એક લવ એગ્રીમેન્ટ

(71)
  • 26.1k
  • 5
  • 12.4k

'સોદો છે આપણી વચ્ચે. માત્ર એક એગ્રીમેન્ટ.' એરિકએ આ વાત યાદ કરાવતા આઈશાને કહ્યું. એરિક અને આઇશા એકબીજાના જાણે દુશ્મન હતા. કોલેજ શરૂ થયાના 6 મહિનામાં જ આ વાત દરેક સ્ટુડન્ટસને ખબર હતી. છતાં અત્યારે એકજ છત નીચે રહેવા બંને તૈયાર થયા હતા. હવે આ એમની મરજી કહો કે મજબૂરી એ તો આગળની વાત જાણશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. કોલેજના શરૂઆતમાં. એરિક એક પૈસાદાર પરિવારનો રાજકુમાર. આઈશા પૈસાતો ઠીક ઠાક પણ એના આદર્શોની પાકી અને નીડર. બનેંએ કોલેજ શરૂ થઈ અને એકબીજાને પહેલી નજરે જોતા જ સમજી લીધું હતું કે બોસ આપણું નહિ બને.

New Episodes : : Every Monday, Wednesday & Friday

1

એક લવ એગ્રીમેન્ટ - 1

'સોદો છે આપણી વચ્ચે. માત્ર એક એગ્રીમેન્ટ.' એરિકએ આ વાત યાદ કરાવતા આઈશાને કહ્યું. એરિક અને આઇશા એકબીજાના જાણે હતા. કોલેજ શરૂ થયાના 6 મહિનામાં જ આ વાત દરેક સ્ટુડન્ટસને ખબર હતી. છતાં અત્યારે એકજ છત નીચે રહેવા બંને તૈયાર થયા હતા. હવે આ એમની મરજી કહો કે મજબૂરી એ તો આગળની વાત જાણશો ત્યારે જ તમને ખ્યાલ આવશે. કોલેજના શરૂઆતમાં. એરિક એક પૈસાદાર પરિવારનો રાજકુમાર. આઈશા પૈસાતો ઠીક ઠાક પણ એના આદર્શોની પાકી અને નીડર. બનેંએ કોલેજ શરૂ થઈ અને એકબીજાને પહેલી નજરે જોતા જ સમજી લીધું હતું કે બોસ આપણું નહિ બને. એરિકના પપ્પા ખૂબ સખત સ્વભાવના ...Read More

2

એક લવ એગ્રીમેન્ટ - 2

એરિકએ એની પપ્પાની ઓફિસમાં કામ શરૂ કરી દીધું હતું. પરંતુ એને જે વિચાર્યું હતું તેનાથી કંઈક અલગ જ પરિણામ એના મહિનાની મહેનતપછી પણ એ પોતાની રીતે જીવી શક્યો નહિ. તેને કંટાળીને પપ્પાને કહ્યું "મારે અત્યારેપણ તમારા હિસાબથી જ રહેવું પડે છે. આવું થોડી હોય?" પપ્પા એ વળતો જવાબ આપ્યો 'મારુ ઘર એટલે મારો કાયદો' " શુ પપ્પા તમે પણ. મારા પૈસા કમાઈને પણ તમારા કહેવા પ્રમાણે ચાલવાનું? " એરિક અકળાઈને બોલ્યો. ઘનશ્યામભાઈએ કહ્યું "હા તે આ રહ્યો દરવાજો નીકળી શકે છે." વંદનાબેન આવ્યાને ટોકતા કહ્યું 'આમ શુ બોલો છો. મારો છોકરો બિચારો બધું કરે છતાં તમારે એનો જ વાંક ...Read More

3

એક લવ એગ્રીમેન્ટ - 3

રૂમમાં અચાનક શાંતિ છવાઈ ગઈ હતી. આઇશાએ એરિકને એક તમાચો લગાવી દીધો હતો. મેડમ પણ સમજી શક્યા નહી કે થયું. છેવટે થોડી સેકન્ડમાં એરિક ફરી સ્વસ્થ થતા બોલ્યો " બસ તમારે જે કરવું હોય એ કરો પણ જો મારુ નામ આવ્યું તો જોઈ લેજો તમારું પણ બધું બહાર આવી જશે." 'શુ? શુ બોલે છે' મેડમ અચકાતા બોલ્યા. એરિક કોન્ફિડન્સસાથે કહ્યા "એ જ કે જે તમે જાણો છો અને હું જાણું છું. વધારે નહિ પણ થોડા સબૂત છે.જો મારુ નામ આ બધામાં આવ્યું તો તમારું બધું હું બહાર કહી દઈશ. એ પણ મિર્ચમસાલા સાથે પછી લોકો તો તમને ખબર જ ...Read More

4

એક લવ એગ્રીમેન્ટ - 4

એરિક આતુરતાથી આઈશાની રાહ દેખી રહ્યો હતો. જો આઈશા નહિ આવે તો? એને વિચારી લીધું કે આ સરસ મોકો એક તીરમાં બે નિશાના વિધાઈ જશે. એક તો આઇશાની મદદત થઈ જશે અને એની ચેલેન્જ પણ પુરી થઈ જશે. પપ્પાને એકલા રહીને બતાવી પણ દેશે. ઘરનું બધું આઈશા સંભાળી લેશે. વાત સરળ લાગી રહી હતી પણ સરળ નહતી. જો આઈશા ના આવી તો શું થશે? તેને બે દિવસ પેહલા જ આ ઘરમાં આવીને સમાન મૂકી દીધો હતો. પપ્પાને મમ્મીને પણ પુરા કોન્ફિડન્સ સાથે જણાવી દીધું હતું કે તે બધુજ કરી લેશે. પણ અત્યાર સુધી ક્યાં છે આઈશા? કેમ આવી નહિ? ...Read More

5

એક લવ એગ્રીમેન્ટ - 5

આઈશા અને એરિક એક ઘરમાં આવી ગયા હતા પણ આગળનો સફર બાકી હતો. સાંજે એરિકે ઘડિયાળમાં જોયું સાત વાગ્યા આઈશા રૂમમાં જ હતી. આજે પહેલો દિવસ હતો તે ઓડર આપીને ઘરે જ જમવાનું વિચારે છે. આખરે જો કોઈ બહાર બંનેને સાથે જોઈ જાય તો વધારે મુસીબતમાં મુકાઈ જવાય. પણ આઈશા બહાર આવે તો તેને પૂછી શકાય. એરિક દરવાજા પર ખખડાવતા બોલે છે "આઈશા.. આઈશા..." પણ જવાબ મળતો નથી. તે જોરથી બોલે છે છતાં કઈ જવાબ મળતો નથી. આખરે એક જ રસ્તો બાકી હતો. તે પોતાના રૂમમાં જઈને પોતાનો ગિટાર લાવે છે.તરત જ મ્યુઝિક શરૂ થઈ જાય છે. આ તરફ ...Read More

6

એક લવ એગ્રીમેન્ટ - 6

આઈશા અને એરિકનો દિવસ તો સારો રહ્યો. આઇશાએ સવારે વહેલા ઉઠીને રસોડામાં જે હતું તે બધું જ જોઈ લીધું બે ટિફિન બનાવી તૈયાર કરી દીધા. આઈશાએ ઓટો કરી અને એરિક પોતાના બાઇક પર નીકળ્યો. કોલેજમાં જાણે બંને અજાણ હોય તેમ એકબીજા સાથે વાતો ટાળતા રહ્યા. પણ એક જ ક્લાસમાં હોય એટલે થોડું ટકરાવાનું રહેતું ગયું. આઈશા એની મિત્ર રોશનીથી ખૂબ ગુસ્સા હતી. રોશની એને મનાવવાના પ્રયત્નો કરી રહી હતી છતાં આઈશા એની સાથે વાત કરવાનું ટાળવા લાગી. જો કે આઈશાના વધારે મિત્રો હતા નહિ જેથી તે થોડી એકલી હોય એમ લાગવા માંડ્યું. આઈશા: રોશની ફરી મારી તરફ વાત કરવા ...Read More

7

એક લવ એગ્રીમેન્ટ - 7

આઈશા: બે અઠવાડિયુ પૂરું થવા આવ્યું. અમારે સાથે રહેતા રહેતા . ધીરે ધીરે બધું નોર્મલ લાગવા લાગ્યું હતું. કોલેજમાં સામે અજાણ્યા રેહવાનું નાટક કરવું મારે માટે અત્યારે પણ અઘરું છે. સાંજે જોડે જમવાનું જમ્યા પછી થોડી કોલેજની વાતો અને થોડી બસ ન્યુઝપેપરની વાતો કરતા કરતા પછી પોતાના રૂમમાં સુઈ જઈએ. સવારે થોડા ગીતો શરૂ હોય અને બંને તૈયાર થઈને સાથે કોલેજ નીકળીએ. કદાચ મિત્રો નહિ પણ અમારા જુના ઝગડા કે ગુસ્સાથી થોડા આગળ આવી ગયા છીએ. હવે એરિકને દેખીને કોઈ અભિમાની નહિ પણ એક સારો માણસ લાગે છે.હવે અમે મજાક વધારે કરીએ છીએ. હસ્યની મસ્તી ચાલતી હોય છે. એરિક ...Read More