આજે સુગંધા માટે ખૂબ જ રોમાંચક દિવસ ઉગ્યો હતો. તે ચાર વર્ષની થઈ ગઈ હતી. આજથી જ શાળાએ જવાનું હતું. તે તો નવોનકકોર ગણવેશ પહેરી, બે નાનકડી ચોટલીઓ વળાવી, નવાં - નવાં બૂટ મોજાં પહેરી તૈયાર થઈને બેઠકરૂમમાં તેનાં પપ્પાએ ખૂબ વહાલથી બાંધેલ હીંચકે ઝૂલતી હતી. એટલામાં દાદીમા પૂજા કરીને આવ્યાં. તેમનાં હાથમાં આરતીની થાળી હતી. બળતા કપૂરની સુગંધને આખો ઓરડો ભરાઈ ગયો. સુગંધાનું ધ્યાન દાદી તરફ ગયું અને તે ઠેકડો મારી હીંચકા પરથી ઉતરી ગઈ. જેવી દાદી તરફ દોડવા લાગી, દાદી હંમેશની માફક બોલી પડ્યાં, દીકરા ધીરે, કાંઈ વાગી જશે. અને પોતાનાં દીકરાને સંબોધીને કહેવા લાગ્યાં કે આનું નામ ભલે સુગંધા પાડ્યું તેના ગુણ તો હરણી જેવાં જ છે. બંન્ને એકબીજાની નજીક પહોંચી ગયાં હતાં. હવે વારો દાદીનો પૌત્રીને આરતી આપવાનો અને સુગંધાનો એક મઝાની રામાયણની ચોપાઈ ગાવાનો. સવાર સવારમાં આજે પણ ઘરમાં અતિપવિત્ર વાતાવરણ રચાઈ ગયું.
New Episodes : : Every Wednesday
સિદ્ધિના શિખરે - ભાગ 1-2
(ભાગ 1)તારીખ: ૦૧/૧૦/૨૦૨૧આજે સુગંધા માટે ખૂબ જ રોમાંચક દિવસ ઉગ્યો હતો. તે ચાર વર્ષની થઈ ગઈ હતી. આજથી જ જવાનું હતું. તે તો નવોનકકોર ગણવેશ પહેરી, બે નાનકડી ચોટલીઓ વળાવી, નવાં - નવાં બૂટ મોજાં પહેરી તૈયાર થઈને બેઠકરૂમમાં તેનાં પપ્પાએ ખૂબ વહાલથી બાંધેલ હીંચકે ઝૂલતી હતી. એટલામાં દાદીમા પૂજા કરીને આવ્યાં. તેમનાં હાથમાં આરતીની થાળી હતી. બળતા કપૂરની સુગંધને આખો ઓરડો ભરાઈ ગયો.સુગંધાનું ધ્યાન દાદી તરફ ગયું અને તે ઠેકડો મારી હીંચકા પરથી ઉતરી ગઈ. જેવી દાદી તરફ દોડવા લાગી, દાદી હંમેશની માફક બોલી પડ્યાં, દીકરા ધીરે, કાંઈ વાગી જશે. અને પોતાનાં દીકરાને સંબોધીને કહેવા લાગ્યાં કે આનું ...Read More