ગંવારી

(3)
  • 3.8k
  • 0
  • 1.4k

વસુધા એસ.ટી. બસમાં ચઢવા કરતાં, કોઈએ ધક્કે ચઢાવીને આગળ ધકેલી દીધી હોય, તેમ ધકેલાતી બસમાં આગળ વધી. બસમાં આસપાસનું નિરીક્ષણ કર્યું, કોઈ જગ્યા મળી જાય, જ્યાં પોતે બેસી શકે પણ એને કયાય ખાલી જગ્યા દેખાય નહીં. આખરે છેલ્લી હરોળમાં એક જગ્યા ખાલી જોતાં, તે તે તરફ આગળ વધી. ત્યાં બેસોલો પુરુષ તેની તરફ જોઈ ખંધું હસ્યો. એના ગુટખાથી રંગાયેલા દાંત બહાર ઉપસી આવ્યા. તે જોઈ વસુધાને ચીતરી ચઢી આવી, પણ તેની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. માંડવી પહોંચતા દોઢ થી બે કલાક થાય તેમ હતું. સુરત સ્ટેશનની ભીડથી છૂટવા બસમાં ચઢી તો ગઈ, પરંતુ ત્યાં પણ એજ ભીડ તેને સતાવતી હતી. ખેર, હવે થાય પણ શું? બસ સ્ટેશન છોડીને સહારા દરવાજા પહોંચી ગઈ હતી. ત્યાંથી ઉતરી જવું તેને ઠીક ન લાગ્યું.

New Episodes : : Every Thursday

1

ગંવારી - 1

ગંવારી વસુધા એસ.ટી. બસમાં ચઢવા કરતાં, કોઈએ ધક્કે ચઢાવીને આગળ ધકેલી દીધી હોય, તેમ ધકેલાતી બસમાં આગળ વધી. બસમાં નિરીક્ષણ કર્યું, કોઈ જગ્યા મળી જાય, જ્યાં પોતે બેસી શકે પણ એને કયાય ખાલી જગ્યા દેખાય નહીં. આખરે છેલ્લી હરોળમાં એક જગ્યા ખાલી જોતાં, તે તે તરફ આગળ વધી. ત્યાં બેસોલો પુરુષ તેની તરફ જોઈ ખંધું હસ્યો. એના ગુટખાથી રંગાયેલા દાંત બહાર ઉપસી આવ્યા. તે જોઈ વસુધાને ચીતરી ચઢી આવી, પણ તેની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. માંડવી પહોંચતા દોઢ થી બે કલાક થાય તેમ હતું. સુરત સ્ટેશનની ભીડથી છૂટવા બસમાં ચઢી તો ગઈ, પરંતુ ત્યાં પણ એજ ભીડ ...Read More