ચમત્કારિક રૂદ્રાક્ષ

(49)
  • 27.5k
  • 4
  • 12.9k

ચમત્કારિક રૂદ્રાક્ષ - Miraculous Rudraksha (આ એક કાલ્પનિક વાર્તા છે. આને કોઇ વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સંબંધ નથી. વાર્તામાં જણાવેલ નામ, જગ્યા, સ્થળ, કથા બધુ જ કાલ્પનિક છે.) રૂદ્રાક્ષ....! એક વૃક્ષનું ફળ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલ એક પવિત્ર વસ્તુ. ધાર્મિક પુસ્તકોમાં તો રૂદ્રાક્ષ અંગે ઘણા વાતો જાણવા મળશે. પરંતું હું અહિં લઇને આવ્યો છું એક એવા રૂદ્રાક્ષની વાર્તા જે અલૌકિક હતું. ચમત્કારિક હતું. માયાવી હતું. લોભામણું હતું. ઇચ્છા પ્રાપ્તિનું વરદાન હતું. આ અલૌકિક, ચમત્કારિક, માયાવી રૂદ્રાક્ષ ક્યાંથી આવ્યું, કોની-કોની પાસે રહ્યું અને અંતે ક્યાં ગયું તે આ વાર્તામાં વાંચીએ.

New Episodes : : Every Thursday & Saturday

1

ચમત્કારિક રૂદ્રાક્ષ - 1

ચમત્કારિક રૂદ્રાક્ષ - Miraculous Rudraksha (આ એક કાલ્પનિક વાર્તા છે. આને કોઇ વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સંબંધ વાર્તામાં જણાવેલ નામ, જગ્યા, સ્થળ, કથા બધુ જ કાલ્પનિક છે.) રૂદ્રાક્ષ....! એક વૃક્ષનું ફળ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલ એક પવિત્ર વસ્તુ. ધાર્મિક પુસ્તકોમાં તો રૂદ્રાક્ષ અંગે ઘણા વાતો જાણવા મળશે. પરંતું હું અહિં લઇને આવ્યો છું એક એવા રૂદ્રાક્ષની વાર્તા જે અલૌકિક હતું. ચમત્કારિક હતું. માયાવી હતું. લોભામણું હતું. ઇચ્છા પ્રાપ્તિનું વરદાન હતું. આ અલૌકિક, ચમત્કારિક, માયાવી રૂદ્રાક્ષ ક્યાંથી આવ્યું, કોની-કોની પાસે રહ્યું અને અંતે ક્યાં ગયું તે આ વાર્તામાં વાંચીએ. મને ખબર છે ત્યાં સુધી આ ચમત્કારિક રૂદ્રાક્ષનું ...Read More

2

ચમત્કારિક રૂદ્રાક્ષ - 2

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ-૨ મેં ચાલવાનો પ્રયત્ન કર્યો પણ હું તો શું ઉભો પણ રહી શકતો ન હતો. એટલે મને ગામના દવાખાને લઇ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે પગની પાનીમાં ફ્રેક્ચર હોય એવું લાગે છે. પાટો બાંધી આપું છું. થોડા દિવસ લાકડીના સહારે ચાલજો. એ પગ પર બહુ વજન ન આવવા દેતાં. મેં મારા સાહેબ વિશે ડોક્ટરને પૂછ્યું તો મને જાણવા મળ્યુ કે મારા સાહેબ ભાનમાં તો આવી ગયા છે પણ કંઇ ન સમજાય તેવું બોલ્યા કરે છે. ડોક્ટર મને મારા સાહેબ પાસે લઇ ગયાં. મેં સાહેબ સાથે વાતચીત કરવાની કોશિશ કરી પણ એ મને ઓળખી શકતા ...Read More

3

ચમત્કારિક રૂદ્રાક્ષ - 3

ચમત્કારિક રૂદ્રાક્ષ - 3 (ભાગ-૩ સમજવા માટે શરૂથી ભાગ-૧ અને ૨ વાંચશો તો વાંચવાની મજા આવશે.) · એનો એક કહું તમને...! અમારા ગામ સરખાડીમાં બહુ ઓછા લોકો માછલી પકડવાનું કામ કરતાં. દરિયામાં ખુબ અંદર જઇએ તો જ માછલીઓ જાળમાં આવતી. અને ખુબ અંદર જવામાં જોખમ રહેતું. એટલે બહુ ઓછા લોકો જ માછીમારી કરતાં. તે પૈકી એક માછીમાર એક દિવસ દરિયામાં જ્યારે માછલીઓ પકડવા ગયો ત્યારે તેની જાળમાં ફસાયેલી માછલીઓ પૈકી એક માછલીના મોંઢામાં કંઇક ફસાયેલું જોયું. તે કાઢવા જતાં તે માછીમારને વાગ્યુ અને તેનું લોહી એ પદાર્થ પર પડ્યું. તે પદાર્થના કારણે માછીમારને ઇજા થઇ છતાં તેણે તે ...Read More

4

ચમત્કારિક રૂદ્રાક્ષ - 4

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૪ (આ ભાગ વાંચ્યા પહેલાા આગળના ત્રણ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે) એક રસપ્રદ કિસ્સો કહું. રૂદ્રાક્ષ જમીનમાં અંદર ઉતરી ગયા બાદ આશરે દોઢેક વર્ષ સુધી મને ક્યારેય એ રૂદ્રાક્ષના સપના ન હતા આવ્યા. એ દોઢેક વર્ષ પછી એવું થયું જે મેં ક્યારેય વિચાર્યુ ન હતું. એ શિયાળાની સવાર હતી. એ સવારે હું જાગ્યો તો ખરો પરંતું મને કશું દેખાયું નહી. હેં...! સાહેબ કંઇ સમજાયું નહી. પત્રકાર બોલ્યો. હા, એ સવારે હું જાગ્યો પરંતું હું કંઇ જોઇ શકતો ન હતો. હું આંખો ખોલુ તો પણ મારી આંખોની સામે અંધારૂ જ રહ્યું. ...Read More

5

ચમત્કારિક રૂદ્રાક્ષ - 5

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૫ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના ચાર ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) તમે સાથે વાત કરવાની કોશિશ કરેલી તેનું નામ છે “ઇધ્યા-IDHYA”. “ઇધ્યા” એ વળી કેવું નામ...! મેં ખુબ જ અચરજતાથી પૂછ્યું. હા...! ઇધ્યા. ઇધ્યા આ મૂળ આ ગામનો નથી એટલે તેના વિશે કોઇ ખાસ માહિતી ગામમાં કોઇની પાસે નથી. પરંતું ઇધ્યા ગામમાં ક્યારથી અને ક્યાંથી આવ્યો એ ખબર છે. આશરે આઠેક માસ પહેલા, એટલે જાન્યુઆરીમાં ઇધ્યા તેની કારમાં આ ગામમાં આવેલો. ઇધ્યા આવ્યો ત્યારે તો સામાન્ય જ હતો. આશરે પાંચ ફૂટ દસ ઇંચની હાઇટ, એથલેટિક બાંધો, દેખાવમાં રૂપાળો અને ...Read More

6

ચમત્કારિક રૂદ્રાક્ષ - 6

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૬ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના પાંચ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) સ્કેચનું વર્ણન કરૂ તો, પાણીની ઉંચી લહેરો, એ લહેરોમાં એક નાવ, નાવમાં આશરે ચાર-પાંચ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓ પાણીમાં હાથ-પગ મારતા અને બે-ત્રણ વ્યક્તિઓ નાવમાં પોતાને સુરક્ષિત રાખવા માટે હવાતિયા મારતા, આકાશમાંથી વરસતો વરસાદ અને આકાશમાંથી ઉતરતી એક પ્રકાશની રેખા.... જાણે વિજળી પડતી હોય. મેં પૂછ્યું, રાઠા સાહેબ, આમાં અજૂગતુ શું છે. આ તો સામાન્ય બાબત કહેવાય. રાઠા સાહેબ બોલ્યા... હા..! જો આ દ્રશ્ય ચોમાસાનું હોય તો સામાન્ય કહેવાય પરંતું આ સ્કેચ જ્યારે બન્યો ત્યારે ધોમધખતો તડકો હતો. આકાશમાં ...Read More

7

ચમત્કારિક રૂદ્રાક્ષ - 7

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ-૭ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના છ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.) રાકલાની મા ના કહ્યા અનુસાર રાકલાના મામાની દિકરીની સગાઇમાં ઘણા મહેમાનો આવેલા. એમાં એક મહેમાન કે જે મામાના મિત્ર હતા તે એક કાર્ગો વેસેલ/શીપના કેપ્ટન હતા. જે દિવસે સગાઇ હતી ત્યારે તેમની વેસેલ પોરબંદરના દરિયા કિનારામાં પોર્ટથી થોડુક દૂર લાંગરવામાં આવેલ. કેપ્ટને કાર્ગો વેસેલની અવનવી વાતો કહી એટલે અમને વેસેલ જોવાનું મન થયું એટલે પોર્ટ ઓફિસેથી પરવાનગી લઇ, કેપ્ટન સાહેબની સાથે એક નાની બોટમાં અમે ત્રણેય કાર્ગો વેસેલની મુલાકાતે ગયા. ત્યાં વેસેલ જોઇ રહ્યા હતા ત્યારે જ હવામાનમાં પલટો આવ્યો. ...Read More

8

ચમત્કારિક રૂદ્રાક્ષ - 8

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ -૮ (આ ભાગ વાંચ્યા પહેલા આગળના સાત ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા એ દિવસે ઘરે ગયા બાદ ઇધ્યાએ મારી વાત પર ખુબ વિચાર કર્યો અને પછી મારા બતાવ્યા મુજબનો નિત્યક્રમ કરવાનું નક્કી કર્યું. ઇધ્યા રાત્રે સુતા પહેલા રૂદ્રાક્ષ વાળુ એ કડુ ઘરના મંદિરની બાજુમાં રાખીને સુઇ ગયો. બીજે દિવસે સવારે પાંચ વાગ્યે ઉઠી નિત્યક્રમ પતાવી અને ઘરના મંદિરે પૂજા કરવા બેઠો. પૂજાની શરૂઆત ગણેશજીની પૂજાથી કરી. ત્યારબાદ શિવજીની પૂજા કરી અને જે જળથી શિવલિંગની પૂજા કરેલી તે જ જળમાં રૂદ્રાક્ષ વાળુ કડુ મૂકી રૂદ્રાક્ષની પણ પૂજા કરી. પૂજા સંપન્ન થયા બાદ શિવલિંગને ...Read More