'એલી રંભા તે હાંભળ્યું કે ?' - ખાટલો તોડતી કાશી ડોશીએ ફળિયામાં પોદળાના ગળિયા બનાવતી,છાણા થાપીને દિવાલને બગાડતી રંભાને અવાજ દીધો. "શેની વાત કરો છો? "-રંભાએ હાથમાં ગળિયા સાથે જ ડોશીની સામે જોયા વગર જ પૂછી લીધું. "આય ઓરી આવ્ય તો વાત થાય ને.એમ બરાડા નથ્ય પાડવા મારે." "લે, તયે તમને ગળું દુઃખતું હશે નઈ?" "એમ ઘેલહાઘરી થા માં ." "તો પછી માંડીને વાત કરો ને. પોદળામાં હાંઠીકુ ખૂતાડીને બેઠા છો તે!" (રંભા ફળીમાંની ડંકી સિંચતા સિંચતા પાણી વડે હાથ ધોઈને એના જ સાડલાંના છેડાથી સાફ કરીને ડોશી પાસે બેઠી ). "એ છે ને હુ આજ સવારે કળશિયે નદીકાંઠે ગઈ ત્યારે ત્યાં પાદરે પાળિયો ખોડેલો જોયો. ઓલી ગોમતી ભેગી થઈ તે ઈ વાત કરતી'તી કે આ ઓલ્યા ધાડપાડું લાખાનો પાળિયો ખોડ્યો સે. "હે હું વાત કરો છવો, ડોશી ? તમારું મગજ છટકી તો નથ્ય ગ્યુ ને ?".
New Episodes : : Every Tuesday, Thursday & Saturday
જન્માંજલિ - 1
''એલી રંભા તે હાંભળ્યું કે ?'' - ખાટલો તોડતી કાશી ડોશીએ ફળિયામાં પોદળાના ગળિયા બનાવતી,છાણા થાપીને દિવાલને બગાડતી રંભાને દીધો. "શેની વાત કરો છો? "-રંભાએ હાથમાં ગળિયા સાથે જ ડોશીની સામે જોયા વગર જ પૂછી લીધું. "આય ઓરી આવ્ય તો વાત થાય ને.એમ બરાડા નથ્ય પાડવા મારે." "લે, તયે તમને ગળું દુઃખતું હશે નઈ?" "એમ ઘેલહાઘરી થા માં ." "તો પછી માંડીને વાત કરો ને. પોદળામાં હાંઠીકુ ખૂતાડીને બેઠા છો તે!" (રંભા ફળીમાંની ડંકી સિંચતા સિંચતા પાણી વડે હાથ ધોઈને એના જ સાડલાંના છેડાથી સાફ કરીને ડોશી પાસે બેઠી ). "એ છે ને હુ આજ સવારે કળશિયે નદીકાંઠે ...Read More
જન્માંજલિ - 2
સવારનો સુરજ સોનેરી રંગ લઈને મુખીની ડેલીને અજવાળી રહ્યો છે. બાયુ માણહ વલોણા ઘમઘમાવી રહી છે. ઘરનું દહીં દૂધ માખણ ખાઈને સૌ કોઈ ઉચા બાંધાના દેખાઈ છે ને પાચ શેરના હાથ વાળાને ગોળ મટોળ મોઢાને લાલી ચડી છે. સાથી બળદને નિરણ - પૂળાં કરી રહ્યાં છે. બળુકી બાયું પોતાના કાંડાના જોર ગાયું - ભેંસુના આંચળ પર કાઢી રહી છે. ગાયું - ભેંસુ ગમાણમાં મૂકેલા ખાણના બકડિયામાં માથાં ઉંધા ખોસી ખાવામાં મસ્ત છે. લીલા રજકાની તાણ્ય નથી. બાયુ ઉભડક પગે બે પગ વચાળે બોઘડામાં દૂધની શેર્યુનો વરસાદ વરસાવતી દસ પંદર શેર દૂધ કાઢતી એ કામધનુંને ઉભી રેને કયા જવું ...Read More
જન્માંજલિ - 3
કાળી ડીબાંગ રાતનો વરસાદ વરસે છે. વીજળી જમીનને અડીને અજવાળા પાથરી રહી છે. વાદળોએ આકાશમાં રમત માંડી છે. એકબીજા અથડાતા વીજળીનો જે ચમકાર થતો હતો એના કરતાંય બમણાં જોરથી ગરજતાં હતા. કાયરનુ કાળજું કંપાવે એવી મેઘલી રાત હતી. જમીન પર ચોતરફ કુદરત અજવાળાં પાથરતી હતી. ઠંડોબોળ પવન સૂસવાટા કરતો હાડ ઠારી નાખે એવી ઠંડી લઈને દૂર દૂરથી ઝાડવામા અથડાતો, ડૂંગરાને વીંધતો દોડીને ગુફાના દરવાજે આવી હૂકાર ભણતો હતો. તાપણું થાય એવી કોઈ સ્થિતિ ન હતી. સર્વે મેઘરાજાએ વણજોતી મહેરબાની પાથરી હતી. દેડકાઓનો ડરામણો અવાજ ક્યાંય સુધી સંભળાઈ રહ્યો હતો. પાણીના વહેણ નાના ઝરણાં જેવા ભાસતા હતાં. વીજળીના ...Read More