રાજા લાગે મારા જેવો

(6)
  • 4.8k
  • 0
  • 1k

19 વર્ષ ની ઉંમરે ધ્રુવ ની નજર સોસિઅલ મીડિયા માં કોઈ ને ગોતી રહી હોય એમ અલગ અલગ એપ માં નવી નવી આઈ ડી સર્ચ મારે જાય છે, અને કહેવાય છે ને અમુક ઉંમરે કોઈ એવું ખાસ વ્યક્તિ જીવન માં હોવું જોઈએ, જેની સાથે હળવાશ અનુભવાય, ધ્રુવ માટે આ રોજ નું હતું, કોલેજ થી આવી ને ફોન લઇ ને બેસી જવાનું, વેબ સિરીઝ , મુવી જોઈ જોઈ ને ધ્રુવ માટે જાણે કે હકીકત જીવન માં પણ આમ જ કોઈ અચાનક મળી જશે, ક્યારેક ક્યારેક કોઈ રીપ્લાય કરી દે, એક બે દિવસ કે અઠવાડિયું વાતો પણ ચાલે, અને અચાનક ખબર પડે કે આતો ફેક આઈ ડી હતી !