ધબકાર ચૂક્યાની પળ

(14)
  • 5.2k
  • 6
  • 2.2k

પ્રિયા અમદાવાદના સુખી સંપન્ન પરિવારની બે દીકરીઓમાંની મોટી દીકરી હતી. પપ્પાનો ખુબ મોટો બિઝનેસ હતો અને પ્રિયાને પણ પપ્પાને સાથ આપવા ઓફિસ જવું ગમતું. પહેલેથી પ્રિયાને બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધી લેવી એ એકમાત્ર એનો શોખ રહ્યો હતો. કોઈને સમયસર ખવડાવી પોતે ભૂખ્યા રહેવું એવું પણ એને ગમતું હતું. પણ કોણજાણે ક્યાંયથી અણધાર્યો આવી ચડેલો સંબંધ પ્રિયાને ધીરેધીરે જીવંત કરી રહ્યો હતો. એ પ્રિયા જે બીજાની ખુશીમાં ખુશ થતી હતી એને એ વ્યક્તિ એની ખુશીમાં ખુશ કરવા મથતો હતો. બંનેની ઉંમરમાં ઘણો મોટો ફર્ક હતો છતાંપણ મિત્રતા કરવી પ્રિયાને પણ ગમી હતી.

Full Novel

1

ધબકાર ચૂક્યાની પળ - ભાગ-૧

ધબકાર ચૂક્યાની પળ ભાગ:-૧ પ્રિયા અમદાવાદના સુખી સંપન્ન પરિવારની બે દીકરીઓમાંની મોટી દીકરી હતી. પપ્પાનો ખુબ મોટો બિઝનેસ હતો પ્રિયાને પણ પપ્પાને સાથ આપવા ઓફિસ જવું ગમતું. પહેલેથી પ્રિયાને બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધી લેવી એ એકમાત્ર એનો શોખ રહ્યો હતો. કોઈને સમયસર ખવડાવી પોતે ભૂખ્યા રહેવું એવું પણ એને ગમતું હતું. પણ કોણજાણે ક્યાંયથી અણધાર્યો આવી ચડેલો સંબંધ પ્રિયાને ધીરેધીરે જીવંત કરી રહ્યો હતો. એ પ્રિયા જે બીજાની ખુશીમાં ખુશ થતી હતી એને એ વ્યક્તિ એની ખુશીમાં ખુશ કરવા મથતો હતો. બંનેની ઉંમરમાં ઘણો મોટો ફર્ક હતો છતાંપણ મિત્રતા કરવી પ્રિયાને પણ ગમી હતી. "કદાચ એટલે જ તો ...Read More

2

ધબકાર ચૂક્યાની પળ - ભાગ-૨ 

ધબકાર ચૂક્યાની પળ ભાગ:-૨ હવે આગળ...નવેમ્બર મહિનાનો અંતિમ સમય હોવાથી મસ્ત મસ્ત ઠંડો પવન લાગી રહ્યો હતો અને એ ઠંડા પવનને ચીરતો આર્યન પ્રિયા તરફ આગળ વધી રહ્યો હતો. જેમજેમ આર્યન આગળ વધી રહ્યો હતો તેમતેમ તેના ધબકાર પણ વધી રહ્યા હતા. આજે પહેલીવાર આર્યન પ્રિયાને જોવાનો હતો મળવાનો હતો. આર્યન પ્રિયાએ મોકલેલી લોકેશન ની જગ્યા એટલે કે રિવર ફ્રન્ટ પહોંચી ગયો અને બાઇક પાર્ક કરી આમતેમ નજર દોડાવવા લાગ્યો. ઘણા કપલ, ઘણા ગ્રૂપ ત્યાં બેઠા હતા અને મસ્ત મસ્ત ઠંડી હવામાં ટહેલતા પણ હતા. આર્યને ચોતરફ નજર દોડાવી ત્યાં તેની નજર એક ગ્રૂપ તરફ સ્થિર થઈ એને સમજતા વાર ...Read More