ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ

(64)
  • 83.2k
  • 11
  • 38.7k

અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર આવી ચૂકેલો. હોટેલનો પ્રવેશદ્વાર પારદર્શક કાચનો બનેલો હતો. દાખલ થતાં જ બરોબર આંખોની સામે જ રિસેપ્શન કાઉન્ટર નજરે પડતું, જમણી તરફ ટેબલ ગોઠવેલા હતા, જેની પ્રદક્ષિણાનો માર્ગ ખુરશીઓ તેમજ સોફા દ્વારા રોકાયેલો હતો. ખુરશીઓ, ટેબલ, અને સોફાને સજાવવા માટે આછા કથ્થાઇ રંગથી શરૂ કરી ઘેરા કથ્થાઇ રંગનો ઉપયોગ કરવામાં આવેલો. કોફી બનાવવા માટેનું મશીન પણ ગોઠવેલ હતું. જ્યારે ડાબી તરફ પ્રતિક્ષા વિસ્તાર હતો. હોટલમાં રૂમ નોંધાવનારે, ઇચ્છિત રૂમ મળે નહિ ત્યાં સુધી આ જ વિસ્તારમાં પ્રતિક્ષા કરવાની રહેતી. તે વિસ્તારને બનાવતી ફરતી દિવાલના ટેકા પર પણ સોફા ગોઠવેલા હતા, જેની વચોવચ ટીપોઇ, અને તેની ઉપર કાચ ગોઠવેલો હતો. સંપૂર્ણ કાચ જોવો અશક્ય હતો, કેમ કે અમુક અંશો હોટલમાં આવતી મેગેઝીન, છાપાઓ, અને પાણીના પ્યાલા ધરાવતી પ્લેટથી આવરિત હતા. સામાન્ય રીતે, બહુવિસ્તરીત ઉદ્યોગોના ધણીઓ, આ હોટલમાં ધંધાકીય બાબતોની ચર્ચા માટે એકબીજાની મુલાકાતે આવતા.

Full Novel

1

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧

અમદાવાદ, સરખેજ-ગાંધીનગર હાઇવે પર વાઇડ એંગલ સિનેમાની નજીકમાં જ વિસામો ખાતી નોવોટેલ હોટલ હતી. ચમચમતો સૂરજ બરોબર માથા પર ચૂકેલો. હોટેલનો પ્રવેશદ્વાર પારદર્શક કાચનો બનેલો હતો. દાખલ થતાં જ બરોબર આંખોની સામે જ રિસેપ્શન કાઉન્ટર નજરે પડતું, જમણી તરફ ટેબલ ગોઠવેલા હતા, જેની પ્રદક્ષિણાનો માર્ગ ખુરશીઓ તેમજ સોફા દ્વારા રોકાયેલો હતો. ખુરશીઓ, ટેબલ, અને સોફાને સજાવવા માટે આછા કથ્થાઇ રંગથી શરૂ કરી ઘેરા કથ્થાઇ રંગનો ઉપયોગ કરવામાં આવેલો. કોફી બનાવવા માટેનું મશીન પણ ગોઠવેલ હતું. જ્યારે ડાબી તરફ પ્રતિક્ષા વિસ્તાર હતો. હોટલમાં રૂમ નોંધાવનારે, ઇચ્છિત રૂમ મળે નહિ ત્યાં સુધી આ જ વિસ્તારમાં પ્રતિક્ષા કરવાની રહેતી. તે વિસ્તારને ...Read More

2

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨

ચાલો વાત કરીએ વૃંદાની ૧૯૮૭, નવેમ્બર ભારત-પાકિસ્તાન આયોજીત ક્રિકેટ કપનો જુસ્સો સંપૂર્ણ ભારતમાં છવાયેલો હતો. ભારત સેમીફાઇનલ સુધી પહોંચી ચૂકેલ. ૦૫, નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડ સામે બોમ્બેમાં સેમીફાઇનલ રમાવાની હતી. જે દિવસ હતો દેવદીવાળીનો-એટલે કે કારતક સુદ પૂનમ. ભારત ૨૧૯ રનમાં જ ખખડી ગયેલ, અને સેમીફાઇનલ હાથમાંથી સરકી ગઈ હતી. પ્રત્યેક ભારતવાસી ઉદાસ હતો. યજમાન હોવા છતાં, આપણા ઘરઆંગણે હાર મળેલ, તે વાત માનસપટલ પર કોતરાઇ ગયેલી. ક્રિકેટનો સૌથી વધુ આઘાત-પ્રત્યાઘાત ગુજરાતમાં પહેલેથી જ વધુ હતો. આથી જ ગુજરાત વધુ નિરાશ હતું. સાથે સાથે હેમંત ઋતુનો ગુજરાત પર પ્રભાવ જામી ચૂક્યો હતો. પ્રજામાં ઉદાસીનતા અને ગુસ્સો એક સાથે ...Read More

3

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - 3

નિશા વિષે વાત કરીએ ૧૯૮૫, સપ્ટેમ્બર ગુજરાતમાં માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમ્યાન અનામતની ટકાવારી વધારવા બાબતે રમખાણો ફાટી નીકળ્યા હતા. ફેબ્રુઆરીથી જુલાઇ અંત સુધી વિદ્યાર્થીઓ, અને વિવિધ સંગઠનો દ્વારા નાની-મોટી ચળવળો ચાલી. આખરે ઓગસ્ટના પ્રારંભ સાથે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડવા લાગી. પોલીસકર્મીઓ સતત છ મહિનાઓની કવાયતમાંથી મુક્ત થઇ રહ્યા હતા. કિશોર આ જ કર્મીઓમાંથી એક હતો. કિશોરના ઘરે પારણું બંધાવાનું હતું. તેની પત્ની સાત મહિના ગર્ભવતી હતી. જેમાંથી છ મહિના કિશોરે હડતાળોમાં, રમખાણોમાં, નિયત્રંણોમાં વિતાવ્યા. હવે, સમય આવી પહોંચ્યો હતો, ઘરે પહોંચવાનો-પત્ની સાથે બાળજન્મનો અવસર વિતાવવાનો. તેના ફરજ બજાવવાની જગા એટલે વિસાવદર તાલુકાનું એક પોલીસ સ્ટેશન. ...Read More

4

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૪

ચાલો જાણીએ કાજલને ૧૯૮૨, જાન્યુઆરી આજી અને ન્યારી કિનારે વસતું શહેર એટલે રાજકોટ. કાઠિયાવાડ દ્વીપકલ્પનું કેન્દ્ર એટલે રાજકોટ શહેર. પ્રજાનો સ્વભાવ, જીવન જીવવાની કળા, એકબીજા પ્રત્યેનો આદરભાવ, અને હંમેશા હસતો ચહેરો ધરાવતા માનવમહેરામણ, જેવા વિવિધ રંગોનો સમન્વય ધરાવતું આ શહેર “રંગીલા રાજકોટ” તરીકે પણ ઓળખાતું હતું. રાજકોટ એ અમદાવાદ, સુરત અને વડોદરા પછી ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર, સાથે સાથે ભારતના મહાનગરોમાં પાંત્રીસમું સ્થાન ધરાવે છે. વિકસતા શહેરોની હરીફાઇમાં હરણફાળ ભરી ચૂકેલું રાજકોટ, વિશ્વના વિકસીત શહેરોની યાદીમાં સાતમા ક્રમે છે. મહાત્મા ગાંધીએ રાજકોટમાં આવેલ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં શિક્ષણ મેળવ્યું હતું. જે આજે મોહનદાસ ગાંધી હાઇસ્કુલ તરીકે ઓળખાય છે. ...Read More

5

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૫

શાળાએ જવાનો સમય પૃથ્વી પર માનવ તરીકે અવતર્યા પછી જીવનના મુખ્ય પ્રથમ કાર્ય ભણવાનું રહેતું હોય છે, એટલે જ શાળાએ જવું પડે. આથી જ, વૃંદા માટે પણ પ્રથમ કાર્ય એ જ હતું. બાળપણના દિવસો વડીલોની સુરક્ષા હેઠળ જ પસાર થયા હતા. કપડવંજની શેરીઓમાં થતી મસ્તી શાળાના ચોગાન સુધી જ રહી હતી. જીવનના ચાર ચરણોમાંનું પ્રથમ ચરણ શરૂ થવાનું હતું. પ્રથમ ચરણ એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યમાં વ્યક્તિ વિદ્યાર્થી તરીકે બધું શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જીવનના આ તબક્કે શરીર, મન અને બુદ્ધિનો વિકાસ થાય છે. આજ દિવસો વિદ્યાર્થીજીવન અથવા બેચલરહૂડ તરીકે ઓળખાય છે. વૃંદા માટે આ ચરણની શરૂઆત ...Read More

6

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૬

શાળાએ જવાનો સમય વિસાવદરમાં પોલીસ વસાહતથી જ્ઞાનમંદિર શાળા તરફ જતી શેરીમાં શર્ટ, અને તે જ શર્ટને પોતાનામાં સમાવતા ઘેરા લાલ રંગના ફ્રોકને ધારણ કરેલ નિશા મસ્તીમાં શાળા તરફ ડગલા માંડી રહી હતી. કિશોરના ડાબા હાથમાં નિશાનો હાથ સમાયેલો હતા. પિતા, નિશા માટે શાળાનો પહેલો દિવસ હોવાને કારણે તેને મૂકવા જઇ રહ્યા હતા. નાનકડું બન્ને ખભાના આશરે લટકતું બેગ, જાણે જવાન યુદ્ધ લડવા જઇ રહ્યો હોય, તેમ હથિયારોથી સજ્જ હતું. શસ્ત્રો એટલે એક પાટી, પાટીપેન અને પાટી પર લખેલું ભૂંસવા માટે એક કાપડનો ટુકડો. ભાર વગરના ભણતરના વિચારને પોષતું બેગ. પગ ઉલાળતાં ઉલાળતાં, મસ્તીમાં શાળાએ જવાનો આનંદ આધુનિક યુગમાં ...Read More

7

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૭

શાળાએ જવાનો સમય રાજકોટ, મોટી ટાંકી ચોક પાસેની કોટક સ્કૂલના ભોંયતળિયા આવેલા વર્ગખંડમાં ભૂલકાંઓની મેઘગર્જનાઓ થઇ રહેલી. જાળીવાળા દરવાજામાંથી સ્કૂલમાં દાખલ થતાં જ મેદાન, અને મેદાનની બરોબર સામે જ બાવલું. બાવલાની પાછળ જ સ્કૂલની ઇમારત, અને તેનું પ્રવેશદ્વાર હતું. પ્રવેશદ્વારની ડાબી અને જમણી, એમ બન્ને તરફ ગરદનથી ખભા અને પછી હાથની માફક વિસ્તરેલી સ્કૂલ, ત્રણ માળ ધરાવતી હતી. આછા રાખોડી રંગની દીવાલો, અને દરેક દીવાલને જોડતાં સ્તંભ ઘેરા રાખોડી રંગથી સ્કૂલને સુશોભિત કરતા હતા. આવી શાળાની દીવાલો હચમચી રહી હતી ભૂલકાંઓના કોલાહલથી. રાજકોટ આમ તો રંગીલું શહેર... એટલે ત્યાંના ભૂલકાંઓ પણ રંગીન જ હોય, તે સાહજીક છે. કોઇ ...Read More

8

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૮

શાળાનો સમય વૃંદાનો શાળામાં ગાળવાનો સમય પૂરપાટ ગતિમાં પસાર થઇ રહ્યો દિવસો શાળામાં અભ્યાસમાં, શાળાએથી સોંપેલ ગૃહકાર્યમાં, અને સાથે સાથે માતાની મદદમાં પૂરા થઇ જતા હતા. અઠવાડિયામાં આવતો રજાનો એક દિવસ એટલે રવિવાર, અને તે પસાર થાય નાના રત્નાગીરી મંદિરના પ્રાંગણમાં. કપડવંજની ઘણી ખરી પ્રજા રવિવારની મજા કુંટુંબીજનો સાથે માતાના મંદિરે માણતા હતા. પ્રાથમિક શિક્ષણનું ભારેખમ ચડાણ, હજુ તો પૂર્ણ જ કર્યું હતું, અને વૃંદા સામે માધ્યમિક શિક્ષણ ઊભું હતું. શરૂઆત અત્યંત શાંત સ્વભાવ સાથે થઇ હતી, અને વૃંદાએ તે જ જાળવી રાખેલું. માધ્યમિક શિક્ષણનો પ્રારંભ થયો શ્રી ચંપકલાલ નવચેતન વિદ્યાલય(શ્રી સી એન વિદ્યાલય)થી. અંગ્રેજીના સી આલ્ફાબેટ આકારમાં ...Read More

9

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૯

પરીક્ષાનો સમય માર્ચ મહિનાથી જ શાળામાં પરીક્ષાના તહેવારો શરૂ થઇ જતા શરૂઆત દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ કરે અને ત્યાર પછી બાકીના ધોરણોનો ક્રમ આવતો હતો. દરેક ધોરણમાં મુખ્ય વિષયો અને ગૌણ વિષયો રહેતા હતા. વિદ્યાર્થીઓ મુખ્ય વિષયો પર વધુ ધ્યાન આપે, અને ગૌણ વિષયો તો જાણે પાસ જ કરવાના હોય તેમ ભણે. માટે જ મુખ્ય વિકાસ થાય અને ગૌણ વિકાસ બાકી રહી જાય, જે સર્વાંગી વિકાસને પોષી ન શકે. આમ જ, વૃંદાની પણ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી હતી. દસમા ધોરણમાં આવતા અને પસંદ કરી શકાતા તેવા ચિત્રકામ, વ્યાયામ, સંસ્કૃત જેવા વિષયોના પેપર બાકી હતા. આથી ...Read More

10

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૦

વૃંદાની કોલેજનો સમય દસમા ધોરણની પરીક્ષા સારી એવી ટકાવારી ઉતીર્ણ કરી, વૃંદાએ આગળના બે વર્ષ નક્કી કર્યા મુજબ આર્ટ્સમાં પૂર્ણ કર્યા. બારમું ધોરણ પતે એટલે માતાપિતાની ઘણી બધી ચિંતાઓ પર પૂર્ણવિરામ લાગતો હોય છે. પરંતુ સરયુ માટે હવે પ્રશ્ન હતો વૃંદાના ઉચ્ચ અભ્યાસનો. કારણ કે વૃંદાની પસંદગી ઉતરી હતી અંગ્રેજી વિષય પર. કપડવંજમાં ત્રણેવ પ્રવાહમાં સ્નાતક થઇ શકાય તે માટે કોલેજ હતી. પરંતુ આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીને મુખ્ય વિષય રાખી શકાય તેમ નહોતું. આથી સરયુ પાસે વૃંદાને કપડવંજની બહાર અભ્યાસ અર્થે મોકલવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો રહ્યો. નજીકમાં બે જ કેન્દ્રો કે જ્યાં અંગ્રેજી વિષયમાં સ્નાતક બની ...Read More

11

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૧

નિશાનો કોલેજ પ્રવેશ અમદાવાદ, નવરંગપુરા વિસ્તારમાં સ્થિત ડી. એન્જીનીયરીંગ કોલેજમાં પ્રતિવર્ષ બાર સાયન્સ પ્રવાહ પાસ કર્યા પછી ડિગ્રી કોલેજમાં એડમિશન મેળવવા અર્થે આયોજન થતું હતું. સંપૂર્ણ ગુજરાતમાં અહીંથી કેન્દ્રિય ધોરણે પ્રવેશ થતો હોવાને લીધે જુન-જુલાઇ માસનો ગાળો મેળા જેવું વાતાવરણ રહેતું હતું. બાર સાયન્સમાં સારૂ પરિણામ આવે એટલે મેડિકલ પર પહેલી અને ત્યારબાદ એન્જીયરીંગ પસંદગી રહેતી. આમ, એલ. ડી. એન્જીનીયરીંગનું મેદાન પણ વાલીઓ અને તેમના પાલ્યોની સેનાથી ખચોખચ ભરેલું હતું. પ્રવેશ ફોર્મ ભર્યા પછી, જે તે અરજદારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતા. રૂબરૂ મુલાકાતમાં જે તે વિદ્યાર્થીએ એન્જીયરીંગના અભ્યાસ માટેની શાખા પસંદ કરવાની રહેતી. અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ...Read More

12

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૨

કાજલ અને કોલેજ રાજકોટ કેળવણી મંડળ સંચાલિત મીનાબેન કુંડલીયા મહિલા કોમર્સ કોલેજમાં કાજલે બી.કોમ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ચૌધરી હાઇસ્કુલના વિસ્તારમાં આવેલ કોલેજમાં દાખલ થતાં જ ઘેરા પીળા રંગના ચાર સ્તંભો, અને તેમના ટેકા પર બાંધેલ છતની દીવાલ પર દાતાશ્રીના નામ સાથે કોલેજનું નામ વાદળી અક્ષરોમાં લખેલ હતું. ત્રણ વર્ષનો સ્નાતકનો અભ્યાસક્રમ આ જ કોલેજમાં પૂર્ણ કરેલ હોવાથી કાજલ માટે કોલેજ ઘર સમાન બની ચૂકેલી. કોમર્સના અત્યંત પ્રચલિત વિષયો એટલે નામું, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. કાજલ પણ આ જ વિષયો સાથે અભ્યાસ કરી રહી હતી. કાજલે બી.કોમ.ના અંતિમ વર્ષના પરિણામથી દર્શાવી દીધું હતું કે નામા અને આંકડાશાસ્ત્રમાં તે ...Read More

13

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૩

લગ્ન માટે હામી અંગ્રેજી વિષય સાથે બી.એ.નો અભ્યાસ પૂર્ણ કરી વૃંદા એમ.એ. પણ બાલાસિનોરથી જ કરવા માંગતી હતી. હરેકના જીવનમાં એક સાચા માર્ગદર્શકની વિશેષ ભૂમિકા હોય છે. તેમજ આગળના અભ્યાસ માટે વૃંદાના માર્ગદર્શક બન્યા તેની કોલેજના આચાર્યશ્રી, અંગ્રેજીના પ્રાધ્યાપક, જેઓએ તેને અમદાવાદની એલ.ડી. આર્ટ્સ અથવા ભાષાભવનમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરવાની સલાહ આપેલી. સલાહને અનુસરી વૃંદાએ સૂચવેલ બન્ને કોલેજમાં અરજી નાંખી, અને તેની તેજસ્વિતાએ કારણે, મેળવેલ બી.એ.ના પરિણામના કારણે તેને બન્ને કોલેજમાં એડમિશન મળતું હતું. પરંતુ કપડવંજથી તેની સાથે આવનાર મિત્રને એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એડમિશન મળ્યું. આથી સંગાથ રહે તે ઉદ્દેશથી વૃંદાએ પણ એલ.ડી. આર્ટ્સમાં જ એડમિશન લીધું, અને ...Read More

14

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૪

અમદાવાદ લગ્ન-સંબંધના ફેરા ફરીને વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવ અમદાવાદ સાસરે આવી ચૂકેલા. માટે વિકસીત અમદાવાદ તેના વિચારોને વિકસાવતી વાચા આપવાનું હતું. નિશાને અમદાવાદ ઉચ્ચ અભ્યાસ અને નોકરીવિષયક સફળતા આપવાનું હતું. કાજલ માટે તેની આવડતના ઉપયોગથી ધન ઉપાર્જનમાં અમદાવાદ મદદ કરવાનું હતું. આ આશાઓ એ જ ત્રણેવને અમદાવાદ તરફ આકર્ષિત કર્યાં હતા. પરંતુ ધારેલું હરેક સમયે થાય જ તેવું જરાક પણ હોતું નથી. ના તો યોજના કર્યા મુજબ થતું હોય છે. એવું માનવામાં આવે છે કે બધું સુયોજીત હોય છે. જે મહ્દઅંશે એક વિચારધારા છે, આત્મા, મનને સાંત્વના આપવા માટે, તેમજ હ્રદયના ધબકારાને નિયંત્રીત કરવા માટે. જે પ્રત્યેક ...Read More

15

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૫

સ્વપ્નને પાંખો મળવાની તક વૃંદા, નિશા અને કાજલ તેમના સ્વજીવનમાં વ્યસ્ત બની હતા. તેમણે જોયેલા સપનાંઓને પરિવાર સાથે ભેળવી દીધેલા. હવે, તેમના સપના અને તેની સફળતા કુંટુંબ જ હતું. ઘરના કામોમાં દિવસ પસાર થઇ જતો હતો, અને એક દિવસ ટેલિવિઝન પર એક રિયાલિટી કાર્યક્રમની જાહેરાત નિહાળી. વૃંદા પોતું મારી રહી હતી, તેની નજર ટીવી પર ચીપકી, પોતું મારતો હાથ અટકી ગયો. નિશાએ ટીવીનો અવાજ રસોડામાંથી સાંભળ્યો, લોટવાળા હાથ સાથે તે ડ્રોઇંગ રૂમમાં આવી, અને જાહેરાત જોવા લાગી. કાજલ ઘરના ચોગાનને ધોઇ રહી હતી, પાણી હડસેલતો સાવરણો અટકી ગયો, હાથમાંથી છટકી ગયો, ટીવી પર આવતી જાહેરાત સાંભળી તેનું ...Read More

16

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૬

શાર્ક ટેન્કમાં રજૂઆત ચમકાવેલા લાકડાઓથી બનેલા સેટ પર મજબૂત પારદર્શક ભોંયતળિયા ગોઠવેલ પાંચ કાળા ડિબાંગ વાદળો જેવી ખુરશીઓ ગોઠવેલી હતી. જેના પર શાર્ક બિરાજતા હતા. પાંચેય ખુરશીઓ સામે રજૂઆત કરનાર વ્યક્તિ રહેતી. પ્રત્યેક શાર્કને પોર્ટફોલીઓ આપવામાં આવતો. તેમાં તેઓ નોંધ કરતા કે રજૂઆત પર રોકાણ કરી શકાય તેમ હતું કે કેમ? ત્યાર પછી સ્પર્ધક સાથે ચર્ચા થતી, અને અંતે રોકાણ બાબતે શાર્ક વચ્ચે પણ ઘર્ષણ થતું. કોઇ સ્પર્ધકની રજૂઆત ત્રણેક શાર્કને પસંદ આવે તો સ્પર્ધકની યોજનામાં રોકાણ બાબતે રસાકસી પણ જોવા મળતી. આ બધું ભારતમાં ચાલનાર શાર્ક ટેન્ક કાર્યક્રમમાં પણ જોવા મળવાનું હતું. ઓનલાઇન શોધખોળ દ્વારા ઘણી ...Read More

17

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૭

વૃંદાની શાર્ક ટેન્કમાં રજૂઆત શાર્ક ટેન્કના મંચ સુધી લઇ જતા માર્ગનો બંધ હતો. ઘેરા કથ્થાઇ રંગના દરવાજાની બીજી તરફ વૃંદા દ્વાર ખુલવાની પ્રતીક્ષામાં હતી. મંચ પરથી વૃંદાના નામની ઘોષણા થઇ, દરવાજો ખૂલ્યો. દરવાજો ખૂલતાંની સાથે જ પીળા રંગના તેજ પ્રકાશે વૃંદાની આંખો અંજાવી નાંખી. મંચ તરફ ડગલા ભરતી વૃંદાના ધબકારા ધીમા થઇ ગયેલા, નસોમાં વહેતા રૂધિરની ઝડપ ઘટી ગયેલી. આખરે તે બરોબર સાત શાર્કની સામે આવી. સાતેવ શાર્ક કાળી ખુરશીઓ પર બિરાજમાન હતા. સાતેવના હાથમાં નોંધ કરવા માટે કાગળ અને પેન હતી. સાતેવ વૃંદાને જોઇને અચંબિત થયા, ખુશ થયા, અને તેમના ચહેરા પર હોઠ મલકાવવાથી ચમક આવી. તેનું ...Read More

18

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૮

શાર્ક ટેન્કમાં નિશાની રજૂઆત શાર્ક ટેન્કના મંચ પર ઉપસ્થિત થવા માટે તૈયાર હતી. મંચ સુધી જતા માર્ગનો દરવાજો બંધ હતો. ઘેરા કથ્થાઇ રંગના દરવાજાની બીજી તરફ નિશા દ્વાર ખુલવાની પ્રતીક્ષામાં હતી. મંચ પરથી તેના નામની ઘોષણા થઇ, દરવાજો ખૂલ્યો. મંચ તરફ ડગલા ભરતી નિશાની ચાલમાં આત્મવિશ્વાસ પ્રતીત થઇ રહેલો. તે બરોબર સાત શાર્કની સામે આવી. સાતેવ શાર્ક તરફ નિશાએ નજર ફેરવી. સાતેવની આંખો નિશા પર કેન્દ્રિત હતી. ના સંપૂર્ણ ગોળ ના તો સંપૂર્ણ લંબગોળ, એટલે કે થોડાક અંશે લંબગોળ ચમકતા ચહેરા સાથે નિશા તેના નામની માફક જ શ્યામ નેત્રોની માલકણ હતી. આંખો તરફ સહેજ ઉપસેલા ગાલ, હંમેશા ...Read More

19

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૯

કાજલ અને શાર્ક ટેન્ક કાજલ શાર્ક ટેન્કના મંચ પર રજૂઆત માટે હતી. તે કથ્થાઇ રંગના દરવાજાની પાછળથી મંચ સુધી જતો માર્ગ ખુલવાની પ્રતીક્ષામાં હતી. તેના નામની ઘોષણા થતાંની સાથે જ દરવાજો ખૂલ્યો. કાજલે મંચ તરફ પગ ઉપાડ્યા. સાતેવ શાર્કની સામે તે હાજર હતી. કથ્થાઇ દરવાજાના રંગ જેવી ચમકતી આંખો, ધનુષ જેવો આકાર ધરાવતા હોઠ કાજલના ચહેરાને સુંદરતા બક્ષતા હતા. તેના નાકનો આકાર દર્શાવતો હતો કે તેનામાં રચનાત્મક ખૂબી છુપાયેલી હતી. તે વિવિધસભર સર્જન કરી શકે તેમ હતી. તેના ચહેરાનો ઘાટ સૂચવતો હતો કે, કાજલને પોતાના વિષે થતી ટીકા-ટિપ્પણી પસંદ નહોતી, અને માટે તેના આસપાસના વ્યક્તિઓ માટે અમુક ...Read More

20

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૦

શાર્ક ટેન્કમાં રજૂઆત કર્યાના ત્રણ દિવસ પછી કાજલ, નિશા અને વૃંદાની શાર્ક ટેન્કમાં સ્વીકારાઇ નહોતી. ત્રણેવ ઉદાસ હતી. ફરી રોજીંદા કાર્યોમાં વ્યસ્ત બની હતી. ત્રણેવના ઘરે તેઓની યોજના મજાક બની ચૂકેલી. શાર્કના પ્રતિભાવ કરતા નીકટના આત્મજનીઓના મેણાં-ટોળાં વધુ ધારદાર બનવા લાગ્યા હતા. ઘરના કાર્યોમાં અને બાળકો સાથે સમય તો પસાર થતો હતો. પરંતુ ત્રણ દિવસ પહેલાં મળેલી નામંજૂરી મનમાં ઘર કરી ગયેલી. વૃંદાને વારેઘડિયે શાર્કે આપેલા પ્રતિભાવ યાદ આવતા હતા. તેના મતે વૃંદાની યોજના અર્થવિહીન હતી. કોઇ ફાયદો થાય તેમ ન હતો. તેણે એવું પણ જણાવેલું, ‘ગરબા દસ રાત્રિઓનો ખેલ છે. પ્રજા તે દસ દિવસ પૂરતા જ ગરબાનો આનંદ ...Read More

21

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૧

નોવોટેલ હોટલ, અમદાવાદ હોટલના બીજા માળે રૂમ નંબર ૨૦૪માં શ્વેત વન-પીસ સજ્જ વૃંદા સોફા પર બિરાજેલ હતી. થોડી અકળામણ થતી હતી. જેનું કારણ વિશાળ ઓરડામાં બરોબર મધ્યમાં તે એકલી બિરાજેલી તે હતું. અત્યંત શાંત વાતાવરણ હતું. દુધ જેવા વસ્ત્રથી આવરિત દુધ જેવી વૃંદાના ચહેરા પર ચિંતાના આવરણો મલાઇની માફક કરચલીઓ બનાવી રહ્યા હતા. તન કરતા ત્રણ ગણા વિશાળ સોફાના ટેકે વૃંદા પગ પર પગ ચડાવી ક્રોસ અવસ્થામાં બેઠેલી. જે દર્શાવી રહ્યું હતું કે તે સમયની કિંમત કરતી નારી હતી. શાંત મન સાથે વચનોને બદ્ધ તેના વ્યક્તિત્વની ઝાંખી તેની બેસવાની પદ્ધતિમાં થતી હતી. જમણો હાથ ક્રોસ પગથી બનતા ...Read More

22

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૨

નોવોટેલ હોટલ, અમદાવાદ હોટલમાં પ્રવેશતાં જ જમણી તરફ ગોળ અને લંબચોરસ ગોઠવણ હતી. તેના ફરતે સોફા અને ખુરશીઓ ગોઠવેલા હતા. આવી સોફા-ખુરશી અને ટેબલની જોડીઓમાં એક જોડી હતી ગોળ ટેબલ અને તેની ફરતે ત્રિકોણ બનાવતા ત્રણ સોફાની, જેમાં પ્રત્યેક સોફામાં એક જ વ્યક્તિ બિરાજી શકે તેમ હતું. ત્રણ સોફામાંથી હોટલનો પ્રવેશદ્વાર નજરો સમક્ષ જ રહે તે સોફો નિશાએ શોભાવેલ હતો. નિશા પણ ટેલિફોન પર જણાવેલ વ્યક્તિને મળવા આવી હતી. પરંતુ તે વ્યક્તિ એટલે કે શિલ્પા સાથે કોઇ અન્ય મુલાકાતી ચર્ચામાં હતી. આથી જ મેનેજરે નિશાને ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રતીક્ષા અર્થે જણાવેલું. શાર્ક ટેન્કની રજૂઆત સમયે ધારણ કર્યા ...Read More

23

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૩

નોવોટેલ હોટલ, અમદાવાદ ઇસ્કોન ચાર રસ્તાથી ડાબી તરફ વળતા જ થોડાક આવેલ નોવોટેલ હોટલ તરફ વ્હાઇટ ઍક્ટિવાએ વળાંક લીધો. સિક્યોરીટી ગાર્ડ દ્વારા દર્શાવેલ અંડરગ્રાઉન્ડ પાર્કીંગમાં ઍક્ટિવા પાર્ક કરીને કાજલ, તેણે આજ દિન સુધી તૈયાર કરેલ વિવિધ ડ્રોઇંગ પેપર્સ સાથે લઇને ગ્રાઉન્ડ ફ્લોર તરફ આવી. તેને પણ શિલ્પાની આસીસ્ટંટ દ્વારા મેસેજ મોકલી તે જ દિવસે મળવાનું આમત્રંણ મળેલું, જે દિને નિશા અને વૃંદા મળવા આવેલા. હોટેલમાં પ્રવેશવા માટેના પારદર્શક કાચના દ્વારને કાજલે અંદરની તરફ ધકેલ્યો. ઘેરા ગુલાબી ટ્રેક અને આછી ગુલાબી ટી-શર્ટ ધારણ કરેલ કાજલના ડાબા હાથમાં પર્સ લટકતું હતું અને જમણા હાથના ધડ સાથે જોડાઇને બનેલા સકંજામાં ...Read More

24

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૪

નોવોટેલ હોટલ, અમદાવાદ રૂમ નંબર ૨૦૪માં નિશા દાખલ થઇ. દરવાજાની બરોબર જ ગોઠવેલ સોફા પર શિલ્પા બિરાજમાન હતી. નિશાએ શિલ્પાના કિનાયને અનુસરી સોફા પર સ્થાન ગ્રહણ કર્યું, જે સોફો બરોબર શિલ્પાની સામે જ હતો. નિશાએ ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલ ઘટના વિષે સવિસ્તાર વાત કરી. વાત કરી કે કેવી રીતે તેના ટેબલ પર કૉફીનો પ્યાલો ઢળ્યો? કેવી રીતે તેના બનાવેલ પ્રપોઝલને ધરાવતા લૅપટોપે તેનો સાથ છોડી દીધો? કેવી રીતે તેના પગમાં ઇજા પહોંચી? કેવી રીતે તે સંપૂર્ણ રજૂઆત બતાવવા માટે અસમર્થ બની હતી? છતાં પણ નિશાના ચહેરા પરથી જુસ્સો ઘટ્યો નહોતો. આત્મવિશ્વાસથી ચહેરો છલકાતો હતો. તેણે શિલ્પાને રજૂઆત ...Read More

25

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૫ - છેલ્લો ભાગ

૩ વર્ષ પસાર થઇ ગયા, અમદાવાદ વૃનિકા ફિટનૅસ ક્લબની એક સભ્યથી થયેલ યાત્રા આજે હજારોની સંખ્યામાં રૂપાંતરીત થઇ ચૂકેલી. અમદાવાદની પ્રતિષ્ઠિત વ્યક્તિ શિલ્પા દ્વારા મળેલ નાણાકીય સહાયને ખરા અર્થમાં સાકાર કરી હતી. વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવે પ્રહલાદનગર ચાર રસ્તા, અમદાવાદ પાસે જ બનતી નવી ઇમારતના પહેલા માળને જ નોંધાવી લીધેલો. તે માળને તેમણે ત્રણ વિભાગોમાં વિભાજીત કર્યો હતો. પ્રથમ વિભાગને યોગા કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવેલો. તેમાં વિવિધ આકારની ખુરશીઓ, સોફા, પ્લાસ્ટર ઑફ પૅરીસથી બનેલા વિવિધ આકારો ગોઠવવામાં આવ્યા હતા. પ્રત્યેક આકારને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તે આકારના બીબામાં તનને ગોઠવો એટલે કોઇ એક ...Read More