, બીજે દિવસે સવારે જ, કોન્ટ્રાકટર અશોકભાઈ, બે-ત્રણ મજૂરોને લઈને શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે.કોન્ટ્રાકટર અશોકભાઈ, મજૂરોને લઈને જેવાં શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે, તો તેમને, સરપંચના ઘરમાંથી ઊંચા અવાજે કોઈને ઝગડતા, શીવાભાઈનો અવાજ કોન્ટ્રાકટરને કાને આવે છે.પછીથી, કોન્ટ્રાકટરને એ ઝઘડાનું સાચુ કારણ જાણવા મળે છે કે, હમણાં ગઈકાલે રાત્રેજ, સરપંચ શીવાભાઈને, રમણીકભાઈ જે રોકડા ...Read More

8

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 8

ભાગ - ૮આગળના ભાગમાં આપણે જાણ્યું કે,પોતાની સ્વર્ગસ્થ માતા, આચાર્ય સીતાબહેનની ઈચ્છા પ્રમાણે, તેજપુર ગામની સ્કૂલના બાળકો માટે,એક ઓડીટોરિયમ કામકાજ ચાલુ કરાવી, મુંબઈ પરત ફરેલ તેમના દીકરા રમણીકભાઈ, બાકી ખર્ચ પેટેના, રૂપિયા પચાસ લાખ તેમની પાસે જમા થઈ જતાં, તેઓ તેજપુર ગામનાં, અને તેમની કંપનીમાંજ કામ કરતા એવા, બે કર્મચારી, અવિનાશ અને વિનોદ સાથે, તે રકમ તેજપુર, સરપંચને પહોચાડવા માટે, તમેજ, બીજે દિવસે સાંજે, તેજપુર ગામનાંજ, અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા, ભુપેન્દ્રની લકઝરીમાં, સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ આવવા જણાવે છે. હવે આગળ.....એ રાત્રે,અવિનાશ અને વિનોદ, બંને રૂપિયા પચાસ લાખ રોકડા લઈને, મુંબઈ થી તેજપુર આવવા રવાના થાય છે.વહેલી સવારે, તેઓ અમદાવાદ ઉતરતા, ...Read More

9

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 9

ભાગ નવવાચક મિત્રો, આગળનાં ભાગમાં જાણ્યું કે, અવિનાશ અને વિનોદ, પચાસ લાખ રૂપિયા રોકડા લઈને, શીવાભાઈ સરપંચના ઘરે આવી છે.શીવાભાઈ, એ પચાસ લાખ રૂપિયા સાચવીને મૂકવા માટે, રૂપિયાની બેગ લઈને ઘરમાં જતાં, તેમના પત્નીને ચા બનાવવાનું કહે છે.અવિનાશ અને વિનોદ, સરપંચના ઘરે, ઓસરીમાં ચુપચાપ બેઠા છે.ભૂપેન્દ્રને કોઈ કામ હોવાથી, તે તેની ટ્રાવેલ્સ ઓફિસ જવા નીકળે છે.થોડીવારમાં, સરપંચ શીવાભાઈ પણ પૈસા ઠેકાણે મૂકીને આવે છે, ને ત્યાં સુધીમાં, તેમના પત્ની પાર્વતીબહેન પણ ચા લઈને આવી પહોંચે છે.હવે,ચા પીતા-પીતા સરપંચ.....સરપંચ :- અવિનાશ, રમણીકે બીજું કંઈ કહેવડાવ્યું છે ?અવિનાશ :- હા સરપંચ કાકા, એમણે કહ્યું છે કે, કાલે સાંજે પેલા ભુપેન્દ્રની લકઝરીમાં સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ ...Read More

10

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 10

ભાગ - ૧૦ વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે, કોન્ટ્રાક્ટર અશોકભાઈને, ઓડીટોરીયમનાં બાંધકામનો સામાન બીજેથી લેવાની સરપંચ વાત મંજૂર નહી હોવાથી, તે સરપંચ પાસેથી, મટીરીયલ માટેના એડવાન્સ પૈસા લીધા વગરજ, મોઢું બગાડીને ત્યાંથી નીકળી જાય છે, ને જતા-જતા,ઓડીટોરીયમ માટે, જરૂરી મટીરીયલનું લીસ્ટ, અને એમની મજૂરીની થતી રકમ, આ બંને તૈયાર કરીને, બે દિવસમાં મોકલાવવાનું કહેતા જાય છે. આ બાજુ, સરપંચ શીવાભાઈને, કોન્ટ્રાકટર અશોકભાઈએ અત્યારે કરેલ વર્તનથી, પહેલાતો નવાઈ લાગે છે, ને સાથે-સાથે, તેમને થોડું દુઃખ પણ થાય છે. કેમકે, આશોકભાઈ આવું કંઈક કરશે, તેની તો શીવાભાઈને બિલકુલ જાણ તો શું, એમને આવો અણસાર પણ ન હતો. પરંતુ.....કોન્ટ્રાકટરના હાલના વર્તન થકી, અત્યારે તો, સરપંચ શીવાભાઈ થોડા ટેન્શનમાં જરૂરથી આવી ગયા છે. એટલે શીવાભાઈ..... તુરંત ...Read More

11

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 11

ભાગ - ૧૧આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સ્વર્ગસ્થ સીતાબહેન આચાર્યની, અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓમાંથી, પહેલી ઈચ્છાના અનુસંધાને, ગામની સ્કૂલમાં, બનાવવાનું કામકાજ તો ચાલુ થઈ ગયું છે, ને આજે..... સીતાબહેનની બીજી અધૂરી ઈચ્છા, તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલનાં બાળકો, અને સ્કૂલનાં સ્ટાફને લઈને, જ્યારે બે લક્ઝરી મુંબઈ જવા નીકળી, ત્યારે તેમની બીજી ઈચ્છા પણ, આજે પુરી થવા જઈ રહી છે.એક બાજુ મુંબઈ માટે, જેવી ગામમાંથી લકઝરી નીકળે છે, ને બીજી બાજુ,હમણાંજ પ્રેમલગ્ન કરેલ, સરપંચ શીવાભાઈની દીકરી સીમા, અને જમાઈ આદર્શ, લગ્ન પછી પહેલીવાર શીવાભાઈને મળવા આવે છે.પહેલાં તો ગામલોકોજ, સીમા, અને આદર્શને જોવા, તેઓને ગાડીમાંથી ઊતરતાજ ઉત્સાહભેર વળગી પડે છે. જ્યારે, ધીરે ધીરે ને, એક પછી એક ગામ ...Read More

12

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 12

આગળના ભાગમાં આપણે જાણ્યું કે, શીવાભાઈ સરપંચના જમાઈ આદર્શકુમાર, પોતાની ગાડી રીવર્સ કરી રહ્યા હતા, ત્યારે એમણે, તેમના સસરા સરપંચને, ઘરની અંદર તિજોરી ખોલીને કોઈ કામ કરતા, અને તે તિજોરીની બિલકુલ સામેની બારીએ, એક મજૂર એકધારો અને રહસ્યમય રીતે, ઘરમાં જોઈ રહેલ જુએ છે.પછી, આદર્શકુમાર, ગાડી રીવર્સ લઈને બિલકુલ ઘરનાં પગથિયાં પાસે ઊભા રહે છે. ત્યાંજ, ઘરમાંથી સીમા, અને જીગ્નેશ બહાર આવી રહ્યાં છે.તેમજ,સીમા અને ભાઈ જીગ્નેશની બિલકુલ પાછળ-પાછળજ, શીવાભાઈ સરપંચ પણ, પેલા મજુરને, હાથખર્ચીના પૈસા આપી, દીકરી અને જમાઈને મળવા ને આવજો-જજો કહેવા આવી રહ્યાં છે. શીવાભાઈ, બહાર આવી દીકરી સીમાને મળી, તેઓ તેમના જમાઈ આદર્શકુમારને જણાવે છે કે, સરપંચ :- આદર્શ કુમાર, જો તમને વાંધો ન ...Read More

13

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 13

વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શીવાભાઈ, મુંબઈ જવા નીકળેલ વિનોદ, અધવચ્ચેજ લકઝરમાંથી કેમ ઉતરી ગયો ? એ જાણવા તેમનાં દીકરા જીગ્નેશને, અવિનાશને ફોન કરવા જણાવે છે.જીગ્નેશ અવિનાશને ફોન લગાવે છે. સામે અવિનાશ ફોન ઉઠાવતા..... અવિનાશ :- હા કાકા, બોલોશીવાભાઈ :- અરે અવિનાશ, હમણાં પાર્વતી સાથે મારે વાત થઈ, તો પાર્વતી કહેતી હતી કે, આ વિનોદ નથી આવ્યો તમારી સાથે ?અવિનાશ :- હા કાકા, એમની વાત સાચી છે.ગામમાંથી અમારી બંને લક્ઝરી ઉપડી, ત્યારે તો એ અમારી સાથે હતો, પરંતુ,અમારી ગાડી ગામમાંથી બહાર નીકળતા જ,એને ગાડી ઊભી રખાવી, અને મારે મુંબઈ નથી આવવું, આટલું કહીને, એ ત્યાજ એની બેગ લઈને ઉતરી ગયો. અમે ઘણું સમજાવ્યો, પરંતુ એ ...Read More

14

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 14

ભાગ - ૧૪વાચક મિત્રો, સૌ પ્રથમ તો ક્ષમા ચાહું છું, કે મારા બીજા એક અનિવાર્ય કામને લીધે, આ વાર્તામાં મહિના જેટલો અંતરાલ આવ્યો.હવે આગળઆગળના ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચના પત્ની, જે ગામનીજ સ્કૂલમાં શિક્ષિકા છે, અને ગઈકાલે રાત્રેજ તેઓ સ્કૂલનાં બાળકો અને સ્કૂલના સ્ટાફ સાથે, મુંબઈ પ્રવાસે જવા નીકળ્યા છે.વહેલી સવારે સરપંચ શીવાભાઈના મિત્ર એવા, ભીખાભાઈ, મોર્નિંગ વોક માટે સરપંચના ઘરે આવી, સરપંચને જગાડવા ને બોલાવવા માટે, બે ત્રણવાર મોટેથી સરપંચના નામથી બૂમ પાડે છે. ભીખાભાઈના અવાજથી, ઘરમાં સૂતા સરપંચ તો નહીં, પરંતુઓસરીમાં સૂઈ રહેલ તેમનો દીકરો જીગ્નેશ જાગી જાય છે, ને પછી જીગ્નેશ, તેના પપ્પાને જગાડવા ઘરમાં જાય છે.જીગ્નેશ ...Read More

15

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 15

ભાગ - ૧૫વાચક મિત્રો,આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,તેજપુર ગામનાં સરપંચ શીવાભાઈનું ખૂન, તેમજ મોટી રકમની ચોરી થયાનો ફોન આવતા, AC, ( અશ્વિન ચંદ્રકાંત ) બે હવાલદારને લઈને તેજપૂર જવા માટે નિકળી ગયા છે. થોડીવારમાંજ, પોલીસની ગાડી તેજપુર ગામમાં આવી પહોંચે છે. અગાઉથી જાણ કરી દીધી હોવાથી, ડોગસ્કવોડ પણ આવી ગઈ છે, ને તેમણે, તેમનું કામ પણ ચાલુ કરી દીધું છે. મીડિયાની ગાડી પણ તેમના પુરા સ્ટાફ સાથે આવી ગઈ છે, ને મીડિયા રિપોર્ટર નંદની.....ઘટના સ્થળની આસપાસના ફોટોગ્રાફ, તેમજ ઝીણામાં ઝીણી માહિતી જાણવા પ્રયાસો કરી રહી છે.તેજપુર આમતો, નંદનીનું વતન હોવાથી, સૌ ગામવાળા નંદનીને સારી રીતે ઓળખે છે. આ બધાની ...Read More

16

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 16

ભાગ - ૧૬આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે, ડોગ-સ્કવોડ, મીડિયા, તેમજ બે હવાલદાર, તેજપુર ગામમાં ગઈરાત્રે બનેલ ઘટના, ખૂન અને પગેરું મેળવવા માટે, દરેક ટીમનાં અધિકારીઓ, પોતપોતાની રીતે સમગ્ર ઘટના સ્થળનું, બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે.જ્યારે ઈન્સ્પેક્ટર ACP પણ, સરપંચ શીવાભાઈનાં મૃતદેહ પાસે ઊભા પગે બેસીને, ક્યાંય કોઈ કડી મળી જાય, એ માટે, ખૂબ ઝીણવપૂર્વક શીવાભાઈના મૃતદેહને નિહાળી રહ્યાં છે, અને....કોઈ સબૂત, કોઈ કડી, ગુનેગારનું કોઈ પગેરું મળી, જાય, એ માટેનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાજ.....ઈન્સ્પેકટર AC પર, બીજા પોલિસ સ્ટેશનથી ઈન્સ્પેકટર ભટ્ટસાહેબનો ફોન આવે છે. AC ફોન ઉઠાવતાં જ, ભટ્ટ સાહેબભટ્ટ સાહેબ :- હેલો AC, ક્યાં છો તમે ?AC ...Read More

17

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 17

ભાગ - ૧૭આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શીવાભાઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, ACP પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે.બીજી મીડિયા રિપોર્ટર નંદની ને, તેજપુર ગામનાંજ કોઈ બે વ્યક્તિઓ દ્વારા, સરપંચના આ ખૂન, અને ચોરીના કેસમાં, સરપંચના દીકરા જીગ્નેશ, કે પછી, મુંબઈથી પચાસ લાખ રૂપિયા લઈને આવેલ વિનોદ તરફ પોતાની શંકા દર્શાવે છે, એટલેનંદની.....ગામનાં આ બે વ્યક્તિઓની વાતને ઈગનોર નહીં કરતા, ગામમાં રોકાયેલ એક હવાલદારને કરે છે.આ બાજુ, ACP પોલીસ સ્ટેશન પહોંચે છે. અહીં પેલાં બે ATM ચોરને લઈને, ભટ્ટ સાહેબે મોકલેલ હવાલદાર પણ આવી ગયા છે, એટલેએ બે ATM ચોરને, ઘણી-બઘી રીતે પૂછતાછ ને અંતે પણ, ACP ને એ ...Read More

18

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 18

ભાગ - ૧૮આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,ACP, રમણીકભાઈ ને પોતાનો કોન્ટેક્ટ નંબર આપીને નિકળી ગયા છે.આગળનાં દિવસે રાત્રે, રોજની ઘણાં બધાં ગામલોકો, મૃતક શિવાભાઈ સરપંચના ઘરે બેસવા આવ્યા છે. સરપંચના પત્ની પાર્વતીબહેનને, અચાનક કંઈ યાદ આવતાં, તેઓ રમણીકભાઈને કોઈ જરૂરી વાત જણાવવા થોડાં સાઈડમાં બોલાવે છે.રમણીકભાઈ સાઈડમાં આવતા..... પાર્વતીબહેન :- હું, શું કહું છું રમણીકભાઈ, કાલે સવારે, હું જ્યારે મુંબઈ જવાની તૈયારી કરતી હતી, ત્યારે કોન્ટ્રાક્ટર શું નામ છે એમનું, ( થોડુ વિચારીને ) હા યાદ આવ્યું, અશોકભાઈ અશોકભાઈ આવ્યા હતા, એડવાન્સ લેવા માટે. ને તમારા ભાઈએ, એ કોન્ટ્રાક્ટરની સામેજ, એડવાન્સ આપવા માટે તીજોરી ખોલી હતી.બધા પૈસા તિજોરીમાં સામેજ ...Read More

19

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 19

ભાગ - ૧૯વાચક મિત્રો, આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,મૃતક શિવાભાઈ સરપંચની દીકરી સીમા, અને તેનો પતિ આદર્શ આજે મમ્મીને માટે, મમ્મીને સાંત્વના આપવા માટે, અને એમને હિંમત આપવાનાં મક્કમ નિર્ધાર સાથે તેજપુર આવ્યા છે.પહેલા આપણે, થોડું ફરી સીમા, અને તેની મમ્મી વિશે જાણી લઈએ.આમતો સીમા અને આદર્શ, બે દિવસ પહેલા પણ પપ્પાના અંતિમ સંસ્કાર વખતે તેજપુર આવ્યા હતા, પરંતુએ સમયે, માત્ર સીમાના ઘરનોજ નહીં, ગામ આખામાં માહોલજ એવો હતો કે, કોઈ કોઈની સાથે જરા સરખી વાત કરવાની અવસ્થામાં ન હતું.પરંતુ, આજે સીમા, પૂરેપૂરી તૈયારી સાથે, મમ્મીનો જરા પણ ડર, કે સંકોચ રાખ્યાં વગર, મમ્મી આજે જે કહે તે સાંભળવાની, ...Read More

20

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 20

સળંગ વાર્તા ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૨૦વાચક મિત્રો, સૌથી પહેલાં તો, આ મારી સળંગ વાર્તામાં, બે મહિનાનાં અંતરાલ બદલ, આપની ક્ષમા ચાહું છું, મને વિશ્વાસ છે કે, આપના સહકારની કૃપા નિરંતર આપશો.ધન્યવાદશૈલેશ જોષીહવે આપણે આ વાર્તાને આગળ વધારીએ, ભાગ ઓગણીસમાં આપણે જાણ્યું કે,ઈન્સ્પેક્ટર AC ને, સરપંચ શિવાભાઈનાં થયેલ ખુન, અને લૂંટવાળા કેસ બાબતે, રમણીકભાઈ એ, બે શંકાસ્પદ વ્યક્તિના નામ આપ્યા છે.એકતો, મૃતક શિવાભાઈનાં પત્ની, પાર્વતીબહેનનાં કહયા પ્રમાણે,કોન્ટ્રાકટર અશોકભાઈ, અનેપાર્વતીબહેનનાં, જમાઈનાં કહેવા પ્રમાણે, પેલાં બે મજૂર, જે બનાવની રાત્રિએ, એમની ગાડીમાં હાઈવે સુઘી ગયાં હતાં.બસ, AC આ બે બાતમીનાં આધારે, આ બે શંકાસ્પદ લોકોની તપાસ કરવા, અને એ પણ, સાદા ...Read More

21

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 21

ભાગ - ૨૧આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,તેજપૂરગામનાં સરપંચના ખૂન, અને રૂપિયા પચાસ લાખની થયેલ ચોરીનાં અનુસંધાનમાં, મળેલ બાતમીના આધારે, ACP, શહેરની એક નવી બની રહેલ બિલ્ડિંગમાં, આ કેસમાં શંકાસ્પદ એવા, અશોક કોન્ટ્રાક્ટરને શોધવા, ને જો મળે તો, પૂછપરછ કરવા માટે, આવ્યાં છે, ને એમનાં બિલ્ડર મિત્ર દ્વારા, AC નો, અશોકભાઈ કોન્ટ્રાકટર વિષેનો શક, દૂર થાય છે, ને પછી AC બિલ્ડર મિત્રની રજા લઈને, ચાર ડગલાં ચાલી, વળી પાછા આવે છે, અને એમનાં બિલ્ડર મિત્રને કહે છે કે.......AC :- તમારી અશોકભાઈ વિષેની વાત તો, વિશ્વાસ કરવા જેવી, અને સાચી, બાકી એની સાથે જે મજૂરો હોય છે, તે બદલાતા હોય છે, ...Read More

22

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 22

ભાગ - ૨૨વાચક મિત્રો, આગળનાં ભાગ ૨૧માં આપણે જાણ્યું કે, સરપંચ શિવાભાઈનાં ખૂન, અને લૂંટ કેસમાં, ઈન્સ્પેક્ટર ACP ને બે શંકાસ્પદ વ્યક્તિઓ વિશે બાતમી મળી હતી, એ બંનેની જાત તપાસ કરતા, એ બંને પણ, આગળનાં ત્રણ-ચાર શકમંદ વ્યક્તિઓની જેમ, બે-કસુર નીકળે છે.એકતો, આ કેસ ઝડપી ઉકેલવા માટે, ઉપરથી પ્રેશર, ને એમાંય એક પછી એક, શકમંદ વ્યક્તિઓમાં કેસ ઉકેલવા માટે ACP ને, જે આશાની કિરણ દેખાતી હતી, તે બધાજ શકમંદ, બે-કસુર નીકળતા, ઈન્સ્પેકટર ACP ને, હવે આ તેજપૂરવાળો કેસ, ખૂબજ મૂંઝવણ ભર્યો, અને કઠિન દેખાઈ રહ્યો છે. આ કેસમાં હવે આગળ કેવી રીતે વધવું ? અને, શક્ય એટલો ઝડપી આ ...Read More

23

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 23

સળંગ વાર્તા - ઈન્સ્પેક્ટર ACP એક કાલ્પનિક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૨૩વાચક મિત્રો,ભાગ ૨૨માં આપણે જાણ્યું કે, ઈન્સ્પેકટર ને, જટિલ થઈ રહેલાં તેજપૂરવાળા ચોરી, અને ખૂન કેસમાં, આંખો દેખી બાતમી મળતાં, ACP એ, અર્જન્ટમાં હવાલદાર દ્વારા ફોન કરાવીને, રમણીકભાઈને મળવા માટે, પોલીસ સ્ટેશન બોલાવ્યાં છે.આ બાજુ રમણીકભાઈ પણ, તેજપુર ગામથી પોલીસ સ્ટેશન જવા નીકળી રહ્યા છે, ત્યારેજ રમણીકભાઈ, અવિનાશને બાઈક ઉપર જતો જુએ છે, એટલે રમણીકભાઈ, અવિનાશને સાદ કરીને ઉભો રાખે છે, ને પછી... અવિનાશની નજીક જઈને, રમણીકભાઈ કહે છે.....રમણીકભાઈ :- અરે અવિનાશ, તુ કઈ બાજુ જઈ રહ્યો છે ? અવિનાશ : અંકલ, હું પેલાં ટ્રાવેલ્સવાળા ભુપેન્દ્રની ઓફિસ ...Read More

24

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 24

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૨૪ખાસ - અનિવાર્ય સંજોગોવસાત, ને ખૂબ લાંબા સમય બાદ હું શૈલેષ આ વાર્તાનો આગળનો ભાગ - ૨૪ રજુ કરી રહયો છું.તો વાચક મિત્રો, તમારો મારા માટેનો કિંમતી સહકાર જાળવી રાખવા, હું દિલથી વિનંતી કરું છું, ને અંતરાલ બદલ ક્ષમા ચાહું છું ભાગ - ૨૪ACP સાહેબનાં કહ્યાં મુજબ, રમણિકભાઈ પોલિસ સ્ટેશનથી નિકળી, સરપંચના જમાઈ એવાં, આદર્શ કુમારની જાત તપાસ કરવા માટે, આદર્શની નવી બની રહેલ હોટેલની સાઈડ પર પહોંચે છે.અત્યારે પણ, આદર્શ બધાં કારીગરોને નવી બની રહેલ હોટેલનું કામકાજ ઝડપી પૂરું કરવાં માટે, સૂચના આપી રહ્યો છે.આદર્શ : જુઓ, શક્ય એટલું ઝડપથી ...Read More

25

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 25

ભાગ - ૨૫વાચક મિત્રોભાગ ૨૪ માં આપણે જોયું કે,ઈન્સ્પેક્ટર ACP, બેંકનાં એક જૂનાં કેસની છાનબીન માટે, બે હવાલદાર સાથે, જઈ રહ્યાં છે, ને ત્યારે રસ્તામાં એમની જીપ, એક ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી થોડીવાર માટે એમની જીપ એ સિગ્નલ પર રોકાય છે, ને એમની જીપની બિલકુલ બાજુમાં, એક લકઝરી બસ ઉભી છે, જે લકઝરી તેજપૂર ગામનાં ભૂપેન્દ્રની છે.આ એજ લકઝરી છે, જે હમણાં, થોડાં દિવસો પહેલાંજ, તેજપુર ગામની સ્કૂલનાં બાળકો, અને બાકી સ્કૂલનાં સ્ટાફને મુંબઈ ફરવા લઈને ગઈ હતી, ને એ લકઝરી... જે સાંજે મુંબઈ જવાં નિકળી હતી, એજ રાત્રે, ગામનાં સરપંચ શ્રી શિવાભાઈનું ખૂન, અને રોકડ રૂપિયા પચાસ લાખની ...Read More

26

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 26

વાત મિત્રો,હું શૈલેષ જોષી આ વાર્તાનાં ભાગ ૨૬ માટેનાં વિલંબ બદલ ક્ષમા ચાહું છું ભાગ - ૨૬આગળના ભાગ ૨૫ આપણે જાણ્યું કે, બેંકમાં એક જુના કેસની તપાસ માટે, ઈન્સ્પેકટર ACP બે હવાલદાર સાથે આવ્યાં છે. બંને હવાલદાર બેંકની બહાર પોલિસ જીપમાં જ બેસે છે, ને ACP પોતે બેંક મેનેજરને મળવાં માટે બેંકમાં જાય છે, ને બેંકમાં જતાં જ..... AC મેનેજરની કેબિનમાં બેંક મેનેજર સાથે બેઠેલાં, જે બે વ્યકિતને જુએ છે, તે અસલમાં તેજપુર ગામનાં ભૂપેન્દ્ર, અને અવિનાશ હોય છે, એટલે ACP મેનેજરની કેબીનની બહારથીજ પાછાં વળી, બેંકનાં એક ખૂણામાં રાખેલ એક બેન્ચ ઊપર બેસી જાય છે, ને ભૂપેન્દ્ર, અને ...Read More

27

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 27

ભાગ ૨૭વાચક મિત્રો અગાઉનાં ભાગ 26 માં આપણે જાણ્યું કે, ઈન્સ્પેક્ટર એસીપી, બેંક મેનેજર પાસેથી ભુપેન્દ્ર, અને અવિનાશની હકીકત તેમજ બેંકમાં જે કેસની તપાસ કરવા આવ્યા હતા, એ ચર્ચા હમણાં બાજુ પર રાખી, બેંક મેનેજરને પછીથી મળીએ આપણે, એટલું કહીને AC સાહેબ બેન્કની બહાર નીકળી રહ્યા છે. બીજી બાજુ હવાલદારને પણ મેસેજ કરીને, AC સાહેબે પોલીસ જીપ લઈને બેંકથી થોડાં દૂર ઊભા રહેવા જણાવ્યું દીધું હતું, ને સાથે-સાથે ખાસ કરીને હવાલદાર ને મેસેજમાં એ પણ કહેલ કે, ભુપેન્દ્ર, અને અવિનાશ જ્યારે બેંકમાંથી બહાર નીકળે, ત્યારે એ બંને પર નજર રાખવા માટે પણ જણાવેલ હોવાથી, બંને હવાલદારે, સાહેબનાં કહ્યાં પ્રમાણે ...Read More

28

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 28

ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૨૮વાચક મિત્રો,ભાગ ૨૭ માં આપણે જાણ્યું કે.....ઈન્સ્પેક્ટર AC એક નવજુવાન કોલેજીયન યુવકનું જેકેટ, અને હેલ્મેટ પહેરી, એ યુવકને એનાં જ બાઈક પર પાછળની સીટમાં બેસાડી, એમની આગળ જતાં ભુપેન્દ્ર, અને અવિનાશનો પીછો કરવાની સાથે સાથે, કોઈ જોઈ ના જાય એ રીતે એ યુવકને એનાં મોબાઈલમાં વિડિયો શૂટ કરવાનું કહી, AC પોતે એ યુવકનું બાઈક ચલાવી રહ્યા છે.ને એમનાં બાઈકથી આગળ જઈ રહેલા અવિનાશ, અને ભુપેન્દ્ર લોકોનું બાઈક એરપોર્ટે તરફ જઈ રહ્યું છે.અવિનાશના બાઈકથી થોડું અંતર જાળવીને AC પણ એ લોકોનો પીછો કરી રહ્યા છે.આગળ થાય છે એવું કે, અવિનાશનું બાઈક એરપોર્ટનાં ટુ વ્હીલર પાર્કિંગ તરફ ...Read More

29

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 29

ભાગ - ૨૯ભાગ ૨૮ માં આપણે જાણ્યું કે,ઈન્સ્પેક્ટર ACP અને એમની સાથે આવેલ યુવક, એરપોર્ટેનાં ફોર વ્હીલરનાં પાર્કિગમાં પાર્ક એક ગાડીની પાછળ ઉભા છે. AC પોતે અવિનાશ, અને ભુપેન્દ્ર પર નજર રાખી રહ્યા છે, ને પેલો કોલેજીયન યુવક, એનાં મોબાઈલમાં અવિનાશ, અને ભુપેન્દ્રનો વિડિયો શૂટ કરી રહયો છે.આ બાજુ ભુપેન્દ્ર, અને અવિનાશ પેલી ગાડીનાં ચોર ખાનામાં મુકેલી બેગ બહાર કાઢે છે, ને પછી પછી એ બેગ અવિનાશ પોતે એનાં ખભે ભરાવી, પોતાનાં બાઈક પાસે જાય છે, ને ભુપેન્દ્ર પોતાની પાર્કિગમાં પડેલ ગાડી લઈને એરપોર્ટેથી નિકળે છે.બીજી બાજુ AC પણ પેલાં યુવકનું બાઈક લઈને એક વ્યવસ્થિત અંતર જાળવીને, એ લોકોની ...Read More

30

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 30

પ્રકરણ ૩૦ સ્થળ - ભુપેન્દ્રની ટ્રાવેલ્સની ઓફિસસમય - સમી સાંજનોભુપેન્દ્રની ટ્રાવેલ્સ ઓફિસની સામેની સાઈડની ફૂટપાથ પર, ભુપેન્દ્રની હમણાં જ પાર્કિગમાંથી લઈને આવેલ ખુલ્લી જીપ પાર્ક કરેલી છે. જીપની બિલકુલ પાછળની બાજુએ, અવિનાશનું બાઈક પણ પાર્ક કરેલું છે, અને અવિનાશ, તેમજ ભુપેન્દ્ર અત્યારે ભુપેન્દ્રની ટ્રાવેલ્સ ઓફિસમાં બેસીને કોઈ ચર્ચા કરી રહ્યાં છે.આમ તો ભુપેન્દ્રની ઓફિસ બહું મોટી નથી, દસેક માણસો આવે તો ઓફિસ ભરાઈ જાય એટલી નાનકડી જ છે, ને ફર્નિચરમાં પણ એક જૂનું ઓફિસ ટેબલ, ને એ ટેબલની એક સાઈડ પર એક મેઈન ખુરસી, અને એની સામેની બાજુ પર બે સાદી ખુરસી, ને એની આગળની બાજુએ, સામ-સામે રાખેલ બે ...Read More

31

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 31

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૩૧વાચક મિત્રો ભાગ 30 માં આપણે જાણ્યું કે બે અજાણ વ્યક્તિઓ ટ્રાવેલ્સની ઓફિસ પર આવીને ભૂપેન્દ્ર અને અવિનાશ સાથે એમને જે વાત કરવી હતી, એ વાત કરીને બહાર નીકળી ગયા છે, ને બહાર જઈને તુરંત એ બેમાંથી એક વ્યકિત ઇન્સ્પેક્ટર એસીપીને ફોન કરે છે. તો કોણ હતા એ બે વ્યકિત ? જે ભૂપેન્દ્ર ની ઓફીસ આવ્યા છે ?ને એમણે ઇન્સ્પેક્ટર ACP ને ફોન કેમ લગાવ્યો ?તો દોસ્તો તમને જણાવી દઉં કે,એ બંનેમાં એક તો છે ઇન્સ્પેક્ટર ભટ્ટ સાહેબ ને બીજા છે હવાલદાર આ બંને ગેટ અપ ચેન્જ કરીને ભૂપેન્દ્ર ની ઓફિસે ...Read More

32

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 32

ઈન્સ્પેક્ટર ACP એક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૩૨ ગુના પરથી પડદો ઉંચકાયો છે.વાચક મિત્રો, ભાગ ૩૧ માં આપણે કે, ઈન્સ્પેક્ટર AC એ, તેજપુર ગામનાં સરપંચ શીવાભાઈનાં મર્ડર, અને રૂપિયા પચાસ લાખની ચોરીવાળા કેસમાં સાચા ગુનેગાર કોણ હતા ? એ જાણી લીધું છે, પરંતુ પરંતુ પરંતુ....એ ગુનેગારોએ આ ગુનાને અંજામ કેવી રીતે આપ્યો ? બસ એટલું જ હવે જાણવાનું બાકી રહ્યું છે, અને એ પણ... ગુનેગારનાજ મોંઢે, અને એ પણ..... સમગ્ર ગામલોકોની હાજરીમાં. હા ઈન્સ્પેક્ટર AC, એ ગુનેગારોને તમામ ગામલોકોની વચ્ચે ખુલ્લા પાડવા માંગે છે, ને એટલેજ, આજે તેજપુર ગામનાં તમામ લોકોને ગામનાં ચોકમાં એકઠાં થવાં માટે અગાઉથી જાણ ...Read More

33

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 33

ઈન્સ્પેક્ટર ACP એક સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર ભાગ - ૩૩ વાચક મિત્રો, ભાગ ૩૨ માં આપણે જાણ્યું કે,ભૂપેન્દ્ર, અને અવિનાશ પોલીસ તેમજ તેજપુર ગામનાં તમામ લોકોની હાજરીમાં, ને પાછું મીડિયા સમક્ષ પણ , એ બંનેએ ભેગાં મળીને કરેલ ગુનાની કબૂલાત કરી લીધી છે, છતાં....એમની એ કબૂલાત અધૂરી લાગતાં, ઈન્સ્પેક્ટર AC અવિનાશને પૂછે છે કે,AC :- અવિનાશ તારી આ પુરી વાતમાં, તમે લોકોએ સરપંચ શિવાભાઈના ઘરેથી રૂપિયા પચાસ લાખની ચોરી કેવી રીતે કરી ? એની તો પુરી જાણકારી મળી ગઈ, પરંતુ.....શિવાભાઈનું ખૂન કેવી રીતે થયું ? એ કોયડો તો હજી પણ વણ ઉકલ્યો જ છે, કેમકે તારી આ આખી વાતમાં, એનો ...Read More

34

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 34

ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૩૪આગળના ભાગમાં આપણે જાણ્યું કે, અવિનાશ પોલીસની પકડમાંથી છટકી, સ્કૂલની એક નાની બાળકીને લઈને સ્કૂલના ઉપર જતો રહે છે, ને પછી ટેરેસ પરથી અવિનાશ બાળકીના ગળા ઉપર છરી જેવું કોઈ હથિયાર રાખીને પોલીસને કહે છે કે, અવિનાશ :- પ્લીઝ સાહેબ, મને અહીંથી જવા દો, નહીં તો આ બાળકીને હું મારી નાખીશ. એટલે ઈસ્પેક્ટર ACP એ પણ, મામલાની ગંભીરતા જાણી, ફટાફટ વધારાનો પોલીસ ફોર્સ બોલાવી લીધો છે, ને બધા પોલીસવાળાએ પણ સ્કૂલની ફરતે પોતપોતાની યોગ્ય પોઝિશન લઈ લીધી છે. પરંતુ.....ઈન્સ્પેક્ટર ACP એ દરેક પોલીસ જવાનને સૂચના આપે છે કે, કોઈ પણ વ્યક્તિ ગોળીબાર નહીં કરે. ACP ...Read More

35

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 35 - (છેલ્લો ભાગ)

આ વાર્તાનો છેલ્લો ભાગ - ૩૫ આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે, અવિનાશનું હૃદય પરિવર્તન થઈ ગયું છે, ને એટલે એ ચાકુની નોક પર રાખેલ સ્કૂલની એક નાની બાળકીને હળવેથી નીચે ઉતારી એનાં કપાળે હળવું ચુંબન કરી, શેઠ રમણીકભાઈને એટલું જ કહીને કે, શેઠ હું નર્કમાં નહીં જાઉં, બસ આટલું જ બોલીને... અવિનાશ સ્કૂલનાં જ ઉપરનાં માળે એક રૂમમાં આત્મહત્યા કરી લે છે, ને આત્મહત્યા કરતા પહેલાં ફોન દ્વારા એની જાણ પણ, એક સરકારી હોસ્પિટલના ડોકટરને એવું કહીને કરે છે કે,ડૉકટર સાહેબ, તમે હમણાં જ તેજપુર ગામની પ્રાથમિક સ્કૂલમાં આવિ જાવ, હું હમણાં જ આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, ને ...Read More