મારી લઘુકથા ' The Priest ' સંપૂર્ણ કાલ્પનિક છે જેમાં કોઈ જાતિ નામ , ધર્મ કે અન્ય કોઈ પણ ઉલ્લેખ સંયોગ માત્ર છે એને એક વાર્તા તરીકે લઈ એનો આનંદ માણવા વિનંતી . વાર્તા શરૂ... સેન્ટ હિલેરી ચર્ચ કમ ઔફનેજ (અનાથાશ્રમ) નો સભાખંડ માણસોથી ખીચોખીચ ભરાયેલો હતો . ઈસુ ખ્રિસ્તની વિશાળ ક્રોસ પર ટાંગેલી પ્રતિમા સભાખંડમાં સૌથી મોખરે મુકાયેલી હતી જેની આગળ ગોઠવાયેલા નાના સ્ટેજ જેવા ભાગ પર ગોઠવાયેલા માઇક પર હાલ વૃદ્ધ એવા ફાધર લોરેન્સ એમની સામે બેઠેલા લોકોને નીચે મુજબ સંબોધી રહ્યા હતા " મારા વ્હાલાઓ , તમને પુત્ર કહીને સંબોધુ કે પછી વર્ષો પહેલાની જેમ એક કઠોર શિક્ષક જેમ સંબોધું ? તમારી સાથે માતા જેમ મૃદુતા અને મમતાભર્યો અવાજે વાત કરૂ કે કઠોર પરંતુ શુભચિંતક એવા પિતાની જેમ વાત કરૂ ? એ મને સમજાઈ રહ્યુ નથી " ફાધર લોરેન્સ બે ક્ષણ રોકાયા અને સામે પરિવાર સાથે બેઠેલા લોકો સામે નજર દોડાવી , જાણે એમના શબ્દોની અસરકારક્ત તપાસી રહ્યા હતા અને પછી આગળ શરૂ કર્યું

Full Novel

1

The Priest - ભાગ ૧

મારી લઘુકથા ' The Priest ' સંપૂર્ણ કાલ્પનિક છે જેમાં કોઈ જાતિ નામ , ધર્મ કે અન્ય પણ ઉલ્લેખ સંયોગ માત્ર છે એને એક વાર્તા તરીકે લઈ એનો આનંદ માણવા વિનંતી . વાર્તા શરૂ... સેન્ટ હિલેરી ચર્ચ કમ ઔફનેજ (અનાથાશ્રમ) નો સભાખંડ માણસોથી ખીચોખીચ ભરાયેલો હતો . ઈસુ ખ્રિસ્તની વિશાળ ક્રોસ પર ટાંગેલી પ્રતિમા સભાખંડમાં સૌથી મોખરે મુકાયેલી હતી જેની આગળ ગોઠવાયેલા નાના સ્ટેજ જેવા ભાગ પર ગોઠવાયેલા માઇક પર હાલ વૃદ્ધ એવા ફાધર લોરેન્સ એમની સામે બેઠેલા લોકોને નીચે મુજબ સંબોધી રહ્યા હતા " મારા વ્હાલાઓ , તમને પુત્ર કહીને સંબોધુ કે પછી ...Read More

2

The Priest - ભાગ ૨

આગ...આગ...આગ.... ચર્ચના જ એક ભાગમાં કે જ્યાં છાત્રાલયની ઓફિસ આવેલી હતી ત્યાં દોડધામ મચી ગઈ , તેથી રાઘવકુમાર વિક્રમને જ છોડીને પોતાની ટિમ સાથે સીધા એ દિશામાં દોડ્યા જ્યાંથી બૂમો સંભળાઈ રહી હતી . બિલ્ડિંગના એ ભાગમાં નીચે થોડા માણસો જમા થઇ ગયા હતા . ત્યાં અંદર જઈને જોયુ તો આગ ખુબ ઝડપથી પ્રસરી રહી હતી . રાઘવકુમારે આજુબાજુ નજર દોડાવી ત્યાં એક ફાયર એક્સટીનગ્યુસર પડેલુ હતુ જેને ઉઠાવી સીઘા અંદર આગ લાગી હતી ત્યાં પહોંચ્યા . ફાયર એક્સ્ટિંગ્યુસર ખોલીને સીધુ આગની દિશામાં ખોલી નાખ્યું અને ગણતરીની મિનિટોમાં તો આગ બુઝાઈ ...Read More

3

The Priest - ભાગ ૩

રાત્રે ત્રણ વાગ્યાનો સમય હતો , આખા દિવસના કામ પછી થાકેલા રાઘવકુમાર ઘરે પહોંચી બેડ પર આડા પડ્યા હતા તરત એને ઊંઘ આવી ગઈ. હજી આંખોના ભારે થઈ ગયેલા પોપડા હજી માંડ મિચાયા હતા ત્યાં રાઘવકુમારનો ફોન ગાજયો " ટ્રીન...ટ્રીન.....ટ્રીન...ટ્રીન....." " હેલલ્લો ...." " સર હુ ઇન્સપેક્ટર લોબો , અહીંયા એક ગડબડ થઈ ગઈ છે " " લોબો... વોટ્સ હેપન ...? " ગડબડ શબ્દ સાંભળી ઉંઘ માંથી અચાનક જ બેઠા થઈને રાઘવકુમારે પૂછ્યુ " સર...અમ્....સર એમા એવુ છેને કે ... અમ્ ... એક નાનો છોકરો ક્યાંય ખોવાઈ ગયો છે અને ...Read More

4

The Priest - ભાગ - ૪

ચારે જણા લાઈબ્રેરીનો નાનામાં નાનો ભાગ તપાસી રહ્યા હતા , કે જેથી રાઘવકુમારની શંકા મુજબ ક્યાંક કોઈ ખુફિયા દરવાજો જાય . ઘણો સમય વીત્યો અને બધા નિરાશ થઈને બહાર નીકળવાની તૈયારી હતી ત્યાં પીટરનો અવાજ આવ્યો " સર...અહીંયા....આ તરફ......" બાકી ત્રણે પીટરના અવાજની તરફ દોડ્યા , પીટરે કૈક શોધી કાઢ્યું હતુ. રાઘવકુમાર આવી જતા એને આગળ કહ્યુ " સર , ફાધર લોરેન્સના કપડાનો ટુકડો ..." રાઘવકુમારે એ ટુકડો થોડો ખેંચ્યો તો ત્યાં બુકરેકમાં થોડુ હલનચલન થયુ પછી થોડુ જોર લગાવ્યુ ત્યાં એક મોટી તિરાડ થઈ ગઈ જ્યાં અંદર માત્ર અંધકાર દેખાતો હતો . રાઘવકુમા ...Read More

5

The Priest - ( અંતિમ ભાગ )

બીજી તરફ સેન્ટ્રલ જેલમાં લોરેન્સ સફેદ પાદરીના વસ્ત્રોની જગ્યાએ હવે સફેદ જેલના યુનિફોર્મમાં હતા . એમની આંખો ફરતે ઉજાગરાના અથવા કદાચ રડવાના લીધે કાળા કુંડાળા થઈ ગયા હતા , બે મહિનામાં જાણે લોરેન્સ કૈક અલગ જ વ્યક્તિ લાગતા હતા ! એમનું વજન પણ ખાસ્સું ઉતરી ગયુ હતુ અને મોઢા પર અચાનક કરચલીઓ દેખાવા લાગી હતી. લોરેન્સ ખૂબ ચિંતામાં રહેવા લાગ્યા હતા , અત્યારે પણ લોરેન્સ કૈક ગહન વિચારમાં પડ્યા હતા ત્યાં અચાનક લોરેન્સના નામની બૂમ પડી " લોરેન્સ.. લોરેન્સ....." પરંતુ લોરેન્સ ક્યાંય અનંત વિચારોના વમળમાં ફસાયેલા હતા . જેલરે આવીને લાકડીથી એમને ઢંઢોડ્યા "લોરેન્સ ... તમને ...Read More