- લાઈટ શું છે? - કઈ રીતની છે? - શા માટે લાઈટ જાદુયી છે? આવા ઘણા પ્રશ્નો ના ઉકેલ આ નવલકથા માં છે. જે મનુષ્ય ની કલ્પના ની દુનિયા સાથે થોડી તો થોડી વાર જોડી એક અમૂલ્ય આનંદ આપવાનો નાનો અમથો પ્રયાશ છે. સફળ છે, સચોટ રીતે પોતાની વાત મુકેલ છે કે નહિ તે કંઈજ ખબર નથી બશ મારા મગજ માં એક નાની અમથી વાર્તા છે જેને હું અહીં નાના નાના અમુક ભાગોમાં વેચવાનો પયત્ન કરીશ.

New Episodes : : Every Thursday & Sunday

1

લાઈટ - 1

શા માટે "લાઈટ" ? ... આ મારી પ્રથમ નવલકથા છે જે હું લખવા જય રહી છું. કોઈજ ખ્યાલ નથી કે આ લાઈટ ક્યાં સુધી પ્રકાશ ફેલાવશે પરંતુ હું મારો પૂરો પ્રયન્ત કરીશ જેથી મારી નવલકથા વાંચનાર પોતાના જીવન માં એક સુંદર પળ નો અનુભવ કરી શકે. મારો ફક્ત નવલકથા લખવાનો એટલોજ મંતવ્ય નથી કે લોકો તેને પસંદ કરે પરંતુ લોકો આ નવલકથા ને જીવે. મારી નવલકથા વાંચનાર તમામ લોકો ને તેમના જીવન ની બધી તો ના કહી શકાય પરંતુ જેટલી પણ ભલે ને પછી તે ૧% જેટલીજ ના હોય પરંતુ તેમની સમશ્યા દૂર થાય. મને જાદુઈ દુનિયા ખુબજ ગમે ...Read More

2

લાઈટ - 2 - હે..કોણ?

હે..કોણ? .... '...સુંદર મજાની નદી છે, આ નદી ને જોડતાજ એક સુંદર મજા નું આજુ-બાજુ લીલુંછમ જંગલ અને આ જંગલ ના છેડે એક મકાન છે જે આમતો લાકડાનું બનેલું છે અને ચાલતા કદાચ ચૂર..ચૂર.. જેવા અવાજો ભી થાય પરંતુ તે પેલી નજરે જોતા હજી કાલેજ તૈયાર કરેલું હોય તેવું લાગે. આ ઘર ની આસ-પાસ ભી જામફળ અને ચીકુ ના જાદવ છે જેના પર દરરોજ સવાર માં રંગ-બે-રંગી ચકલી આવી ને પોતાની મંડળી જમાવે છે અને હા આજે તો વળી મીઠું પોપટ ભી આવેલા છે...આકાશ શુંદર મજાનું દુધિયા રંગ નું થઈ ગયું છે વાદળ ની સાથે સાથે કબુતરો પોતાના ...Read More

3

લાઈટ - 3 - રોશની!!

રોશની!! ... વાતાવરણ માં મશગુલ હતી ફેરી અને લાકડાના જુના-પુરાણા મકાન ના પગથિયે બેઠી હતી. તેના મોઢા પર સુંદર હતું પરંતુ તેને મન તો પેલા રંગો માં કયો રંગ છે જે તેના ચિત્ર માં વપરાશ નથી થયો, કઈ જગ્યા ચુકી ગઈ છે અને હજી શું છે જેના લીધે તેનું કુદરતી દૃશ્ય તેના અનુભવ ને આકાર નહિ આપતું. આ બધું વિચારતી ફેરી ને અચાનક કોકે પાછળ થી ખભા પર હાથ મુક્યો અને ફેરી ડરી ગઈ કારણ, નેના હતી નહિ તો કોણ હતું? ફેરી હિંમત કરી ને પાછળ ફરી જોવા કે આખેર કોણ છે અને પાછળ ફરતા ફેરી ડરી ગયી, તેની ...Read More

4

લાઈટ - 4 - મિત્ર

"અરે, નેના આ રોશની છે ને તેને મને મદદ કરી!", આમ કહી તેને પોતાની બાજુ માં ઊડતી રોશની તરફ કરીયો અને પોતાની વાત પુરી કરતા કહીંયુ, "...હું તો તને કાલેજ તેને મળવાની હતી પરંતુ હું સાવ ભૂલી ગઈ." "ફેરી, કોણ રોશની?" - નેના એ અચરજ સાથે ફેરી ને પ્રશ્ન પુછીયો. "આ રોશની જે મારી બાજુ માં ઉડે છે, આ વાદળ હવે યાર!" રોશની સ્પષ્ટતા કરતા કહીંયુ. "ફેરી, ત્યાં કોઈજ નથી!", નેના પરેશાન અવાજ માં ફેરીને કહે છે, "તારી તબિયત તો સરખી છે ને!" ફેરી રોશની સામે જોઈને નેના ને પ્રશ્ન પૂછે છે, "સાચેન તને કોઈજ નહિ દેખાતું, આ ...Read More