સેકસાહોલિક

(139)
  • 36.2k
  • 23
  • 21k

હું તમારા સમક્ષ જે વાર્તા લાવી રહ્યો છું એ મારા લેખનના સ્વભાવથી તદ્દન વિપરીત છે. જેથી હું મારા વાચકમિત્રો પાસે આશા રાખું છું કે તેઓ મારા કામને સમજે અને જરૂરી ન્યાય આપે. રચનામાં કોઈ ત્રુટિ જણાય તો કૃપા કરી અભિપ્રાય દ્વારા મારું માર્ગદર્શન કરવા આપને વિનંતી કરું છું. મારી આ વાર્તા દુનિયામાં હાલ ચાલી રહેલા એક દૂષણ રોગ પ્રત્યે છે. જેમાં જે વ્યક્તિ એનું ભોગ બન્યું હોય તે વ્યક્તિને પણ સમજમાં નથી આવતું કે ક્યારે એ એનો શિકાર બન્યો છે. હું અહીંયા હવે બધો સસ્પેન્સ ખોલવા નથી માંગતો એ તો તમે વાર્તા વાંચશો એટલે તમને અંદાજો આવી જશે. મારી તમામ માતા પિતાને અરજ છે કે તેઓ પોતાના બાળકોને ભણતર સિવાય અંગત જીવનના પ્રશ્નો પણ પૂછે અને એમની મૂંઝવણો નું સમાધાન કરે, કારણ કે જીવનમાં માત્ર શિક્ષણ એકલું જરૂરી નથી હોતું પણ સાથે સાથે બહારી દુનિયાનું જ્ઞાન પણ હોવું એટલું જ જરૂરી છે.

Full Novel

1

સેકસાહોલિક - ભાગ - ૧

પ્રસ્તાવના હું તમારા સમક્ષ જે વાર્તા લાવી રહ્યો છું એ મારા લેખનના સ્વભાવથી તદ્દન વિપરીત છે. જેથી હું મારા પાસે આશા રાખું છું કે તેઓ મારા કામને સમજે અને જરૂરી ન્યાય આપે. રચનામાં કોઈ ત્રુટિ જણાય તો કૃપા કરી અભિપ્રાય દ્વારા મારું માર્ગદર્શન કરવા આપને વિનંતી કરું છું. મારી આ વાર્તા દુનિયામાં હાલ ચાલી રહેલા એક દૂષણ રોગ પ્રત્યે છે. જેમાં જે વ્યક્તિ એનું ભોગ બન્યું હોય તે વ્યક્તિને પણ સમજમાં નથી આવતું કે ક્યારે એ એનો શિકાર બન્યો છે. હું અહીંયા હવે બધો સસ્પેન્સ ખોલવા નથી માંગતો એ તો તમે વાર્તા વાંચશો એટલે તમને અંદાજો આવી જશે. મારી ...Read More

2

સેકસાહોલિક - ભાગ - ૨

પ્રારંભથી દર્પણ એક સીધો સાદો માધ્યમ વર્ગમાં ઉછરેલો સારું ચરિત્ર ધરાવતો છોકરો હતો. દર્પણનું બાળપણ ગરીબી માં ગુજર્યું હતું. માતા પિતા ડાંગ જિલ્લાના કરડી આંબા ગામમાં રહેતા હતા. દર્પણના પિતા દસમું ધોરણ પાસ હતાં અને આઈ.ટી.આઈ માં ફિટર ની તાલીમ લીધી હતી અને અમદાવાદના એક કારખાનામાં કામ કરતા હતા, પણ દર્પણના મમ્મી લક્ષ્મીબેનનું માનસિક સંતુલન ખોરવાતા રામુભાઇએ નોકરી છોડી પોતાનાં વતન તરફ મુખ કર્યું હતું. વતનમાં જઈ ઢોર ધાખર પાળીને પોતાનું ગુજરાન ચલાવતા હતા સાથે સાથે લક્ષ્મીબેનનો ઉપચાર પણ કરાવતા હતા. બહાર પણ ઘણું બતાવ્યું હતું પણ કઈ ફરક પડ્યો નહિ. દર્પણ ને એક બહેન પણ હતી જે એના ...Read More

3

સેકસાહોલિક - ભાગ - ૩

સાંજે સ્કૂલથી ઘરે જતી વખતે દર્પણ ફૂલ્યો ન સમાતો હતો. એના મનમાં ગર્વ હતો કે મળેલા ઇનામમાં પૈસાથી એ પરિવારની મદદ કરી શકશે. દર્પણ બસમાં બેસી ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણી છોકરી આવીને પૂછ્યું.' તું એજ છે ને જેને આજે સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો ?' એણે પૂછ્યું.' હા હું એજ છું.' દર્પણે કહ્યું.એ છોકરી દર્પણ સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી પણ દર્પણ હતો કે એનો પીછો છોડવા કોશિશ કરતો હતો. દર્પણ છોકરાઓની સ્કૂલમાં ભણ્યો હોવાથી એને પહેલાથી છોકરીઓ સાથે વાત કરવાની ફાવતું ન હતું માટે તે હંમેશા છોકરીઓ થી દૂર જ ભાગતો. તે ...Read More

4

સેકસાહોલિક - ભાગ - ૪

જેમ જેમ દર્પણે કોલેજની શરૂઆત કરી તેમ તેમ એના બધા મિત્રો બનતાં ગયા. દર્પણના ગામ તરફના બીજા પણ વિદ્યાર્થીઓ જે અહીંયાં ભણવા માટે આવ્યા હતા. એવા વિદ્યાર્થીઓ સાથે પણ દર્પણની મિત્રતા થઈ. પ્રથમ સેમેસ્ટર પતી ગયું હતું અને દર્પણ ખૂબ મન લગાવીને ભણી રહ્યો હતો. થોડા સમય બાદ મીડ ટર્મ પરીક્ષા લેવામાં આવી જેમાં દર્પણ પહેલાંની જેમ મેથેમેટિક્સ - ૧ માં નાપાસ થયો. દર્પણ બીજા બધા વિષયોમાં પાસ થયો પણ મેથ્સમાં ફેલ થયો. દર્પણ પરીક્ષાના પરિણામથી પોતાની જાત ઉપર ખૂબ જ ગુસ્સે થયો. એક દિવસની વાત છે ક્લાસ ફ્રી હોવાને કારણે ક્લાસમાં કોઈ ન હતું. દર્પણ ક્લાસમાં ગયો તો ...Read More

5

સેકસાહોલિક - ભાગ - ૫

દર્પણ નું તન અને મન બંને ખોટાં રસ્તાઓ તરફ જઈ રહ્યા હતા. એક સારી વિચારધારા ધરાવતા વ્યક્તિનું મન હવે લિપ્ત થઈ ગયું હતું. દર્પણ હવે કોઈપણ સ્ત્રી ને જોતો ત્યારે એના મનમાં કામ વસનાનાં વિચારો શરૂ થઈ જતાં હતાં. એક દિવસ કોઈ ખાસ કામ હોવાથી દર્પણ એના મામાના છોકરા રાજેશ પાસે ગયો. દર્પણ અને રાજેશ વાતો કરી રહ્યા હતા એટલામાં ત્યાં રાજેશની બહેન ડિમ્પલ આવી. રાજેશ સાથે કોઈ અંગત વાત કરી દર્પણ ને હાય હેલો કરી ત્યાં થી જતી રહી. ડિમ્પલનું આકર્ષણ શરીર જોઈને દર્પણના અંદરની કામવાસના જાગી ગઈ. દર્પણે મનમાં ને મનમાં નિશ્ચય કરી લીધો કે કોઇની ...Read More

6

સેકસાહોલિક - ભાગ - ૬

ડિમ્પલના માતા-પિતા ના આવ્યા બાદ પણ ઘરનું વાતાવરણ સામાન્ય હતું, માટે દર્પણને ખાત્રી થઈ ગઈ કે ડિમ્પલે એના ઘરવાળાને વાતચીત કરી ન હતી. માટે એ પોતે સેફ છે અને ડરવાની જરૂર નથી એમ એને લાગ્યું. આ ઘટનાને બન્યાને એક મહિના બાદ દર્પણના સમાચાર કાઢવા માટે દર્પણના માતા-પિતા સુરત આવ્યા. માતા પિતા ને ઘરે આવેલા જોઈને દર્પણ ને ઘણો આનંદ થયો. દર્પણના પિતાએ દર્પણના અભ્યાસ સબંધી માહિતી લીધી. દર્પણના અભ્યાસથી રામુભાઇ સંતુષ્ટ હતા. એક દિવસ ડિમ્પલ દર્પણ ના ઘરે આવી. ' અંકલ દર્પણ ક્યાં છે ?' ડિમ્પલે દર્પણના પિતાને પૂછ્યું. ' દર્પણ એના રૂમમાં હશે.' રામુભાઇ એ કહ્યું. ...Read More

7

સેકસાહોલિક - ભાગ - ૭ ( અંતિમ )

બીજી તરફ ડિમ્પલ પોતાના ઘરવાળાને દર્પણ ની તમામ કરતૂત જણાવી દે છે. ડિમ્પલ ના ઘરવાળા દર્પણ ઉપર ખૂબ જ થાય છે. ડિમ્પલ ના ઘરવાળા દર્પણ ઉપર સરકારી કાર્યવાહી કરવાનું વિચારે છે, પણ રાજેશ એમને રોકે છે અને કહે છે કે એમાં પોતાની ઈજ્જત પણ જશે.જે આપણને પોસાસે નહિ માટે વાટાઘાટ કરીને સમસ્યાનો અંત લાવવા વિચારે છે. ડિમ્પલ અને એના માતા-પિતા દર્પણના ઘરે પહોંચે છે જ્યાં એમની મુલાકાત દર્પણના પિતા સાથે થાય છે. દર્પણના પિતા તેઓને ત્યાં આવવાનું કારણ પૂછે છે, પણ એ લોકો દર્પણના મુખેથી જ દર્પણના કરતૂત સંભાળવાની જીદ કરે છે. તેઓ બધા સાથે મળીને દર્પણના રૂમ ...Read More