પ્રેમનો હિસાબ

(412)
  • 29.8k
  • 60
  • 13.6k

રશ્મી એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે. તેના પિતા કં૫નીમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે અને તેની માતા હાઉસ વાઇફ છે. રશ્મી ભણવામાં બહુ હોશિયાર અને એકદમ સાદી-સીધી ને બસ ભણવામાં જ ધ્યાન આપે. કોલેજના પ્રોફેસરો પણ તેણીને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપતા. ત્યાં બીજી બાજુ અનિકેત એક મોટા શ્રીમંત કુટુંબમાંથી આવતો હતો અને તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. એટલે તેને ઉછેરવામાં કે સગવડ આપવામાં કોઇ કસર બાકી ન હતી. તેના પિતા શહેરના બહુ મોટા ઝવેરી હતા અને તેની માતા પણ સોસાયટીના પ્રમુખ તરીકે સારી એવી નામના મેળવી ચૂકયા હતા. અનિકેત પણ બહુ જ સારો દેખાતો હતો.

Full Novel

1

પ્રેમનો હિસાબ - 1

પ્રેમનો હિસાબ - ભાગ - ૧ રશ્મી એક મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવે છે. તેના પિતા કં૫નીમાં કલાર્ક તરીકે ફરજ બજાવે અને તેની માતા હાઉસ વાઇફ છે. રશ્મી ભણવામાં બહુ હોશિયાર અને એકદમ સાદી-સીધી ને બસ ભણવામાં જ ધ્યાન આપે. કોલેજના પ્રોફેસરો પણ તેણીને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપતા. ત્યાં બીજી બાજુ અનિકેત એક મોટા શ્રીમંત કુટુંબમાંથી આવતો હતો અને તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. એટલે તેને ઉછેરવામાં કે સગવડ આપવામાં કોઇ કસર બાકી ન હતી. તેના પિતા શહેરના બહુ મોટા ઝવેરી હતા અને તેની માતા પણ સોસાયટીના પ્રમુખ તરીકે સારી એવી નામના મેળવી ચૂકયા હતા. અનિકેત પણ બહુ જ સારો ...Read More

2

પ્રેમનો હિસાબ - 2

પ્રેમનો હિસાબ (ભાગ-૨) અનિકેત ઘરે પહોંચ્યો ત્યારે વાતાવરણ જ કંઇક અલગ હતું. અનિકેતની મમ્મીએ તેના વધામણાં કર્યા અને કે, દીકરા, આજે અમે બહુ જ ખુશ છીએ. તારા પપ્પાને બહુ મોટો ઓર્ડર મળ્યો છે અને બીજી વાત તારા માટે અમે છોકરી શોધી લીધી છે. તારા પપ્પાના જે ખાસ મિત્ર છે તેમની દિકરી છે. પૈસેટકે આપણા જેવા છે અને સમાજમાં તેમનું નામ પણ છે.’’ અનિકેત કંઇક બોલે તે પહેલા જ તેના પપ્પાએ કહ્યું કે, મે તો માારા મિત્રને કહી જ દીધું કે મારો છોકરો મારા કહ્યામાં જ છે અને મે તેને સંસકર જ એવા સારા આપ્યા છે કે એ મારી વાત ...Read More

3

પ્રેમનો હિસાબ - 3

પ્રેમનો હિસાબ ભાગ-૩ આ વાતને પંચીસ વર્ષ વીતી ગયા. ગયા પછી રશ્મી ઉદાસ રહેવા લાગી. એને થયું કે, એની ખુશોઓ બધી જતી રહી. તે અનિકેત વગર કંઇ રીતે રહેશે. થોડા સમય પછી તેના માતા-પિતાએ તેને સામેથી પૂછ્યું કે, બેટા શું થયું તને? કેમ ઉદાસ રહે છે.?’’ રશ્મીના ઘરે વાતાવરણ રૂઢીચુસ્ત ન હતું. તેના માતા-પિતા બંને શિક્ષિત હતા. પણ રશ્મી કંઇ બોલી નહિ. એણે ફકત ભણવાનું ટેન્શન છે એમ કહ્યું. થોડા સમય પછી એણે સરકારી નોકરી માટે તૈયારી ચાલુ કરી દીધી. તેના નસીબ પણ એટલા સારા કે તેને કલાસ-વન કક્ષાની નોકરી મળી ગઇ. તેના ઘરની સ્થિતિ હવે સુધરી ગઇ. ...Read More

4

પ્રેમનો હિસાબ - 4

પ્રેમનો હિસાબ ભાગ-૪ આગળના ભાગમાં આપણે જોયું કે, રશ્મી દિગ્વિજયનું લગ્ન જીવન પણ બહુ સારી રીતે ચાલતું હતું કેમ કે, દિગ્વિજય બહુ જ સમજુ હતા. જોતજોતામાં બાળકો મોટા થઇ ગયા. અર્થવ હવે હોસ્પિટલમાં ડોકટર તરીકે પ્રેકટીસ કરતો હતો અને નૂપૂર સરકારી એકઝામના કલાસીસ કરતી હતી. બંને બાળકો બહુ જ સંસ્કારી હતા. આથી એ જોઇને રશ્મી પણ ખુશ હતી. નૂપૂર જે કલાસીસમાં જતી હોય છે. ત્યાં તેની એક ખાસ બહેનપણી હતી તેનું નામ અદિતિ. અદિતિ બહુ જ શ્રીમંત પરિવારમાંથી આવતી હોય છે. એટલે તેને નોકરી કરવાની જરૂર જ નથી પણ તે સરકારી જોબ કરવા માંગ્તી હોય છે. નૂપૂર અને ...Read More

5

પ્રેમનો હિસાબ - 5

પ્રેમનો હિસાબ ભાગ-૫ ચાર વર્ષ વીતી ગયા. અથર્વ સરકારી બની ગયો હતો, નૂપૂર પણ કલાસ-૧ બની ચૂકી હતી અને અદિતિ પણ સરકારી નોકરી કરતી થઇ ગઇ હતી. તે ત્રણેય હાલમાં પણ સાથે બહાર જતા અને અદિતિ પણ ઘણી વાર અર્થવ સાથે ફોન પર વાત કરી લેતી. અદિતિને થયું કે, હું ઘરે વાત કરી લઉ અર્થવ વિશે. રાતે જમતી વખતે જયારે અદિતિના દાદા, દાદી, માતા અને પિતા બધા સાથે જમતા હતા. ત્યારે અદિતિએ વાત કરવાની શરૂઆત કરી. તેના ઘરે વાતાવરણ રૂઢિચુસ્ત ન હતું અને અદિતિ બધાની લાડકી હતી. આથી અદિતિ કંઇ બોલે તે પહેલા જ તેના પપ્પાએ કહ્યું કે, ...Read More

6

પ્રેમનો હિસાબ - 6 - છેલ્લો ભાગ

પ્રેમનો હિસાબ ભાગ-૬ રશ્મીના મનમાં મનોમંથન ચાલતું હતું. ત્યા દિગ્વિજય, અર્થવ અને નૂપૂર આવ્યા. તે બધા બેઠા અને વાતચીત કરી. રશ્મીએ અર્થવને પૂછયું અદિતિ વિશે તેના જવાબમાં તેણે કહ્યું કે, મને અદિતિ ગમે છે પણ એની સાથે લગ્ન કરીશ એવું કોઇ દિવસ વિચાર્યુ જ નથી. કદાચ વિચારવા માટે સમય જ ના મળ્યો, પરંતુ અદિતિ બહુ સારી છોકરી છે અને તમને બંનેને એ ગમતી હોય તો મને વાંધો પણ નથી. તમે મારા માટે પહેલા છો.’’ નૂપૂરે પણ અર્થવની વાતને સર્મથન આપ્યું. બહુ ચર્ચા પછી દિગ્વિજયે રશ્મીને કહ્યું કે, આ બધું હું તારા પર છોડું છું. તારી જે મરજી હશે તે ...Read More