પીત્ઝા એક સ્વપ્ન

(3)
  • 2.4k
  • 0
  • 766

અમદાવાદ શહેર ના એક સ્લમ વિસ્તાર માં રાજુ તેના પિતા સાથે રહે, રાજુની માતા તેને જન્મ આપ્યા ના થોડાંક જ દિવસ માં મોત ને વહાલી થઈ ગઈ હતી ,તેથી તેના પિતાએ તેને એકલા હાથે મોટો કર્યો . દસ વર્ષ ના રાજુનો ઉછેર ખૂબજ ગરીબાઈ માં થયો, તેના પિતા છુટક મંજુરી કામ કરે ,ક્યારેક કામ ન મળે તો પાણી પી ને રાત કાઢી નાખતા તેમ છતાંય તેઓ રાજુને શાળામાં ભણાવતા. એક દિવસ રાજુ અને તેના પિતા લારી લઈ ને રસ્તા પર ચાલતા જતા હતા, કે એની નજર પીત્ઝા ની એક શોપ ઉપર પડી, તેની બાજુની દુકાન માં તેના પિતા સામાન ઉતારવા ગયા હતા એટલે તે પણ ત્યા ઉભો રહી કુતૂહલ પૂર્વક લોકોને પીત્ઝા ખાતા નિહાળી રહ્યો હતો, તે મન માં વિચારવા લાગ્યો કે આ શું છે?ગોળ રોટલા જેવુ જે લોકો ખાય છે અને આ તેની ઉપર સફેદ દૂધ જેવુ શું હશે ,જે લોકો ખાય ત્યારે મોઢા માં આટલા લાંબા તાર જેવુ થાય છે. તેણે દુકાન પાસે જઈ ને બોર્ડ વાંચ્યું તેમાં પીત્ઝા નામ વાંચી તે મન માં હરખાયો કે લાવને બાપુને કહુ કે મારેય પીત્ઝા ખાવુ છે.