ઘણા વર્ષ પછી તને પત્ર લખું છું. શુ કરું? તારૂ સરનામું ન'તું ને!કોઈ પોતાનું કાયમી સરનામું આમ અચાનક છોડીને જતું રહે? તુ તો પાછી ગુગલ મેપ થી પણ,ટ્રેસ ન થાય કે તને સર્ચ કરું. ખેર,જવા દે,આટલા વરસોથી મારી મનઃસ્થિતિ તારા સદેહે ન હોવાના અને તારૂ અસ્તિત્વ મારી ક્ષણ-ક્ષણમાં હોવાનાં કારણે દ્વિધા ભરી જ રહી છે. દીમાગને તો તારી ગેરહાજરીની જાણ છે .પણ,આ વાત અંતરમન નોંધવા જ નથી માંગતું. એટલેજ કદાચ તારી યાદ આવે છે,તોય એક દૂર રહેતા સ્વજન જેવી સુમધૂર તેમાં જરા પણ દર્દ નથી.
New Episodes : : Every Monday, Wednesday & Friday
પત્ર - 1
વહાલી , સ્નેહલ ઘણા વર્ષ પછી તને પત્ર લખું છું. શુ કરું? તારૂ સરનામું ન'તું ને!કોઈ પોતાનું કાયમી સરનામું આમ અચાનક છોડીને જતું રહે? તુ તો પાછી ગુગલ મેપ થી પણ,ટ્રેસ ન થાય કે તને સર્ચ કરું. ખેર,જવા દે,આટલા વરસોથી મારી મનઃસ્થિતિ તારા સદેહે ન હોવાના અને તારૂ અસ્તિત્વ મારી ક્ષણ-ક્ષણમાં હોવાનાં કારણે દ્વિધા ભરી જ રહી છે. દીમાગને તો તારી ગેરહાજરીની જાણ છે .પણ,આ વાત અંતરમન નોંધવા જ નથી માંગતું. એટલેજ કદાચ તારી યાદ આવે છે,તોય એક દૂર રહેતા સ્વજન જેવી સુમધૂર તેમાં જરા પણ દર્દ નથી. વળી ,ક્યારેક દીમાગનાં 'ડેટા- બેઝ'માંથી એ કાળ-દીન ભજવાઇ જાય. ...Read More
પત્ર - 2 - એક પત્ર મારી ઉંઘને
મારી પ્રાણપ્રિય, ઉંઘ મારી વહાલી,મારી સાથી,મારી સહોદર હું તને ખૂબ ચાહું છું.આ વાત આમ તો જગજાહેર છે,કહેવાની જરૂર જ નથી .જ્યારથી મને મારા હોવાનો અહેસાસ થયો ,ત્યારથી જ મને તારું જબરું ખેંચાણ.તારા વિના મને ક્યાય ચેન જ નહી. તારો ઉપકાર માનું એટલો ઓછો.તારા કારણે તો શીશુકાળમાં મને "ડાહી"નું બિરુદ મળેલું. નાની મોટી બીમારીઓ અને ઈજાઓ મારુ શું બગાડી શકે, જ્યારે તારા જેવો હૂંફાળો સાથ હોય ,માથે તારો હેતાળો હાથ હોય.ગમે તે પરિસ્થિતિમાં આપણે તો તારામાં જ ગુલતાન. તારું ચુસ્ત સમયપાલન, અંધારુ ઘેરાયું નથી ને મારી આંખમાં અંજાઇ નથી.પાછી તારા આશ્ર્લેષમાં હુંય જાણે બેહોશ....તારી આ આદતોને કારણે મારે મજાકનો ભોગ બનવું પડતું......મારા પરિવારમાં મોટેરાઓ કહેતા" આને સુતા પછી ઉકરડે નાખી ...Read More
પત્ર - 3 - સાસુને પત્ર
મમ્મી, વ્હાલા કે પ્રિય સંબોધન લખ્યું હોતતો કદાચ, તમને નર્યો દંભ જ લાગત.લાગે જ ને! મારી નાદાનીમાં જ આ સબંધની ગરિમાને ઠેસ પહોંચાડી છે.હું જાણું છું આ પત્ર ખોલતા પણ તમારું મન થડકાર અનુભવતું હશે કે, હવે ક્યો વિસ્ફોટ કરશે આ છોકરી. વર્ષોથી સાંભળતી આવતી સાસુ- વહુની વાયકાઓ,અંગત વ્યક્તિઓનાં કડવાં અનુભવો આ બધાએ માનાં સાંનિધ્ય વિના ઉછરેલ મારામાં "સાસુ" શબ્દ માટે અણગમો ઉપજાવેલ એટલેજ પૂર્વગ્રહનાં પોટલાં સાથે મેં આ ઘરમાં પ્રવેશ કર્યો. બીજીતરફ આખી જિંદગી સાસુનો ત્રાસ વેઠેલા તમે મને પોતાની વહુને સુખી કરવાનાં મક્કમ નિર્ધાર સાથે ઘરનાં અને તમારા હ્રદયનાં દરવાજા ખુલ્લા મુકી દીધાં.એ જ ઋજુ હ્રદય કંકુપગલાં કરવા ઉઠેલા મારા પગ તળે કચડાઈ ગયું જ્યારે ,સાંજનાં સમયે તમે ...Read More
પત્ર - 4 - પુત્ર નો પિતાનો પત્ર
શાકુંત લલિતરાયની ઉંઘમાં ખલેલ ન પહોંચે એ રીતે એમનાં પગે લાગી કાયમ પાસે રહેતાં ચાવીનાં ઝુડા નીચે પરબીડીયું સરકાવીને ગયો. મનની સ્થિતિ બીજા ગ્રહ પર જતાં અવકાશયાત્રી જેવી હતી,જવાનો મક્કમ નિર્ધાર અને નિર્ણય યોગ્ય ઠરશે કે નહી એની દૂવિધા કારણકે પાછા ફરવાની કોઈ ખાત્રી નહી. લલિતરાય હંમેશની ટેવ મુજબ સવારે પાંચ વાગ્યે ઉઠ્યા,કરપૂજા કરીને લક્ષ્મીદર્શન કરવા ચાવી ઉઠાવી ત્યાં હાથ આવી ગયું પરબીડીયું. ......આદરણીય પપ્પા, આ દુનિયામાં મે કોઈનો સૌથી વધારે આદર કર્યો હોય તો એ તમે .તમે જ મારુ વિશ્ર્વ એવું કહું તો જરાય ખોટું નથી.તમારી આંગળીએ દુનિયા મે જોઈ,બલ્કે તમે ચિતરેલો દુનિયાનો ટુકડો જોયો. મને ખબર નથી ...Read More