નેહડો ( The heart of Gir )

(2.5k)
  • 385.9k
  • 126
  • 206.4k

નમસ્કાર વાચકમિત્રો, હું આજે આપના માટે નવી નવલકથા "નેહડો" (The heart of gir) રજૂ કરી રહ્યો છું. આશા રાખું આપને પસંદ આવશે.આ નવલકથાનો હપ્તો દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય તેવી કોશિશ હું કરીશ. વાંચીને સ્ટાર રેટિંગ અને પ્રતિભાવ આપવા આપને વિનંતી. વાર્તાની છેલ્લે મારો whatsapp નંબર છે. તેમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. આપનો અભિપ્રાય મારા માટે માર્ગદર્શક સાબિત થશે. " નેહડો " નવલકથા ગીરના જંગલમાં આવેલા નેસની આજુબાજુ ગૂંથવામાં આવી છે. ગીરનું જંગલ અને તેમાં આવેલા નેસ એકબીજાના પર્યાય છે. નેહડો એટલે જંગલમાં વસતા માલધારીઓનો સમુદાય. કે જેઓ જંગલની વિકટ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને પોતાનું જીવન આનંદથી જીવે છે. કાચા અને નળિયાવાળા મકાનમાં તેઓ વસવાટ કરે છે. તેમના મકાન ઝાડની ડાળીઓના બનેલા હોય છે. તેના પર માટી નું લીપણ કરેલું હોય છે. ઘરનાં છાપરા ઘાસ,પતરા કે નળીયાના બનેલા હોય છે. વર્ષોથી, પેઢીઓથી આ લોકો જંગલમાં રહે છે. જેઓ ખૂબ માયાળુ, ખમીરવંતી અને ખડતલ પ્રજા છે. શરીરે પણ નીરોગી હોય છે. તેઓનો મુખ્ય ખોરાક તાજું દૂધ બાજરીના રોટલા કઢી ખીચડી અને કકડાવેલું લસણ મરચું છે.

New Episodes : : Every Monday & Friday

1

નેહડો (The heart of Gir) - 1

નમસ્કાર વાચકમિત્રો, હું આજે આપના માટે નવી નવલકથા "નેહડો" (The heart of gir) રજૂ કરી રહ્યો છું. આશા રાખું પસંદ આવશે.આ નવલકથાનો હપ્તો દર અઠવાડિયે પ્રસિદ્ધ થાય તેવી કોશિશ હું કરીશ. વાંચીને સ્ટાર રેટિંગ અને પ્રતિભાવ આપવા આપને વિનંતી. વાર્તાની છેલ્લે મારો whatsapp નંબર છે. તેમાં પણ આપનો અભિપ્રાય આપી શકો છો. આપનો અભિપ્રાય મારા માટે માર્ગદર્શક સાબિત થશે. " નેહડો " નવલકથા ગીરના જંગલમાં આવેલા નેસની આજુબાજુ ગૂંથવામાં આવી છે. ગીરનું જંગલ અને તેમાં આવેલા નેસ એકબીજાના પર્યાય છે. નેહડો એટલે જંગલમાં વસતા માલધારીઓનો સમુદાય. કે જેઓ જંગલની વિકટ પરિસ્થિતિમાં સંઘર્ષ કરીને ...Read More

2

નેહડો (The heart of Gir) - 2

ભાણાને માતાજી આગળ બેઠેલો જોઈ ગેલો એ તરફ ચાલ્યો .ભેંસોનું ખાડું લઈ ગેલો જંગલમાં ચરાવવા જાય એ પહેલા આઈ માથું નમાવીને જ જાય. એ તેનો રોજિંદો ક્રમ હતો. આઇ ખોડલ પાસે માંગવાનું પણ કંઈ ઝાઝું નહીં,બસ એટલું જ માંગે. " હે.... માવડી મારા માલ ઢોર ને જંગલી જનાવરથી રખોપાં કરજે." ગેલાનાં દેશી જોડાનાં ઠહર...ઠહર..અવાજ સાંભળી કનો ઊભો થઈ ગયો . માતાજીનાં ઓટલે જઈ ગેલાએ કનાની આંખોમા જોયું તો ભોળીને મોટી મોટી આંખોમા ઝળઝળીયાં ...Read More

3

નેહડો (The heart of Gir) - 3

ગેલો અથરો થઈ આવ્યો. ડાંગ થાંભલીનાં ટેકે મૂકી. કાયમી ખભે રાખતો તે ભૂરા કલરની લૂંગી. જે તડકામાં માથે બાંધવામાં આવતી,ઘડીક ઝાડને છાંયડે આરામ કરવો હોય તો પાથરવા માટે, બેઠા હોય ત્યારે ભેટ મારીને આરામખુરશી કરવા માટે, ને પરસેવો પૂછવો હોય ત્યારે રૂમાલ તરીકે કામમાં આવતી.તેનાં વડે પરસેવો અને ધૂળ મળી મોઢાં પર ચોંટી ગયેલ કાળાશ લૂછી,જોડા કાઢી મહેમાન સામે આંખો ખોડી ઓસરી ચડ્યો. બે મહેમાન ખાટલે બેઠાં હતાં. બંનેનું મોઢું જોઈ કંઈક અજુગતું બન્યાનો અણસાર ગેલા ને આવી ગયો. તેનાં બત્થડ શરીરમાં નબળાઈની એક ઝણઝણાટી પસાર થઈ ગઈ.ગેલાએ પોતાની ...Read More

4

નેહડો (The heart of Gir) - 4

ગેલાએ કનાને ઊંચકી લીધો. કનાનાં ચહેરા પર ભય વ્યાપી ગયો હતો. ગેલો કનાને થપથપાવતો જોર જોરથી હસી પડ્યો. "અલ્યા તમે કાઠીયાવાડી બહુ બીકણ હો ભાણાભાઈ. આમ હાવ પોસા રેસો તો ગર્ યમાં કેમ રેવાહે? હજ્યે તો તમારે આયા હાવજ્ ,દીપડા હામે ડાંગ ઉગામવી જૉહે! થોડા કઠણ થઈ જાવ." કનાએ ભય અને વિસ્મય મિશ્રિત અવાજે પૂછ્યું, " મામા એ શું હતું? એ શેનો અવાજ આવ્યો હતો?" " અરે ભલામાણા ઈ તો ઓલ્યું ભટાવરું હતું. ઈ તને ભાળીને એકદમ બીય ગ્યુ.એટલે જાળામાંથી ભૂરરર...કરતું ઉડ્યું. ઈ મારું હાળું ગમે ...Read More

5

નેહડો (The heart of Gir) - 5

કનાને ગોતતા ગોતતા થોડા આગળ ચાલ્યાં ત્યાં રાધીનું ધ્યાન બપોરા કર્યા હતા, તે વડલાની ડાળ પર ગયું. તેણે જોરથી પાડી, " જો કનો ન્યા રયો.. " બધાએ જોયું તો કનો વડલાની એક ડાળી પર લપાઈને બેઠો હતો. તેના મોઢા પર ગભરાટ હતો. બધા ગોવાળિયાઓએ મળીને તેને જાળવીને નીચે ઉતાર્યો. બધાં ખૂબ હસ્યાં. રાધીનાં બાપા નનાભાઈ કહે, " અલ્યા, કાઠીયાવાડી તો જબરો બાદુર નિહર્યો" આ સાંભળી બધાં ફરી હસી પડ્યાં. ગેલાએ કનાને પોતાની પાસે ખેંચી તેના વાંકડીયા વાળમાં હાથ ફેરવ્યો. કનો હજી પણ ડરથી કાંપી રહ્યો હતો. ગેલાએ તેને સમજાવ્યું, " ...Read More

6

નેહડો ( The heart of Gir ) - 6

વાત સાંભળતા કનાની આંખમાં ભય મિશ્રિત પ્રશ્ન હતો!" દાદા, પસી શું થયું?" " લે! પશે હુ થાય? મનમાં દુવારિકાવાળાનું લીધું ખભે તો ડાંગ હતી જ! હાવજ હામે ઉગામી ઊભો રહી ગ્યો. વાહે ભેહુ પણ ઊંચા બોથા કરી તૈયાર જ હતી. હાવજ એક ડગલું મોર્ય આવ્યો.હું પાસા પગલે બે ડગલાં વાહે હટ્યો.હાવજ ઈની જગાએ ઊભો ર્યો. વળી હું ડાંગ ઉગામી બે ડગલાં આગળ હાલ્યો. હાવજ વાહે હટ્યો. ઘડીક વાર માટે બધું એમનીમ થંભી ગ્યુ. પસે હાવજને મારી નજર એક થઇ.પણ હવે મારી નજરમાં ભૉ રહી નોતી. મેં દાંત ભીસ્યા ફરીવાર દુવારિકાવાળાનું નામ લીધું.ડાંગ ભીંસીને પકડી.ગમે ...Read More

7

નેહડો ( The heart of Gir ) - 7

રાજીને આ નેહડે આવ્યાને પંદર વર્ષ થવાં આવ્યાં. રાજીનું પિયર પણ ગીરમાં આવેલ એક નેસમાં જ છે. તેથી સાસરે આવી, અહીં હિરણીયા નેસમાં ગોઠતાં વાર ન લાગી. રાજીને પશુધનનું કામ કરવાની નાનપણથી જ ટેવ હતી. નાનપણમાં રાજીએ જંગલમાં ગાય ભેંસ પણ ચરાવેલા હતાં. માલ દોહવાની ફાવટ પણ તેને નાનપણથી જ હતી. તેથી રાજીએ સાસરિયે આવતાની સાથે જ માલઢોરનું કામ, માલઢોર દોહવા,વાસીદું કરવું,નીરણ કરવી,ખાણ પલાળવા,પાણી ભરવું, ભેહૂ ધમારવી, છાણા થાપવા, છાશું કરવી,ઘી તાવવું,માવો કાઢવો આ બધાં જ કામ ઉપાડી લીધા હતાં. ધીમે ધીમે ગેલાને સમજાવીને નબળી ભેંસો વેચી સારી સારી ભેસો પણ વસાવી લીધી હતી. દૂધ ...Read More

8

નેહડો ( The heart of Gir ) - 8

રાજી પાણીમાં ખેંચાવા લાગી. પહેલા તો ગેલાએ રાજીનાં હાથને હળવેથી ખેંચ્યો. પરંતુ પાણીમાં તેનાં કરતાં બમણા જોરથી રાજીને કોઇ રહ્યું હતું. હવે ગેલાએ પોતાની અસલી તાકાત લગાવી. રાજીના બંને હાથ કાંડાથી મજબૂત જાલી લીધા. પાણીમાં પડેલા એક મજબૂત પથ્થર સાથે પોતાના બંને પગ ટેકવી દીધા. " હવે ભડ થઈ જા,બિતી નય. હમણે તારો સૂટકારો કરાવી દવ." એમ કહી,"જય મા ખોડલ, જય દુવારિકાવાળા" બોલી ગેલાએ રાજીને કાંઠા બાજુ આંચકો માર્યો. ગેલાનાં આ જોરૂકે આચકે રાજી કાંઠે આવી પડી.પણ આ શું? રાજીનાં જમણા પગનો પંજો, કાળા મેષ અને પૂરા પાંચ ફૂટ ...Read More

9

નેહડો ( The heart of Gir ) - 9

ગેલાએ ઝડપથી જાગીને જોયું, તો સવાર પડી ગઈ હતી. કાયમ માટે ચાર વાગ્યે જાગતા રાજી ને ગેલો આજે રાતના લીધે છ વાગ્યે જાગ્યા. રાજીએ બહાર જોયું તો રામુ આપા ને જીણીમા ભેંસો નીચેથી પોદળા ઢસડતા હતાં. રાજી પરણીને આવ્યા પછી આટલું મોડું જાગવાનું ક્યારેય નહીં બનેલું. અને એ પણ એકસાથે ઓરડામાંથી બહાર નીકળવું બંનેને ખુબ શરમ લાગી. ગેલો ધીમે રહી ઓરડાનું પતરાનું કમાડ ઉઘાડી બહાર નીકળ્યો, "આપા મને જગાડ્યો નય? રાત્યે કનાને હુવરાવવામાં ને ઈની ચંત્યામાં હુવામાં મોડું થઈ જ્યું."આમ વાતો કરતો કરતો ગેલો ધીમે રહી કામમાં જોડાઈ ગયો.રાજી મોંઢું ધોઈ સીધી રસોડા ભેગી ...Read More

10

નેહડો ( The heart of Gir ) - 10

કોણ જાણે કેમ? પણ રાધીને આજે કનાની શરમ લાગી. તેની સાથે શું વાત કરવી? તે રાધીને સૂઝ્યું નહીં. તેથી દોડીને ગોવાળિયા પાસે આવી ગઈ. કનાને અને રામુ આપાને જોઈ એ બધા ગોવાળિયાએ આવકારો આપ્યો, "એ હાલો બપોરા કરવા. બેય જણાં બેહી જાવ." રામુ આપા, " જમાવો...જમાવો...અમી તો દાદો દિકરો બપોરા કરીને નિહર્યા. ભાણુભા કે મારે તો માલમાં આંઢવું સે. તે મેં કીધું લાવ્યને આઘેરેક મૂકતો આવું. ને હમણાંકથી જંગલમાં નથી ગ્યો તે ગોવાળિયાને મળતો આવું.". નનો ગોવાળ કહે, " અલ્યા કાઠીયાવાડી તું તો આજ્ય નિહાળે જ્યો તો ઈમ? તું હવે હુશિયાર ...Read More

11

નેહડો ( The heart of Gir ) - 11

થોડો આરામ કરી ગોવાળિયા ઉઠી ગયા. ધીમે ધીમે તે રામુ આપા અને કનો બેઠાં હતાં એ બાજુ આવવાં લાગ્યાં. કરી અને ઢેફા મારી ભેંસોને પાણીમાંથી બહાર કાઢી. ભેંસો એક વાર પાણીમાં બેસી જાય પછી તેને બહાર કાઢવી ખૂબ અઘરી. ભેંસોને ચરવામાં રાગે પાડી ફરી બધા ટેકરી પર બેસી ગયા. હવે ભેંસો શાંત થઈ પૂછડા ફેરવતી ચરવા લાગી. રાધી તેનાં બાપુજી નના ભાઈની બાજુમાં બેઠી હતી.ગેલો ચા કરવામાં વ્યસ્ત હતો.તે ચૂલામાં ટિટીયા સંકોરતો જતો હતો. કનાને કપાળે સવારે કરેલો ચાંદલો હજી દેખાતો હતો.રામુ આપાને ચા પીધા પછી ચુંગી પીવી પડે. તેથી તેણે તેની તૈયારી ચાલુ ...Read More

12

નેહડો ( The heart of Gir ) - 12

રાધીએ કનાને ખંભો જાલી તેની તરફ ફેરવ્યો, "હે કના તું ભણી-ગણીને ફુરેસ્ટર શાબ થઈ જાને! તુ ફુરેસ્ટર શાબ થયને ને આયા રે.અમારું,હાવજ્યું ને ગર્યનું ધેન રાખ્ય.તું ફુરેસ્ટર શાબ હો તો અમને કોયની કનડગત નો રિયે." કનો કહે, " હા ઈ હાચુ મને ય હવે આયા ગીરમાં બવ ગોઠી ગ્યું સે. મારે હવે કાઠિયાવાડમાં જાવું જ નથી."ઘડીક ખળખળ પડતા પાણી સામે જોઇ રહ્યો પછી ઉદાસ વદને બોલ્યો, "રાધી તને ખબર સે? મારી મા મરી ગઈ સે. મારો બાપ ઈને બવ મારતો'તો. મારી મા મને કાયમ કેતી'તી હું મરી જાઉં તો તું મામાને ઘરે ગીરમાં હાલ્યો ...Read More

13

નેહડો ( The heart of Gir ) - 13

ગેલાએ થોરનાં ઢુંવાની આડે જોયું તો ડાલામથ્થો હાવજ એદણ્યની માથે ચડી ગયો હતો. પાછળથી માથે ચડી ગયેલા હાવજે એદણ્યની તેના ત્રણ ઇંચનાં ધરોબા ખીલા જેવા દાંત ઘુસાડી દીધા હતા. સિંહણ આગળની તરફ એદણ્યનાં લઢીએ ચોટી ગઈ હતી. સિંહણે પણ તેના ધરોબા જેવાં દાંત ભેંસની શ્વાસ નળીમાં ઘુસાડી દીધા હતાં. ગર્યનું કહવાળું ઘાસ ચરેલીને હિરણ નદીનાં પાણી પીધેલી કુંઢા શીંગડા વાળીને મોટા માથાવાળી હાથીનાં મદનીમીયા જેવી એદણ્યને પાડવી એ રમત વાત નહોતી. ડેબે દોઢ સો કિલોનો સાવજ અને લઢીએ પણ એવી જ સિંહણ ચોટી હતી. તો પણ એદણ્ય પોતાના લડવૈયાની ઢાલ જેવાં માથા વડે સિંહણ ...Read More

14

નેહડો ( The heart of Gir ) - 14

ગાડીમાંથી ફોરેસ્ટર સાહેબ ઉતર્યા. સાથે ચાર ગાર્ડ પણ હતા. કોઈની માલિકીનું ઢોરઢાંખરનો શિકાર થાય એટલે ગાર્ડને તુરંત જાણ જતી હોય છે. તે તેનાં ઉપરી અધિકારી સાહેબને જાણ કરી દે છે. અધિકારી સાહેબ સ્થળ ઉપર જઈને પંચનામું કરે છે. પછી પશુની ઉમર, તેનું સારા નબળાં પણું જોઈ સરકારનાં ધારાધોરણ મુજબ વળતરની કિંમત અંકારાય છે. તેનું ફોર્મ ભરી ઉપર મોકલવામાં આવે છે. ત્યાંથી મંજૂર થઈ આવે એટલે માલધારીને તેનાં મૃત્યુ પામેલા પશુનું વળતર મળી જાય છે. સાહેબને આવેલા જોઈ બધા માલધારી ખાટલેથી ઊભા થઈ ગયા. ગેલાએ સાહેબને આવકાર્યા. ઓરડામાંથી ધોળું ગોદડુંને ...Read More

15

નેહડો ( The heart of Gir ) - 15

ફોરેસ્ટ સાહેબનાં ગયા પછી ડાયરો પાછો પોતપોતાની જગ્યાએ આવી બેસી ગયા. ઘડીક બધા મૌન રહ્યા. પછી એક જુવાન માલધારી લાલચોળ થઈ બોલ્યો, "બોલો લ્યો... પાછાં કયે સે કે દહેક હજાર વળતર મળશે.આપડે રૂપિયા નહિ ભાળ્યા હોય? પસા હાઠ હજારની ભેંહ હતી. સું આપડે દહ હજારનાં વળતર હારું થઈને વાહે મૂકી દેવી? તમારાં હાવજ્યું અમારાં વાડામાંથી માલ કાઢી ને ખાય જાય તોય વાંક અમારો જ? તેને શાંત પાડતા રામુ આપા બોલ્યા, " ભાઈ ખમી ખા. તારું જુવાન લોય તપી જાય. પણ ગર્યમાં રેવું હોય તો તપી નય જાવાનું ને હાવજ્યું ફૂરેસ્ટર શાબુનાં નય.હાવજ્યું આપડા સે. ...Read More

16

નેહડો ( The heart of Gir ) - 16

નેહડાવાસીને પોતાનાં માલઢોર જીવથી પણ વધારે વ્હાલાં હોય છે. તેમનું સમગ્ર જીવન માલ ઢોર આધારિત હોય છે. તેનાં માલઢોર નરવા હોય તો તે ખુશ અને તેને કોઈ તકલીફ પડે એટલે તે નાખુશ. માલધારીઓ દિવસ રાત તેનાં માલઢોરને ખવડાવવા પીવડાવવાની ચિંતામાં જ હોય છે. જંગલમાં ઘાસ સારું હોય તો ગાયો ભેંસો ખૂબ જ ધરાઈને આવે. આવા સારા સમયે ગોવાળિયાઓ ગાયો ભેંસો ચરાવતા ચરાવતા દુહા, ગીતો લલકારી પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. એક ગોવાળીયો દુહો લલકારે,ડણકે ને જ્યાં ગાજે ડુંગરા, નદીએ સેંજલ નીર. જ્યાં પાણે પાણે વાતુ પડી, એવી ગાડી અમારી ગીર. આ દુહાનો ...Read More

17

નેહડો ( The heart of Gir ) - 17

રાત વધુને વધુ ઘેરી થતી જતી હતી. તેની સાથે સાથે નેહડામાં ચિંતાનો ભરડો ભીંસાતો જતો હતો. રાજીનાં મનમાં વિચારોનું ચાલી રહ્યું હતું. તે બેચેન બની ઘડીકમાં ખાટલે બેસે તો ઘડીકમાં ઊભી થઈ જતી હતી. ચિંતામાં તેનું ગળું સુકાવા લાગ્યું હતું. રામુ આપાને શું કરું તે સમજાતું ન હતું. આટલા વર્ષોમાં ગેલો આમ તેને કહ્યા વગર ક્યાંય નીકળ્યો નથી. તે પોતાના હાથમાં રહેલી ટોર્ચ ઘડી ઘડી ચાલુ કરી પ્રકાશ ચારેબાજુ ફેરવ્યાં કરતા હતા. ઝીણીમા પણ અજંપામાં ધ્રુજવા લાગ્યા, "તમી હૂ બેહી ગ્યા સો. બત્તી લયને આઘેરેક જોયા'વો તો ખરા. ગેલો જંગલમાં તો નહીં ...Read More

18

નેહડો ( The heart of Gir ) - 18

કનો રાજી થતો થતો બોલ્યો, " રાધી આ કોણે બનાવી દીધા?". " માર અમુઆતાએ હાલ્ય આપડે નીયા ભેંહું સરે ઠેકાણે આનથી રમશું." રાધી ને કનો ખાખરાનાં છાયડામાં બેઠાં છે. રાધી બધાં ગારાનાં રમકડાં એક પછી એક બહાર કાઢે છે. રમકડાંમાં પાંચ કુંઢા શીંગડા વાળી ભેંસો બનાવેલી છે.અમુઆતાએ ખૂબ કારિગરાઈથી આ રમકડાં બનાવ્યાં છે.નાનકડી ગારાની બનાવેલી ભેંસોનાં આંચળ પણ દેખાય છે.ધોળા પથ્થરની આંખો પણ બનાવેલી છે.ભેંસો સાથે તેનાં નાનકડાં પાડરું ય બનાવ્યાં છે.ત્રણેક મોટાં શીંગડાવાળી ગાયો પણ બનાવેલી છે. એક સિંહ અને સિંહણ પણ બનાવ્યા છે. ક્યાંકથી મળેલા સિંહનાં વાળ ચોટાડીને સિંહની કેશવાળી ...Read More

19

નેહડો ( The heart of Gir ) - 19

બંને ગાર્ડ ગોવાળિયાની નજીક પહોંચી ગયા. તેમાંથી એક બોલ્યો, " આજ વેલી હવારનાં તારી ભેહની મારણની જગ્યાએ ફિલ્ડિંગ ભરવી સામત સાવજ કે રાજમતી સિંહણે દેખા દીધી નહી.હજી હુંધિમાં કિયારેય આવું થયું નથી, કે શિકારની જગ્યાએ બીજે દાડે હાવજ્યું આવ્યાં ના હોય.જરૂર કાંક લોસો પડ્યો લાગે સે." બીજા ગાર્ડે થોડી કડકાઇથી પૂછપરછ કરી, " તમે કોયે રાતમાં ઈને હડકાર્યા નહિ ને? આજે હાંજે અમે રિપોર્ટ કરશું એટલે હમણાં ગીરમાં ગાડિયું સુટવાની સે. તમારી ભેહ હતી એટલે તમારી ય પુસપરસ થાહે.એટલે જો સામત ક્યાંય દેખાય તોય અમને જાણ કરજો.અમી રાત હુંધી આયા જ સી." ગેલા ...Read More

20

નેહડો ( The heart of Gir ) - 20

આજે રાધી અને કનો જંગલમાં આઘેરેક નીકળી ગયા હતા. વાતાવરણ વાદળછાયું હતું. સુરજદાદો વાદળા વચ્ચે સંતાકુકડી રમી રહ્યો હતો. પ્રમાણ વધુ હોવાથી વાતાવરણમાં ઉકળાટ વધુ હતો. ઓતરાદા પવનની લહેરખીઓ આવી રહી હતી. હમણાં ઘણા દિવસોથી વરસાદ પડયો ન હતો. ચોમાસામાં ગીરનું જંગલ લીલુંછમ જ હોય છે, પરંતુ વરસાદની ખેંચને લીધે બપોરનાં તડકામાં ઘાસ લછાવા લાગ્યું હતું. વરસાદની ખૂબ જરૂર હતી. એકાદો વરસાદ પડી જાય તો ગીર ફરી લીલું છમ થઈ ઊઠે તેમ હતું. ધીમે ધીમે દરિયાદેવ પરથી વરસાદ ભરેલી વાદળીઓ આવી અને આકાશમાં જમાવડો કરવા લાગી હતી. આકાશ ગોરંભાય ગયું હતું. કનોને રાધી ટેકરીઓના ...Read More

21

નેહડો ( The heart of Gir ) - 21

બંને અહીંથી થોડે દૂર જઈને ઊભા રહ્યા. ઉભા રહી શિકાર આરોગી રહેલા શિયાળને જોઈ રહ્યા. શિયાળ ઘડીક શિકાર બાજુ તો ઘડીક આ બંને બાજુ જોવા લાગ્યું. તેને એક બાજુ ભૂખ હતી, તો બીજી બાજુ આ બંનેનો ડર હતો. સાથે સાથે હવામાં તે સાવજની ગંધ પણ લેતું જતું હતું. સાવજ કઈ દિશામાં અને કેટલો દૂર છે એ તે હવામાંથી આવતી ગંધ પરથી પારખી શકતું હતું. આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયા હતા, પરંતુ એ હજી વરસતાં ન હતા. આકાશમાંથી કોઈક કોઈક છાંટા પડી રહ્યા હતા. કનાને શિકારને ખાઈ રહેલ શિયાળ જોવાની મજા આવતી હતી. હવે ...Read More

22

નેહડો ( The heart of Gir ) - 22

કનો દોડીને રાધીને બાથ ભીડી ગયો. રાધીને ખબર હતી કે તેનાથી દસ જ ફૂટ દૂર રહેલી સિંહણ પાંચ જ બંનેને હતા નહોતા કરી નાખશે. આ અણધાર્યા હુમલાથી અંદરથી તો રાધી પણ ધ્રુજી ગઈ. પરંતુ મનમાં તેણે આઇ ખોડીયારનું સ્મરણ કર્યું. તેનાં શરીરમાં શક્તિનો સંચાર થયો. તે જરાક અક્કડ થઈ ગઈ પછી એક હાથે પોતાને બાજી પડેલ કનાને દાબી દીધો. અને બીજા હાથે ડાંગ ઉંચી કરી, ફેફસામાં પૂરો શ્વાસ ભર્યો, એક પણ ડગલું પાછળ હટયા વગર સિંહણની આંખોમાં આંખો પરોવી જોરથી સિંહણ સામે ત્રાડ નાખી., "જો.... મરી ગઈ સે તે! પાસી હ્ટ."રાધીનાં આ બુલંદ હાકલાને ...Read More

23

નેહડો ( The heart of Gir ) - 23

ગીરમાં ટેન્શન ઊભું થઈ ગયું હતું. ટ્રેકર્સ, ગાર્ડ્સ અને ખુદ DFO સાહેબ પણ હાજર હતા.એદણ્યનાં શિકાર પછીની રાતથી સામત અને રાજમતી સિંહણ ક્યાંય મળતા ન હતા. પંદરેક ચોરસ કિલોમીટરનો આ વિસ્તાર સામત સાવજનો હતો. છેલ્લા ચારેક વર્ષથી આ વિસ્તાર પર સામતનું શાસન ચાલતું હતું. આ વિસ્તારમાં રહેલી પાંચ છ સિંહણો પર પણ સામતનો કબજો હતો. સામતથી થયેલા બચ્ચાની ફોજ પણ તૈયાર થઇ રહી હતી. પાંચ-સાત બાળ સિંહ હતા. જ્યારે પાંચેક જેવા પાઠડા(બાળ સિંહથી મોટા અને પુખ્તથી નાની ઉંમરના) હતાં. કોઈ પણ નર સિંહ માટે વિસ્તાર પર કબજો કરવો અને તેના પર પોતાનો ...Read More

24

નેહડો ( The heart of Gir ) - 24

અચાનક સામતે કાણીયા પર હુમલો કરી દીધો. તાકાતથી ભરેલા અને યુવાનીનાં નશામાં મદહોશ સામત કાણીયા પર ઘણના ઘા જેમ કરવા લાગ્યો. આવા હુમલાનાં અનુભવી કાણીયાએ પણ સામે પ્રહારો કર્યા. અને સામતનાં ડેબે એવું તો બટકું ભર્યું કે દર્દથી સામત ત્રાડો નાખવા લાગ્યો. સામતે જેમ તેમ કરી પોતાને છોડાવી કાણીયાનાં નાક પર જોરદાર પંજાનો પ્રહાર કર્યો. કાણિયાનું નાક તોડી નાખ્યું. તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. નાજુક અંગ ઉપર પ્રહાર થવાથી કાણીયો ઘડીક તો તમ્મર ખાઈ ગયો. માંદગીમાંથી ઉભા થયેલા કાણીયામાં પહેલા જેવી તાકાત તો રહી ન હતી. ને તેમાં ઉંમર પણ હવે ...Read More

25

નેહડો ( The heart of Gir ) - 25

ગીરનાં જંગલમાં એદણ્યનું માંસ ખાધા પછી એક શિયાળ અને કેટલાક કાગડા મૃત્યુ પામ્યા તે સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. જ્યાં થયો તે જગ્યા ફરતે ફૂટ પ્રિન્ટનાં ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. જે શિયાળ અને કાગડા મૃત્યુ પામ્યા તેને પોસ્ટમોર્ટમ માટે સાસણની સિંહ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા. ફોરેસ્ટ વિભાગ પ્રાથમિક તારણ પર આવ્યો કે શિકારમાં ફૂડ પોઇઝનિંગની અસર થઈ ગઈ હશે અથવા કોઈએ ઇરાદાપૂર્વક સામત સાવજ અને રાજમતી સિંહણે જે ભેંસનો શિકાર કર્યો તેમાં પોઈઝન ભેળવી દીધું હોવું જોઈએ. તેથી મૃત્યુ પામેલ ભેંસના માસમાં નમૂના પણ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા જેનું ખરું કારણ ...Read More

26

નેહડો ( The heart of Gir ) - 26

રામુઆપાની વાત DFO સાહેબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એટલામાં બહાર ગાડીમાં કંઈક મેસેજ વાયરલેસ સેટમાં આવી રહ્યો હોય તેવું બહારથી ડ્રાઇવર દોડતો દોડતો સાહેબ પાસે આવ્યો. સાહેબની નજીક આવી કાનમાં કંઈક કહ્યું. સાંભળી સાહેબની આંખો પહોળી થઈ ગઈ. સાહેબે ગેલા સામે જોઈને કહ્યું, "આજે અમે જઈએ છીએ. પરંતુ તું નેહડો છોડી ક્યાંય જાતો નહીં. અમારી રજા વગર તારે ગીરની બહાર જવાનું નથી." આવી કડક સૂચના આપી સાહેબ દોડતા હોય તેમ ઝડપથી ચાલી બહાર નીકળ્યા. પાછળ પાછળ ગાર્ડ્સ અને ટ્રેકર્સ પણ બહાર નીકળ્યા. એક ગાર્ડનાં પગમાં પાડરુંને બાંધવાના ખીલાનું ઠેબુ વાગતાં ...Read More

27

નેહડો ( The heart of Gir ) - 27

અમુઆતાને પ્રકૃતિ સાથે ખૂબ લગાવ. ગીરના બધા પ્રાણીઓ, પક્ષીઓ, કીટકો, સરીસૃપો અને ઝાડવાથી તે સારી રીતે પરિચિત હતા. અમુઆતા માલઢોરમાં હોય તે દાડો રાધીને જરૂર કંઈક નવું જાણવા મળે જ. રાધી જે કંઈ ગીર વિશે જાણે છે તે બધું જ અમુઆતાએ શીખવેલ છે. અમુઆતાનો એક જ જીવન મંત્ર, "ગર્ય આપણને હાસ્વે,આપડે ગર્યને હાસવવાની"અમુઆતા ભણેલા તો નહોતા પણ ગણેલા ઘણું હતા. નાનપણથી લઇ અત્યાર સુધી તે ગીરમાં ખૂબ રખડેલા અને ઢોર ચારેલાં. અમુઆતા ગળાનાં પણ નરવા હતાં.તેનાં ગળામાંથી માતાજીની આરતી, દૂહા,છંદ વછૂટે એટલે સામે વાળાને ...Read More

28

નેહડો ( The heart of Gir ) - 28

ઘડીક ખાંભી સામે જોઈ, પછી આંખો બંધ કરી.પછી રાધીને કના સામે ફરીને અમુઆતા ગીરમાં બનેલી સોએક વર્ષ પહેલાની ઘટનાનું કરવા લાગ્યા." છોરાવ તમી તો હંધું જાણો સો.માલધારીનો અવતાર ગર્ય, વરહાદને ઈના માલમાં જ નીહરી જાય.જો વરહાદ હારો વરહે તો ગર્ય હોળે કળાએ ઊઘડે. ગર્ય હોળે કળાએ ખીલેલી હોય. ગર્ય હોળે કળાએ હોય એટલે ઈમાં ખડનો પાર નો રે. ખડ ઘાટું હોય પશે માલ શેનો ભૂખ્યો રે? માલનાં ભરેલાં પેડું જોય માલધારીનાં પેટ ઈમનમ ભરાય જાય હો. ધરાણેલો માલ ગોવાલણુનાં બોઘણાં છલકાવી દયે. છલકતાં બોઘણે બાઝેલા ફીણ માલધારીયુંનાં પાડરું,વાછરુંને છોરુડાને મોઢે બાઝે. આણથી મોટું હખ માલધારીને હેકી નય. અહાડ મયનાનો ...Read More

29

નેહડો ( The heart of Gir ) - 29

" ગર્યમાં બારથી આવેલા મેમાન અનપાણી છોડે તો મેહુલો આવે." છોડી આમ બોલીને બરાબર ઈ ટાણે ભૂખ, ને માથે ભાદરવાની અગનજાળને લીધે કછી છોરાની એક દૂબળી ગાવડી ચરતી ચરતી ધબ્બ કરતી હેઠે પડી. પડતાં વેંત ગાવડીનાં મોઢામાંથી વેંત એક જીભડી બાર નીકળી ગઈ ને આંખ્યું ઉઘાડી રહી જઈ. નાખોરામાંથી છેલ્લાં સુવાસનાં ફૂફાડે ધૂડની ડમરી ઉડી. કછી જુવાનને ઓલી છોડીની વાત હવે મનમાં ઉતરી ગય.ઈની ઈ ઘડીયે કછી આયાં આંબલી હેઠે પલોઠી વાળીને બેહી જ્યો. પલોઠી વાળી મનમાં ભગવાનનું નામ લેવા માંડી જ્યો. બધાએ ઘણો હમજાયો કે આમ લાંઘણ (ભૂખ્યા રહેવું) કર્યે વરહાદ નય આવે. ઓણનું વરા દેવ ગર્ય ઉપર ...Read More

30

નેહડો ( The heart of Gir ) - 30

અમુઆતાની આજની વાત સાંભળતા સાંભળતા રોંઢો થવા આવ્યો હતો. ભૂખની અસરથી બંને બાળ ગોવાળિયાનાં મોઢા થોડા લંઘાવા લાગ્યા હતા. ગીરનાં પાઠ શીખવાની ક્યાંય નિશાળ હોતી નથી. ગીરનાં પાઠ તો ગીરમાં રહીને શીખવા મળે. ગીરનાં પાઠ ભણવા માટે ગીરને અનુભવવી પડે. જેમાં આખો દાડો ભૂખ્યા રહેવું, તરસ વેઠવી, કેટલાંય કિલોમીટર સુધી ચાલવું. ટાઢ, તડકો, વરસાદ વેઠવો. જંગલી જનાવર સામે આવી જાય તો નીડરતાથી તેમાંથી બચવું. આવી બધી પરિસ્થિતિમાંથી પસાર થઈને જ ગીરનો માલધારી અને ગોવાલણ ખડતલ, બહાદુર, કુદરતી તત્વોને પૂજનારા, ભગવાનમાં આસ્થા રાખનારા, જંગલનાં રક્ષક અને સાચું બોલનારા,મહેમાનને ભગવાન માનનારા હોય છે. રાધીનાં લોહીમાં જ ગીર હતું. તેથી તે ગીરમાં ...Read More

31

નેહડો ( The heart of Gir ) - 31

નેહડામાં ઘરે ઘરેથી માણસો એક હાથમાં કુહાડી વાળી ડાંગ અને બીજા હાથમાં ટોર્ચ લઇ નીકળી પડ્યું. અંધારી રાતને ટોર્ચની ચિથરે ચીથરા કરી નાખી. નેહડેથી થોડું જ દૂર ગાઢ જંગલ ચાલુ થઈ જાય છે. આ જંગલની અંદર જનાવરે શિકાર કર્યાના વાવડ હતા. દૂરથી પહૂડાનાં અવાજ થોડી થોડી વારે રહી રહીને આવતા હતા. ગીરનાં અનુભવી માલધારી બધા પક્ષીઓ અને પ્રાણીઓની ભાષાના જાણકાર હોય છે. તે તેના અવાજ અને વર્તન પરથી તે શું કહેવા માંગે છે તે જાણી લેતા હોય છે. જ્યારે પહૂડા રહી રહીને બોલે તો માલધારી સમજી જાય છે કે સાવજ હોવાનો સંકેત છે. કારણકે સાવજ પહૂડાની સરખામણીએ ધીમો દોડે ...Read More

32

નેહડો ( The heart of Gir ) - 32

શિકાર ખાય રહેલ સાવજ અને સિંહણને માલધારીઓએ ટોર્ચની લાઇટમાં બરાબર ઓળખી લીધા. કપાળે ટીલાવાળી સિંહણ રાજમતી જ હતી. અને સાંભરનું ભોજન લેતો ઘેઘૂર કથ્થાઈ અને પીળા કલરની કેશવાળીવાળો સામત જ હતો. બધાના મનમાં હાશકારો થયો. રખેને સામત અને રાજમતીને કંઈ થયું હોત તો એનો નેહડા વાસી ગેલો તો અંદર જ ગયેલો હતો. બધા જ જાણતા હતા કે ગેલો આવું ન કરે પરંતુ તેની વિરુદ્ધ જંગલ વિભાગ પાસે સજ્જડ સબૂત હતા. પાકી માહિતી મળતા બધા રાજી થતા, ટોર્ચ બંધ કરીને ધીમે પગલે પાછા વળ્યા. ચાલતાં ચાલતાં વાલાએ કહ્યું, "હાલો આપડે આજે જ ફોરેસ્ટર શાબને સામતને રાજમતી જડી ગયાના વાવડ પુગાડી ...Read More

33

નેહડો ( The heart of Gir ) - 33

સામત અને રાજમતી મળી જવાથી બધા નેહડા વાસીઓએ રાહતનો દમ લીધો. છેલ્લા ઘણા દિવસોથી સામત ગુમ થવાથી નેહડા પર પડેલા સંકટને લીધે બધા પરેશાન હતા. ખોબા જેવડા નેહડામાં એકના દુખે બધા દુઃખી અને એકના સુખે બધા સુખી. છૂટાછવાયા દસ-બાર કાચા ઝુંપડા જેવા ઘર અને વાડામાં જંગલની વચ્ચે વસવાટ કરતા નેહડાવાસીઓ એકબીજાના આધારે જીવન વિતાવતા હોય છે. સારા માઠા પ્રસંગો બધા સાથે મળી ઉકેલતા હોય છે. DFO સાહેબના ગયા પછી બધા મોડે સુધી ગેલાના નેહડે બેઠા. રામુઆપા જોડે ઘણી વાતો કરી. વાતનો વિષય નવી પેઢી જૂની પેઢી જેટલું કામ ન કરી શકેથી લઈ હવેની પેઢી વધારે વર્ષો નેહડામાં નહીં કાઢે, ...Read More

34

નેહડો ( The heart of Gir ) - 34

ભેંસ નવજાત પાડરુંને ચાટીને તેના પર પ્રેમ વરસાવી રહી હતી.તાજુ જન્મેલું પાડરું હજી ગોટો વળીને બેઠું હતું. જીણીમા ચૂલે બાજરાની ઘૂઘરી (બાફેલો બાજરો) એક તગારામાં કાઢીને ઠારી રહ્યાં હતા. ભેંસ કે ગાય વિહાય પછી તેને ગરમ પાણી વડે ઝારવી(ધોવી)પડે. જેથી તેનો થાક ઉતરી જાય છે. રાજી ચૂલાનાં ભાઠે એક મોટું તપેલું ચડાવી પાણી ગરમ મૂકી રહી હતી. કનો નાનકડા પાડરુંને પપલાવતો(રમાડતો) હતો. રામુઆપા ભેંસની નીચેથી પાવડા વડે પોદળા ઢસડીને સાફ કરતા હતા.આખું ઘર ભેંસની સેવા ચાકરીમાં લાગી ગયું હતું.સોલાર લેમ્પનું આછું અંજવાળું ચાંદાના અજવાળા જેવું શોભી રહ્યું હતું. "આપા હીવે તમી હૂય જાવ. હું જાગું સૂ. ભેંહને ઝર(પશુ વીહાય ...Read More

35

નેહડો ( The heart of Gir ) - 35

કેટલાય દિવસોથી રેગિસ્તાનનું સૂકુ રણ બની ગયેલો ગેલો આજે અચાનક આખો અહાડ શ્રાવણના વરહેલા ભરચક વરસાદથી ધરાઈને લીલુંછમ થઈ ગીરનાં જંગલ જેવો હરિયાળો થઈ ગયો હતો. કેટલાય દિવસોનો ભૂખ્યો ડાલામથ્થો સાવજ જેમ કોઈ હરણીને ઝાલી લે અને નાજુક હરણીને બચવાનો કોઇ રસ્તો ના હોય અને હરણી જેમ ડાલામથ્થા હાવજને સમર્પિત થઈ જાય તેમ રાજી ગેલાને સમર્પિત થઈ ગઈ. એટલામાં નેહડાની વાડની નજીક કંઈક અવાજ આવતા રાજી સફાળી બેઠી થઈ ગઈ." ઉભા થાવની જરાક બત્તી કરી બાયણે જોયા વો. દીપડો નહિ પૂગ્યો ની? ઈનું ધેન આજ આણીકોર્ય જ હહે." ગેલાએ પરાણે ખાટલામાં બેઠા થઈ આળસ મરડી, "દીપડો ય બસારો હૂ ...Read More

36

નેહડો ( The heart of Gir ) - 36

આજે સવારનો સુરજ સોના વરણો ઊગ્યો. માલઢોરનું દોવાનું કામ પતાવી ગેલો હીરણ નદીમાં ડૂબકી લગાવી સ્નાન કરી આવ્યો હતો. હાથમાં તાંબાનો કળશ લઈ જળ ચડાવી સુરજનારાયણને અંજલિ આપી રહ્યો હતો. નદીએથી સ્નાન કરી અડધો ભીનો,માથામાંથી પાણી નીતરતો આવ્યો હતો. તે ખુલ્લા શરીરે ખાલી ફાળિયું પહેરેલ હતો. નાનપણથી દૂધનો ખોરાક અને મહેનતના કામને લીધે ગેલાનું શરીર ખડતલ હતું. માથાના વાળમાંથી નીકળતા પાણીના બિંદુ ખંભે થઈ વાહામાં અને છાતી પર ઉતરી રહ્યા હતા. ગેલો આંખો બંધ કરી સુરજનારાયણનાં નામનું રટણ કરતો હતો. આંખો બંધ કરી સુરજનારાયણના જાપ કરતા ગેલાનું મોઢું તેજ કરી રહ્યું હતું. માલઢોર ચરાવવા જાય ત્યારે ગોવાળ આખા દિવસનાં ...Read More

37

નેહડો ( The heart of Gir ) - 37

સાહેબ ગેલાની વાત સાંભળવા આતુર હતા. તે મૌન થઈ ગેલાની બોલવાની રાહે તેની સામે જોઈ બેસી રહ્યાં. સાહેબના આંગળા પર તાલમાં ફરી રહ્યા હતા. ગેલો કંઈક યાદ કરતો હોય તેમ ઓફિસની દિવાલે ટાંગેલા સિંહ, હરણ, દિપડાના ફોટા જોઈ રહ્યો હતો.બહારથી એક માણસ ટ્રેમાં ગ્લાસ મૂકી પાણી દેવા માટે આવ્યો. ગેલો હજી પેલા ફોટામાં જ ખોવાયેલો હતો. સાહેબે કહ્યું, "ગેલાભાઈ પાણી પીવો."ગેલાએ ગ્લાસ ઉપાડી ઊંચેથી પાણી પીધું. માલધારી હંમેશા કોઈના પણ ઘરે જાય ગ્લાસ મોઢે માંડતો નથી. સુધરેલા લોકો ઊંચેથી પાણી પીવાને શિષ્ટાચાર વિરુદ્ધ ગણતા હશે. પરંતુ માલધારી લોકો કોઈનો ગ્લાસ મોઢેથી પીને ગંદો કરતા નથી. ઘણાં માલધારી ગ્લાસ કે ...Read More

38

નેહડો ( The heart of Gir ) - 38

આજે ગેલો બહાર હોવાથી માલમાં કનો અને રામુઆપા ગયા હતા.ઉપરથી ધાર કરીએ ને જેમ રાઈના દાણા છૂટાછૂટા ફેલાઈ જાય,તેમ બધો દાણો દાણો થઈ ફેલાઈ ગયો છે. કનાની નજર ક્યારની આસપાસ ભમી રહી હતી. તે રાધીને શોધી રહ્યો હતો. તેણે રાધીના આપા નનાભાઈને તો જોયા પણ રાધી ક્યાંય નજર નહોતી પડતી. અત્યારે ઉનાળાના દિવસો ચાલુ થઈ ગયાં હતાં. જેણે ચોમાસામાં ગીરનું જંગલ જોયું હોય તેને,ઉનાળામાં ગીરનું જંગલ દીઠું ના ગમે એવું થઈ જાય છે. મોટાભાગના ઝાડના પાંદડા ખરી પડે છે. ચારેબાજુ બધું સુકુ ભઠ્ઠ લાગે છે. ફક્ત નદીના બંને કાંઠે આવેલા ઝાડવામાં થોડી ઘણી લીલપ લાગે છે. ખળખળ વહેતી નદી ...Read More

39

નેહડો ( The heart of Gir ) - 39

ગીરના જંગલમાં જ્યારે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો પકડાય ત્યારે ત્યાં ગેલાને ઓળખ પરેડ માટે જવું પડતું. ગેલાના મનમાં રાત્રે છપાઈ ગયેલ પાંચ નરાધમોની છાપ કાયમ માટે તાજી રહી ગઈ હતી. પરંતુ એમાંથી કોઈ તેને અત્યાર સુધીમાં ક્યાંય જોવા મળ્યો ન હતો. આપણી આખી માનવજાત જ એવી છે, તેનો ડોળો બીજાના વિસ્તાર પર કબજો કરવા પર મંડાયેલો હોય છે. એ વાત રજવાડાની હોય, બીજા દેશની હોય, શેઢા પાડોશીની હોય કે પછી પ્રકૃતિની હોય. ભગવાને તો બધા જીવને પૃથ્વી ઉપર એકસરખો અધિકાર આપીને મોકલ્યા છે. પરંતુ હવે આપણે પૃથ્વીને ફક્ત આપણી જ સમજવા લાગ્યા છીએ. આપણી વિસ્તારવાદી મનોવૃત્તિ તેમાં કામ ...Read More

40

નેહડો ( The heart of Gir ) - 40

આવી રીતે સારા મોળા સુખ દુઃખના દિવસો ગીરમાં પસાર થવા લાગ્યા. પાંચ છ ચોમાસા અનરાધાર વરસી ગયા. એટલા જ તાપ વરસાવ્યો. ને એટલા ને એટલા શિયાળે શીળી ઠંડી આવીને ગઈ. હિરણ નદીના કાંઠા ઘણા આગળ સુધી ધોવાયા, ને કાંઠે ઉભેલા ઝાડવા તેમાં તણાયા. કેટલાય ઝાડ પર ઉધી(ઉધઈ) ચડી ગઈ. અને વર્ષોથી ઉભેલા થડિયાને પોલા કરી પોતાના રાફડામાં સમાવી લીધા. કૈંક સાવજો અને સિંહણો ઘરડા થઇ ગયા. ને કેટલાય ગઢપણને શરણે થઈ મૃત્યુને ભેટ્યાં.કોઈ કોઈ સાવજ શિકારીના કાળા હાથે હણાયા. કેટલાંય સાવજો પોતાનો વિસ્તાર સાચવી રાખવામાં ઝગડી મર્યા. તો કેટલાય પોતાનો વિસ્તાર છોડી બહાર નીકળી ગયા. નાના પાઠડા હતા તેના ...Read More

41

નેહડો ( The heart of Gir ) - 41

કનાનું ધ્યાન સામે ખાખરાની ડાળ પર તણખલુ ચાંચમાં લઈ માળો ગુંથતી પીળા માથાવાળી સુગરી તરફ હતું. ભેસો પાણીમાં પડી આંખો બંધ કરી વાગોળી રહી હતી. કોઈક ભેંસોની માથે કાબર તો કોઈકનાં માથે બગલા બેઠા હતા. મોકો મળતા તે ભેંસોને ચોટેલા ઈતડા અને લાણું વીણતાં હતા. એટલામાં એક ભેંસના પૂછડાની ઝાપટે ઉડીને કાબર કાંઠે આવેલા બાવળની ડાળે બેસી ગઈ. તરત બીજી કાબર પણ ઉડીને ત્યાં હાજર થઈ ગઈ. નર માદા કાબરની જોડી હંમેશા સાથે જ રહે છે. થોડી વાર રહી, ફરી પાછી બંને ઊડીને ભેંસના માથા પર બેસી ફરી જીવાત વીણવા લાગી. કોઈ કોઈ ભેંસ પાણીમાં પડખું ફેરવતા પાણીનો ખળખળાટ ...Read More

42

નેહડો ( The heart of Gir ) - 42

ગીરની માટીમાં રમીને મોટી થયેલી અને ગીરની હિરણ નદીના સિંહે એઠાં કરેલાં સાવજડાનાં હેંજળ, અમૃત જેવા નીર પીધેલી રાધી જ અંશ હતી. રાધીએ કોઈને નહિ કહેલી અને પોતાને પણ સમજણી થયા પછી ખબર પડેલી કહાની આજે કનાને કહી રહી હતી. " કના મેં મારા જીવતરની હંધિય વાત તને કહી દીધી સે. કુન જાણે પણ હજી લગી એક વાત નહીં કરી." કનાના મોઢા પર પ્રશ્નાર્થરૂપી રેખાઓ ઉપસી આવી! "અલી હજી લગી આવડા વરહથી હંગાથ રેવી સી તોય તારી વાતું બાકી રય ગય સે? કે પસી પેટમાં હંઘરીન બેઠીસ!અમને અમારી હંધિય વાતું ઓકાવી દિધ્યું,ને પોતે અડધું દબાવી રાખ્યું. અમી કાઠીયાવાડી ભોળાને ...Read More

43

નેહડો ( The heart of Gir ) - 43

નેહડેથી આજે બધા ગોવાળિયા જુનાણે (જૂનાગઢ)આવ્યા છે. જૂનાગઢમાં શિવરાત્રિનાં મેળાના દિવસે પગ મૂકવાની જગ્યા ન હોય. માણસો કીડીયારાની જેમ નીકળ્યું હોય છે. નેહડેથી પણ આજે બધા લોડિંગ વાન પીકપ ભરી ભરીને જુનાગઢ મેળો માણવા અને દર્શન કરવા આવ્યા છે. રાધી તેના આપા નનાભાઈ અને કનો તેના મામા ગેલા સાથે બંને મેળો માણવા આવ્યા છે. દર વર્ષે ગોવાળિયા તેના પરંપરાગત ભાતીગળ કપડાં પહેરીને ભક્તિ ભોજન અને ભજનના આ મેળામાં ઊમટી પડે છે. સતત ત્રણ ચાર દિવસ ચાલતાં મેળામાં ત્રણ-ચાર દિવસ સુધી દિવસ-રાત તળેટીમાં આવેલ અનેક આશ્રમોમાં ભજનની રમઝટ બોલતી હોય છે. સેવાભાવી સંસ્થાઓ, વિવિધ આશ્રમો, સાધુ સમાજ અને સેવાભાવી શ્રદ્ધાળુ ...Read More

44

નેહડો ( The heart of Gir ) - 44

ભીડ વધારેને વધારે ઘાટી થઈ રહી હતી. રાધી એ હજુ પણ કનાનું કાંડું જાલી રાખ્યું હતું.કનાનો હાથ પરસેવાથી પલળી હતો,અને કનો પણ.તે રાધીની પાછળ પાછળ ખેંચાતો જતો હતો.તે જ્યારે નાનો હતો ત્યારે તેની મા સાથે ભાવનગરના નિષ્કલંક મહાદેવના ભાદરવી અમાસનાં મેળામાં ગયો હતો.તે વાત તેને યાદ આવવા લાગી.ત્યારે પણ ત્યાં આવી જ ભીડ હતી.પોતે ભીડમાં ખોવાય ના જાય તે માટે તેની માએ તેનું કાંડું આવી રીતે જ જાલી રાખ્યું હતું. અને તે તેની માની પાછળ પાછળ આવી રીતે જ ઢસડાતો હોય તેમ જઈ રહ્યો હતો. ભીડની દિશામાં ચાલી રહેલી રાધી અચાનક ભીડના કિનારા તરફ કનાને ખેંચીને ચાલવા લાગી, ત્યારે ...Read More

45

નેહડો ( The heart of Gir ) - 45

શિવરાત્રીના મેળામાંથી પાછા ફરતી વખતે રસ્તામાં બધા થાકને લીધે જોલા ખાઈ રહ્યા હતા. રાધી કનાને ખંભે માથું નાખી સુઈ હતી. કનો પોતાને ઊંઘ આવી જશે તો રાધી પર પડી જવાની બીકે અને ઊંઘી રહેલી રાધીને ખલેલ પડવાની બીકે જાગતો બેઠો હતો. પીકપ ગાડી ગીરના ઉબડ ખાબડ રસ્તામાં પ્રવેશી ગઈ હતી. ચારે બાજુથી તમરાના અને રાત્રિ જાગરણ કરતા પક્ષીના અવાજ આવી રહ્યા હતા. ક્યાંક દૂરથી શિયાળવાની લાળીનો અને સાવજના હૂંકવાનો અવાજ પણ આવી રહ્યો હતો. ગાડીની લાઈટ અને અવાજથી ડરીને ચીબરા પણ ચિત્કાર કરી લેતા હતા. રસ્તાની બાજુમાં બેઠેલા પહૂડા ગાડીથી ડરીને સફાળા બેઠા થઈ જંગલની અંદર ભાગ્યા. બધા ગોવાળિયા ...Read More

46

નેહડો ( The heart of Gir ) - 46

DFO રાજપૂત સાહેબે પોતાની સાથે ગાર્ડ્સની પણ એક ગાડી લીધી. તેઓને ફક્ત તૈયાર રહેવા સૂચના આપી. માહિતી લીક થઈ બીકે ક્યાં જવાનું છે? કઈ જગ્યાએ છાપો મારવાનો છે એવી કોઈ સૂચના ન આપી. ફક્ત પોતાની ગાડીને ફોલો કરવાનું કહ્યું. રાજપૂત સાહેબની ગાડીમાં ડ્રાઇવર,સાહેબ અને ગેલો ત્રણ જણ જ હતા. ગાડી મેંદરડાના રસ્તે ચડી. સાહેબ રસ્તામાં આવતા ગીરને માણી રહ્યા હતા. રાજપૂત સાહેબે ગાડીને માલણકા ડેમના રસ્તે લેવડાવી. ડેમ આગળ ગાડી ઘડીક થોભાવી. પાછળ ગાર્ડ્સની ગાડી પણ ઉભી રહી. તેમને ગાડીમાં જ રહેવાનું કહી રાજપૂત સાહેબ એકલા નીચે ઉતર્યા. ગેલો પણ ગાડીમાં જ બેઠો રહ્યો. ગાર્ડ્સને રાજપૂત સાહેબની યોજના સમજ ...Read More

47

નેહડો ( The heart of Gir ) - 47

ગેલો, રાજપૂત સાહેબને બે ગાર્ડસ આગળની રિક્ષામાં બેઠા, ચાર ગાર્ડ્સ પાછળની રિક્ષામાં બેઠા. રીક્ષા જૂનાગઢની બજારમાં થતી તળેટી તરફ રહી હતી. રાજપૂત સાહેબ રીક્ષાનો ડ્રાઇવર પણ ન સાંભળે તેમ ધીમે ધીમે તેની સાથે બેઠેલા ગાર્ડ્સ સાથે ઓપરેશન સાવજની ચર્ચા કરી રહ્યા હતા. ગેલો રિક્ષામાં આગળ ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો. રાજપૂત સાહેબે સાથે લીધેલા બધા જ ગાર્ડ્સ ખૂબ જ ચપળ અને શારીરિક રીતે કસાયેલા હતા. ઓપરેશનમાં અગાઉ પણ આ ગાર્ડસે ઘણી વખત ભાગ ભજવેલો હતો. જંગલમાં ગોઠવેલા ફાંસાની પેટર્ન, પગલાં, શિકારીની ફોર્મ્યુલા,શિકારમાં વપરાયેલા સાધનો પરથી આ ટુકડીએ શિકારી કઈ બાજુના હશે તેનો અંદાજ લગાવી ભૂતકાળમાં ઘણા કેસ ઉકેલી નાખેલા હતાં. ...Read More

48

નેહડો ( The heart of Gir ) - 48

ઓહડિયાવાળો ડૉક્ટરની જેમ પુંજાભાઈને રોગની હિસ્ટ્રી પૂછવા લાગ્યો, "આપ કો કિતને ટાઈમ સે એ સમસ્યા હૈ? દિન મે કિતની ટોયલેટ જાતે હો? ખાને મેં બાજરે કા રોટલા લેતે હો યા ગેહું કી રોટી?" પંજોભાઈ ભાંગી તૂટી બાવા હિન્દીમાં જવાબ દેવા લાગ્યો, " સાબ, ખાને મેં તો બાજરા કા બઢઢા લેતા હું. સંધાસ જાને કે બાદ ભી વારેવારે આંકળી આતી હૈ. પેટ ભારે ભારે રહેતા હૈ. ઝાડા કઠણ આતા હૈ!" ઓહડિયાવાળાએ કાળી પીળી બે ચાર ટીકડીઓની પડીકી અને બે-ત્રણ ચૂર્ણની ડબલી ભરી."એ ટેબલેટ સુબહ શામ ખાના હૈ. ઔર ચૂર્ણ રાત કો ગરમ પાની કે સાથ લેનાં હૈ." પુંજોભાઈ જાણે સાચો ...Read More

49

નેહડો ( The heart of Gir ) - 49

ફરી પાછું તેને યાદ આવ્યું કે આ તો અહીં ઝૂંપડપટ્ટીનો લોકલ માણસ લાગે છે. એટલામાં પીછો કરી રહેલા ગાર્ડે પોતાને તાકી રહેલ ઓહડિયાવાળાને જોયો એટલે તત્કાલ તેના દિમાગમાં યોજના ઘડાઈ ગઈ. તે જાણે કોઇનું ઘર શોધતો હોય તેમ એક ખુલ્લી ખડકીમાં ઉભેલા બહેનને ખોટે ખોટું નામ લઈને સરનામું પૂછવા લાગ્યો. આવી રીતે સરનામું પુછી રહેલ ગાર્ડને જોઈને પેલા ઓહડિયાવાળાની શંકા દૂર થઈ ગઈ. તેને લાગ્યું કે આ કોઇનું ઘર ગોતી રહ્યો લાગે છે.તેણે ખડકી અંદરથી બંધ કરી દીધી. સરનામું પુછી રહેલ ગાર્ડ પેલા બેનને મૂંઝાયેલા જ છોડીને પાછો રોડ તરફ ચાલવા લાગ્યો. રોડે ઇન્તજાર કરી રહેલા ગાર્ડ અને સાહેબને ...Read More

50

નેહડો ( The heart of Gir ) - 50

પુંજોભાઈને રઘુભાઈ લેમ્પના પીળા પ્રકાશમાં ચારે બાજુ નજર કરીને સ્તબ્ધ થઈ ગયા. તે વિચારવા લાગ્યા, " આ નરાધમોએ કેટલા પ્રાણીઓને મારીને તેનું આ ભંડકિયું ભરેલું હતું."તેમણે જોયું કે એક ખૂણામાં કાળિયારના વળવાળા શીંગડાને કોઈ કોઈ સાબરના શાખાવાળા શીંગડાનો ઢગલો પડયો હતો. દીવાલે કાળિયારના અને હરણના શિંગડા સાથેના ગળા સુધીના મોઢાનો ભાગ, તે ખરાબ ન થાય તેવી દવા ભરીને શો પીસ તરીકે ટિંગાડેલા હતા. આવા શોપીસ વિદેશમાં ખૂબ ઊંચા ભાવે વેચાઈ જાય છે. એક બાજુ અડધા વાળેલા બ્લેન્કેટ પડ્યા હતા, તેમાંથી એક બ્લેન્કેટનો છેડો ઊંચો કરી ઓહડીયાવાળાએ બતાવ્યો, "દેખો આપને કભી તેંદુવા નહીં દેખા ના! એ લો દેખ લો!" પુંજોભાઈ ...Read More

51

નેહડો ( The heart of Gir ) - 51

રાજપૂત સાહેબ શેરીના નાકેથી ટહેલતાં ટહેલતાં પેલા ઘરના ખૂણે ઉભેલા ગાર્ડની પાસે આવ્યા. ધીમે ધીમે રાજપૂત સાહેબે ગાર્ડ સાથે અને રઘુભાઈને અંદર ગયા ઘણો ટાઈમ થયો એવી ચિંતા કરી વાત કરી રહ્યાં હતાં.રાજપૂત સાહેબે ચારેબાજુ નજર કરી, પછી પેલાં મકાન પર નજર કરી કહ્યું, " તે બંનેને અંદર કંઈ તકલીફ તો નહીં આવી હોય ને? આપણે બહારથી ખડકી તોડીને હુમલો કરી દેવો છે?" પેલા બન્ને ગાર્ડ્સને પુંજોભાઈને રઘુભાઈની ધીરજ પર પૂરતો વિશ્વાસ હતો. તે જાણતા હતા કે એ બન્ને જવાન પેલા શિકારીને પણ ખબર ન પડે તેમ તેની ઉલટ તપાસ કરી રહ્યા હશે. તેણે રાજપૂત સાહેબને સાંત્વના આપીને ઘડીક ...Read More

52

નેહડો ( The heart of Gir ) - 52

પુંજોભાઈને રઘુભાઈ દોડીને ખડકી ઉઘાડવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ ખડકી બહારથી બંધ હતી. બંનેના મનમાં હજી ઉચાટ હતો. તે એવું લાગ્યું કે શિકારી હાથમાંથી છટકી ગયો. આટલી મહેનતે અને આટલો નજીક આવેલો શિકારી હાથમાંથી છટકી ગયો તેના ગુસ્સાથી રઘુભાઈ,કે જે પડછંદ શરીરવાળા છે એણે જૂની ખડકીને એક એવી લાત મારી કે ખડકીનું એક બારણું મીજાગરામાંથી ખડી ગયું,ને હેઠું પડ્યું. ત્યાંથી નીકળી બંને દોડતાં દોડતાં બહાર નીકળ્યાં. આજુબાજુમાં રહેતા લોકોએ હાકલા પડકારાને દોડાદોડીનો અવાજ સાંભળ્યો. થોડી જ વારમાં ચારેબાજુ લોકોના ટોળા એકઠા થઇ ગયા. આમાંથી ઘણા તો આ શિકારીના સાથમાં હોય તેવું લાગતું હતું. તેઓ અંદરો અંદર, " કિસી કે ...Read More

53

નેહડો ( The heart of Gir ) - 53

સવાર સવારમાં ગોવાળિયા માલ ઢોર લઈને ડેમ બાજુ ચરાવવા નીકળી ગયા હતા. દિવસ જેમ જેમ ઉપર ચડતો જશે તેમ ગીરમાં તાપ ખૂબ વધતો જશે. તેથી માલ ઢોરને વહેલી સવારેથી લઇ દસ અગિયાર વાગ્યા સુધી રખડાવીને જેવો તડકો ચાલુ થાય એટલે ગોવાળિયા ભેહુંને પાણીમાં બેસાડી દે છે અને ગાયોને મોટા મોટા વડલાના છાયડામાં બેસાડી દે છે. આ તડકાની સિઝનમાં ગીરમાં ખાસ કંઇ ચરવાનું તો હોતું નથી. પરંતુ આખો દિવસ ઘરે રાખે તો માલ ઢોરની ખરીયુ વધી જાય છે. અને કાયમ છુટા ચરેલા માલ ઘરે રઘવાટ કર્યા કરે છે. એટલે જંગલમાં રખડીને માલઢોર જાળા જાખરમાં રહેલું ઘાસ, ઝાડ નીચે પડેલાં પાંદડાં, ...Read More

54

નેહડો ( The heart of Gir ) - 54

પછી કનો બોલ્યો, "તે બીજા હગાવાલાને તન બતાડીને હૂ કામ સે?" કનાના આ પ્રશ્નથી તે દિવસે રાધી શરમાઈ ગઈ તેના નાજુક નમણાં ગોરા ગાલ પર શરમની લાલી આવી ગઈ હતી. પછી રાધીએ થોડું શરમાઈ અને થોડૉ છણકો કરી કહ્યું, "મારી માડી કેતીથી કે હવે તું વેહવાળ જેવડી થય જય સો. તારે આખી જિંદગી ઢોરા જ સારવા સે? હવે તને મારી હંગાથે વરે પરસંગે કાયમ લય જાવાની સે. તો તું કોકને ધેનમાં આવ્ય અને હારું ઠેકાણું મળે એટલે હવે તારો સંબંધ કરી નાખવો સે." તે દિવસે આખો દાડો કનો ઉદાસ રહ્યો હતો. બંને વચ્ચે હેત પ્રીત ઘણી હતી. જેમ ઝાડવાને ...Read More

55

નેહડો ( The heart of Gir ) - 55

રાધી હજી પણ હસી રહી હતી. તે પોતાનું હસવાનું માંડ માંડ રોકી શકી. પછી કનાને કહ્યું, "કાઠીયાવાડી તું હાવ સો. આવડો હાંઢિયાને મીઠું દે એવડો થ્યો તોય પાછો કે સે આહુડા પીયને ઈંડા દે." આટલું બોલી રાધી ફરી હસવા લાગી. કનો બાઘો થઈ ગયો. તેણે રાધીને કહ્યું, હાસું હો રાધી અમારા કાઠીયાવાડમાં માણા એવું કે. પણ આજ મેં નજરો નજર ભાળ્યું એટલે હાશી વાતની ખબર પડી." રાધીએ કનાને સમજાવતા કહ્યું,મોરલો બવ હરમાળ (શરમાળ) પંખીડુ. એટલે ઈ ક્યારેય કોઈને ભાળતા મળે નય. એને મળતા કોયે જોયો નો હોય. એટલે માણહો એ એવી વાત હાંકી કાઢી હોય." કનાને પોતાની વાત પર ...Read More

56

નેહડો ( The heart of Gir ) - 56

કના અને રાધી બંનેના મનમાં અલગ અલગ વિચાર ચાલી રહ્યા હતા. બંને પોતપોતાના વિચારોમાં ડૂબેલા હતા. એટલે બંને મૌન એટલામાં ડેમના નીચેના વિસ્તારમાં ડેમમાંથી નીતરાણ થઈ વહી રહેલા પાણીમાં એક પહુડાનું ટોળું પાણી પીવા આવ્યું. એમાં ટીટોડીએ દેકારો મચાવી દીધો. આ દેકારાને લીધે કના અને રાધીના વિચારો પર પડદો પડી ગયો. કનાએ કહ્યું, "પસી આગળ હૂ થયું ઈ તો કે!" રાધીએ વાત ચાલુ કરી. પરંતુ તેના અવાજમાં થોડી નરમાશ આવી ગઈ. "ઈ દાડામાં ગર્ય અને હાવજો માથે અભિયાસ કરવા અંગરેજ ગોરા શાબ આવ્યા'તા. ઈ નવ - દહ વરહ હુંધી ગર્યમાં રયા. ગોરા શાબને જીણા નાનાની આવતા વેંત ખબર પડી.કે ...Read More

57

નેહડો ( The heart of Gir ) - 57

રાધીએ પાણીમાં ધૂબકો માર્યો એવી તે પાણીમાં ઊંડે ઉતરી ગઈ. શાંત પાણીમાં રાધીના ધૂબકાથી ઉફાળા આવવા લાગ્યા. જ્યા રાધીએ લગાવ્યો એની ફરતે ગોળ ગોળ વલયો રચાવા લાગ્યા, જે પાણીમાં આગળ સુધી જવા લાગ્યા. રાધીના આમ અચાનક પાણીમાં પડવાથી નજીકમાં તરી રહેલ બતક તેના બચ્ચાને લઈને દૂર જવા લાગી. કાંઠે બેઠેલા મોટા પીળચટ્ટા દેડકા ગભરાઈને પાણીમાં કૂદી ગયા. રાધીએ જે જગ્યાએ ધુબકો માર્યો હતો, તે જગ્યાએથી હજી પણ પાણીના ઉફાળા અને બુડબુડિયા નીકળી રહ્યા હતા. રાધી હજી બહાર આવી નહોતી. પરંતુ કનો નિરાંતે એ તરફ જોઈ બેઠો હતો,કેમકે કનાને રાધીની તરણશક્તિ પર પૂરો ભરોસો હતો. રાધી ઘણો સમય સુધી પાણીમાં ...Read More

58

નેહડો ( The heart of Gir ) - 58

રાધીને આમ ની:ચેતન જોઈ કનો હાંફળો ફાંફળો થઈ ગયો. કનાથી વધારે વખત શ્વાસ રોકી શકાતો ન હતો. તેણે પાણીને ઉભા રહીઁ તત્કાલ નિર્ણય લઈ, રાધીને એક હાથે કમરેથી બાથ ભીડી બીજો હાથને બંને પગે પાણીના તળિયેથી પોતાના શરીરને ઉપર તરફ ધક્કો માર્યો. રાધી પણ કનાની સાથે ઉપર ખેંચાવા લાગી. અડધે પાણીએ પહોંચ્યા ત્યાં રાધી ઉપર આવતી અટકી ગઈ. કનાએ જોર કર્યું તો જાણે રાધીને કોઈક નીચે ખેંચી રહ્યું હોય તેવું લાગ્યું. હવે કનાનો શ્વાસ પણ ખૂટવા આવ્યો હતો. છતાં કનાએ તાકાત કરી રાધીને ઉપર ખેંચી. પરંતુ રાધી વધારે ઉપર ખેંચાતી ન હતી. કનાએ પાણીમાં જોયું તો રાધીની ચુંદડી તળિયે ...Read More

59

નેહડો ( The heart of Gir ) - 59

પ્રિય વાંચકો, પહેલા તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો ઢગલા બંધ પ્રેમ મને એસએમએસ, ફોન કોલ, whatsapp અને પર પ્રતિભાવ રૂપે મળ્યા. મને તમે આટલો ઝનૂનથી વાંચતા હશો એ મને ખબર નહોતી. હું જ્યારે નવલકથા "નેહડો (The heart of Gir)"લખતો હતો ત્યારે હું ગીર સાથે ઓતપ્રોત થઈ ગયો હતો. પરંતુ તમે પણ વાંચતા વાંચતા ગીર સાથે આટલા બધા ઓતપ્રોત થઈ જશો તેવી મને ખબર નહોતી. મારી વાર્તામાં બહુ આંટીઘૂટી કે સસ્પેન્સ આવતું ન હતું. તે એકધારી સરળ શૈલીમાં ગીર સાથે ગૂંથાતી જતી હતી. જેમ જેમ વાંચકો વધતા ગયા અને વાર્તાનો અંત નજીક આવતો ગયો તેમ તેમ હું મૂંઝાતો ...Read More

60

નેહડો ( The heart of Gir ) - 60

કનાનું માથું રાધીની છાતી પર હતું. કનો હીબકાભરી રહ્યો હતો. કનાને તો એવું જ લાગ્યું કે રાધીનું પ્રાણ પંખેરું ગયું. રાધી વગરની દુનિયાની કલ્પના માત્ર કનાને ધ્રુજાવી ગઈ.આમ અચાનક રાધી પોતાને દગો દઈ ચાલી જશે તેવું તો કને સ્વપ્ને પણ નહોતું વિચાર્યું.કનો આવા વિચાર કરતો અર્ધ બેભાન અવસ્થામાં પડ્યો હતો.અચાનક કનાના કાને રાધીના ધબકારાનો અવાજ આવ્યો હોય તેવું લાગ્યું. કનાએ રાધીની ડાબી છાતી પર કાન લગાવ્યો, તો રાધીનું હૃદય બેસતું જતું હોય તેમ ધીમે ધીમે ક્યારેક ક્યારેક ધબકતું હતું. કનાએ મનમાં મા ખોડલ અને દુવારિકાવાળાનું સ્મરણ કર્યું. કનાને અત્યારે તાત્કાલિક તેના ગેલા મામા યાદ આવ્યા, જેણે પેલા બાળ ગોવાળિયાના ...Read More

61

નેહડો ( The heart of Gir ) - 61

નનોભાઈ અને ગેલો ઉતાવળા ઉતાવળા ડેમની પાળ પરથી નીચે ઉતર્યા. તેમનાં આવવાથી કનોને રાધી હજુ પણ અજાણ હતા. નનાભાઈએ કહ્યું, હૂ થ્યુ રાધી?કીમ રોવે સો ,તું?"ત્યારે બંનેને નનાભાઈ અને ગેલો આવ્યાની જાણ થઈ. રાધીએ કનાને બાથમાંથી છોડી દીધો, અને તે તેના આપાને બાથ ભરી જોર જોરથી રડવા લાગી. કનાની આંખોમાંથી પણ દડ દડ આંસુ વહેતા હતા. કનાએ ગેલા મામાનો હાથ પકડી લીધો. ગેલો મનમાં મૂંઝાતો હતો,તેને શું બની ગયું? તે હજી કશું સમજાતું ન હતું. ગેલાએ હાથના ઈશારાથી કનાને "શું થયુ?" એમ પૂછી પણ લીધું. પરંતુ કનો કશું બતાવી શકે તેવી અવસ્થામાં ન હતો. તે નીચું જોઈ ગયો. રાધી ...Read More

62

નેહડો ( The heart of Gir ) - 62

પાણીમાં પડેલી ભેંસો આંખો બંધ કરી વાગોળવામાં મસ્ત હતી. માથે બેઠેલી કાબરો જીવાત વીણી ખાતી હતી. ભેગા બે ત્રણ પણ હતા. જે ખાલી જીવાત નહોતા ખાતા. પરંતુ ભેંસોના કાન મૂળિયાને ઠોલીને તેમાંથી નીકળતા રુધિરનો સ્વાદ લઈ રહ્યા હતા. ભેંસોને કાન મૂળિયાંમાં ચળ આવતી હોવાથી કાગડાની અણી વાળી લોહી કાઢતી ચાંચ પણ તેને સારી લાગતી હતી. પરંતુ ભેંસોને ક્યાં ખબર હતી કે જીવાતની આડમાં કાગડા તેનું રુધિર પી રહ્યા છે! એક સાગના ઝાડને છાયડે કનોને રાધી પાણીમાં પડેલી ભેંસોનું ધ્યાન રાખીને બેઠા હતા. જેવી રાધીની નજર પેલા કાગડા પર પડી એટલે તેણે કનાને કહ્યું, "કના એક રદાડો કર્ય, ઓલ્યાં કાગડા ...Read More

63

નેહડો ( The heart of Gir ) - 63

નાનકડા નેહડામાં કોઈપણ વાતના સમાચાર વાયુવેગે ફેલાઈ જાય છે. જેના સમાચાર પૂછવા સાંજે માલ ઢોર દોઇને, દૂધને ડેરીએ પહોંચાડી નેહડાવાસીઓ આવી જાય છે. આમાં મોટા ભાગે વડીલો સમાચાર પૂછવા આવે છે. જુવાનીયા ઘરે હાજર રહે છે. જેથી માલઢોરનું ધ્યાન રહે. કેમ કે રાતના સમયે ગમે ત્યારે સાવજ કે દીપડા જોકમાં ઘૂસી જતાં હોય છે. જ્યાં સુધી માલધારીની હાજરી હોય ત્યાં સુધી જનાવર આવવાની હિંમત કરતા નથી. રાધી ડૂબી ગઈ હતી અને કનાએ તેને બચાવી,અને કનો પણ માંડ માંડ ડૂબતાં બચ્યો, તે સમાચાર આખા નેહડામાં પહોંચી ગયા હતા. રાત્રે ગેલાના ફળિયામાં ખાટલા ઢળાઈ ગયા હતા. એક પછી એક વડીલ ભાભલા ...Read More

64

નેહડો ( The heart of Gir ) - 64

નેહડામાં રાત્રે ગમે ત્યારે સુવે સવારે ચાર વાગ્યે તો ઉઠી જ જવું પડે છે. ચાર વાગ્યે જાગીને ગોવાળ ભેંસોની જઈ ફરતે એક આટો મારી લે છે. આમ તો રાત્રે પણ ભેંસોની જોકમાં એક બે આંટા મારવા પડે છે. અહીં ક્યારે સાવજનો પંજો ફરી વળે કહી શકાતું નથી. પછી દૂઝણી ભેંસોને વારાફરતી જોકમાંથી અલગ કરી આંગણામાં લાવવામાં આવે છે. ત્યાં તેને ખાણ મૂકીને દોહવામાં આવે છે. ભેંસનો દોહીને તેને પાણી પાઈ પાછી વાડામાં પૂરી દેવામાં આવે છે. ભેંસોને દોહી બધું દૂધ કેનમાં એકઠું કરવામાં આવે છે. જે પાડરું ખાતા ના શીખ્યા હોય તેને વધારે ધવડાવવામાં આવે છે. જેમાં પાડા પાડીનો ...Read More

65

નેહડો ( The heart of Gir ) - 65

ગીરના સુકા ભઠ્ઠ જંગલ ઉપર ધીમે ધીમે વાદળાની જમાત ભેગી થવા લાગી હતી. રાધી પાણીમાં ડૂબી પછી તેના શરીરમાં વધારે દેખાતી હતી. હમણાંથી તે જંગલમાં માલ ચરાવવા પણ નહોતી આવતી. રાધીના આપા નનોભાઈ એકલો માલ લઈને આવતો હતો. તો ક્યારેક અમુઆતા પણ ભેળા આવતા હતા. કનો એકાદ દિવસ માલમાં નહોતો આવ્યો પછી પાછો કાયમ ગેલા સાથે માલ ચરાવવા પહોંચી જતો હતો. રાધી વગર કનાનું મન જંગલમાં લાગતું ન હતું. તે આખો દાડો સુનમુન રહ્યા કરતો હતો.તે એક જગ્યાએ બેસીને ભેંસોનું ધ્યાન રાખ્યા કરતો હતો. અને બીજા ગોવાળિયાની વાતો સાંભળ્યા કરતો હતો. બીજા ગોવાળિયાને એવું લાગતું હતું કે કનો પાણીમાં ...Read More

66

નેહડો ( The heart of Gir ) - 66

પાંચેક વાગતા બધો માલ કેડી વગો થયો હતો. માલને નેહડાને રસ્તે હાકલીને ગોવાળિયા આગળ પાછળ ચાલ્યા આવતા હતા. બે માલના ધણની આગળ ચાલે, જ્યારે એકાદ બે ગોવાળ માલની લાંબી લાઈનની વચ્ચેના ભાગમાં ચાલે, બાકીના ગોવાળ માલની પાછળ વાતો કરતા કરતા ધીમી ગતિએ ચાલ્યા આવતા હોય. આમ તો માલ ઢોરમાં ભેંસોનું ખાડું સાથે હોય એટલે બહુ બીક જેવું રહેતું નથી. ભેંસોને હાવજની ગંધ તરત આવી જતી હોય છે. હાવજની ગંધ આવે એટલે ભેંસો તરત સાવધાન થઈ જાય છે. અને ચકળ વકળ ડોળા કરી, હવામાં ઊંચા ડોકા કરી ફૂફાડા મારવા લાગે છે. માલઢોર જંગલમાં ચરવા જાય ત્યારે જો કોઈ જગ્યાએ કે ...Read More

67

નેહડો ( The heart of Gir ) - 67

જામલાને કુંઢીએ શિંગડે ચડાવ્યો ત્યારે કુંઢીના શિંગડાની અણી જામલાની જાંઘમાં વાગી ગઈ હતી. જેવો જામલો નીચે પડ્યો ત્યાં ભેંસોનું તેને માથા મારીને ગુંદવા લાગ્યું. આ ઘમાસણ ચાલતું હતું ત્યાં ગોવાળિયા પહોંચી ગયા. ગોવાળિયાઓએ ભુરાઈ થયેલી ભેંસોને લાકડીઓ ફટકારી પાછી વાળી. પરંતુ સાવજને ભાળીને ભેંસો ખૂબ આવેશમાં આવી જાય છે. પછી તેને કાબુમાં કરવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ વર્ષોથી ભેંસો ચરાવતા ગોવાળિયાઓ ભેંસોને કાબુમાં કરવાની રીત સારી રીતે જાણતા હોય છે. બધાએ થઈને ભેંસોને કાબુમાં કરી પાછી વાળી. પરંતુ પાડો આજે ખૂબ ગુસ્સામાં આવી ગયો હતો. એ તો હજી પણ ઊંચું મોઢું કરી જામલા પર હુમલો કરવાની તૈયારી ...Read More

68

નેહડો ( The heart of Gir ) - 68

ગાડી ઉભી રહી, બારણા બંધ થયાનો અવાજ આવ્યો. જાપે આવી ખાખી લુગડાવાળા એક માણસે ગેલાના નામનો સાદ દીધો. ગેલાએ દોતા દોતા જ જવાબ આપ્યો, "એ માલિકોર્ય હાલ્યા આવો. ન્યાં જાપામાં ખાટલો પડ્યો ઈ ઢાળીને બેહો, ત્યાં હું ભેંહ દોયને આવું." ખાખી લુગડાવાળાની પાછળ ડ્રાઇવર પણ ઉતરીને જાપે આવ્યો. જાપો ખોલી બંને અંદર આવ્યા, ખાટલો ઢાળી બેઠા. આજે આકાશ ગોરંભાયેલું હતું. આકાશમાં કાળા કાળા વાદળા ચડી આવેલા હતા. વાતાવરણમાં બફારાનો અનુભવ થઈ રહ્યો હતો. બંને જણા ખાટલે બેઠા બેઠા આંગણામાં ઊભેલી ભેંસો ઉપર નજર ફેરવી રહ્યા હતા. ધીમા અવાજે બંને અંદરો અંદર કંઈક વાતચીત કરી રહ્યા હતા. એટલામાં ગેલાએ ભેંસ ...Read More

69

નેહડો ( The heart of Gir ) - 69

ગેલાએ ઊભા થઈને એ વચ્ચે ઉભેલા વ્યક્તિનો કાંઠલો પકડી લીધો. ગેલાએ દાંત પીસીને કરડી આંખો કરી. ગેલાના કપાળમાં ગુસ્સાની ખેંચાઈ આવી. ગેલો પેલા વ્યક્તિને કાંઠલો પકડી હચમચાવવા લાગ્યો. અને જોરથી રાડો પાડવા લાગ્યો, " શાબ, આ એ જ હરામખોલ માણા સે, જેણે તે'દી રાતે સામત સાવજને મારવા એદણ્ય ભેંસની લાશ ઉપર ઝેર લાખ્યું 'તું. ઈ વાત હું તમને ખાતરીથી કવ સુ. હાસુ નો લાગતું હોય તો..."ગેલાએ એક હાથે કાંઠલો પકડી રાખ્યોને બીજા હાથે પેલા વ્યક્તિના મોટા ઝટીયા ઉંચા કરી કપાળ ખુલ્લું કરી કપાળની જમણી બાજુ પડેલો ઘા રાજપૂત સાહેબને બતાવ્યોને ખાતરી કરાવી, આગળ બોલ્યો,"..... જોવો શાબ, આ હરામખોલના કપાળે ...Read More

70

નેહડો ( The heart of Gir ) - 70

ઉનાળાના ધોમ ધખતાં તડકાએ ગીરના જંગલના ઝાડવાના રહ્યા સહ્યા રસ પણ સૂચિ લીધા હતા. જેના લીધે ઝાડવાના પાંદડા સુકાઈને પડ્યા હતા.આવા ઉજ્જડ ઝાડવાઓમાં પ્રાણ પૂરવા છેલ્લા થોડા દિવસથી મેહુલોજતી પહોંચી ગયો હતો.ખેડૂત અને માલધારીઓ માટે જેઠ આખો ભલે કોરો ધાકોડ જાય.પણ અહાઢનો એક દાડો પણ કોરો કાઢવો બહું કઠણ છે.અને આવા અષાઢ મહિનાનાં સમયે વરસાદ પડે એટલે ગીર આખું હરખની હેલીયે ચડે છે. પૂરતો વરસાદ પડવાથી સુકાઈ રહેલા ઝાડવાને નવજીવન મળી ગયું હતું.સુકાઈ ગયેલું ઘાસ જમીનમાં ભળી જઈ, તેનાં પાકી ગયેલાં બી ભીની માટીમાં દબાઈને ફરી ઊગવા તૈયાર થઈ ગયાં હતાં. પંખીડા પણ આનંદમાં આવી કિલ્લોલ કરવાં લાગ્યાં હતા.મોરલા ...Read More

71

નેહડો ( The heart of Gir ) - 71

સામેથી રાધી પોતાના તરફ જ આવી રહી હતી. કનાની ધડકન આજે તેજ થતી જતી હતી. કાયમ સાથે રમતી, મળતી ઘણા દિવસો પછી જોઈને આજે આવું કેમ થઈ રહ્યું હતું?તે કનાને સમજાયું નહીં. તે રાધી સામે જોઈને ઉભો રહી ગયો. રાધીએ તેની નજીક આવી ધીમેથી પૂછ્યું,"કેમ સે કાઠીયાવાડી?આપડી ગર્ય તો મોજમાં સે ને?" રાધીના આવા શાંતિથી પૂછાયેલા પ્રશ્નથી કનો વિચારમાં ખોવાઈ ગયો. તેની સામે પેલી બોલકણી, ઉચાસણી,દોડતી ચાલે ચાલતી, ખીજકણી, મસ્તીખોર, અલ્લડ રાધીનું ચિત્ર આવી ગયું. કનો વિચારવા લાગ્યો,"જૂની રાધી જાણે ડેમના પાણીમાં ડૂબી ગઈ હોય અને જળદેવતાએ બીજી રાધી આપી હોય તેવું કેમ લાગે છે!" આવા વિચારોમાં ખોવાયેલ કનાને ...Read More

72

નેહડો ( The heart of Gir ) - 72

હિરણનદીના ખળખળ વહેતા પાણીને કાંઠે બેઠેલા રાધી અને કનો એકબીજાની મનની વાત સમજી તો રહ્યા હતા. પરંતુ મનની વાત લાવી શકવા માટે તેના સંસ્કારો અને રિવાજોને લીધે અસમર્થ હતા. રાધીએ તેના મનનો ઉકળાટ માછલીની વાત કરીને હળવો કર્યો. વાતાવરણમાં હજી પણ ઉકળાટ હતો. આકાશમાં વાદળા ઘેરાઈ રહ્યા હતા. તેની વચ્ચેથી અલપ ઝલપ થતો સૂરજદાદો ઘડીક ઘડીક પોતાનો ગરમ સ્વભાવનો પર્ચો આપી જતા હતાં. જેના લીધે રાધી પરસેવાથી પલળી ગઈ હતી. રાધીના પરસેવામાં તેની યુવાની અને સ્ત્રીત્વની સુગંધ ભળી ગઈ હતી. આ સુગંધ કનાને મહેસુસ થઈ રહી હતી. રાધીના બદનની આ ખુશ્બુ અને ગોઠણ સુધી ખુલ્લા ભીંજાયેલા પગ કનાની યુવાનીને ...Read More

73

નેહડો ( The heart of Gir ) - 73

અનરાધાર વરસાદ પડવાથી ગીરમાં ઘડીકમાં નદીઓ અને વોકળામાં બે કાંઠે પાણી આવી જાય છે. માલધારીઓ પોતાના નેહડેથી ચાર પાંચ દૂર માલઢોર ચરાવવા જતા હોય છે. તેથી પાછા વળતી વખતે રસ્તામાં આવતી નદીઓ અને વોકળામાં વધારે પાણી હોય તો માલઢોરને ઉતારવા અઘરા પડે છે. તેથી આવો મુશળધાર વરસાદ ચાલુ થાય એટલે માલધારીઓ પોતાના માલઢોર ઘર બાજુ હાંકલવા માંડે છે. ગોવાળિયા પોતાના માલઢોર ભેગા કરવા અને કેડીએ ચડાવવા ખાસ પ્રકારના હાંકલા પાડી રહ્યા હતા. ગેલાને કનો દેખાયો નહીં એટલે તેણે ટેકરીની ધારે આવી કનાના નામની બૂમો પાડી. વરસાદ અને ગાજવીજ હજુ પણ ચાલુ જ હતા. કના અને રાધી માટે સમય થંભી ...Read More

74

નેહડો ( The heart of Gir ) - 74

ગીરનું ચોમાસુ ભીનું ને મનમોહક હોય છે. પશુ પંખીડાના મનને આ માદક ઋતુ ઘેરી લે છે. સાવજથી લઈ શિયાળવા મોરથી લઈને મેના સુધી બધા પ્રાણી પંખીડાના મન આ પ્રેમ ભરી ઋતુમાં ભીના ભીના થઈ ગયેલા હોય છે. એટલે તો આ ચારેક મહિના સુધી ગીરમા પ્રવેશ બંધી હોય છે. બહારના પ્રવાસીઓને જીપસી દ્વારા કરાવવામાં આવતી ગીર સફારી આ ઋતુમાં બંધ કરી દેવામાં આવે છે. આ ચાર મહિના ગીરમાં નેહડાના માલધારીઓ, ટ્રેકરો, ગાર્ડસ, ફોરેસ્ટ ઓફિસરોને જ ભ્રમણ કરવાની છૂટ હોય છે. અને ગીરના પશુ પંખીને આ બધા સાથે ઊંડો ધરોબો બંધાયેલો છે. તેથી આ બધા ગીરના પશુ પંખીડાને પોતાના લાગે છે. ...Read More

75

નેહડો ( The heart of Gir ) - 75

રાધી ઘરે રહીને તેની માડીને કામમાં મદદ કરતી હતી. માલઢોર જંગલમાં ચરવા જાય પછી ઘરે ઘણું કામ રહેતું હોય વહેલી સવારમાં ગાયો ભેંસોને દોહીને તેનું દૂધ એકઠું કરવું. આગલા દિવસના થોડા ઘણા વધેલા દૂધને મેળવીને તેનું દહીં બનાવેલા ગોરસને વલોણાથી વલોવવાનું કામ પણ વહેલી સવારમાં જ કરવાનું હોય છે. દહીં વલોવીને તેમાંથી માખણ ઉતારી છાશનું યોગ્ય વિતરણ કરવાનું કામ પણ હોય છે. જેના ઘરે દુજાણા ગાય,ભેસ ના હોય તેવા લોકો જમવા સાથે છાસ લેતા હોય છે. આવા જરૂરિયાત મંદો માટે રાધી છાસ ઢાંકીને રાખી મૂકે છે. તાજુ ઉતારેલું માખણ ચૂલે ચડાવી તેનું તાવણ કરવામાં આવે છે. જેના માટે બળતણની ...Read More

76

નેહડો ( The heart of Gir ) - 76

રાધીએ બીક રાખ્યાં વગર છાણું ત્યાં મૂકી દીધુ. તેણે બીજા હાથમાં બીજું છાણું લઈ બીજી દિશામાં મૂકવા હાથ લંબાવ્યો, કાળોતરાએ એ તરફ ફેણની દિશા ફેરવી. રાધીએ લાગ જોઈ ફેણની નીચેથી હાથ ખેંસવી લીધો. પછી રાધીએ પોતાના બંને હાથ જોડી નાગદેવતાને નમન કરી કહ્યું, "હે ખેતલીયા આપા અમારી રક્ષા કરજો. અમી માલધારી અને તમી આપડે બધા વગડામાં રેનારા. અમી તમારું ધ્યાન રાખવી, તમી અમારી રક્ષા કરો. હે ખેતલીયા આપા અમારા માલઢોરનું રખોપું કરજો.જો ભૂલથી અહૂર હવારમાં અમારો પગ બગ તમારી ઉપર પડી જાય તો અમને ડંખશો નહીં.હે નાગદેવતા ફેણનો ફૂફાડો મારીને અમને સજાગ કરજો." એટલું બોલી રાધીએ માથું નમાવી નાગ ...Read More

77

નેહડો ( The heart of Gir ) - 77

રાધી અને કનો રોજ માલઢોર ચરાવવા આવતા ત્યારે ગીર હરીભરી અને વધારે રળિયામણી લાગતી હતી. આજે રાધી વિના કનો હતો, ને કના વગર રાધી અડધી અડધી લાગતી હતી. અને આ બંને વગર ગીરનું જંગલ ભર ચોમાસે હરિયાળુ હોવા છતાં ફિક્કું લાગી રહ્યું હતું. પહેલા ઢેલડિયુંની પાછળ પાછળ કળા કરીને ફરતાં મોરલા ગેહકતા હતાં,જે અત્યારે શાંત થઈ ઢેલડીયુંથી આઘે આઘે રહીને પીંછાનો ભાર હળવો કરી ચણી રહ્યા હતા. ડેમના પાણીમાં તરતું બતકનું જોડું અત્યારે એકલું થઈ અલગ-અલગ પાણીમાં તરી રહ્યું હતું. ખાખરાનાં ઠોંગે માળો બાંધીને રહેતા હોલડાનું જોડું પણ અત્યારે વિખાયેલું લાગતું હતું. માદા હોલુ આજુબાજુમાં ક્યાંય દેખાતું ન હતું. ...Read More

78

નેહડો ( The heart of Gir ) - 78

દિવસો પછી દિવસો અને એક પછી એક અઠવાડિયા ઊગ્યા અને આથમી ગયા. ચોમાસાના ભીના દિવસો ધીમે ધીમે કોરા થવા ગીરના જંગલની ગારાથી લથપથ કેડીઓ પર ચાલેલા માલઢોરની ખરીઓના પગલા સુકાઈને કઠણ થવા લાગ્યા. લીલુછમ ઘાસ તડકાને લીધે મુરઝાઈને પીળપ પકડવા લાગ્યું. સુગરીઓના લટકતા માળાની કોલોનીમાંથી બચ્ચા મોટા થઈ ઉડી ગયા. ને સુગરીઓએ ગુથેલા માળા મૂંગા મૂંગા પવનની લહેરખીઓ સાથે આમ તેમ ડોલી રહ્યા હતા. પાકી ગયેલા ઘાસના બીજ ચણવા ભો ચકલીઓ લપાઈને બેસી ગઈ હતી. જેની એકદમ નજીક પહોંચતા જ તે ફરર...કરતી ઉડી જતી હતી. ભર ચોમાસે ગાંડી તુર થઈને વહેતી ડોળા પાણીની નદીઓ અત્યારે નવી પરણીને આવેલી સ્ત્રીની ...Read More

79

નેહડો ( The heart of Gir ) - 79

બહાર ઝાંપે રીક્ષાનો અવાજ આવ્યો. ગેલાએ બહાર જઈ ઘડીક રીક્ષા બંધ કરી રાહ જોવા કહ્યું. સાથે સાથે રિક્ષાવાળાને ગરમા ચા પણ પીવડાવી દીધી. પછી બધાને જલ્દી કામ આટોપી લઈ, લગ્ન સ્થળે વહેલા પહોંચવાનું છે એમ કહ્યું. ગેલાએ રામુઆપાને બે દાડાની ભળ ભલામણ કરી ચિંતા કરતા કરતા લગ્ન મહાલવા નીકળ્યો. રામુઆપાએ ગેલાને કહ્યું, "તું તારે આયાની વ્યાધી જરાય નો કરતો. હું ને ભીલો બેદાડા બધું રોડવી લેહું. આ ભીલાને મોટર સાયકલ ફાવે સે. ઈ તારું મોટરસાયકલ લઈને ડેરીએ દૂધ પણ ભરી આવશે. તમ તારે જીવ હેઠો મેલીને નીરાતે લગનમાં જા. નીયા બધાને મારા રામ રામ કેજે." ગેલો રિક્ષા ડ્રાઇવરની બાજુમાં ...Read More