સંઘર્ષ..

(28)
  • 19.9k
  • 8
  • 9k

કુટુંબમાં સાત સભ્યો રહે છે. ઘરડા માં રાણીબેન અને ઘરડા બાપા જીવરાજભાઈ. તેમના પુત્ર નરેશભાઈ અને પુત્રવધુ નયનાબેન. નરેશભાઈને ત્રણ સંતાન છે જેમાં બે ભાઈ અને એક બહેન. જેમાં સૌથી મોટી બહેન છે જેનું નામ નિરાલી છે. તેનાથી નાના ભાઈનું નામ પ્રણય અને સૌથી નાના ભાઈ નું નામ સમય છે કુટુંબનો મુખ્ય વ્યવસાય એટલે ખેતી.જીવરાજભાઈનું ભૂતકાળ ખૂબ કપરું રહ્યું હતું.જીવરાજભાઈના પિતાજી એટલે લખમણભાઈ. જીવરાજભાઈ આમ તો પાંચ ચોપડી જ ભણેલા છતાં અંગ્રેજી પણ આવડતું.પણ લખમણભાઇ તો સાવ અંગૂઠા છાપ.એટલે કંઈ પણ વ્યવહાર કરવાનો હોય એટલે તે તેના પુત્ર જીવરાજને સાથે રાખતા.એટલે જીવરાજ ભાઈ ને નાની ઉંમરે જ ઘણા બધા અનુભવ થયા.જીવરાજભાઈના માતા એટલે લીલાબેન તો જીવરાજભાઈ નાના હતા ત્યારે જ સ્વર્ગવાસ થયા હતા.એટલે તેમને માતાની છત્ર છાયા મળી જ નહિ. નાનપણથી જ પિતા સાથે રહેવું પડ્યું.જીવરાજભાઈ ને ત્રણ બહેનો.આ ત્રણેય બહેનો જીવરાજભાઈ થી મોટી હતી.આમ તો લખમણભાઇ નાત ના મોભી હતા.એટલે જમીન તો એમની પાસે લગભગ પચાસેક વીઘા ખરી છતાં રહેવા માટે ઘર નાનું હતું.અને માલમાં બે ભેંસ અને બળદ હતા. બે ઓરડા જેવા ઘર હતા. જેમાં એકમાં રસોડું અને એકમાં માલ અને પોતે રહેતા. એટલે માલ ના મળમૂત્ર છાંટા દ્વારા ઘર પવિત્ર રહેતું! કોઈક મહેમાન આવે તો જમાડીને કહેવું પડતું કે સુવા માટે બીજું ઘરે ગોતી લેજો.

Full Novel

1

સંઘર્ષ - પ્રકરણ:-૧. - પ્રસ્તાવના

નમસ્કાર વાચક મિત્રો, લખવાનો આમ તો પહેલેથી શોખ. આમ તો કવિતા,ગઝલ અને માઈક્રોફ્રિકશન અને વાર્તા લખેલી.પણ ધારાવાહિક લખવાનો આ મારો પ્રથમ પ્રયાસ છે. અહીં આ ધારાવાહિક એક સત્ય ઘટના આધારિત છે.(પાત્રો કાલ્પનિક છે.) દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ તો આવતા જ હોય છે.તેને પચાવી જવા એ કળા છે તેમાંથી ઉગરતા શીખવાનું હોય છે.કોઈ પણ મુસીબત આપણને કૈંક શીખવવા આવતી હોય છે તેમાંથી પોતાને કોઈ પણ પરિસ્થિતિમાં કઈ રીતે લડવું એનાથી ઘડાવાનું હોય છે. અહીં એક વ્યક્તિ પોતાના જીવનમાં કેટલા સંકટો આવે છે છતાં તે ...Read More

2

સંઘર્ષ - પ્રકરણ:-૨. - નરેશભાઈના જીવનના બે દુઃખદ કિસ્સા

ગયા પ્રકરણમાં આપણે જોયું કે જીવરાજભાઈ ના પિતા લખમણભાઈ નું અવસાન થાય છે તેથી બધી જવાબદારી પોતાના પર આવે તેમના બે સંતાન તો ભણતર માંથી ઉઠી જાય છે હવે જોઈએ કે નરેશના ભણતરનું આગળ શું થાય છે....થયું એવું કે ગામના માસ્તર જેમણે જીવરાજભાઈ ને ત્યાં દૂધનું દૈન્યું રાખેલું.કોઈ કારણસર માસ્તર પૈસા ભરી શક્યા નહિ.તેથી તેમણે કીધું કે મારી પાસે સાઇકલ એમજ પડી છે.પોતે પૈસા ભરી શકે તેમ નથી એટલે સાઇકલ લઈ જવા કહે છે. જીવરાજ ભાઈને થયું કે સાઇકલ તો નરેશના ભણવામાં કામ આવશે એટલે તેમણે સાઇકલ લેવા રાજી થયા.અને માસ્તરના ઘરેથી સાંજે સાઇકલ દોરીને ઘરે લાવ્યા.સવારે નરેશે સાઈકલ ...Read More

3

સંઘર્ષ - પ્રકરણ:-૩. - જીવરાજભાઈના જીવનની યાદગાર દુઃખદ ઘટના

ગયા પ્રકરણમાં આપણે જોયું કે નરેશભાઈ નો નાની ઉંમરે હાથ ભાંગી જાય છે. ત્યાર બાદ તેઓ ભણવાનું છોડી દે અને હીરા ઘસવામાં લાગી જાય છે.ત્યાર બાદ તેમના લગ્ન કરવામાં આવે છે અને થોડા વર્ષો બાદ તેઓ ટી. બી. જેવા રોગથી સંપડાય છે છતાં તે હાર માનતા નથી અને તેની સામે લડીને સાજા થાય છે. આ બે દુઃખદ ઘટના બાદ પણ મુસીબત તેમની પીછો છોડવાની નથી.હવે જોઈએ આગળ શું થાય છે.....હવે નરેશભાઈ ગામડે જ રહે છે. પહેલેથી ખેતી કરેલી જ નઈ એટલે એમાં બહુ ફાવટ નહિ.અને હીરા પણ હવે શહેર ના ફાવી ગયા હતા એટલે ગામડે પણ મજા ન આવે.પછી ...Read More

4

સંઘર્ષ - પ્રકરણ:-૪. - વિરહના દિવસો

ગયા પ્રકરણમાં આપણે જોયું કે કેવી રીતે ગામમાં પૂર આવે છે અને જીવરાજભાઈ કેવી રીતે સંઘર્ષ કરીને બચે છે.ત્યાર પોતાનું સામાન્ય જીવન કઈ રીતે જીવે છે.બીજી બાજુ છોકરાઓના ઉચ્ચ ભણતરના ખર્ચને પહોંચી વળવા નરેશભાઈ ધંધાર્થે શહેર જવાનું નક્કી કરે છે.હવે જોઈએ આગળ શું થાય છે.....વિરહના દિવસો:-નરેશભાઈ બીજા દિવસે સવારે પહોંચી ગયાનો ફોન આવે છે. નરેશભાઈ એકલા રૂમ રાખીને રહે તો કમાણીનું અડધું તો ભાડામાં જ જતું રહે. એટલે તેઓ હીરાના કારખાનામાં જ રહેવાનું નક્કી કરે છે.પોતે ઘરેથી જરૂર પૂરતી સામાન જ લઈ ગયેલા.એક પાથરવા માટેની ગોદડી અને એક ઓઢવા માટેની સાલ. પોતાની સાથે ઘણા ભાઈઓ પણ ત્યાં રહે.અને જમવા ...Read More

5

સંઘર્ષ - પ્રકરણ:-૫. - આખરે મહેનત રંગ લાવી - છેલ્લો ભાગ

ગયા પ્રકરણમાં આપણે જોયું કે નરેશભાઈ અને નયનાબેન અલગ થઈને કઈ રીતે પોતાના વિરહના દિવસો કાઢે છે. પ્રણય અને હોસ્ટેલમાં ભણવા જાય છે.અને સમય કઈ રીતે ઘરને સાચવે છે હવે આગળ જોઈએ કે પોતાના મમ્મી પપ્પાની અથાગ મહેનતનું ત્રણેય બાળકો શું પરિણામ લાવે છે....આમ ત્રણેય ભાઈ બહેન ખૂબ મહેનત કરીને ભણે છે અને અને મમ્મી પપ્પા પણ એટલી મહેનત કરે. કહેવાય છે ને એમ કે પેટે પાટા બાંધીને ભણાવે છે.નયનાબેન સખત મહેનત કરે છે બપોરનો તડકો પણ નથી જોતા.હવે દાદાને બીડી નું વ્યસન હતું.છોકરાઓ અને બીજા સભ્યો દ્વારા ઘણી વખત તે છોડવા કહેવામાં આવ્યું.પણ છૂટે તો તેને વ્યસન ના ...Read More