એક સામાન્ય ગૃહિણી ને આપ સૌ એ આપનો પ્રેમ આપી એક લેખક ની રાહ માં આગળ વધવા મદદ કરી છે. આશા છે આગળ પણ હમેશા આપનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે. તેવી આશા સાથે પ્રતિલિપિ એવોર્ડ્સ માટે મારી નવી નવલિકા આપ સૌની સમક્ષ રજુ કરી રહી છું. આશા છે આપને ગમશે.અને આપનો અમૂલ્ય પ્રતિભાવ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી,પણ આપની નજર માં મારુ સન્માન જાળવવા આ એવોર્ડ માટે એક કોશિશ કરી રહી છું. આપ જાણો છો કે મારી દરેક વાર્તા નું મુખ્ય પાત્ર સ્ત્રી જ હોય છે.એ રીતે અંશ માં પણ કામિની ની આસપાસ સંપૂર્ણ વાર્તા વણાયેલી છે.ગરીબ હોઈ મધ્યમવર્ગ હોઈ કે પૈસાદાર.અમેરિકા હોઈ કે ભારત કે પછી અન્ય કોઈ દેશ. પણ સમાજ હમેશા પુરુષ પ્રધાન હોઈ,સ્ત્રીઓ ને પોતાના હક્ક માટે લડવું જ પડે છે.

Full Novel

1

અંશ - 1

પ્રિય વાચકમિત્રો, એક સામાન્ય ગૃહિણી ને આપ સૌ એ આપનો પ્રેમ આપી એક લેખક ની રાહ આગળ વધવા મદદ કરી છે. આશા છે આગળ પણ હમેશા આપનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે. તેવી આશા સાથે પ્રતિલિપિ એવોર્ડ્સ માટે મારી નવી નવલિકા આપ સૌની સમક્ષ રજુ કરી રહી છું. આશા છે આપને ગમશે.અને આપનો અમૂલ્ય પ્રતિભાવ મારા માટે કોઈ એવોર્ડથી ઓછો નથી,પણ આપની નજર માં મારુ સન્માન જાળવવા આ એવોર્ડ માટે એક કોશિશ કરી રહી છું. આપ જાણો છો કે મારી દરેક વાર્તા નું મુખ્ય પાત્ર સ્ત્રી જ હોય છે.એ રીતે અંશ માં પણ કામિની ની ...Read More

2

અંશ - 2

(અગાઉ આપડે જોયું કે એક મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતી કામિની ના લગ્ન એક પૈસાદાર ઘર ના દીકરા સાથે થાય માં સારા લાગતા સંબંધો ધીમે ધીમે તેના અસલી ચેહરા બતાવે છે.તો હવે જોઈએ કેવી હશે કામિની ની આગવી સફર...) "ઈશાવશ્યમ"એટલે શહેર ના પોશ એરિયા માં આવેલ એક આલીશાન હવેલી.જી હા એ હવેલી જ્યાં ઈશ્વર નો વાસ તો મને દેખાયો જ નહીં.ઈશ્વર ના નામે ફક્ત નગદ નારાયણ અને લક્ષ્મી ની જ પૂજા થતી.એક વિશાળ અને ઉંચા દરવાજા માં અંદર આવતા એક મોટું ફળિયું અને સામે જ ગોળ કમાન ધરાવતો મોટો દીવાનખંડ અને તેમાં રાખેલા પૂર્વજો ના મોટા મોટા ફોટા.એક તરફ ...Read More

3

અંશ - 3

(પૈસાદાર ઘર ના રૂપાળા દેખાતા ચેહરાઓ ધીમે ધીમે પોતાનું પોત પ્રકાશતા જાય છે.અને હવે તો ઘરના દરેક લોકો ની થી કામિની વાકેફ થતી જાય છે,અને ત્યાં જ તેના સસરા નું નવું રૂપ તેની સામે આવે છે.હવે આગળ...) કામિની હજી તો કાન માં કાળા ઝૂમકા પહેરી ને પોતાને અરીસા માં નિહાળી રહી હતી,ત્યાં જ...અચાનક એના રૂમ નો દરવાજો બંધ થયો તેને પાછળ ફરી ને જોયું તો સામે તેના સસરા ઉભા હતા.કામિની એ તરત જ પાલવ માથે ઢાંકી ને કાઈ કામ હતું એવું પૂછ્યું.એના સસરા હસતા હસતા કામિની ની નજીક આવ્યા,અને કામિની કાઈ વિચાર કરે એ પેલા તો એ હવાસખોરે સીધી ...Read More

4

અંશ - 4

(સાસરા ની ચંગુલ માંથી બચેલી કામિની ને સાસુ અને પતિ તરફથી પણ તિરસ્કાર જ મળે છે,ત્યારે તેની હિંમત તૂટી છે.અને જ્યારે તે રસોઈ કરવા જાય છે,ત્યા પણ એની સાસુ ની જોહુકમી સાંભળી કામિની ને રડવું આવી જાય છે.હવે આગળ...) કામિની પોતાના ભૂતકાળ ને વાગોળતી આંસુ સારતી હતી,ત્યાં જ અંશ ના રડવા નો અવાજ આવ્યો,કામિની હાફળી ફાફળી થતી તેના સાસુ ના રૂમ માં પહોંચી,પણ ઉંબરે જ એના સાસુ ના શબ્દો કાને પડતા જ એના પગ ત્યાં જ થંભી ગયા. મહારાણી ને ના તો પત્ની ની ફરજ નિભાવવી છે,ના તો મા ની અને દોડી આવશે મારો દીકરો કરતી.આજ ...Read More

5

અંશ - 5

(અગાઉ આપડે જોયું કે કામિની ની સાસુ ને પૌત્રી નહિ પણ પૌત્ર જ જોઇતો હતો,અને ઈશ્વર ઇચ્છાથી કામિની એ ને જન્મ આપ્યો.બધા નું વધુ પડતું વ્હાલભર્યું વર્તન અને સસરા ની ખરાબ નજર થી કામિની ના મન માં કાઈ કેટલીય શંકા કુશંકા થાય છે.અને એક રાતે...) ધીમે ધીમે કામિની ને એવું લાગ્યું કે,કદાચ અંશ ના આવવાથી તેનું નસીબ બદલાય ગયું છે. અનંત ની ગેરહાજરી માં થાકેલી કામિની સુવા પ્રયાસ કરી રહી હતી અને ત્યાં જ..કામિની એ જોયું એક પડછાયો તેના રૂમ ની બહાર બારી માંથી દેખાતો હતો.કામિની તરત જ સતર્ક થઈ ગઈ. કેમ કે તેના સાસુ કે સસરા પર તેને ...Read More

6

અંશ - 6

(અગાઉ આપડે જોયું કે,દુર્ગા બા જતા જતા કામિની ને પોતાનું અને અંશ નું ધ્યાન રાખવાનું કહી ગયા,એની પાછળ નો શુ હશે એ કદાચ કામિની સમજી નથી.અને શું ખરેખર કોઈ પડછાયો કામિની ને હેરાન કરે છે.કે પછી..હવે જોઈએ આગળ...) દુર્ગા બા હતા એ રાતે કામિની અને દુર્ગા બા મોડે સુધી જાગ્યા ત્યાં સુધી તો કોઈ હિલચાલ નજરે નહતી આવી. પણ દુર્ગા બા ના ગયા પછી ની રાતે કામિની એ જોયું કે કોઈ એના રૂમ ની બારી પાસે આવ્યું, અને એ પણ પેલા લીમડા ના ઝાડ પર થઈ ને,અને જાણે એકાએક એ કામિની ના રૂમ ની બારી ની એકદમ ...Read More

7

અંશ - 7

(અગાઉ આપડે જોયું કે,કામિની ને ગાંડી ગણાવી ,અંબા દેવી એ અંશ નો કબજો લઇ લીધો છે.અને આ બાબત માં અને અમૃતરાય પણ તેમની સાથે જ છે,જે કામિની ને સમજાય ગયું.આથી કામિની ને મગજ માં એક નવો વિચાર આવે છે,અને તે પોતાના પિયર જવાની રજા માંગે છે.હવે આગળ...) કામિની તો મન માં ખુશ થતી થતી તૈયાર થઈ ને અંશ ને લેવા તેના સાસુ ના રૂમ માં પહોંચી ગઈ ત્યાં જ.. જવાનું ફક્ત તમારે છે વહુ, અંશ તો અહીં જ રહેશે.તેની સાસુ નો રૂઆબદાર અવાજ સંભળાયો.કામિની તો થથરી ગઈ.પણ બા મારા વગર અંશ અહીં કેમ રહેશે?હું સાંજે પાછી આવી જ જઈશ ...Read More

8

અંશ - 8

(અગાઉ આપડે જોયું કે કામિની ના પપ્પા તેની તરફેણ કરવા આવ્યા હોવાનું જાણી,અંબાદેવી એ તેમનું અપમાન કરી ને કાઢી એ કરેલી મદદ કામિની ને યાદ આવે છે,અને સાથે રૂપા પણ કામિની ને દેખાય છે,જે કામિની ને કાંઈક ઈશારો કરે છે,પણ કામિની તે સમજી શક્તિ નથી.હવે આગળ....) કામિની એ પોતાના ઘર ના દરવાજે રૂપા ને જોઈ,પણ કદાચ એ શું કહેવા માંગતી હતી,તે સમજી શકી નહીં. મોડેથી અનંત આવ્યો ત્યારે કામિની ને ઘણી ઈચ્છા થઈ રૂપા વિશે પૂછવાની પણ તે પૂછી શકી નહીં.આમ પણ અનંત ને દિવસે એનું ક્યાં કાંઈ કામ હોતું! અંશ ને અંબાદેવી એ પોતાની પાસે રાખી લીધા પછી ...Read More

9

અંશ - 9

(આગળ ના ભાગ માં આપડે જોયું કે કામિની ને પોતાની મદદગાર રૂપા દેખાય છે,જાણે તે કામિની ને કાંઈક કહેવા છે.અંશ ના અન્નપ્રશન સંસ્કાર હોઈ,પણ અંબાદેવી કામિની ને તેનાથી પણ દૂર રાખે છે,અને જતા જતા પંડિતજી ઘર માં કોઈ આત્મા નો વાસ હોવાની વાત કરે છે. અને તે બાબતે દુર્ગાદેવી ની મદદ લેવાનું સૂચવે છે.હવે આગળ...) કામિની ના ઘર ના બધા પંડિતજી ની વાતો થી થોડા ડરી ગયા હતા.હવે શું થશે?બધા ના મનમાં એક જ સવાલ હતો.પણ એક બાબત સ્પષ્ટ હતી કે જો પંડિત જી સવાલ આપી ગયા હતા,તેમણે જવાબ પણ આપી જ દીધો હતો. દુર્ગા દેવી.. અનંત આ સાંભળ્યા બાદ ...Read More

10

અંશ - 10

(ઘર માં આત્મા હોવાની વાત જાણી,દુર્ગાદેવી ને બોલાવવામાં આવ્યા,અને દુર્ગાદેવી એ આખા ઘર ને પૂજા ની તૈયારી ના કામ લગાવી દીધું.ઘર ના દરેક વ્યક્તિ ને પોતે કરેલા પાપ યાદ આવે છે,અને બધા ને આ આત્મા થી ડર પણ લાગે છે.હવે આગળ...) દુર્ગાદેવી એ જોરશોર થી પૂજા ની તૈયારીઓ ચાલુ કરી દિધી.પણ જ્યારથી ઘર માં પૂજા ની વાત સાંભળી ત્યારથી અનંત, અમૃતરાય અને અંબાદેવી ના મોતિયા મરી ગયા હતા.કેમ કે હવે તેમનું પાપ છાપરે ચડી ને પોકારવાનું હતું.કેમ કે ઘર મા જ અમુક કાંડ ને અંજામ દીધેલા હોઈ,અને ઘર ના જ ઘણા અજાણ હોઈ એવું પણ બને,જે હવે બધા ...Read More

11

અંશ - 11

(અગાઉ આપડે જોયું કે પંડિતજી એ ઘર માં આત્મા હોવાની વાત કરતા બધા ખૂબ મુંજાઈ ગયા હતા.દુર્ગાદેવી એ આવી આખા ઘર ને ચકાસી અને અમાસ ની રાતે પૂજા કરવાનું નક્કી કર્યું.એની આગલી રાતે જ બધા ની ઊંઘ હરામ થઈ ગઈ છે.હવે આગળ...) તે રાત બધા માટે આકરી હતી,કેમ કે કાલે રાતે પૂજા થવાની હતી,અને દુર્ગાદેવી ના આદેશ મુજબ આજ ની રાત ખૂબ કપરી હતી,બધા ને કોઈપણ ભોગે પોતાના રૂમ ની બહાર નીકળવાની સખત મનાઈ હતી.લગભગ દરેક વ્યક્તિ સુવાનો ઢોંગ કરતી પડખા ઘસતી હતી.આ ગોઝારી રાત જાણે પૂર્ણ થવાનું નામ જ નહતી લેતી.અમાસ ની આગલી રાત હોવાથી અંધકાર વધતો જાતો ...Read More

12

અંશ - 12

(ઘર માં પૂજા ની તૈયારી જોર મા હતી,અને બધા મૂંઝવણ માં.બ્રાહ્મણો ની લાઇન લાગી હતી.એમા પણ જ્યારે દુર્ગાદેવી પૂજન આવ્યા ત્યારે તેમને જોઈ ને ભલભલા થથરી ગયા.હવે આ પૂજા કોના આત્મા ની શાંતિ કાજે છે એ જોઈએ..) દુર્ગાદેવી એ સૌથી પહેલા હવાનકુંડ ની ચારોતરફ મંત્રોચ્ચાર કરી પાણીથી લાઇન બનાવી.અને ત્યારબાદ સૌપ્રથમ દુર્ગાદેવી એ નવ ગ્રહો ના મંત્રો બોલવાના ચાલુ કર્યા,બાકી ના લગભગ વીસેક બ્રાહ્મણો પણ તેમને અનુસર્યા.અને જે બે નાના પંડિતો હતા તેમને બંને ખૂણા માં અગ્નિ પ્રગટાવી ને ધૂપ કર્યો. વાતાવરણ માં ધૂપ અને અગરબત્તી ની વિચિત્ર સુગંધ આવવા લાગી,પંડિતો અને દુર્ગાદેવી ના મંત્રોચ્ચાર નો અવાજ ધીમે ...Read More

13

અંશ - 13

(અગાઉ આપડે જોયું કે ઘર માં કોઈ આત્મ ની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે.અને પૂજા દરમિયાન એ આત્મા, કે રૂપા ની આત્મા આવે છે,જે અનંત પર પ્રહાર કરવા જાય છે,પણ દુર્ગાદેવી ના ટોટકા તેને બચાવી લે છે.રૂપા ની આત્મા અનંત ને સજા દેવાની વાત કરે છે.હવે આગળ...) રૂપા ની આત્મા વારેવારે અનંત સામે નફરત થી જોતી હતી.અને ફરી બોલી ,દુર્ગા બા પૂછો આ નાના શેઠ ને એમને મારા જેવી કેટલીય અબળા ને અભડાવી છે.આ ને માફ કરવા જેવો નથી.એક સ્ત્રી ને પોતાના મનોરંજન નું સાધન સમજે,પોતાની પગ ની ધૂળ સમજે,એવા છે આ ઘર ના પુરુષો ના વિચારો ...Read More

14

અંશ - 14

(રૂપા ની આત્મા ને તો દુર્ગાદેવી એ સમજાવી દીધી,અને તેની મા ને આજીવન સાચવવાનું વચન પણ આપ્યું.પણ હજી પંડિત ને લાગે છે કે કંઈક તો છે આ ઘર મા.અને ત્યાં જ ઘર માં લાઈટ ચાલી જાય છે.અનંત ની બીક કરતા નોકરો ને બીજી આત્મા ની બીક વધુ લાગે છે એટલે દુર્ગાદેવી અનંત ને જ લાઈટ વિશે જોવાનું કહે છે.હવે આગળ...) ભેરૂમલ ઓ ભેરૂમલ ક્યાં ગયો,આ લાઈટ જો તો કેમ બંધ થઈ ગઈ.પણ કોઈએ જવાબ ના આપ્યો.કેમ કે એક તો આવું વાતાવરણ અને બીજી પંડિતજી એ કહેલી વાત કે હજી ઘર માં કોઈ ની આત્મા છે.બધા વધુ ડરી ગયા ...Read More

15

અંશ - 15

l(આપડે જોયું કે રૂપા તો દુર્ગાદેવી ના સમજાવ્યા સમજી ગઈ,પણ હજી કોઈ ની આત્મા હોવાની બીક થી અનંત લાઈટ ગઈ એ પણ જોવા નથી જતો,જે દુર્ગાદેવી ના ધ્યાન મા છે,અને તે કામિની ને બોલાવે છે.જયસ કામિની તેમની વર્ષગાંઠ પર હોટેલ ગયા ત્યારનું અનંત અને તેના મિત્રો નું વર્તન દુર્ગાદેવી ને કહે છે.હવે આગળ...) અનંતે મને બધા ની હાજરી માં થપ્પડ મારી તેથી હું અપમાનજનક સ્થિતિ માં મુકાઈ ગઈ,મને ત્યાં ઉભા રહેવામાં પણ ક્ષોભ થતો હતો,એટલે હું એ હોટેલ ની બહાર જઈ ને ઉભી રહી.ત્યાં જ અનંત નો એક મિત્ર આવ્યો,અને મને દિલસોજી દેવા લાગ્યો.તે શરાબ પીધેલો હોઈ, તેના ...Read More

16

અંશ - 16

(ગયા ભાગ માં આપડે જોયું કે જ્યારે ઘર માં રૂપા ની આત્મા સિવાય પણ કોઈ બીજી આત્મા છે,ત્યારે બધા વધુ ડર લાગે છે.અને જ્યારે એ ખબર પડે છે કે કામિની પણ એક આત્મા છે,ત્યારે બધા ને આંચકો લાગે છે.દુર્ગાદેવી તેની મૃત્યુ વિશે પૂછે છે.ફTતજીહવે આગળ...) દુર્ગાદેવી એ એક પંડિત પાસે પાણી નો કળશ મંગાવ્યો, અને મંત્ર બોલી તે હવા મા છાંટયું,અને એ સાથે જ બધા ને ત્યાં કામિની દેખાય.તેની આત્મા પણ કેટલી સુંદર અને તેજસ્વી હતી.એ જ બ્લુસાડી સાથે મેચિંગ કાળુ લાલ બોર્ડર વાળું બ્લાઉઝ,અને માથા માં ઢીલો અંબોડો અને એમાં નાખેલું ગુલાબ.ખબર નહિ એ ગુલાબ વધુ સુંદર ...Read More

17

અંશ - 17 - અંતિમ ભાગ

(આપડે જોયું કે કામિની નો આત્મા તેના પુત્ર માટે જ આવ્યો છે.ઘર ના બધા તેની આ સ્થિતિ થી દુઃખી અનંત ને ધિક્કારે છે.કામિની ને મળવા તેના માતા પિતા આવી પહોંચે છે.હવે આગળ...) કામિની તો પોતાના અંશ મા જ ધ્યાનમગ્ન હતી,પણ તેની મમ્મી એ બોલાવી અને તેનું ધ્યાન તે બધા તરફ પડ્યું. કામિની ના માતા પિતા એ તેની વાત ના માનવાનો અફસોસ કર્યો,અને કામિની એ હવે કાઈ થઈ શકે એમ નથી ભૂલી જાવ જે વીત્યું એ .એવું કહી તેના ભાઈ બહેન નું ધ્યાન રાખવાનું કહ્યું.અંતે અનંત આગળ આવ્યો. આટલીવાર માં પહેલીવાર કામિની એ તેને જોયો એ સાથે જ જાણે ...Read More