લવ રિવેન્જ નવલકથાને આટલો અદ્દભૂત આવકાર મળશે એવી કલ્પનાં કે આશા આ નવલકથા લખવાની શરૂઆત કરતી વખતે મને નહોતી. આથીજ આ નવલકથાની શરૂઆત વખતે મેં આ નવલકથાનો બીજો ભાગ એટલે કે લવ રિવેન્જ Spin Off લખવાં અંગે કોઈજ વિચાર નહોતો કર્યો. પહેલો ભાગ મોટેભાગે લાવણ્યા સાઈડની સ્ટોરી હતી. પહેલો ભાગ વાંચનારાં રિડર્સે ઘણીવાર મારી સમક્ષ ડિમાન્ડ કરી હતી કે મારે નવલકથાના અન્ય પાત્રો સાઈડની સ્ટોરી પણ લખવીજ જોઈએ. રીડર્સની આ ડિમાન્ડને લીધેજ મેં લવ રિવેન્જ નવલકથાનો બીજો ભાગ એટલે કે Spin Off લખવાં અંગે મન બનાવ્યું હતું. લવ રિવેન્જ નવલકથા લખવાની શરૂઆત કરી તે પહેલાંથી જ હું Spin Off જેવાં વિદેશી કોન્સેપ્ટ વિષે જાણતો હતો. આમ છતાં, આ કોન્સપ્ટ મોટેભાગે મેં વિદેશી એક્શન નવલકથાઓ કે મુવીઝમાં જ જોયો હતો, જેમાં મુખ્ય વાર્તાને વાર્તાનાં અન્ય મહત્વનાં પાત્રોનાં એન્ગલથી પણ કહેવામાં આવે છે. જોકે આ કોન્સપ્ટને લવ સ્ટોરીમાં કેવી રીતે એડોપ્ટ કરવો એ અંગે મને કોઈજ આઈડીયા નહોતો. પણ વાચકોની ડિમાન્ડને લીધે મેં આ કોન્સપ્ટને લવ સ્ટોરીમાં (લવ રિવેન્જમાં) એડોપ્ટ કરવાનો અખતરો કરી જોવાનું નક્કી કર્યું.
New Episodes : : Every Wednesday
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-1
આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો જેમણે દરેક ચેપ્ટર લખવામાં મને સપોર્ટ કર્યો. **** લવ રિવેન્જ-2 Off Season -2 પ્રસ્તાવના Dear Readers, સૌથી પહેલાં તો લવ રિવેન્જનાં બંને ભાગને આટલો અદ્દભૂત આવકાર આપવાં માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લવ રિવેન્જ નવલકથાને આટલો અદ્દભૂત આવકાર મળશે એવી કલ્પનાં કે આશા આ નવલકથા લખવાની શરૂઆત કરતી વખતે મને નહોતી. આથીજ આ નવલકથાની શરૂઆત વખતે મેં આ નવલકથાનો બીજો ભાગ એટલે કે લવ રિવેન્જ Spin Off લખવાં અંગે કોઈજ વિચાર નહોતો કર્યો. પહેલો ભાગ મોટેભાગે લાવણ્યા સાઈડની સ્ટોરી હતી. પહેલો ભાગ વાંચનારાં રિડર્સે ઘણીવાર મારી સમક્ષ ડિમાન્ડ કરી ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-2
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-2 “ક્લિક....ક્લિક....!” સિદ્ધાર્થના બાઈક ઉપર બેઠાં -બેઠાં નખરાં કરતી-કરતી લાવણ્યા સેલ્ફીઓ ખેંચી રહી હતી. લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થનું મગજ તપી ઉઠ્યું. પોતાનો ગુસ્સો ઠંડો કરવાં સિદ્ધાર્થે આમતેમ જોયું. કેટલીક ક્ષણો આમ-તેમ જોઈ સિદ્ધાર્થ છેવટે પાર્કિંગ તરફ જવાં લાગ્યો. પતરાનાં પાર્કિંગ શેડ પાસે પહોંચવા આવેલાં સિદ્ધાર્થ ઉપર લાવણ્યાની નજર પડતાં જ તેણીની આંખો ચમકી. બાઈક ઉપર બેઠાં-બેઠાં પોતાની સામે ઘૂરી રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ સહેજ ખચકાયો અને સહેજ ધીમો થયો. આમ છતાં, લાવણ્યા મલકાતી-મલકાતી સિદ્ધાર્થ સામે જોઈ રહી. “Excuse me.....!?” છેવટે બાઈક પાસે આવીને પાસે આવતાં જ સિદ્ધાર્થે લાવણ્યાને કહ્યું “ આ મારી બાઈક ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-3
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-3 “આ છોકરો ર્યો .....!?” H L કોલેજનાં જ Convention Hallની પોર્ચમાં આવી પહોંચેલી નેહા બબડી ““પાર્ટીમાં આવાનો છે કે નઈ...!?” નેહાના પપ્પા વિજયસિંઘ નેહાને પાર્ટીમાં ડ્રોપ કરી જસ્ટ નીકળી ગયાં હતાં. ફ્રેશર્સ પાર્ટીમાં જસ્ટ આવી પહોંચેલી નેહાએ પોતાનાં ફોનમાંથી સિદ્ધાર્થનો નંબર કાઢી ડાયલ કરવાં માંડ્યો. “નેહા....! બવ મસ્ત લાગે છે....!” નેહાની પાછળથી આવતાંજ રોનકે કહ્યું “આ રેડ ડ્રેસ તને બવ ક્યુટ લાગે છે...!” RED કલરના લોંગ ડ્રેસમાં સજ્જ નેહા આજે રોજ કરતા વધુ સુંદર દેખાતી હતી. “થેન્ક રોનક....!” નેહાએ ઔપચારિક સ્મિત સાથે જવાબ આપ્યો અને સિદ્ધાર્થનો નંબર ડાયલ થતાં પોતાનો મોબાઈલ કાને ધર્યો. “તું ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-4
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-4 “તારે ફક્ત એક્ટિંગ કરવાની હતી....!” લાવણ્યા બોલી “તું તો ખરેખર મજા લઇ રહ્યો હતો...!”. વિશાલ ડબલ સ્ટેન્ડ કરેલા બાઈક ઉપર બેઠો હતો. અગાઉ નક્કી કર્યા મુજબ સવાર-સવારમાં લાવણ્યા વિશાલ અને રાકેશને મળવા S G Highway પર આવેલી ખેતલાપા ટી-સ્ટોલ ઉપર આવી હતી. આજુબાજુ તેમનાં જેવા અનેક યુવાન-યુવતીઓ સવાર-સવારમાં ચ્હાની ચુસ્કી લઇ રહ્યાં હતા. એટલાંમાં રાકેશ ત્રણેય માટે ચા લઈને આવ્યો. “અરે chill બેબ...!” વિશાલે ચાનો કપ હાથમાં લીધો અને લાવણ્યા સામે ધર્યો “તું ચા પીને પે’લા....! પછી બીજી વાત....”લાવણ્યાએ ચાનો કપ હાથમાં લીધો. રાકેશ બાઈકના સ્ટીયરીંગ પાસે ઉભો રહ્યો. વિશાલ ચ્હા પીતાં-પીતાં લાવણ્યાની ગોરી ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-5
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-5 લગભગ એક-દોઢ મહિના બાદ ….. “જ્યાં સુધી એ તારાં વિષે થોડુંક પણ વિચારતો નઇ ત્યાં સુધી એને કોઈ ફર્ક નહીં પડે.... કોઈ ફર્ક નહીં પડે....” રિક્ષામાં કૉલેજ જઈ રહેલી લાવણ્યા વિશાલે કીધેલી વાતો અને સિદ્ધાર્થ વિષે વિચારી રહી હતી. “સિદ્ધાર્થ માટે તું બહુ નગણ્ય છે....! એને કોઈ ફર્ક નહીં પડે....!” વિશાલનાં એ શબ્દો લાવણ્યાનાં મનમાં હજી પણ પડઘાઈ રહ્યાં હતાં. પોતે સિદ્ધાર્થ માટે “કશુંજ” નથી એ વાતનો એહસાસ જ્યારથી લાવણ્યાને થયો હતો ત્યારથી એ વાત તેણીને સોયની જેમ ચૂભી રહી હતી. ઘર હોય કે કૉલેજ, જાગતાં હોય જમતાં, લાવણ્યાના મનમાંથી સિદ્ધાર્થના વિચારો હટવાનું નામજ ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-6
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-6 “તારો લોજિક સાચો હતો...!” બાઇક ઉપર બેસીને સિગારેટ ફૂંકી રહેલાં વિશાલને સામે લાવણ્યા હતાશ સ્વરમાં બોલી રહી હતી. ભારે વરસાદને લીધે પોતાની કારમાં નેહાને ઘરે ડ્રોપ કરવાં જઈ રહેલાં સિદ્ધાર્થે કૉલેજની બહારના બસસ્ટેન્ડ આગળ ઓટોની વેઈટ કરતાં -કરતાં પલળી ગયેલી લાવણ્યાને લિફ્ટ આપી હતી. વરસાદને લીધે રસ્તામાં હેવી ટ્રાફિકને જામ થતાં લાવણ્યા અને નેહાને તેમનાં ઘરે ઉતારવાં સિદ્ધાર્થે તેની કાર એસજી હાઈવે તરફથી ફરાવીને લીધી હતી. જોકે નેહા અને સિદ્ધાર્થનાં મેરેજ ફિક્સ થઈ ગયાંની વાત જાણી આઘાત પામી ગયેલી લાવણ્યાએ કામનું બહાનું કાઢીને એસજી હાઈવે ઉપર આવેલી ખેતલાપા ટી-સ્ટૉલ આગળ હાઈવે ઉપરજ ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-7
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-7 “તું અને રાગિણી...બેય જતાં આવજો.....!” ફૉન ઉપર કરણસિંઘ સુરેશસિંઘને ઇન્સ્ટ્રકશન આપી રહ્યાં એવાં સ્વરમાં બોલી રહ્યાં હતાં “અમારે હજી અમદાવાદ આવતાં એકાદ દિવસ લાગશે....! ત્યાં સુધી તમે વિજયને મલીને બધુ નક્કી કરી લેજો.....! હવે નેહાએ હાં પાડી દીધી છે...! તો એનું મન બદલાય એ પે’લ્લાં લગનનું ગોઠવી દેવું છે...!” “હાં...સારું...! નેહા કૉલેજથી ઘેર જાય એ પછી જઈશું...!” સુરેશસિંઘ બોલ્યાં. “હમ્મ...! ક્યારે દહેજ વ્હોરવાં જવાનું એ પણ વેવાણને પૂછીને નક્કી કરીજ લેજો....!” કરણસિંઘ એવાંજ સ્વરમાં બોલી રહ્યાં હતાં “ “હાં....સારું...!” સુરેશસિંઘ બોલ્યાં “એવું હશે...તો હું વિજય જોડે તમારી વાત પણ કરાઇ લઇશ....!” “અરે ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-8
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-8 “મેં તને એટ્લેજ પે’લ્લાં કીધું’તું....! કે તું ભાભી માટે શું ફીલ કરે એમને કઈદે....!” વિકટ સિદ્ધાર્થને whatsappમાં મેસેજ કરી રહ્યો હતો “તો ભાભી પણ તને સામે એમની ફીલિંગ કઈ દેશે...! અને તને સમજવાનો ટ્રાય કરશે....!” “તું ભાભી ભાભી કે’વાનું બંધ કરીશ...!” કૉફીશૉપમાં બેઠેલો સિદ્ધાર્થ ગુસ્સે થઈ ઝડપથી મેસેજ ટાઈપ કરી રહ્યો હતો “એણે ના પાડી દીધી છે હવે....!” જવાબમાં વિકટે હસતાં-હસતાં આંખોમાંથી પાણી ટપકતું હોય એવાં બવ બધાં સ્માઈલીઝ મોકલ્યા. “બે ક્યારેક તો સિરયસ થા પણ....!” ગુસ્સે થયેલાં સિદ્ધાર્થે ટાઈપ કરીને મોકલ્યું. “બે તું પણ સ્માઈલી મોકલવાનું રાખ...તું ગુસ્સે થયેલો છે કે ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-9
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-9 “તને સોગંધ છે તારાં એ પ્રેમની..... પ્રેમની...!” વરસતાં વરસાદમાં ચારેય જણ હજીપણ બહાર ઊભાં-ઊભાં રહ્યાં હતાં. નેહાએ કહ્યાં બાદ સિદ્ધાર્થ ચોંકીને નેહા સામે જોઈ રહ્યો હતો. “તને ખબર હતી કે સિડ તને અ.....!?” ચોંકેલી ઝીલે ગળગળા સ્વરમાં નેહાને પૂછતાં- પૂછતાં અટકી ગઈ. “ક્યારથી.....!?” સિદ્ધાર્થે ભાવવિહીન સ્વરમાં પૂછ્યું. "પે'લેથીજ.....!" નેહા બોલી.તેણીનાં સ્વરમાં સહેજ સહાનુભૂતિનો ભાવ હતો. "ઝીલનાં મેરેજ વખતેજ મને ખબર પડી ગઈ હતી ....!" પોતાની પલળેલી આંખ ઉભરાઈ ના જાય એટલે સિદ્ધાર્થે તરતજ આંખ બંધ કરી મોઢું ફેરવી લીધું. થોડીવાર સુધી બધાં ફરીવાર મૌન થઈ ગયાં. વરસતાં વરસાદનાં છાંટાં પડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-10
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-10 "કેટલીવાર ....!?" સિદ્ધાર્થે ફૉનમાં લાવણ્યાને પૂછ્યું. "તું આઈ ગ્યો ....!?" લાવણ્યા સામેથી આશ્ચર્યપૂર્વક પૂછ્યું. આઈ ગ્યો ...!" સિદ્ધાર્થ બોલ્યો "તારી સોસાયટીનાં ગેટની સામેજ ઉભો છું ...!" આગલી રાતે નક્કી થયા મુજબ મોઢેરા જવા માટે વહેલી સવારે સિદ્ધાર્થ એન્ફિલ્ડ લઈને લાવણ્યાની સોસાયટીના ગેટની સામેની બાજુ રસ્તાની એક સાઇડે આવીને ઊભો હતો. મોબાઈલ કાને માંડી રાખી નેહાના ઘર તરફ જોતાં-જોતાં સિદ્ધાર્થ લાવણ્યા સાથે વાત કરી રહ્યો હતો. "તો અંદર આયને ....!" લાવણ્યા હકથી બોલી "ચ્હા નઈ પીવી ...!?" "હું અંદર તો આવું છું ....પણ ખાલી તને લેવાં પૂરતો ....!" સિદ્ધાર્થ બોલ્યો "ચ્હા અત્યારે નઈ પીવી ...આપડે ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-11
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-11 “સિંગર બનવાનું એ સપનું એનું ન’તું.....! એનું ન’તું.....!” સિદ્ધાર્થના એ શબ્દો પર વિશ્વાસ ન હોય એમ નેહા એ શબ્દો મનમાં દોહરાવી રહી “મારું હતું...મારું હતું.....!” "મને સમજાયું નઈ ....!" નેહાને વિશ્વાસ ના થયો હોય એમ તેણીને માથું ધુણાવી મૂંઝાઈને પૂછ્યું "સિંગર બનવું તો આરવની પેશન હતી....ઝનૂન હતું.....એટલેજ એ ઘરેથી ભાગીને અમદાવાદ આયો તો ને...!?" કેટલીક ક્ષણો મૌન રહીને સિદ્ધાર્થે નેહા સામે દયામણી નજરે જોયે રાખ્યું પછી કહેવાં લાગ્યો -" હું ચાર વર્ષનો હતો....! ટીવી પર આવતાં સિંગિંગ શૉ જોઈને મને સિંગર બનવાનું ઘેલું લાગેલું ....!" સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બોલી રહ્યો હતો, નેહા તેને સાંભળી ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-12
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-12 "શું વાત છે....!? એક પણ કૉલ નઈ....કે મેસેજ પણ નઈ .....!?" પોતાનાં સ્ક્રીન સામે જોઈને સિદ્ધાર્થ બબડ્યો. લાવણ્યા સાથે મોઢેરા ફરીને આવ્યાં પછીનાં બીજાં દિવસે વહેલી પરોઢથી ચાલું થયેલાં ભારે વરસાદને લીધે કૉલેજમાં લેક્ચર કેન્સલ થઈ ગયાં હતાં. ભારે વરસાદને લીધે સિદ્ધાર્થ કૉલેજ પણ નહોતો ગયો કે જિમ પણ. જોકે આખો દિવસ ઘરે વિતાવીને રીડિંગ કરી કરીને કંટાળેલો સિદ્ધાર્થ સાંજ સુધી લાવણ્યાના કૉલ કે મેસેજની રાહ જોતો રહ્યો હતો. જોકે હજી સુધી લાવણ્યાએ એકપણ કૉલ કે મેસેજ નહોતો કર્યો. સિદ્ધાર્થને નવાઈ લાગતી હતી કે ગઈકાલ સુધી જે લાવણ્યા તેને સાંજ સુધી છોડતી ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-13
વાચક મિત્રો,મોટાભાગનાં વાચકો જાણતાં હશે, કે લવ રિવેન્જ વાસ્તવિક ઘટનાઓ ઉપર આધારિત નવલકથા છે. એમાંય ખાસ કરીને લાવણ્યાની લાઈફ મેં જે કઈં પણ લખ્યું છે, એમાંનું લગભગ બધુજ સાચું છે. આજનાં પ્રકરણમાં પણ લાવણ્યાનાં ભૂતકાળ વિષે હું જે કઈંપણ લખું છું એ પણ સાચુંજ છે. એક સુધારોજે વાચક મિત્રોએ લવ રિવેન્જનો પહેલો ભાગ વાંચ્યો હોય એ લોકોને ખબર હશે કે તેમાં લાવણ્યાના પિતાનું (સાઈલેન્ટ) પાત્ર આવે છે. જોકે પ્રથમ ભાગ લખતી વખતે મેં નહોતું નક્કી કર્યું કે લાવણ્યાનાં રિયલ પાસ્ટ વિષે હું વાચકોને જણાવીશ કે નહીં. આથી જ લાવણ્યાના પિતાનું પાત્ર મેં હાજરી પૂરતું સાઈલેન્ટ રાખ્યું હતું. જોકે હવે ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-14
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-14"ઘર્રરર......!" બહાર વાદળો ગરજવાનો અવાજ સંભળાતાં બેડમાં સુતેલી નેહાની આંખ ખુલી ગઈ. જોકે નેહા ક્યારની ઊંઘવાનો ડોળ કરી રહી હતી. તેણીની આંખોની સામે કલ્લાકેક પહેલાં તેણીને પોતાનાં ઘરની બાલ્કનીમાંથી સોસાયટીના ગેટ આગળ જોયેલું દ્રશ્ય વારેઘડીયે દેખાઈ રહ્યું હતું. "આ છોકરો આટલાં મોડાં ઓલી રખડેલ જોડે શું કરતો 'તો ....!?" મોડી રાતે લાવણ્યાને સોસાયટીના નાકે ઉતારવાં સિદ્ધાર્થને નેહાએ પોતાનાં ઘરની બાલ્કનીમાં ઊભાં-ઊભાં જોઈ લીધો હતો. કૉલેજ એકઝામની તૈયાર કરતી નેહા બાલ્કનીમાં ચેયરમાં બેસીને વાંચી રહી હતી ત્યારે રાતના શાંત વાતાવરણમાં એન્ફિલ્ડ જેવાં ભારે બાઇકનો અવાજ સાંભળી કુતુહલવશ ઉભી થઇ હતી. સોસાયટીના ગેટ આગળ જ સિદ્ધાર્થને લાવણ્યા ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-15
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-15 "અરે....!? તું અચાનક....!?" ઘરના ડ્રોઈંગરૂમમાં એન્ટર થઇ રહેલાં સિદ્ધાર્થને જોતાંજ સોફામાં કરણસીંઘને ચ્હાનો કપ આપી રહેલાં રાગિણીબેન આશ્ચર્યથી બોલ્યાં. "સુરેશનો ફૉન આયો 'તો....!" સિદ્ધાર્થ જવાબ આપે એ પહેલાંજ કરણસીંઘ બોલ્યાં અને પછી સિદ્ધાર્થ સામે જોઈને સહેજ કડક સ્વરમાં કહ્યું "તું આવાં વરસાદમાં અને એટલાં મોડાં રાતે અહિયાં આ'વાં નીકળી ગ્યો.....!?" "વિકટને અરજન્ટ કામ હતું ... હું ઘેર જાત...! તો મારે લેટ થાત એટલે....!" સિદ્ધાર્થ ખચકાટ સાથે બોલ્યો પછી રાગિણીબેન સામે જોયું. "હાં પણ આવાં વરસાદમાં એન્ફિલ્ડ લઈને....!? આટલું મોટું રિસ્ક....!? હાઇવેથી આ'વાનું હોય તો ના લેવાય....!?" કરણસીંઘ એવાજ સ્વરમાં બોલ્યાં "કાર ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-16
લવ રિવેન્જ-2 Spin OffSeason -2પ્રકરણ-16“હું ટેન્થમાં હતી.....ત્યારે મારી ઉપર રેપ થયો......! મારી ઉપર રેપ થયો......!” એક્ટિવા લઈને કૉલેજ જઈ અંકિતાના મનમાં લાવણ્યાના શબ્દો પડઘાઈ રહ્યાં હતાં. “મેં વિશાલ જોડે વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....! વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....!” આગલા દિવસે કૉલેજનાં પાર્કિંગમાં સિદ્ધાર્થની રાહ જોઈ રહેલી લાવણ્યાએ અંકિતાને તેણીનો આખો પાસ્ટ કહ્યો હતો. “એ સિવાય પણ મેં એક બીજા છોકરા સાથે પણ વન સ્ટેન્ડ કર્યું ‘તું....! વન નાઈટ સ્ટેન્ડ કર્યું ‘તું.....!” એક્ટિવા ચલાવી રહેલી અંકિતા લગભગ આખી રાત લાવણ્યા વિષે વિચારતી રહી હતી. લાવણ્યાનો આખો પાસ્ટ સાંભળી અંકિતાની આંખ ભરાઈ આવી હતી. જોકે અંકિતાએ કોઈ ખાસ પ્રતિક્રિયા ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-17
લવ રિવેન્જ-2 Spin Off Season -2 પ્રકરણ-17 “વ્હોટ નોનસેન્સ સિદ્ધાર્થ...!” સિદ્ધાર્થે મેરેજનું પ્રોપોઝલ મુકતા જ નેહા તાડૂકી બોલે છે તું...!?” કૉલેજના કોરીડોરમાં ઉભેલી નેહા બેચેનીપૂર્વક આમતેમ આંટા મારવા લાગી. “એમાં નોનસેન્સ શું....!?” નોનસેન્સ શબ્દ સાંભળી સિદ્ધાર્થ ચિડાયો છતાં શાંત સ્વરમાં બોલ્યો “મેં મારું વચન નીભા’યું....! હવે તું તારું નિભાય....! તે કીધું ‘તું ...કે જો હું તારી હેલ્પ કરું...તો તું મેરેજ કરીશ...!” પોતનાં કપાળને આંગળીઓ વડે દબાવતી-દબાવતી નેહા પરેશાન ચેહરે સિદ્ધાર્થની વાત સાંભળી રહી. “તો હવે શું પ્રોબ્લેમ છે...!?” સિદ્ધાર્થ બોલ્યો “મેં તારી વાત માની લીધીને....! તો હવે તારો વારો છે....! તારું વચન નિભાય...!” ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-18
લવ રિવેન્જપ્રકરણ-૧૮વાચકમિત્રોઆશા છે આપ સૌ સકુશળ હશો. છેલ્લાં કેટલાક સમયથી લવ રિવેન્જ નવલકથાના પ્રકારણો અપલોડ કરવામાં મારે ઘણો સમય રહ્યો છે. જે અંગે આપ સૌ અનેક વખત ફરિયાદ પણ કરોજ છો અને આપની ફરિયાદ વાજબી પણ છે. મહિનામાં લગભગ એક પ્રકરણ જ રીલીઝ થાય તો વાચકો એ અંગે ફરિયાદ કરે તે સ્વાભાવિક પણ છે. આને લીધે વાર્તા આગળ વધતી ન હોવાનું પણ ફીલ થાય એ પણ સ્વાભાવિક છે. એમપણ નવલકથામાં વાર્તાનો પ્રવાહ ધીરે-ધીરે આગળ વધતો હોય છે. એવામાં આખા મહિનામાં એકજ પ્રકરણ રીલીઝ થાય તો વાર્તા વાંચવામાં કંટાળો પણ આવી જાય કે પછી વાર્તામાંથી રસ પણ ઊડી જાય એવું ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-19
લવ રિવેન્જ Spin Off Season-2 પ્રકરણ-૧૯ “TRUST ME…..!” “TRUST ME…..!” લાવણ્યાને મેસેજમાં સિદ્ધાર્થે માત્ર બે જ શબ્દો લખીને હતાં. જોકે મેસેજ મોકલ્યા પછી સિદ્ધાર્થ શૂન્યમનસ્ક વિચારે ચઢી ગયો હતો. નેહાનો ઈરાદો જાણ્યાં પછી શા માટે તેને પોતાને લાવણ્યાની એટલી ચિંતા થઈ આવી અને તેણે શા માટે લાવણ્યાને એ મેસેજ કર્યો? એ સવાલ હવે તેનાં મનમાં ઉઠી રહ્યો હતો. આરવની બાબતમાં લાવણ્યા સાવ નિર્દોષ નહોતી એ સિદ્ધાર્થ જાણતો હોવાં છતાં, અને નેહાએ આજે જે કર્યું એ કઈંક અંશે ખોટું ના હોવાં છતાંય સિદ્ધાર્થે એક અજાણી ફીલિંગને અનુસરીને લાવણ્યાને મેસેજ કરી દીધો. “TRUST ME…..!” તેનાં મનમાં પોતે કરેલાં મેસેજના એ ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-20
લવ રિવેન્જ પ્રકરણ-20 "એ મારો નહીં થાયને...!?" લાવણ્યાએ રડમસ સ્વરમાં ભીંજાયેલી આંખે વિશાલને પૂછ્યું. સિદ્ધાર્થના ઘરે ડ્રૉપ ગયાં પછી લાવણ્યા ફ્રેશ થઈને મોડી સાંજે ખેતલાપા ટી-સ્ટોલ મળ્યાં હતાં. સવારે નેહાએ કેન્ટીનમાં કરેલાં ઝઘડાં વખતે વિશાલ ત્યાં હાજર નહોતો. લાવણ્યાએ મળ્યાં પછી બધી વાત વિશાલને કહી સંભળાવી હતી. સાથે એપણ જણાવ્યુ કે સિદ્ધાર્થ હજીપણ તેનાથી દૂર રે' છે. અને એક કિસ માટે પણ તરસાવે રાખે છે. આખીવાત જણાંવતી વખતે લાવણ્યાની આંખો અનેક વખત ભીંજાઇ ગઈ હતી. "નવરાત્રિની ખરીદી કરી લીધી....!?" લાવણ્યાનું મન ડાયવર્ટ કરવાં વિશાલે પૂછ્યું. "ના....!" પોતાની એક્ટિવા ઉપર બેઠેલી લાવણ્યા ખિન્ન સ્વરમાં બોલી ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-21
લવ રિવેન્જ પ્રકરણ-21 “કેમ....હજી સિદ્ધાર્થ નઈ આયો...!?" કામ્યાએ સામે બેઠેલી લાવણ્યાને પૂછ્યું. નેહા કેન્ટીનમાં આવીને બેઠી એ લાવણ્યા પણ થોડીવાર પહેલાંજ આવીને બેઠી હતી. નેહા તેની આદત મુજબ તેનો ફોન મંતરી રહી હતી. “તમને ખરેખર કોઈ બીજું ગમે છે...!?” ઝીલ whatsappમાં નેહાને પૂછી રહી હતી “તો તમે સગાઈ તોડવાની કરો છો....!?” નેહાની સગાઈ તોડવાની વાત ઝીલ સુધી પણ પહોંચી ગઈ હતી. “એક બાજુ તમે બદલો લેવાની વાત કરો છો....ને એક બાજુ સગાઈ તોડવાની...!?” ઝીલે વધુ એક મેસેજ કર્યો “કઈં સમજાતું નઇ.....!?” લાવણ્યા આવી ત્યારની ભયથી ફૉન માનતારી રહેલી નેહા બાજુ જ જોઈ ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-22
સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. આપનું વર્ષ શુભ રહે તેમજ આપ તેમજ આપનો પરિવાર નીરોગી રહે તેવી શુભકામનાઓ. રિવેન્જ પ્રકરણ-22 “તું નવરાત્રિમાં કુર્તા ક્યાંથી લેવાનો છે...!?” પ્રેમ રોનકને મેસેજમાં પૂછી રહ્યો હતો. થોડીવાર પહેલા થયેલી બબાલથી માંડ વાતાવરણ નોર્મલ થયું હતું. નેહા હજીપણ શાંતિથી તેણીનો ફૉન મંતરી રહી હતી. “ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ સામેથી સિદ્ધાર્થનો કૉલ આવ્યો. “સિદ્ધાર્થ....!?” હળવું આશ્ચર્ય અનુભવી પ્રેમે સિદ્ધાર્થનો કૉલ રિસીવ કરવા સ્ક્રીન ઉપર સ્વાઈપ કર્યું. "હાં બોલ સિદ્ધાર્થ...!" પ્રેમ ફોન ઉપાડીને બોલ્યો. "પ..પ્રેમ....!" સામેથી લાવણ્યાનો રઘવાયો સ્વર સંભળાયો "સિદ્ધાર્થ...સ....સિડનો એક્સિડેંન્ટ થઈ ગ્યો...! તું તું...જ...જલ્દી .....આવને પ્લીઝ..!" "ઓહ ગોડ....!" ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-23
લવ રિવેન્જ પ્રકરણ-23 "મેડમ....! સાહેબને ઈંજેક્શન આપવાનું છે....!" લાવણ્યાએ દરવાજો ખોલતાંજ દરવાજે ઊભેલી નર્સ બોલી. લાવણ્યાએ સહેજ આઘાં જગ્યા આપતાં નર્સ અંદર આવી ગઈ અને સિદ્ધાર્થનાં બેડ પાસે જવાં લાગી. લાવણ્યા પણ હળવાં પગલે નર્સની પાછળ-પાછળ જવાં લાગી. નર્સે નોટપેડમાંથી જોઈને ફટાફટ બેડની બાજુનાં ડ્રૉઅરમાંથી નીડલ અને ઈંજેક્શન કાઢ્યું અને સિદ્ધાર્થનાં ડાબાં હાથે લાગેલી નીડલમાં ઈંજેક્શન આપી તેની કેપ બંધ કરી જવાં લાગી. "સર ....! હવે તમે આરામ કરજો...! જાગતાં નઈ....! કાલે સવારે એક્સરે-MRI કરવાનાં છે....!" જતાં-જતાં નર્સે કહ્યું. તે હવે દરવાજો ખોલીને બહાર જતી રહી. લાવણ્યા પાછી દરવાજા તરફ જવાં લાગી. "દ...દરવાજાની કડી ના વાખતી ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-24
લવ રિવેન્જપ્રકરણ-24 “પપ્પા....!?” સુરેશસિંઘના ઘરે સુધી પહોંચતાં સુધી સિદ્ધાર્થના કાનમાં હજીપણ એ શબ્દો પડઘાઈ રહ્યાં અને સિદ્ધાર્થ એ વિચારી રહ્યો. કારમાં નેહા પોતાની જોડેજ બેઠી હોવાં છતાંય સિદ્ધાર્થ તેણીને કશું પૂછી ના શક્યો કેમકે કારમાં તેની બીજી બાજુ તેનાં રાગિણીબેન અને આગળની સીટમાં પપ્પા કરણસિંઘ બેઠાં હતાં. જોડે બેઠેલી નેહાના ચેહરા ઉપર તેણે અજબ શાંતિ જોઈ હતી. મંદ-મંદ મલકાઈ રહીને કારની વિન્ડોની બહાર જોઈ રહેલી નેહાના ચેહરા ઉપરના એ ભાવો જોઈને સિદ્ધાર્થ એટલું તો સમજી ગયો હતો કે આ તોફાની પહેલાની શાંતિ હતી. “તારે કોઈ જરૂરી સામાન લેવાનો હોય....તો લઈ લેજે....!” ફ્લેટે પહોંચતાંની સાથેજ કરણસિંઘે સિદ્ધાર્થને ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-25
લવ રિવેન્જ પ્રકરણ-25 "દિવાળી પછી સારું મૂરત છે....! છવ્વીસમીએ....!" પુરોહિત બકુલભાઈ બોલ્યાં અને પોતાના ખોળામાં મુકેલા પંચાંગમાંથી નજર સામે સોફા ચેયરમાં બેઠેલાં કરણસિંઘ સામે જોયું. "સરસ.....! કૉલેજમાં દિવાળી વેકેશન હશે....! એટલે વાંધો નઈ આવે....!" કરણસિંઘની બાજુમાં સોફામાં બેઠેલા સુરેશસિંઘ સ્મિત કરીને બોલ્યાં. "પણ ભાઉ ....! દિવાળી સુધી ખેંચવું રિસ્કી છે...!" સોફામાં વિજયસિંહ અને સુરેશસિંઘની વચ્ચે બેઠેલાં વનરાજસિંહ બોલ્યાં "ડૉક્ટરે કીધું છે....આ બીજો એટેક હતો....! અને ......ની કન્ડિશન પણ હજી સિરિયસ છે....! હવે કશું નક્કી નઈ ....!" "દિવાળી પે'લ્લા કોઈ સારું મૂરત ....!?" વનરાજસિંહની વાત સાંભળી કરણસિંઘે બકુલભાઈને ટૂંકમાં પૂછ્યું. કેટલીકવાર સુધી બકુલભાઈએ પંચાગમાં જોયે રાખ્યું. "નઈ મેળ આવે ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-26
લવ રિવેન્જ પ્રકરણ-26 "સિદ્ધાર્થ.....!" લાવણ્યા જોરથી બૂમ પાડી ઉઠી. કમ્પાઉન્ડમાં તેની સામેજ સિદ્ધાર્થ ઊભો હતો. લાગણીઓના જેવાં લાવણ્યાએ કરેલા મેસેજો વાંચીને સિદ્ધાર્થની આંખ ભીની થઇ ગઈ હતી. તે લાવણ્યાને ભીની આંખે ભાવપૂર્વક જોઈ રહ્યો હતો અને તેનાં હોંઠ ઉપર હળવી ક્યૂટ સ્માઇલ હતી. તેને જોતાંજ લાવણ્યાનું હ્રદય અને ચેહરો ખીલી ઉઠ્યો. તેની ખુશીનો પાર ના રહ્યો અને તેની આંખોમાંથી આંસુઓની ધાર વહેવાની શરૂ થઈ ગઈ. લાવણ્યાનાં હાથમાં રહેલો તેનો ફોન છૂટી ગયો. અચાનક તેનાં શરીરમાં જાણે નવો પ્રાણ ફૂંકાયો હોય અને તે જીવી ઉઠી હોય એવું તેણીનેને ફીલ થયું.તે ઝડપથી દોડી અને સિદ્ધાર્થ જોડે પહોંચી કૂદીને ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-27
લવ રિવેન્જ Spin Off Season-2 પ્રકરણ-27 "બધાં રાહ જોતાં ઊભાંજ છે....!" બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થે પાછળ તેને બેઠેલી લાવણ્યાને કહ્યું. તેઓ કોલેજ પહોંચવાંજ આવ્યાં હતાં. રોડની પેલી બાજુ કોલેજનાં ગેટનાં ઢાળ ઉપર ગ્રૂપનાં બધાંજ ટોળું વળીને રાહ જોતાં ઊભાં હતાં. "આ બાજુ થોડું દૂર ઊભું રાખજેને ....!" લાવણ્યાએ હાથ કરીને સિદ્ધાર્થને કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ પાસે ગ્રુપનાં ફ્રેન્ડ્સથી થોડું દૂર બાઈક ઊભું કરવાં જણાવ્યું. સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઈકનાં સાઈડ મિરરમાં જોયું. પાછળ કોઈ સાધન નથી આવતું એ જોઈને સિદ્ધાર્થે બાઈક વાળીને રોડની બીજી બાજુ કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ જોડે ધીમી સ્પીડે ચલાવ્યું. ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-28
લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-28 "મેં બઉ પૈસાં નઈ ખર્ચ્યા....! નઈ ખર્ચ્યા....!” “વિશાલે મને ચાલીસ આપ્યાં'તાં...!” “વિશાલે મને ચાલીસ હજાર આપ્યાં'તાં...!” ઠંડી અને વરસાદની ડબલ સીઝનમાં વાતાવરણમાં ઠંડી હોવાં છતાંય બાઈક લઈને ફ્લેટ તરફ જતાં-જતાં આખું શરીર, આત્મા, મન જાણે બધું જ ભયંકર બળતું હોય એમ સિદ્ધાર્થને સહેજપણ ઝપ નહોતો વળી રહ્યો. બાઈક ચલાવતાં-ચલાવતાં પણ સિદ્ધાર્થે ભયંકર ઉચાટ અનુભવ્યો. સિદ્ધાર્થના કાનમાં હજીય પણ લાવણ્યાના એજ શબ્દો પડઘાઈ રહ્યાં હતાં. ગુસ્સાને લીધે સિદ્ધાર્થે પોતાનાં હ્રદયના ધબકારા વધતાં અનુભવ્યાં. છેક સુરેશસિંઘનાં ફ્લેટે આવ્યાં પછી પણ સિદ્ધાર્થ ભયંકર બેચેની અનુભવી રહ્યો હતો. સિદ્ધાર્થને હજી પણ કઈંક અનહદ ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-29
લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-29 “તમે લોકોએ કેમ કઈં મંગાયું નથી....!?” કેન્ટીનમાં પહોંચીને ચેયરમાં બેઠેલાં રોનકની પર હળવેથી ધબ્બો મારતાં સિદ્ધાર્થ બોલ્યો. ટેબલ નીચેથી એક ચેયર ખેંચી કાઢીને તેણે લાવણ્યાને બેસવાં ઈશારો કર્યો. “વાહ....! ક્વિન વિકટોરિયા....!” અંકિતાએ ટીખળ કરી. બધાં હળવું હસ્યાં. સિદ્ધાર્થ પણ. ચેયરમાં બેસતાં-બેસતાં લાવણ્યાએ ઘુરકીને અંકિતા સામે જોયું. અંકિતાએ તેનાં ચાળાં પાડ્યાં. સિદ્ધાર્થ લાવણ્યાની બાજુની ચેયરમાં બેઠો. “એ બચ્ચન....!” લાવણ્યાએ હાથ કરી “બચ્ચન” તરફ જોઈને બૂમ પાડી. ઊંચો-લાંબો અને શરીરે પાતળો “બચ્ચન” ઉતાવળાં પગલે તેમનાં તરફ આવવાં લાગ્યો. કેન્ટીનમાં રોજની જેમજ કોલેજનાં સ્ટુડન્ટ્સની ભીડ લાગેલી હતી. નવરાત્રિ ...Read More
લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-30
લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-30 “તું અત્યારે જ બરોડા આ’વા નીકળી જા....!?” સિદ્ધાર્થે કૉલ રિસીવ કરતાં સુરેશસિંઘ બોલ્યાં “તારી જરૂર છે....!” “તમે બરોડા છો....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું “આજે પે’લ્લા નોરતે તમારે આરતી કરવાની હતીને...!? તમે અમદાવાદ આયા નઈ....!?” “ના...મારે નથી અવાયું....! પે’લ્લા નોરતાની પે’લ્લી આરતી નેહા કરી દેશે...!” સુરેશસિંઘ બોલ્યાં “મારે અહિયાં દોડધામ છે....! ભાઉએ તને અર્જન્ટ બોલા’વાનું કીધું છે....!” “શું થયું....!?” સિદ્ધાર્થે આશંકિત સ્વરમાં પૂછ્યું. “એવું કઈં નઈ થયું....!” સમજી ગયેલાં સુરેશસિંઘ બોલ્યાં. “ઓહ....પણ મારે કાલે બ્રોકરને મલવાનું છે....! લોન માટે....!” સિદ્ધાર્થ બહાનું બનાવતાં બોલ્યો. “ભાઉ કે’તા’તા કદાચ લોનની ...Read More